________________
:૨૮
સામાયિક-વિજ્ઞાન - સમાયેલા છે, તે આ પરથી સમજી શકાશે. પરંતુ તેના
આવા અર્થે આપણું જાણવામાં આવ્યા નથી અને કદાચ - જાણવામાં આવ્યા હોય, તે પણ આપણે તેના પર ગંભીર વિચાર કર્યો નથી, એટલે તે આપણા હૃદયને સ્પર્શી શકેલ નથી. આ તે અમૃતસરેવરના કિનારે ઊભા રહીને તરસ્યા મરવા જેવી સ્થિતિ છે.
સામાય શબ્દનું તદ્ધિતરૂપ પણ સામાયિક બની શકે છે. જેનાથી સામ એટલે શાંતિને લાભ થાય, તે સામાય.
અથવા જેનાથી સામ એટલે અહિંસાને લાભ થાય, તે - સામાય. અથવા જેનાથી સામ એટલે વિશ્વમૈત્રીને લાભ થાય, તે સામાય. આ સામાય તે જ સામાયિક. પરંતુ ઉપરના અર્થોમાં આ બધા અર્થોને લગભગ સમાવેશ થઈ જાય છે, એટલે મુખ્ય લક્ષ્ય એ અર્થો તરફ જ આપવાનું છે. તેનું અહીં તારણ આપીએ તે યાદ રાખવાનું ઠીક પડશે.
(૧) જેનાથી રાગ-દ્વેષ દૂર થઈ સમભાવ કેળવાય, તે - સામાયિક કહેવાય.
(૨) જેનાથી શમસુખને લાભ થાય, તે સામાયિક કહેવાય.
(૩) જેનાથી આમાની કર્મમય વિષમ સ્થિતિ દૂર થાય અને કર્મરહિત સમ–અવસ્થા પ્રાપ્ત થાય, તે સામાયિક કહેવાય.
(૪) જેનાથી સાંસારિક પદાર્થો પરની આસકિત દૂર થઈ અનાસક્ત ભાવ કેળવાય, તે સામાયિક કહેવાય.