________________
સામાયિક-વિજ્ઞાન
એક અબજની સખ્યા કેટલી મેાટી છે, તે દર્શાવવા વર્તમાનકાલના ગણિતશાસ્ત્રીઓએ નીચેના એ દાખલાઓ આપ્યા છેઃ (૧) ધારા કે એક કપનીમાં ૧ અબજ રૂપિયાની મૂડી છે. હવે તે કપની સારી રીતે ચાલતી નથી, અને ખાટમાં કામ કરે છે. તે જો રાજના ૧૦૦૦ રૂપિયા ગુમાવે, તા પણ એ મૂડી પૂરી થતાં ૨૫૦૦ વર્ષોંથી અધિક સમય લાગે. (૨) અથવા ધારો કે તમારી ફાઉન્ટન પેન અમજગણી માટી થાય, તે તેની લખાઈ ૯૫૦૦૦ માઈલની થાય અને તેના ઢાંકણાથી ૭૯૦૦ માઈલ જેટલે પૃથ્વીના ભાગ ઢંકાઈ જાય. એટલે ૧ અમજની સંખ્યા એ રાક્ષસી સંખ્યા છે. આવા રાજના ૧૯૨૦ અખજ રૂપિયાના દાન કરતાં પણ સામાયિકનુ” મૂલ્ય વધારે છે. કહેવાના આશય એ છે કે તેનું મૂલ્ય આ જગતના કોઈ પણ પાર્થિવ પદાર્થથી આંકી શકાય એમ નથી. આ સંબંધમાં એક કથા જાણવા જેવી છે.
૯
પૂણિયા શ્રાવકની કથા
રાજગૃહી નગરીમાં એક શ્રાવક હતા. તે રૂની પૂણીએ વેચીને રાજ ૧૨ ટકા કમાતા અને તેમાંથી પેાતાના તથા પોતાની ધર્મ પત્નીના નિર્વાહ કરતા, તેથી તે પૂણિયા શ્રાવક તરીકે પ્રસિદ્ધ થયા હતા. જરૂર જેટલું જ કમાવું અને બાકીના સમયમાં ધર્મધ્યાન કરવું, એ એના જીવનને આદર્શ હતા. ૧૨ ટકાની કમાણી તેા તે થાડા વખતમાં જ કરી લેતા અને બાકીના સમયમાં અને તેટલાં સામાયિકા કરતા.