________________
સામાયિક-વિજ્ઞાન શબ્દના પ્રથમ અક્ષરમાં રહેલે સ્વર વૃદ્ધિ પામે તેના છેલ્લા અક્ષરમાં રહેલા સ્વરને લેપ થાય અને તેને સ્વાર્થમાં ઈક પ્રત્યય લાગે, ત્યારે વ્યાકરણની પરિભાષામાં તેને તદ્ધિત રૂપ કહેવામાં આવે છે. સામાયિક એ સમાય શબ્દનું તદ્ધિત રૂપ છે. તે કેવી રીતે સિદ્ધ થયેલું છે તે જોઈ લઈએ.
શબ્દને પ્રથમ અક્ષરસ છે, તે + અ થી બનેલે છે. તેમાં શું વ્યંજન છે અને આ સ્વર છે. સંસ્કૃત ભાષામાં ૧૬ સ્વર અને ૩૩ વ્યંજન છે, જ્યારે ગુજરાતી ભાષામાં ૧૨ સ્વરે અને ૩૩ વ્યંજને છે, એ તે જાણો છે ને ? આ અ સ્વરની વૃદ્ધિ થતાં આ બને છે, એટલે સમાયનું સામાય રૂપ થાય છે. હવે છેલ્લો અક્ષર ય છે, તે જ + આ. ને બનેલું છે. તેમાં ૨ વ્યંજન છે અને આ સ્વર છે. આ અ સ્વરનો લેપ થતાં સામાન્યૂ એવું રૂપ બને છે.. અને તેને સ્વાર્થમાં ઈક પ્રત્યય લગાડતાં “સામાયિક એ શબ્દ તૈયાર થાય છે.
- જ્યારે કઈ પણ શબ્દ તદ્ધિતરૂપ ધારણ કરે છે, ત્યારે તે સંબંધદર્શક બને છે. જેમકે-નગર સંબંધી તે નાગરિક, શરીર સંબંધી તે શારીરિક અને ધર્મ સંબંધી તે ધાર્મિક. આ રીતે જે સમાય સાથે સંબંધ ધરાવે છે, તે સામાયિક એમ સમજવાનું છે. તાત્પર્ય કે સામાયિકમાં સમાય શબ્દ ઘણું મહત્વનું છે અને તેનો અર્થ જાણીએ તે જ સામાયિકને અર્થ જાણી શકાય એમ છે.