SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકને અર્થ ૨૯ : (૫) જેનાથી સર્વ જીવે પ્રત્યે મૈત્રી કેળવાય, તે સામાયિક કહેવાય. (૬) જેનાથી સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન તથા સભ્ય - ચારિત્રની પ્રાપ્તિ થાય, તે સામાયિક કહેવાય. સામાયિકના આ છ અર્થો ફરી ફરી વિચારવા જેવા છે, ફરી ફરી ચિંતવવા જેવા છે. તેનાથી સામાયિક પ્રત્યે અભિરુચિ કેળવાશે અને આધ્યાત્મિક ઉન્નતિનાં દ્વાર . ખુલી જશે. પ્રશ્નોત્તરી પ્રશ્ન–સામાયિકના અર્થો અનેક છે, તેમાંથી કયા અર્થને મુખ્ય માનીને ચાલવું? ઉત્તર–શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે સામાયિકને જે અર્થ કર્યો છે, તેને મુખ્ય માનીને ચાલવું. શાસ્ત્રીય પરં. પા અને વ્યાકરણ એ બંને દષ્ટિએ એ અર્થ બરાબર છે. પ્રશ્ન-તે બીજા અર્થો શાસ્ત્રીય પરંપરા અને વ્યાકરણ ની દષ્ટિએ બરાબર નથી શું ? ઉત્તર-બીજા અર્થો પણ શાસ્ત્રીય પરંપરા અને વ્યાકરણની દૃષ્ટિએ બરાબર છે, પણ તત્ત્વથી એ બધા અર્થે પ્રથમ અર્થમાં અંતર્ભાવ પામે છે. પ્રશ્ન–જે બીજા અર્થે પ્રથમ અર્થમાં અંતર્ભાવ પામી જાય એવા હતા, તે જણાવવાની જરૂર શી હતી ?
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy