________________
સામાયિકને મહિમા
તપને કર્મનિર્જરાનું મુખ્ય સાધન માનવામાં આવ્યું છે, પરંતુ સામાયિકની કર્મ ખપાવવાની શક્તિ તેના કરતાં અનેક ગણી વધારે છે. તે અંગે શાસ્ત્રશબ્દો આ પ્રકાસ્ના છે – तिव्वतव्वं तवमाणो, जं न विनिट्ठवइ जम्मकोडीहि । तं समभावभाविअचित्तो खवेइ कम्मं खणद्धेणं ॥
કોડે વર્ષ સુધી તીવ્ર તપ કરતાં પણ જીવ જે કર્મ ખપાવી શકતું નથી, તે કર્મને સમભાવથી ભાવિત ચિત્તવાળા એટલે કે સામાયિકને સાધક અધીક્ષણમાં ખપાવે છે. ”
દાન કરતાં પણ સામાયિકને મહિમા અધિક છે, તે અંગે શાસ્ત્રવચને સાંભળે : दिवसे दिवसे लक्खं, देइ सुवन्नस्स खंडियं एगो । एगो पुण सामाइयं, करेइ न पहुप्पए तस्स ॥
એક મનુષ્ય રેજ લાખ ખાંડી સેનાનું દાન દે અને બીજે મનુષ્ય રેજ સામાયિક કરે તે દાન દેનારે તેની બરાબરી કરી શકે નહિ. ”
લાખ ખાંડીના ૨૦ લાખ મણ થાય, ૨૦ લાખ મણના ૮ કોડ શેર થાય અને ૮ ઝેડ શેરના ૩૨૦ ક્રોડ તેલા થાય. એક તેલનો ભાવ આજના ધરણે ૬૦૦ રૂપિયા ગણીએ તે તેની કિંમત ૧૯૨૦ અબજ રૂપિયા જેટલી થાય!