________________
સામાયિકનો અર્થ
૨૧ કરે નહિ, એ આપણું મહાપુરુષને આદેશ છે. જે શબ્દના મૂલ સ્વરૂપમાં ફેરફાર કરીએ તો તેને અર્થ જ બદલાઈ જાય અને જ્ઞાનની આશાતના થાય કે જે માટે આપણે પ્રાયશ્ચિત્ત-દંડના અધિકારી ઠરીએ. આમ છતાં આપણે તેના પર પૂરું લક્ષ્ય આપ્યું નથી, એટલે સ્થિતિ આ હદે પહોંચી છે.
શબ્દની સાથે તેને અર્થ પણ શીખવું જોઈએ, તો જ જ્ઞાન સાંપડે અને તે આપણા જીવનને ઉજાળી શકે. આપણે જેને અર્થ જાણતા નથી, એવા શબ્દોનું ભંડેળ ભેગું કરવાથી શું ? તે માત્ર બોલી જવાથી કેઈ ઉપયોગી હેતુ સરતો નથી. આપણે ઘણી ખરી પાઠશાલાઓમાં આજે સત્ર કંઠસ્થ કરાવવામાં આવે છે, પણ તેના અર્થો શીખવવામાં આવતા નથી કે સામાન્ય અર્થો શીખવીને જ સંતોષ માનવામાં આવે છે. તેનું પરિણામ એ આવ્યું છે કે આ પાઠશાલાઓમાં ભણેલા બાલક–બાલિકાઓને જૈન ધર્મના સિદ્ધાંતોને કે કિયાઓને સ્પષ્ટ ધ હેતું નથી. આ પરિસ્થિતિનું નિવારણ ક્યારે થશે ?
પ્રાકૃત-અર્ધમાગધી ભાષાને “સામારૂચ શબ્દ સંસ્કૃત ભાષામાં “સીમચ શબ્દ બને છે અને તે ગુજરાતી, હિંદી વગેરે ભાષામાં તત્સમ તરીકે ઉતરી આવે છે, એટલે કે તે એ ને એ રહ્યો છે.
જેમ નગર પરથી નાગરિક, શરીર પરથી શારીરિક અને ધર્મ પરથી ધાર્મિક શબ્દ બનેલે છે, તેમ સમાય શબ્દ પરથી સામાયિક શબ્દ બનેલું છે. જ્યારે કઈ પણ