________________
સામાયિકને મહિમા એ સિદ્ધિસ્થાને પહોંચ્યા શી રીતે ? એ વિચારવાનું છે. શાસ્ત્રકારો તે સ્પષ્ટ વાણીમાં વદે છે કેजे के वि गया मोक्ख, जे वि य गच्छंति जे य गमिस्सति । ते सव्वे सामाइयप्पभावेण मुणेयव्वं ॥
“આજ સુધીમાં જે આત્માએ મોક્ષમાં ગયા છે, આજે જે મેક્ષમાં જાય છે અને ભવિષ્યમાં જે મેક્ષમાં જશે, તે બધે પ્રભાવ સામાયિકને જાણ.” તાત્પર્ય કે તે બધા સામાયિકની સાધના વડે જ મોક્ષમાં–સિદ્ધિસ્થાનમાં પહોંચેલા છે.
અહીં કદાચ પ્રશ્ન થશે કે “જૈન ધર્મમાં માક્ષસાધક ચિગે અસંખ્ય કહ્યા છે, તે બધા સિદ્ધ ભગવંતે સામાયિકની સાધના–આરાધનાથી જ મોક્ષમાં ગયા છે, એમ શી રીતે કહી શકાય? ” તેને ઉત્તર એ છે કે મેક્ષસાધક ગે ભલે અસંખ્ય હોય, પણ તે સમત્વની સિદ્ધિમાં ઉપકારક થાય, ત્યારે જ મોક્ષસાધક બને છે, અન્યથા નહિ; એટલે છેવટે તે સમત્વસિદ્ધિ-સામાજિક એ જ મોક્ષનું કારણ બને છે, તેથી ઉપરનું વિધાન યથાર્થ છે.
ત્રીજા પરમેષ્ઠી આચાર્ય, ચોથા પરમેષ્ઠી ઉપાધ્યાય અને પાંચમા પરમેષ્ઠી સાધુ એ બધાએ સાવજજીવ સામાયિકની સાધનાને સ્વીકાર કરેલો છે અને તેના પાલનમાં પ્રયત્નશીલ છે, તેથી જ તેમને પરમેષ્ઠી માન્યા છે. જે પરમસ્થાનમાં રહેલા હોય, તે પરમેષ્ઠી. આ પરમ સ્થાન તે આત્મશુદ્ધિ છે અને તે સામાયિકની સાધના વડે જ પમાય છે.