________________
સામાયિકને અર્થ જ પ્રત્યે ઉત્પન્ન થાય, ત્યારે વિશ્વમૈત્રી કે વિશ્વબંધુત્વની ભાવના ઉત્પન્ન થઈ ગણાય. જેના અંતરમાં વિશ્વમૈત્રી કે વિશ્વબંધુત્વની ભાવના પાંગરી હોય, તે કઈ જીવને પિતાને વરી, શત્રુ કે અહિત કરનાર માને નહિ, એટલે તેમના પ્રત્યે કોઈ જાતને ઠેષ ધરાવે નહિ. વળી જ્યાં બંધુત્વની ભાવના બળવાન બની હોય ત્યાં આત્મસદશ-વ્યવહાર સહેજે સંભવે, એટલે કે તે સર્વ જીવને પિતાના જેવા જ સુખની ભાવનાવાળા માની કેઈને જરા યે દુઃખ દેવા તત્પર થાય નહિ. આવી સમ અવસ્થા એટલે વિશ્વબંધુત્વની ભાવના જેનાથી કેળવાય, તેને સામાયિક કહેવાય.
સમ એટલે મધ્યસ્થતા કે વીતરાગતા. તે ત્યારે જ પ્રકટે છે કે જ્યારે સંસારના વિવિધ પદાર્થોમાં કરેલી મને અને અમનોજ્ઞ, અથવા ઈષ્ટ અને અનિષ્ટ અથવા પ્રિય અને અપ્રિયની કલ્પના દૂર થઈ અનાસક્ત ભાવ પ્રકટે. રાગથી પણ ન ખેંચાવું અને દ્વેષથી પણ ન ખેંચાવું, પરંતુ એ બેની મધ્યમાં રહેવું તે મધ્યસ્થતા અને દરેક પરંપદાર્થ પર રાગ ચાલે જ, આસક્તિ ચાલી જવી; એ વીતરાગતા. જેનાથી આવી . વીતરાગતા ઉત્પન્ન થાય, તેને સામાયિક કહેવાય.
સમને એક અર્થ દર્શન, જ્ઞાન અને ચારિત્રને સમન્વય છે, એટલે જેનાથી સરયદર્શન પ્રકટે, તેને આધારે સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થાય અને તેના આધારે સચ્ચારિત્રની પ્રાપ્તિ થાય, તેને પણ સામાયિક કહેવાય.
સમાય શબ્દમાં કેવા ગંભીર અને જીવનસંપશી અર્થે