________________
૩૨
સામાયિક-વિજ્ઞાન છીએ, તેનું કારણ આપણામાં રહેલી રાગ-દ્વેષની વૃત્તિ છે. જે આ રાગ અને દ્વેષની વૃત્તિ નાશ પામે તે અમુકને મિત્ર અને અમુકને શત્રુ માનવાની વૃત્તિ ઉદ્ભવે જ નહિ. પછી તે જગતના સર્વજીને સમાન માનવાની અને તેમની સાથે મૈત્રીભર્યો વ્યવહાર રાખવાની ભાવના પ્રબળ બને, એટલે વિશ્વમૈત્રી એ સમભાવનું બીજું નામ છે. જ્યાં સમભાવ હોય ત્યાં જગતના બધા જ સાથે અવશ્ય મૈત્રી હોય, તેથી પાંચમે અર્થ પણ પ્રથમ અર્થમાં અંતર્ભાવ પામી. જાય છે.
પ્રશ્ન-શું છદ્રો અર્થ પણ આ રીતે પ્રથમ અર્થમાં અંતર્ભાવ પામશે ખરો ?
ઉત્તર–એમાં શંકા શી? સમ્યગુદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સચારિત્ર એ આત્માના ગુણો છે, જે રાગ-દ્વેષને નાશ થવાથી પૂર્ણ પણે પ્રગટ થાય છે. તાત્પર્ય કે સમભાવની આરાધનામાં સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યાત્રિની આરાધનાને સમાવેશ થઈ જાય છે. શાસ્ત્રકારોએ સામાયિકના શ્રત-સામાયિક, સમ્યકત્વ-સામાયિક, દેશવિરતિ–સામાયિક અને સર્વવિરતિ-સામાયિક એવા જે ચાર પ્રકારે પાડ્યા છે, તે આ વસ્તુનું સમર્થન કરનારા છે.
શ્રત એટલે શા–તેનું અધ્યયન કરી સમ્યગૂજ્ઞાન મેળવવું, એ શ્રુત-સામાયિક. તત્ત્વભૂત પદાર્થોમાં શ્રદ્ધા રાખવી.