________________
૧પ
સામાયિકને મહિમા યિકની સામગ્રી અમને એક મુહૂર્ત એટલે બે ઘડી પણ મળી જાય, તે અમારું દેવપણું સફલ થાય.’
પરંતુ દેવે અવિરતિપણાને લીધે પિતાના સમગ્ર દેવભવ દરમિયાન એક પણ સામાયિક કરી શકતા નથી. જે વસ્તુ દેવને દુર્લભ છે, તે આપણા માટે સરલ છે, છતાં આપણે તેમાં કે અને કેટલે રસ લઈએ છીએ ? તે વિચારવાનું છે. જે આપણે સામાયિકમાં રસ લઈશું, તેની સાધના કરીશું અને તેની સિદ્ધિ સુધી પહોંચીશું, તે જ આપણે ભવનિસ્તાર છે.
પ્રશ્નોત્તરી પ્રશ્ન-મહિમાશાલી કેને કહેવાય ?
ઉત્તર–જેને મહિમા ઘણો હોય, તેને મહિમાશાલી કહેવાય.
પ્રશ્ન–તે પછી મહામહિમાશાલીને અર્થ છે?
ઉત્તર-જેને મહિમા ઘણું વધારે હોય, તે મહામહિમાશાલી.
પ્રશ્ન-મહિમા શબ્દનો અર્થ શું ? ઉત્તર-મહિમા એટલે મહત્ત્વ, મેટાઈ, માહાસ્ય.
પ્રશ્ન-શું જૈન ધર્મમાં સામાયિકથી વધારે મહિમાશાલી કઈ વસ્તુ ખરી ?