________________
૨૪
સામાયિક-વિજ્ઞાન - આ ઉત્તર પરથી બીજી રાણી એમ સમજી કે અત્યારે તેમને સર એટલે સ્વર નથી, અર્થાત્ તેમનું ગળું બેસી ગયેલું છે, એટલે તેઓ ગાઈ શકે એમ નથી. ચાલે, ગાવાથી સયું!
અને આ ઉત્તર પરથી ત્રીજી રાણ એમ સમજી કે અત્યારે તેમની પાસે સર એટલે શર–બાણ નથી, તેથી તે હરણને શિકાર કરી શકે એમ નથી. આ સંગમાં તેમને આગ્રહ કરે નકામે છે.
તાત્પર્ય કે પ્રાકૃત ભાષાને સર શબ્દ સાવ સાદો દેખાવા છતાં તેણે ત્રણ અર્થે પ્રદર્શિત કર્યા, તે પછી સંસ્કૃતગુજરાતી “સમય” શબ્દ અનેક અર્થો પ્રદર્શિત કરે, એમાં આશ્ચર્ય શું ?
અહીં એ પણ સમજી લે કે શબ્દના અર્થો મનસ્વી રીતે કરી શકાતા નથી. તે માટે શાસ્ત્ર, પરંપરા, વ્યાકરણ કે કેષનું પ્રમાણ જોઈએ છે. આવા કેઈ પણ પ્રમાણ વિના અર્થ કરવા લાગીએ તે તેમાં છબરડા વળે છે અને સ્થિતિ હાસ્યાસ્પદ બન્યા વિના રહેતી નથી.
શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાગમાં સામાયિકને અર્થ આ પ્રમાણે કર્યો છે – राग-दोस विरहिओ समो त्ति अयणं अयोति गमणं त्ति । समगमण (अयणं)त्ति समाओ, स एव सामाइयं नाम ॥
રાગ અને દ્વેષથી રહિત એ આત્માને પરિણામ