________________
સામાયિકને મહિમા
૧૩: અમલ ન હતું. તેથી એક એકાસણું પણ તેમના માટે ભારે હતું. છતાં નરકગતિનું નિવારણ કરવા માટે તેમણે આગામી પર્વતિથિએ એકાસણું કર્યું. પછી તેઓ પોતાના કામમાં મગ્ન થયા. હવે ત્રીજા પહોરે તેમના બગીચામાંથી તાજાં રસદાર બેરને એક ટોપલે આ. શ્રેણિક તે જોઈને રાજી થયા અને પિતાના બગીચામાં આવાં સુંદર બાર પાકે છે, એ વિચારે ડું અભિમાન પણ આવ્યું. એમ કરતાં તેમને બોર ચાખવાનું મન થયું, એટલે એક બેર ઉપાડીને મુખમાં મૂકી દીધું અને તેને સ્વાદ માણવા લાગ્યા. ત્યાં યાદ આવ્યું કે આજે તે મારે એકાસણું છે અને મેં આ શું કર્યું ? પરંતુ એકાસણને ભંગ થઈ ચૂક્યું હતું અને એ રીતે ત્રીજો ઉપાય પણ નિષ્ફલ થયે હતે.
હવે તેમણે બાકી રહેલા છેલ્લા ઉપાય માટે કાલસૌકરિકને પિતાની પાસે બોલાવ્યા અને કહ્યું : “આવતી કાલે તારે કઈ પાડો મારવાનું નથી.” કાલસીરિકે કહ્યું: “મહારાજ ! એ કેમ બને? એ તે મારે ધંધે છે અને તે માટે કર્યા વિના ચાલે તેમ નથી. મારે સઘળે વ્યવહાર તેના આધારે જ ચાલે છે.”
શ્રેણિકે કહ્યું : “જે એમ હોય તે કાલને ખર્ચ મારી. પાસેથી લઈ જજે.” કાલસૌકરિકે કહ્યું: “મહારાજ ! મારા હાથપગ ચાલતા હોય, છતાં જીવનનિર્વાહને ખર્ચ બીજા પાસેથી લઉં, તે મને શોભતું નથી. મને મારે છે કરવા દે.”