________________
૨૩
સામાયિકનો અર્થ
હવે સમાય શબ્દ એક કરતાં વધારે અર્થો દર્શાવે છે. અહીં તમે કદાચ એમ કહેશો કે “સાવ સાદે જણને સમાય શબ્દ અનેક અર્થો શી રીતે દર્શાવતું હશે ? પરંતુ સાવ સાદા જણાતા શબ્દોમાં પણ ઘણા અર્થો દર્શાવવાની શક્તિ હોય છે, તે નીચેના દષ્ટાંતથી જાણી શકાશે –
ભીલ રાજા અને તેની ત્રણ રાણુઓ
એક જંગલમાં કેઈ ભીલ રાજા તેની ત્રણ રાણીએ સાથે પ્રવાસ કરી રહ્યો હતો. એવામાં એક રાણીએ કહ્યું : “હે સ્વામિનાથ ! મને બહુ તરસ લાગી છે, તે પાણી લાવી આપ.” ચેડે દૂર ગયા પછી બીજી રાણીએ કહ્યું : “પ્રિયતમ! આ પ્રવાસ કંટાળાભરેલો લાગે છે, તો તમે કંઈ ગાએ તે સારું.’ પ્રવાસ થેડે આગળ વધ્યા પછી ત્રીજી રાણીએ કહ્યું કે “હે પ્રીતમ ! આ જંગલ ઘણું સુંદર હરણોથી ભરેલું છે. જો તમે તેમાંના એક હરણને શિકાર કરે તે તેના માંસ વડે આપણે મીજબાની ઉડાવીએ.
ત્રણ જુદા જુદા પ્રકારની માગણીઓ એકી સાથે પૂરી શી રીતે કરવી ? એ એક મુંઝવણભર્યો પ્રશ્ન હતું, પણ એ ભીલરાજા ચતુર હતા, એટલે તેણે એક જ ઉત્તરમાં બધાનું કામ પતાવી દીધું. એ ઉત્તર હતે “ો ”
આ ઉત્તર પરથી પ્રથમ રાણી એમ સમજી કે નજીકમાં કઈ સર એટલે સરેવર નથી, તેથી તેઓ પાણી કયાંથી લાવે ? આગળ પર કેઈ સરવર આવશે, ત્યારે જોયું જશે.