________________
૧૬
સામાયિક-વિજ્ઞાન ઉત્તરના. સામાયિકને જૈન ધર્મમાં સહુથી વધારે મહિમાશાલી વસ્તુ માનવામાં આવી છે.
પ્રશ્ન–શું નમસ્કાર-મહામંત્ર કરતાં પણ સામાયિકને મહિમા વધી જાય ?
ઉત્તર-હા. નમસકાર--મહામંત્ર ઉત્કૃષ્ટ મંગલરૂપ છે, જ્યારે સામાયિક તે મેક્ષપ્રાપ્તિનું સીધું સાધન છે.
પ્રશ્નતે પછી સામાયિકને મહિમા મુક્ત કંઠે કેમ ગવાતું નથી ?
ઉત્તર–આપણા જીવનમાંથી અધ્યાત્મ અને યોગને રંગ ઉડી ગયું છે, એટલે સામાયિકને મહિમા જેવા અને જેટલા જોરથી ગવા જોઈએ, તેવા અને તેટલા જોરથી ગવાતું નથી. પરિણામે લોકો સામાયિકને એક સામાન્ય કેટિની ધાર્મિક ક્રિયા સમજી તેના તરફ ઉપેક્ષા કરવા લાગ્યા છે.
પ્રશ્ન-આ પરિસ્થિતિ કેમ સુધરે ?
ઉત્તર–આપણે સામાયિકને વિષય બરાબર સમજીએ અને તેને વ્યવસ્થિત પ્રચાર કરીએ તે આ પરિસ્થિતિ સુધરે. આજે સામાયિક વિષે લોકેની જે સમજ છે, તે ઉપલક અને અધૂરી છે, તેથી તેને સુધારવી જ જોઈએ. પ્રસ્તુત ગ્રંથરચના એ દિશામાં એક નમ્ર પ્રયાસ છે.
પ્રશ્ન–તમે આ વિષયમાં પૂર્વે કંઈ લખ્યું છે ?
ઉત્તર-હા. અમે આજથી લગભગ વીસ વર્ષ પહેલાં શ્રી પ્રતિકમણુસૂત્રપ્રબોધટીકા-પ્રથમ ભાગમાં સામાયિકસૂત્રે પર અષ્ટાંગ–વિવરણ રચ્યું છે, તેની વિધિએ.