________________
સામાયિકને મહિમા
૧૧. શ્રેણિક-તમે રેજ સામાયિક કરે છે અને તેના ફલની ખબર ન હોય, એ કેમ બને ?
પૂણિમહારાજ ! જે હકીકત છે તે કહું છું. પરંતુ આપને સામાયિકનું ફળ શા માટે જાણવું છે ?
શ્રેણિક-મારે એક સામાયિકના ફળની જરૂર છે. તે . માટે તમે કહે તેટલા પૈસા આપવા તૈયાર છું.
પૂણિયે–મહારાજ ! આ કંઈ જમરૂખ, દાડમ કે કેરી જેવું ફલ નથી કે તે પૈસાથી વેચી શકાય.
શ્રેણિક–શેઠ! આ ફલ ભલે બીજી જાતનું હોય, પણ તે મારે જોઈએ છે. તેને મારી સાથે સે કરે. આ એક જ સદામાં તમારું કામ પાકી જશે અને તમારી ગરીબાઈ સદાને માટે ચાલી જશે.
પૂણિ–મહારાજ! મેં જે કંઈ કહ્યું છે, તે વિચારીને જ કહ્યું છે. હું ડું કમાઉં છું, પણ ગરીબ નથી. ગરીબ તે તે કહેવાય કે જેના દિલમાં દીનતા ભરી હેય. હું દીન પણ નથી અને દુઃખી પણ નથી. સ્વકમાણમાં સંતોષ માનનારો એક ગૃહસ્થ છું. મારે વિશેષ ધનની જરૂર નથી, કારણ કે વિશેષ ધન દુર્ગતિનું કારણ છે.
શ્રેણિક-જે તમે એક સામાયિકનું ફલ વેચાતું આપી. શકતા ન હૈ તે કૃપા કરીને આપે, પણ એક સામાયિકનું, ફલ જરૂર આપે.