________________
શ્રી વિજયાનંદસૂરિ મહારાજ
અપરાજિતા, સંપાદિની વગેરે વિદ્યાઓ હતી અને તેની પ્રતીતિ યતિ શ્રી બાલચંદ્રાચાર્યને થતાં તેમણે શ્રી શાંતિવિજયને આ વિદ્યાઓ કોની પાસેથી મેળવી એવું પૂછ્યું ત્યારે શ્રી શાંતિવિજયે અંગત ખાનગી રીતે જણાવ્યું હતું કે એમને એ વિદ્યાઓ એમના ગુરુ શ્રી આત્મારામજી પાસેથી મળી હતી. શ્રી આત્મરામજી મહારાજને આ વિદ્યાઓ કોની પાસેથી મળી હતી એવું પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે મેડતામાં એક વયોવૃદ્ધ યતિ ઘણી મંત્રવિદ્યાઓ જાણતા હતા, પરંતુ પાત્રતા વગરની કોઈ વ્યક્તિને તેઓ આપવા નહોતા ઈચ્છતા. શ્રી આત્મારામજીને જોતાં જ તેમને પોતાના યોગબળથી લાગ્યું કે આ બાળબ્રહ્મચારી તેજસ્વી સાધુને એ મંત્રવિદ્યાઓ આપી શકશે. એ એવી સિદ્ધ વિદ્યાઓ હતી કે માત્ર પઠન કરવાથી પણ સિદ્ધ થઈ શકતી હતી. યતિશ્રીએ
જ્યારે એ વિદ્યાઓ શ્રી આત્મારામજી મહારાજને આપી ત્યારે આત્મારામજીએ કહ્યું કે પોતે એ વિદ્યાઓનો ઉપયોગ પોતાના અંગત કાર્ય માટે ક્યારેય નહિ કરે, પરંતુ યોગ્ય સમયે માત્ર ધર્મના હેતુ માટે જ ઉપયોગ કરશે અને ભવિષ્યમાં યોગ્ય પાત્રને જ તે આપશે. શ્રી શાંતિવિજય ઉપરાંત શ્રી વિજયવલ્લભસૂરિને એમણે એ વિદ્યાઓ આપી હતી એવું મનાય છે.
આત્મારામજી મહારાજની મંત્રશક્તિ વિશે એક પ્રસંગ ટાંકવામાં આવે છે. બીકાનેરના ચાતુર્માસ દરમિયાન એક વખત એક યુવાન એમની પાસે દીક્ષા લેવાની ભાવના થઈ હતી. પરંતુ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો એટલે માતા-પિતા અને સગાંસંબંધીઓએ ખૂબ વિરોધ કર્યો હતો. એ યુવાન ચાતુર્માસમાં રોજ મહારાજશ્રી પાસે આવતો હતો અને ચાતુર્માસ પછી એને દીક્ષા આપવાનો દિવસ પણ જાહેર થઈ ગયો હતો. પરંતુ માતાપિતાના વિરોધને કારણે આત્મારામજી મહારાજે એને દીક્ષા આપવાની ના પાડી દીધી હતી. એથી માતાપિતા રાજી થયાં હતાં અને વિરોધ શમી ગયો હતો. ચાતુર્માસ પછી મહારાજશ્રી વિહાર કરવાના હતા ત્યાં એક યતિએ ટકોર કરતાં કહ્યું, તમે દીક્ષા આપવાના હતા અને એની જાહેરાત થઈ ગઈ છે. તે પછી તમારા હાથે દીક્ષા ન અપાય એ બરાબર નથી. મને એમ લાગે છે કે દીક્ષા અપાવી જોઈતી હતી.” યતિની ટકોર મહારાજશ્રી સમજી ગયા. એમણે તરત કહ્યું, ભલે તમારી જો એવી જ ઈચ્છા હોય તો હવે નિર્ધારિત સમયે દીક્ષા અપાશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org