________________
૩૦
સામાયિક-વિજ્ઞાન ઉત્તર-સામાયિક શબ્દમાં કેવું અર્થગાંભીર્ય રહેલું છે, તે દર્શાવવા માટે આ અર્થે અહીં જણાવેલા છે. શું આ અર્થો જાણ્યા પછી તમને એમ નથી લાગતું કે સામાયિક શબ્દ ગહન અર્થને ભંડાર છે ?
પ્રશ્ન-એમ તે લાગે જ છે, પણ બીજા બધા અર્થે પ્રથમ અર્થમાં અંતર્ભાવ પામે છે, એ વાત મગજમાં ઉતરતી નથી, તેનું કેમ?
ઉત્તર-ઇન્દ્રિય અને મનના વિકારો શમતાં જે સુખનો અનુભવ થાય છે, તેને શમસુખ કહેવામાં આવે છે. હવે ઈન્દ્રિય અને મનના વિકારે રાગ–ષને આધીન છે. એટલે કે રાગ–ષને લીધે તે ઉત્પન્ન થાય છે અને રાગદ્વેષને નાશ થતાં તે શમી જાય છે. એટલે સમભાવ અને શમસુખ એક જ સ્થિતિનાં બે જુદાં નામે છે. અપેક્ષાવિશેષથી તેમનું નામકરણ જુદું થયું છે, એટલું જ. જ્યાં સમભાવ નથી, ત્યાં શમસુખ નથી અને જ્યાં શમસુખ નથી. ત્યાં - સમભાવ નથી. હવે તમે જ કહો કે સામાયિકને બીજો અર્થ પ્રથમ અર્થમાં અંતર્ગત થાય કે નહિ?
પ્રશ્ન-તમારે આ ખુલાસે સાંભળ્યા પછી એમ લાગે છે કે બીજો અર્થ પ્રથમ અર્થમાં અંતર્ગત થઈ જાય છે, - પરંતુ ત્રીજો અર્થ તે સાવ જુદો જ લાગે છે, તે પ્રથમ - અર્થમાં શી રીતે અંતર્ભાવ પામે?