________________
સામાયિક-વિજ્ઞાન નમસ્કાર-મહામંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવે છે, પણ એ પરમેષ્ઠિપદને મુખ્ય આધાર સામાયિક છે. તાત્પર્ય કે સામાયિકની સાધના વડે જ અરિહંત અરિહંતપણું પામે છે, સિદ્ધ સિદ્ધપણું પામે છે, આચાર્ય આચાર્યપણું પામે છે, ઉપાધ્યાય ઉપાધ્યાયપણું પામે છે અને સાધુ સાધુપણું પામે છે.
અરિહંત સંસારને ત્યાગ કર્યા પછી સામાયિકની સાધનાને સ્વીકાર કરે છે, તેના વડે આત્માને નિર્મલ કરે છે અને ત્યારે જ તેઓ ચાર ઘાતકર્મને નાશ કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. કહ્યું છે કે
सामायिकविशुद्धात्मा, सर्वथा घातिकर्मणः। स्यात् केवलमाप्नोति, लोकालोकप्रकाशकम् ॥
સામાયિકથી વિશુદ્ધ થયેલે આત્મા ઘાતકર્મોને સર્વથા ક્ષય કરીને લેક અને અલકને પ્રકાશ કરનારું કેવલજ્ઞાન શીધ્ર પામે છે.’
કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી અરિહંતે સાતિશયા વાણી વડે ધર્મને ઉપદેશ આપે છે અને સર્વત્ર પૂજાય છે. આ જ તેમનું સાચું અરિહંતપણું છે, પણ તેના મૂલમાં સામાયિકની સાધના રહેલી છે, તે ભૂલવાનું નથી.
બીજા સિદ્ધ પરમેષ્ઠી અત્યારે સિદ્ધિસ્થાનમાં બિરાજી અનિર્વચનીય સુખને ઉપભેગ કરી રહ્યા છે, પણ તેઓ
31મી