Page #1
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ -
આનંદઘનજી : એક અધ્યયન
પૂ. ડૉ. જસુબાઈ મહાસતીજી M.A.Phd.
Page #2
--------------------------------------------------------------------------
________________
આનંદઘનજી મહારાજ એક એવા વિભૂતિ થયા કે જેણે પ્રેમલક્ષણા ભક્તિનો જૈન સાધનામાં ઉદય કર્યો. અર્થાત પ્રેમલક્ષણા ભક્તિનો સૂત્રપાત, કર્યો અને ગાઈ ઉક્યા કે,
“બાષભ જીનેશ્વર પ્રીતમ હારો, ઔર ન ચાહુ કંત રે.....”
પરમદાર્શનિક પૂ. જયંતિલાલજી.
મ.સા.
Page #3
--------------------------------------------------------------------------
________________
ហហហហហហហហហហហហហហហហហហហហហហ
บางคน
ઈં.
* અનુભવ શ
ભાગ – ૧
-
JUNAGA
મુંબઈ યુનિવર્સિટીની પીએચ. ડી. ની પદવી માટે તૈયાર કરેલ મહાનિબંધ – સંક્ષિસ
– પૂ. ડો. જસુબાઈ મહાસતીજી
M. A. Ph. D.
: પ્રકાશકઃ
અખિલ ભારતીય શ્વે. સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ
૧, વિજય વલ્લભ ચોક, ત્રિભુવન બિલ્ડીંગ, ૪ થે માળે પાયની, મુંબઈ ૪૦૦ ૦૦૩.
BABAT
ફોન ૨૩૪૨૨૯૨૭
KUUUUUUUUU
૨૦૦૦
Page #4
--------------------------------------------------------------------------
________________
ANUBHAV RAS
(Anandghanaji EK
Adhyayan - part - 1)
Ph. D. thesis By Jain Sadhvi Jashubai Swami
April- 2004 (સંયોજક - સંપાદકગુણવંત બરવાળિયા
મૂલ્ય રૂા. ૧૦૦/
– પ્રકાશક ) અખિલ ભારતીય છે. સ્થાન. જૈન કોન્ફરન્સ ૧, વિજય વલ્લભ ચોક, ત્રિભૂવન બિલ્ડીંગ,
મુંબઈ-૪૦૦ ૦૦૩ ટાઈપસેટીંગ :
મુદ્રક : .. ઈન્ફોસોફટ સર્વિસીસ. | અરિહંત પ્રિન્ટીંગ પ્રેસ ૪૦૧, સી- શેલ એપાર્ટમેન્ટ, કે ત્રિકાળ બિલ્ડીંગ પાછળ, એચ. બી. ગાવડે માર્ગ, સાંઈબાબા નગર, પંતનગર, સાંતાક્રુઝ (વે).
ઘાટકોપર (ઈ). મુંબઈ – ૪૯
મુંબઈ – ૭૫ ફોન : ૨૬૬૦૨૭૪૨
ફોનઃ ૨૫૧૧૪૩૪૧
Page #5
--------------------------------------------------------------------------
________________
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
(સમર્પણ)
S
ઓ વાત્સલ્ય દાત્રી! “તેરા તુજકો અર્પણ, ક્યા લાગત હૈ મોરા',
અગણિત ઉપકારને યાદ કરી, આપના ત્રણમાંથી ઉઋણ થવાનો આ અમૂલ્ય અવસર કેમ ચુકાય?
આનંદઘનજીનાં અનુભવ રસને ચિંતન દ્વારા માણવાનો અને ધરાઈને પીવાનો ઉત્તમ મોકો આપ સિવાય અન્ય કોણ આપી શકે?
આપના જ અસીમ કૃપા કિરણોને ઝીલી પૂર્ણતાના કિનારે પહોંચી અધ્યાત્મ ભાવોથી નીતરતો આનંદઘનજીનો અનુભવ રસ” જેમાં ભર્યો છે એવું આ પુષ્પ આપના કર-કમલમાં અર્પણ કરું છું. એમાં ક્ષતિ હોય તે મારી છે અને જે સારું હોય તે આપનું છે,
આપની જ જસલી
ઓ ગુરુણી મૈયા બાપજી
ᏙᏙ ᏙᏙᏙᏙᏙᏙᏙ ᏙᏙᏙ ᏙᏙᏙᏙᏙᏙ ᏙᏙᏙᏙᏙᏙ ᏙᏙᏙᏙᏙᏙᏙᏙ ᏙᏙ
Page #6
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
*************
*******************
અનુભવ રસ ભાગ-૧
અનુક્રમણિકા
-
પૃષ્ઠ ક્રમાંક ૧. અજ્ઞાનના અંધકારને પૂ. શ્રેયાબાઈ મહાસતીજી
અજવાળતું પ્રકાશનું કિરણ ૨. આમુખ
પૂ. ડો. જશુબાઈ મહાસતીજી ૩. પ્રકાશકનું નિવેદન ગુણવંત બરવાળિયા ૪. પ્રેમલક્ષણા ભક્તિનું ભાવ સ્વરૂપ પૂ. જયંતિલાલજી મહારાજે ૫. મંગલ સંદેશ
વાણીભૂષણ પૂ. ગિરીશમુનિજી મ.સા. ૬. વિવેચનપૂર્વકના અધ્યાત્મ આગમદિવાકર પૂ. જનકમુનિજી મ.સા.
પદોના પ્રકાશન અવસરે ૭. અનુભવરસમાં
પૂ. શ્રી નમ્રમુનિજી મ.સા. અધ્યાત્માનુભૂતિ ૮. આર્શીવચન
પૂ. લલિતાબાઈ મ.સ. ૯. આર્શિવાદ આપવાનો આનંદ પૂ. પ્રાણકુંવરબાઈ સ્વામી ૧૦. અલયરસના રસિયા પૂ. ડો. તરુલતાબાઈ મ.સ.
આનંદઘન ૧૧. આત્માનુભૂતિની અમોઘ ડો. રમણલાલ સી. શાહ
કવિતાનું રસદર્શન ૧૨. આત્માની એકલવીર ડૉ. કલાબેન શાહ
આનંદઘન ૧૩. અલક્ષ્યને લશ્ય કરનારા , ડો. કુમારપાળ દેસાઈ
યોગી આનંદઘન ૧૪. પ્રાસ્તાવિક
પૂ. ડો. જશુબાઈ મહાસતીજી ૧૫. આનંદઘનજીનું જીવનવૃત્તાંત
૩૮ થી ૭૨ ૧૬. આનંદઘનજીના પદો ૧ થી ૫૦
૧ થી ૩૧૯
Page #7
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર કેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબ
Page #8
--------------------------------------------------------------------------
Page #9
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મયોગિની પૂ. લલિતાબાઈ મ.સ. (પૂ. બાપજી)
Page #10
--------------------------------------------------------------------------
Page #11
--------------------------------------------------------------------------
________________
3
.
અનુભવ રસ
************************************
અજ્ઞાનના અંધકારને અજવાળતું પ્રકાશનું એક કિરણ)
પૂ. જસુબઈ મહાસતીજીનો પરિચય પ. પૂ. જશુબાઈ મહાસતીજીના પરિચયે મારા જીવન માટે નવી જ ક્ષિતિજો ખૂલી કરી. એમના થકી હું અધ્યાત્મના યાત્રી તરીકે, એ વિસ્તરતી ક્ષિતિજો ભણી મીટ માંડી આગળ વધવા ડગ માંડી રહી છું. આજે જ્યારે એમનો પરિચય આપવાનું મારા ભાગે આવ્યું છે ત્યારે મને થાય છે કે ક્યાંથી હું શરૂ કર્યું અને ક્યાં પૂરું કરું?
સોરઠની ધીંગી ધરા ધારીના વતની શેઠ શ્રી દુર્લભજીભાઈ કામદાર તથા મણીબેન ને ત્યાં સવંત ૧૯૩૯ના આસો સુદ ૧૦ ના વિજય દિવસે મારા ગુસણી મૈયાનો જન્મ થયેલ. સુખી અને સમૃદ્ધ પરિવાર હતો. સંસાર રથના રથો અવિરતપણે ચાલ્યા જાય છે. તરૂણાવસ્થામાં જ વિરક્તિના ભાવો જાગ્યા, સૌરાષ્ટ્ર કેસરી બ્રા. બ. પૂ. પ્રાણલાલજી મહારાજ તથા તપ સમ્રાટ પૂ. રતિલાલજી મ. સા. નો સંગ થયો. નવી દિશા તરફ ડગ મંડાયા. ઘણાં શાસ્ત્રો, થોકડાઓ, સ્તોત્રો કંઠસ્થ કર્યા, સમય વીતે દીક્ષાની અનુમતિ થોડીક આનાકાની પછી મળી અને તેમણે પૂ. ગુરુદેવની પ્રેરણાથી પ.પૂ. લલિતાબાઈ સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા પહેલાં તેઓ ગુજરાતી સાત ચોપડી ભણેલા, દીક્ષા પછી પણ જ્ઞાનાભ્યાસમાં મન રત હતું તેથી આગળ અભ્યાસ ચલાવ્યો. વિહારની સાથે સાથે એસ. એસ. સી. પછી બી. એ., એમ. એ. આદિ કરી ને ૧૯૯૧માં મુંબઈમાં ડો. રમણભાઈ શાહના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. નો અભ્યાસ શરૂ કર્યો અને ૧૯૯૪માં મુલુંડ ચાર્તુમાસમાં એમને પીએચ.ડી. ની ડિગ્રી એનાયત થઈ. એમણે લખેલ શોધ-પ્રબંધ જ આજે એક પુસ્તકનો આકાર લઈ આપની સમક્ષ આવી રહ્યું છે. જો કે એમને પુસ્તક છપાવવાનો મોહ ન હોવાથી આજે દસ વર્ષ પછી એનું પ્રકાશન ઘણાં લોકોના આગ્રહને વશ થઈને થવા પામી રહ્યું છે.
પૂ. આનંદઘનજીના પદો જેટલા સહજ અને સરળ છે એટલા જ
Page #12
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ ગહન પણ છે. એનું ઊંડાણ એ જ એનું સહજરૂપ છે, એ ઊંડાણને માપવા માટે તેની વિશદ્ વ્યાખ્યાની અપેક્ષા છે. પૂ. મહાસતીજીએ એમના સૂત્રધાર બની એ અપેક્ષાને પૂરી પાડી છે, ગહન માર્ગમાં આપણે અટકીએ નહીં એ રીતે આપણી મથામણને હળવી પાડવાનું કાર્ય કરેલ છે. પૂ. આનંદઘનજીના પદો એ કાંઈ સૂત્રગ્રંથ નથી પરંતુ આધ્યાત્મિક જીવનદર્શનના મહાન ધર્મકાવ્ય જાણે ગ્રંથરૂપ હોઈ પૂ. મહાસતીજીએ તેમાં આવતી દાર્શનિક પરિભાષાનો વિસ્તારથી વિશ અને સમ્યક સમજ આપી છે. તેમને સાંપ્રતયુગના પરિબળોના સંદર્ભમાં તે તે ભાવોનું શું મહત્ત્વ છે તે સમજાવેલ છે. આ પુસ્તકની અગત્યતા એટલે વધી જાય છે કે એક “અવધૂત યોગી' ના સંબંધમાં લખનાર દીક્ષા પામેલ એક યોગીની એવા મારા ગુણી મૈયા છે. કહે છે ને કેઃ “ખરેખર મહાવીર ને જાણવા હોય તો મહાવીર બની ને જાણે” – એમ પૂ. આનંદઘનજી ને જાણવા હોય તો આનંદઘન સ્વરૂપ બનવું પડે, એ જ ઊધ્વરોહણ છે, એ જ ચેતનાનું સાક્ષાત્કરણ છે, પૂ. આનંદઘનજીના સંબંધમાં વ્યાખ્યાયિત કરવું, હજી હું કહીશ કે સરળ છે, પણ તે જીવવું મુશ્કેલ છે. મુશ્કેલ ત્યાં સુધી છે જ્યાં સધી એને જીવવામાં ન આવે અને મારા ગુણીનો સમગ્ર પ્રયાસ એ પૂ. આનંદઘનજી ને જીવી જવામાં છે. એમનાં આ શોધ કાર્ય વખતે હું સતત સાથે રહી છું, આ ગ્રંથના ૧૫૦૦ પેઈજનું ફાઈનલ લખાણ મેં જ લખેલ છે, ત્યારે શબ્દ શબ્દ મેં એક અનૂઠી સંવેદના અનુભવી છે. એમની સાથે સાથે મને પણ આનંદઘન બનવાની દિશા સ્પષ્ટ થઈ છે. પૂ. મહાસતીજીની શ્રદ્ધાનો રણકાર એટલો બધો બુલંદ, શુદ્ધ, સૂરીલો છે તે મારા મન, પ્રાણ અને હૃદયને સ્પેશી લે છે, અને મારી શ્રદ્ધાને પણ મજબૂત કરે છે. . મને આશા છે કે એમનો આ પ્રયાસ જરૂર લોકોના હૃદયમાં પણ શ્રદ્ધાદીપને પ્રજ્વલિત કરશે, આપણને સહું ને અધ્યાત્મના રસમાં ડૂબાડી દેશે, અધ્યાત્મથી અભિમુખ રાખી પરમપંથે જવા માટેની પ્રામાણિક મથામણમાં માર્ગદર્શક બની રહેશે. એમની આ જ્ઞાનયાત્રામાં સહભાગી બનવાનો પુણ્યયોગ આ પુસ્તક દ્વારા આપણને થયો છે, તે બદલ ખરેખર આપણે, અને એમાં હું ખૂબ જ ઋણી છું. પોતાના જીવનનું એક મહાકાર્ય ઉત્તમ રીતે બજાવેલ છે અને મને ફક્ત આશા જ નહીં પણ ચોક્કસ
Page #13
--------------------------------------------------------------------------
________________
5
અનુભવ રસ
વિશ્વાસ છે તે આનંદઘનજીના આ દિવ્યગાનથી વ્યક્તિ-વ્યક્તિના હૃદયની ગાંઠ ખુલી જશે. આધ્યાત્મિક સંગીતની સરગમથી આનંદઘન જીવંત બનીને જીવનને નિરંતર આનંદમાં નિમગ્ન કરી દેશે.
એ જ અભ્યર્થના સહીં. શિષ્યા શ્રેયાના વંદન.
Page #14
--------------------------------------------------------------------------
________________
क
અનુભવ રસ :
कककक
આમુખ જૈન સંતપુરુષોના સંબંધમાં જે સંશોધનાત્મક કાર્ય થયેલ છે. તે પૈકી આ “અવધુત યોગી આનંદઘન” પર મને પણ લખવાની પ્રેરણા થઈ. ડો. રમણભાઈ શાહે મને આ વિષય સૂચવ્યો અને મે તેને સ્વીકારી લીધો. ઘણાં મહાનુભાવોએ એમનાં પર લખેલ છે એટલે સહેજે મને થતું હતું કે આ એક નવો ઉમેરો કરવાની મારી લાયકાત કેટલી? પણ પૂ. આનંદઘનજી એ એક એવું વ્યક્તિત્વ છે કે એમને સમજવા ગમે તેટલું લખીએ ઓછું છે. પ્રભુપૂજામાં એમ તો ઘણાં પુષ્પો હોય પણ આપણી ભાવનાનાં પ્રતિક સમુ એક પુષ્પ આપણે પણ અર્પણ કરીએ જ છીએ ને!
ભારતના અવધુત યોગીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ આધ્યાત્મિક અભિગમોમાં જૈન પરંપરાના અવધૂત આનંદઘનજીનો અભિગમ અદ્ભુત છે. એમનું અસામાન્ય જીવનવૃત્તાંત, નિખાલસ અને દંભવિહોણું માનસ,ઊંડુ અંત:કરણ સહજપણે આત્માની અનુભૂતિની સમજ આપણને સ્પર્શી જાય તેમ છે. મને આ શોધ કાર્ય થકી એમનો તથા એમનાં ગહનપદ સ્તવનોનો પરિચય મેળવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે અને સાથે - સાથે ભારતનો આધ્યાત્મિક ભંડાર પણ કેટલો વિપલ છે. એનો ખ્યાલ આવ્યો.
પૂ. આનંદઘનજી શરૂઆતથી જ મારા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. મારી તરૂણાવસ્થાથી જ મને સંતોનો ભેટો થતો રહ્યો છે અને મારા દીક્ષાર્થી જીવનમાં પણ આધ્યાત્મિકતા અને પ્રધાનપણે રહી છે. જો કે મને મારી ખાસ્સી હઠીલી માન્યતાનો ખ્યાલ છે તેથી કોઈ મોટો દાવો હું ના કરી શકું. આધ્યાત્મમાર્ગે ચાલવામાં ખાધેલી ઠોકરો વખતે અમે હારીને બેસી પડાય એવી વિષાદમય ક્ષણોમાં આનંદઘનજીનાં પદોએ મારો હાથ ઝાલ્યો છે. પડતી – આખડતી, અફળાતી-કૂટાતી અને ધૂળ ખંખેરીને ફરી ચાલવા માંડતી અધ્યાત્મમાર્ગની હું એક અદની મુસાફર છું. એ માર્ગે મળેલી ભેળસેળ વગરની નિષ્ફળતાઓ, જીવનમાં સાંપડેલી અનેક છીછરી સફળતાઓ કરતાં મને વધારે આકર્ષી રહી છે. જીવનની ગુણવત્તાની વાત કરું તો મારા સમગ્ર જીવનમાં આ શોધ કાર્ય કરતી વેળા હું પરી માત્રામાં જીવી છું. મન મૂકીને જીવનને માણ્યું છે. જીવનની આ આનંદમય
Page #15
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ અવસ્થામાં મારા ચેતસમાં જે કાંઈ ઝીલાયું છે તેને જ હું જીવનનો અર્થ ખોળનારનાં માટે નમ્રતાપૂર્વક ધરી રહી છું.
પ. પૂ. આનંદઘનજીએ અધ્યાત્મ જેવા ગહન વિષય અને પદોને સ્તવનો દ્વારા કેમ રજૂ કર્યો હશે એવો પ્રશ્ન સ્વાભાવિકપણે આપણને થાય છે. તેનાં મૂળમાં વિખ્યાત વિજ્ઞાની કાર્લ પ્રિબ્રામની વિચારણાં જોઈએ તો પ્રિબ્રામ કહે છે, “માણસ મૂળે તર્કયુક્ત પ્રાણી નહીં પણ સંગીતમય પ્રાણી છે. સંગીતમાં તર્ક સમાઈ જાય છે. તર્કમાં આત્મલક્ષિતા અને વસ્તુલક્ષિતા વચ્ચે તકરાર છે. સંગીતમાં આ બંને ઓગળી એકરાર બની રહે છે. માટે જ તો પૂ. આનંદઘનજીએ પરમસતને પામવા આપણી સમક્ષ સુમધુર દિવ્યગન મૂકેલ છે. આ દિવ્યગાન માટે ફક્ત કાન પર્યાપ્ત નથી પણ આપણી સમગ્ર ચેતના દ્વારા અસ્તિત્વનાં સૂર મેળવવા મથવાનું છે. સમગ્ર અસ્તિત્વનાં સૂર મેળવવા એ કાંઈ ડાબા હાથનો ખેલ નથી. એના માટે સમગ્ર અસ્તિત્વ સંવાદમય બનાવવું પડે. એ સંવાદિત મળે આપણને પૂ. આનંદઘનજીના અનુભવ રસ થકી. આત્માની અવિકૃત અને વિકૃત દશાનું એમણે વિસ્તૃત વર્ણન સ્તવનોમાં, પદોમાં કરેલ છે. જે ધર્મમૂઢતા કે આત્મ મૂઢતા છે તે મોહ છે અને મોહનો વિલય મુક્તિ છે. આ બધું જ આનંદઘનજીએ સરળતાપૂર્વક ભક્તિયોગ દ્વારા જ્ઞાનયોગ પીરસ્યો છે. બીજી બાજુ પૂ. આનંદઘનજીનો ભક્તિયોગ એ આપણને હૃદયરોગ જેવો લાગે છે. શુદ્ધ પ્રેમયોગ + અસ્તિત્વ = આનંદઘનજી
આવા અભુત આનંદઘનજી પર લખવાનો પ્રયત્ન મેં કરેલ છે તે ક્યારેક મને સાહસ લાગે છે. ક્ષતિઓ રહેવા પામેલ હશે, કારણકે મારા જેવી એક સામાન્ય સાધ્વી દ્વારા એક અસામાન્ય અવધૂત પર લખવું તે દુ:સાહસ જ લાગે પણ છતાં મને એમાંથી ઘણું મળ્યું છે અને મારી એવી ઈચ્છા છે કે સંસારમાં તપતા વ્યક્તિઓ આ આનંદને પામે. .
આ ગ્રંથમાં પીરસેલી સામગ્રીઓને ચાહો તો ક્રમમાં વાંચો, યા તો જ્યાં પ્રથમ દ્રષ્ટિ પડે ત્યાંથી વાંચવી શરૂ કરો. પૂ. આનંદઘનજીનું વિજ્ઞાન આપની બુદ્ધિને કસોટીએ ચઢાવશે, આપને પ્રેરણા આપશે, પ્રકાશ આપશે અને જીવન જો એ દિશા તરફ ડગલું ભરશે તો આ પુસ્તક લખવાનો મારો શ્રમ તથા પ્રકાશકોનો શ્રમ લેખે લાગશે.
સાધ્વી જશુબાઈ મહાસતીજી
Page #16
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
*****
**
**
****
*********
******
*******
**
**
**
આભાર-દર્શન * આશયથી કોન્ફરન્સે આ શોધ પ્રબંધ-મહાનિબંધને સંક્ષિપ્ત કરી
આભાર વ્યક્ત કરવાની વાત કરું તો મારી દ્રષ્ટિ મારી જીવનયાત્રા તરફ જાય છે. અણઘડ પત્થર જેવી હું, જેનો પૂ. તપસ્વી રતિલાલજી મહારાજ સાહેબે હાથ ઝાલ્યો અને મને શ્રદ્ધા ભાજન આધ્યાત્મયોગીની બા. બ્ર. પૂ. બાપજી, બા. બ્ર. પૂ. (લલિતાબાઈ સ્વામી) એ મને સાથે આપ્યો. આ બંનેનો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. “આભાર” શબ્દ તો બહુ વામણો છે. એમનું ઋણ ચૂકવવાની મારી કોઈ લાયકાત પણ નથી. આભાર માનવામાં બદલે બલ્ક હું એમ કહીશઃ – “આવતા જન્મે ય આ અવતાર હોય મારો ભાર તમારા માથે હોય!” મારા હૃદયને આ માર્ગે લઈ Ph.D. સુધીની ઉચ્ચ પદવી સુધી લઈ જનાર મારા ગુરુણી મૈયા છે.
મારી સંયમયાત્રામાં વડિલ ગુરુભગીની બા.બ્ર. પૂ. ડો. તરૂબાઈ સ્વામી, મારા સંયમી જીવનમાં સાથી, સહચર અને સાહેલી છે. તેમણે Ph. D. કરેલ હોવાથી મારા જ્ઞાનસત્રમાં પ્રગતિ કરાવી છે. એમનો તથા શ્રી વસુલાઈ સ્વામી, સુમિત્રાબાઈ સ્વામી, અરૂણાબાઈ સ્વામી, જયવંતીબાઈ સ્વામી તથા મીરાંબાઈ સ્વામી વગેરે મારી સાધ્વી ભગિનીઓ એના મને . ડ. ૮ થી લઈ Ph. D. સુધીના અભ્યાસમાં સાથ, સહકાર અને સેવા બદલ ખૂબખૂબ આભારી છું.
આ સિવાય હંમેશાં મારી સાથેને સાથે, સાથ આપતી મારી શિષ્યા શ્રેયા જેને હૃદયની કૂણી લાગણી, ભક્તિ તથા આદર સાથે મારું રોજિંદું કાર્ય ઊપાડી મને વાંચન, વિચાર, ચિંતન, મનન માટે સમય ફાળવી આપ્યો છે. મારા શોધ-પ્રબંધનાં ફાઇનલ લખાણનાં ૧,૫૦૦ પેઇજ પણ તેણે જ લખેલ છે. મારા માટે એનું યોગદાન અવિસ્મરણીય છે. શ્વેતા, મિત્તલ, શ્રીદત્તા, શ્રુતિ તથા સ્વરૂપા વગેરે મારા પૂ. બાપજીની પ્રશિષ્યાઓએ પણ વિહારમાં, વિચારમાં તથા વાંચનમાં અનુકુળ થઈ સગવડો પૂરી પાડી છે તે બદલ તેમનો પણ આભાર માનું છું.
Page #17
--------------------------------------------------------------------------
________________
9
અનુભવ રસ
શ્રદ્ધેય શ્રી રાકેશભાઈ, જેમણે ડો. રમણભાઈ પાસે પોતાની Ph. D. નું કામ બાકી રખાવીને મારા માટે સમય ફાળવતા હતા, જેઓ હંમેશાં એમ કહેતાં કે મહાસતીજી ને સાધ્વીજીનાં નિયમો પાળતા, વિહાર કરતાં ભણવાનું છે માટે એમનું કામ પહેલાં લો. એ સાથે એમનાં નવા કોમ્પ્યુટરમાં મારી ૧, ૫૦૦ પાનાની થીસીસની ૬ કોપી પહેલ – વહેલી કઢાવી આપી. એમની આવી વિશાળતા અને પ્રેમભરી લાગી માટે હું એમની સદાય ઋણી રહીશ.
સંસા૨૫ક્ષની વાત કરૂં તો મારા જ્ઞાનસત્રની શરૂઆતથી બધી જ જવાબદારી ઉપાડનાર મારા ધર્મનાં ભાઈ સુબોધભાઈ ઘાટલીઆ તથા તેમનાં પત્ની સરોજબહેનનો મુખ્ય ફાળો રહેલો છે. એમણે જેટલો ભોગ આપ્યો છે તે દરેક પ્રસંગ મારી સ્મૃતિમાં અકબંધ છે. યાદ કરીને દરેક પ્રસંગને ટાંકુ તો એક આખી પુસ્તિકા બની જાય તેમ છે. અભ્યાસ, અભ્યાસક્રમ, બોમ્બે બોર્ડની તપાસ, કોલેજમાં ૫૨મીશન, એડમીશન એ તમામે તમામ જવાબદારી તેમના ૫૨ રહી છે. એમનાં બાળકો માટે એમણે જે તસ્દી નથી લીધી તે એમણે મારા માટે લીધેલ છે. નવી-નવી જગ્યાએ વિહાર મુજબ પરીક્ષાનાં સેન્ટર મેળવવા, પ્રોફેસરોનો સંપર્ક કરવો, એ દરેક કાર્યો તેમણે કરેલ છે. એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.
ડો. રમણભાઈ શાહ, જેમણે મને આ વિષયનું સૂચન કર્યું તથા શરૂઆતમાં ત્રણ વર્ષ મારા માર્ગદર્શક રહ્યાં. ત્યારબાદ તેમની નાદુરસ્ત તબિયતનાં હિસાબે આ કામ ડો. કલાબહેન શાહે ઉપાડી લીધું. આ બંનેની હું ખૂબ આભારી છું.
હું આભારી છું, મુલુંડ જૈન સ્થાનકવાસી સંઘ જ્યાં આગમ દિવાકર પૂ. જનકમુની મહારાજની નિશ્રામાં મને Ph. D. નું પદવીદાન પત્ર એમનાં હસ્તે મળ્યું. આ માટે સંઘનાં બધા ભાઈઓએ ખૂબ જહેમત ઉઠાવી છે. મોટો કાર્યક્રમ ગોઠવેલ, એ દરેક માટે હું આભારી છું. આ સિવાય મુંબઈ સંઘનાં હોદ્દેદારો, તેમનો પણ ખૂબ-ખૂબ આભાર માનું છું. આ સિવાય શ્રીમતી પુષ્પાબહેન કેશવલાલ મોદી, શ્રીમતી સરિતાબહેન રમેશભાઈ મહેતા, શ્રીમાન હસમુખભાઈ, ત્રીકમજી અજમેરા,
Page #18
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
10 શ્રી હસમુખભાઈ મહાસુખભાઈ જો બાળીયા, શ્રી અરવિંદભાઈ મહાસુખભાઈ જોબાળીયા, કમલેશભાઈ દોશી વગેરે નામી - અનામી શ્રાવક-શ્રાવિકાઓ, ભક્તવર્ગે જે સહકાર આપ્યો છે તે બદલ આભાર. આ ગ્રંથના સંપાદન પ્રકાશનના સંયોજનની સંપૂર્ણ જવાબદારી શ્રી ગુણવંતભાઈ બરવાળિયા એ સંભાળી તેમનું યોગદાન અનુમોદનીય છે.
અને છેલ્લે, પણ જરાય ઓછું અંકાય તેમ નથી એવું યોગદાન શ્રી સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ મુંબઈનું છે જે આ થીસીસના ગ્રંથો પ્રકાશિત કરી રહેલ છે. કોન્ફરન્સના બધાજ ભાઈઓનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
સ્વત સુખાય, સ્વત હિતાય આત્માનો રક્ષાર્થ જગત હિતાય ચું
આ ઉક્તિ અનુસાર સાધનામાં સ્વયંનું હિત સાધતાં – સાધતાં જનતા – જનાર્દનનું હિત પણ સધાય તેની કાળજી લેવામાં જે જે સાધક મિત્રો નામી અનામી સહકાર આપી રહ્યાં છે તે બદલ હું તેમનો સર્વેનો હૃદયપૂર્વક આભાર માનું છું.
સાધ્વી શ્રી જસુબાઈ મહાસતીજી
અમૃત મહોત્સવ પર્વના પાવન દિને વિમોચન
મારા પરમ ઉપકારી ગુરુણીમૈયા અધ્યાત્મ યોગીની પૂ. લલિતાબાઈ મહાસતીજી, પૂ. બાપજીના ૭૫મા જન્મદિન ૨૫૦૪-૨૦૦૪ અમૃત મહોત્સવના પાવન દિવસે કલ્પતરુ અધ્યાત્મ કે મીયાગામ કરજણ મુકામે, કોન્ફરન્સના પ્રમુખશ્રી મગનલાલ હરીલાલ દોશી તથા શ્રેષ્ઠીવર્ય શ્રી મનહરલાલ ચુનીલાલ શાહ (રૂબી મિલ)ના વરદહસ્તે “અનુભવ રસ'નું વિમોચન ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં થઈ રહ્યું છે તે મારા માટે આનંદની ઘટના
સાધ્વી શ્રી જસુબાઈ મહાસતીજી
Page #19
--------------------------------------------------------------------------
________________
પૂ. ડૉ. જસુબાઈ મહાસતીજી M.A.Phd.
Page #20
--------------------------------------------------------------------------
Page #21
--------------------------------------------------------------------------
________________
T
અનુભવ રસ ******************
****
*
******
પ્રકાશકનું નિવેદન અખિલ ભારતીય શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ એ સ્થાનકવાસી જૈનોની ખૂબ જ જૂની અને મહત્ત્વની માતૃસંસ્થા છે. છેલ્લા ૯૧ વર્ષથી સંસ્થા, મુખપત્ર “જૈન પ્રકાશ પાક્ષિકનું પ્રકાશન કરી રહી છે. આ મુખપત્ર દ્વારા ભારત અને વિદેશમાં દસ હજારથી વધુ જૈન પરિવારોને શાસનના સમાચાર અને સત્ત્વશીલ, અધ્યાત્મ સાહિત્ય પીરસી રહેલ છે. આ ઉપરાંત સંસ્થા જીવદયા અને માનવ રાહતની બે યોજના અંતર્ગત ગૌશાળા અને પાંજરાપોળને આર્થિક સહાય કરી રહેલ છે. જરૂરિયાતમંદ જૈન પરિવારોને “માનવ રાહત યોજના હેઠળ સહાય કરવામાં આવે છે.
આ ૧૦-૧૧ જાન્યુઆરી ૨૦૦૪ના કોન્ફરન્સ દ્વારા, પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ સેન્ટર અને ઉવસગ્ગહર સાધના ટ્રસ્ટ, મુંબઈના સહયોગથી, જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કલ્પતરુ અધ્યાત્મ કેન્દ્ર મીયાગામ કરજણ મુકામે કરવામાં આવેલ જેમાં ૫૧ વિદ્વાનો ઉપસ્થિત રહ્યાં હતાં અને ૩૬ વિદ્વાનોએ પોતાના નિબંધ રજૂ કર્યા હતાં.
છેલ્લાં થોડા વર્ષોથી સ્થાનકવાસી જૈન સાધ્વીજીઓ B.A., M.A., M.Phil., Ph.D. નો અભ્યાસ કરી રહેલ છે અને આ વિદુષી સાધ્વીજીઓ જૈન સાહિત્ય સંશોધનના કાર્યમાં ખૂબ સારો એવો રસ લઈ રહેલ છે.
ગોંડલ સંપ્રદાયના અધ્યાત્મ યોગિની પૂ. લલિતાબાઈ મ. સ. ના સુશિષ્યા પૂ. જસુબાઈ મહાસતીજીએ, “આનંદઘનજી: એક અધ્યયન એ વિષય પર સંશોધન કરી Ph. D. ની પદવી મેળવી.
અધ્યાત્મરસના રસિયા આનંદઘનજીના પદો અને ચોવીશી જૈન જગતમાં પ્રસિદ્ધ છે. અધ્યાત્મમાં રસ ધરાવનાર જૈન-જૈનતરોમાં આનંદઘનજીની લોકભોગ્ય રચનાઓ ખૂબ જ પ્રિય છે.
વર્ષોના સ્વાધ્યાય, પરિશીલન અને ચિંતનના પરિપાકરૂપે પૂજય જસુભાઈ સ્વામીએ તૈયાર કરેલ આ મહાનિબંધમાં સંગ્રહિત થયેલ ચિંતનસભર વિચારોનો અનેક સાધકો અને જિજ્ઞાસુઓને લાભ મળે તે
Page #22
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
પ્રગટ કરવાનું નક્કી કર્યું.
પૂ. બાપજી અને પૂ. ડો. તરુલતાજીના સૂચનથી આ ગ્રંથનું નામ ‘અનુભવ રસ’ રાખ્યું.
127
અવધૂત યોગી આનંદઘનજીની પ્રચંડ સાધના પછી સહજ સર્જાયેલા આ પદોમાં નિજી જીવનનો અનુભવ ૨સ ઘૂંટાયેલો છે.
આ અનુભવ અમૃતને આપણાં સુધી પહોંચાડવાનો સમ્યકૢ પુરુષાર્થ પૂજ્ય જશુબાઈ મહાસતીજીએ કર્યો છે.
♦
આ પ્રકાશનમાં મને મદદરૂપ થવા બદલ કમલેશભાઈ દોશી તથા ડો. રસિકભાઈ મહેતાનો આભારી છું. મારા ધર્મપત્ની ડો. મધુબહેન બરવાળિયાનો આ કાર્યમાં મને પૂર્ણ સહયોગ મળ્યો છે.
ટાઈપસેટિંગ માટે ઇન્ફોસોફટ સર્વિસીસના સંદીપભાઈ, નિલેશભાઈ તથા દેવાંગભાઈ વારીઆનો આભાર.
સુંદર અને સમયસર મુદ્રણ કરી આપવા બદલ અરિહંત પ્રેસના નિતિનભાઈ બદાણીનો આભાર.
પ્રકાશનની સંપૂર્ણ પ્રક્રિયામાં રસ લેવા બદલ અ. ભા. શ્વે. સ્થા. જૈન કોન્ફરન્સ પ્રમુખ શ્રી મગનલાલ હરિલાલ દોશી તથા કોન્ફરન્સના ટ્રસ્ટી શ્રી મનહરલાલ ચુનીલાલ શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ ગ્રંથ દ્વારા અધ્યાત્મના અનુભવ રસનું આપણે સૌ આચમન કરીએ એ જ અભ્યર્થના. ગ્રંથમાં જિજ્ઞાસા વિરૂદ્ધ કાંઈ પ્રગટ થયું હોય તો ત્રિવિધ મિચ્છામી દુક્કડં...
મુંબઈ એપ્રિલ, ૨૦૦૪
ગુણવંત બરવાળિયા મંત્રી અખિલ ભારતીય શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ, મુંબઈ
Page #23
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
ચરમ અધ્યાત્મ” પ્રિમ લક્ષણા ભક્તિનું ભાવસ્વરૂપ
“પરમ પૂજ્ય ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક પંડીતરત્ન શ્રી જયંતમુનિજી મહારાજ
આપણે ત્યાં આનંદઘનજી મહારાજનો ઉદભવ એક પ્રકારે જેને જગતમાં અભિનવ પૂર્ણચંદ્રનો ઉદય હતો. આજે મહાસતીજીએ “અનુભવ-રસ' તૈયાર કર્યો છે તે એટલા માટે અભિનંદનીય છે કે આપણા સાધુ-સંતો કે વિદ્વાનો આનંદઘનજી સાહિત્યને યથેચ્છ સ્પર્શ કરી શકયા નથી. કોઈ કોઈ વિરલ સતી-સંત આ “ચરમ અધ્યાત્મનો કે વાસ્તવિક પ્રેમરસનો સ્પર્શ કરવા માટે તૈયાર થયા હોય છે, જેમાં આ એક શ્રી જસુબાઈ મહાસતીજી મોખરે આવ્યા છે.
આનંદઘનજી” એ અધ્યાત્મનું એક અદ્વિતીય પાસુ છે અધ્યાત્મના નામે જે કાંઈ અંધકાર કે વિપરીત પ્રકાશ છવાયો હોય તેનો પરિવાર કરીને, અને જૈન સાહિત્યમાં અધ્યાત્મબીજ અંકુરીત ન થયાં હોય તેને અત્યુત્તમ પ્રેમરસનું પાણી પાઈને, પલ્લવીત કર્યા છે તે છે મહાન વિભૂતિ આનંદઘન.
અહીં બહુ જ થોડા શબ્દોમાં અમે અમારી હૃદય ઉર્મિને અભિવ્યક્ત કરી છે. અહીં આનંદઘન સાગરમાં ગોતુ લગાવતા માઈલો સુધી તરવાનું થાય. છતા અંત ન આવે તેવા મહાન સાહિત્યમાં અમે પણ નાનકડી ડૂબકી લગાવીએ તો પણ એક ગ્રંથ તૈયાર થાય તેટલું ચિંતન અમારા હૃદયમાં તરવરાટ કરતું રહે છે.
અહીં આપણે પ્રેમલક્ષણા ભક્તિ વિશે બે શબ્દો કહી આ ભાવ સંદેશ” સમાપ્ત કરીશું. ભગવાનને અનંતજ્ઞાની અનંત શક્તિધર, અને સર્વશ્રેષ્ઠ આત્મપુરુષરૂપે જાણપણ કર્યા પછી પણ તેમના પ્રત્યે જ્ઞાનભાવ છોડીને, ભક્તિભાવનો ઉદય ન થાય અને ભક્તિભાવમાં પણ પ્રેમભાવનો ઉદય ન થાય અને ભગવાનને એક માત્ર પુરુષ માની, જીવ સર્વ
Page #24
--------------------------------------------------------------------------
________________
13A
અનુભવ રસ અહંકારનો ત્યાગ કરી નારીભાવને ન ભજે ત્યાં સુધી ભગવાન સાથે તાદાભ્ય ભાવ થતો નથી. જીવ-શિવનું મિલન થતું નથી અને ત્યાં સુધી કષાયોને ગળવાનો કે ગળી જવાનો કે પીગળી જવાનો યોગ બનતો નથી. આ છે પ્રેમ લક્ષણા ભક્તિનું ભાવ સ્વરૂપ!!!
આનંદઘનજી મહારાજ એક એવા વિભૂતિ થયા કે જેણે પ્રેમલક્ષણા ભક્તિનો જૈન સાધનામાં ઉદય કર્યો. અર્થાત પ્રેમલક્ષણા ભક્તિનો સૂત્રપાત કર્યો અને ગાઈ ઉક્યા કે,
બાષભ જીનેશ્વર પ્રીતમ મહારો, ઔર ન ચાહુ કંત રે...
આટલુ કહ્યા પછી આપણે વીરપ્રભુ પાસે અંતરંગથી પ્રાર્થના કરીએ કે, “અનુભવ-રસ” સોળ આના પ્રકાશિત થઈ, જન જન ને સ્પર્શ કરે. વિશ્વવ્યાપી બની મહાત્મા આનંદઘનજીના ઉત્તમ સ્વરોને ગુંજાયમાન કરે અને તેના આલેખનાર શ્રી જસુબાઈ મહાસતીજી આ કાર્યમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી સોળ આના યશના ભાગી બને.
શાન્તિ... આનંદ મંગલમ્ ....
વાણીભૂષણ પૂ. ગિરીશમુનિજી મહારાજ સાહેબનો -
મંગલ સંદેશ ડો. જશુબાઈ મહાસતીજીએ આ શોધ પ્રબંધ લખીને તત્ત્વચિંતનને એક નવી ચેતના આપી છે. આપ, મહાસતીજીએ ઘણો પરિશ્રમ કરીને સમગ્ર જૈન સમાજને કળશ ચડાવ્યો છે આપણે ત્યાં આવા પ્રબુદ્ધ મહાસતીજી છે તેમની વિદ્વતા સાથે જે ભક્તિ છે તે અપૂર્વ છે. મંગલ સંદેશ આપતાં અમારું હૃદય ભાવવિભોર થઈ રહ્યું છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
14
વિવેચનપૂર્વકનાં અધ્યાત્મ પદોનાં
પ્રકાશન અવસરે શુભ સંદેશ
– આગમ દિવાકર પૂ. જનકમુનિજી મ. સા.
આ યુગે આ સંસારને અનેક સંતો શૂરાઓ અને અધ્યાત્મ પુરુષોની ભેટ આપી છે. આવા યુગદ્રષ્ટાઓમાં લગભગ ૨૦૦ વર્ષ પૂર્વે એક મહાન અદ્ભુત અને અવધૂત પુરુષની ભેટ આપી. તે મહાન આત્માનું મંગલમય ધન્ય નામ છે. આનંદઘનજી મહારાજ.
સોરઠ દેશ તે સમયના જૂનાગઢ શહેરથી નજીકમાં ઉના ગામ છે ત્યાં બનેલ ઘટનાએ તેઓ શ્રીમા અધ્યાત્મનાં અદ્ભુત તે જ પૂર્યા, જંગલનો એકાંત માર્ગ સ્વીકાર્યો, છતાં પણ પોતાના અમૂલ્ય સમયનો લાભ આ સંસારને પોતાની પદ રચનાઓથી આપતા ગયા, પોતાનાં આયુષ્યના અંતિમ સમયે જંગલનાં એક માણસની તે સર્વ રચના આપી ને કહેલ કે કોઈ સારા જૈનને પહોંચાડજે.
આ પદોનું અર્થગાંભીર્ય સામાન્ય માણસને માટે સુલભ નથી. આ એક મોટી કઠિનતાથી બચવા માટે ડો. શ્રી જશુબાઈ મહાસતીજીએ જે રહસ્યોદ્ઘાટન કરેલ છે તે સ્તુત્ય છે. મારા જ સહદીક્ષિત એવા શ્રી જશુબાઈ મ. ના કરકમલે તૈયાર થયેલ આ વિવેચન જોઈને હું ગૌરવ અનુભવું કે આર્શીવાદ આપું તે બન્ને મારે મન સમાન છે. શાસનને ચરણે ધરાતો આ ગ્રંથ સૌને શ્રેય માટે બનો તેવી પ્રાર્થના.
આદરણીય ગુરણીશ્રીનાં શુભચરણોમાં ગ્રંથનું પ્રકાશન થાય છે તે સમયે મારી હાર્દિક શુભેચ્છા છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ ककककककककककककककककककककककककककककक
તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. ના સુશિષ્ય શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. ના
અભિનંદન ભાવો.
“અનુભવ રસ” માં અધ્યાત્મ અનુભૂતિની રસધારાને અક્ષરધારામાં વહાવી છે.
ભક્તિયોગ તે યોગી અને અયોગીપણાની પ્રાપ્તિનું સરળ અને સત્તર પરિબળ છે. શ્રી આનંદઘનજીના અધ્યાત્મરસ ભરેલા સ્તવનોને આજના સાધક સમુદાયને સમજવા સરળ પડે એવાં સંશોધનથી સાહિત્યતા ને પામેલા ગ્રંથ “અનુભવ રસ” નો સાચો અનુભવ તો આલેખક ડો. જશુબાઈ મ. ને અવશ્ય થયો હશે.
બાપજી શ્રી લલિતાબાઈ મ. ના સુશિષ્યા ડો. શ્રી જશુ બાઈ મ. ના સંશોધન ગ્રંથનું પ્રકાશન શ્રી આનંદઘનજીના પદો ઉપર પ્રજ્ઞા પ્રકાશ પાથરનાર બની રહેશે.
શ્રી જશુબાઈ મ. ના પુરુષાર્થને
અમારા અંતર અભિનંદન. શ્રી નમ્રમુનિ મ. સા., આણંદ,
Page #27
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
16 कककककककककककककककककककककककककककककककककक
આર્શિવચન
- અધ્યાત્મ યોગિની પૂ. લલિતાબાઈ
મહાસતીજી – પૂ. બાપજી
જાગેલો – પામેલો જંગલનો જોગી, જેને આત્મામાં ઘન બનેલા આનંદનો અનુભવ છે. એટલે તેઓશ્રી પોતે જ પોતાના આત્માને ગુણથી સંબોધન કરી કહે છે – “આનંદઘન'. આ નામ તેઓના જન્મનું કે શરીરનું નથી, આત્માનું છે, ગુણવાચક નામ છે.
અધ્યાત્મયોગી આનંઘનજી એક ઉચ્ચ કક્ષાના આરાધક તથા સાધક મહાપુરુષ હતાં. તેઓ ભક્તિરસથી ભરેલા અમૃતકુંભ હતાં. તેઓની રચના પદ રૂપે હોય કે ચોવીસીના સ્તવન રૂપે હોય; તે બધામાં તત્ત્વબોધ, ભક્તિ અને ભાવનો રસ ટકતો હોય છે. તેઓશ્રીનાં પદ અને સ્તવનો પર સ્થિરતાથી ને ઊંડાણપૂર્વક વિચાર કરીએ છીએ તો લાગે છે કે, આ રચનામાં ખાસ તો સ્વ-હિતનું જ લક્ષ્ય છે.
જેમ નદી સમુદ્રને મળવાના લક્ષ્યથી તે તરફ દોડી જ જાય છે. તેના પાણીનો ઉપયોગ પોતાની મલિનતા દૂર કરે છે અને તુષાને પણ શાંત કરે છે, છતાં નદી એ જોવા ઊભી નથી રહેતી કે કોઇ મારુ પાણી વાપરે છે કે નહીં. તેને આવી કોઈ અપેક્ષા હોતી નથી. તેને તો લગની છે સમુદ્રને મળવાની તેમ આનંદઘનજીને પણ લોકોની પ્રશંસાની કે અન્ય કોઈ અપેક્ષા હતી નહીં. તેમને તો માત્ર તડપ હતી આત્માનુભૂતિની.
જેમ આ આધ્યાત્મિક પદો રચનારનું લક્ષ્ય સ્વહિત જ હતું, તેમ એ પદોના યથાશક્તિ અર્થ-ભાવાર્થ લખનાર બા. બ્ર. જશુબાઈ સ્વામીનું
Page #28
--------------------------------------------------------------------------
________________
17
અનુભવ રસ
ધ્યેય પણ સ્વ–૫૨ હિત અને કલ્યાણસાધના જ છે, તે નિઃસંશય સમજી શકાય તેવું છે. તેમનો આ ગ્રન્થ ‘અનુભવ રસ' એ ભાવ અને ધ્યેયની ફલશ્રુતિ છે.
,
-
આ લખતાં–લખતાં, સંશોધન કરતાં – કરતાં, લખનાર પણ ભાવવિભોર થઈ કેટલીયે વાર અધ્યાત્મ રસમાં ડૂબકી લગાવી હશે. આ સંશોધનની જ્ઞાનસાધના પછી લેખિકાના જીવનમાં આધ્યાત્મિક દૃષ્ટિનો વિકાસ જોવા મળ્યો છે.
આનંદઘનજીનું ધ્યેય સ્વ કલ્યાણ છે કારણકે તેમની સાધના શિખર ૫૨ હતી. પરંતુ જશુબાઈનું ધ્યેય તો સ્વ અને પર બન્નેના કલ્યાણનું છે કારણકે તેની તો સાધનાની શરૂઆત છે, છતાંય તેની આ કૃતિ અમૂલ્ય છે. આ શોધ કાર્ય એમણે જે ઉંમરે કર્યું છે તે અને સાથે સામાજિક સર્વ કાર્યો, જેમ કે વ્યાખ્યાન – વ્યવહાર વગેરે જવાબદારી બજાવતાં – બજાવતાં આવો મહાનિબંધ લખ્યો છે. તે ધન્યવાદને પાત્ર ગણાય.
સાધ્વી જશુમતીનાં હૃદયમાં અધ્યાત્મના ભાવો અને ભક્તિની રસધારા વહેતી હશે; તો જ તેણે પોતાની થીસિસના વિષય માટે આનંદઘનજીને પસંદ કર્યાં આ સાધનાથી તેને નવી દૃષ્ટિ ખીલશે કારણકે આનંદઘનજી એ એક પદમાં કહ્યું છે, –
જીવ જગત
હૈ
કર્માધિના અચરજ કછુ નાહિ.
આમાંથી સાધકને સાક્ષીભાવ સમતા અને જ્ઞાતા-દેષ્ટાતાનું જ્ઞાન મળે તેમ છે.
જીવને હું કંઈક છું એવો અહમ ન આવે તે માટે તેઓએ કહ્યું છે,– જગત ગુરુ મેરા. મૈં જગતકા ચેરા ’
આ પંકિતઓ નમ્રતાની સાથે એ પણ શીખવે છે કે, જો કોઈને જ્ઞાન કે બોધ લઈ કંઈક શીખવું જ હોય તો આખું જગત એને માટે પાઠશાળા કે શિક્ષક છે. બધામાંથી કંઈ ને કંઈ બોધ મળી શકે તેમ છે. તે જ વાતને સાધ્વી જશુમતિએ યથાશક્તિ વિવેચન લખી પોતાના આત્માને અને સમાજને સમજાવવાની કોશિષ કરી છે તેમજ આચરણમાં મૂકવાની
Page #29
--------------------------------------------------------------------------
________________
18
અનુભવ રસ
ભાવના હૃદયે ધરી છે.
જશુમતીજીનો આ પ્રથમ પ્રયાસ હોવા છતાં ઘણો સુંદર છે. એનાથી ફકત તેના નામને જ નહીં પરંતુ સંઘ, સમાજ, શાસન અને સંપ્રદાયને ચાર ચાંદ લાગી રહ્યા છે. જે જોઈ-જાણીને હું મારી જાતને કેટલી ભાગ્યશાળી માનું ? હું ગૌરવ અનુભવું છું કે મારી એક શિષ્યા સાધ્વી તરુલતાજી એ Ph.D. કર્યું. ત્રણ મહાન સાધકો, શ્રીમદ્ રાજચંદ્ર, અવધૂત યોગી આનંદઘનજી તથા કવિવર બનારસીદાસજી અને સંત કબીરના સાહિત્ય દ્વારા જૈન અને હિન્દુની ભક્તિ પરંપરા તેમજ અધ્યાત્મનો સમન્વય કર્યો છે અને બીજા છે સાધ્વી જશુમતીજી કે જેની આ કૃતિ છે.
આવાં સાધ્વી રત્નો પાસે સંઘ અને સમાજ પણ નવી – નવી કૃતિઓની અપેક્ષા રાખે. તે પૂર્ણ કરવાની પ્રભુ સાધ્વી જશુમતીને શક્તિ આપે છે તે લોકોપયોગી તથા ઉપકારી બને.
જિજ્ઞાસુઓની જિજ્ઞાસા જ કૃતિના કર્તાઓનો ઉત્સાહ વધા૨વામાં નિમિત્ત બને છે. હું ઈચ્છું છું કે આ પુસ્તકના પ્રભાવે જિજ્ઞાસુઓની જિજ્ઞાસા ટકી રહે, વધતી રહે અને ફળતી રહે.
આ પુસ્તક વાચકો માટે વાંચ્યા ને વિચાર્યા પછી કલ્યાણનું નિમિત્ત બનશે પણ આના લેખિકાને તો તે જ પળે કલ્યાણકારી બની ગયું. હજુ પણ તેના ભાવો વર્ધમાન બને અને નવું-નવું સર્જન કરવાની ભાવના થાય. તેનું જ્ઞાન, સમજ અને ચિંતન સ્વ-પર કલ્યાણનું કારણ બને એ જ
ભાવના સહ
સાધ્વી લલિતાનાં આશીર્વાદ.
Page #30
--------------------------------------------------------------------------
________________
19
અનુભવ રસ कककककककककककककककककककककककककककककककक
આશીર્વાદ આપવાનો આનંદ
- પ. પૂ. પ્રાણકુંવરબાઈ મહાસતીજી
ડૉ. જશુબાઈ મ. ની જ્ઞાનની શું શું વાત કરવી ૫૫મેં વર્ષે મેળવી પીએચ. ડી. ની પદવી પ્રાણ-લલિત ગુરુકુળમાં શિષ્યા જશુ ગુણોમાં ગરવી આશિષમાં પ્રાણગુણીને કયા શબ્દની ગૂંથણી ધરવી
વહી રહ્યું છે કૃપાનું ઝરણ, પકડયું છે લલિત ગુણીનું શરણ એવા શિષ્યરત્ના ડો. સાધ્વી જશુમતી.
આજે હું શું લખું? મારા ઉરમાં આનંદનો ઉદધિ ઉછળી રહ્યો છે. આજે શબ્દના સેટ ઓછા પડે છે. કોઈ માનવને લાખ રૂપિયાની લોટરીનું ઇનામ મળે ત્યારે જે આનંદ પ્રાપ્ત થાય તેનાથી વિશેષ આનંદ મને થયો છે. નાની ઉંમરમાં અનેક માનવ પદવી મેળવે પણ શિષ્યા જશુમતીએ તો ૫૫ વર્ષની મોટી ઉંમરે સમાજ તથા સાધુજીવનની વિવિધ પ્રકારની જવાબદારી અને મુંબઈની મહાનગરીમાં ચાતુર્માસ કરી વિવિધ પ્રકારની ધર્મ આરાધના કરતા તથા કરાવતા પીએચ. ડી. ની મહાન પદવી પ્રાપ્ત કરી હોય તેનો હર્ષ મને કેમ ન હોય?
જનજનનાં હૃદયમાં વસેલી છે સાધ્વીરત્ના જશુ,
૫ મેં વર્ષે થીસિસ વિમોચન કરે અમને અભિનંદશુ, પ્રાણ-રતિ-લલિત ગુરુની કૃપાપાત્રી એ સાધ્વી રત્ના, પરમ પદના પથદર્શક બને એ અમ અંતરની ભાવના. જેટ, રોકેટ, વીડીઓ અને કોયૂટર વગેરે સાધનોથી જે બુદ્ધિ મળે
Page #31
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
20 * તે આ ભવ પૂરતી સીમિત છે ત્યારે મનોમંથનથી મેળવેલા જ્ઞાનનું ગોરસ માનવીના ભવિષ્યને સુધારી સાચી દિશા બતાવી અંતરદશાને બદલાવે છે.
મોર્ડન યુગમાં ફેશન અને ફીટનેશ, કલર અને કવોલીટી, ડીઝાઇન અને ડ્રેસની રેસમાં, શ્વેતવસ્ત્ર ધારણ કરી જ્ઞાનરૂપ ગોળ ખાનાર અને ખવડાવનાર સાધ્વી જશુમતીના પુરુષાર્થ, હોંશ અને હિંમતને લાખ લાખ ધન્યવાદ છે. કુશળ તરવૈયો તોફાની સાગરમાં વધુ ખીલે, ક્રિકેટર કટોકટીના સમયે વધારે જામે, હોંશિયાર વ્યાપારી પ્રતિસ્પર્ધામાં વધુ તાકાત લગાવે એમ સાધ્વી જશુમતીએ સમયની કટોકટીમાં પીએચ. ડી. ની પદવી ગુરુકૃપાથી મેળવીને પ્રાણ-મોતી ગુરુકુળના નામને મહેંકાવ્યું છે.'
ઉત્સાહયુક્ત જેનું મન, ગુરુકૃપાનું મળ્યું મોંઘુ ધન થિસિસ છે જેમનો એવન, યાદગાર બની બે હજાર ચારની શન
સૂર્ય ઉદિત થવાનું કદી ભૂલે નહીં, કમળ ખીલવાનું કદી ભૂલે નહીં, ધરતી ભાર વહન કરવાનું કદી ભૂલે નહીં. નદી પરોપકાર કરવાનું કદી ભૂલે નહીં એમ હું સાધ્વી જશુમતીને આશીર્વાદનું અમૃત આપવાનું કેમ ભૂલું? જશુ, તારો પ્રબળ પુરુષાર્થે લખેલો થીસીસ સૌ કોઈને થાક ઉતારનારો બને, ભવભ્રમણ દૂર કરનારો બને, ત્રિવિધ તાપને ટાળનારો બને અને અનુપમ સુખ-શાંતિ પ્રાપ્ત કરાવનારો બને.
કલ્પતરુના લલિત વાતાવરણમાં અને પૂ. નમ્રમુનિના સાંનિધ્યમાં ત્રિવેણી પ્રસંગ ભવ્ય, નવ્ય અને રમ્ય ઉજવાય એજ વડીલ ગુણી પૂ. પ્રાણકુંવર બાઈ મ. ના અંતરના આશીર્વાદ.
Page #32
--------------------------------------------------------------------------
________________
21
અનુભવ રસ कक्क्क्क्क
म्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क
.
અક્ષય રસના રસિયા આનંદઘન
- ડે. તલતાબાઈ મહાસતીજી,
જૈન વાડમય વિવિધ વિધાઓમાં વિસ્તરેલું છે. જિનેશ્વરવાણી આગમ રૂપમાં છે તો વિદ્વતમનિષીઓની સં. રચના ગ્રન્થો રૂપે ઉપલબ્ધ છે. એ ન્યાય-વ્યાકરણ, ઈતિહાસ, ભિન્ન-ભિન્ન સાહિત્ય આદિમાં વિભાજિત છે તેમજ સ્તોત્ર-સ્તવન-સ્તુતિ-પદ પણ ગેયાત્મક લયમાં મળે છે. સંત કવિઓ, કે જેઓ આત્માનુભૂતિનાં સંવેદનમાંથી જ્યારે
જ્યારે બહાર આવતાં ત્યારે – ત્યારે એમનાં અંતર ઉદ્ગારો કાવ્ય રૂપે બહાર સરી પડતાં હતાં. આધ્યાત્કિ ભાવોથી ભીંજાયેલ એ પદો ગૂઢ રહસ્યો અને દાર્શનિક સિદ્ધાંતોના મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે.
આ ભવ્ય પરંપરામાં થયેલ મહાયોગી આનંદઘનજીનું અદ્વિતીય યોગદાન જૈનજગતમાં પ્રસિદ્ધ છે.
આનંદઘન એક એવા મહાપુરુષ રહ્યાં કે જેઓ નામ અને નામીથી ઊંચા ઉઠેલા હતાં. મધ્યયુગમાં અનેક સંતોએ અનામ અનામ રહીને પોતાની સાધના કરી. તેઓએ પોતાના લક્ષ્ય સાથે એવું તાદાભ્ય સ્થાપિત કરી દીધું કે તેઓની કૃતિ અમર બની ગઈ અને જીવનવૃત્ત સંશયાત્મક. ઘણાં સંશોધનો પછી પણ માત્ર કિંવદન્તિઓનાં આધારે જ તેમનાં વિષયમાં બહુ જ અલ્પ માહિતી મળે છે. તે પણ કેટલી પ્રમાણિક છે, તે એ પોતે જ જાણે !!
એમનાં સાધુ જીવનનું મૂળ નામ તો હતું લાભાનંદ પરંતુ તેઓ જ્યારે પોતાની આત્મમસ્તીમાં ખોવાઈ જતાં ત્યારે અંતરમાં આનંદનો
Page #33
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
22. સાગર ઉછાળા મારવા લાગતો. પ્રભુભક્તિમાં મસ્ત ફકીર ભજનમાં ભાવવિભોર થઈ ઉઠતા અને એ આનંદમાં ઝૂલતું હૈયું પોતાને આનંદઘનનાં નામથી પુકારી ઉઠતું. આમ તેઓ લાભાનંદમાંથી આનંદઘન બની ગયાં.
આનન્દઘનજીની રચનાઓમાં મુખ્ય બે પ્રકારની રચનાઓ ઉપલબ્ધ થાય છે.
૧, આનંદઘન ચોવીસી ' ૨, આનંદઘન પદ બહોતેરી
ચોવીસીમાં આદિ પ્રભુ ભગવાન ઋષભદેવથી ચરમ તીર્થંકર મહાવીરનાં નામનું અવલંબન લઈ ચોવીસ સ્તવનોમાં અધ્યાત્મનાં ગૂઢ રહસ્યો ઉદ્ઘાટિત કર્યા છે. જિનેશ્વર પરમાત્માની સ્તુતિના બહાને ગહન આત્મિક અનુભૂતિ શબ્દદેહે રજૂ કરી છે.
પદોમાં પ્રિયતમ પરમાત્માની વિરહ વ્યથાની વ્યાકુળતા ક્યાંક નીતરે છે તો ક્યાંક અનુભૂતિની સંવેદનાત્મક પળોનો તાદેશ ચિતાર પણ છે. તેઓની રચનાઓમાં દાર્શનિક સિદ્ધાંતોની ગૂઢતા છે તો પરાભક્તિની સમર્પણતા પણ છે. ક્યાંક પરમ–પ્રિયતમ ને પામવાની તડપ છે. તો ક્યાંક પ્રિયતમ ને ઉપાલંભ પણ છે. સંવેદનની પરાકાષ્ટાએ પહોંચી અનુભવરસમાં લયલીન બનેલા આનન્દઘન અનુભવની પળોને બિરદાવે છે.
અનુભવ હમ તો રાવરી દાસી” અનુભવ નાથકો કયું ન જગાવે” .
અનુભવ તૂ હૈ મિત હમારો” અનુભવ અર્થાત્ ચેતનાનો પૂર્ણ ચેતનામાં પ્રવેશ પ્રથમ પ્રવેશ પછી પરિણમન ત્યારબાદ પૂર્ણતાનું પ્રાગટય.
આ જ સંદર્ભમાં આનંદઘનજીનાં સ્તવનોનો મહિમા વર્ણવતાં શ્રી જશુબાઈ મહાસતીજી લખે છે –
એમણે પરમાત્માની સ્તવનામાં જ્યાં પ્રીતિ, ભક્તિ અને અનુરક્તિના ભાવો ભર્યા છે ત્યાં જિનશાસનનાં ગૂઢ રહસ્યોને નય, નિક્ષેપ, નાચ્છાયોગ, સામર્થ્યયોગ, શાસ્ત્રયોગ ઇત્યાદિક અકળ પદાર્થોને વિસ્તારથી પ્રરૂપ્યા છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
23
અનુભવ રસ
થિસિસ ગ્રન્થ પેઈજ ૬૧.
આનંદઘનજીનાં સ્તવનો આધ્યાત્મિક પ્રક્રિયાનાં આસવ રૂપ છે. તેમનાં સ્તવનોમાં તીર્થંકરોની સ્તુતિ ઉપરાંત, આત્માનુભવની અભિવ્યક્તિ પણ છે.... પેઇજ ૬૫.
શ્રી જશુબાઈ મહાસતીજીએ અત્યંત ગહન ચિંતન વડે આનન્દઘન સ્તવનો અને પદોને મૂલવ્યા છે. તેઓનું આ અણમોલપ્રદાન સાધના ઈચ્છુક સાધકોને, તત્ત્વ પ્રિય જિજ્ઞાસુઓને, ભક્તિ રસિક ભાવિકજનોને, સાહિત્યપ્રેમી વિદ્વતજનોને તેમજ સર્વ જનોને ઉપકારી નીવડશે વળી તેમના ભાવોની અભિવ્યક્તિ એટલી સરળ અને સહજ ભાષામાં થઈ છે કે આખી યે રચના સ–રસ મધુર બની છે.
કોઈ પણ ઉપલબ્ધિ પાછળ તેના માટે કરેલી તપશ્ચર્યાનો ઈતિહાસ હોય છે. તપ્યા વિના શુદ્ધિ નથી. શુદ્ધિ વિના સિદ્ધિ નથી.
શ્રી જશુબાઈ મહાસતીજી ડૉકટરેટ સુધી પહોંચ્યા તેમાં તેમને તપવું તો બહુ પડયું. અમારું સાધુજીવન એટલે ચરૈવેતિ – ચરૈવેતિ. સાધુ વિચરતા ભલા. એ ન્યાયે સારા યે ભા૨તમાં વિચરણ થયું સન્ ૧૯૭૪ માં મુંબઈમાં પ્રથમ S.S.C ની પરીક્ષા આપી. એ પછી મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક, તામિલનાડુ આદિ પ્રદેશોમાં વિચરણ થયું, તેમની અભ્યાસયાત્રા ૧૯૭૪ માં શરૂ થઈ, અનેક પ્રદેશોમાં એ યાત્રા ફરતી રહી. પરીક્ષાઓ અપાતી ગઈ, છેવટે ૧૯૮૮ માં ફરી મુંબઈ આવવાનું થયું. M. A. ની ડીગ્રી લઈને આવ્યા હતાં. ત્યારબાદ ઘણા પ્રયત્ને, અનેક વિદ્વાનો સાથે પરામર્શ કરી ‘આનંદઘન એક અધ્યયન' વિષય નકકી થયો.
એમની પસંદગી આ વિષય ૫૨ કેમ ઊતરી ? આ પ્રશ્ન સહજ ઊઠે. અમારા ગુરુમાતા આધ્યાત્મ યોગિની પૂ. બાપજી, અધ્યાત્મરસનાં રસિયા છે. અધ્યાત્મગ્રન્થોનો સ્વાધ્યાય નિયમિત ચાલતો જ હોય. તેમના શિષ્યા; પરિવાર એ ભાવોમાં રમતા હોય. જે ગુરુકુળવાસમાં નિત્ય-નિરંતર અધ્યાત્મરસના આસ્વાદન ચાલતાં હોય ત્યાં અધ્યાત્મયોગી અવધૂત આનંદઘન જ સ્મરણે ચડે ને ? ? ?
અને રજીસ્ટ્રેશન પછી કામ ચાલ્યું.. ડો. કલાબેન શાહનું માર્ગદર્શન મળ્યું તો વિદ્વતવર્ય ડો. રમણભાઈ શાનો બહુમૂલ્ય સહયોગ
Page #35
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ મળ્યો તેમજ અનેક ભાવિકજનોનાં તન-મન-ધનના સહકાર વડે આ યાત્રા આગળ ધપતી રહી. જો કે તેમાંય પૂજ્ય બાપુજીનાં સ્વાથ્યનાં કારણે તેઓશ્રીનું દેવલાલી રહેવાનું થયું. તેથી મુંબઈ–દેવલાલી વચ્ચેનાં વિહાર થતાં રહ્યાં. છતાં આવા સર્વે અનુકૂળ – પ્રતિકૂળ સંયોગોમાં ધીરજ અને વિશ્વાસથી લેખન કાર્ય ચાલતું રહ્યું અને સન્ ૧૯૯૪ માં થીસીસ પૂર્ણ થતાં ડોકટરેટની ઉપાધિ પ્રાપ્ત થઈ.
આમ સુદીર્ઘ યાત્રાવિહારની અને તેની જ સાથે દીર્થ યાત્રા વિધા ઉપાર્જનની–બન્ને યાત્રા સાથે – સાથે ચાલતાં વિદ્યા યાત્રા પૂર્ણ થઈ, વિહાર યાત્રા હજુ અવિરત ચાલી રહી છે.
એક સુંદર- વિસ્તૃત રચના “અનુભવ રસ” ના નામે આપણી સમક્ષ આવી રહી છે. મારું અંતર કહે છે કે, આ ગ્રન્થ લોકભોગ્યની સહુનાં મન-મસ્તિષ્ક અને હૈયાંને ભીંજવશે. શ્રી જશુબાઈ મહાસતીજીમાં રહેલ આ શક્તિ, શાસન અને સમાજને આવું સાહિત્ય હજુ પણ પ્રદાન કરે. તેમનાં પર ભગવાન મહાવીરનાં, અવધૂત યોગી આનંદઘનનાં તેમજ અમારા ગુરુણદેવા વાત્સલ્ય હૃદયા – પૂ. બાપજીનાં આશીર્વાદ તથા કૃપા ઉતરે. એ જ અંતર ભાવના
કલ્પતરુ અધ્યાત્મ કેન્દ્ર,
મિયાગામ ૧૫-૩-૨૦૦૪
Page #36
--------------------------------------------------------------------------
________________
25
અનુભવ રસ
આત્માનુભૂતિની અમોઘ કવિતાનું રસદર્શન
- ડે. રમણલાલ ચી. શાહ
ગોંડલ સંપ્રદાયનાં પ. પૂ. શ્રી લલિતાબાઈ મહાસતીજી (પૂ. બાપજી) નાં સુશિષ્યા પ. પૂ. શ્રી જશુબાઈ મહાસતીએ અધ્યાત્મયોગી કવિ શ્રી આનંદઘનજી વિશે. વિવિધ ગ્રંથોનો સ્વાધ્યાય કરીને, મુંબઈ યુનિવર્સિટીની પીએચ.ડી ની પદવી માટે તૈયાર કરેલ અને માન્ય રહેલ શોધનિબંધના સંક્ષેપરૂપે આ જે લોકપ્રિય ગ્રંથ તૈયાર કર્યો છે, એના પ્રકાશનને આવકારતાં હું અત્યંત હર્ષ અનુભવું છું. વર્ષોથી જેની રાહ જોવાતી હતી તે ગ્રંથ હવે પ્રકાશિત થાય છે, સર્વસુલભ બને છે. એથી અનેક આત્મસાધક મુમુક્ષુઓને એમાંથી પ્રેરણાનાં પીયૂષનું પાન કરવા મળશે.
કવિવર શ્રી આનંદઘનજીએ સ્તવનો અને પદો લખ્યાં છે. એમનાં સ્તવનો ઉપર જેમ અભ્યાસગ્રંથો પ્રગટ થયા છે, તેમ પદો ઉપર પણ થયા છે. સ્વ. મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાએ સ્તવનો અને પદો એમ બંને ઉપર સવિસ્તર ગ્રંથો લખ્યા છે. પ. પૂ. શ્રી જશુબાઈ મહાસતીજીએ આ શોધનિબંધમાં સ્તવનો અને પદો એમ બંને ઉપર સરસ અર્થપ્રકાશ પાડયો છે.
પોતાની થોડી પણ ઉત્કૃષ્ટ કાવ્યકૃતિઓ દ્વારા સમગ્ર ભારતની પ્રજામાં છવાઈ ગયેલા સંત કવિઓમાં વિક્રમના અઢારમા શતકના કવિ અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજનું નામ પણ મોખરે છે. “બેર બેર નહિ આવે અવસર, અબ હમ અમર ભયે ન મરેંગે,” “કયા સોવે
Page #37
--------------------------------------------------------------------------
________________
અનુભવ ૨સ
26
ઊઠ જાગ બાઉરે,’ ‘આશા ઓરન કી કયા કીજે ?,' ‘રામ કહો રહેમાન કહો,' ‘યા પુદ્ગલ કા કયા વિસવાસા,’ ‘સાધો, સમતા સંગ રમીજે,' ‘અવધૂ કયા માગું ગુનહીના,’ ‘અવધૂ નામ હમારા રાખે,’ ‘અબ ચલો સંગ હમારે કાયાં વગેરે એમનાં પદો ઠેરઠેર સતત ગુંજતા રહ્યા છે. એમની ચોવીસીમાંનાં ‘ઋષભ જિનેશ્વર પ્રીતમ માહુરો રે,' ‘પંથડો નિહાળું રે બીજા જિન તણો રે,' ‘અભિનંદન જિન રિશન તરસીએ,' ‘ધાર તલવારની સોહલી, દોહલી,’ ‘કુંથુજિત, મનડું કિમ ઢિ ન બાઝે' વગેરે સ્તવનો મંદિરોમાં ગવાતાં રહ્યાં છે.
અવધૂત [ અવસારી રીતે, નિશ્ચિતપણે, ધૃતધોઈ નાખ્યાં છે, ફુલાવી નાખ્યાં છે, ખંખેરી નાખ્યાં છે, (વર્ણાશ્રમનાં અને વ્યવહાર જગતનાં બંધનો ) જેમણે ] એવા શ્રી આનંદઘનજીએ ચોવીસીનાં સ્તવનો અને એકસોથી અધિક પદો લખ્યાં છે. પરંતુ એમણે જે કૃતિઓની રચના કરી છે તે એવી સઘન, માર્મિક અને અનુભવની એરણે બરાબ૨ કસાયેલી છે કે આટલી ઓછી રચનાઓથી પણ તેમણે ભારતીય સાહિત્ય પરંપરામાં અનોખું સ્થળ પ્રાપ્ત કરી લીધું છે.
આનંદઘનજીએ ગદ્યસાહિત્યની રચના કરી હોય એમ લાગતું નથી, કા૨ણકે એમની એવી કોઈ કૃતિ પ્રાપ્ત થતી નથી. એમણે જે પધસાહિત્યની રચના કરી છે તેમાં મુખ્ય બે વિભાગ છે. (૧ ) સ્તવનો અને (૨) પદો. એમની ચોવીસીનાં છેલ્લા બે સ્તવનોના કર્તૃત્વ વિશે મતાન્તર છે. એમનાં પદો ૧૦૮ જેટલાં મનાય છે, જેમાંનાં કેટલાંકનું કર્તુત્વ સંદિગ્ધ છે.
વિવિધ રાગરાગિણીમાં લખાયેલાં આત્મજ્ઞાનની મસ્તીથી સભર, આનંદઘનજીની ચોવીસીનાં સ્તવનો પ્રેરક અને માર્ગદર્શક છે. એમાં વિષય વસ્તુનો ક્રમિક વિકાસ જોઈ શકાય છે. એમણે જૈન દર્શનના કેટલાક સિદ્ધાંતોને થોડા શબ્દોમાં માર્મિક રીતે વણી લીધા છે. એમાં પ્રયોજાયેલા પારિભાષિક શબ્દો અને ઉક્તિલાઘવને કારણે એમનાં કેટલાંક સ્તવનો અર્થની દૃષ્ટિએ કઠિન અથવા દુર્બોધ બન્યાં છે. શાસ્ત્રના જાણકાર કોઈ સમજાવે તો અર્થ વધુ સ્પષ્ટ થાય. આથી જ એમની હયાતીમાં અને ત્યા૨૫છી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ, શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ અને શ્રી જ્ઞાનસારજીએ આનંદઘનજીનાં સ્તવનો ઉપર ટબા લખ્યા છે. શ્રી
Page #38
--------------------------------------------------------------------------
________________
»
અનુભવ રસ જ્ઞાનસારજીએ તો એમનાં સ્તવનો ઉપર ચાલીસ વર્ષ સુધી મનન કર્યું અને પછી જીવનના અંતે ટબો લખ્યો હતો.
શ્રી આનંદઘનજીએ જે કૃતિઓની રચના કરી છે તે એટલી ગહનગંભીર છે કે એનું રહસ્ય, એનો પરમાર્થ પામવાનું સામાન્ય માણસ માટે સરળ નથી. એટલે જ શ્રી જ્ઞાનસારજીએ કહ્યું છે. - બાળક બાંહ્ય પસારીને, કરે ઉદધિ વિસ્તાર,
આશય આનંદઘનતણો, અતિ ગંભીર ઉદાર.
નાનું બાળક બે હાથ પહોળા કરીને દરિયો આટલો બધો મોટો હોય' એમ કહે એથી સમુદ્રનું માપ ન નીકળે, તેમ પોતાનાં કાવ્યોમાં શ્રી આનંદઘનજીને જે અભિપ્રેત છે તે એટલું ગંભીર અને ઉદાર, મોટું છે કે તેનો તાગ પામવાનું પૃથજન માટે ઘણું કઠિન છે.
શ્રી આનંદઘનજીએ જે પદો લખ્યાં છે તેમાં ગુરુકૃપા, સાધુસંગતિ, આત્મજ્ઞાન, સુધારસનો અનુભવ, સમતાની આરાધના, મમતાનો ત્યાગ ઇત્યાદિ ઉપર બહુ ભાર મૂક્યો છે. એમાં એમની વિશાળ, ઉદાર, ઉચ્ચ તત્ત્વદૃષ્ટિ જોવા મળે છે. એમણે ગાયું છે.
રામ કહો, રહેમાન કહો, કોઈ કહાન કહો, મહાદેવ રી; પારસનાથ કહો કોઉ બ્રહ્મા,
સકલ બ્રહ્મ સ્વયમેવ રી. પરમતત્ત્વને કોઈ રામ કહે, કોઈ રહેમાન કહે, કોઈ કૃષ્ણ (વિષ્ણુ) કહે, કોઈ મહાદેવ કહે, કોઈ પાર્શ્વનાથ કહે કે કોઈ બ્રહ્મા કહે, પરંતુ પોતાનામાં રહેલું ચેતન તત્ત્વ એ પોતે જ પરમતત્ત્વ છે, પરમાત્મા છે.
પ. પૂ. શ્રી જશુબાઈ મહાસતીજીએ મુંબઈ અને દેવલાલીમાં ચાતુર્માસ રહીને ડે. કલાબહેન શાહના માર્ગદર્શન હેઠળ જે શોધનિબંધ તૈયાર કર્યો એમાં એના આરંભથી અંત સુધીના લેખનકાર્યનો હું સાક્ષી રહ્યો છું અને આ શોધનિબંધના પરીક્ષક તરીકેનું કર્તવ્ય પણ મારે બજાવવાનું આવ્યું હતું. પ. પૂ. શ્રી જશુબાઈ મહાસતીજીએ અત્યંત પરિશ્રમપૂર્વક આ શોધનિબંધ તૈયાર કર્યો છે. એમાં પ. પૂ. શ્રી શ્રેયાબાઈનો સહકાર ઘણો સારો મળ્યો હતો.
Page #39
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
28 શોધનિબંધ લખીને તૈયાર કરવો અને ગ્રંથસ્વરૂપે એ પ્રકાશિત કરવો એ બેમાં ફરક કરવો પડે છે. બધા જ શોધનિબંધો એના એ સ્વરૂપે પ્રકાશિત કરવાનું યોગ્ય નથી, કારણકે શોધનિબંધમાં આધાર માટે અવતરણો અને ગ્રંથસંદર્ભો આપવા અનિવાર્ય છે, જેમાંના કેટલાયે અવતરણોની પ્રકાશિત ગ્રંથમાં અનિવાર્યતા હોતી નથી. શોધનિબંધમાં કેટલીક પુનરુક્તિ અનિવાર્ય બને છે. પ્રકાશિત ગ્રંથમાં એવી આવશ્યકતા નથી. શોધનિબંધ સંશોધકો અને વિદ્વાનોને લક્ષમાં રાખીને લખાય છે. પ્રકાશિત ગ્રંથો, તેની સામગ્રી પ્રમાણે, ક્યારેક સામાન્ય વાચકને લક્ષમાં રાખીને પ્રકાશિત થાય છે. એટલે જ પ. પૂ. શ્રી જશુબાઈ મહાસતીજીએ પોતાના શોધનિબંધને થોડો સંક્ષિપ્ત કરીને પ્રકાશિત કર્યો છે, તે યોગ્ય જ થયું છે.
પૂ. શ્રી. આનંદઘનજી મહારાજ અત્યંત લોકપ્રિય કવિ છે. બીજી બાજુ આત્મજ્ઞાનના આરાધકો માટે તેઓ ગહન કવિ છે. એમનાં કેટલાંક પદોસ્તવનોનો વાચ્યાર્થ સરળ છે. પણ ધ્વન્યાર્થ ગૂઢાર્થ પામવાનું દુષ્કર છે. યોગ્ય અધિકાર વિના તે સમજાય નહિ. ૫. પૂ. શ્રી જશુમતીબાઈ મહાસતીજીએ આવા ગૂઢાર્થનાં રહસ્યોદ્ઘાટન આ ગ્રંથમાં કર્યાં છે. એ માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે.
પ. પૂ. શ્રી જશુબાઈ મહાસતીજીનો આ ગ્રંથ અનેક રસજ્ઞ વાચકોને અને આત્માર્થી જીવોને માટે પ્રેરક અને માર્ગદર્શક ભાથું બની રહે એવો છે.
પ. પૂ. શ્રી જશુબાઈ મહાસતીજીને અને એમના સમુદાયનાં સર્વ શ્રમણ-શ્રમણી વૃંદને વંદના કરી વિરમું છું.
Page #40
--------------------------------------------------------------------------
________________
29
અનુભવ રસ
*******************************
આત્મજ્ઞાની એકલવીર આનંદઘન
–ડૉ. કલા શાહ પૂજ્ય જૈન સાધ્વી મહાસતી જશુબાઈ સ્વામીએ પીએચ.ડીની ડીગ્રી માટે મુંબઈ યુનિવર્સિટીમાં મારા માર્ગદર્શનમાં તૈયાર કરેલ મહાનિબંધ “આનંદઘનજી એક અધ્યયન” નું ગ્રંથરૂપે પ્રકાશન થાય છે એ વાત જૈન સાહિત્ય માટે માત્ર અતિ આનંદની જ નહિ પણ એક ઐતિહાસિક તથા અવિસ્મરણીય બિના બની રહેશે. આ કાર્ય ઉપાડી લેનાર સંઘના ટ્રસ્ટીઓને તથા કાર્યકર્તાઓને મારા હાર્દિક અભિનંદન.
પૂજ્ય મહાસતી જશુબાઈ સ્વામીને પીએચ.ડી માટેનું સંશોધન કાર્ય કરાવવા માટે સ્થા. જૈન સંઘના કેટલાંક ટ્રસ્ટીઓએ મુંબઈ યુનિવર્સિટીમાંથી મારું નામ શોધી મને મળવા આવ્યા તે પ્રસંગનું સ્મરણ તાજું થાય છે. ત્યાર બાદ ઘાટકોપરમાં હીંગવાલા લેનના ઉપાશ્રયમાં પૂજ્ય જશુબાઈ સ્વામીને રૂબરૂ મળવાનું થયું. વિષયની પસંદગી માટે પૂજ્ય ડે. રમણભાઈ શાહે હાજર રહીને વિષય નકકી કરવામાં સહાય કરી. પછીના બધાં જ કાર્યોમાં દરેકે દરેક સંઘના કાર્યકર્તાઓએ જે અગાધ મહેનત કરી હતી તે પ્રશંસાને પાત્ર છે.
મધ્યકાલીન જૈન ગુજરાતી કાવ્યસાહિત્યમાં આનંદઘનજીની રચનાઓ એક મરમી સંતની વેદનાનું અને ભક્તિ તથા અધ્યાત્મનું નજરાણું છે અને એક અણમોલ ખજાનો છે, જેમાં ગહનભૂતિનો સ્પર્શ છે. તેમનાં રચેલા પદો નરસિંહ, મીરાં અને સંત કબીરની હરોળમાં બેસે તેવો છે. તથા તેમણે રચેલા સ્તવનો (ચોવીશી) જૈન પરંપરાનું ગૌરવ છે. આવા કવિ આનંદઘનજીનાં કાવ્યો પર સંશોધન કરવાનું વિચારવામાં આવ્યું.
Page #41
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
30 જૈન દર્શનના જ્ઞાતા, આત્મસાધના કરનાર સાધક અધ્યાત્મયોગી આનંદઘનજી રચિત “ચોવીશી' ના દરેકે દરેક સ્તવન તથા પદમાં રહેલી ઊંડી ગહનતે, આધ્યાત્મિકતા તથા આતમજ્ઞાનના રસનું પાન પૂજ્ય જશુબાઈ
સ્વામીએ અગાધ પરિશ્રમ કરીને પાર પાડયું છે. આનંદઘનજી નિર્મળ અને સ્થિરભક્તિમાં આત્મનિમજ્જન કરનાર અવધૂ હતા. ગામો ગામ અને શહેરેશહેરે વિહાર કરતાં કરતાં પીએચ.ડી નું સંશોધન કાર્ય કરવું પોતાની દિનચર્યાની સાથે સાથે સાધર્મિકોને વ્યાખ્યાનો આપવા, બપોરના સમયે સંશોધનના વિષયની ચર્ચા વિચારણા કરવી એ અત્યંત કઠિન કાર્ય છે. પણ અંતરમાં ધગશ હોય તો કઠિન કાર્ય પણ પાર પડે જ છે. એ વાતની પ્રતીતિ પૂજ્ય જશુબાઈસ્વામીએ તૈયાર કરેલ ૧૩૦૦ પાનાના ત્રણ ખંડના મહાનિબંધ દ્વારા થાય છે. પૂજ્ય જશુબાઈ સ્વામીએ સ્વહસ્તે તૈયાર કરેલ આ મહાનિબંધ મુંબઈ યુનિવર્સિટીમાં યાદગાર બની રહે તેવો ગ્રંથ છે.
આ મહાનિબંધ માત્ર મુંબઈ યુનિવર્સિટીની ઉપાધિ મેળવવા માટે જ લખાયેલો મહાનિબંધ નથી. પરંતુ અવધૂ આત્મજ્ઞાની આનંદઘનજીના આત્મતત્ત્વને પામીને, પચાવીને તૈયાર કરેલ મહાનિબંધ છે. તેમાં લખાયેલા અક્ષરે અક્ષરે, શબ્દ શબ્દ પૂજ્ય જશુબાઈ સ્વામીએ પોતે કરેલા ગહન આધ્યાત્મિકતાની પ્રતીતિ કરાવે છે. દરેકે દરેક સ્તવન કે પદનું રહસ્ય પામવા માટે અને પમાડવા માટે આનંદઘનજીના ભાવને સમજવા માટે જરૂર લાગી
ત્યાં આગમો, શાસ્ત્રો તથા અન્ય સંત કવિઓની કવિતાના દષ્ટાંતો દ્વારા પૂજ્ય જશુબાઈ સ્વામીજીએ આ મહાનિબંધને અનોખો ઓપ આપ્યો છે. આ મહાનિબંધની વિશિષ્ટતા એનું ગહન ઊંડાણ અને વિસ્તાર છે.
આનંદઘનની ચોવીશીનાં સ્તવનો અને પદોના વાચન પઠન અને અધ્યયન કરવા કરાવવાનો જે લાભ એક માર્ગદર્શક (ગાઈડ) તરીકે મને મળ્યો તેને હું મારું સદ્ભાગ્ય સમજું છું. તે ઉપરાંત પૂજ્ય જશુબાઈ સ્વામીની સાથે સાથે અન્ય મહાસતીઓને મળવાનો અને બધાંના સાન્નિધ્યમાં રહેવાનો લાભ પણ મને મળ્યો. આનંદઘનજી વિશેના આ સંશોધન કાર્ય દરમ્યાન મારો નિજનો આધ્યાત્મિક વિકાસ પણ થયો. તે માટે હું પૂજ્ય જશુબાઈ સ્વામીના ચરણોમાં મારા કોટિ કોટિ વંદન પાઠવું છું.
અવધૂ આનંદઘનજીને પામવા માટે સ્વામીજીનો આ ગ્રંથ વાચકોને અત્યંત ઉપયોગી થશે. સર્વને અભિનંદન સાથે વિરમુ.
Page #42
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
31
અલક્ષ્યને લક્ષ્ય કરનારા યોગી આનંદઘન
– પદ્મશ્રી કુમારપાળ દેસાઈ - સ્મરણ કરતા વિસ્મરણનો કેટલો બધો મહિમા છે. પ્રાચિન અને મધ્યકાલીન સાહિત્યમાં સંતો હોય કે સર્જકો પણ પોતાને વિશે બહુ ઓછી માહિતી આપતા હોય છે. તુલસીદાસ હોય કે કાલિદાસ હોય, . પણ એમના જીવન વિશે પ્રમાણભૂત માહિતી ઓછી મળતી હોય છે. મહાયોગી આનંદઘનના જીવનમાં પણ આવું જ નજરે પડે છે.
આધ્યાત્મિક અનુભૂતિના અટલ ઊંડાણને પંથે સંચરનારી વ્યક્તિને પ્રસિદ્ધિ કે નામનાની પરવા ક્યાંથી હોય? અવર્ણનીય આત્માનંદની મસ્તીમાં લીન બનીને જીવનાર યોગીને કિર્તીનું પ્રલોભન કઈ રીતે આકર્ષી શકે? પ્રિયતમ પ્રભુના દુર્લભ દર્શન માટે પળે પળે તડપનાર પોતાની જાતને-ક્યાંથી યાદ રાખી શકે?
નામ, નામના, સ્થળ કે કાળનાં સીમિત બંધનો પાર કરીને જ્યાં ચિત્ત અસીમ ઊંડાણમાં વિહરતુ હોય, ત્યાં નામના કે કીર્તીની લોભામણી ભૌતિક સિમાઓને પાર કરીને જ્યારે વ્યક્તિ અસીમ અને અલક્ષને પામવા પ્રયત્ન કરે, ત્યારે જ એ આનંદઘનને દિવ્ય આનંદને પામી શકે છે.
આધ્યાત્મયોગી આનંદઘનના કવનમાંથી એમના જીવન વિશે કોઈ માહિતી સાંપડતી નથી. સાધનાનો પ્રચંડ દાવાનળમાં સાંસારિક જીવનની ક્ષુદ્ર વિગતો તો ક્યાંય બળી જાય છે. એમના કવનમાંથી એક નિજાનંદી, સંસારથી સદંતર બેપરવા અને પરમાત્માના માર્ગે ઊર્થ પ્રયાણ કરનાર મુમુક્ષુની પ્રતિભા સ્વયમેવ ઉપસી આવે છે. ભૌતિક જગતની કોઈ પળોજણ એમને સ્પર્શી શકતી નથી. સંપ્રદાયના વાડા એમના ચિત્તને કેદ રાખી શકતા નથી.
આત્મિક ઘર્મને નામે ચાલતી અને ફૂલી-ફાલતી વાદવિવાદો અને મતમાતાંતરોના દુનિયા તરફ આનંદઘનને ભારે નફરત હતી. એમના કવનમાંથી જ આત્મસાધનાને માર્ગે પરમાત્માને પામવા માટે પ્રયત્ન કરનાર સાચા સાધકનું વ્યક્તિત્વ જાણવા મળે છે. આત્મા જ્યારે પરમાત્મા બની જાય છે. ત્યારે યોગી આનંદઘનના અંતરમાંથી આપોઆપ આત્મા અને ૫મરાત્માની એકરૂપતાનો અનુભવ શબ્દસ્થ થઈને પ્રગટે છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
31A
અનુભવ ૨સ
અહો હું અહો હું મુઝને કહ્યું, નમો મુઝ નમો મુઝ રે,
ધ
(સ્તવનઃ ૧૬, ગાથાઃ ૧૩) સાધનાની પહેલી શરત હુંપણાનો અને મારાપણાનો ત્યાગ છે. અ ંત્વ અને મમત્વના મોહને મારીને જ આ માર્ગે આગળ વધી શકાય છે. સાધક આનંદઘન તો પોતાના પ્રીતમ ઋષભ જિનેશ્વર સાથે પ્રીત લગાડીને બેઠા છે. આ પ્રીત એવી છે કે જે એકવાર જાગે તો જન્માંતરેય જતી નથી. એ આદિ અનંત છે, જેનો આરંભ છે, પણ છેડો નથી. જે એકવાર બંધાય તો મૃત્યુ કે કાળનાં બંધનો પણ એને છેદી શકતાં નથી. પ્રભુ પ્રત્યેની આવી પ્રીતમાં લગની લગાડીને બેઠેલો સાધક પોતાની જાતનું તો પરમાત્મામાં ક્યારનોય વિલોપન કરીને બેઠો હોય છે
આવા અલક્ષ્યને લક્ષ્ય કરનારા સંતોની પરમ ઉજ્જવળ પરંપરાનાં મધ્યકાલીન સાહિત્યમાં દર્શન થાય છે. મધ્યકાલીન સાહિત્યમાં પ્રેમાનંદ કે શામળ જેવા સર્જકો કૃતિને અંતે પોતાનો પરિચય આપતા હોય છે. પોતાનું નામ, જ્ઞાતિ, સ્થળ તેમજ કૃતિનું પ્રયોજન દર્શાવતા હોય છે, જ્યારે આનંદઘનની કોઈ કૃતિમાં એવો પરિચય સાંપડતો નથી. કવિનું ઉપનામ આનંદઘન છે અને એ આનંદઘન ઉપનામ સિવાય એમણે એમનું મૂળનામ પણ એમની કૃતિઓમાં કોઈ ઠેકાણે દર્શાવ્યું નથી.
માત્ર એક પદમાં આ મસ્ત એકલવિહારી આત્મસાધકે અનોખી રીતે પોતાની ઓળખ આપી છે. આ પદમાંથી એમની આનંદમતાનું જ સૂચન મળે છે. આનંદઘનનાં માતાપિતા કોણ? એમની જાતિ કે જ્ઞાતિ કઈ? એ સઘળાને તેઓ આનંદઘન તરીકે ઓળખાવે છે. સચ્ચિદાનંદની પરમ અનુભૂતિ વખતે સાધકનું વ્યક્તિત્વ એમાં કેટલું બધું ઓતપ્રોત થઈ જાય છે, તે આ પદમાં દર્શાવે છે.
ધમેરે પ્રાન આનંદઘન, તાન આનંદઘન,
માત આનંદઘન, તાત આનંદઘન,
ગાત આનંદઘન, જાત આનંદઘન.
આ પદની પંક્તિએ પંક્તિમાંથી ઊછળતા આધ્યાત્મિક આનંદની મસ્તીની છાલક અનુભવાય છે. સાધકની અવર્ણનીય દશાની મસ્તીનાં આ શબ્દોમાં તાદ્દશ્ય દર્શન થાય છે.
અલક્ષ્યને લક્ષ્ય કરનારા આવા યોગી આનંદઘનજીના ‘અનુભવ રસ’ નું પાન કરાવવા બદલ પૂ. ડૉ. જસુબાઈ સ્વામીને હું અભિવંદના કરૂં છું.
Page #44
--------------------------------------------------------------------------
________________
32
અનુભવ રસ ककककककक्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क
પ્રાસ્તાવિક
– પૂ. ડો. જશુબાઈ મહાસતીજી
भवबीजांकुरजनना, रागादयः क्षयमुपागता यस्य। ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै।। ભવરૂપી બીજનાં અંકુર છે એવા રાગ-દ્વેષાદિનો જેમણે ક્ષય કર્યો છે એવા બ્રહ્મા હો, વિષ્ણુ હો અથવા હરિ કે જિનેશ્વર હો, તેમને હું નમસ્કાર કરું છું.
સાધકની સાધનાનું લક્ષ્યબિન્દુ છે પરમપદની પ્રાપ્તિ એ પરમપદ સાથે સદ્ગ સંયોગ કરાવે છે. સદ્ગના પ્રેરણા તથા આશિષ સિવાય સાધક કોઈ પણ કાર્યમાં સફળ થઈ શકતો નથી. સદ્ગર એટલે મારે માટે ગુરુમાતા. જેના હૃદયમાં મા જેવું વાત્સલ્ય હોય તેવાં ગુણી તે ગુરુમાતા.
" જેની આંખમાંથી નર્યો નેહ નીતરતો રહે છે, વાણીમાં વાત્સલ્ય ધારા વહે છે, તેમજ જેનું દિલ દરિયાવ છે એવા મારાં ગુરુણી (બાપજી) અધ્યાત્મયોગિની બા. બ્ર. પૂ. લલિતાબાઈ સ્વામી સાથે અમે ૧૯૭૪માં પૂર્વ ભારતમાંથી પાછાં ફરી મુંબઈમાં પ્રવેશતાં હતાં ત્યારે એમના મુખમાંથી અમીઝરતી વાત્સલ્યભરી, મૃદુવાણી નીકળી. એમણે મને કહ્યું, “જશી! સાધુ જીવનમાં થોડા વ્યવહારજ્ઞાનની પણ આવશ્યકતા રહે છે. મારી ઈચ્છા છે કે તું એસ. એસ. સી. ની પરીક્ષા પણ આપ અને એમાં પણ આગળ વધ.' ન ખબર બાપજીએ મારામાં શું જોયું? મારી દીક્ષા પૂર્વે મેં
Page #45
--------------------------------------------------------------------------
________________
33
અનુભવ ૨સ
ફક્ત સાત ગુજરાતી સુધીનો અભ્યાસ કર્યો હતો. દીક્ષાજીવનમાં જૈન સ્થાનકવાસી પાથર્ટી બોર્ડની, જૈન સિદ્ધાંતાચાર્ય સુધીની પરીક્ષા પસાર કરી હતી. ત્યારબાદ ગુરુણીની આજ્ઞા અને તેઓશ્રીની હિતશિક્ષાને હૃદયમાં અવધારીને મેં ૧૯૭૪ માં સીધી એસ. એસ. સી. ની પરીક્ષા આપી. એ અરસામાં અમારા ઠાણા ૮નું (આઠ સાધ્વીના સમુદાયનું ) ચાતુર્માસ માટુંગામાં હતું. તે વખતે સુજ્ઞશ્રાવક શ્રી સુબોધભાઈ ઘાટલિયા મારા પરિચયમાં આવ્યા અને મારી પરીક્ષાની વ્યવસ્થાનો બધો ભાર એમણે ઉપાડી લીધો. ત્યારપછી ૧૯૭૬ માં એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીની બી. એ. ની પહેલા વર્ષની પરીક્ષા મેં આપી. આમ અનુક્રમે અભ્યાસમાં આગળ વધતાં છેવટે ૧૯૮૧ માં મેં એમ. એ. ની પરીક્ષા પાસ કરી. મારા
આ અભ્યાસમાં વેગ તથા ઉત્સાહ પ્રેરનાર મારા ધર્મબંધુ સુબોધભાઈ ઘાટલિયાએ તથા શ્રીમતી સરોજબેન ઘાટલિયાએ ઘણી જહેમત ઉઠાવી છે. એથી જ હું એમ. એ. સુધી પહોંચી શકી. તેમણે પોતાની સગીબહેનથી પણ વિશેષ પ્રેમ આપીને મારા અભ્યાસને વેગ આપ્યો. ઉદાર દિલે તન, મન, ધન અને સમયનો ભોગ આપ્યો. તેમના એ સ્નેહને હું કેમ વિસરી શકું?
૧૯૮૧ માં એમ. એ. ની પરીક્ષા પૂર્ણ કર્યા પછી ફરીથી દક્ષિણ ભારતમાંથી વિહાર કરીને અમે પાછા મુંબઈમાં પ્રવેશ કર્યો ત્યારે ભીવંડીમાં અનન્ય ભક્તહૃદયી શ્રીમતી સરિતાબેન રમેશભાઈ મહેતા (પાલનપુ૨વાળા ) વગેરે ચાર પાંચ બહેનો દર્શનાર્થે આવ્યાં. સરિતાબેને ત્યારે એવી ભાવના વ્યક્ત કરતાં કહ્યું, ‘મહાસતીજી ! આપ જો પીએચ. ડી. નો અભ્યાસ કરો તો એના સંપૂર્ણ સહકા૨ની જવાબદારી ઉપાડવાની મારી ભાવના છે. ' આ શબ્દોએ મારા હૃદયમાં ઉત્સાહ પ્રેર્યો. સરિતાબેન વારંવાર દર્શનાર્થે આવતાં રહ્યાં અને પીએચ. ડી. ની યાદ અપાવતાં રહ્યાં.
9
ઇ. સ. ૧૯૮૮ માં મારા વડીલ ગુરુભગની તત્ત્વચિંતક બા. બ્ર. પૂ. તરુબાઈ સ્વામી (M. A. Ph. D.) ની નિશ્રામાં અમારું ચાતુર્માસ ઘાટકોપર હીંગવાલાલેનમાં થયું. મારા ગુરુભગિનીની પ્રેરણા તથા પ્રભાવથી કેટલાક વિદ્વાનો સાથે મારે પીએચ. ડી. ના વિષય માટે ચર્ચાઓ
Page #46
--------------------------------------------------------------------------
________________
અનુભવ ૨સ
34
થઈ. તદુપરાંત મુંબઈમાં વિદ્વર્ય ડો. શ્રી રમણભાઈ શાહ તથા ડો. કલાબેન શાહ સાથે પણ કેટલાક વિષયો પર ચર્ચા વિચારણા થઈ. છેવટે ડો. રમણભાઈ શાહની પ્રેરણાથી ‘અવધૂત યોગી શ્રી આનંદઘનજી'નો વિષય લેવા માટે મારું મન ઠર્યું. અને તે માટે મનથી નિર્ણય કર્યો. મારા મનની એક જ ઈચ્છા હતી કે પીએચ. ડી. નો અભ્યાસ મારા સાધકજીવનમાં વિશેષ ઉપયોગી થાય તેવો હોય તો સારું. વળી બાહ્ય ક્રિયારૂપ સાધના ઉપરાંત અંતરનું પરિવર્તન કરી યથાર્થ સ્વરૂપ દશા પ્રગટ કરવામાં પ્રે૨ક બને. નિષ્પક્ષ તથા સાંપ્રદાયિક સંકુચિતતાથી મુક્ત હોય તેવા સાહિત્યનું અધ્યયન કરવાનું મળે તો વધુ આનંદ થાય, કા૨ણ કે આત્મજ્ઞાની સંતહૃદય કોઈપણ સંપ્રદાયનાં બંધનમાં રહી ન શકે. મારી તે ઈચ્છા ડો. રમણભાઈની સલાહથી પૂર્ણ થઈ. ડો. રમણભાઈ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા છે, એટલે એમના માર્ગદર્શન હેઠળ મારો વિષય રજિસ્ટર કરાવવાનું શક્ય નહોતું. એટલે એમની જ ભલામણથી મેં ડો. કલાબેન શાહના માર્ગદર્શન હેઠળ મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ. ડી. ના વિદ્યાર્થી તરીકે નામ રજિસ્ટર્ડ કરાવ્યું. મારા આ શોધ-પ્રબંધના કાર્યમાં સૌથી વિશેષ સહકાર ડો. રમણભાઈ શાહનો મલ્યો છે. તેઓ પોતાના મુંબઈના જીવનમાં પૂર્ણરૂપેણ વ્યસ્ત હોવા છતાં, મારા માટે સમય ફાળવી મને માર્ગદર્શન આપ્યું છે. ડો. રમણભાઈનો મને સાથ મળ્યો ન હોત તો કદાચ મારું આ વિશાળ કાર્ય આટલું જલદી પાર પડયું ન હોત. કેટકેટલી પ્રવૃત્તિઓથી ઘેરાયેલા હોવા છતાં સમય કાઢી તેમણે મને અભ્યાસમાં ઉત્સાહ આપ્યો છે. તેમની નમ્રવાણી, હૃદયની વિશાળતા ને આંખમાંથી ઝરતી વાત્સલ્યધારા એક પિતાની યાદ પણ ભુલાવી દે તેવી છે પ્રેમ અને સ્નેહથી, આદરભાવ જાળવી, મને પ્રેમપૂર્વક અભ્યાસ કરાવ્યો. તેઓશ્રીની આ અતિ વિદ્વતાપૂર્ણ તલાવગાહી નિષ્કામ સેવાને હું કેમ ભૂલી શકું ? મહર્ષિ દયાનંદ કોલેજના પ્રોફેસર ડો. કલાબેન શાહે મારા આ શોધ-પ્રબંધનાં માર્ગદર્શક તરીકે યુનિવર્સિટીની વહીવટી જવાબદારીઓ ઉપાડી લેવા ઉપરાંત જ્યાં જ્યાં અમારો વિહાર તથા ચાર્તુમાસ હોય ત્યાં જાતે આવીને ઘણું કાર્ય કર્યું છે. તેમણે પોતાના મુંબઈના હાડમારી ભરેલા જીવનમાંથી તથા કોલેજના બહોળા કાર્યમાંથી
Page #47
--------------------------------------------------------------------------
________________
35
અનુભવ રસ સમય કાઢી, મને ઘણું સરસ માર્ગદર્શન આપ્યું છે. તે સહયોગ તથા સેવા પણ કેમ વિસરી શકું?
પીએચ. ડી. માટે મારો વિષય રજિસ્ટર કરાવી મેં મારું સંશોધન કાર્ય શરૂ કર્યું. અવધૂત કવિ આનંદઘનજી વિશે અત્યાર સુધીમાં ઠીક-ઠીક લખાયું છે. એ બધાંનો અભ્યાસ તુલનાત્મક દૃષ્ટિથી મેં કર્યો છે. આનંદઘનજી વિશે આ શતકમાં સૌથી પ્રથમ અને સંગીન કાર્ય કર્યું હોય તો તે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિએ. પરંતુ એમણે ફક્ત પદોનું જ વિવેચન કર્યું છે. સ્તવનોનું વિવેચન એમણે કર્યું નથી. આનંદઘનજીનાં સ્તવનો વિશે શ્રી મોતીચંદ કાપડિયાએ ઘણા વિસ્તારથી વિવેચન કર્યું છે. તદુપરાંત
એમણે પદોનું વિવેચન પણ કર્યું છે, પરંતુ તે સ્તવનના વિવેચન જેટલું વિસ્તૃત નથી. આ ઉપરાંત શ્રીમદ્રાજચંદ્ર, શ્રી પ્રભુદાસ પારેખ, શ્રી કુંદકુંદસૂરિ, શ્રી ભુવનભાનુસૂરિ, શ્રી ભુવનરત્નસૂરિ, શ્રી સહજાનંદજી (હપીવાળા), શ્રી બિરાવચંદ જરગડ, ડો. કુમારપાળ દેસાઈ વગેરેએ આખી ચોવીસી ઉપર અથવા છૂટક કોઈ સ્તવન ઉપર વિવરણ કર્યું છે. આ બધા લેખકોની હું અત્યંત ઋણી છું, મારા લેખનમાં એ બધાના નિચોડરૂપે લખવા ઉપરાંત આધ્યાત્મિક દૃષ્ટિથી પણ કેટલુંક તુલનાત્મક વિવેચન મેં કર્યું છે.
આ લેખનકાર્ય કરવામાં વિષય જ એવો છે કે કેટલીક પુનરુક્તિ આવ્યા વગર રહે નહિ. તેમ છતાં શક્ય તેટલી તે નિવારી છે. કેટલેક સ્થળે સ્તવન તથા પદના મૂળ શબ્દો એ જ પ્રમાણે રાખ્યા છે, એની જોડણી પણ મૂળ પ્રમાણે રાખી છે ક્યાંક વિદ્વાનોનાં અવતરણોમાં, કેટલાંક અવતરણ ચિહ્નોમાં અનુકૂળતા ખાતર નજીવી છૂટ લીધી છે, જે ક્ષમ્ય ગણાય એવી છે. એમ છતાં ક્યાંય પણ પદ્ધતિની દૃષ્ટિએ અનવધાન દોષથી ક્ષતિ રહી ગઈ હોય તો તે માટે ક્ષમાપ્રાર્થી છું.
મારા આ સંશોધન કાર્યમાં સર્વપ્રથમ હું ઋણી છું મારા ગુરુણદેવ પૂ. બાપજીની તથા મારા વડિલ ગુરુભગિની બા. બ્ર. પૂ. તરુબાઈ મહાસતીજીની. તે બંનેની શુભ આશિષ મારા પર નિરંતર વરસતી રહે છે. તેમજ ૧૯૯૧ માં મારા ગુરણી સાથે દેવલાલી રાજગૃહી ખાતે ચાતુર્માસ રહેવાનો સુયોગ સાંપડ્યો. ગુરુણદેવની મીઠી નજર તથા નાની ગુરુ
Page #48
--------------------------------------------------------------------------
________________
36
અનુભવ રસ ભગિનીઓની સેવાથી મારા કાર્યને ઘણો વેગ મલ્યો મને સમયે સમયે પૂ. તરુબાઈસ્વામી માર્ગદર્શન આપતાં રહ્યાં છે તથા દરેક પ્રકારની અનુકૂળતા કરી આપતાં રહ્યા છે. તદુપરાંત મારાથી નાનાં સાધ્વીરત્ના શ્રી વસુલાઈ સ્વામી, શ્રી સુમિત્રાબાઈ, શ્રી અરુણાબાઈ, શ્રી જયવતીબાઈ, શ્રી મીરાંબાઈ, શ્રી શ્વેતાબાઈ, શ્રી મીતલબાઈ, શ્રી શ્રેયાબાઈ, શ્રી દત્તાબાઈ તથા શ્રુતિબાઈ વગેરેનો પણ મને સવિશેષ સહયોગ મળતો રહ્યો છે. જો તેમનો સાથ તથા સહકાર ન મળ્યો હોત તો આ વિશાળ કાર્ય પાર પાડવું મારે માટે અતિ મુશ્કેલ હતું. શ્રી અરુણાબાઈ, શ્રી મીરાંબાઈ તથા શ્રી શ્રુતિબાઈ વગેરેએ મારે માટે જરૂરી એવા જુદી-જુદી લાયબ્રેરીમાંથી પુસ્તકો મંગાવી મને મોકલાવતાં રહ્યાં હતાં તથા અભ્યાસમાં અધિક સમય મળે તેની કાળજી શ્રી અરુણાબાઈ સવિશેષ રાખતા હતા.'
આ બધાંમાં સાધ્વીરત્ના શ્રી શ્રેયાબાઈએ મને આ કાર્યમાં ઘણો સાથ અને સહકાર આપ્યો છે. મારા જમણા હાથની માફક તેમણે કામ કર્યું છે. પદોની નકલ કરવાનું તથા આખા મહાનિબંધની છેવટની નકલ તૈયાર કરવાનું તેમણે ભૂખ-તરસ, ઊંઘ કે આરામની પરવા કર્યા વિના સતત દોઢ વરસથી મારી સાથે રહીને કામ કર્યું છે અને મારા આ કાર્યને ઘણી સારી રીતે પાર પાડયું છે. તેમની શ્રુત ભક્તિ ભૂલી શકાય નહીં તેવી છે.
મારા આ સંશોધનમાં શ્રી વિ. સ્થા. જૈન સંઘ કાંદાવાડી, શ્રી વ. સ્થા. જૈન વાલકેશ્વર સંઘ, શ્રી વ. સ્થા. જૈન ઘાટકોપર ગારોડિયાનગર સંઘે પણ જે સુંદર આર્થિક સહયોગ આપ્યો છે તેની અનુમોદના કરું છું.
મારા આ શોધપ્રબંધ નિમિત્તે એક અથવા અન્ય પ્રકારનો જેમના તરફથી ઉમળકાભર્યો સહયોગ મળ્યો છે. એવા ડો. દિનેશભાઈ ભટ્ટ, શ્રી ગુલાબભાઈ દેઢિયા, શ્રી હસમુખભાઈ અજમેર, શ્રી ચંપકભાઈ ચત્રભુજ વેકરીવાલા, શ્રી ભોગીભાઈ મોદી, શ્રીમતી ચારુબહેન કિશોરભાઈ મહેતા, શ્રીમતી અનિલાબહેન કાન્તિભાઈ કોઠારી, કુ. બીના દોમડિયા કુ. અમિષા શાહ વગેરે માટે હું હર્ષ વ્યક્ત કરું છું.
મને કહેતાં સવિશેષ આનંદ થાય છે કે મારા આ સંશોધન કાર્યમાં સલ્તાની એવા શ્રી રાકેશભાઈનું પણ માર્ગદર્શન મળ્યું છે. તદુપરાંત
Page #49
--------------------------------------------------------------------------
________________
37
અનુભવ રસ
તેમણે થિસિસની ઝેરોક્ષ કરાવી આપવામાં પણ સારી સહાય કરી છે. મારા આ શોધ-પ્રબંધ નિમિત્તે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે કોઈનો સહકા૨ને સદ્ભાવ સાંપડયો છે તે સર્વેની હું કૃતજ્ઞભાવે અનુમોદના કરું છું. છદ્મસ્થ અવસ્થાના યોગે આ શોધ નિબંધમાં કોઈ પણ સ્થાને ક્ષતિ રહી ગઈ હોય તથા કોઈ સ્થાને વિષયની કે વાક્યની પુનરુક્તિ થઈ હોય તો તે બદલ ક્ષમા યાચું છું. લેખન કાર્યમાં ક્યાંય પણ જિનાજ્ઞા વિરુદ્ધ લખાણ થયું હોય તો અનંત સિદ્ધો તથા ગુરુ ભગવંતની સાક્ષીએ મિચ્છામિ દુક્કડં કરું છું.
કવિશ્રી આનંદઘનની વાણી ઉપર ચિંતન તથા સ્વાધ્યાય કરવાનો જે અમૂલ્ય અવસર મને મલ્યો હતો. તે હવે મળવો મુશ્કેલ છે માટે જ કવિ કહે છે,
‘બેઠેર બેઠેર નહિ આવે, અવસર બેઠેર બેઠેર નહિ આવે.’
સાધ્વી જશુબાઈ
Page #50
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
38
कककककककककककककककककककककककक
આનંદઘનજીનું જીવનવૃત્તાન્ત
આધુનિક સમયમાં ઘણા લેખકો પોતાની સળંગ આત્મકથા લખે છે. કેટલાક લેખકો સ્વાનુભવના પ્રસંગો લખે છે. આત્મકથાના સ્વરૂપનો વિકાસ ઓગણીસમી અને વીસમી સદીમાં ઘણો થયો છે. જીવનચરિત્ર લખવાની પ્રથા પણ આ બે સૈકામાં ઘણી વિસ્તાર પામી છે. મુદ્રણ કાર્યની સુલભતાને કારણે ગદ્યનો પણ મહિમા વધ્યો અને ત્યારથી અનેક ગદ્યકૃતિઓ દુનિયાની તમામ ભાષાના સાહિત્યમાં લખાવા લાગી છે. આથી સ્વભાવિક રીતે જ કેટલાક લેખકો આત્મચરિત્ર લખવા પ્રેરાય છે.
પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં જ્યારે મુદ્રણકાર્યની શોધ થઈ નહોતી અને કૃતિઓ હસ્તપ્રતોમાં લખાતી હતી, ત્યારે શબ્દનું મહત્ત્વ ઘણું હતું. કૃતિઓ બહુધા પદ્યમાં લખાતી. વળી, આત્મકથાત્મક કૃતિઓનું બહુ ગૌરવ થતું નહિ, કારણ કે તેમાં આત્મશ્લાધા આવી જવાનો ભય રહેતો. સવિસ્તર જીવનચરિત્રો લખવાની પણ પ્રથા નહોતી, કારણ કે કવિ-લેખકોને અને વાચકો-શ્રોતાઓને સારભૂત તત્ત્વ સાથે વધુ નિસ્બત હતી. માત્ર મનોરંજનાર્દૂ સાહિત્ય એકંદરે ઓછું લખાતું. જીવનોપયોગી, માર્ગદર્શક, પ્રેરક, ઉદ્ધોધક સાહિત્યનો મહિમા સમાજમાં સવિશેષ હતો. આથી જ સ્થૂળજીવનની નાની નાની વિગતોની આધારભૂત માહિતી લખી લેવાની કે સંઘરવાની વૃત્તિ એકંદરે લોકોમાં ત્યારે ઓછી હતી. વળી જે કંઈ આધારભૂત માહિતી ઉપલબ્ધ હોય તે શ્રવણ પરંપરામાં કાળક્રમે થોડી-વધુ લુપ્ત થઈ જતી. આથી જ ભારતના મધ્યકાલીન સંતો, કવિઓ, શ્રેષ્ઠીઓ, સમાજનેતાઓ વગેરે વિશે આધારભૂત માહિતી અલ્પ પ્રમાણમાં ઉપલબ્ધ છે. સાલવારીની બાબતમાં તો ઘણી અનિશ્ચિતતા પ્રવર્તતી હોય છે. અલબત્ત, સંતોના જીવનની આસપાસ ચમત્કાર ભરેલી
Page #51
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ ઘણી દંતકથાઓ પ્રચલિત બની જતી હોય છે. એ દરેકમાં તથ્ય કેટલું હોય છે એ સંશોધનનો પ્રશ્ન રહે છે. જ્યારે આવી સ્થિતિ પ્રર્વતતી હોય છે ત્યારે ચરિત્રનાયક વિશે શક્ય તેટલી માહિતી મેળવવા જે પ્રયત્ન કરવો પડે છે તેમાં બાહ્ય અને આંતર પ્રમાણો ઉપર આધાર રાખવો પડે છે.
કવિ આનંદઘનજીનો જીવનકાળ તે અકબર બાદશાહના જીવનના અંતિમ વર્ષો અને જહાંગીર બાદશાહનો શાસનકાળ. એ કાળ ભૌતિક દૃષ્ટિએ સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિનો કાળ હતો. હિન્દુ અને મુસલમાન લોકો વચ્ચે ધાર્મિક વૈમનસ્ય રહ્યું ન હતું. જૈનો તો અહિંસાના પૂજારી એટલે સુસંવાદી જીવનના હિમાયતી કહેવાય. આવા આ કાળમાં દેખીતી રીતે જ શાસનકર્તાઓની જીવનપ્રણાલીનો પ્રભાવ લોકોના જીવન ઉપર પડે. એક ફક્ત ભાષાની દૃષ્ટિએ જ વિચારીએ તો અરબી-ફારસી ભાષા યવનોની ભાષા ગણાય. સંસ્કૃતના હિમાયતી હિન્દુ પંડિતો માટે તો તે સર્વથા વર્જય ગણાય. પરંતુ આનંદઘનજીના સમયમાં આવો ભાષાવિરોધ રહ્યો ન હતો. તેથી એ કાલમાં કેટલાયે કવિઓની કવિતાની ભાષા ઉપર અરબી-ફારસી ભાષાની ઘણી મોટી અસર પડી છે. આનંદઘનજી, યશોવિજયજી, સમયસુંદર, ગુણવિનય, સહજસુંદર વગેરે તત્કાલીન ઘણા કવિઓની કૃતિઓમાં કેટલાયે અરબી ફારસી શબ્દો આવે છે. એનો અર્થ એ થયો કે અરબી ફારસી ભાષાને માત્ર જીવનવ્યવહારમાં જ સ્થાન ન મળતાં કવિતાઓમાં પણ પ્રતિષ્ઠાભર્યું સ્થાન મળી ગયું હતું. આનંદઘનજીનાં સ્તવનોમાં અને વિશેષતા પદોમાં આપણને અરબી ફારસી શબ્દો જોવા મળે છે.
દિલ્હીની ગાદી ઉપર બાબરથી શરૂ કરીને મોગલ બાદશાહોએ જે સામ્રાજ્ય વિસ્તાર્યું કે રાજસ્થાન અને ગુજરાત સુધી વિસ્તર્યું હતું. મોગલ બાદશાહોમાં સુવર્ણકાળ તે અકબર બાદશાહનો ગણાય છે. અકબરના પુત્ર જહાંગીરના સમયમાં પણ આ પરંપરા સારી રીતે જળવાઈ રહી હતી. બાબરનો સમય તે સંઘર્ષનો સમય હતો. અકબર અને જહાંગીરનો સમય શાંતિ અને સમૃદ્ધિનો કાળ હતો. શાહજહાંનો ઉત્તરકાળ અને ઔરંગજેબનો જીવન કાળ તે ફરી સંઘર્ષનો સમય બની ગયો હતો. શહેનશાહ અકબરનો કાલ સુવર્ણયુગ તરીકે બની ગયો, કારણ કે તેના
Page #52
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
40
મૂળમાં અકબરની ઉદાર ધર્મદેષ્ટિ હતી. અકબર બાદશાહના દરબારમાં હિન્દુ પંડિતો, કલાકારો અને ધર્માચાર્યોને માનભર્યુ સ્થાન હતું. તેવી જ રીતે અકબર બાદશાહ ઉપર તેમના ઉત્તરજીવનમાં જૈનઆચાર્યોનો ઘણો મોટો પ્રભાવ પડયો હતો. શ્રી હીરવિજયસૂરિને અકબર બાદશાહે પોતાના દરબારમાં પધારવા માટે ઠેઠ ગંધાર (કાવી પાસે ) નિમંત્રણ મોકલાવ્યું હતું. હીરવિજયસૂરિ પાદવિહાર કરીને દિલ્હી પહોંચ્યા હતા. તેમણે અકબર બાદશાહને પ્રતિબોધ કર્યો હતો. જ્યારે હીરવિજયસૂરિ વિહાર કરી ગુજરાત ત૨ફ પાછા ફરવાનો વિચાર કરે છે, ત્યારે અકબર બાદશાહની વિનંતીથી પોતાના તેજસ્વી શિષ્ય શાંતિચંદ્ર ઉપાધ્યાયને થોડો વધારે સમય અકબર બાદશાહ પાસે રોકાવાનું કહે છે. શાંતિચંદ્ર પણ તપસ્વી અને સાધક હતા. તેમના પ્રભાવથી અકબર બાદશાહનું વલણ જૈનધર્મ ત૨ફ વધુ અને વધુ ઢળતું ગયું હતું, તે એટલી હદ સુધી કે અકબર બાદશાહ જીવનના છેલ્લાં વર્ષોમાં શુદ્ધ શાકાહારી બની ગયા હતા. એક માંસાહારી મુસલમાન બાદશાહ જૈન સાધુઓના પ્રભાવથી શાકાહારી બને એ ઘટના કાલ્પનિક નથી, પણ ઐતિહાસિક છે. આ ઘટનાનો ઉલ્લેખ અંગ્રેજ ઇતિહાસકારોએ પોતાના ઇતિહાસમાં કર્યો છે અને ખુદ મુસલમાન ઇતિહાસકારોએ પણ આ ઘટનાનો સ્વીકાર કર્યો છે.
આવા આ કાળમાં ઉપાધ્યાય યશોવિજયજી આનંદઘનજી, સત્યવિજયજી, સમયસુંદર વગેરે ખ્યાતાનામ કવિઓ જૈન પરંપરામાં થઈ ગયા.
આનંદઘનજીનો જન્મકાળઃ
સત્તા પિપાસુ સાધકો, સત્ને પામવા માટે સત્ની શોધમાં જેમ બાહ્યદૃષ્ટિએ દુનિયાની વિવિધ દિશાઓમાં ધૂમે છે તેમ આવ્યંતર દૃષ્ટિએ આત્માના અતલ ઊંડાણમાં ચાલ્યા જાય છે. સ્વાધ્યાય એ એમનું વસન અને ધ્યાન એ જ એમનું ભોજન બને છે. આવા સંતોની ઓળખ તેમના દેહથી કે દૈહિક ક્રિયાથી નહીં, પણ તેમનાં જ્ઞાનથી થાય છે. માટે જ કબીરે કહ્યું છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
-
41
અનુભવ રસ જાતિ ન પૂછો સાધુ કી, પૂછ લીજીએ જ્ઞાન,
મોલ કરો તરવાર કા, પડી રહન દો મ્યાન. તરવારની કિંમત તેની ધારથી થાય છે, નહિ કે તેના મ્યાનથી, તેવી રીતે સાધુસંતોની કિંમત તેમના સ્થૂલજીવનથી કે ક્રિયાથી નહીં, પણ ક્રિયા કરનાર અખંડ આત્મતત્ત્વથી થાય છે.
અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજના જન્મ કાળ વિષે તથા જન્મ સ્થળ વિષે જુદા જુદા મત પ્રવર્તે છે, કારણ કે તે વિશે નક્કર પુરાવા મળતા નથી.
- આનંદઘનજીના જન્મસ્થળ કે જીવનકાળ વિશે કોઈ બાબત કે આંતરિક પ્રમાણો હજુ સુધી મળ્યાં નથી. કોઈ પાદુકા, કોઈ શિલાલેખ કે કોઈ ચરિત્રકૃતિ તેમના વિશે ઉપલબ્ધ નથી. આનંદઘનજીએ પોતે પણ પોતાની કૃતિઓમાં પોતાના જીવન વિશે કોઈ ઉલ્લેખ કર્યો નથી. તેમણે તેમાં પોતાના ગુરુનું કે ગુરુબંધુનું કે પાટપરંપરાનું કે કૃતિના સર્જનના સ્થળનું નામ પણ લખ્યું નથી. એટલે એ વિશે તર્ક અને અનુમાનને આધારે જ કેટલીક બાબતો વિચારવાની રહે છે. - શ્રી આનંદઘનજી વિક્રમના સત્તરમા સૈકામાં થયા હતા એ હકીકત નિર્વિવાદ છે, કારણ કે તેઓ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના સમકાલીન હતા એમ ઉપાધ્યાયજીએ એમને વિશે લખેલી અષ્ટપદી ઉપરથી સ્પષ્ટ થાય છે, શ્રી ઉપાધ્યાય યશોવિજયજી વિક્રમના સત્તરમાં સૈકામાં થઈ ગયા. આથી કવિશ્રી આનંદઘનજીના જન્મકાળનો નિર્ણય કરવા સર્વ પ્રથમ આપણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના જન્મકાળ પર દૃષ્ટિ કરવી ઘટે. વર્તમાનકાલીન શ્રી યશોવિજયજી મહારાજ (શ્રી યશોદેવસૂરિ) લખે છે કે “ ઉપાધ્યાય શ્રી યશોવિજય મહારાજનો જન્મ ગુજરાતના કલોલ ગામની નજીક કનોડુ ગામમાં વિક્રમના સત્તરમાં સૈકાના ઉત્તરાર્ધમાં થયો હતો.” “મુનિશ્રી કાન્તિવિજયજીકૃત સુજસવેલી ભાસ”માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવનની ઘણી વિગતો મળે છે.”
શ્રી મોતીચંદ કાપડિયા લખે છે કે “શ્રી યશોવિજયજી સંબંધી કેટલીક ૧ શ્રી યશોવિજય સ્મૃતિગ્રંથ સંપા=મુનિવર યશોવિજયજી. પૃ. ૨૧ ૨ “જંબૂસ્વામી રાસ” સંપાડો. રમણલાલ ચી. શાહું પૃ. ૧૩૯
Page #54
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
; 42 હકીકત લભ્ય છે. તેઓશ્રીનો દેહોત્સર્ગ ડભોઈ શહેરમાં વિક્રમ સંવત ૧૭૪૫ ના માગશર સુદ અગિયારસે થયો એમ તેઓશ્રીની પાદુકાના લેખથી જણાય છે. આ પરથી વિચારતાં તેઓનો જન્મસમય સંવત ૧૬૭૦થી સંવત ૧૬૮૦ સુધીમાં હોવાનું અનુમાન થાય છે. આ ઉપરથી જણાય છે કે શ્રી આનંદઘનજી પણ સત્તરમાં સૈકામાં વિદ્યમાન હશે. લાભાનંદ એ આનંદઘનજીનું મૂળ નામ હતું. ક્રિયાઉદ્ધારક શ્રી સત્યવિજયજીના લાભાનંદ નાના ભાઈ હતા તે વાત “શ્રી સમેતશિખર તીર્થના ઢાળિયામાં' કહેલ છે તે પરથી જણાય છે; સિવાય કે લાભાનંદ નામના બે સાધુઓ એ કાળે થઈ ગયા હોય. જુઓ
ઇમ કહી સ્વર્ગ સધાયા સૂરિવર, સંઘને વાત સુણાવીજી, સત્યવિજય પન્યાસની આણા, મુનિ ગણમાં વરતાવીજી સંઘની સાથે તેણે નિજ હાથે, વિજય પ્રભસૂરિ થાયિજી, ગચ્છ નિશ્રાએ ઉગ્ર વિહારી, સંવેગતા ગુણ વ્યાપીરે” ૨ તેમના લઘુભાઈ લામાનંદજી તે પણ ક્રિયા ઉદ્ધારકજી.
આમ જો લાભાનંદ તે કવિશ્રી આનંદઘનજી જ હોય તો આનંદઘનજી કરતાં સત્યવિજયજી મોટા હતા. સત્યવિજયનો સ્વર્ગગમનસમય નિશ્ચિત છે, કારણ કે તેમના દેહોત્સર્ગ પછી “એક માસમાં કવિશ્રી જિનહર્ષે નિવણરાસ” ની રચના કરી છે. તેમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે સત્યવિજયના સ્વર્ગગમનનો દિવસ તે સંવત ૧૭૫૬ પોષ સુદ ૧૨ ને શનિવાર છે. આટલી હકીકત પરથી શ્રી યશોવિજયજી મહારાજ તથા સત્યવિજયનો સમય નિર્ણિત થાય છે. ઉપાધ્યાયજી જેવા વિદ્વત્ન શ્રી આનંદઘનજીને અત્યંત આદર આપતા હતા, તેથી અનુમાન થાય છે કે શ્રી યશોવિજયજી કરતાં આનંદઘનજી ઉંમરમાં મોટા હોવા જોઈએ. આનંદઘનજીની ઉચ્ચ આધ્યાત્મિક દૃષ્ટિ અને યોગાભ્યાસની હકીકતો જોતાં વિક્રમ સંવત ૧૬૬૮ માં તેમનો જન્મ થયો હતો અને ૧૭૨૦ થી ૧૭૩૦ માં તેઓ કાળધર્મ પામ્યા હોય એમ જણાય છે. “સત્યવિજયજી
૧ આનંદઘન પદ્ય રત્નાવલી- શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા પૃ. ૩૦ ૨ આનંદઘન એક અધ્યયન- ડો. કુમારપાળ દેસાઈ. પૃ. ૩ અને ૧૭ ૩ જૈન રાસમાળા- પ્રથમ ભાગ પૃ. ૧૧૬
Page #55
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ ક્રિયા ઉદ્ધાર કરી, ઘણાં વરસ સુધી આનંદઘનજી સાથે વનવાસમાં રહ્યા હતા તેમ આત્મારામજી મહારાજ “જૈન તત્ત્વાદર્શમાં' બતાવે છે. '
આચાર્ય ક્ષિતિમોહનસેન આનંદઘનજીનો જન્મ વિ. સં. ૧૬૧૫ અને દેહોત્સર્ગ વિ. સં. ૧૭૩૨ દર્શાવે છે, પરંતુ તે કાળ સ્વીકાર્ય જણાતો નથી. “શ્રી આનંદઘનજીનો જન્મકાળ અષ્ટપદીના આધારે માનવામાં આવે તો ડો. વાસુદેવસિંહ એવો જુદો નિર્ણય તારવે છે કે જો ઉપાધ્યાય યશોવિજયજીનો દેહોત્સર્ગ વિ. સં. ૧૭૪૫ માં થયો હતો અને જો આનંદઘનજીનો દેહોત્સર્ગ ૧૭૩૨માં થયો હોય તો ઉપાધ્યાય યશોવિજયજીએ શ્રદ્ધેય આનંદઘનજીનાં દેહોત્સર્ગ વિશે સ્વાભાવિક રીતે પોતાનો વિષાદ પોતાની કવિતામાં પ્રગટ કર્યો હોય. પરંતુ યશોવિજયજી એ આવો કોઈ શોક વ્યક્ત કર્યો નથી. આથી ડો. વાસુદેવસિંહ આનંદઘનજીનો દેહોત્સર્ગ ઉપાધ્યાય યશોવિજયજી પછી વિ. સં. ૧૭૪૫ પછી થયેલો માને છે.”
“શ્રી વિશ્વનાથ પ્રસાદ મિશ્ર આનંદઘનજીનો સમય વિ. સં. ૧૭૦૦ની આસપાસનો માન્યો છે. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઇ વિ. સં. ૧૯૫૦ થી ૧૭૧૦ સુધી અવશ્ય તેઓ વિધમાન હશે એમ માને છે. આ બધી વાતો પરથી જો ઉપાધ્યાય યશોવિજયજીનો જન્મ આશરે ૧૬૭૦ માનવામાં આવે તો આનંદઘનનો જન્મ આશરે ૧૬૬૦ ગણી શકાય. ડો. કુમારપાળ દેસાઇના મત આનંદઘનજી વિ.સં. ૧૬૬૦ થી વિ. સં. ૧૭૩૦ સુધી હયાત હશે એમ માની શકાય.
આનંદઘનજીની જન્મભૂમિ - કવિશ્રી આનંદઘનજીની જન્મભૂમિ કઈ હતી? તેઓ કઈ જ્ઞાતિના હતા? કોના પુત્ર હતા? વગેરે વિશે આધારભૂત હકીકતો મળતી નથી. કોઈ રાસરૂપે કે ચરિત્રરૂપે પણ કોઈએ લખી નથી. તેથી તેમના વિશે
૧ જૈનતત્ત્વદર્શન. પૂ. આત્મારામજી મહારાજ પૃ. ૫૮૧ २. अपभ्रंश और हिन्दीमें जैन रहस्यवाद. डो.वासुदेवसिंह
પૃ. ૨૦૪ સે ૨૦૬ ૩. નાનંઃ વિત્ત-વિશ્વનાથપ્રસામિશ્ર ૫. ૨૬
Page #56
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
: 44 ઘણી ખરી માહિતી અનુપલબ્ધ જ છે. અલબત્ત, તેમના સંબંધમાં લોકોમાં અનેક કિંવદન્તિઓ પ્રચલિત હતી, પણ આ બધી વાતો અવ્યવસ્થિત આકારમાં મળે છે. વળી તે માટે વિદ્વાનોમાં પણ જુદા જુદા મત પ્રવર્તે છે.
કોઇ પદોની કે સ્તવનોની ભાષાને આધારે જન્મભૂમિનો નિર્ણય કરે છે, પણ ભાષાના આધારે કોઈ કવિનું જન્મ સ્થળ શોધવું તે ઘણું અઘરું કામ છે વળી આનંદઘનજીએ પોતે સ્વહસ્તે કોઈ પદ–વૃત્તિ કે સ્તવનકૃતિની હસ્તપ્રત લખી હોય તેવી કોઈ હસ્તપ્રત મળતી નથી. જેમ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના હસ્તાક્ષરની પ્રતો મળે છે તેમ આનંદઘનજીના હસ્તાક્ષરની કોઈ પ્રત મળતી નથી.
કવિની ભાષાના આધારે જન્મસ્થળની વિચારણા કરતાં શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા લખે છે કે તેઓનું હિન્દી ગુજરાતીના મિશ્રણ છતાં ઉત્તરહિન્દના મૂળ વતનીને મળતું હોય તો તેઓનો જન્મ ઉત્તર હિન્દના કોઈ ભાગમાં થયો હોય, નાની વયમાં ઉત્તરહિન્દના પ્રદેશમાંથી નીકળી ગુજરાતી ભાષા બોલતા એવા પ્રદેશમાં તેઓ હોવા જોઈએ.શ્રી આનંદઘને પ્રથમ સ્તવનોની રચના કરી પછી પદો રચ્યા હશે એવું અનુમાન કરી શ્રી બુદ્ધિસાગરસૂરિ કહે છે કે “ગુર્જર દેશમાં તેમનો જન્મ થયો હોય એમ અનુમાનો વડે નિર્ણય થાય છે.” “ડો. મદનકુમાર જાની એવું અનુમાન કરે છે કે તેઓનો જન્મ ગુજરાતમાં થયો હોય તેવો વિશેષ સંભવ છે. કારણ કે આનંદઘનજીએ કૃતિઓમાં વિશેષપણે શુદ્ધ ગુજરાતી ભાષા અને લોકભાષાના શબ્દોનો સુંદર ઉપયોગ કર્યો છે તે જોવામાં આવે છે. ૨
પરંતુ સંતોના સાહિત્યની ભાષાને આધારે તેમના જન્મસ્થળને શોધવું તે બરાબર નિર્ણાયક ન થઈ શકે, કારણ કે સંતો કોઈ એક સ્થાને સ્થિર રહેતા નથી. તેમની વિહારયાત્રા ચાલતી હોવાને કારણે અનેક પ્રાંતીય ભાષાની અસર તેમની ભાષામાં તથા સાહિત્યમાં મળે છે. બીજી
૧ જૈન કાવ્યદોહન ભા. ૧ શ્રી મનસુખલાલ રવજીભાઈ મહેતા પૃ. ૧૫ ૧. આનંદઘન પદ સંગ્રહ, આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજ. પૃ. ૧૨૪ ૨. નરથાન પર્વ નિરાત મધ્યાતિન–
संत एवम् भक्तकवि। -डो मदनकुमार जानी ५. १९०।
Page #57
--------------------------------------------------------------------------
________________
45
અનુભવ રસ નોંધપાત્ર બાબત એ છે કે જે લહિયાએ હસ્તપ્રત લખી હોય તો લહિયાના પ્રદેશની અસર પણ એના લખાણમાં આવી શકે છે. લોકવ્યાપક બનેલા કવિશ્રીનાં પદો કે સ્તવનોની હસ્તપ્રતોમાં તે સમયની ભાષાની લઢણો અનાયાસે આવી જવા પામી છે.
આનંદઘન બાવીસી' ની હસ્તપ્રતોમાં ગુજરાતી ભાષાનો મરોડ ધરાવતી અને રાજસ્થાની ભાષાનો મરોડ ધરાવતી એવી ભાષા ભૂમિકાના બે પ્રવાહો સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ રીતે સ્તવનો કે પદોની ભાષા પરથી આનંદઘનજીનું જન્મસ્થાન કે જન્મપ્રદેશ તારવવાનું કામ ઘણું મુશ્કેલ છે તો પણ કેટલાંક અનુમાનો થયાં છે. શ્રી મોતીચંદ કાપડિયાના મત પ્રમાણે “આનંદઘનજી” નો જન્મ બુંદેલખંડમાં થયો હતો. બુંદેલખંડમાં હિન્દી તથા મારવાડીના વર્ણસંકર જેવી ભાષા જે હાલમાં પણ વપરાય છે. આ ભાષાનો મોટો ભાગ તેમના પદોમાં જોવા મળે છે. સ્તવનોમાં પણ તેની છાયા સ્પષ્ટ જણાય છે. જેમકે નૈસા લાવા પરે સેવા ચાદર તોરી ગોરી' પદોમાં આ શબ્દપ્રયોગ થયો છે તેવી રીતે
'भाव विवेक के पाउ न आवत
आनंदघन प्रभु पाउ देखावत्' ।
નામ તિ, વેડી, વવાય, વરિયારી, વારે, વરેરી, ઘરેરી નિદvશેરી વગેરે શબ્દો મારવાડી તથા બુંદેલખંડી હિન્દીમાં હોય તેવું લાગે છે. અને એ પરથી તારણ કાઢી શકાય કે - આનંદઘનજીનો જન્મ બુંદેલખંડમાં થયો હોવો જોઈએ.
આનંદઘનજીના જીવનને જાણવા, સત્ય-વિજયગણિના જીવનની હકીકતો ઉપયોગી થશે તેથી મોહનલાલ દલીચંદ દેસાઈ લખે છે, “પં. સત્યવિજયગણિની જન્મ સંવત કે દીક્ષા સંવત મળતી નથી, પરંતુ અનુમાનથી જન્મ સંવત આશરે વિ. સં. ૧૬૫૬ ગણવામાં આવે છે. લાડલુંના ડૂગળ ગોત્રના ઓશવાલ શાહ વીરચંદની પત્ની વીરમદેવી કૂખે તેમનો જન્મ થયો, એમનું શિવરાજ નામ હતું. તેમણે ચૌદ વર્ષની ઉંમરે તપાગચ્છમાં દીક્ષા લીધી હતી અને દીક્ષા પછીનું નામ સત્યવિજયજી ૧. આનંદઘન પદ સંગ્રહ ભા. ૧ : મોતીચંદ ગિરધરલાલ કાપડિયા ૨. જૈન ઐતિહાસિક રાસમાળા ભા.૧ : સંશોધક, મોહનલાલ દલીચંદ દેસાઇ. પૃ. ૩૭
Page #58
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
46 આપવામાં આવ્યું હતું.
શ્રી મોતીચંદ કાપડિયા લખે છે, “પં. સત્યવિજયજી શુદ્ધ ક્રિયાના ચાહક હતા અને ઉપદેશમાં ત્યાગ અને વૈરાગ્ય પર ભાર મૂકતા હતા. તેઓ મેડતા, નાગોર જોધપુર, સોજત તથા સાદડી વગેરે પ્રદેશમાં વધુ વખત વિચર્યા હતા અને એ તરફ ઘણા ચાર્તુમાસ ગાળ્યાં હતાં. પં. સત્યવિજયગણિએ વિ. સં. ૧૭૫૪માં અમદાવાદમાં અને વિ. સં. ૧૭૫૫ માં પાટણમાં ચોમાસું કર્યું. વિ. સં. ૧૭૫૬ માં પોષ મહિનામાં તેઓ બીમાર પડ્યા પાંચ દિવસ બીમાર રહ્યા અને સં. ૧૭૫૬ માં પોષ મહિનામાં પાટણમાં અનશન સ્વીકારી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.”
શ્રી મોતીચંદ કાપડિયાએ બુંદેલખંડમાં જન્મેલા શ્રી ગંભીરવિજયજી પાસેથી આનંદઘનજીનાં પદો અને સ્તવનોનો ભાવાર્થ સાંભળ્યો હતો. શ્રી ગંભીરવિજયજી આનંદઘનજીની ભાષાને સારી રીતે સમજી શકતા હતા, આથી આનંદઘનજીનો જન્મ બુંદેલખંડમાં થયો હશે તેમ માનવા શ્રી ગંભીરવિજયજી પ્રેરાયા હતા. અને તે પ્રમાણે શ્રી મોતીચંદ કાપડિયા પણ માનતા હતા.” - શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે, “હિન્દુસ્તાનમાં (મારવાડ) જેનો જન્મ થયો હોય તે ગુજરાતી ભાષામાં ઘરગથ્થુ શબ્દોનો ઉપયોગ કરી શકે નહિ. કદાપિ મારવાડમાં જન્મ થયો હોય એમ માની લઈએ તો ચોક્કસ એ પ્રમાણે નહીં કહી શકાય અને જો તેઓ મારવાડના હોય તો ગુજરાતી ભાષાના મારવાડી શબ્દોના મિશ્રણ વિનાની ચોવીશી લખી શકે નહિ. તેથી અનુમાન થાય છે કે ગુજરાતમાં જન્મ્યા વિના ગુજરાતી ભાષાના ઘરગથ્થુ શબ્દો વાપરવામાં મુશ્કેલી પડે. મારવાડ દેશમાં જન્મ હોય અને દીક્ષા ગ્રહણ કર્યા પછી ઘણાં વર્ષ પર્યત ગુજરાત દેશમાં રહ્યા હોય, અને એ અરસામાં ચોવીશીની રચના કરી હોય તો કવિશ્રીની રચનામાં ઘરગથ્થુ શબ્દોની પેઠે મારવાડી ઘરગથ્થુ શબ્દોના પ્રયોગથી તે ગુજરાતના હોય તેમ સિદ્ધ થાય છે, વળી કવિશ્રીનું દીક્ષા પછી પ્રથમ
૧. આનંદઘન પદ સંગ્રહ ભા. ૧, મોતીચંદ ગિરધરલાલ કાપડિયા પૃ ૭૮ ૨. આનંદઘન જીવન અને કવન, ડો. કુમારપાળ દેસાઇ ૫ ૨૪
Page #59
--------------------------------------------------------------------------
________________
47
અનુભવ રસ
વિચરણ ગુજરાત દેશમાં થયું હશે. તથા ઘણાં કાળ સુધી ત્યાં વિચર્યા હશે એમ લાગે છે.’૧
શ્રી નટવરલાલ વ્યાસ અનુમાન કરે છે, ‘આનંદઘન ગુજરાતમાં જન્મ્યા હશે અથવા તો ગુજરાતમાં લાંબા સમય સુધી રહ્યા હશે.' ૨ ડો. મદનકુમાર જાની પણ એવું અનુમાન કરે છે, ‘તેઓનો જન્મ ગુજરાતમાં થયો હોય એવો વિશેષ સંભવ છે.'
. ૩
મોહનલાલ દલીચંદ દેસાઇના મત પ્રમાણેઃ ‘શ્રી સમેત શિખરતીર્થના ઢાળિયામાંથી મળેલી માહિતીના પ્રકાશમાં એમના જન્મસ્થાનનો વિચાર કરીએ તો એમ જ થાય છે કે કવિશ્રીનાં મોટાભાઈ પન્યાસ સત્યવિજયજીનો જન્મ લાડલું ગામમાં થયો હતો. આ લાડલું ગામ માળવા તરીકે ઓળખાતા સપાદલક્ષ દેશમાં આવેલું હતું આથી આનંદઘનજીનો જન્મ પણ એ જ સ્થળે થયો હોય અને પછી એમણે સત્યવિજયજીની માફક રાજસ્થાનમાં લાંબો સમય વિહાર કર્યો હોય એમ અનુમાન કરી શકાય છે.’૪
આ રીતે જોતાં શ્રીમદ્ આનંદઘનજીના જન્મ સ્થળ વિષે વિદ્વાનોમાં વિવિધ મતભેદ નજરે પડે છે. સૌરાષ્ટ્ર, ગુજરાત, બુંદેલખંડ, ઉત્તરહિન્દ, રાજસ્થાન વગેરે સ્થળોનાં અનુમાનો વિદ્વાનો દ્વારા કરવામાં આવ્યાં છે પરંતુ આનંદઘનજી રાજસ્થાનના હોય તેવી શક્યતા વિશેષ છે કા૨ણ કે માણસ પોતાની જન્મભૂમિ છોડી ગમે તેટલો દૂર વસે પરંતુ તેના બોલવામાં જન્મભૂમિની ભાષાનાં લક્ષણો ક્યાંક ક્યાંક ક્યારેક આવી જાય છે. ભાષાકીય દૃષ્ટિએ જોતાં આજુબાજુના પ્રાંતની ભાષાનો પ્રભાવ બોલચાલની બોલી પર પડયા વિના રહે નહીં. માટે ભાષાની દૃષ્ટિથી જોતાં તેઓ મારવાડના હશે, ગુજરાતના નહિ એમ જણાય છે.
.
૧. આનંદઘન પદ ભાવાર્થ. ભા. ૨. શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ. પૃ.૭ ૨. મુળરાત છે વિયોંળી હિન્દી- ડો. નવરલાલ વ્યાસ પૃ. ૩૫ - काव्य साहित्यका देन. प्रथम संस्करण
3. राजस्थान एवं गुजरात के मध्य कालीन संत एवं भक्त कवि . ડો. મવનજીના પૃ. ૧૯૦
૪. જૈન ઐતિહાસિક રાસમાળા. સંશોધક–મોહનલાલ દેસાઇ પૃ.ઃ ૩૭
Page #60
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
28
માતા-પિતા, જન્મનામ, દીક્ષાનામ:
શ્રી આનંદઘનજીનાં માતા-પિતા વિષે આજ સુધી કોઈ આધારભૂત માહિતી મળી નથી, પણ ડો. કુમારપાળ દેસાઈ અનુમાન કરતાં લખે છે,
જો સત્યવિજયજી આનંદઘનજીના મોટા ભાઈ હોય તો જે માતા-પિતા સત્યવિજયજીનાં તે જ માતા-પિતા કવિશ્રીનાં પણ હોવાં ઘટે. સત્યવિજયજી
ઓશવાલ શાહ વીરચંદ અને તેની પત્ની વીરમદેની કૂખે જન્મ્યા હતા.” ૧ જો સત્યવિજયજી આનંદઘનજીના સગાભાઈ હોય તો આનંદઘનજીનાં માતા-પિતા પણ એને જ ગણી શકાય.
જેમ સત્યવિજયજીનું ગૃહજીવનમાં નામ શિવરાજ હતું. તેમ આનંદઘનજીનું દીક્ષા નામ લાભાનંદ હતું અને “આનંદઘન એમનું ઉપનામ હતું. અધ્યાત્મયોગી, એકલવિહારી આનંદઘનજીએ પોતાની ઓળખ એક પદમાં નીચે પ્રમાણે અનોખી રીતે આપી છે.
મેરે પ્રાન આનંદઘન, તાન આનંદઘન, માત આનંદઘન, તાત આનંદઘન મેરે. ગાત આનંદઘન, જાત આનંદઘન...મેરે. રાજ આનંદઘન, કામ આનંદઘન, આજ આનંદઘન, લાભ આનંદઘન મેરે. આભ આનંદઘન, ગાભ આનંદઘન,
નામ આનંદઘન, લાભ આનંદઘન...મેરે. એમની ચોવીશી પર સબક લખનાર શ્રી જ્ઞાનવિમલસૂરિ બાવીસ સ્તવનોના સ્તબકને અંતે લખે છે, “લાભાનંદ કૃત તવન એતલા રર દિસઇ છઇ. યદ્યપિ હસ્યું તોહ આપણ હસ્તે નથી આવ્યા અને આનંદઘનની સંજ્ઞા તે સ્વનામની કરી છઈ. એહવું વિંગ (વ્યંગ્ય) સ્વરૂપ મૂકયાથી જણાઇ છઇ તે જાણવું.” “શ્રીમદ્ દેવચંદ્રજી વિચાર રત્નસાર પુસ્તકમાં પ્રવચન અંજન સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન' આ અવતરણ ટાંકીને એવું શ્રી લાભાનંદજીએ કહ્યું છે એમ લખ્યું છે. જેમ શ્રી કપૂરવિજયજીએ પોતાના પદોને “ચિદાનંદ બહોંતેરી' એવું નામ આપ્યું
૧. આનંદઘન એક અધ્યયન, ડો. કુમારપાળ દેસાઈ પૃ. ૨૦
Page #61
--------------------------------------------------------------------------
________________
49
અનુભવ રસ છે તેનું આ ઉપનામ છે તેમ “આનંદઘન બહોંતેરી' માં “આનંદઘન' ઉપનામ છે. આ રીતે જોતાં “લાભાનંદ’ એમની દીક્ષા અવસ્થાનું નામ છે અને આનંદઘન' ઉપનામ છે.
શ્રી આનંદઘનજીની દીક્ષા તથા ગચ્છ:આનંદઘનજીએ દીક્ષા કયા ગચ્છમાં લીધી હતી તે વિષે વિવિધ મંતવ્યો છે. આચાર્ય બુદ્ધિસાગરજી નોંધે છે, “તેઓશ્રી એ તપાગચ્છમાં દીક્ષા અંગીકાર કરી હતી. અને તેમનું નામ લાભાનંદજી હતું.”
આનંદઘનજીનું ચિત્ત વૈરાગ્ય અને અધ્યાત્મજ્ઞાનથી રંગાયેલું હતું તેઓશ્રી સ્વભાવે શાંત અને નિઃસ્પૃહ હશે. તેઓ મધ્યસ્થ દૃષ્ટિથી સત્યનો આદર કરવામાં સદાકાલ તત્પર રહેતા હશે. તેમણે શ્વેતાંબર અને દિગંબર માર્ગના અનેક શાસ્ત્રો વાચ્યાં હશે. તેઓ પોતાના ગુરૂની જેમ તપાગચ્છની સમાચારી પ્રમાણે સાધુ ધર્મની આવશ્યકાદિ ક્રિયા કરતા હતા, પરંતુ ગચ્છભેદના વાદ-વિવાદોથી તેઓ દૂર રહેતા હતા તથા આત્મજ્ઞાનમાં મગ્ન રહેતા હતા. તેમણે જ અનંતનાથ ભગવાનના સ્તવનમાં લખ્યું છે, ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં
તત્ત્વની વાત કરતાં ન લાજે. ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકાં
મોહ નડીઆ કલિકાલ રાજે. શ્રી મોતીચંદ કાપડિયા લખે છે, “શ્રી આનંદઘનજી મહારાજના સંબંધમાં મને જે હકીકત મળી આવી તે પર વિચાર કરતાં તેઓએ દીક્ષા તપગચ્છમાં લીધી હોય એમ જણાય છે. તેમનાં કોઈ કોઈ પદો પર જ્ઞાનસાર નામના એક વૈરાગ્યવાસિત યતિએ દબો પૂર્યો છે. ટબામાં લખે છે, “આનંદઘનજી સાધુ વેશે રહેતા હતા' સંપ્રદાયમાં ચાલી આવતી હકીકત પણ એ વાતની સાક્ષી પૂરે છે. તેઓએ તપગચ્છમાં દીક્ષા લીધી
૧. આનંદઘન એક અધ્યયન, ડો. કુમારપાળ દેસાઇ પૃ. ૧૫ ૨. આનંદઘન પદ ભાવાર્થ. ભા૨ શ્રી બુદ્ધિસાગરજી મહારાજ પૂઃ ૯
Page #62
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
હતી એમ માનવાને ઘણાં કારણો મળી આવે છે. તેઓનો ઉપાધ્યાયજી યશોવિજયજી તથા પં. સત્યવિજયજી સાથે ઘણો સંબંધ હતો. તે સમયમાં તપગચ્છનું ખાસ કરીને મારવાડ તથા ગુજરાતમાં અસાધારણ પ્રભુત્વ જોતાં આનંદઘનજી જેવા ખપી જીવ તેનો આશ્રય લે તેમ ધારવું યોગ્ય છે.' ૧
૧
50
આનંદઘનજીની વિહા૨ભૂમિ:
આનંદઘનજીએ કયા-કયા પ્રદેશમાં વિહાર કર્યો હશે તે જાણવા માટે નક્કર પુરાવા મળતા નથી. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા તેમની જન્મભૂમિ નક્કી કરવા માટે નીચેના મુદ્દાનો આધાર લે છેઃ (૧) મારવાડમાં તેઓશ્રી સંબંધી દંતકથાઓ.
ભાષા.
(૨) મેડતામાં તેઓના ઉપાશ્રયના નામથી ઓળખાતુ ખંડિયેર. (૩) પદોની કવચિત શુદ્ધ હિન્દુસ્તાની અને કવચિત મિશ્ર હિન્દી
(૪) સ્તવનોની ભાષામાં અનેક મારવાડી હિન્દુસ્તાની શબ્દોનો છૂટથી ઉપયોગ.
(૫) પદની ભાષામાં સાહજિક રૂપ, વિષયનું પ્રૌઢદર્શન અને મજબૂત રીતે નિરૂપણ.
(૬) સ્તવનોમાં મિશ્રપ્રયોગ અને ખાસ વાક્યપ્રયોગો.
(૭) વાક્યાન્વય કરતાં મારવાડ અને ઉત્તર હિન્દ તરફ થતું સ્તવન ભાષાનું મંડાણ.
(૮) ઉખાણા તથા ઘરગથ્થુ શબ્દોનો સ્તવનોમાં અલ્પ ઉપયોગ અને તેનું જ પદોમાં થયેલું સવિશેષ પ્રાગટય.
(૯) સ્તવનોની ગુજરાતી ભાષામાં થયેલ અનેક લિંગ પ્રત્યયો.’૧ આ અનુમાનોને આધારે શ્રી મોતીચંદ કાપડિયા તેમનો જન્મ બુંદેલખંડમાં થયેલો ગણે છે. તે ઉપરાંત તેઓ માને છે કે આનંદઘનજી ૧. આનંદઘનજીનાં પદો ભા. ૧, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા. પૃ.: ૩૧
૧. આનંદઘનજીનાં પદો ભા. ૧, મોતીચંદ ગિરધરલાલ કાપડિયા. પૃ. :૬૩
Page #63
--------------------------------------------------------------------------
________________
6િ1
અનુભવ રસ યાત્રા નિમિત્તે એકાદ વખત વિહાર કરીને ગુજરાતમાં આવ્યા હોય અને પાલનપુરમાં બે અથવા તેથી વધારે ચાર્તુમાસ કર્યા હોય.
શ્રી અગરચંદજી નાહટાના મત પ્રમાણે આનંદઘનજીનો વિહાર બહુ લાંબો પ્રતીત થતો નથી. અંતિમ વર્ષમાં તેઓ નિશ્ચિત રીતે મેડતામાં રહ્યા હતા. શ્રી અગરચંદજી નાહટા મેડતાને આનંદઘનજીની જન્મભૂમિ માને છે. ૨
“ડો. કુમારપાળ દેસાઇ અગરચંદ નાહટાના મતની સમીક્ષા કરતાં કહે છે, “જો કે નિશ્ચિત પ્રમાણોને અભાવે આ બન્ને વિગતોનો સંપૂર્ણ સ્વીકાર કરવો મુશ્કેલ છે. પોતાની યોગદશાની મસ્તીમાં ડૂબેલા આ અધ્યાત્મયોગીની માહિતી મળતી જ નથી ત્યાં એમનો વિહાર લાંબો કે ટૂંકી તે કઈ રીતે કહી શકાય?' તેમ છતાં ડો. કુમારપાળ દેસાઇ આનંદઘનજીનો વિહાર ગુજરાત, વજપ્રદેશ અને રાજસ્થાનમાં થયો હોવાનું માને છે.
આનંદઘનજી આબુની ગુફાઓમાં રહ્યા હોવાના કારણે તેમની વિહારભૂમિ ગુજરાત તથા રાજસ્થાન હોવાનો વધારે સંભવ છે તેમના જીવનની ઘણી કિંવદંતીઓ મેડતા સાથે સંકળાયેલી છે. તેથી રાજસ્થાન પણ તેઓની વિહારભૂમિ હોવી ઘટે છે.
સત્યવિજયજી અને આનંદઘનજી:સત્તરમા સૈકામાં જૈનોમાં ઘણા વિદ્વાનો થયા હતા. કહેવાય છે કે આ સૈકામાં ફકત તપગચ્છમાં જ બાવન પંડિત થયા હતા. આપણાં ચરિત્ર નાયક અને તેઓશ્રીના વડીલબંધુ પણ એ જ અરસામાં તથા બાવન પંડિતોમાં નામ પામેલા હતા, પરંતુ આ કાળમાં ધર્મમાં તથા ધર્મ માટે થતી ક્રિયાઓમાં ઘણો સડો પ્રવેશી ચૂક્યો હતો. સાધુઓમાં શિથિલતા આવી ગઈ હતી. તેમજ કુગુરુઓ અમૂલ્ય ધર્મને પૈસાથી વેચતા હતા. આવા ધર્મને નામે ચાલતા ધતીંગને તથા ક્રિયાશિથિલતાના દોષને ટાળવા ૨. યોજીરાન માનંદનની સંવંધી છ જ્ઞાતવ્ય વાતે પૃ. ૫
पत्रिका जैन १८ अकटूबर १९६६ ૩. આનંદઘન જીવન અને કવન ડો. કુમારપાળ દેસાઇ પૃ. ૩૫
Page #64
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
52 પં. શ્રી સત્યવિજયજીએ ક્રિયા ઉદ્ધાર કર્યો હતો. શ્રી આત્મારામજી મહારાજ એમના “જૈન તત્ત્વાદર્શ” પુસ્તકમાં લખે છે કે
___ 'श्री सत्यविजयजी गणिजी क्रियाका उद्धार करके आनंदघनजी के साथ बहुत वर्ष तक वनवास में रहे और बहुत तपस्या के साथ योगाभ्यासादि भी किया।
“પં. સત્યવિજયજીના રાસમાં તેમના ક્રિયા ઉદ્ધારની વાતનું ચિત્ર નજરે પડે છે.” ૨ જુઓઃ
શ્રી ગુરુચરણ નમી કરી, કર જોડી તે વારો રે અનુમતિ જો મુજ દિયો, તો કરું ક્રિયા ઉદ્ધારો રે, કાલ પ્રમાણે ખપ કરુ, દોષી હલકર દલે વારે. તપ કરુ આલસ મૂકીને, માનવ ભવનું ફળ લેવા રે ગુણવંત ગુરુ ઈણિ પરે કહે, યોગ્ય જાણીને સુવિચારો રે, જિમ સુખ થાય તિમ કરો, નિજ સફળ અવતારો રે ધર્મ મારગ દિપાવવા, પાંગરીઆ મુનિ એકાકી રે, વિચરે ભાડની પરે, શુદ્ધ સમયસું દિલ છાકી રે, સહ પરિસહુ આકરા, શોષે નિજ કોમળ કાયા રે, ક્ષમતા રમતા આદરી, મેલી સહુ મમતા રે.
જ્યાં ઉદ્ધાર કરવા સત્યવિજયજીએ પોતાના ગુરુ વિજયસિંહસૂરિની આજ્ઞા મેળવી હતી. ક્રિયા ઉદ્ધારની પ્રેરણા આપનાર ઉપાધ્યાય યશોવિજયજી હતા. આ અંગે મોહનલાલ દલીચંદ નોંધે છે, પં. સત્યવિજયજી ગણિ સંવેગી, સંયમી, ધ્યાની અને તપસ્વી હતા. તપાગચ્છમાં ક્રિયો ઉદ્ધાર કરીને સંવેગી માર્ગ પ્રવર્તાવવા તેઓ પ્રયત્નશીલ હતા, આત્મરંગી પં. સત્યવિજયજી ગણિએ ગચ્છનાયક ભટ્ટારક બનીને શાસનસેવા કરવાને બદલે ધ્યાન અને ત્યાગમાં મસ્ત રહેવાનું સ્વીકાર્યું.
આનંદઘનજીએ સાંપ્રદાયિક મર્યાદાઓ ઓળંગીને નિજાનંદની મસ્તીમાં રમણા કરી, જ્યારે પં. સત્યવિજય ગણિએ તપ અને ત્યાગના
१. जैन तत्त्वादर्श [ उत्तरार्ध], श्री आत्मारामजी महाराज पृ. ५८१ ૧. જૈન ઐતિહાસિક રાસમાળા, શ્રી સત્યવિજયજી પૃ.૪૧
Page #65
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ સંવેગીપણાથી આત્મસાધના કરી, આનંદઘનજીમાં યોગીની ઉચ્ચભૂમિકા અને નિજાનંદની મસ્તી જોવા મળે છે. જ્યારે પં. સત્યવિજય ગણિમાં દિયોદ્ધારની ભાવના અને સંવેગીપણાની ઉત્કટતા નજરે પડે છે. બંનેની પ્રવૃત્તિ પણ વિશેષતઃ અંતર્મુખ રહી છે. પ્રસિદ્ધિ કે પદવીની લાલસા તેમને સ્પર્શી શકી નથી. જ્ઞાન અને ધ્યાનમાં બંને ઉચ્ચભૂમિકાએ પહોંચેલા
હતા.”
આનંદઘનજીના સમયમાં જૈન સમાજમાં જુદાં જુદા ગચ્છો વચ્ચે અશાંતિ ફેલાયેલી હતી. તપાગચ્છમાં અણસુર અને દેવસુર વચ્ચે પક્ષભેદ હતો. સાગરગચ્છ પણ જોર પકડયું હતું. લંકામત અને અન્ય મતો વચ્ચે વિરોધ ચાલતો હતો. આથી પરિસ્થિતિ અધ્યાત્મ યોગી આનંદઘનજીના હૃદયને હચમચાવી મૂકે એમાં નવાઈ નથી. કવિશ્રીની હૃદયની વેદના સહજતાથી વાચાનું રૂપ ધારણ કરે છે. તેઓ અનંતનાથજી ભગવાનના સ્તવનમાં કહે છે, ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં
તત્ત્વની વાત કરતાં જ લાજે ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં--
મોહ નડીઆ કલિકાલ રાજે કવિશ્રી ભલે કોઈપણ ગચ્છમાં દીક્ષિત થયા હોય, પરંતુ તેમની સાધના સાક્ષી પૂરે છે કે તેઓશ્રી અધ્યાત્મમાર્ગે આગળ વધ્યા પછી કોઇ ગચ્છ કે સંપ્રદાયના રહ્યા ન હતા. તેમનો બાહ્યવેશ ગમે તે ગચ્છનો હોય પરંતુ આત્મભાવોમાંથી ગચ્છ, પંથ વગેરે નીકળી ગયા હતા. તેઓશ્રી જ્યારે સમાજ વચ્ચે આવતા અને જુદા જુદા પંથ તથા ગચ્છમાં શિથિલતા નજરે પડતી ત્યારે તેમના દિલમાં અપાર વેદના થતી હતી. જેમ માનવ શરીરનાં એક એક અંગ અલગ કરતાં માનવ, માનવ નથી રહેતો, તેમ જૈન ધર્મના ગચ્છરૂપ અનેક ટુકડા થયેલા જોતાં આ મહાપુરુષે પોતાની વેદના વ્યક્ત કરી હતી.
૧. આનંદઘન એક અધ્યયન, ડો. કુમારપાળ દેસાઈ પૃ. ૨૦
Page #66
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
યશોવિજયજી અને આનંદઘનજી:એ જમાનામાં જૈન સમાજમાં મોટા પ્રમાણમાં શિથિલતા આવી ગઈ હતી. જેથી મતભેદ અને વિરોધનો વંટોળ વાઈ રહ્યો હતો. આનંદઘનજી મહારાજ અને ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ આ કાળમાં વિદ્યમાન હતા. આ બન્ને મહાત્માઓનાં કાર્યાક્ષેત્ર તદ્ન જુદાં જુદાં હતા.
શ્રી મોતીચંદ કાપડિયા નોંધે છે, “એક મહાત્મા આત્મિક ઉન્નતિનો વિચાર કરનારા હતા તો બીજા પરોપકાર દ્વારા આત્માની પ્રગતિ સાધનારા યોગી હતા. એક કર્મયોગી હતા તો બીજા અયોગીના આરાધક હતા એકને દુનિયાની દરકાર નહોતી તો એક કોમની, શાસનની અને ગચ્છની સ્થિતિને લક્ષ્યમાં લઇ કામ કરનારા હતા. અને તેઓ એ ક્ષેત્રમાં અતિશય આગળ વધેલા હતા. આનંદઘનજીનો યોગ અને અધ્યાત્મદશા દૃષ્ટાંતરૂપ ગણાય છે તો યશોવિજયજી ઉપાધ્યાયની શાસનસેવા અનેક પ્રકારે ઉપકારી થઈ શકે છે.
શ્રી બુદ્ધિસાગર સૂરિજી લખે છે, “આગમોના જ્ઞાતા, જૈન શાસનના ધોરી પ્રભાવક શ્રી યશોવિજયજી આબુજી તરફ વિહાર કરતા હતા. તે કાળમાં શ્રી યશોવિજયજી સર્વ સાધુઓમાં બહુશ્રુત ગણાતા હતા. તેમણે સાંભળ્યું હતું કે શ્રી આનંદઘનજી અધ્યાત્મ જ્ઞાનમાં ઊંડા ઊતરી ગયા છે અને અધ્યાત્મ જ્ઞાનનો ઉપદેશ આપવામાં એક્કા છે.”
કોઈક સમયે શ્રી યશોવિજયજી મેડતા શહેરમાં બિરાજતા હતા તેવા સમયે અવધૂત આનંદઘન સિદ્ધાંત પારગામી કુશળ એવા ઉપાધ્યાયજી પોતાના નજીકનાં પ્રદેશમાં વિચારી રહ્યા છે તે સાંભળી ઉપાધ્યાયને મળવા માટે એકાકી ચાલી નીકળ્યા. શ્રી યશોવિજયજી ગામના ઉપાશ્રયમાં પ્રવચન આપી રહ્યા હતા. સાધુઓ શ્રાવક-શ્રાવિકાઓ તથા યતિઓ એક ચિત્તે વ્યાખ્યાન સાંભળી રહ્યાં હતાં. અધ્યાત્મભાવોથી ભરેલી વાણી સહુ કોઇનાં હૃદયને પાણી-પાણી કરી રહી હતી. અને અધ્યાત્મરસ માનવ સમૂહ પી રહ્યો હતો. તેવા સમયે શ્રી આનંદઘનજી યતિઓ સાથે એક બાજુ બેસી ગયા અને વ્યાખ્યાન શ્રવણ કરવા લાગ્યા. તે સમયે શ્રી યશોવિજયજીની
Page #67
--------------------------------------------------------------------------
________________
55
અનુભવ રસ નજર યતિઓના સમૂહમાં બેઠેલા એક જીર્ણ વસ્ત્રધારી વૃદ્ધ સાધુ પર ગઈ. આ વ્યાખ્યાનમાં તેમને રસ ન પડ્યો તેવું લાગ્યું, તેથી તેમણે પૂછયું, “હે વૃદ્ધ સાધુ! તમે વ્યાખ્યાન બરાબર સાંભળ્યું ને? આ અધ્યાત્મજ્ઞાનના વ્યાખ્યાનમાં તમને કાંઈ સમજણ પડી કે?
આનંદઘનજી બોલ્યા, “આપ તો અધ્યાત્મજ્ઞાનના વ્યાખ્યાનમાં શાસ્ત્રોથી ઉત્તમ દક્ષતા દાખવો છો.' પછી યશોવિજયજી એ પોતે કહેલા શ્લોક ઉપર જ પ્રવચન કરવા વિનંતી કરી, આનંદઘનજી ઉપાધ્યાયના અતિ આગ્રહથી પાટ પર બેસી તે જ શ્લોક પર વિવેચન કરવા લાગ્યા. ત્રણત્રણ કલાક વીતી ગયા તો પણ કોઈને ખ્યાલ ન રહ્યો. આનંદઘનજીની નાભિમાંથી તન્મયપણે પરિણામ પામીને જે શબ્દો નીકળતા હતા ને જે રસ રેલાતો હતો તેનું ઉપાધ્યાયજી બરાબર ધ્યાન રાખતા હતા. આ સમયે સહુ કોઈને આનંદઘનજીનાં સાચ આત્મદર્શનની ઝાંખી થઈ, ઉપાધ્યાયજીના દિલમાં આનંદઘનજી પ્રત્યે પૂજ્ય ભાવ પ્રગટયો. - બંનેએ પરસ્પર ગુણાનુરાગ ભરી જ્ઞાનગોષ્ઠી કરી. ડો. કુમારપાળ દેસાઇ નોંધે છે, “આનંદઘનજી અને યશોવિજયજીનાં મેળાપના અનુસંધાનમાં કેટલીક દંતકથાઓ સાંપડે છે. આ મેળાપ-કયાં થયો હતો તે વિશે મતભેદ છે. શ્રી બુદ્ધિસાગરજી આબુની કોઇ ગુફામાં થયો હોવાનું માને છે. આચાર્ય ક્ષિતિમોહન સેન, શ્રી મોતીચંદભાઈ કાપડિયા તથા ડો. વાસુદેવસિંહ આ મેળાપ, મેડતા શહેરમાં અથવા એની નજીકના જંગલમાં થયો હોવાનું માને છે. કે યશોવિજયજી જ્યારે આબુપર્વત પર બીજીવાર આનંદઘનજીને મળવા ગયા ત્યારે આનંદાવેશમાં તેમણે અષ્ટપદીની રચના કરી. જ્યારે બીજા મત પ્રમાણે આ મેળાપ મેડતાની આજુબાજુના જંગલમાં થયો હતો અને રસ્તે ચાલતાં ચાલતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ તાત્કાલિક ઉગાર રૂપ અષ્ટપદી બનાવી હતી.
અલબત્ત, એટલું તો સાચું છે કે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીને અધ્યાત્મમાર્ગ તરફ પ્રયાણ કરાવવાનું કાર્ય આનંદઘનજીએ કર્યું હતું.
આનંદઘન પદ સંગ્રહ ભાવાર્થ, શ્રી બુદ્ધિસાગરજી મહારાજ ૫ ૧૩૪ તૃતીય આવૃત્તિ. ૧. આનંદઘન જીવન અને કવન, ડો. કુમારપાળ દેસાઇ પઃ ૪૫
Page #68
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
56 યશોવિજયજી એમના એક પદમાં કહે છે તેનો સ્વીકાર કરતાં કહે છે, “જસ કહે સોહી, આનંદઘન પાવત
અંતર જ્યોત જગાવે.” આનંદઘનજીનાં મેળાપથી ઉપાધ્યાયજી અધ્યાત્મનાં રંગે રંગાયાને સાધના પંથે વિહરવા લાગ્યા. અધ્યાત્મની ગહનતામાં ઊંડા ઊતરતાં અદ્ભુત આનંદની પ્રતીતિ તેઓ કરવા લાગ્યા. એ ભાવને વ્યક્ત કરતા તેઓ લખે છે કે –
આનંદઘન કે સંગ સુજસ હી મિલે તબ આનંદ સમ ભયો સુજસ પારસ સંગ લોહ જો ફરસત
કંચન હોત કી તાકે કસ આ અંગે શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ પોતાનો મત દર્શાવતાં લખે છે, “શ્રી ઉપાધ્યાયજી મહારાજ જેવાને તેમના તરફ માન હોય અને એવા સમર્થ સંત પ્રત્યે આનંદઘનજી મહારાજની વાત્સલ્યતા હોય એ બંને સંભવિત છે. છતાં ઉપાધ્યાયજી મહારાજની અષ્ટપદી શ્રી આનંદઘનજી મહારાજની સ્તુતિરૂપ હોય એમ હજુ મારું મન કબૂલ કરતું નથી. પરંતુ આત્મારૂપ આનંદઘનનાં જ કોઈ આધ્યાત્મિક સ્વરૂપોનું જ તેમાં મને વર્ણન ભાસે છે પછી શબ્દશ્લેષથી કદાચ આનંદઘનજી મહારાજની સ્તુતિ હોય તો કોણ જાણે? પણ મને હજુ એ ભાસ થતો નથી, છતાં જ્ઞાની પરમાત્મા જાણે.૧
પરંતુ આ પ્રકારની શંકાને કોઈ સ્થાન નથી કારણ કે ઉપા. યશોવિજયજી પોતે જ પોતાના એક પદમાં લખે છે,
કોઉ આનંદઘન છિદ્ર હી પેખત, જસરાય સંગ ચડી આયા આનંદઘન આનંદરસ ઝીલત, દેખત હી જસ ગુણ ગાયા જસ વિજય કહે આનંદઘન, હમ તુમ મિલે, હજૂર
આનંદઘન અને યશોવિજયજી મલ્યા હતા અને એક બીજાને રંગે રંગાયા હતા. આમ અધ્યાત્મયોગીએ કર્મયોગીને અધ્યાત્મમાર્ગ બતાવ્યો હતો.
૧. આનંદઘન ચોવીશી, પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ પૃ૨૪
Page #69
--------------------------------------------------------------------------
________________
57
અનુભવ રસ
મેડતા શહેર સાથે આનંદઘન મહારાજનો સંબંધ વિશેષ હશે એવું તેમના જીવનની દંતકથાઓ પ૨થી જણાય છે. એક દંતકથાઓ પરથી જણાય છે. એક દંતકથા એવી છે કે મેડતામાં એક મોટા શેઠ રહેતા હતા. તેઓ આનંદઘનજીને આગ્રહ કરી ચાતુર્માસ માટે લાવ્યા હતા. આનંદઘનજી ઉપાશ્રયમાં નિયમિત વ્યાખ્યાન આપતા, તેઓ લોકોમાં ખૂબ પ્રિય થઈ પડયા, ત્યાંના ઉપાશ્રયમાં એવો નિયમ હતો કે શેઠ આવે પછી જ વ્યાખ્યાન શરૂ થાય, આ રિવાજ વર્ષો થયા ચાલ્યો આવતો હતો. તે આવે નહિ ત્યાં સુધી વ્યાખ્યાનની શરૂઆત થાયનહિ.
પરંતુ આનંદઘનજી તો એવા રિવાજને સ્વીકારે એવા નહોતા, એક દિવસ શેઠ સમયસર ન આવ્યા એટલે આનંદઘનજીએ કલ્પસૂત્રનું વ્યાખ્યાન શરૂ કર્યું. શેઠ આવ્યા અને જોયું કે વ્યાખ્યાન ચાલુ થઈ ગયું છે. તેથી તેઓ રોષમાં બોલ્યા, ‘મારા આવ્યા વિના વ્યાખ્યાન શરૂ કરનારા તમે કોણ ? કપડાં હું વહોરાવું છું અને ગૌચરી હું વહોરાવું છું, તમારે મારી રાહ તો જોવી હતી.’૧
આનંદઘનજી જરા પણ ગુસ્સે થયા વિના બોલ્યા, ‘ભાઈ ! અનાજ તો ખવાઈ ગયું છે. પણ લ્યો આ તમારાં કપડાં.' એમ કહી વહોરાવેલાં કપડાં પાછાં આપી દીધાં અને ગુરુ આજ્ઞા લઈ, તેમણે તે જ ઘડીએ ઉપાશ્રય છોડી દીધો. જતાં જતાં શેઠને કહેતા ગયા કે ‘હું તમારા જેવાના પ્રતિબંધથી મારું ચારિત્ર ખૂંટીએ લટકાવવા ઈચ્છતો નથી.' આમ આનંદઘનજી એક નિઃસ્પૃહી, અનાસક્ત અને અપરિગ્રહી સંત હતા.
આમ મહાયોગી અને મહાકવિ એવા શ્રી આનંદઘનજીના જીવન વિશે વિધ પ્રકારની દંતકથાઓ પ્રચલિત બનેલી છે. એમાંની કેટલીક દંતકથાઓ સામાન્ય પ્રકારની છે, કેટલીક ચમત્કારયુક્ત છે તો કેટલીક માત્ર તર્ક કે અનુમાનના પ્રકારની છે કેટલીક દંતકથા એમના પદની પંકિત ઉ૫૨થી સ્ફુરી હોય એ પ્રકારની છે. કેટલીક એક બીજાને મળતી આવે એવી છે, સંતોના જીવનની આસપાસ આવી દંતકથાઓ વણાઈ જાય એ સ્વાભાવિક છે.
૧. આનંદઘન પદ ભાવાર્થ. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ. પૃ.ઃ૧૫૫. વિ. સં.
૧૯૬૯
Page #70
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
દેહોત્સર્ગઃકવિશ્રી આનંદઘનજીનો દેહોત્સર્ગ ક્યાં અને ક્યારે થયો હતો. તે વિશે વિદ્વાનોમાં ભિન્ન મત પ્રવર્તે છે.
અષ્ટપદીમાં ઉપાધ્યાય યશોવિજયજીએ આનંદઘનજી પ્રત્યે અગાધ આદર પ્રગટ કર્યો છે. આથી આનંદઘનજી યશોવિજયજીથી ઉંમરમાં મોટા હશે એમ માનીને આચાર્ય ક્ષિતિમોહનસેન આનંદઘનજીનો જન્મ વિ.સં. ૧૬૧૫ માં દેહોત્સર્ગ વિ. સં. ૧૭૩ર માં દર્શાવે છે પણ આ અનુમાન પ્રમાણભૂત નથી. ૧
ડો. વાસુદેવસિંહ આનંદઘનજીનો દેહોત્સર્ગ ઉપાધ્યાય યશોવિજયજીના દેહોત્સર્ગ પછી વિ. સં. ૧૭૪૫ પછી થયેલા માને છે. જે
આનંદઘનજીના દેહોત્સર્ગ વિશે શ્રી પ્રભુદાસ પારેખ આનંદઘન ચોવીશીમાં નોંધે છે, “પ્રણામી સંપ્રદાયના સંસ્થાપક પ્રાણલાલજી મહારાજના જીવન ચારિત્રમાં લખેલું છે કે પ્રાણલાલજી મહારાજ મેડતામાં સં. ૧૭૩૧ માં ગયા હતા અને ત્યાં આનંદઘનજી ઉપનામધારી જૈન મુનિ લાભાનંદજીનો મેળાપ થયો હતો. અને તે જ વર્ષમાં તેમનો, કાળધર્મ થયો હતો. આ અગત્યની વાતો પ્રમાણભૂત લાગે છે. '
વિ. સં. ૨૦૩૧ માં પ્રગટ થયેલી “આનંધન ગ્રંથાવની' માં અગરચંદજી નાહટા લખે છે,
'प्राणानाथ संप्रदाय के 'निजानन्द चारित्र' से आनंदघनजीका स्वर्गवास संवत १७३१ में मेडतामें हुआ, यह निश्चित हो गया है!'
આ જ ગ્રંથમાં શ્રી મહતાબચંદ ખારેડ “શ્રી આનંદઘનજી કે જીવન પ્રસંગ' લેખમાં મૂળમાથી ઉદ્ધરણ આપીને લખે છે. :
'प्रणामी संप्रदाय के संस्थापक श्री प्राणलाल आनंदघनजीके १. जैन मरमी आनंदघनजीका काव्य क्षितिमोहनसेन, 'वीणा' पृ। ५ २. अपभ्रंश और हिन्दी मैं जैन रहस्यवाद डो. वासुदेवसिंह
पृ १०४ से १०६ ૩. આનંદઘન ચોવીશી, શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ પૃ. : ૧૯ १ आनंदघन ग्रंथावली संपादक - महताबचंद खारैड पृ। : ३१ प्रासंगिक वक्तव्य श्री अगरचंद नाहटा।
Page #71
--------------------------------------------------------------------------
________________
59.
અનુભવ રસ समसामयिक थे, श्री प्राणलालजी एक समय सं। १७३१ से पूर्व मेडता गये थे! उनका मिलन और शास्त्रार्थ श्री आनंदघन से हुआ, जिसमें उनका [ आनंदघनजी] पराभव होने से उन्होंने कुछ प्रयोग श्री प्राणलालजी पर किये किन्तु उससे उनका कुछ भी बिगाड़ नही हुआ! जब वे दुसरी बार मेडत गये तब आनंदघनजीका स्वर्गवास દો યુગ થા! ' ૨
इस उदाहरण से यह स्पष्ट होय जाता है कि आनंदघनजी का स्वर्गवास सं। १७३१ में हुआ था तथा वे चमत्कारी योगी થે!' ૨
શ્રી આનંદઘનજીનો સ્વર્ગવાસ સં. ૧૭૩૧ માં થયો હતો તેમાં કોઈ તર્કને સ્થાન નથી, પરંતુ મહતાવવંદ્ર વાર ના લખવા પ્રમાણે આનંદઘનજી પ્રાણલાલજી મહારાજથી પરાજિત થયા અને આનંદઘનજીએ પ્રાણનાથ ઉપર ચમત્કારી પ્રયોગ કર્યો. આ વાત યોગ્ય નથી. આનંદઘનજી જેવા આત્મજ્ઞાની સંતો આવો કોઈ પણ માર્ગ અપનાવે તે શ્રદ્ધામાં ન આવે તેવી વાત છે. વળી આવા જીવનચરિત્રોમાં પોતાના સંપ્રદાયના સાધુઓની વિશેષતા બતાવવા આ પ્રમાણે લખતા હતા, અગરચંદજી નાહટા તથા મહતાબચંદ ખારેડે જે હકીકત ટાંકી છે તે મૂળ કૃતિ સાથે મળતાં આવતાં નથી. પણ યશોવિજયજીની અષ્ટપદીનો આધાર લઈને આનંદઘન ગ્રંથાવલી' માં સ્વ. ઉમરખચંદ જરગડ અને મહેતાબચંદ ખારેડ એમના જન્મ સંવતનું અનુમાન કરે છે. “શ્રી મોતીચંદ કાપડિયા પણ આનંદઘનજીનો દેહોત્સર્ગ સમય વિ. સં. ૧૭૨૦ થી ૧૭૩૦માં માને છે. ” ૧
“પં. વિશ્વનાથ પ્રસાદ મિશ્ર આનંદઘનજીનો સમય વિ. સં. ૧૭00 ની આસપાસ માને છે. ત્યારે “શ્રી અંબાશંકર નાગર વિ. સં. ૧૭00 થી ૧૭૩૧ સુધીના સમયમાં તેઓ ક્યાત હતા એમ માને છે. અને
૨. એજન પૂઃ ૭૭ ૧. શ્રી આનંદઘનજીનાં પદો ભા. ૧, મોતીચંદગિરધરલાલ કાપડિયા પૃ. ૧૯ २. धनानंद कवित विश्वनाथ प्रसाद मिश्र भूमिका पृ. : १५ ३. गुजरात के हिन्दी गौरव ग्रंथ, श्री अंबाशंकर नागर पृ-३४
Page #72
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
60
મોહનલાલ દલીચંદ દેસાઈ પણ વિ. સં. ૧૬૫૦ થી વિ. સં. ૧૭૧૦ સુધી તેઓ અવશ્ય વિધમાન હશે તેમ માને છે.
આ બધા મંતવ્યો પ૨થી તારવી શકાય છે કે આનંદઘનજીની હયાતીનો સમય આસરે વિ. સં. ૧૬૬૦ થી વિ. સં. ૧૭૩૦ નો હતો. આથી વિશેષ તેમના જન્મ તથા મૃત્યુની કોઈ ચૌક્ક્સ તારીખ કે વર્ષ દર્શાવે તેવું પ્રમાણ ઉપલબ્ધ નથી.
મસ્તયોગી આનંદઘનજીના જીવન વિશે આધારભૂત માહિતી અત્યંત અલ્પ પ્રમાણમાં મળે છે. અલબત, તેમના જીવન વિશે કેટલીક દંતકથાઓ પ્રચલિત છે. તેમાં કેટલું તથ્ય રહેલું હશે એ કહી શકાય નહિ. ગત શતકમાં લોકોમાં પ્રચલિત એવી કેટલીક દંતકથાઓ શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજે પોતાના ‘શ્રી આનંદઘન પદ સંગ્રહ' માં સંગ્રહિત કરેલી છે. એ જમાનામાં સંતો વિશે દંતકથાઓ પ્રચલિત બન્યા વગર રહે નહિ, કારણ કે આધારભૂત ચરિત્રો લખવાની ત્યારે પ્રથા નહોતી. આ દંતકથાઓ આનંદઘનજીના અધ્યાત્મજીવનને સમજવામાં ઉપયોગી છે. એમાંની કોઇક દંતકથા તો એમના સર્જનની કોઇ એક કડી કે પદને આધારે રચાઇ હોય તેવું પણ લાગે છે. આવી ઉપલબ્ધ દંતકથાઓ અહીં સંક્ષેપમાં રજૂ કરી છે.
(૧) શ્રી આનંદઘનજી મહારાજ આબુ પર્વત તથા મંડલાચલની ગુફાઓમાં, સિદ્ધાચલ તીર્થમાં, તળાજામાં, ગિરનારમાં, ઈડરમાં, તારંગમાં એમ કેટલાંક સ્થળોએ એકાંત સ્થાનમાં રહી ધ્યાન કરતા હતા. આબુ પર્વતની ગુફાઓમાં તે સમયે ઘણા યોગીઓ રહેતા હતા અને તેઓ વારંવાર આનંદઘનજીને મળતા હતા. શ્રી આનંદઘનજી તેમની સાથે સ્વાનુભવની વાતો કરતા; તત્ત્વનો વિચાર વિનિમય કરતા તથા સાપેક્ષા દૃષ્ટિએ વીતરાગધર્મનો ઉપદેશ આપી સહુ કોઈને આનંદસમાં મગ્ન
કરતા હતા.
4.
કહેવાય છે કે શ્રી આનંદઘનજીની પાસે કેટલીક વખત સર્પ આવીને શાંત થઈને બેસી જતો. કોઇ વખત એમની ગુફા આગળ સિંહ આવીને શાંત બેસી રહેતો. આ બધો પ્રભાવ મસ્તયોગીની જીવદયાની ઉત્કટ ભાવનાનો છે. પવિત્ર પુરુષનો સંગ બીજાને પવિત્ર બનાવે છે. ઝેરી અને
Page #73
--------------------------------------------------------------------------
________________
61
અનુભવ રસ ક્રૂર પ્રાણીઓ સંત મહાત્માઓ પાસે નમ્ર અને સરલ બની જાય છે. સિંહની ગર્જના માત્રથી કાયર પુરુષોના હૃદય કંપી જાય તેવે વખતે આનંદઘનજી તો પર્વતની ટેકરી ઉપર ધ્યાનરૂઢ થઈ, દેહ તથા દુનિયાનું ભાન ભૂલી આત્માનંદમાં લીન રહેતા. ધ્યાન અને સમાધિના પરિણામે તેમનું સંકલ્પબળ સિદ્ધ થયું હતું. આત્મવિશુદ્ધિ થતાં કેટલીક લબ્ધિઓ
તેમનામાં પ્રગટ થઈ હતી. (૨) સંકલ્પયોગે પેશાબથી સુવર્ણસિદ્ધિઃ
આનંદઘનજીમાં કેટલીક ચમત્કારિકશક્તિ પ્રગટેલી હતી એમ તેમની પાસે આવનારાઓને લાગતું હતું. કોઇ એક યોગી મહાત્માને શ્રી આનંદઘનજી સાથે મિત્રતા થઈ હતી. એ યોગી “સુવર્ણસિદ્ધિ કરવા અનેક પ્રયત્નો કરતા હતા. તે માટે તેમણે “રસસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેમણે રસસિદ્ધિની એક શીશી આનંદઘનજીને ભેટ સ્વરૂપ પોતાના શિષ્ય સાથે મોકલી. એ સમયે આનંદઘનજી આબુની એક ટેકરીની શિલા ઉપર ધ્યાનારૂઢ થયા હતા. યોગીનો ચેલો રસની શીશી લઇ, આનંદઘનજી પાસે આવ્યો, જ્યારે શ્રી આનંદઘનજી ધ્યાનમુક્ત થયા ત્યારે પેલા ચેલાએ રસસિદ્ધિની શીશી તેમની આગળ ધરી અને કહ્યું કે “અમારા ગુરુએ આપને માટે ભેટ સ્વરૂપ આ શીશી મોકલી છે.” આનંદઘનજીએ શીશી હાથમાં લીધી અને પત્થરની શિલા પર પછાડી ફોડી નાખી. તેમને આમ કરતાં જોઈને પેલો ચેલો ડઘાઇ ગયો. એનાથી રહેવાયું નહીં. રોષે ભરાઈ તેણે કહ્યું “અરે શેવડા ! તું રસસિદ્ધિને શું જાણી શકે? મારા ગુરુએ કેટલી બધી ઉગ્રસાધના કરીને આ રસસિદ્ધિ તૈયાર કરી હતી અને તે, તેને ઢોળી નાખી? તું ખરેખર મૂઢ છે, ગમાર છે. ' આનંદઘનજી પેલા અજ્ઞાની ચેલાનું અયોગ્યવચન સાંભળીને બોલ્યા, “તારા ગુરુજી રસસિદ્ધિ વડે શું આત્મકલ્યાણ કરવા ધારે છે? ” ચેલો બોલ્યો, “રસસિદ્ધિ વડે પત્થરમાંથી સુવર્ણ બનાવી શકાય છે, આ ચમત્કારથી જગતને વશ કરી શકાય છે.” આનંદઘનજીએ કહ્યું, “આત્મસાધનાની આગળ સુવર્ણસિદ્ધિ એ કોઈ મોટી વાત નથી.” ચેલો કહે, “આત્માની મોટી વાતો કરનારા ઘણા છે, પણ આવી સિદ્ધિઓ મેળવનારા કોઈક જ વિરલા હોય છે.” આ શબ્દો
Page #74
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
62 સાંભળીને આનંદઘનજીને થયું કે ચેલાને કંઈક ચમત્કાર બતાવવો જોઈએ. તેમણે ઊઠીને પાસેના એક પથ્થરની ચાટ ઉપર પેશાબ કર્યો. તેથી પત્થરની ચાટ સોનાની થઈ ગઈ. એ જોઈ પેલો ચેલો આશ્ચર્યચકિત થઈ ગયો તે બોલ્યો, “અહો ! જેના પેશાબમાં સુવર્ણસિદ્ધિ છે તેને રસસિદ્ધિનું શું કામ? પોતાના પેશાબ વડે જો સુવર્ણ બનાવી શકાતું હોય તો તેમની યોગશક્તિ કેટલી વિશિષ્ટ હશે!” રાજા-રાણી દો મીલે, ઉસમેં આનંદઘન કું કયા?
(૩) શ્રી બુદ્ધિસાગરજી મહારાજે નોંધેલી એક દંતકથા આ પ્રમાણે છે. કોઈ એક વખત શ્રી આનંદઘનજી મહારાજ મારવાડમાં વિચરતાં વિચરતાં જોધપુર પાસેના ડુંગરોની ગુફાઓમાં ધ્યાન ધરતા હતા. તેઓ પાસેના ગામડાંઓમાં ગૌચરી લેવા જતા હતા. જોધપુરના રાજાને અને તેની પટરાણીને ઘણા દિવસોથી અણબનાવ હતો. રાણીએ રાજાને વશ કરવા ઘણા ઉપાયો કર્યા પણ રાજા વશ થતા નહોતા. એ અરસામાં રાણીને કોઈકે કહ્યું કે “તમે મહાત્મા આનંદઘનજીના દર્શન કરો. જો તેમની કૃપા તમારા ઉપર થાય તો તમારા સર્વ કાર્ય સિદ્ધ થાય.” રાણીના મનમાં આ વાત વસી ગઈ તે આનંદઘનજીના દર્શન કરવા ચાલી. આનંદઘનજીને જોઈને તે પ્રભાવિત થઈ. તે રોજ દર્શન કરવા જવા લાગી. એક દિવસ એકાંત જોઈ તેણે પોતાની વાત પ્રગટ કરી, તેણે કહ્યું, હે ગુરુ ભગવંત! મારા પર કૃપા કરો મને કોઇક મંત્ર આપો કે જેથી રાજાને હું મનાવી શકું, મારા ઉપર તેમનો પ્રેમ ફરી ચાલુ થાય.” પરિસ્થિતિ સમજી જઈને આનંદઘનજીએ કહ્યું, “એક કાગળનો ટુકડો લાવો.' રાણીએ કાગળનો ટુકડો આપ્યો. આનંદઘનજીએ તેમાં કોઇક મંત્ર જેવું લખ્યું. પછી તે કાગળનો ટુકડો માદળિયામાં નાખ્યો અને એ માદળિયું રાણીને આપ્યું. રાણીએ તે માદળિયું ગળામાં પહેર્યું. તે દિવસથી રાજાની પ્રીતિ રાણીના ઉપર વધવા લાગી. રાજા રાણીને વશ થઇ ગયો. એક દિવસ અન્ય રાણીઓએ રાજાને કહ્યું કે “આપની પટ્ટરાણીએ તો યંત્ર કરાવી આપને વશ કર્યા છે. આ વાત સાંભળી રાજા તપાસ કરાવવાના વિચાર પર આવ્યો. એક દિવસ રાજાએ કંઇક યુક્તિ કરી પટ્ટરાણીનું માદળિયું
Page #75
--------------------------------------------------------------------------
________________
63
અનુભવ રસ લઈ લીધું તેમાંથી પેલો યંત્ર કાઢી રાજા વાંચવા લાગ્યો પરંતુ એમાં લખ્યું હતું, “રાજા રાણી દો મિલે ઉસસે આનંદઘનજી કો કયા? આ શબ્દોથી આશ્ચર્યચક્તિ થયેલા રાજાને આનંદઘનજીની ઉચ્ચ આત્મદશાનો ખ્યાલ આવ્યો.
(૪) રાજાને પુત્રપ્રાતિજોધપુરના રાજાને પુત્ર ન હતો તેના મનમાં પોતાની રાજગાદીના વારસદાર અંગે ઘણી ચિંતા રહેતી. કર્મચારીઓ જાણતા હતા કે રાજાને પુત્રની ચિંતા રહે છે. એક દિવસ પ્રધાનજી સાથે વાતચીત કરતાં કરતાં રાજાએ પોતાના મનમાં રહેલી ચિંતા પ્રગટ કરી. પ્રધાને કહ્યું “પુત્ર થવો એ પૂર્વભવનાં કર્મ પર આધાર રાખે છે. છતાં પણ જૈન અવધૂત તરીકે પ્રસિદ્ધ એવા શ્રી આનંદઘનજી મહારાજ મહાયોગી ચમત્કારી પુરુષ છે. તેમની સેવા ભક્તિ કરવાથી લાભ થાય છે. પ્રધાનના આ કથન પર વિશ્વાસ મૂકીને રાજાએ આનંદઘનજી મહાત્માની સેવાભક્તિ કરવાનો નિશ્ચય કર્યો. સાચા દિલથી તેમણે ઘણી સેવા કરી. એમ કહેવાય છે કે આ સેવા ભક્તિના પ્રતાપે રાજાની રાણીને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ.
(પ) આનંદઘનજીની લઘુતા:રાજાઓના માન-સન્માનથી શ્રી આનંદઘનજી કદી પણ પ્રભાવિત થતા ન હતા. તેઓ પોતાની યોગશક્તિની સ્વમુખે ક્યારેય વાત કરતા નહિ. મહાપુરુષો પોતાની પ્રશંસા સ્વમુખે કદી પણ કરે નહિ.
મેડતાનગરના રાજાએ પણ આનંદઘનજી મહારાજની સેવા ભક્તિ કરી હતી, આનંદઘનજીના પરિચયથી મેડતાના રાજાને જૈન ધર્મ પ્રત્યે રાગ થયો હતો. આનંદઘનજી પોતાની પૂજા કદી પણ ઈચ્છતા ન હતા. જૈન શાસનની સેવા કરનારાઓની તેઓ સદા પ્રશંસા કરતા હતા. ૧
આનંદઘન પદ સંગ્રહ ભાવાર્થ. શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે પૃ. ૧૫ર થી ૧૫૪
|૧. આનંદઘન પદ ભાવાર્થ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજ, પૃ. ૬૨
Page #76
--------------------------------------------------------------------------
________________
64
અનુભવ રસ
(૬) આશા અને દંતકથા:કોઈ વખત આનંદઘનજી મારવાડનાં ગામોમાં વિહાર કરતા હતા. ત્યાં શ્વેતામ્બર સ્થાનકવાસી જૈનો તેમજ મૂર્તિપૂજક જૈનો વસતા હતા. તેમનામાં એવી વાત ફેલાઈ હતી કે આનંદઘનજી ગચ્છની સમાચારી બરાબર પાળતા નથી, સ્થાપનાચાર્યજી રાખતા નથી અને એકલા ફરે છે, તેઓ વ્યવહારભ્રષ્ટ થાય છે.
એક વખત શ્રી આનંદઘનજી અઠ્ઠમના પારણા માટે ભરબપોરે આહાર-પાણી વહોરવા નીકળ્યા. ગૃહસ્થોને ઘરે તેઓ આહાર-પાણી માટે ફર્યા. પરંતુ ગમે તે કારણે તેમને આહાર-પાણી મળ્યાં નહિ, તેથી આનંદઘનજી પાછા ફરી, ગામ બહાર આવ્યા, આહાર-પાણીની આશામાં લપટાયેલા પોતાના આત્માને ઉદ્દેશી હૃદયના ઉદ્ગાર દ્વારા તેઓ પોતાની જાતને સંબોધન કરવા લાગ્યા કે –
આશા ઔર ન કી કયા પીજે (૨) અવધૂ, જ્ઞાન સુધારસ પીજે, ભટકત દ્વાર દ્વારા લોકન કે, કુકર આશા ધારી.” આ વિચારોને અંતે તેઓ આત્મસમાધિમાં લય લીન થઈ ગયા.”
(૭) ઉપકાર દૃષ્ટિબીકાનેરમાં દિલ્હીના બાદશાહનો શાહજાદો એક વખત આવ્યો હતો. તે શાહજાદો હિન્દુસાધુઓ અને યતિઓને સતાવતો હતો. એક વખત સાધુઓએ શ્રી આનંદઘનજીને કહ્યું કે “બાદશાહનો શાહજાદો રસ્તામાં જતા-આવતા અમારી મશ્કરી કરે છે માટે કૃપા કરીને કંઈક બનતો ઉપાય કરો.”
આનંદઘનજી બીકાનેરની બહાર જ્યાં શાહજાદાનો મુકામ હતો તેની આસપાસ ફરવા લાગ્યા. પેલો શાહજાદો ઘોડા પર બેસીને ફરવા જતો હતો. સ્વભાવ પ્રમાણે તેણે મેલાઘેલા આ વૃદ્ધતિની મશ્કરી કરી એ વખતે શ્રી આનંદઘનજી બોલ્યા કે “બાદશાહુકા બેટા ખડા રહે” આટલા
૨. એજન પૂ. ૬૩
Page #77
--------------------------------------------------------------------------
________________
65
અનુભવ રસ શબ્દો બોલ્યા કે તરત પેલા શાહજાદાનો ઘોડો ત્યાં ઊભો રહી ગયો, શાહજાદાએ તેને ચલાવવા ચાબુક માર્યો પણ ઘોડો તસુમાત્ર પણ આગળ ચાલી શક્યો નહીં. શ્રી આનંદઘનજી તો ત્યાર પછી પોતાના સ્થળે ચાલ્યા ગયા. એટલામાં શાહજાદાના મિત્રો ત્યાં આવી પહોંચ્યા અને શું થયું તે પૂછયું. શાહજાદાએ કહ્યું કે “હું બીજુ કાંઈ જાણતો નથી. પરંતુ એક સેવડા (સાધુ) ની મેં મશ્કરી કરી તેથી તેણે મને કહ્યું કે “વાતશાહ 1 વેરા વહી રહે આટલું બોલતાં ઘોડો ઊભો રહી ગયો.” શાહજાદાના મિત્રોના કહેવાથી બીકાનેરના મહારાજાએ તપાસ કરાવી ઘણા પ્રયાસને અંતે સમાચાર મળ્યા કે “આ કામ તો શ્રી આનંદઘનજીનું લાગે છે માટે તેમની પાસે જાઓ.”
રાજા વગેરે શોધ-ખોળ કરતાં કરતાં આનંદઘનજી મહારાજની પાસે આવ્યા અને આનંદઘનજી મહારાજને ઘણી આજીજી કરી. આનંદઘનજીએ કહ્યું કે વીશાહ વેરા સંત સાધુત્રોને સંતતિા હૈ કૌર उनकी मश्करी करता है तो उसकी भी मश्करी होवें उसमें क्या આશ્ચર્ય હૈ?
એ વાત જાણીને શાહજાદાએ વચન આપ્યું કે “હું સાધુ સેવડાઓને સતાવીશ નહિ.” એટલે આનંદઘનજીએ શાહજાદાને કહેવરાવ્યું કે “વાશાહ વા. વેરા વસે' આ પ્રમાણે શાહજાદાને શબ્દો સંભળાવ્યા કે શાહજાદાનો ઘોડો ચાલવા લાગ્યો. શાહજાદો આવો ચમત્કાર જોઈ ખુશી થયો પછી તેણે આનંદઘનજીનાં દર્શન કર્યા, દર્શન કરીને તેણે મિત્રોને કહ્યું આનંદઘનજી તો ઓલીયા હૈ.”
(૭) - અ
એક વખત આનંદઘનજી મહારાજ મારવાડના કોઈ ગામમાં એક ગરીબ વણિકને ત્યાં કેટલાક દિવસ રહ્યા હતા. એક વખત તે વણિક બહુ ચિંતાતુર ચહેરે આનંદઘનજી પાસે આવીને બેઠો. છાતી ભરાઈ જવાથી તે રડવા લાગ્યો. આનંદઘનજીએ તેને રડવાનું કારણ પૂછયું. તેણે પોતાના દુઃખની વીતક કથા કહી સંભળાવી આનંદઘનજીએ એ વણિકને કહ્યું “તારી પાસે લોઢું હોય તો લાવ' તેણે એક શેરીઓ (શેરનું કાટલું) લાવીને શ્રી આનંદઘનજીને આપ્યો. વહેલી પ્રભાતે
Page #78
--------------------------------------------------------------------------
________________
66.
અનુભવ રસ આનંદઘનજી કોઇને કહ્યા વગર વિહાર કરીને ચાલ્યા ગયા, પેલો વણિક આનંદઘનજીના ખંડમાં ગયો તો, ત્યાં આનંદઘનજી દેખાયા નહિ, પરંતુ તેઓ જ્યાં બેઠા હતા ત્યાં પોતાનો શેરીઓ દેખાયો તે સુવર્ણનો થઈ ગયો હતો. તે વેચીને વણિકે બધું જ દેવું ચૂકવી દીધું અને ઘણું ધન પામી સુખી થઈ ગયો.”
(૮) શિષ્ય કરો, નામ રહેશે “એક વખત આનંદઘનજી મારવાડના કોઈ ગામમાં એકાંતસ્થાનમાં રહી, આત્મધ્યાન ધરતા હતા. તે ગામના શ્રાવકો તેમની પાસે અવારનવાર આવતા હતા. એક દિવસ ગામના શ્રાવકોએ વિનંતી કરી કે “સાહેબ! આપની પાછળ આપનું નામ રહે તે માટે એક શિષ્ય કરો, શિષ્ય આપનું નામ રાખશે.”
આનંદઘનજીએ શ્રાવકોની વાત સાંભળીને પછી તેના ઉત્તર તરીકે હૃદયના ઉદ્ગારો કાઢતાં કહ્યું કે “અવધૂ! નામ હમારા રાખે. '
(૯) વ્યાપાર-માણેકચોક શ્રી આનંદઘનજી પાસે એક ગરીબ શ્રાવક આવતો હતો. તેના મનમાં એવો વિચાર હતો કે આનંદઘનજી પોતાને વેપારમાં કોઇક ચમત્કાર બતાવે તો પોતે પોતાનું દેવું ચૂકવી દઈ શકે અને ધંધો કરીને સુખી થાય.
એક વખત શ્રી આનંદઘનજી એકાંતમાં બેઠા હતા, તે સમય તે શ્રાવકે નિખાલસતાથી પોતે જે સેવા કરે છે તેનો ઉદ્દેશ નિખાલસતાથી કહ્યો. શ્રાવકની વાત સાંભળીને આનંદઘનજીએ આત્માના ખરા વ્યાપારનું
સ્વરૂપ સમજાવ્યું. આત્માની પાસે વ્યક્તધર્મની મૂળ રકમ થોડી છે અને કર્મરૂપ વ્યાજ ઘણું જ છે. આનંદઘનજીના મુખમાંથી તે વખતે નીચેની પંક્તિઓ સરી પડી – “મૂલડો થોડો, ભાઈ વ્યાજડો ઘણો રે,
કેમ કરી દીધો રે જાય.” આનંદઘન પદ ભાવાર્થ ભા. ૨, શ્રી બુદ્ધિસાગરજી મહારાજ પૃ.: ૧૪૩ ૧. આનંદઘન પદ ભાવાર્થ ભા. ૨, શ્રી બુદ્ધિ સાગરજી મહારાજ પૃ.: ૧૨૧
Page #79
--------------------------------------------------------------------------
________________
G
અનુભવ રસ તેમણે શ્રાવકને અમદાવાદની માણેકચોક ને અંતરનાં માણેકચોકમાં ઉતારીને ત્યાં ધર્મની દુકાન માંડવાનો ઉપદેશ આપ્યો. પેલા ગરીબ શ્રાવક ઉપર આનંદઘનજીના ઉપદેશની સાચી અસર થઈ. (૧૦) શ્રીમદ્ આનંદઘનજી પર જૂઠો આરોપ
શ્રી આનંદઘનજી મહારાજે કોઈ એક શેઠની સ્ત્રીને સતી થતાં વારી હતી. ત્યારથી તે સ્ત્રી આનંદઘનજી પાસે અભ્યાસ કરવા આવતી હતી. તે અધ્યાત્મજ્ઞાનનો અનુભવ પણ લેતી હતી. પરંતુ કેટલાક દોષ દૃષ્ટિ લોકોએ આનંદઘનજી વિશે એવી ખોટી અફવા ફેલાવી કે, આનંદઘનજીને તેની સાથે સંબંધ છે, પરંતુ લોકસંજ્ઞાને જીતનાર આનંદઘનજી આવી અફવાથી જરા પણ અસ્વસ્થ થયા ન હતા, ઊલટાના તેઓ એથી વિશેષ ધ્યાનારૂઢ થયા હતા.'
(૧૧) જવરને કપડામાં ઉતાર્યો. શ્રી આનંદઘનજી મારવાડમાં વિચરતા હતા. કોઈ વખત જોધપુર રાજ્યમાં વિહાર કરતાં તેઓ કોઈ પર્વત પાસેના ગામની બહાર મંદિરમાં રહ્યા હતા, આ વાતની જોધપુરના રાજાને ખબર પડી. તેથી તેઓ આનંદઘનજી મહારાજનાં દર્શન કરવા આવ્યા. આનંદઘનજીનું શરીર એ વખતે તાવથી ઘણું જ ગરમ થઈ ગયું હતું તથા ધ્રુજી રહ્યું હતું. જોધપુરના રાજાના આવાગમનની વાત જાણીને આનંદઘનજીએ પોતાના તાવને કપડામાં ઊતારીને, તે કપડું દૂર મૂકયું. રાજા પધાર્યા ત્યારે તેઓ શાંત અને સ્વસ્થ ચિત્તે ઉપદેશ આપવા લાગ્યા. આત્માના ગુણોની પ્રાપ્તિ માટે જે જે ઉપાયો લેવા જોઈએ તે તેઓ રાજાને સમજાવવા લાગ્યા. ઉપદેશ, પૂર્ણ થયા પછી, રાજાની દૃષ્ટિ કપડા પર પડી. કપડું ઘૂજતું હતું. રાજાને થયું કે આ કપડું કેમ ધ્રૂજતું હશે? કાંઈ ન સમજાયું એટલે તેમણે આનંદઘનજીને તેનું કારણ પૂછ્યું. આનંદઘનજીએ કહ્યું કે, “આ કપડામાં તાવનાં પુગલો છે રાજન! તમારી સાથે ધર્મમાર્ગની ચર્ચા કરવી હતી, એટલે તાવને મેં શરીરમાંથી કપડામાં ઉતાર્યો અને કપડાને દૂર મૂછ્યું, હવે
૧. આનંદઘન પદ ભાવાર્થ ભા. ૨ શ્રી બુદ્ધિસાગરજી મહારાજ પૃ. ૧૨૯.
Page #80
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
68 હું તે કપડામાંથી તાવને પાછો શરીરમાં સ્થાપી દઈશ.” ૧
(૧૨) વચનસિદ્ધિ. શ્રી આનંદઘનજી મહારાજ વિષે લોકોમાં એવી માન્યતા હતી કે તેમને વચનસિદ્ધિ પ્રગટ થઈ છે. જે મનુષ્ય ભાષાસમિતિનું સમ્યફ પાલન કરે છે અને વચનગુપ્તિમાં વિશેષ કાળ રહે છે તેમજ નાભિ કમળમાં ધ્યાન ધરી પરાભાષામાં કલાકોના કલાકો પર્યત લીન થઈ જાય છે તેને વચનસિદ્ધિ પ્રગટે છે.
(૧૩) ચોવીશી સંબંધી કિવદન્તી “શ્રીમઆનંદઘનજી કૃત સ્તવનચોવીશી સંબંધી એવી એક દંતકથા છે કે શ્રી આનંદઘનજી એક વખત શત્રુંજયગિરિ ઉપર શ્રી જિનેશ્વર પરમાત્માના દર્શન કરવા ગયા હતા, તે વખતે યોગાનુયોગ શ્રી યશોવિજયજી તથો જ્ઞાનવિમલસૂરિ પણ યાત્રાર્થે ગિરિરાજ ઉપર જતા હતા. ગિરિરાજ ઉપર જઈ શ્રી આનંદઘનજી મહારાજ એક જિનમંદિરમાં ભાવસ્તવના કરવામાં લીન બની ગયા, તે સમયે ઉપાધ્યાયશ્રી અને શ્રી જ્ઞાનવિમલસૂરિજી શ્રી આનંદઘનજીની જાણમાં ન આવે, એ રીતે ત્યાં બેસી ગયા અને સ્તવન સાંભળવા લાગ્યા.
શ્રી આનંદઘનજી મહારાજે પહેલા તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનથી આરંભીને બાવીસમા શ્રી નેમિનાથ ભગવાન સુધીના તીર્થકરની સ્તવના : કરી. પછી કોઈક કારણસર પ્રસંગ પામીને શ્રી આનંદઘનજીએ અચાનક પાછળ દૃષ્ટિ કરી તો શ્રી ઉપાધ્યાયજી અને જ્ઞાનવિમલસૂરિજીને જોયા. એથી ભાવની એકાગ્રતામાં વિક્ષેપ પડતાં શ્રી આનંદઘનજીના નાભિકમળમાંથી નીકળતા ભાવવાહી ઉભરાઓ સંકોચાઈ ગયા. શ્રી આનંદઘનજી તરત જ ઊભા થયા અને ત્યાંથી અન્યત્ર ચાલી નીકળ્યા એટલે શ્રી પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી ભગવાનનાં સ્તવનોની રચના અપૂર્ણ રહી. ૧
૧. આનંદઘન પદ-ભાવાર્થ ભા. ૨, શ્રી બુદ્ધિસાગરજી મહારાજ પૃ. ૬૦. ૧. આનંદઘન પદ ભાવાર્થ ભા.
Page #81
--------------------------------------------------------------------------
________________
69
અનુભવ રસ (૧૪) દિયોદ્ધારક શ્રી સત્યવિજયજી મહારાજનો
આનંદઘન સાથે વિહાર “પન્યાસ શ્રી સત્યવિજયજી મહારાજ આત્માર્થી પુરુષ હતા. તેઓ સાધુની ક્રિયાઓ કરવામાં પ્રયત્નશીલ રહેતા હતા. આનંદઘનજી સાથે તેઓ ઘણાં વર્ષ પર્યત વનવાસમાં રહ્યા હતા. અને અધ્યાત્મજ્ઞાનીની સંગતિનો લાભ તેમણે લીધો હતો.
આ સંદર્ભમાં શ્રી આત્મારામજી મહારાજ પણ જણાવે છે કે શ્રી સત્યવિજયજીએ કેટલાંક વર્ષો સુધી આનંદઘનજીની સાથે વનમાં વાસ કરીને ચારિત્ર પાળ્યું હતું. ક્રિયોદ્ધાર કરનારમાં ત્યાગ અને વૈરાગ્યનું ઘણું બળ હોવું જોઈએ તો જ તે ક્રિયોદ્ધાર કરવા સમર્થ થાય છે.
શ્રી આનંદઘનજી મહારાજના પરિચયથી તેમનામાં આત્મબળ ખીલ્યું હતું. જૈન શાસનની પ્રભાવના કરનારાઓ ઉપર શ્રી આનંદઘનજી મહારાજનો કેટલો બધો રાગ હતો તે આ પ્રસંગ ઉપરથી જાણી શકાય છે.”
(૧૫) સુવર્ણસિદ્ધિની પાસ માટે
શ્રીમદ્ ઉપાધ્યાયજીનું આગમન. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયના મનમાં એક દિવસ એવો વિચાર આવ્યો કે જો પોતાની પાસે સુવર્ણસિદ્ધિ હોય તો લાખો-કરોડો મનુષ્યને તેઓ જૈન બનાવવા સમર્થ બને. કારણ કે ધન વિના મનુષ્યોની ધર્મમાં શ્રદ્ધા, ભાવ, ભક્તિ, સ્થિર રહેતા નથી. . ઉપાધ્યાયજીના મનમાં એવો તર્ક થયો કે જો પોતે સુવર્ણ સિદ્ધિ ધરાવનાર શ્રી આનંદઘનજીની સેવા-ભક્તિ બહુમાન કરે તો તેઓ પાસેથી સુવર્ણ સિદ્ધિ મેળવી શકાય. આવા વિચારથી તેઓ શ્રી આનંદઘનજીની શોધ કરતા કરતા મેડતા આવ્યા. મેડતા પાસેના જંગલમાં આનંદઘનજી છે તેવો પત્તો લાગ્યો. એથી ઉપાધ્યાયજી જંગલમાં આનંદઘનજી પાસે પધાર્યા અને મેડતા નગરમાં પધારવાની તેમને વિજ્ઞપ્તિ કરી.
શ્રી આનંદઘનજીને શ્રી ઉપાધ્યાયજી ઉપર શુદ્ધ અંતઃકરણનો ૨, શ્રી બુદ્ધિસાગરજી મહારાજ પૃ. ૭૯ ૨. એજન પૂ. ૬૩-૬૪
Page #82
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
70 પ્રેમભાવ હતો. તેથી ઉપાધ્યાયના આગ્રહને વશ થઈ તેઓ તેમની સાથે વિહાર કરવા લાગ્યા, ચાલતાં ચાલતાં માર્ગમાં એક ઠેકાણે શ્રી આનંદઘનજી મહારાજ લઘુ નીત (પેશાબ) કરવા બેઠા અને તે સ્થાને તેઓ બેસી જ રહ્યા અને અંતરમાં ઊંડુ આત્મધ્યાન કરવા લાગ્યા.”
શ્રી આનંદઘનજી મહારાજને આ પ્રમાણે ઘણીવાર લાગી, છતાં પણ આનંદઘનજી તો ઊઠયા જ નહિ, તેથી ઉપાધ્યાયજીને હસવું આવ્યું. આડું મુખ રાખી તેઓ હસ્યા તે સમયે શ્રી આનંદઘનજી પણ હસવા જેવું કરવા લાગ્યા, એ વખતે ઉપાધ્યાયજીના મનમાં વિચાર થયો છે કારણ વિના શ્રી આનંદઘનજીનું મુખ હસવા જેવું કેમ થયું? તેથી તેમણે તે માટે શ્રી આનંદઘનજીને પૂછ્યું, પ્રત્યુત્તરમાં શ્રી આનંદઘનજી એ કહ્યું કે જેવી રીતે તમે હસ્યા તેવી રીતે હું હસ્યો.”
આ પ્રમાણેનું આનંદઘનજીનું વચન સાંભળીને ઉપાધ્યાયજી શરમાઈ ગયા. પછી ઉપાધ્યાયજીએ આનંદઘનને કહ્યું કે “જૈન શાસનની મહાન પ્રભાવના થાય તે માટે સુવર્ણસિદ્ધિની જરૂર છે સુવર્ણસિદ્ધિ આપની પાસે છે, તેથી આપ કૃપા કરો અને મને તે સુવર્ણસિદ્ધિ આપો.” ન ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની વિનંતી સાંભળીને શ્રી આનંદઘનજી કેટલોય સમય મૌન રહ્યા. છેવટે ગંભીર મુદ્રાથી તેમણે કહ્યું “મારા મનમાં તમને સુવર્ણ સિદ્ધિ આપવાની ઈચ્છા હતી, પરંતુ તમે તે માટે માગણી કરી, એટલે તે તમને હવે મળે એમ નથી, કારણ કે જ્યાં યાચનાનો દોષ હોય ત્યાં આવી સિદ્ધિ પ્રગટી શકે નહિ.”
આ પ્રમાણે કહીને આનંદઘનજી મહારાજ વનગુફા તરફ ચાલ્યા ગયા. આ દંતકથા માન્યામાં આવે તેમ નથી, કારણ કે ઉપાધ્યાયજી જેવા જ્ઞાનીમહાત્મા સુવર્ણસિદ્ધિની યાચના ક્યારેય કરે નહિ.
(૧૬) આત્માની નિશાની એક વખત શ્રી આનંદઘનજી મહારાજ બીકાનેર શહેરની બહાર સ્મશાનભૂમિની નજીકના પ્રદેશમાં રહ્યા હતા. બીકાનેરમાં એ સમયે જુદા જુદા ગચ્છના સાધુઓ રહેતા હતા. એક વખત અન્ય દર્શનના કેટલાક
૧ઃ આનંદઘન પદ ભાવાર્થ ભા. ૨ શ્રી બુદ્ધિસાગરજી મહારાજ પૃ. ૬૬૮
Page #83
--------------------------------------------------------------------------
________________
71
અનુભવ ૨સ
પંડિત બ્રાહ્મણોના મનમાં એવો વિચાર આવ્યો કે જૈનોમાં આનંદઘનજી નામના એક યોગી છે. તે ગામની બહાર રહે છે આત્મજ્ઞાનમાં તે ઊંડા ઊતર્યા છે. તેઓ ઘણીવાર ધ્યાન સમાધિમાં રહે છે.
કેટલાક પંડિત બ્રાહ્મણો ભેગા થઈને શ્રીમદ્ આનંદઘન યોગીની પાસે આવ્યા, અવસર મેળવીને પંડિતોમાંથી એક પંડિતે પ્રશ્ન કર્યો ? ‘યતિજી ! આપ આત્મજ્ઞાની છો તો આત્માની નિશાની શી છે તે જણાવશો, કા૨ણ કે દરેક મતવાળા આત્માને જુદો જુદો માને છે.' તે વખતે શ્રી આનંદઘનજીએ ઉત્તરમાં ગાયું કેઃ
‘નિશાની કહા બતાવું રે, તેરો અલગ અગોચર રૂપ’ આ પદ તેમને સહજ સ્ફૂર્યું. તેનો ભાવાર્થ કહીને અનુભવ બળે તેમણે પંડિતોને આત્મતત્ત્વની ઝાંખી કરાવી.
(૧૭) રાજાની બે વિધવા પુત્રીઓને બોધઃ
શ્રી આનંદઘનજી એક વખત મેડતા શહેરમાં ગયા હતા, ત્યાંના રાજાની બે પુત્રીઓ તે વખતે વિધવા થઈ હતી. તેથી તે બંને રાજકુમારીઓ હંમેશા રૂદન કર્યા કરતી હતી, રાજાએ ઘણા ઉપાયો કર્યા પણ પુત્રીઓનો શોક ઓછો થયો નહિ.
એક દિવસ લોકોના મુખેથી રાજાએ સાંભળ્યું હતું કે આનંદઘનજી મહારાજ એક સિદ્ધ પુરુષ છે. તે કોઈ પણ ઉપાયે પુત્રીઓના શોકને દૂર કરશે. તેથી રાજાએ પોતાની બંને પુત્રીઓને આનંદઘનજીની પાસે મોકલી. આનંદઘનજી તેઓને આત્મારૂપી સ્વામીનું સ્વરૂપ સમજાવ્યું અને અસાર સંસારની ક્ષણભંગુરતા સમજાવી. આનંદઘનજીના મુખેથી વૈરાગ્યમય વાણીનું શ્રવણ કરવાથી રાજાની એ બંને પુત્રીઓનો શોક દૂર થયો હતો. ત્યાર પછી તે બંને પુત્રીઓ આનંદઘનજી પાસે વિશેષ ધર્મ-શ્રવણ કરવા લાગી. આ આધ્યાત્મિક ઉપદેશની એટલી અસર થઇ કે તેઓ ધર્મમાં લયલીન બની ગઈ, પરંતુ રાજાની બંને પુત્રીઓના પરિચયથી દુર્જન લોકોએ એવી ખોટી અફવા ફેલાવી કે આનંદઘનજીને તેમની સાથે સંબંધ છે. આ વાત સાંભળી એ બાબતનો નિશ્ચય કરવા રાજા એક દિવસ ગુપ્તવેશે આનંદઘનજીની પાસે આવ્યા અને એમની
Page #84
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
72
દિનચર્યા જોવા લાગ્યા. આનંદઘનજીએ તે વખતે અદ્ભુત ઉપદેશ આપ્યો. વળી અગ્નિમાં પોતાના બે હાથ રાખ્યા છતાં દાઝતા નથી એવો અદ્ભુત ચમત્કાર બતાવ્યો. વિશુદ્ધ ચારિત્ર વિના આવું બને નહિ એટલે આ પ્રસંગ જોઈને લોકોના મનનો સંશય દૂર થયો.
(૧૮) સતી થવા નીકળેલી સ્ત્રીને પ્રતિબોધઃ
‘શ્રી આનંદઘનજી એક વખત વિહાર કરતાં મેડતાનગરમાં પધાર્યા, ત્યાં એક શેઠની યુવાનપુત્રીનો પતિ મૃત્યુ પામ્યો અને તે વિધવા બની, તે પોતાના પતિ સાથે ચિતામાં બળી મરવા તૈયાર થઇ. એ દિવસોમાં સતી થવાનો રિવાજ ઘણો પ્રચલિત હતો. તેનામાં સત આવ્યું અને મેડતા ગામની બહાર સતીના વેશે નીકળી.
શ્રી આનંદઘનજી મહારાજ ત્યારે મેડતા નગરની બહાર સ્મશાન ભૂમિમાં કોઇ એક સ્થાનમાં ધ્યાનસ્થ હતા. સતી બનવા નીકળેલી શેઠની પુત્રી સ્મશાનમાં આનંદઘનજી પાસેથી પ્રસાર થઇ, ઘોંઘાટથી આનંદઘનજીના ધ્યાનમા ભંગ પડયો. એ સમયે કોઇએ શ્રી આનંદઘનજીને કહ્યું કે શેઠની પુત્રી સતી થવા જાય છે. શ્રી આનંદઘનજીએ તેને ઉપદેશ આપતા કહ્યું; બહેન તારો પ્રિયત્તમ તે તારા સ્વામીનું શરીર છે કે એના શરીરમાં રહેલો આત્મા છે ? જો તું શ૨ી૨ને સ્વામી માનીને ભેટવા જતી હોય તો તે અયુક્ત છે કા૨ણ કે શ૨ી૨ તો જડ છે અને ક્ષણવિનાશી છે શરી૨ કોઇનું થયું નથી અને થવાનું પણ નથી. શરીર સાત ધાતુનું બનેલું છે જેનો ઉત્પાદ છે તેનો નાશ છે.
આનંદઘનજીનાં આ ઉપદેશની અસર તેના ઉપર થઇ અને તેને સતી થવાનું માંડી વાળ્યું. સતી વિશેની આવી એક અન્ય દંતકથા થોડા ફેરફાર સાથે પ્રચલિત છે.’૧
આમ, આનંદઘનજીના જીવન વિશે આવી કેટલીક દંતકથાઓ પ્રચલિત છે એમાં કેટલીક જાણીતી છે અને આનંદઘનજીના જીવન કવન સમજવામાં ચાવી રૂપ છે. કેટલીક દંતકથાઓ દેખીતી રીતે જ અસંભવિત લાગે છે. વળી અધ્યાત્મમાર્ગમાં તેનું કશું મૂલ્ય જણાતું નથી,
૧. આનંદઘન પદ ભાવાર્થ ભા. ૨, શ્રી બુદ્ધિસાગરજી મહારાજ પૃ.: ૬૦
Page #85
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
| ૐ શ્રી સદ્ગુરવે નમઃ | | ૐ શ્રી તપસ્વી ગુરવે નમઃ |
Iક
પદ-૧
હીં
“યા તો ૩૪ ના લાકરે" અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજના શ્રીમુખે જાણે કે સાક્ષાત્ સરસ્વતીદેવીએ વાસ કર્યો હોય અને તે મુનિજીની વાણીમાં ધારારૂપે વહી રહ્યા હોય તેવું લાગે છે. શ્રી આનંદઘનજીની આ વાણીમાં અનુભવનું અમૃત અનુભવાય છે. તેઓશ્રીનાં વચનો જાણે કે સાધનાની સરાણે ચડેલ મોતી હોય તેવું શ્રદ્ધાન થયા કરે છે. માતૃહૃદયી સંતો મુમુક્ષોઓને વાત્સલ્ય વાણીરૂપ અંજલિ વડે છંટકાવ કરી જાગૃત કરે છે.
શ્રી આનંદઘનજી મહારાજ આ પદ દ્વારા જગતના જીવોને આત્મજાગૃતિ કરાવે છે. મોહનિદ્રામાં પોઢેલ પ્રાણીને પોતાની આત્મદશાનું જ્ઞાન કે ભાન નથી. તેથી જ પરમાત્મરૂપ આત્માની વાસ્તવિકતાનું દર્શન કરાવતા તેઓશ્રી પ્રસ્તુત પદનો પ્રારંભ કરતા કહે છે.
क्यां सोवे उठ जाग बाउरे।। क्या अंजलि जल ज्युं आयु घटत हे।
રેત પદોરિયાં ઘરિય થાય છે. જ્યા રૂાા અરે, એ ભોળા પ્રાણી! તું સૂઇ રહ્યો છે કેમ? ઊઠ, જાગ જેમ ખોબામાં રાખેલું પાણી ધીમે ધીમે વહી જાય છે, તેમ આયુષ્યરૂપી પાણી પણ ઘટતું જ જાય છે. પ્રહર (સમય) જણાવવા જેમ પહેરેગીર પરહ ઉપર ઘા મારે છે ને લોકોને જાગૃત કરે છે તેમ સંતો પણ પહેરેગીરનું કામ કરે છે.
ઉદયાધીન પ્રાણી, કર્મને વશ બની અનાદિકાળથી પરમાં સ્વ બુદ્ધિ રાખી, મોહનિદ્રા લઈ રહ્યો છે. જ્ઞાની સંતો પહેરેગીરનું કાર્ય કરી અજ્ઞાની જીવોની ઊંઘ ઉડાડે છે તથા સ્વરૂપદશાનું જ્ઞાન કરાવે છે. કર્મ તથા નોકર્મને કારણે પ્રાપ્ત સુખ – દુઃખાદિ તથા શરીરાદિ સામગ્રી આ બધા
Page #86
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ પદાર્થો ઉત્પન્ન, લયની સ્થિતિવાળા છે. પરંતુ જો તે પોતાના સ્વભાવમાં રહે તો શોભાસ્પદ લાગે છે. શ્રી અમૃતચંદ્રાચાર્યજીએ “સમયસાર” ના ત્રીજા કળશમાં કહ્યું છે
“યત્તળછયો , સમો અધ્યસ્થ શું? તો
बंधकहा एयत्ते तेण विसंवादिणी होई।।" નિશ્ચયથી સર્વપદાર્થ પોતપોતાના સ્વભાવમાં સ્થિત રહ્યું જ શોભા પામે છે. પરંતુ જીવની અનાદિકાળથી પુગલ કર્મ સાથે નિમિત્તરૂપ બંધઅવસ્થા હોવાને કારણે જીવમાં વિસંવાદ ઊભો થયો છે. તેથી તે શોભા પામતો નથી, પણ તે માટે વાસ્તવિક વિચારણા કરવામાં આવે તો એકપણું જ સુંદર છે. તેનાથી જ જીવ શોભા પામે છે.
આયુષ્ય તે તો કાળનો પ્રભાવ છે, શરીર પર તેનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી માટે જ કહ્યું છે, “આયુષ્ય તે તો જલના તરંગ
જેમ પાણીમાં પરપોટો થાય છે ને ક્ષણમાં વિલય પામી જાય છે. સમુદ્રમાં જેમ મોજાં ઊઠે છે અને તેમાં જ વિલય થઈ જાય છે તેમ આયુષ્ય પણ ક્ષણિક છે. કવિએ આ પદમાં વહી જતાં આયુષ્ય માટે અંજલિજલની સરસ ઉપમા આપી છે. કવિ કહે છે કે “હે ભોળા ! ક્યાં સુધી તું આ રીતે મોહનિંદ્રામાં સૂતો રહીશ? કારણ આયુષ્ય તો અસ્થિર છે. ક્ષણે ક્ષણે તેનો નાશ થતો જ રહે છે.”
સૂર્ય ઊગે છે ને આપણી જિંદગીનો સુવર્ણ ટુકડો લઈ અસ્તાચલ ભણી ચાલ્યો જાય છે. માટે જાગ! જેમ પહેરેગીર દિવસ- રાત ઘડિયાળની જેમ ડંકા વગાડ્યા કરે છે તે સમયનું ભાન કરાવે છે તેમ જ્ઞાની પુરુષો પણ સમય (આત્મતત્ત્વ) નું, શુદ્ધ સ્વરૂપનું ભાન કરાવે છે ને કહે છે કે હે જીવ! ઇન્દ્રિયોના ભોગમાં તો તારું આયુષ્ય ઘડીકમાં પૂર્ણ થઈ જશે. માટે ક્યાં સુધી તે વિષયોમાં રાચ્યો રહીશ?
શ્રી મોતીચંદ કાપડિયા લખે છે કે “જે વસ્તુ પોતાની નથી, જેમાં ખરું સુખ નથી, જે અનિત્ય છે તેમાંથી સુખ મેળવવાની લાલચે પ્રવૃત્તિ કરી રહેનાર જીવને ગાંડો કહેવામાં આવેલ છે. કારણ કે એ સ્થિતિમાં તે પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. વૈભાવિક સ્વપ્નોને સત્ય માની તેમાં જ રાચ્યો રહે છે. માટે હે માનવ! ઊંઘમાંથી ઊઠ અને જાગૃત થા.
Page #87
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
કવિશ્રી આનંદઘનજી મહારાજ બીજી કડીમાં કહે છે,
इंद चंद नागिंद मुनि चले, कोण राजापति साह राउरे, भमत भमत भव जलधि पायले, ભગવંત મનન વિના ભાઇ ના રે... જ્યા... ।। ૨ ।।
ઇન્દ્ર, ચંદ્ર, ધરણેન્દ્ર અને મોટા મુનિવરો તો ચાલ્યા ગયા તો પછી. ચક્રવર્તીઓ કે રાજા મહારાજા શું હિસાબમાં ? માટે સંસા૨પરિભ્રમણ કરતાં કરતાં મનુષ્ય ભવમાં પ્રભુની ભક્તિરૂપ નાવ મળી છે. તો તેનો ઉપયોગ કરી લે. તેના સિવાય તું બીજી કઈ નાવમાં બેસીશ ?
કવિએ આ કડીમાં કાળની ગતિની તથા આયુષ્યની ક્ષણિકતાની વાત કરી છે. હે પ્રાણી ! તું પ્રમાદમાં પોઢયો છો પણ વિચાર તો કર કે મોટા મોટા મહારથીઓ પણ કાળનો કવલ બની ગયા છે. કબીર કહે છે, “ડરે દેવતા કાળસે, ભયભીત હૈ જમકા જોર,
રૈ પૃથ્વી - પાતાલમેં ગજબ મૌતકા દૌર”
66
ત્રણેય લોકમાં કાળરાજાનું જોર છે અને દરેક સ્થળે તેનો પ્રભાવ જણાય છે માટે સંસારસમુદ્રને ત૨વાનો જો કોઈ માર્ગ હોય તો તે એક જ છે કે તું ભક્તિરૂપી નૌકા હાથ લઈ લે અને તેનો ઉપયોગ કરી લે. તેથી તું સંસારસાગર પાર કરી મોક્ષપદને પ્રાપ્ત કરી લઈશ.
તેથી જ કવિશ્રી આનંદઘનજી મહારાજ ત્રીજી કડીમાં આગળ પણ કહે છે,
कहा विलंब करे अब बाउरे, तरी भव जलनिधि पार पाउ रे; “જ્ઞાનંવધન” વેતનમય મુતિ, શુદ્ધ નિતંબન વેવ ધ્યાત્ત રે। જ્યા... ।।રૂ ।। હૈ મૂઢ ! હવે વિલંબ શા માટે કરે છે ? તું સ્વયં ભગવાન સ્વરૂપ છો. તું જ તારી નૌકાનો ખેવનહાર છો એમ શ્રદ્ઘા કરી, આનંદઘન સ્વરૂપ ચૈતન્યમૂર્તિ શુદ્ધ આત્મપ્રભુનું ધ્યાન કર.
કે ગમાર ! તને ભગવાનની ભક્તિરૂપ નૌકા મળી છે તો પછી ઢીલ શા માટે કરે છે ? આજે તને મોક્ષપ્રાપ્તિનાં સર્વ સાધનો પ્રાપ્ત થયાં છે. માટે તું તારા આત્મપ્રભુનું ધ્યાન કરી લે. માનવ જેવું ધ્યાન કરે તેનાં જેવો તે થાય. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મપ્રભુના ધ્યાનથી આત્મપ્રભુની પ્રાપ્તિ થાય છે. તેમ કરવાથી તને તારામાં જ ભગવાન દેખાશે. તારામાં
Page #88
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
જ ઈશ્વરદર્શન થશે પરંતુ સદ્ગુરુના સાથથી સત્પુરુષાર્થથીને બધું સુલભ છે માટે જ કહ્યું છે કેઃ નશ નાવ ન પીડેડ્; વાહી નાવન વક્રૂર્ફ” જ્યાં સુધી શ૨ી૨ જીર્ણશીર્ણ થયું નથી તથા વ્યાધિઓથી ઘેરાયો નથી ત્યાં સુધીમાં તું શરીરરૂપી નૌકામાં બેસી શાશ્વત સ્થાને પહોંચી જા. પણ શરીરૂપી નૌકાને પકડી રાખી સૂતો રહીશ તો ભવસમુદ્ર તરી શકીશ નહીં.
શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયજીએ શ્રીપાળ રાજાના રાસમાં કહ્યું
છે કેઃ
“જાન લઈ બહુ યુક્તિ શું, જિમ કોઈ ૫૨ણવા જાય રે, લગનવેળા ગઈ ઊંઘમાં, પછે ઘણું પસ્તાય રે.”
જાન લઈને પરણવા જનાર વ૨૨ાજા જો લગ્ન સમયે જ સૂઈ જાય તો પછી પસ્તાવાથી શો ફાયદો? રાંડયા પછીનું ડહાપણ શું કામનું? સમય ચાલ્યા ગયા પછી પસ્તાવા સિવાય શેષ કાંઈ રહેતું નથી માટે ‘ઘમ્મપદ' માં કહેવામાં આવ્યું છે,
अप्पमादो अमतपदं, पमादो भुच्युनो पदं । अप्पमत्ता म मयन्ति ये पमत्ता यथा मत्ता
"
જાગૃતિ અમરતાનો પંથ છે તો પ્રમાદ મૃત્યુનો પંથ છે જેઓ જાગૃત છે તે મરતા નથી પરંતુ જેઓ પ્રમાદી છે તેઓ જીવતા છતાં મરેલા છે.
હે ચેતન ! તું જાગ, તું તારા સ્વરૂપનો જ્ઞાતા બન અને ચેતન આત્મામાં પ્રવૃત્ત થા. કારણકે તું સ્વયં આનંદનો સમૂહ છો. તારે જ તારા સ્વરૂપને તારામાંથી પ્રગટ કરવાનું છે. માટે જ શુદ્ધ, નિરંજન ચૈતન્યમય મૂર્તિનું ધ્યાન ધરી લે.
કે ચેતન ! તું તારા સ્વરૂપને ઓળખી લે, તારી જ્ઞાનાદિ શક્તિઓનું ધ્યાન કરી લે, પ્રગટ કરી લે.
આ પદમાં શ્રી આનંદઘનજી મહારાજે જીવનની ક્ષણભંગુરતા દર્શાવી, આત્મજાગૃતિનો બોધ કર્યો છે. સ્વયં જાગૃત હોય તે બીજાને જગાડી શકે, ઊંઘતો બીજાને કેમ જગાડે ? દીપકથી દીપક પ્રગટે તેમ જેણે મોહનિદ્રા ઉડાડી છે તથા આત્માને ઢંઢોળીને જગાડયો છે તેવા ઉપકારી સંતો કરુણાબુદ્ધિથી સ્વાનુભવયુક્ત જ્ઞાનવાણીની લ્હાણી કરે છે. આનંદઘનજીએ આ પદના પ્રથમ ચરણમાં જ લાક્ષણિક પ્રશ્ન કરીને સચિંત કરી દીધા છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
એમણે આયુષ્ય માટે અંજલિની સરસ ઉપમા આપી છે તો વળી એમણે ઇંદ્ર, ચંદ્ર, નાળિંદ શબ્દોમાં તથા ભમત, ભવજલનિધિ, ભગવંત, ભજન ભાઉ જેવા શબ્દોમાં વર્ણાનુપ્રાસની સરસ સંકલના કરી છે.
ત્રણ કડીની આ નાની રચનામાં કવિએ છડી પોકારી, પોતાના વકતવ્યને સઘન અને સચોટ રીતે પ્રગટ કર્યું છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
અનુભવ ૨સ
S
પદ-૨
પેરિયારી વાહ રે” અનુભવના આનંદનું અમૃતપાન કરતાં અને કરાવતાં અદ્ભુત યોગી શ્રી આનંદઘનજી મહારાજસાહેબે આ પદમાં અમૃતરસ ફૂપ ભર્યો છે.
શ્રી આનંદઘનજી મહારાજે પહેલા પદમાં આત્માને જગાડવા ઉદ્ધોધન કર્યું છે ત્યારે બીજા પદમાં આત્માને ભોગલિપ્સાથી અલિપ્ત બનાવવા પ્રેરણા કરી છે.
रे घरियारी बाउ रे, मत धरिय बजावे નર શીર વાંધત પાથરી, તું ય ઘરીયા વેળાવે. રે... રૂ .
અરે! ભોળા ઘડિયાળી! તું ઘડી ના વગાડ, કારણકે માનવ પોતે જ પોતાના માથા ઉપર પાઘડી બાંધે છે પછી તું શા માટે ઘડી બજાવે છે? શ્રી મુનિરાજે આ પદમાં ઘડિયાળીને પ્રશ્ન કર્યો અને પછી તેને જ કહેવામાં આવ્યું છે કે તારો આ પ્રયત્ન બિલકુલ નિરર્થક છે.
• કવિએ માનવને જડજગતના સર્વ ભાવો તથા સંબંધોનું વાસ્તવિક સ્વરૂપ રજૂ કર્યું છે. માનવપ્રાણીને પ્રમાદથી દૂર રાખવા અને અપ્રમાદભાવોને કેળવવા ઘડિયાળીનું દૃષ્ટાંત આપેલ છે. ઘડિયાળ એટલે સમયમાપક યંત્ર અર્થાત્ ઘડી એટલે સમયની નાનામાં નાની ક્ષણ, છતાં પણ સ્થૂલ બુદ્ધિવાળાંજીવોને જાગૃત કરવા પૂલ દષ્ટાંતની જરૂર પડે છે. તેને નજરમાં રાખી આ પદમાં “ધરશબ્દ પ્રયોગ કર્યો છે.
પહેલાંના વખતમાં આજના જેવી ઘડિયાળ ન હતી ત્યારે સમયનું માપ કાઢવા જુદી જુદી પદ્ધતિ અપનાવવામાં આવતી, જેમકે એક પાણીથી ભરેલા પાત્રમાં અતિ સૂક્ષ્મ છિદ્રયુક્ત વાટકી મૂકતા હતા અને તે બરાબર ભરાઈને પાણીમાં ડૂબી જાય ત્યારે એક ઘડી (૨૪ મિનિટ) થાય અથવા કાચની બે જોડેલી શીશીમાં અતિસૂક્ષ્મ છિદ્ર દ્વારા એક શીશીની રેતી બીજી નીચેની શીશીમાં સરકી જાય તથા ઊપરની શીશી સાવખાલી થઈ જાય ત્યારે એક ઘડી થઈ કહેવાય છે. ૨૪ મિનિટની એક ઘડી થાય. આ રીતે એ સમયનું માપ હતું. આ સમયમાપક સાધનને “ઘડી” કહેવામાં આવે
Page #91
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ છે. જ્યારે આ એક ઘડી પૂરી થાય ત્યારે ઘડિયાળી જોરથી ડંકો વગાડી ગામના લોકોને ખબર આપતો હતો. અત્યારે કેટલેક સ્થળે જેમ દર કલાકે ઘંટ વગાડવાની પ્રથા છે તેમ, તે વખતે દરેક ઘડીએ ડંકા વગાડવાની યોજના હતી.
માટે જ કવિ કહે છે કે હે ઘડિયાળી! તું શું જોઈને ઘંટ વગાડે છે? કારણકે મનુષ્યો તો પોતાના માથે જ પાઘડી ૧-૪ રાખે છે અથવા પાઘડી બાંધે છે. અહીંયા પાઘડી શબ્દ પર શ્લેષ છે. પાઘડી એટલે માથે બાંધવાનું વસ્ત્ર. વળી પાઘડી એટલે પા+ ઘડી એટલે ઘડીનો ચોથો ભાગ. મનુષ્યો પાઘડી સૂચવનાર વસ્ત્ર તો પોતાને માથે જ રાખે છે પણ જો તું કાંઈ વધારે બતાવવા માંગતો હોય કે પળ વિપળ બતાવતો હોય તો ઘંટ વગાડ બાકી ઘડી વગાડવાનો પ્રયાસ નકામો છે. ઘડિયાળી ઘડી વગાડી બધાંને જાગૃત કરે છે કે એક ઘડી પસાર થઈ ગઈ. આવી રીતે જે પળ ગઈ તે પાછી આવતી નથી. આ રીતે ઘડી-ઘડી કરતાં આયુષ્ય પૂર્ણ થઈ જશે. નથી ખબર ક્યારે અને કઈ સ્થિતિમાં પ્રાણ નીકળી જશે? તે માનવ તો કાંઈ જાણી શકતો નથી. માટે જ ભગવાન મહાવીરસ્વામીએ ગૌતમ ને કહ્યું હતું કે હે ગૌતમ!
"कुसुग्गे जह ओस-बिन्दुए, पोवं चिठ्ठइ लम्बमाणए।
एवं भणुयाण जीवियं, समयं गोयम! मा पमायए।" . આ સંસારમાં ઘડીનો તો શું, પાઘડીનો પણ ભરોસો નથી. ઘાસના અગ્રભાગ પર પડેલું ઝાકળનું બિન્દુ તેને ખરી જતાં વાર શી? તેમ આયુષ્ય પૂર્ણ થતાં પણ વાર લાગતી નથી માટે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા જરા પણ વખત ન ખોતાં, પ્રમાદનો ત્યાગ કરી સ્વરૂપાનુંસંધાન કરી લે. અને તેની કળા જાણી લે. કવિ બીજી કડીમાં કહે છે,
केवल काल कला कले, वै तु अफल पावै; વન ના ઘર ઘર, મુન સો ઘર ભાવે.. રે. ઘર ૨
આ બાહ્ય ઘડિયાળ તો બાહ્યસમયને બતાવે છે તથા માનવને ભૌતિક જગતથી જાગૃત કરે છે ત્યારે કવિ કહે છે કે મને તો મારી અંતરની ઘડિયાળ રુચે છે, જેમાં સમયે સમયે આત્માના અનંત ગુણોની પર્યાયની ઉત્પત્તિ – લય થયા જ કરે છે. હું મારા અંતરઘટની ઘડીને
Page #92
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
જાણવા ઈચ્છું છું, જે આ બાહ્ય ઘડિયાળથી શ્રેષ્ઠતમ હોય.
આત્મા આવી એક ઘડીને પ્રાપ્ત કરી લે તો જન્મમરણનો ભાર ઊતરી જાય છે. પણ તે માટે આત્માના અતલ ઉંડાણમાં પહોંચવું પડે. તે સિવાય આ સર્વોત્તમ ઘડિયાળ (ઘડી ) પ્રાપ્ત થતી નથી. આત્મઅનુભવ રસથી ભરેલી આ ઘડીમાં બીજી કોઈ વસ્તુનો સમાવેશ થતો નથી. આત્માની આ અકળારૂપ ઘડીને જાણનાર કોઇક વિરલા પુરુષોજ હોય છે. માટે શ્રી આનંદઘનજી ત્રીજી કડીમાં કહે છે,
८
आतम अनुभव रस भरी, यामे और न भावे; “જ્ઞાનંવધન" અવિચલ હતા, વિના જોરે પાવે રે... વૃત્તિ રૂ ૫ આત્મસ્વરૂપની ઊંચી વાતો કરવી તે વિદ્વતાનું કામ છે ત્યારે તેનો પ્રત્યક્ષ અનુભવ કરવો તે જ્ઞાની પુરુષોનો વિષય છે.
આ ઘડિયાળ આત્મઅનુભવ રસથી ભરેલી છે. જેમાં સ્વ-૫૨ના જ્ઞાન સાથે હૈય–ઉપાદેયનો વિવેક જાગે અને સ્વ ને સ્વીકારી, ૫૨ને પડતું મૂકતા જે અનુભવાય તેને અનુભવ કહેવામાં આવે છે. તેને પોતામાં એકત્વ અને ૫૨ભાવનું અન્યત્વ અનુભવમાં આવે છે. શુદ્ધ આત્મસ્વરૂપ જ પ્રાપ્તવ્ય લાગે છે. તેમજ વિષયકષાય યુક્ત ભાવો ત્યાજય લાગતાં સંસાર પ્રત્યેની મમત્વ બુદ્ધિથી જીવ મુક્ત થતો જાય છે.
ન
આવા આત્માનંદ અનુભવ૨સ તથા તત્ત્વ પ્રીતિકર રસથી ભરેલી આ ઘડી છે. ઘટમાં વસેલી આ ઘડીના રસનો જ્યાં સુધી સ્વાદ ન લેવાય ત્યાં સુધી તેનું જ્ઞાન થતું નથી. સત્ય સ્વરૂપ પામવા તે તરફના દેઢ નિશ્ચય વિના તે તરફ પ્રયાણ થતું નથી માટે આવી અકળકળાને જાણવા પુરુષાર્થરત રહેવું અનિવાર્ય છે. પુરુષાર્થથી ભાગ્ય ખૂલતાં આ ઉત્તમ પ્રકારની અકળકળા સાધ્ય થઈ જાય છે તેમાં નિરંતર આનંદ છે, સુખ છે. નિર્વિકારી પ્રેમ છે. ત્યાં ઈચ્છા, આશા, શોક, ભય કે ખેદ નથી પરંતુ સ્વ૫૨ અનુભવનો એક રસ જ ભરેલો છે. જે આવા અનુભવરસનું પાન કરે છે તે જ તેનો ભોક્તા બને છે.
આ સાધક આત્મસ્વરૂપ તરફની રુચિવાળો થાય છે અને રુચિ અનુસાર જ્યારે વીર્ય ઉલ્લાસ પ્રગટે છે. ત્યારે કર્મોનાં ગાઢ આવરણ અમુક સમયે ખસી જાય છે. આવી સ્થિતિએ કોઈ વિરલા જ પહોંચી શકે
Page #93
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ છે. આ સ્થિતિને જૈનદર્શન “સમ્યકત્વ પ્રાપ્તિની અવસ્થા કહે છે. - કવિ આનંદઘનજીએ આ પદની પ્રથમ કડીમાં લાક્ષણિક શૈલીએ.
શ્લેષયુક્ત વિચાર રજૂ કરી બીજી કડીમાં પ્રાસાનુપ્રાસયુક્ત શબ્દો કેવલ, કલા, કાલ, કલે, અકલ વગેરે શબ્દો પ્રયોજીને તેમાં ગુઢાર્થ ભર્યો છે અને ત્રીજી કડીમાં આત્માનુભવની મહત્તા દર્શાવી છે. આવા આનંદઘન સ્વરૂપ આત્માનુભવરસનું પાન જે કરે છે તે નિશ્ચયથી અમરત્વને પ્રાપ્ત કરે છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૦
પદ-૩.
નીય ગાને મેરી સવેર ઘરરી” આત્મમસ્તીમાં મસ્ત એવા શ્રી આનંદઘનજીએ આ પદમાં જીવની અજ્ઞાનતાનું ભાન કરાવી સંસારના યથાર્થ સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. આ ત્રીજા પદને આરંભે કવિ કહે છે, जीय जाने मेरी सफल धरीरी... जाय सुत वनिता यौवन धन मातो, गर्भतणी वेदन विसरीरी जाय ।।१।।
સંસારના સંબંધમાં વીતેલી ઘડીઓને અજ્ઞાની માનવ સફળ માને છે અને ગર્ભની ભયંકર વેદનાને ભૂલી જાય છે.
મોહના આવરણોથી આવરિત આત્મા સંસારનાં સર્વ સંબંધો તથા પદાર્થોમાં રાચ્યોમાચ્યો રહે છે. તે સ્ત્રી, પુત્ર, પરિવાર, ભોગસામગ્રીમાં પોતાની જિંદગીને તથા વ્યતીત થતા સમયને સફળ માને છે. જીવ મનુષ્ય યોનિમાં માતાના ગર્ભમાં, લોહીના ખાબોચિયામાં કે જ્યાં માતાના શરીરના મળમૂત્રની વહેતી નીકમાં ઊંધે માથે લટકે છે ને નવ માસ ઉપરાંત ગર્ભની ભયંકર વેદના ભોગવે છે તે સર્વ ભૂલી જઈ યુવાનીમાં દિવાનો બની, કામાંધ બની જઈ પ્રમાદમાં જીવનયાપન કરે છે. અજ્ઞાનદશાવાળો જીવ એટલું પણ વિચારતો નથી કે આ મારો મોહ મદિરાનો નશો છે, એ નશો ઊતરી જતાં તો મારા શરીરની નસેનસ તૂટવા લાગશે તથા શક્તિહીન થતાં બિચારા બની પડી રહેવું પડશે. આવો એક પણ વિચાર, પ્રમાદી માણસને સ્કૂરતો નથી. સ્વપ્ન સમાન આ સંસારમાં ક્યાંય સુખનું નામો નિશાન નથી, છતાં સુખ અને આનંદ લાગે છે તે અજ્ઞાનસૂચક છે, થોડી પણ સગવડો મળતાં ભૂતકાળની અનેક અગવડોને તદ્ગ ભૂલી જાય છે. આ સુખ કેવું છે તે બતાવતાં કવિશ્રી શ્રી આનંદઘનજી લખે છે. सुपनको राज साच करी माचत, राहत छांह गगन बयरीरी आई अचानक काल तोपची, गहेगो ज्युं नाहर बकरीरी - जीय।।२।। સંસારનું સુખ એ તો ભિખારીને સ્વપ્ન મળેલ રાજ્ય સમાન છે,
Page #95
--------------------------------------------------------------------------
________________
૧૧
અનુભવ રસ તથા ભરઉનાળે મધ્યાહુને મળેલ વાદળીની છાયા બરાબર છે. તેમાં આનંદ માનવો તે જ અજ્ઞાનદશા છે. પામરપ્રાણીને ખબર નથી કે જેમ જંગલીનાહર બકરીને પકડી તેનું પેટ ફાડી ખાય જાય છે, તેમ કાળરૂપી તોપચી રોજ રોજ તોપમાંથી એક ગોળી ફેંકતો જાય છે ને માનવપ્રાણી તથા જીવજંતુઓની શક્તિને ક્ષીણ કરતો જાય છે. છેવટે એક ભયંકર ગોળી મારી માનવને મરણને શરણ કરી દે છે.
એક સુભાષિતકારે કહ્યું છે કેઃ बध्यस्य चौरस्य यथा पशोवां, संप्राप्य माणस्य पदं वधस्य शनै: शनैरेति मृति: समीपं तथाखिलश्यति कथं प्रमादः।।
ફાંસીની સજા પામેલ ચોરને અથવા વધસ્થાને લઈ જવાતા પશુને મૃત્યુ ધીમે ધીમે નજીક આવતું જણાય છે તેવી રીતે સર્વજીવને મૃત્યુ નજીક આવતું જાય છે. તો પછી પ્રમાદ શામાટે કરે છે? કેવી સંસારની રચના છે. શ્રી ચિદાનંદજી મહારાજ એક પદમાં કહે છે,
જગ સ૫નેકી માયા રે, નર જગ સપને કી માય, સુપને રાજ પાય કોઉ રંક જયું, કરત કાજ મન ભાયા, ઉધરત નયન હાથ લખ ખપ્પર, મન હું મન પછતાયા-રે.. નર યૌવન સંધ્યારાગરૂપ કુનિ, મલ મલિન અતિ કાયા; વિણસત જાસ વિલંબ ન રંચક, જિમ તરુવરકી છાય રે. નર
આ રીતે વસ્તુસ્થિતિ હોવા છતાં જીવ ક્ષણિક સુખમાં આસકત થઈ વિષય – કષાયમાં પડે છે. પરંતુ એક દિવસ કાળબાજ આવી તારી બધીએ બાજી વીંખી નાખશે તથા તને રોળી નાખશે માટે જ શ્રી આનંદઘનજી ત્રીજી કડીમાં કહે છે, अजहु चेत कछु चेतत नाहि, पकरी टेक हारिल लकरीरी आनंदघन हीरो जन छारत नर मोहयो माया ककरीरी... जीय।।३।।
માનવ! જાગ, ચેત. કેમ ચેતતો નથી? કાળબાજ તારો કોળિયો કરી જશે. છતાં તું વિષય-કષાયને પકડીને બેઠો છે. જ્ઞાનીની દૃષ્ટિએ હારિલ પક્ષી જેવી તારી દયનીય દશા છે. જેમ હારિલ પક્ષી વૃક્ષની ડાળખીને પકડી રાખે છે પણ પગ આડા-અવળા ચાલતાં ડાળખી નમી જાય છે અને પક્ષી ઊંધે માથે લટકી પડે છે ત્યારે ચીસો નાખે છે. તે એમ માને છે
Page #96
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૨ કે ડાળખીએ મને પકડી રાખ્યું છે, પણ તે સ્વયં ડાળી છોડતું નથી. તેવી રીતે વિષયભોગમાં આસકત પ્રાણી, કાળને નજીક આવતો જાણી આર્ત બની જાય છે. પરંતુ વિષયોથી વિરામ પામતો નથી પણ આનંદઘન સ્વરૂપ આત્મામાં રહેલ જ્ઞાન-દર્શનાદિ રત્નત્રયનો ત્યાગ કરી દે છે અને કંકરસમાન સંસાર ભોગને ગ્રહણ કરે છે તે હિતાહિતને વિચાર કર્યા વિના જ અક્ષય અને અવિનાશી આત્માનંદની પ્રાસિરૂપ સાધનોનો સંસાર ભોગમાં ઉપયોગ કરવામાં જીવનની સફળતા માને છે અને અંતે કાળબાજના સકંજામાં ફસાઈ હંમેશાં માટે વિદાય લઈ લે છે પરંતુ સંસારમુક્ત અવસ્થા કેળવતો નથી.
આ પદનો સાર છે જીવની અજ્ઞાનદશા અને તેને કારણે ભોગવવા પડતાં અનેક કષ્ટો. માણસ હીરા જેવા માનવ દેહને રોળી નાખે છે અને પછી પ્રશ્ચાતાપ કરે છે પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
t'
ITIV8
*:
Page #97
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
પદ-૪
“સુહા T! ના અનુભવ ત” અધ્યાત્મયોગી શ્રી શ્રી આનંદઘનજીનાં પદો અતિ માર્મિક તથા અધ્યાત્મરસથી ભરપૂર છે. તેઓશ્રીના એક એક પદમાં ગંભીર ભાવો ભર્યા છે. તેઓશ્રીએ આ પદમાં આત્મા તથા આત્મપરિણતિ સંબંધી નિરૂપણ કર્યું છે. ,
સામાન્યરૂપક દ્વારા તત્ત્વનાં ઉત્તમ રહસ્યો ગૂંથી લેવા એ તો આ કવિને આગવી વિશેષતા છે. આત્મા અને તેની પરિણતિના શા સંબંધો છે તે અજ્ઞાની જીવો શું જાણે? એ તો જાણે ફકત અનુભવી.
જેમ સુહાગરાતનું સુખ કુમારિકા શું જાણે? અને પ્રસૂતિની વેદના વંધ્યા શું જાણે? તેમ આત્મા તથા તેની પરિણતિનો આનંદ ભોગી, વિજોગી કે વિકારી શું જાણે? એ તો શુદ્ધભાવોના સંયોગી અને આત્મગુણોમાં ઉપયોગી એવા આનંદઘનજી જેવા મહાત્માઓ જાણે માટે જ કવિ કહે છે,
સુહા ! નાની અનુભવ પ્રીત... સુહાન; નિન્દ ના ગયાનવ મિટ જ નિન રીત.. સુદા.. ?
હે સૌભાગ્યવતી ! તારી સાથે સ્વરૂપજ્ઞાનની પ્રીતિ જાગૃત થઈ છે. અનાદિકાળથી અજ્ઞાનને કારણે મને ઊંઘ આવી ગઈ હતી. પરંતુ હવે તે પોતાના સ્વભાવે જ ઊડી ગઈ છે. ' આ કડી ચેતન, શુદ્ધ ચેતનાને ઉઠ્ઠીને કહે છે કે, હે સૌભાગ્યવતી ચેતના હવે મને તારી સાથે સાચી પ્રીતિ જાગી છે. આજ સુધી હું ખોટી ભ્રમણામાં હતો, જેમાં સુખ ન હતું તેમાં મેં સુખ માન્યું હતું. હું પૌદ્ગલિક સુખો મેળવવા અને મેળવ્યા પછી ભોગવવામાં મસ્ત હતો. વળી તે કોઈ મારી પાસેથી લઈ ન જાય તેની ચિંતામાં રહેતો હતો. પરંતુ હવે મને તારી અજ્ઞાનદશાનું ભાન થયું છે. અત્યાર સુધી મોહમદિરામાં ચકચૂર થઈ હું ફરતો રહ્યો હતો અને ચારે બાજુ અથડાતો હતો પણ હવે મોહ મદિરાનો નશો થોડો ઉતરી જતાં મને મારી વાસ્તવિકદશા જાગૃત કરવાની
Page #98
--------------------------------------------------------------------------
________________
૧૪
અનુભવ રસ તમન્ના જાગી છે.
કાળલબ્ધિનો પરિપાક થતાં અને સત્પુરૂષાર્થ ઉપડતાં જીવ યથાપ્રવૃત્તિકરણ કરે છે. અહીં સુધી સર્વ સામાન્યજીવો પણ પહોંચી શકે છે. પરંતુ જીવનો પુરુષાર્થ તીવ્ર બનતાં તે અપૂર્વકરણ સુધી પહોંચી જાય છે. દર્શનમોહના ક્ષયોપશમને કારણે પાંચ લબ્ધિ પ્રગટ થાય છે.
શ્રી નેમિચંદ્રાચાર્યજી લખે છે, खयुवसम विसोही देसणा, पाउठा करण लदिघए;
चत्तारिवि सामाण्णा करणं पुणं होदि सम्मते।। સમ્યકત્વની પ્રાપ્તિમાં આ પાંચલબ્ધિ કારણભૂત છે. (૧) ક્ષયોપશમ લબ્ધિ (૨) વિશુદ્ધ લબ્ધિ (૩) દેશના લબ્ધિ (૪) પ્રયોગ લબ્ધિ અને (૫) કરણ લબ્ધિ. પ્રથમની બે લબ્ધિ સુધી સર્વ જીવો જઈ શકે છે પરંતુ પ્રયોગ લબ્ધિ સમ્યકત્વની તીવ્ર પ્રગતિ કરે છે, કરણ લબ્ધિમાં જીવ કરણ કરે છે ત્યારે દેશનાલબ્ધિ સમ્યકત્વ પ્રાપ્તિની રહસ્ય ચાવી છે કારણકે કર્મના ક્ષયોપશમથી જીવની વિશુદ્ધિ થાય અને તેને સદ્ગનાં ઉપદેશની પ્રાપ્તિનો જોગ બને, પછી તેને સમ્યકત્વની પ્રાપ્તિ થાય.
શુદ્ધચેતના એટલે જ્ઞાનલક્ષણ ચૈતન્યની શુદ્ધતાવાળો આત્મા કે જેની પરિણતિ અત્યાર સુધી “પર” તરફ હતી તે હવે “સ્વ” તરફ દૃષ્ટિ કરે છે અને “સ્વ” માં સમાવવા પુરુષાર્થ કરે છે અને જ્યારે “સ્વ” માં સમાઇ જાય છે ત્યારે તેને અપૂર્વઆનંદ થાય છે. જેને શાસ્ત્રમાં અપૂર્વકરણ કહેવામાં આવે છે અને ત્યારબાદ અનિવૃતિકરણ કરી રાગ-દ્વેષની ગ્રંથિનો ભેદ કરે છે તે અવસ્થા તે સમ્યકત્વદશા છે સમ્યકત્વદશામાં જીવ સાક્ષાત્ સ્વનો અનુભવ કરે છે.
શ્રી મોતીચંદ કાપડિયા લખે છે, જે
જ્યારે આત્માને સૂક્ષ્મબોધ એટલે કે વસ્તુ સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે તેને સમજાય છે કે વાસ્તવિક રીતે પોતે કોણ છે? શું સ્વરૂપ છે? તથા અત્યાર સુધી હું જેને મારું માનતો હતો તે કોણ છે તે સત્ય સ્વરૂપે સમજાય છે.
સ્વ” સ્વરૂપ સમજાતાં આત્માનંદ થતાં મન પણ શાંત થઈ વિશ્રાંતિ પામે છે. કવિ શ્રી બનારસી દાસ “સમયસાર' નાટકમાં લખે છે કે –
Page #99
--------------------------------------------------------------------------
________________
૧૫.
અનુભવ રસ “વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવૈ વિસરામ,
રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવ વાકો નામ.” નિજ સ્વરૂપજ્ઞાનને અનુભવજ્ઞાન કહે છે. આવું અનુભવજ્ઞાન જાગૃત થતાં મોહ ખસવા માંડે છે. આ પ્રકારનું જ્ઞાન પ્રગટ થતાં જીવ કેવી દશા અનુભવે છે તે વિષે કવિ શ્રી આનંદઘનજી મહારાજ બીજી કડીમાં કહે છે,
घट मंदिर दीपक कियो, सहज सुज्योति सरूप। માપ પરામાપદી, તનત વસ્તુ ઝનૂપ.. સુદામા.. / ૨ાા
હૃદયમંદિરમાં સહજ પ્રકાશરૂપ દીપક પ્રગટ થયો છે. જેથી જીવ સ્વયં પોતાની અને પારકી વસ્તુને અનુપમ રીતે સ્થાપિત કરી શકે છે. અંધકારને કારણે આ જીવ ઉન્મત્ત બની કુમતિની સાથે ખેલ કરતો હતો પરંતુ હવે તો હૃદયમંદિરમાં સ્વયં જ્ઞાનજ્યોતિનો પ્રકાશ પડવા લાગ્યો છે. તેથી આત્માને શુદ્ધચેતના સાથેનો સંબંધનું સ્મરણ થવા લાગ્યું છે. આજ સુધી સ્વપરનો વિવેક નહોતો તે જ્ઞાનદીપક થતાં પ્રાપ્ત થયો છે.
જેમ સૂર્યના કિરણથી અંધકાર દૂર થાય છે તેમ અનંતાનુબંધી ચાર કષાય અને દર્શનમોહનો ઉપશમ થતાં ચિત્ત સ્વમાં સ્થાપન થાય છે. મોહ મદિરાનો નશો ઊતરી જતાં શુદ્ધાત્માનો અનુભવ એજ સમ્યગ્દર્શન છે.
શ્રી કુંદકુંદાચાર્યજી સમયસારમાં કહે છે, "ववहारोऽभयत्थो भूयत्थो देसिदो टु सुद्धणओ।
भूयत्थ मस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो।। આત્માનુભૂતિ એટલે શુદ્ધનયથી ભૂતાર્થની ઉપજતી શુદ્ધ આત્માનુભૂતિ સમજવી અથવા આત્માનુભૂતિજન્ય સભ્યશ્રદ્ધા જ સમ્યગ્દર્શનનું લક્ષણ છે.
આવા અનુભવને પામ્યા પછી ચેતન ચેતનાને કહે છે કે હવે મને તારા પ્રત્યે સાચો સ્નેહ થયો છે. આજ સુધી મારી પરમાં સ્વબુદ્ધિ હતી, પણ હવે મારા વિવેકચક્ષુ ખુલી ગયાં છે. હવે પરમાં મારી મતિ કામ કરતી નથી. પરંતુ સ્વમાં તે સ્થિર થઇ ગઇ છે. જેથી બાહ્ય સર્વ પદાર્થો પ્રત્યે મારા દિલમાં ઉદાસીન ભાવ વર્તે છે. મને હવે બહારમાં ક્યાંય રુચિ રહી નથી.
Page #100
--------------------------------------------------------------------------
________________
૧૬
૧૬
અનુભવ રસ આવી ઉચ્ચદશાનું વર્ણન કરતાં શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે,
“સર્વભાવથી ઉદાસીનવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેત હોય જો, અન્ય કારણે અન્ય કશું કર્ભે નહીં,
દેહે પણ કિચિંત મૂચ્છ નવ હોય જો.” મનમાંથી ઊઠે તે વિચાર. વિચાર કોઈ સંજ્ઞારૂપ બને ત્યારે તેને વૃત્તિ કહેવામાં આવે છે. પણ ભાવ તો આત્મજન્ય છે. આવા ભાવ “છ” છે. ઔદયિક ભાવ, ક્ષાયિકભાવ, ઉપશમભાવ, ક્ષયો પક્ષમભાવ, પારિણામિકભાવ અને સન્નિવાઇ ભાવ છ ભાવો પૈકી એક પારિણામિક ભાવ આત્મભાવ છે. શેષભાવ કર્મજન્ય છે. સત્તામાં પડેલ કર્મનો ઉદય થતાં જે ભાવ પ્રગટે તેને ઔદયિકભાવ કહેવાય છે. કર્મોનો ક્ષય થતાં જે ભાવ જન્મે છે તેને ક્ષાયિકભાવ કહેવાય છે. એવી જ રીતે ઉપશમ અને ક્ષયોપક્ષમભાવ પણ કર્મોનો ઉપશમ કે ક્ષયોપશમ થતાં પ્રગટે છે. આ બધા ભાવો કર્મસાપેક્ષ હોવાથી હેય છે ત્યારે પારિણામિકભાવ મોક્ષગતિમાં તથા સિદ્ધસ્થાને પણ હોય છે. તેથી જ કૃપાળુદેવ કહે છે કે મારી તો આ બધા ભાવોમાં પણ ઉદાસીનવૃત્તિ જ છે. આ દેહ જે ધારણ કર્યો છે તેમાં ફક્ત સંયમ હેતુ જ છે. પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં હવે રુચિ નથી. સંયમ અર્થે જે સાધનો જોઈએ તે જ મારે ઉપભોગ્ય છે તે સિવાય મારે બીજું કાંઈ જોઈતું નથી. આ સ્થૂલ દેહ ટકે કે પડે, સડે કે ગળે તેમાં પણ મારો મૂચ્છભાવ નથી. જેમ વાસણ ફૂટી જાય તો ઉકરડે ફેંકી દેવાય તેમ જે દેહ સંયમ સાધનામાં ઉપયોગી ન બને અને રોગથી ઘેરાય જાય તે દેહની પછી આળપંપાળ શું કરવાની હોય. કારણ હવે તે ફૂટેલ વાસણ જેવો થઈ ગયો છે. તેથી વોસરાવવા યોગ્ય બની જાય છે. સ્વાનુભૂતિરૂપ જ્ઞાન પ્રગટ થતાં જીવ એક ઉત્તમદશામાંથી પસાર થતો રહે છે. આવા જ્ઞાનીઓની ક્ષણે ક્ષણે જાગૃતિ હોય છે. જેમ શાહુકાર, ઘરમાં કોઈ ચોર પ્રવેશી ન જાય તે માટે ચારે બાજુ દૃષ્ટિ કરતો રહે છે. તેમ સત્યજ્ઞાની પુરુષો પોતાની ચિતવૃત્તિમાં ક્યાંય વિષય-કષાય, વાસનાની મલિનતા આવી ન જાય તે માટે સતત જાગૃત રહે છે. આજ એની છે સાચી સાધના. આવા ઉત્તમ સ્વરૂપને પામ્યા પછી તેની અવસ્થાનું વર્ણન મુખે કહ્યું જાય તેમ નથી. તેથી જ, .
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૭
અનુભવ ૨સ
કવિશ્રી આનંદઘનજી આ પદની ત્રીજી કડીમાં કહે છે,
कहां दिखावुं औरकुं, कहां समजाउ भोर; तीर अचूक है प्रेमका, लागे सो रहे ठोर... સુહા... || રૂ || ચેતન કહે છે કે મારી સ્થિતિ હું કોને કહું ? અને ભોળાપ્રાણીઓને મારા આ સ્વરૂપને હું કેમ સમજાવું? કારણ કે ઘાયલની વેદના સાજો માણસ શું જાણે ? તેમ જેને પ્રેમબાણ વાગ્યું હોય એ તો સ્થિર જ થઈ જાય છે. આવી ઉત્તમ અનુભૂતિને વાણી દ્વારા કે શબ્દોમાં કેવી રીતે કહી શકાય ? કે વાક્યોમાં કેવી રીતે ગૂંથી શકાય ? ચેતન કહે છે કે હે શુદ્ધ ચેતના ! મને મારા આત્મવૈભવના દર્શન થતાં જે આનંદ થયો છે તે હું વ્યક્ત કેવી રીતે કરૂં ? આ તો રામબાણ છે તેની પીડા તો જેને વાગ્યું હોય તે જ જાણે અને જેને વાગે એ તો સ્થિર જ થઈ જાય અર્થાત્ અનુભવ સમયના અંતરભાવોને વર્ણવા માટે બધા શબ્દો અધૂરા લાગે છે. જેને આવું તીર વાગ્યું હોય તેનાં ચિત્તની ચંચળતા દૂર થઇ જાય છે અને એક શુદ્ધાત્મદશાની અનુભૂતિ તથા પ્રતીતિમાં વસી જાય છે.
આ સ્થિરતારૂપ જે સ્થિતિ તે ચારિત્ર છે. હવે આ ગુણ પ્રગટ થયો છે તેમ કવિ ચેતનના આધારે કહે છે. જેમ જેમ મન શાંત થાય છે તેમ તેમ અંતરનો અવાજ સંભળાય છે.
તેથી કવિશ્રી આનંદઘનજી આ પદની છેલ્લી કડીમાં કહે છે, नादविलुदधो प्राणकुं, गिने न तृण मृग लोय; आनंदघन प्रभु प्रेमकी, अकथ कहानी कोय...
YET... ||૪|| જેમ રાગમાં આસકત મૃગ પોતાના પ્રાણની તણખલા જેટલી પણ કિંમત ગણતો નથી તેમ આનંદઘન પ્રભુની પ્રેમ કથા પણ કહી શકાય નહીં તેવી છે.
આત્મપ્રભુના રંગી અને શુદ્ધદશાના ઉમંગી એવા ભક્તને આનંદઘનપ્રભુનું મિલન અવશ્ય થાય છે. જેને એક વખત પણ એવું સ્વરૂપ પ્રાપ્ત થાય છે એવા ચક્રવર્તીઓ પણ પોતાની અખૂટસંપત્તિને તૃણની જેમ ગણી છોડી દે છે. એક વખત સ્વરૂપાનુભવ કર્યાં પછી વારંવાર તે કક્ષામાં જવાની તેને રઢ લાગે છે. તેથી આત્મપ્રભુને મેળવવા જંગલો, પહાડો અને ગુફાઓનાં એકાંતસ્થાનમાં તેઓ ચાલ્યા જાય છે. ત્યાં
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૮
અનુભવ રસ આત્માથી આત્મા સાથે વાતો કરતાં વર્ષો વીતી જાય છે પણ તેને સમયનું જ્ઞાન કે ભાન રહેતું નથી.
શ્રી મોતીચંદ કાપડિયા બતાવે છે તે પ્રમાણેઃ
આ કડીમાં ની વસ્તુથો શબ્દનો યોગની પરિભાષામાં અર્થ અનાહત નાદ થાય છે. યોગમાં ધીરે ધીરે પ્રગતિ કર્યા પછી જ્યારે સ્થિરતા આવે છે ત્યારે અતિમધુર ધ્વનિ અંતઃકરણમાંથી ઊઠે છે જેની મીઠાશ જગતના સર્વ પદાર્થથી અનેકગણી અધિક હોય છે.
આત્માને પામવાની જેને લગની લાગી છે તેઓ જગતથી તક્ન ઉદાસીન હોય છે. દુનિયા શું બોલશે કે બોલે છે તે સાંભળવા ને વિચારવાની તેને ઈચ્છા સુદ્ધા નથી હોતી. શ્રી આનંદઘનજી મહારાજ પણ આવા ઉદાસીન હતા તેઓ આત્મજ્ઞાતા હોવાને કારણે તેમની વાણી અકથ્ય તથા અપૂર્વ જ હોય છે. યોગથી અયોગ તરફ જવા તેમણે આત્માની આહલેક જગાવી અને શુદ્ધ ચેતનાને ચેતનમાં જોડી માટે જ શ્રી આનંદઘનજી અનુભવજ્ઞાની હતા. તેમણે આ પદમાં આત્માનુભવને સુહાગણના પ્રેમનું રૂપક આપ્યું છે. તેથી એ અનુભવ અપૂર્વ અને અકથ્ય કહ્યો છે. જેને એ અનુભવ થયો હોય એ જ તેને બરાબર જાણી- સમજી શકે છે. કવિ એ ઘટને મંદિરનું અને આત્માનુભવને દીપકનું રૂપક આપ્યું છે.
આ રીતે તીવ્ર અનુભૂતિને વ્યક્ત કરવા સચોટ અભિવ્યક્તિ પણ કવિને સહજ પ્રાપ્ત થયેલ છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૯
પદ-૫
અનુભવ રસ
"अवधू नट नागर की बाजी "
શ્રી આનંદઘનજી મહારાજે પદો દ્વા૨ા પોતાના અનુભવોનો ઉત્તમ નિચોડ આત્માર્થી જીવો માટે આપ્યો છે. આત્માર્થી જ્યારે ૫રમાત્માની સાચી ખોજ કરે છે ત્યારે તેને પોતાનામાં જ પરમાત્મા દૃશ્યમાન થાય છે. જ્યારે સ્વમાં પરમજ્યોતિ સ્વરૂપ પ્રભુનાં દર્શન થાય છે ત્યારે તેની બાહ્યદશા પણ વિલક્ષણ જણાય છે.
શ્રી આનંદઘનજી મહારાજ પાંચમા પદની પ્રથમ કડીમાં કહે છે, अवधू नट नागर की बाजी जाणें न बांभण काजी थिरता एक समयमें ठाने, उपजे विणसें तब ही લદ - પુનદ ધ્રુવ સત્તા રાહુઁ, યા હમ સુનીન વ્ દી અવય્।। રૂ।।
આ પદમાં કવિએ આત્માની ઉચ્ચદશાની વાત કરી છે. જે વાતો વેદ, પુરાણ કે કુરાનમાં પણ જોવામાં આવતી નથી એવી આત્માની સ્વતંત્ર સત્તાની વાતો છે.
સાંખ્ય દર્શન – આત્માને માત્ર નિત્ય માને છે.
બૌદ્ધ દર્શન- આત્માને અનિત્ય અથવા ક્ષણિક માને છે. એમ ભિન્નભિન્ન દર્શનો ભિન્નભિન્ન દૃષ્ટિથી આત્માનાં લક્ષણો જણાવે છે, ત્યારે જૈન દર્શને અનેકાન્ત દૃષ્ટિથી આત્મતત્ત્વનો સાચો પરિચય કરાવ્યો છે. વળી દ્રવ્યનું વાસ્તવિક સ્વરૂપ આ પદમાં વર્ણવ્યું છે. દ્રવ્યનો અર્થ છે ‘પ્રવૃતિ કૃતિ દ્રવ્યમ્' જે ક્ષણે ક્ષણે પલટાયા કે તે દ્રવ્ય. ભગવાન ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે “ઉત્પાવ, વ્યય, બ્રોવ્ય યુક્ સત્” જૈનદર્શન જગતમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય ને કાળ એ છ દ્રવ્યનો સ્વીકાર કરે છે. બધાં જ દ્રવ્યો સત્ સ્વરૂપ છે. જેનો મૂળભૂત કદી નાશ થતો નથી. અવસ્થાઓ બદલાયા કરે. દ્રવ્ય, દ્રવ્યરૂપે હંમેશાં રહે છે. એટલે કે દ્રવ્યની વ્યાખ્યા કરતાં ભગવાન ઉમાસ્વાતિજી લખે છે કે “મુળ પર્યાયવન્ દ્રવ્ય " જે ગુણ અને પર્યાયથી યુક્ત હોય તે દ્રવ્ય.
"
Page #104
--------------------------------------------------------------------------
________________
૨૦
અનુભવ રસ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે,
गुणाणमासओ दव्वं एगद्रव्वरिसया गुणा।।
लक्खणं पज्जवाणं तु, उभओ अस्सिया भवे।। જે ગુણનું આશ્રયસ્થાન છે તે દ્રવ્ય તથા એક દ્રવ્યને આશ્રિત જે હોય તે ગુણ છે અને જેમાં ગુણ અને પર્યાય હોય તેને દ્રવ્ય કહેવાય છે. પર્યાય એટલે પલટાતી અવસ્થા, જે પદાર્થ અથવા ગુણમાત્રમાં હોય છે તેમ શ્રી સંતબાલજી કહે છે.
મૂળભૂત દ્રવ્યના સામાન્યરૂપે છ સ્વભાવ છે.
(૧) અસ્તિત્વ (૨) વસ્તુત્વ (૩) દ્રવ્યત્વ (૪) પ્રમેયત્વ (૫) અગુરુલધુત્વ અને (૬) સન્દુત્વ.
(૧) અસ્તિત્વઃ – દરેક દ્રવ્ય પોતાના ગુણ અને પર્યાયથી અસ્તિત્વરૂપ છે. એક દ્રવ્યના ગુણ બીજા દ્રવ્યમાં પ્રવેશી જતા નથી. એક દ્રવ્યનો સ્વભાવ બીજા દ્રવ્યના સ્વભાવરૂપ બની જતો નથી. જેમકે જડ કદી ચેતન બનતું નથી ને ચેતન કદી જડ થતું નથી. કારણ દરેક દ્રવ્યનો અસ્તિત્વ ગુણ છે.
(૨) વસ્તુત્વ- જેમાં ગુણ અને પર્યાય રહે તે વસ્તુ. એક આકાશપ્રદેશ પર છએ છ દ્રવ્યો હોવા છતાં વસ્તુત્વગુણને કારણે બધાં ભિન્નભિન્ન છે. ક્ષીર – નીરવ.
(૩) દ્રવ્યત્વઃ- દરેક દ્રવ્ય પોત પોતાના ગુણથી યુક્ત છે. જેમકે સાકરમાં મીઠાશ અને લીમડામાં કડવાશ નામનો ગુણ.
(૪) પ્રમેયત્વઃ- પ્રત્યેક દ્રવ્ય અમુક પ્રમાણોથી જાણી શકાય છે. જેમકે પુગલ ઉત્પન્ન થાય છે અને વિણસે છે. જીવ જાણે છે અને જુએ છે. આ પ્રકારે દરેક દ્રવ્ય પોતાના અસાધારણ ગુણથી જાણી શકાય છે.
(૫) અગુરુલઘુત્વઃ – દરેક ગુણ ષગુણ હાનિ-વૃદ્ધિ પામે છે તે પોતપોતાની અપેક્ષાએ ગુ–લઘુ નથી માટે અથવા એવા પ્રકારનાં અપૂર્વ ધર્મો તેમાં છે તેથી અગુરુલઘુત્વ છે.
(૬) સન્દુત્વઃ - દરેક દ્રવ્ય એક સમયમાં ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે છતાં પણ તેનો બિલકુલ નાશ થતો નથી કારણકે તે દ્રવ્યનો સત્ સ્વભાવ છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
૨૧
અનુભવ રસ
આ રીતે જીવ દ્રવ્ય સ્વરૂપ છે. સંસારીજીવ જે શરીરધારી છે તે જન્મે છે તથા મૃત્યુ પામે છે. એમાં શરીરની દશા બદલાય છે પણ જીવ તો જીવ સ્વરૂપ જ રહે છે જેમ રંગમંચ પર નાટકિયો વિધવિધ પ્રકારના વેશ ધારણ કરે છે ને પાત્ર ભજવે છે પરંતુ દરેક પાત્રમાં પોતે તો જે છે તે જ છે. દરેક દ્રવ્યના ગુણધર્મો સત્ સ્વરૂપ છે પરંતુ પર્યાય ઉત્પન્ન થાય છે છે અને નાશ પામે છે. એક દ્રવ્યમાં અનંત ગુણ છે અને એક એક ગુણની અનંત-અનંત પર્યાય છે તથા દ્રવ્યના પણ પર્યાય છે કવિ કહે છે કે નટનાગર એવા જીવની સંસારની બાજી પણ આવા પ્રકારની જ છે. આત્મરૂપ નટનાગરની બાજી કેવી યુક્તિ યુક્ત છે તે આ પદની બીજી કડીમાં કવિ કહે છે,
एक अनेक अनेक एक कुनी, कुंडल कनक सुभावे । जल तरंग घट मांही रविकर, अगिनत तादी सभावे.....
અવર્... ।। ૨ ।। આત્મા દરેક અવસ્થામાં એક હોવા છતાં અવસ્થા ભેદે જુદો-જુદો જણાય છે. આ વિચાર સમજાવવા માટે શ્રી આનંદઘનજીએ અહીં સરસ ઉદાહરણો આપ્યાં છે. જેમકે સુવર્ણ કુંડલમાંથી હાર બનાવવામાં આવે તો પણ બંને અવસ્થામાં સુવર્ણ તો તેનું તે જ રહે છે, ઘાટ બદલાય છે. એવી રીતે પાણીથી ભરેલા વાસણમાં અનેક તરંગો ઊઠે છે અને તેમાં સૂર્યનું પ્રતિબિંબ પડતાં અનેક સૂર્યો દેખાય છે. પણ સૂર્ય તો તેનો તે જ છે તેમ આત્મા પણ અવસ્થા ભેદે અનેકરૂપ જણાતો હોવા છતાં દરેક સમયે એકનો એક જ છે. આત્મા તો એક છે પણ ગુણ-પર્યાયને કા૨ણે અનેકરૂપે વ્યક્ત થાય છે. એટલે કે અનેકરૂપોમાં એકત્વરૂપી આત્મા તો છે જ. શ્રી દેવચંદ્રજી મહારાજ આગમસા૨માં લખે છે,
‘જીવ દ્રવ્ય અનંત છે. જીવના પ્રદેશો અસંખ્યાતા છે. ગુણો અનંત છે અને પર્યાય અનંત છે. પરંતુ જીવત્વ સર્વ જીવોમાં સરખું હોવાના કા૨ણે એકપણું પણ છે. તેથી જીવ દ્રવ્યનું ચારગતિમાંથી કોઈપણ ગતિનો જીવ હોય પરંતુ જીવત્વગુણને કારણે એકપણું છે અને જીવના ગુણોનો ક્રમિક વિકાસ અર્થાત્ જીવની વિશુદ્ધિના ક્રમિક વિકાસને કારણે અનેકપણું પ્રતિભાસે છે. તેથી જ જૈનદર્શનની સાપેક્ષ દૃષ્ટિ આ વાતનું સમર્થન કરે છે. શ્રી મોતીચંદ કાપડિયા લખે છે,
Page #106
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૨ એક જીવ છે તે અનેક રૂપો ધારણ કરે છે. અનેક આકારો ધારણ કરે છે. અનેક નામ ધારણ કરે છે. વળી અનેકના એક થઈ જાય છે પણ તેનું મૂળ આત્મત્વ તો એક જ છે. એકના અનેકરૂપો ગુણ – પર્યાયથી થાય છે.
જૈન દર્શનની સાપેક્ષદષ્ટિને સમજવા એની સપ્તભંગીનો પરિચય શ્રી આનંદઘનજી મહારાજ આ પદની ત્રીજી કડીમાં કરાવે છે.
है नांहि है बचन अगोचर, नय प्रमाण सत्भंगी। નિરપવ હોય નવે વિરતા, વયા રેલ્વે મત નં? વધુ..રૂ ..
સપ્તભંગીના માધ્યમથી કવિએ જીવની નિત્યાનિત્યતા સાબિત કરી, નટનાગરની રમતનું રહસ્ય આ કડીમાં ખોલ્યું છે.
જેમકે પ્રમાણ નય તત્વલોકમાં શ્રી વાદીદેવસૂરિજી કહે છે, (૧) “ચાયૅવ સર્વનિતિ વિધિ કૃત્યના પ્રમો મહું: ”
સ્થાત્ સર્વ પદાર્થ છે આ પ્રમાણે વિધિ કલ્પનાથી પ્રથમ ભંગ થાય છે. (૨) ચા નાસ્તિ ઝવ સમિતિ નિષેધ વરુત્વનયા દ્રિતીયો મહુ કથંચિત્ સર્વપદાર્થ નથી આ પ્રમાણે નિષેધની કલ્પનારૂપ બીજો
ભંગ.
(3) स्याद स्त्येव स्यान्नास्त्येव क्रमतो विधि निषेध कल्पनया तृतीयः
કથંચિત્ સર્વ પદાર્થ છે. કથંચિત્ નથી. આ રીતે ક્રમથી વિધિ અને નિષેધની કલ્પનારૂપ ત્રીજો ભંગ છે.
(४) स्यादवकतव्य भेवेति युगपद विधि निषेध कल्पनया
चतुर्थः
કથંચિત્ સર્વ પદાર્થ અવક્તવ્ય છે. આ પ્રકારે વિધિ – નિષેધની કલ્પનારૂપ ચોથો ભંગ છે.
(५) स्यादस्त्येवेव स्याद वक्तव्यमेवेति विधि कल्पनया युगपद विधि-निषेध कल्पनया च पंचम:
કથંચિત્ સર્વ પદાર્થ છે અને કથંચિત્ અવક્તવ્ય છે. આ પ્રકારે વિધિની કલ્પનાથી અને એક સાથે વિધિ- નિષેધની કલ્પનાથી પાંચમો ભંગ થાય છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
૨૩
અનુભવ રસ (६) स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति निषेध कल्पनया युगपद, विधि-निषेध कल्पनया च षष्ठः
કથંચિત્ સર્વ પદાર્થ નથી અને કથંચિત્ અવક્તવ્ય છે. આ રીતે નિષેધની કલ્પનાથી અને એક સાથે વિધિનિષેધની કલ્પનારૂપ છઠ્ઠો ભંગ છે.
(७) स्याद्स्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्य मेवेति क्रमतो विधि-निषेध कल्पनया युगपद् विधि-निषेध कल्पनया च सप्तम “TI તિ
કથંચિત્ સર્વ પદાર્થ છે, કથંચિત્ નથી, કથંચિત્ અવક્તવ્ય છે. આ રીતે ક્રમથી વિધિ-નિષેધની કલ્પનારૂપ અને યુગપદ વિધિ-નિષેધની કલ્પનારૂપ સાતમો ભંગ છે.
આજ વાતને જીવ ઉપર ઉતારવામાં આવે છે જેમ કે : (૧) સ્યા અસ્તિ - જીવ દ્રવ્ય સ્વક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી છે. (૨) સ્યાત્ નાસ્તિ - જીવ દ્રવ્યમાં પર દ્રવ્યના ગુણ-૫ર્યાય નથી.
(૩) સ્યાત્ અસ્તિ – નાસ્તિ – જીવ દ્રવ્યમાં સ્વગુણ – પર્યાયનો અસ્તિભાવ અને પર દ્રવ્ય ગુણ-પર્યાયનો નાસ્તિભાવ એક સમયે હોય છે માટે અસ્તિ-નાસ્તિ.
(૪) સ્યાત્ અવક્તવ્યઃ જીવ દ્રવ્યમાં એક વખતે અતિનાસ્તિભાવ સાથે હોય છે પરંતુ અસ્તિભાવ કહેવામાં અસંખ્ય સમય વ્યતીત થઈ જાય છે. એક સમયે એક સાથે અતિ નાસ્તિભાવ કહી શકાતો નથી માટે સ્યાત્ અવક્તવ્ય કહેવામાં આવે છે.
(૫) સ્યાત્ અતિ અવક્તવ્ય:- જીવ દ્રવ્યમાં જે ગુણ – પર્યાય છે તે એક સમયે એક સાથે કહી શકાય નહીં. તીર્થકર કે સર્વજ્ઞ પરમાત્મા એક સમયે અસ્તિ-નાસ્તિ વગેરે ભાવોને જાણી, જોઈ શકે છે પરંતુ તેઓ પણ એક સમયે બંને ભાવોને કે બંને ભાવમાંથી એક ભાવને સંપૂર્ણ રીતે કહી શકાતા નથી માટે સ્યાત્ અતિ અવક્તવ્ય છે.
(૬) સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય - જીવ દ્રવ્યમાં પર દ્રવ્યનાં વર્ણ, ગંધ, રસ, સ્પેશ વગેરે એક પણ ગુણધર્મ નથી છતાં એક સમયમાં તે કહી શકાય નહીં માટે સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય.
Page #108
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૪ (૭) સ્યાત્ અસ્તિ – નાસ્તિ અવક્તવ્ય: – અતિ અવક્તવ્ય અને નાસ્તિ અવક્તવ્ય બંને જીવમાં એક સમયે વર્તે છે પરંતુ એક સમયમાં વાણીમાં ન આવવાથી સ્યાત્ અસ્તિ-નાસ્તિ અવકતવ્ય કહેવામાં આવે છે.
આ સ્યાત્ શબ્દ વડે સ્યાદ્વાર દર્શનનું મહત્ત્વ આંકી શકાય છે. આવી રીતે શ્રી આનંદઘનજી મહારાજે સાત નય અને ચાર નિક્ષેપનું પણ નિરૂપણ કરી જીવની વાસ્તવિકદશાનો પરિચય કરાવ્યો છે.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે, “આત્મામાં રહેલાં ગુણોનું સ્વરૂપ સાત નય વડે અવબોધવું” શ્રી દેવચંદ્રજી મહારાજે ફરમાવ્યું છે,
જે નય છે તે પદાર્થના જ્ઞાનને વિષે જ્ઞાનના અંશ છે નયનું લક્ષણ કહે છે. . “नयास्तु पदार्थ ज्ञाने ज्ञानांशाः तत्रानन्त धर्मात्मके वस्तुन्येक धर्मोन्नपनं ज्ञान नयः”
અનંત ધર્માત્મક જે વસ્તુ એટલે કે જીવાદિક એક પદાર્થમાં અનંત ધર્મ છે. તેનો જે એક ધર્મ ગવષ્યો તો પણ અન્ય કે બીજા અનંત ધર્મ તેમાં રહ્યા છે તેનો ઉચ્છેદ નહીં અને ગ્રહણ પણ નહીં પણ એક ધર્મની મુખ્યતા કરવી તે નય છે.
જૈનદર્શનકારોએ આ પ્રકારે સાત નયનું નિરૂપણ કર્યું છે. તેમાં પ્રથમના ચાર નવો જેવા કે નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય અને ઋજાસૂત્રનય આ ચાર નવો દ્રવ્યાર્થિક નય છે. શબ્દનય, સમભિરૂઢનય અને એવભૂતનય એ ત્રણ પર્યાયાર્થિક નય છે.
દ્રવ્યાર્થિક નય કોને કહેવાય? તેના ઉત્તરમાં કહેવાયું છે કે
"द्रवति द्रव्यति अदुद्रवत तांस्तान पर्यायानिति द्रव्यं तदेवार्थः सोऽस्ति यस्य विषयत्वेन स द्रव्यार्थिकः
જે વર્તમાન પર્યાયને દ્રવે છે, ભવિષ્યકાળમાં દ્રવશે તથા ભૂતકાળમાં દ્રવતો હતો તેને દ્રવ્ય કહેવાય અને તે જ છે અર્થ પ્રયોજન વિષયપણે જેને તે દ્રવ્યાર્થિક નય કહેવાય છે. અને પર્યાય તે જન્ય છે અને દ્રવ્ય તે જનક. દ્રવ્ય ધ્રુવ છે અને પર્યાય તે ઉત્પાદ -વ્યયરૂપ છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
૨૫
અનુભવ રસ જેમ કહ્યું છે,
पर्येति उत्पाद-विनाशौ प्राप्नोतीति पर्यायः स एवार्थ सोऽस्तिपस्यासौ पर्यायार्थिक:
જે ઉપજવા તથા વિનાશના પરિણામયુક્ત છે તે પર્યાય. ગુણ સાપેક્ષ અનંત નો થાય છે અને પર્યાય સાપેક્ષ પણ અનંત નો થાય છે પરંતુ મૂળ ભેદે સાત નય છે.
(૧) નૈગમ નયઃ જીવના અસંખ્યાત પ્રદેશમાંથી આઠ રૂચક પ્રદેશ નિરંતર સિદ્ધ સમાન ઉજ્જવળ છે. તે અંશ લઈને કહે છે કે જીવ સિદ્ધ સમાન છે તે નૈગમ નય દ્રવ્યાર્થિક નય છે. આ નયવાળાનો એક સરખો અભિપ્રાય હોતો નથી. તે કોઈ વખત દ્રવ્યારોપણ તો કોઈ વખત ગુણારોપણ કે કાળારોપણ કરે છે. તો કોઈ વખત કારણારોપણ પણ કરે છે.
(૨) સંગ્રહનઃ જેમ કે જીવદ્રવ્યની વાત કરતાં, જીવના અનંત ગુણ તથા પર્યાય સાથે લઈ લે. જે ધર્મ દ્રવ્યમાં વ્યાપક હોય તથા સતા ગત્ હોય તેને સંગ્રહીને વાત કરે જેમકે જીવ દેવ્યનો ચેતનધર્મ.
દા. ત. ઘોડો તૈયાર કર. આ વાક્ય સાંભળતા ઘોડોં ઉપર બેસવા પલાણ નાખવું, ચડવા લોખંડની કડી વગેરે મૂકવી, ચાબુક કે લગામ તૈયાર કરવી આ સંગ્રહનયનો વાક્ય પ્રયોગ છે. આ નય સામાન્ય વિશેષને ગ્રહણ કરે છે.
(૩) વ્યવહારનયઃ આ નયવાળો સર્વની વહેંચણી કરે છે. વિભાગ જુએ છે અને તે સર્વ બાહ્ય સ્વરૂપ દેખીને જ કરે છે. આ નયવાળો અંતરંગ સત્તા માનતો નથી. બહારની ઉપર ઉપરની આચાર ક્રિયાને પ્રાધાન્ય આપે છે. તે કારણે શુભ-અશુભ, શુદ્ધ-અશુદ્ધ, અનુપચરિત એવા અનેક ભેદ પડે છે. જેમ કે પાપક્રિયા કરનારનો અશુભ વ્યવહાર અને પુણ્યક્રિયા કરનારનો શુભ વ્યવહાર.
શ્રી દેવચંદજી મહારાજ લખે છે –
"ऋजु श्रुतं सुज्ञान बोधरूपं तपश्च ऋजु अवक्रम श्रुतमस्य सोऽपमृजु श्रुतः
(૪) ઋજુ સૂત્રઃ ઋજુ એટલે સરલ. શ્રુત એટલે બોધ આ નયવાળો
Page #110
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૬ દ્રવ્યને વર્તમાન સ્થિતિ ઉપર ખાસ લક્ષ્ય આપે છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહારનય અતીત, અનાગતને લક્ષમાં રાખે છે ત્યારે નયવાળો વર્તમાન સમયને પ્રમાણભૂત માને છે. જેમકે કોઈ ગૃહસ્થસાધુ જેવું જીવન જીવતો હોય તો તેને સાધુ કહે. આ નયનો ચારેય નિક્ષેપમાં સમાવેશ થઈ શકે છે.
(૫) શબ્દનયઃ આ નય પર્યાયાર્થિક છે. તે પદાર્થની વર્તમાન સ્થિતિમાત્ર જ ગ્રહણ કરે છે તથા શબ્દના વાચ્યાર્થને જ ગ્રહણ કરે છે. જેમકે રાજયના અધિપતિ રાજા તેને રાજા, નૃપ, રાજેશ્વર, ભૂપતિ, ભોપાલ વગેરે નામોથી બોલાવી શકાય પરંતુ આ શબ્દો જુદા જુદા હોવા છતાં એક અર્થના વાચક છે. આ નય ભાવ નિક્ષેપને ગ્રહણ કરે છે.
(5) समभिरूढः - जं जं सण्णं भासइ। तं तं चिय समभिरोहई जम्हता सण्णंतरत्थ विमुहो, तओ नओ समभिरुढोति।। यां यां संज्ञा घटादिलक्षणां भाषते वदति तां तामेव यस्मात्संज्ञान्तरार्थ विमुख समभिरुढो नयः .. 'घटकुंभादिकमां जे संज्ञानो वाच्च अर्थ देखाय तेज संज्ञा હે જેમાં સંજ્ઞાતર અર્થ ને વિમુખ છે તેને સમભિરૂઢ નય કહીએ. પં. શોભાચંદ ભારિલ લખે છે કે
काल कारक आदिका भेद न होने पर भी सिर्फ पर्यायवाची शब्दके भेद से वाच्य पदार्थ में भेद मानता है
જે એક પર્યાય પ્રગટપણે અને શેષ પર્યાયને અણ પ્રગટવે.
શબ્દનય તેટલા સર્વનામ બોલાવે પણ સમભિરૂઢનય તે ન બોલાવે એટલો શબ્દનય તથા સમભિરૂઢ નયમાં ભેદ છે. જેમ કે શક્ર સિંહાસન પર બેઠેલાને જ શકેન્દ્ર માને. ભાવ નિક્ષેપ અને વર્તમાનકાળને જ માને.
(૭) એવંભૂત નયઃ “ભૂત શબ્દોત્ર તુમ્યવાવી પર્વ યથા વીવને शब्दे यो व्यत्यत्तिरूपो विद्यमानोर्थोऽस्ति तथा भूततुल्याऽर्थ क्रिया कारिण मेव वस्तु वस्तुवन्मन्यमानः एवंभूतो नयः"
ભૂત શબ્દ તુલ્ય અર્થવાચક છે. એટલા માટે જે શબ્દ વિદ્યમાન અર્થોનો વાચક છે તે અને અર્થ ક્રિયા કારીમાં બરાબરી રાખે છે તેને એવંભૂતનય કહે છે વસ્તુનું એવું નામ તેવું જ તેનું કામ અને પરિણામની ધારા પણ તેવી જ. આ ત્રણેય બાબત સંપૂર્ણ હોય તેને જ માને જેમકે
Page #111
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ શકેન્દ્ર સિંહાસન પર બેસીને ન્યાય તો કરે છે પણ તેનું મન દેવીઓમાં હોય તો તે વખતે તેને કેન્દ્ર ન કહેતા “શચિપતિ' કહેવો. આ નયવાળો ભાવનિક્ષેપને માને છે તથા વર્તમાનકાળને જ માને છે.
આ પ્રકારે કવિએ આત્માને નાટકિયો કહેલ છે. કારણ કે તે વિવિધ પ્રકારના ખેલ કરી રહ્યો છે. છતાં જીવ તો જીવ જ છે. નયના સ્વરૂપ વડે જીવ સ્વશક્તિ તથા તેના ધર્મને જાણી શકે છે.
આત્મવૈભવની યથાર્થશ્રદ્ધા પ્રમાણ દ્વારા પણ થઈ શકે છે. આત્મા વિષે પ્રવર્તતા વિભિન્ન. મતમતાંતરોનું નિરાકરણ પ્રમાણ દ્વારા થઈ શકે છે. પ્રમાણ પાંચ છે. પ્રત્યક્ષ, પરોક્ષ, અનુમાન, આગમ અને પ્રત્યભિજ્ઞાન. આ પાંચમાં બે પ્રમાણ મુખ્યરૂપથી પ્રચલિત છે.
(૧) પ્રત્યક્ષ પ્રમાણ: પ્રત્યક્ષ પ્રમાણનું લક્ષણ બતાવતાં શ્રી વાદીદેવસૂરી લખે છે કેઃ સ્પષ્ટ પ્રત્યક્ષ. સ્પષ્ટ જ્ઞાનો પ્રત્યક્ષ વહતે હૈ શ્રી મોતીચંદ કાપડિયા લખે છે કે “માઁ પ્રતિતં પ્રત્યક્ષ” અક્ષ એટલે આત્મા. જેમાં જીવ પોતાના સ્વતંત્ર ઉપયોગથી દ્રવ્યને પ્રત્યક્ષ જાણે. પદાર્થના જ્ઞાન માટે ઇન્દ્રિઓ કે મનરૂપ સાધનની આવશ્યકતા ન રહે તે પ્રત્યક્ષ. આ જ્ઞાન સીધું આત્માથી થાય છે. માટે તે પ્રત્યક્ષ પ્રમાણ છે.
(૨) પરોક્ષપ્રમાણઃ – સ્પષ્ટ પરોક્ષમ અસ્પષ્ટ જ્ઞાનને પરોક્ષ પ્રમાણ કહેવાય છે. જે ઇન્દ્રિયોની સહાયતાથી જ્ઞાન થાય તે પરોક્ષ જ્ઞાન છે અર્થાત્ જેમાં પદાર્થ અને આત્મા વચ્ચે ઇન્દ્રિયોનું માધ્યમ રહે તે પરોક્ષપ્રમાણ છે.
અન્ય દર્શનકારો આંખે દેખાતા પદાર્થને પ્રત્યક્ષ કહે છે ત્યારે જૈન દર્શનકાર તેને પરોક્ષ કહે છે. આ પ્રકારે નટનાગરની બાજી જાણવા આત્મતત્ત્વ પ્રથમ જાણવું જરૂરી છે. સર્વ દર્શનકારો પોતાના મતાનુસાર આત્માની વાતો કરે છે પણ જે પોતાના મતમાં મસ્ત છે તે આત્માને એક સ્વરૂપે જ જુએ છે. તેથી કોઈ ઈશ્વરને જગતનો કર્તા માને છે. કોઈ ઈશ્વર તથા આત્મામાં ભેદ જુએ છે તો કોઈ વળી આત્માને ઈશ્વરનો અંશ માને છે પણ તેમાં આત્માની વાસ્તવિક દશાનું કોઈ પ્રમાણ નથી. આત્માનો પ્રત્યક્ષ અનુભવ થયા પછી અર્થાત્ આત્મસાક્ષાત્કાર થયા પછી જે તેના વાસ્તવિક સ્વરૂપને જાણે છે તે જ પ્રમાણભૂત બની જાય છે અથવા
Page #112
--------------------------------------------------------------------------
________________
૨૮
અનુભવ રસ નિષ્પક્ષ થઇ આત્માનું સ્વરૂપ વિચારતાં સત્યસ્વરૂપ પ્રકાશી શકે છે પણ અજ્ઞાની જીવો પોતાની ઊલટી દષ્ટિને કારણે પોતાની વાતોની પકડ લઈને બેસે છે. માટે જ કવિશ્રી આનંદઘનજી મહારાજે અભિનંદન સ્વામીના સ્તવનમાં કહ્યું છે કે –
અભિનંદન જિન દરશન તરસીએ દર્શન દુર્લભ દેવ. મત - મત ભેદે રે જો જઈ પૂછીએ, સહુ થાયે અહમેવ...”
અભિનંદન... આ રીતે કવિશ્રીએ ધર્મના મતભેદોની અંતરવેદના વ્યક્ત કરી છે. તેઓ આત્મધર્મના યથાર્થજ્ઞાન માટે સપ્તભંગી તથા નિક્ષેપ જ્ઞાનનો માર્ગ બતાવી સમાધાન સાધે છે. શ્રી આનંદઘનજી મહારાજે સપ્તભંગી, નય તથા નિક્ષેપ દ્વારા સર્વ ધમાવલંબીઓને સત્યમાર્ગ માટે સાચી દૃષ્ટિ આપી છે. તેઓ પોતાના શબ્દમાં કહે છે,
सर्वमयी सरवंगी माने, न्यारी सत्ता भावे। માનંવધન કમુ વન સુધારણ, પરમારથ કો પાવે.... ઝવધૂ.. ૪
વેદાંત દર્શનકારની એવી માન્યતા છે કે ઈશ્વર સર્વવ્યાપી છે. જગતનું એવું કોઈ સ્થાન નથી કે જ્યાં ઈશ્વર ન હોય જેમકે ભગવતગીતામાં કહ્યું છે,
पृथिव्या मप्पहं पार्थ, वाया वग्नौ जलेप्पहं। वनस्पति श्वाहं, सर्वभूत गतोप्पहं।। यो मां सर्वगतं ज्ञात्वा,न विहिसेत तदाचन।
तस्याहं न प्रणश्यामि, स च मे न प्रणश्यति।। (અહો! પાર્થ, હું માટી, પાણી, અગ્નિ, હવા, વનસ્પતિ અને સર્વભૂતમાં વ્યાપી રહ્યો છું. આ પ્રમાણે મને સર્વવ્યાપક જાણીને જે મારી હિંસા કરતો નથી તેનો હું પણ વધ કરતો નથી) શ્રી વિષ્ણુપુરાણમાં પણ લખ્યું છે,
जले विष्णुं, स्थले विष्णु, विष्णुं पर्वत मस्तके। . — ज्वाला माला फुले विष्णु, विष्णुं सर्व जगन्मयः।। (હે પાર્થ! હું જળમાં છું, સ્થળમાં પૃથ્વીમાં) છું, પર્વતના મસ્તક પર છું તો વનસ્પતિમાં પણ છું. અગ્નિમાં છું તો ફૂલ (હાલતાં-ચાલતાં) પ્રાણીમાં છું. હું સર્વ જગતમાં વ્યાપીને રહ્યો છું.)
Page #113
--------------------------------------------------------------------------
________________
૨૯
અનુભવ રસ જૈન દર્શન “અપ્પા સો પરમપ્પા” નું નિરૂપણ કરે છે. જગતના સર્વ સ્થાનોમાં પરમાત્મ સ્વરૂપ આત્મા બિરાજમાન છે. એક નયાપેક્ષા આત્માની સર્વસ્થાનોમાં સત્તા છે છતાં પણ વિશ્વના સર્વ પદાર્થોથી આત્માની સત્તા સર્વથા ન્યારી તથા સ્વતંત્ર છે.
શ્રી મોતીચંદ કાપડિયા સમજાવે છે,
“સામાન્ય જીવને સર્વવસ્તુનો સામાન્યબોધ થાય છે. ત્યારે તે આત્માનો સર્વ વસ્તુ સાથેનો સંબંધ વિચારી તેનો ખ્યાલ કરે છે. તેનું નિરીક્ષણ કરી તેના રસનું આસ્વાદન કરે છે. એટલે તપેક્ષયા સર્વવ્યાપી કહી શકાય. પરંતુ પરમાત્માદશામાં તેની સત્તા તો ન્યારી જ રહે છે. સિદ્ધસ્થાન એક જ છે પરંતુ ત્યાં પણ વ્યક્તિત્વ તો દરેક આત્માનું સ્વતંત્ર રહે છે. અવગાહના જુદી જ પડે છે.
વેદાંતીઓ કહે છે કે માયા અને પરમાત્મા બંને તર્ન જુદા જ છે. માયા, આત્માને પોતાની જાળમાં ફસાવી જુદાં-જુદાં ખેલ કરાવે છે. ત્યારે જૈન દર્શન કહે છે કે માયા તો આત્માની વૈભાવિકસ્થિતિ છે. જે મોહનીયકર્મની ચાર પ્રકૃતિ છે. ક્રોધ, માન, માયા અને લોભ તેમાં વેદાંતમાન્ય માયાનો પણ સમાવેશ થઈ જાય છે. -~--
આત્માને સંસારમાં બાંધી રાખનાર કષાય છે. કષ + આ = કષાય, જેના વડે સંસાર વૃદ્ધિ થાય તે કષાય. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન એમ ચાર- પ્રકારે ચાર કષાય છે. અનંતાનુબંધી કષાય સંસારને ઊભો કરે છે. ઉપમિતિ ભવ પ્રપંચમાં કહ્યું છે કે આ ચાર કષાયોનો સેનાપતિ મિથ્યાદર્શન છે જે સર્વજીવોને પોતાના સકંજામાં ફસાવે છે અને જીવ પાસે વિધવિધ પ્રકારના ખેલ કરાવે છે. કવિ કહે છે કે નટનાગરની બાજી પણ આવી છે. એ ક્યારેક એક દેખાય છે તો વળી ક્યારેક અનેકરૂપ પણ દેખાય છે. ક્યારેક દેશ્યાન છે તો ક્યારેક અદેશ્યમાન થઈ જાય છે. તે ઉત્પન્ન થાય છે તથા વિણસી જાય છે છતાં પણ ધૃવત્વ ધારણ કર્યું છે. નટનાગરે મદારીની રમત માંડી છે. પણ રમત સમજવી ઘણી કઠિન છે.
શ્રી બુદ્ધિસાગર મહારાજ સાહેબ લખે છે. અનેકાંતવાદીઓ આત્માને તે તે નયોની અપેક્ષાએ સર્વજ્ઞાનાદિ
Page #114
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૩૦
ધર્મમય માને છે અને સપ્તનયોની અપેક્ષાએ ષટદર્શન કે જે એકેક નયથી આત્માના એકએક અંગ ગણાય છે તેનો પણ સ્યાદવાદ દર્શનની અપેક્ષાએ આત્મામાં સમાવેશ થાય છે.
પુદ્ગલ દ્રવ્યથી આત્માની સત્તા ન્યારી છે પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર પર્યાયોની અપેક્ષાએ આત્મા સર્વ સમાપ છે. સમગ્ર વિશ્વનો જ્ઞાન, દર્શન, ચારિત્ર પર્યાયમાં સમાવેશ થાય છે. મૂળભૂત આત્મદ્રવ્યને પકડી આનંદઘન સ્વરૂપની સિદ્ધિને પામતા ને ૫રમાર્થ માર્ગે ચાલતાં અનુભવાનંદના અમૃતસને ચાખી શકાય છે. જે પરંપરાએ નાટકિયાના ખેલને ખતમ કરી પરમપદની પ્રાપ્તિ કરાવે છે:
કવિશ્રી આનંદઘનજીએ ચાર કડીના આ પદમાં આત્મદ્રવ્ય અને દેહધારી જીવનું નિરૂપણ ભિન્ન-ભિન્ન નયદેષ્ટિએ નિરૂપી આત્મતત્ત્વની ઉપાસના ઉપર ભાર મૂક્યો છે.
22
Page #115
--------------------------------------------------------------------------
________________
૩૧
અનુભવ રસ
Iક
પદ-૬
માતમ અનુભવ fસવો ” સંસારરસના ત્યાગી અને આત્મવૈભવના ભોગી એવાશ્રી આનંદઘનજી મહારાજ આ છઠ્ઠાપદની શરૂઆત કરતાં સાખીમાં લખે છે,
आतम अनुभव रसिकको,अजब सुन्यो विरतंत। निर्वेदी वेदन करे, वेदन करे अनंत।।
આ સાખીમાં કવિએ ગૂઢ રહસ્યભર્યું છે. પરસ્પર વિરોધી લાગતી વાતોનું આશ્ચર્ય પમાડે તેવી રીતે અર્થઘટન કર્યું છે. કવિએ ચેતનને અનુભવરસિક કહ્યો છે. અનુભવ એટલે યથાર્થ સ્વરૂપનો સાક્ષાત્કાર અથવા અવબોધ. સાધકને અનુભવ જ્ઞાન માટે પ્રબળ પુરુષાર્થ ખેડવો પડે છે. જ્યારે અનુભવજ્ઞાન જાગે છે ત્યારે તે યોગીનું કાર્યક્ષેત્ર અધ્યાત્મ બની જાય છે. આત્માનુભવીના મનની સ્થિતિ જ્ઞાનની અસર તળે સર્વ અવસ્થામાં બરાબર જળવાઈ રહે છે. તેનું અવલોકન ક્ષેત્ર વિશાળ બની જાય છે. તેથી શ્રી મોતીચંદ કાપડિયા લખે છે કે એને વિષયોનું વીરપણું કષાયોનું કલુષિતપણું ને ઇન્દ્રિયોનું પરપણું પ્રત્યક્ષ દેખાય છે, કારણ કે જીવનો પુદ્ગલ સાથેનો સંબંધ, કર્મકૃત વિચિત્રાવસ્થા પ્રત્યક્ષ દેખાય છે. એટલે જ અખો ભગત કહે છે,
જેમ વાયુ વહે બહુ ગંધને, ઉત્તમ અધમ અપાર પણ હે અસંગી તે થકો, સ્પર્શે નહિ લગાર
તત્ત્વદર્શી પુરુષને એમ જાણો દેહભાવ” તે દરેક અવસ્થામાં સમત્વભાવી બની રહે છે તેના કોઈપણ કાર્યમાં ગૃધ્ધિભાવ વર્તતો ન હોય. એટલે કે તે દેહભાવમાં રાચે નહિ. તેના વિચારોમાં, ભાષામાં અને એની કાર્યપ્રણાલીમાં એક એવો ભાવ પ્રગટ થાય છે કે જે સામાન્ય વ્યકિતઓના જીવનમાં કદી પણ જોવામાં આવતો નથી. કવિએ આ પદમાં આશ્ચર્ય પમાડે તેવી વાત કરી અને અનેરું રહસ્યોદ્ઘાટન કરતાં કહે છે કે સાધક નિર્વેદી હોવા છતાં વેદન કરે છે.
શ્રીમદ્ દેવેન્દ્રસુરિજી કહે છે,
Page #116
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૩૨ "पुरिसित्थि तदुभयं, पह अहिलासोजव्वसा हवइ सोउ" ।
વેદ ત્રણ છે. સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. આ ત્રણેય વેદો સત્તામાંથી તથા ઉદયમાંથી નવમા ગુણસ્થાનકે જાય છે. જીવ જો ક્ષપક શ્રેણીવાળો હોય તો અને જો ઉપશમ શ્રેણીવાળો હોય તો આ ગુણસ્થાનકે ક્ષય કે ઉપશમ કરે છે પણ સતામાં તે દસમા અને અગિયારમા ગુણસ્થાનક સુધી રહે છે.
અનુભવજ્ઞાની કેવળીભગવંત પોતાના અનંતગુણોની અનંત પર્યાયોનું વેદન કરતાં હોવાથી કવિએ “વેદન કરે અનંત' શબ્દ પ્રયોજ્યો છે. તેમજ અનુભવજ્ઞાનનો પ્રારંભ ચોથા ગુણસ્થાનકથી થતો હોવા છતાં ત્યાં વેદનો નાશ નથી. સાધકની આત્મદેશા વધતાં જ્ઞાનવૃદ્ધિ પામતું હોવા છતાં વેદ તો નવમા ગુણસ્થાનકે જાય છે. તેથી આત્મસાધક પ્રારંભમાં વેદોધ્યનું વેદન કરતો હોવા છતાં તટસ્થ રહે છે. જેથી તે નિર્વેદની અવસ્થા ભોગવતો હોય છે. અર્થાત સયોગી કેવળી તથા અયોગી કેવળી તેમજ અનંત સિદ્ધ પરમાત્માઓએ વેદનું મૂળ ઉખેડી નાખ્યું હોવાથી નિર્વેદી છે તો પણ તેઓ પોતાના આત્મિક અનંતગુણોનો ભોગ કરે છે. વળી જીવનો સ્વભાવ પણ વેદન કરવાનો છે. જેમ કહ્યું છે કે:
સમતા, રમતા, ઉર્ધ્વતા, શાયકતા સુખભાવ
વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ.. જીવ જ્યારે અજ્ઞાન અવસ્થામાં હોય ત્યારે પરદ્રવ્ય પરપદાર્થનો ભોગ કરતા તેનું વેદન કરે છે. પરંતુ જ્ઞાનરૂપ પરિણત થતાં સ્વભાવનો ભોગ તથા વેદન કરે છે. કારણ કે વેદન કરવું તેનું લક્ષણ છે. અજ્ઞાનભાવે પરપદાર્થના સંયોગના સુખ-દુઃખનો ભોગ તેમજ વેદન કરે છે. સ્વરૂપદશા પ્રગટતા સ્વભાવરૂપ અનંત આત્મિકસુખનો ભોગ તથા વેદન કરે છે. અનંત આત્મિક સુખ પ્રગટી જતાં અનંત સુખનું વેદન કરે છે. માટે જ કવિએ કહ્યું છે કે “વેદન કરે અનંત આત્મિક અનંતગુણો અને એક એક ગુણની અનંત અનંત પર્યાય એ બધાનું વેદન કરનાર જીવ પોતે જ છે. બાહ્યમાંથી અનુભવજ્ઞાનની પ્રાપ્તિ કેમ થાય તે દમ બતાવતાં શ્રી આનંદઘનજી લખે છે,
Page #117
--------------------------------------------------------------------------
________________
૩૩
અનુભવ રસ माहरो बालुडो सन्यासी, देह देवल मठवासी... माहरो ईडा पिंगला मारग तजी जोगी, सुषमना धर वासी ब्रह्मरंध्र मधी आसन पूरी बाबु, अनहद तान बजासी... माहरो
આ કડીમાં કવિએ યોગસાધનાની વાત કરી છે. કવિશ્રીએ ચેતનને પ્રારંભમાં બાળોભોળો કહ્યો છે. બાળોભોળો એટલે અનુકરણ બુદ્ધિયુક્ત. બાળક જેમ જેવું દેખે તેવું કરે અને સાંભળે તેવું બોલે, તેમ ચેતન પણ જેવું સાંભળે અને જુએ છે તેવું કરે છે. ભોળા શબ્દનો બીજો અર્થ “નિર્દોષ સરળ પણ થાય. ચેતન પણ આવી જ અવસ્થાવાળો હોવાથી દેહુરૂપ દેવળનો સ્વામી થઇને બેઠો છે પણ સદ્ગુરુના યોગે ચોથા આશ્રમમાં પ્રવેશ કરે છે. ચોથા આશ્રમવાસીને સંન્યાસી કહેવામાં આવે છે. ચારે ય આશ્રમનું વર્ણન કરતાં શ્રી મોતીચંદ કાપડિયા લખે છે કે “વર્ણાશ્રમ ધર્મમાનનારા બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત એ ચાર આશ્રમ માને છે. બ્રહ્મચર્યાશ્રમમાં વિદ્યાભ્યાસ, ગૃહસ્થાશ્રમમાં ધનપ્રાતિ તથા પુત્ર-પરિવારનું પોષણ, વાનપ્રસ્થાશ્રમમાં પરિગ્રહ ત્યાગવૃત્તિ, અને સંન્યાસાશ્રમમાં નિઃસંગવૃત્તિનો અનુભવ કરવો તે ધર્મ બતાવ્યો છે. નિઃસંગભાવે વિચરતાં ચોથા આશ્રમવાસીને સંન્યાસી કહેવામાં આવે છે. જેમ આશ્રમવાસીઓ આશ્રમમાં રહે છે અને તેના સ્વામી બની જાય છે તેમ બાળોભોળો ચેતન દેહરૂપી મઠનો વાસી બની બેઠો છે. છતાં પણ દેહમાં મમત્વ ન રાખતાં મોક્ષપ્રાપ્તિનું ઉત્તમ સાધન માની યોગમાર્ગનો યોગી બને છે. શ્રી રત્નચંદ્રજી મહારાજ લખે છે કે જાણે એટલે
ધ્યાત્મનો એટલે યોગ. અર્થાત્ સંબંધ જોડવું. જે યોગ આત્મા સાથે જોડાય અથવા આત્મા સાથે યોગનું જોડાણ તે અધ્યાત્મયોગ છે. આ માર્ગમાં પ્રવેશ માટે સન્યાસી ચેતન પ્રથમ યોગસાધક બને છે. આ યોગસાધનાને ટૂંકાણમાં નીચે પ્રમાણે સમજાવી શકાય.
આ શરીરમાં બોંતેર હજાર નાડીઓ રહી છે. તેમાં મુખ્ય ચૌદ છે. તેમાં પણ પ્રધાન ત્રણ છે. તે છે ઈડા, પિંગલા અને સુષુમ્ના. ઈંડાનાડી મેરુદંડની બહાર ડાબી તરફ તથા પિંગલાનાડી જમણી બાજુએ લપેટાયેલી છે. સુષુમ્ના નાડી મેરુદંડની અંદર કંદનાભાગથી પ્રારંભ થઈ કપાળમાં રહેલ દશ સહસ્ત્ર કમળદળ પર્યત ચાલી જાય છે. આ સુષુમ્નાનાં અનેક
Page #118
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
- ૩૪ નામો છે જેમકે શૂન્યપદવી, બ્રહ્મરંધ્ર, મહાપથ, સ્મશાન, શાંભવી, મધ્યમાર્ગ. સુષુમ્ના શરીરની એક અતિ મહત્ત્વની નાડી છે. જે મેરુદંડના મધ્યભાગમાં આવેલી છે. ઈંડાને ચંદ્રનાડી કહેવામાં આવે છે. અને પિંગલાને સૂર્યનાડી કહેવામાં આવે છે. જે જમણી બાજુએ હોય છે. જેને વેદપ્રયાગતીર્થ કહે છે. તે ઉત્તમનાડી છે. સુષુમ્ના પ્રયાગમાં ગંગા-યમુના અને સરસ્વતી એમ ત્રણ નદીઓના સંગમ છે. તેમ રુદ્રયામલ તંત્ર પટલ “રપૂ” માં પ્રયાગ કહેલ છે. બાળોભોળો ચેતન ઈડા અને પિંગલાનો માર્ગ છોડી સુષુમ્નાના માર્ગ યોગમાર્ગનું ઘરબાંધી વાસ કરે છે. તે યોગમાર્ગની વિધિ છે. સર્વપ્રથમ પ્રાણવાયુને તાલુરંધથી ખેંચી અંદર ભરવો જેને “પૂરક” કહેવાય છે. પછી તેને નાભિના મધ્યભાગમાં રોકવો જેને “કુંભક' કહેવાય છે અને ભરેલાવાયુને અતિપ્રયાસથી ધીમે ધીમે બહાર કાઢવો જેને “રેચક” કહે છે.
સાધકે શુદ્ધ જગ્યા પર આસન પાથરી પ્રથમ વાયુનું રેચક કરવું. પછી ઈડાનાડીથી પગના અંગૂઠાથી બ્રહ્મરંધ્ર સુધી પૂરક કરવું પછી સર્વ પ્રથમ પગના અંગૂઠા ઉપર મનને રોકવું “જ્યાં મન ત્યાં પવન” એ ન્યાયથી મનને રોકતાં પવન પણ તેજ ઠેકાણે રોકાય છે. પછી અનુક્રમે પગનાં તળિયા ઉપર પાનીમાં, ગુલ્ફમાં, જંઘામાં, જાનુમાં, સાથળ, ગુદા, લિંગ, નાભિ, પેટ, હૃદય, કંઠ, જીભ, તાલુ, નાકના અગ્રભાગ ઉપર, નેત્ર, ભ્રકુટિ, કપાળ, મસ્તકમાં એમ એક પછી એક સ્થાનમાં આગળ વધતાં વાયુની સંઘાતે મનને છેવટમાં બ્રહ્મરંધ્ર સુધી લઈ જવું ત્યાર પછી તે જ ક્રમે પાછા ફરી પગના અંગૂઠામાં મન સહિત પવનને લાવી ત્યાંથી નાભિકમળમાં લઈ જઈ વાયુનો રેચક કરવો. સુષુમ્નાની જાગૃતિ કે ઉત્થાનને માટે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં જે પદ્ધતિનું વર્ણન કર્યું છે તે આ પ્રમાણે છે. આ સુષુમ્નાનાડીનું મુખ જ્યાં ખૂલે છે તે બ્રહ્મરંધ સ્થાનમાં જ્યારે પવન સ્થિરતા પામે ત્યારે એક અપૂર્વનાદ સંભળાય છે. તે “નાદ' નું માધુર્ય એટલું સુંદર હોય છે કે તેનું સામાન્ય રીતે વર્ણન કરવું મુશ્કેલ છે. આ નાદ સતત ચાલ્યા કરે છે. યોગશાસ્ત્રમાં એને “અનાહતનાદ' કહે છે. બાળોભોળો ચેતન આ અનાહના સાંભળે છે. કવિનો આશય છે કે સાધક જ્યારે આત્મસ્વરૂપમાં સ્થિરતા સાધે છે
Page #119
--------------------------------------------------------------------------
________________
૩૫
અનુભવ રસ
ત્યારે તેને એ દશામાં અમાપ લય લાગે છે અને તેમાં જ એ તરબોળ થઈ
જાય છે.
શ્રી મોતીચંદ કાપડિયા આ કડીનો અધ્યાત્મદૃષ્ટિએ અર્થ કરતાં કહે છે કે ઈડા=રાગમાર્ગ, પિંગલા=દ્વેષમાર્ગ, સુષુમ્ના મધ્યમાર્ગ અર્થાત્ રાગ-દ્વેષ રહિત માર્ગ. ઘર=પરિણામ, બહ્મરંધ્ર=આત્મસ્વરૂપ જ્ઞાન, આસનપુરી=સ્થિર થઈ, અન૰દ=અપાર, તાન=લય, બજાસી=વગાડશે. બાળુ=બંધુ, ભાઈ.
સાધક, સાધનામાર્ગે કેવી રીતે પ્રગતિ કરે છે તથા તેથી શું આત્મલાભ થાય છે તે બતાવી કવિ સાધકની આચારસંહિતા તરફ દૃષ્ટિ કરે છે. આ પદની બીજી કડીમાં કવિ કહે છે,
यम नियम आसन जयकारी, प्राणायाम् अभ्यासी । प्रत्याहार धारणा धारी, ध्यान समाधि समासी... 11311
યોગસાધક માટે યોગાચાર્યોએ અષ્ટાંગયોગસાધના કહેલ છે. “ ચમ नियमासन प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाधयोऽष्टा बक्षानि" તેમાં યમ, નિયમ, આસાન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. પાતંજલયોગ પ્રમાણે પાંચ અંગ બહિરંગ છે ત્યારે ધારણા, ધ્યાન અને સમાધિ અંતરંગ છે.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે કે ‘યમ એટલે બાહ્ય ઇન્દ્રિયોનો નિગ્રહ્ન, આસન પર બેસવું, દૃષ્ટિ સ્થિર કરવી.
યમઃ– અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ કહેવાય છે. ‘પાતાંજલયોગ શિખોપનિષતમાં' કહ્યું છે, अहिंसा सत्यमस्तेय ब्रह्मचर्याऽ परिग्रहा यमाः ત્યારે યાજ્ઞવલય સંહિતામાં યમના દશ પ્રકાર કહ્યાં છે. अहिंसा सत्यमस्तेय, ब्रह्मचर्य दयार्जवम् । क्षमा धृतिर्मिताहार, शौचं चैव यमादश ।।
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, દયા, આર્જવ, ક્ષમા, ધૃતિ, મિતાહાર અને શૌચ એ દશ યમ કહ્યા છે. તેમાં
(૧) અહિંસાઃ- યમમાં સર્વપ્રથમ અહિંસા છે. શ્રી સંહિતામાં
કહ્યું છે,
Page #120
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
कर्मणा मनसा वाचा सर्वभूतेषु सर्वदा । अकलेश जननं प्रोकतात्व हिंसा परमार्षिभिः ।।
"
તે અહિંસા છે.
કોઇપણ પ્રાણીને મન, વચન, કાયાથી કોઇપણ પ્રકારે કષ્ટ ન આપવું
(૨) સત્યઃ– શ્રી હેમચંદ્રાચાર્યજી લખે છે કેઃ
कन्यागोभूभ्यलीकानि, न्यासापहरणं तथा । कूट साक्ष्यं च पंचेति, स्थूला सत्यान्यकीर्तयन।
૩
કન્યા સંબંધી, ગાય સંબંધી, ભૂમિ સંબંધી, થાપણ ઓળવવા સંબંધી અને ખોટી સાક્ષી ભરવા સંબંધી આ પાંચ મોટા અસત્યો છે. સાધકે આ દરેક અસત્યથી દૂર રહેવું ઘટે છે. જેમાં જીવોનું હિત હોય અને અંશમાત્ર અસત્યનો પડછાયો ન હોય તે જ સત્ય છે. યોયાજ્ઞવલ્કય શાસ્ત્રમાં કહ્યું છે કેઃ
‘સત્યં ભૂતાહિત પ્રોત, નાય/થામિ ભાષળમ્"
સાધકે શક્ય હોય તેટલો સમય મૌન પાળવું, જ્યાં આવશ્યકતા લાગે ત્યાં બોલવું પરંતુ સત્ય, પ્રિય ને મિષ્ટ બોલવું.
सत्यं ब्रूयात पियं ब्रूयान, न बूयातसत्यम् प्रियम। प्रियं च नानृतं बूयादेष धर्मः सनातनः ॥
સત્યપણ કડવું ન બોલવું એટલે બોલતી વખતે ચારવાર મનનાં . ગળણાથી વિચા૨ને ગાળી પછી જ વચન બોલવું જોઈએ.
(૩) અસ્તેયઃ
'पर द्रव्यापहरणं, चौर्यादय बलेनवा स्तेयं तस्या नाचरण, मस्तेयं धर्म साधनम् ।।
दूसरों का द्रव्य, चीज, सामान, धन धान्यादि कोई भी वस्तु चोरी करके या मारपीट करके बलसे हरणकर लेने का नाम अस्तेय है ।
મન, વાણી અને કર્મ દ્વારા ગુસરૂપથી કોઈના પણ દ્રવ્યની કામના ન કરવી અર્થાત્ કોઈની પણ તુચ્છ કે મૃલ્યવાળી વસ્તુ તેને પૂછયા વિના ન લેવી તેનું નામ અસ્તેય છે. જૈનધર્મમાં અદત્તાદાનને સ્તેય કહેવામાં આવ્યું છે. કઈ વસ્તુને અદત્ત કહી શકાય ? તેનો ઉપ૨ આપતા શ્રી
Page #121
--------------------------------------------------------------------------
________________
૩૭
અનુભવ રસ હેમચંદ્રાચાર્યજી કહે છે,
पतितं विस्मृतं नष्टं, स्थितं स्थापित्तमाहित।
કહતે નાતીત સ્વં, પરવરીય વારિત સુધી: . કોઈનું પડી ગયેલું, ભૂલાઈ ગયેલું, નષ્ટ થયેલું, ઘરમાં હોય તે, થાપણ મૂકેલી, કોઈનું દાટેલું આવું કોઈપણ પ્રકારનું અન્યનું ધન લેવું તે ચોરી છે. કારણ કે ચોરીથી જીવ હિંસા કરતાં પણ અધિક દોષ લાગે છે. શ્રી હેમચંદ્રાચાર્યજી લખે છે,
एक स्यैक क्षणं दु:खं, मार्यमाणस्य जायते।
सपुत्र पौत्रस्थ पुनयविज्जीवं हते धने।। એક જીવને મારવામાં આવતાં મરનાર જીવને ક્ષણવાર દુઃખ થાય છે પણ ધનનું હરણ કરવાથી તો તેનાં પુત્ર, પૌત્રાદિ આખા કુટુંબને જિંદગીપર્યંત દુઃખ થાય છે.
દરેક સાધકોને જીવન જીવવા માટે પદાર્થોની જરૂર રહે છે. પરંતુ એ આવશ્યકતાની પૂર્તિ પ્રામાણિકપણે કરવી જોઈએ. અપ્રમાણિકતા વ્યક્તિને વિરાટમાંથી વામન બનાવી દે છે.
(૪) બ્રહ્મચર્ય- બ્રહ્મચારી વાનપ્રસ્થ અને સંન્યાસી જે બ્રહ્મચર્ય પાળે તે પ્રધાન છે અને ગૃહસ્થ સાધકો જે બ્રહ્મચર્ય પાળે તે ગૌણ છે.
શ્રી યાજ્ઞવય સંહિતા માં કહ્યું છે,
દરેક અવસ્થામાં મન, વચન, કાયા દ્વારા સદા, સર્વદા મૈથુનનો ત્યાગ તે છે બ્રહ્મચર્ય અર્થાત્ વિષયેન્દ્રિય દ્વારા પ્રાપ્ત થનારા સુખનો સંયમપૂર્વક ત્યાગ તે છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યની રક્ષા માટે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે,
जं विवितं मणा इण्णं, रहियं इत्थि जाणेणय।
बम्भचेरस्स रक्खठ्ठा, आलयं तु निसेवण।। આદર્શ બ્રહ્મચારીએ બ્રહ્મચર્યની રક્ષા માટે સ્ત્રી, પશુ અને નપુંસકરહિત એવા એકાંત સ્થાને રહેવું જોઈએ.
(પ) પરિગ્રહ:- પરિગ્રહ એટલે દેઢતાપૂર્વક પકડવું અને પરિગ્રહ એટલે દેઢતાપૂર્વક છોડવું. સંગ્રહવૃત્તિને પરિગ્રહ કહેવામાં આવે છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે,
Page #122
--------------------------------------------------------------------------
________________
૩૮
અનુભવ રસ
न सो परिग्गहोवृत्तो, नायपुतेण ताइळा।
मुच्छा परिग्गहो वृत्तो, इइवृत्तं महेसिणा।। મહર્ષિ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર કહે છે કે મૂચ્છ એ જ આત્યંતર પરિગ્રહ છે. શ્રી ઉમાસ્વાતિજી કહે છે કે “મૂછ પરિપ્રદે:' પદાર્થ પ્રત્યેનું મમત્વ તે છે પરિગ્રહ, પરિ ગ્રહ=ચારે બાજુથી સંગ્રહ કરવો તે પરિગ્રહ. પરિગ્રહ ત્યાગથી સંકલ્પ-વિકલ્પની ધમાલ અટકે છે. શ્રી હેમચંદ્રાચાર્યજી કહે છે,
परिग्रह ममत्वादिध, मज्जत्येव भवाम्बुधौ।
महापोत इव प्राणी, व्यबेत स्मात्परिग्रहम्।। જેમ ઘણા ભારથી ભરેલું વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે તેમ પરિગ્રહના મમત્વથી, પ્રાણીઓ સંસાર સમુદ્રમાં ડૂબી જાય છે. મમત્વ ત્યાગથી પદાર્થ પરિગ્રહરૂપ બનતા નથી તેથી જ સંતો સર્વસ્વ ત્યાગ કરી વૈમાનિક દેવોના-જેવા સુખ ભોગવે છે. આત્મવૈભવમાં વિલસતા અનંત અનંત આત્મિકઆનંદ અનુભવે છે.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે કે નિઃસ્પૃહી મહાત્માઓ આત્મામાં રમણતા કરી અનંત સુખ ભોગવે છે.
સાધક માટે યમરૂપ આ પાંચ મહાવ્રતો છે. જેને મહાવ્રતની સાથે સરખાવવામાં આવે છે. જેમ ગાંડો હાથી મહાવતથી અંકુશમાં આવે છે તેમ મનની વૃત્તિઓને અંકુશમાં લાવવા મહાવતો છે.
શ્રી હેમચંદ્રાચાર્યજી કહે છે, "जाति देशकाल समयानवच्छिनाः सार्व भौमा महाव्रतम्"
યમને મહાવ્રત કહેવામાં આવે છે. તેને જાતિ, દેશ કે કાળનું બંધન નથી તેથી તે સર્વઅવસ્થામાં સેવ્ય છે. માટે સાધકે સર્વપ્રથમ મનની વૃત્તિઓને સંયમમાં લાવવી, પછી નિયમબદ્ધ થવા સાધનામાં પ્રગતિ સધાય છે.
(૨) નિયમ-યોગનું પ્રથમ પગથિયું યમ. તેમાં સ્થિર થતાં યોગીની પ્રગતિ અર્થે નિયમ છે. પાંચ યમને પુષ્ટ કરનારા અનેક નિયમો છે. યોગદર્શનમાં પાંચ નિયમોનો નિર્દેશ છે. જેમકે,
शौच संतोष तपः स्वाध्यायेश्वर प्रणिधानानि नियमाः
Page #123
--------------------------------------------------------------------------
________________
૩૯
અનુભવ રસ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન.
(અ) શૌચ- શૌચં સુવિ, કોd વાઘમાયાન્તરંતથી मृज्जलाभ्यां हि बाह्यं तु मनः शुद्धिस्तथांतरम।।
શૌચ એટલે શુદ્ધિ. તેના બે પ્રકાર છે. બાહ્ય અને અત્યંતર. મૃત્તિકા, પાણી ઇત્યાદિથી શરીરની શુદ્ધિ કરવી તે બાહ્યશુદ્ધિ ત્યારે મનની મલિનતા દૂર કરી, રાગ-દ્વેષથી રહિત થવું તે આત્યંતર શુદ્ધિ છે. મનની નિર્મળતા સમસ્ત નિર્મળતાઓનું મૂળ છે. અતઃ સાધકે મનનાં દુષ્ટ વિચારોને શોધવા તેમજ સત્સંગ દ્વારા તેને દૂર કરવા અને સવિચારોને પુષ્ટ કરવા.
(બ) સંતોષઃ- સમસ્ત માનસિક સંતાપોનો અંત અથવા તૃતભાવ તે સંતોષ “શ્રી યાજ્ઞવચ' સંહિતામાં કહ્યું છે કે
यदच्छा लाभतो नित्यं, प्रीतिर्या जायते नृणाम्।
तत्संतोष विदुः प्राज्ञाः परिझानैक तत्पराः।। अपने प्रारब्धानुसार दैवेच्छा से नित्य से नित्य जो कुछ प्राप्त हो जाय उसमें ही प्रीतिपूर्वक संतुष्ट रहने को ज्ञानीजनोने संतोष વેદ હૈ! આજ વાત આગળ વધારે ઉંડાણથી કહે છે,
ब्रह्मादि लोक पर्यंताधिरकत्या यललभेत्प्रियम्।
सर्वत्र विगत स्नेह: संतोष परमं विद्रुः ।। जिनको ब्रह्मलोक पर्यंतके सुखों की स्पृहा नहीं है। जिनका मन सब विषयोंसे विरक्त है और जो विगन स्नेह आसक्ति रहित परम संतोषी है। वही परम सुखी है। हरेक अवस्थामें सर्वदा प्रसन्न शान्त रहनेका नाम संतोष है।
જેનું સંતોષ એ જ ભૂષણ છે તેને નિધાન પાસે જ છે. કામધેનુ તેની પાછળ ચાલે છે અને દેવો કિંકરની માફક આજ્ઞા ઉઠાવે છે. જે આત્મા આસકિતનો ત્યાગ કરે છે તે સંતોષના ઘરમાં આવે છે. “સંતોષી નર સદા સુખી” .
(૬) તપઃ- જેના દ્વારા તન અને મનની સંશુદ્ધિ થાય અને કંદો સહન કરવાની શક્તિ ઉત્પન્ન થાય તેનું નામ તપ. વૃત્તિઓને તપાવવી તે તપ.
Page #124
--------------------------------------------------------------------------
________________
૪૦
અનુભવ રસ
યોગસૂત્રમાં શ્રી પાતંજલીએ કહ્યું છે, कायेन्द्रिय सिद्धिरशुद्धि क्षयात् तपसः
તપના પ્રભાવથી માનસિક અશુદ્ધિનો ક્ષય થાય છે અને સાધકને ઈન્દ્રિયોની તથા શારીરિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તપના ત્રણ પ્રકાર છે. (૧) સાત્ત્વિક (૨) રાજસી (૩) તામસી. તેમાં શ્રેયસાધક અર્થે સાત્ત્વિક ત૫ ઉપયોગી છે. સાત્વિક તપથી મોક્ષ. રાજસી તપથી વૈભવ અને તામસી તપથી યશ પ્રાપ્ત થાય છે. સાત્વિક તપથી આત્મવિશુદ્ધિ થાય છે. શ્રી ભગવતીસૂત્ર ટીકામાં કહ્યું છે,
सव्वासिं पयडीणं, परिणामवसा उवक्कमो होइ।
पाय अणिकाइयाणं, तवसा य निकाइयाणंऽपि।। અનિકામિત પ્રકૃતિઓનો પરિણામનુસાર ઘણે ભાગે કરી ઉપક્રમ થઈ શકે છે. પરંતુ તપથી તો નિકાચિત કર્મોમાં પણ ફેરફાર કરી શકાય છે. તપ દ્વારા કરોડો ભવનાં કર્મો એક ક્ષણમાં પામી જાય છે ને આત્મા કર્મભારથી હળવો થઈ જાય છે. તપની વિશેષતા બતાવતા કહે છે,
'यद दुष्करं दुराराध्यं, दुर्जय दुरतिक्रमम्।
तत्सर्व तपसा साध्यं, तपो हि दुरतिक्रमम्।। जो दूराराध्य है, दुजर्य है, जिसको कोई अतिक्रम नहीं कर सकता, वह सब तपस्या से ही साध्य है। तपसे सब कुछ वशमें हो जाता है। तपको कोई अतिक्रम नहीं कर सकता। जगतमें परम श्रेष्ठ पदार्थ मोक्षप्राप्तिके लिये तप ही मुख्य उपाय है। तप रहित ज्ञान, ध्यान, भक्तियोग भी किसीको फलीभूत नहीं होते! तप से कोई कार्य असाध्य या असंभव नहीं है। इस लिए यह योग साधना ही महान तपस्या है!
(ડ) સ્વાધ્યાય- શ્રી સદ્દગુરુ નિર્દિષ્ટ સશાસ્ત્રોનું વાંચન, શ્રવણ, મનન નિષ્ક્રિયાસન કરવું તેને સ્વાધ્યાય કહે છે. સ્વઅધ્યાયઃસ્વાધ્યાય. જેમાં સ્વઆત્મરમણતા થાય તે સ્વાધ્યાય. સ્વાધ્યાયથી મનની સ્થિરતા બની રહે છે. માટે સ્વાધ્યાયને યોગમાં ઉત્તમ સ્થાન પ્રાપ્ત થયું છે.
શ્રી ગૌતમસ્વામી પ્રભુ મહાવીરને પૂછે છે,
Page #125
--------------------------------------------------------------------------
________________
૪૧
અનુભવ ૨સ “મુન્નાળું ભત્તે! નીવે નિળયર્? સન્નારી नाणावरणिज्जं कम्मं खवेई । "
હે ભગવાન ! સ્વાધ્યાય ક૨વાથી જીવને શો લાભ થાય ? ત્યારે વીર પ્રભુ ઉત્તર આપે છે કે સ્વાધ્યાયથી જીવ શાનાવરણીય કર્મનો ક્ષય કરે છે. આવશ્યકસૂત્રમાં સ્વાધ્યાયના પાંચ પ્રકાર બતાવ્યા છે.
વાયના, પુળા, પરિયા, ધમ્મત્તા અને અનુપેહા! (ઈ) ઈશ્વરપ્રણિધાનઃ- મન, વચન અને કાયા દ્વારા જે જે કર્મ ક૨વામાં આવે તે તે કર્મ શ્રી પ્રભુને સમર્પી દેવા તેનું નામ ઈશ્વર પ્રણિધાન અથવા શરણાગતિ છે. આમ કરવાથી આત્મામાં અકર્તાભાવ પુષ્ટ થાય છે અને અકર્તાભાવ પ્રગટ થતાં જીવમાં કોઈપણ કાર્ય પ્રત્યે અહં કે મમ નો ભાવ રહેશે નહીં. ભાડાના ઘરમાં રહેવાથી જે વૃત્તિઓ થાય છે તેમ સર્વ કાર્ય નીરસતાયુક્ત થશે. જેથી ગાઢ, ચીકણાં કર્મબંધ થાય નહીં. શ્રી કૃપાલાનંદજી લખે છે,
"
'कामतोऽकामतो वाऽपि यत करोमि शुभाशुभम् । तत्सर्व त्वयि सन्यस्तं, त्वत्प्रयुक्तः करोभ्यहम ।।
સાધક પ્રભુને પોતાનું સર્વસ્વ સમર્પી શરણાગતિ સ્વીકારે છે. ગુરુ અથવા પ્રભુને સર્મપણ થયા પછી સાધકને અંશ માત્ર ભય કે વ્યાકુળતા રહેતી નથી. શ્રદ્ધાને ભક્તિપૂર્વકનું સમર્પણ સાચી શરણાગતિ છે. આચાર્યશ્રી વિજયકેશ૨સુરિજી કહે છે કે ‘જે જે ક્રિયાઓ કરવામાં આવે તેના ફળની ઈચ્છા કે અભિલાષા રાખવી નહીં કેમકે જ્યાં ઈચ્છા હોય ત્યાં ફરી જન્મ થવા લાયક કર્મનો સંચય થાય છે. ઈચ્છાથી જ નવીન બંધ થાય છે. તેથી સર્વ ક્રિયાઓ ઈશ્વ૨ને અર્પણ કરવી. આત્મનિવેદનરૂપ ભક્તિ તે ઈશ્વર પ્રણિધાન છે. આ પાંચેય ભેદને નિયમ કહેવામાં આવે છે. યમનું નિરંતર સેવન,કરવાનું હોય છે. નિયમનું પ્રસંગે સેવન કરવાનું હોય છે. યમનિયમથી વિતર્કોના વમળ શાંત પડી જાય છે. ઉપર બતાવેલ નિયમો પાતંજલયોગ પ્રમાણે છે.
જૈન યોગમાર્ગમાં તો સમિતિ, ગુપ્તિ, ભાવના તથા ગુણવ્રત, શિક્ષાવ્રત આદિ અનુષ્ઠાનો રૂપ નિયમ બતાવવામાં આવ્યા છે. (૩) આસનઃ– યોગનું ત્રીજું અંગ છે આસન.
Page #126
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૪૨ આ અંગમાં સ્થાન અને શરીરના બેસવાનો પ્રકારના સમાવેશ થઈ જાય છે. ધ્યાન સાધકે કયા આસને બેસવું તથા કેવા સ્થાને બેસવું તેનું વર્ણન કરતાં શ્રી હેમચંદ્રાચાર્યજી કહે છે,
तीर्थ वा स्वस्थता हेतु, यत्तदधा ध्यानसिध्धये।
कृतासन जयो योगो,विविकतं स्थानमाश्रयेत।। આસન જપી યોગીએ ધ્યાન સિદ્ધિ માટે તીર્થકરના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન કે નિર્વાણભૂમિમાં જઈને આસન લગાવવું, નહીં તો જ્યાં સ્થાનની સ્વસ્થતા હોય. સ્ત્રી, પશુ કે પંડકાદિ રહિત સ્થાન ધ્યાનાસન માટે ઉપયોગી ગણાય છે. જે આસનથી મનની ચંચળતા દૂર થાય તેવા આસને ધ્યાન કરવું. श्री शुभचंद्राचार्यजी सणे. छ, .
येन येन सुखासीना, विदध्यु निश्चिलं मनः।
ततदेव विधेयं स्थान् मुनिभिः बन्धुरासनम्।। - जिस जिस आसनसे सुखरूप उपविष्ट मुनि अपने मनको निश्चल कर सके वही सुंदर आसन मुनियों को स्वीकार करना चाहिये।
'धेरण्ड संहिता' भi ऽयुं छे, - आसनानि च तावन्ति, यावन्तो जीव जातयः।
एतेमामतुलान्भेदान्वि जानाति महेश्वरः।। ____ आसन इतने है कि जितनी जातिके जीव जन्तु है। क्योंकि जीव जन्तु असंख्य है। इसलिये आसन भी असंख्य है। जिनकी संख्याकी हम कल्पना भी नहीं कर सकते! उन सबका भेद तो महेश्वर ही जानते है।
છતાં પણ યોગદર્શનકારોએ ચોર્યાસી આસન બતાવ્યાં છે. શ્રી હેમચંદ્રાચાર્યજી લખે છે,
पर्यंक वीर बजाब्जभद्र दण्डासनानि च।
उत्कटिका गोदोहिका कार्योत्सर्गस्तथासनम्।। ५मासन, वीरासन, 4%ासन, भासन, मद्रासन, आसन, ઉત્કટિકાસન, ગોદોહિકાસન અને કાર્યોત્સર્ગાસન વગેરે આસનો કહેલા
Page #127
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ છે. જે આસને બેસવાથી મનને નિશ્ચલ કરી શકાય તે આસન જીવ માટે યોગ્ય ગણાય છે.
- આસન કરવાથી શરીરમાં સહુનશક્તિ વધે છે. ધ્યાનમાં સ્થિરતા આવે છે. જેમ જેમ શરીરની નિશ્ચળતા વધે તેમ તેમ મનની ચપળતા ઓછીને એકાગ્રતા અધિક. શરૂઆતમાં આસન સ્થિર કરવાની જરૂર અધિક છે. આસનથી સમસ્ત નાડીઓની વિશુદ્ધિ થાય છે. જે ધ્યાનની સ્થિરતામાં અધિક ઉપયોગી થાય છે. (૪) પ્રાણાયામ - શ્રી વજૂર્મપુરાણમાં કહ્યું છે,
प्राण: स्वदेहजो, वायुरायामस्तन्निरोधनम्।
રેવર: પુરવ, પ્રાણાયામો વનવા योगशास्त्रमें योग सिद्धिका एक मात्र उपाय प्राणायाम् ही વડા હૈ.
પ્રાણવાયુનો આયામ એટલે નિરોધ કરવો તેને પ્રાણાયામ કહેવાય છે. રેચક, પૂરક અને કુંભક એ પ્રાણાયામનાં અનુગત અંગ છે. પ્રાણાયામ અનેક પ્રકારના છે. પ્રાણાયામનો અભ્યાસ ગુરુની નિશ્રામાં રહીને કરવામાં આવે છે. પ્રાણાયામથી શરીરની સ્વસ્થતા વધે છે. પ્રાણાયામ-અંત:કરણરૂપી અંધારા કૂવામાં ઊતરવાનું દોરડું છે. પ્રાણાયામની વિધિ બતાવતાં શ્રી આચાર્યજી લખે છે,
त्रिधा लक्षण भेदेन, संस्मृतः पूर्व सूरिभिः।
पूरक, कुंभक श्व, रेचक स्तदनन्तरम्।। अपने शरीर स्थित वायुका नाम प्राण है। और आयाम उसका निरोध करना प्राणयाम कहलाता है। પૂરક: બહારની શુદ્ધ હવાને અંદર ભરવી તે. ' કુંભઃ બહારની શુદ્ધ હવાને અંદરમાં ભરી રોકી રાખવી તે. રેચકઃ અંદરની દૂષિત હવાને બહાર કાઢવી તે.
પ્રાણાયામઃ પહેલાં ડાબી નાસિકાથી હવા લઈ અને પછી જમણી નાસિકાથી લીધેલી હવા બહાર કાઢવી. આમ બંને નાસિકા દ્વારા થયેલી પ્રાણાયામની ક્રિયાને એક પ્રાણાયામ કહેવાય છે.
પ્રાચીનકાળમાં ગુરુઓ યોગેચ્છુ શિષ્યને ચાર વાર પ્રાણાયામો
Page #128
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
४४ કરાવતા હતાં. એક બેઠકમાં તેને એંસી પ્રાણાયામો કરવા પડતા. પ્રાણાયામની ભૂમિકાનો નિર્ણય દેશ, કાળ અને સંખ્યાથી થાય છે. પ્રાણાયામની સિદ્ધિથી કાળજ્ઞાન થાય છે.
શ્રી યશોવિજયજી મહારાજ કહે છે, “બાહ્યાભાવ રેચક ઈહાંજી, પુરક અંતર ભાવ, કુંભક થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ. મનમોહન”
અહીં ઉપાધ્યાયજીએ સૂક્ષ્મદષ્ટિએ જીવનો બહિર્ભાવ તે રેચક. અંતર્ભાવ તે પૂરક અને સ્થિરતારૂપ કુંભક કહ્યો છે.
(૫) પ્રત્યાહાર- બહિર્મુખ ઇન્દ્રિયોને અંતર્મુખ કરવી તેનું નામ પ્રત્યાહાર છે. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે,
પાંચ ઇન્દ્રિયોના વિષયથી મનને પાછું ખેંચવું તેને પ્રત્યાહાર કહેવાય છે. અંતર્મુખ ઈન્દ્રિયો પર મનની સત્તા હોતી નથી. માત્ર પ્રાણની જ સત્તા હોય છે. મનની બહિંમુખતાને કારણે ઇન્દ્રિયો બહિંમુખ અને મનની અંતર્મુખતાને કારણે ઇન્દ્રિયો અંતર્મુખ રહે છે. પ્રાણાયામનાં પૂર્ણ અભ્યાસ પછી ભટકતાં ચિત્રને પાછું ખેંચી શકાય છે. માટે પ્રાણાયામના અભ્યાસ પછી પ્રત્યાહારની દશા બતાવી છે. પ્રાણાયામની ભૂમિકા સિદ્ધિ થયા વિના યથાયોગ્ય રીતે મનને પાછું ખેંચવાનું બળ પ્રાપ્ત થતું નથી. પ્રત્યાહાર કેમ કરાય? તેનો ઉત્તર દેતાં શ્રી શુભચંદ્રાચાર્યજી કહે છે,
“ોરેગ્યો જીવરાજ તેખ્યશ્ચિતમના ઉનના __ पृथक कृत्य वशीधते, ललाटेऽत्यन्तनिश्प्रलम्।। विषयों से तो इन्द्रियोंको पृथक करे और इन्द्रियो से मनको पृथक करै तथा अपने मनको निराकुल करके, अपने ललाट पर निश्चलतापूर्वक धारण करें, यह विधि प्रत्याहार में कही गई है। મનમાં જે જે વસ્તુઓને ધારણ કરવામાં આવે છે તે તે વસ્તુઓની બરાબર ધારણા થાય છે. તેથી પ્રત્યાહાર પછી ધારણાનું સ્વરૂપ કહેવામાં આવે છે.
(૬) ધારણા- પ્રત્યાહાર થયા પછી ધારણામાં પ્રવેશ સુગમ બને છે. શાસ્ત્રોમાં બતાવેલા કોઈપણ સ્થાનમાં મનને ધારવું તેને ધારણા કહે છે. યોગદર્શનમાં કહ્યું છે કે “શલશ્ચિત્તચાર” જે દેશમાં ધ્યેયનું
Page #129
--------------------------------------------------------------------------
________________
૪૫
અનુભવ રસ ચિંતવન કરવું છે તે દેશમાં ચિત્તને સ્થાપન કરવું તે ધારણા છે. જેના પર સાધકને પ્રેમ હોય તે સ્થાન, વ્યક્તિ, મૂર્તિમાં મનને ધારી રાખવું તેને ધારણા કહેવાય છે. ધારણાના ત્રણ દેશ છે. આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક.
સદ્ગુરુની છબી, દેવમૂર્તિ, મણિરત્ન, દીપક ઇત્યાદિની ધારણા આધિભૌતિક ધારણા કહેવાય છે. જેમ બીજ વિનાનું વૃક્ષ ન હોય શકે તેમ ધારણા વિનાનું ધ્યાન ન હોઈ શકે. ધારણાનો દઢ સંકલ્પપૂર્વક અભ્યાસ કરવાથી ધારણાની સિદ્ધિ થાય છે. ધારણા કરવાવાળાએ પ્રથમ બાહ્યસ્થાનમાં ધારણા કરવી. તે સિદ્ધિ થયા પછી અંતર ધારણા કરવી ને છેવટે આત્માના અસંખ્યાતપ્રદેશમાં ધારણા કરવી. શ્રી શુભચંદ્રાચાર્યજી કહે છે,
नेत्रव्दन्द्रे श्रवणयुगले, नासिका ग्रे ललाटे। वक्रे नाभो शिरसि हृदये तालुनि भ्रूयुगान्ते।। ध्यान स्थानान्ममलमतिभिः कीर्तितान्यत्र देहे।
तेष्वेक स्मिन्विगत विषयं चित मालम्बनीयम्।। निर्मल बुद्धि आचार्योने ध्यान करने के लिये नेत्रयुगल, दोनों વાન, નાસિવ વાસમા, નનાદ, મુરલ, નામિ, મસ્ત, હૃદય, तालु, दोनो मोहोंका मध्यभाग। इन दश स्थानो में से किसी अक स्थानमें अपने मनको विषयोंसे रहित करके आलंबित करना अर्थात् इन स्थानो में से किसी एक स्थान पर ठहराकर ध्यान में लीन વરના વેરહા હૈ!
(૭) ધ્યાન- જ્યારે ધારણાના સ્થાનમાં ચિત્તવૃત્તિઓની એકાગ્રતા થાય. ચિત્તવૃત્તિઓનો અખંડ પ્રવાહ ધારણાના સ્થાને વહેવા લાગે ત્યારે તેને ધ્યાન કહેવામાં આવે છે.
પાતંજલ યોગદર્શનમાં ધ્યાનનું લક્ષણ આ પ્રમાણે બતાવ્યું છે.
"તત્ર પ્રત્યવાનના ધ્યાનમ" ધારણામાં વૃત્તિનું એક દેશમાં સ્થાપન કરી, ધ્યેય વસ્તુનું સ્વરૂપ રચવામાં આવે છે તે સિધ્ધ થવાથી વસ્તુમાં વૃત્તિનો એકાકાર પ્રવાહ ચાલે છે. તેને ધ્યાન કહે છે. જેમાં મન નિષ્કપ બની જાય તે ધ્યાન છે. “જ્ઞાન સંવનિની તંત્રમાં કહ્યું છે,
Page #130
--------------------------------------------------------------------------
________________
૪s
અનુભવ રસ
न ध्यान ध्यान मित्या हु,ध्यान निर्विषय मनः।
तस्य ध्यान प्रसादेन, सौख्यं मोक्षं न संशयः।। ધ્યાન મનને નિર્વિષયી બનાવે છે. ધ્યાનથી પરમ સુખ મળે છે. અને મોક્ષ પણ થાય છે. તેમાં કોઈ સંદેહ નથી. શ્રી દેવચંદજી મહારાજ લખે છે,
अंतोमुहूर्ततितं, चितावत्थाण मेगवत्थुम्मि। છત્થા જ્ઞાળ, નોન નિરોદો ઉનાળ તા એક વસ્તુમાં અંતમુહૂર્ત સુધી ચિત્તની સ્થિતિરૂપ ધ્યાન છદ્મસ્થને હોય છે અને જિનોને યોગના નિરોધ કરવારૂપ ધ્યાન હોય છે. ધ્યાન જંગલમાં, ગુફાઓમાં, બગીચામાં, નદીકિનારે, સમુદ્રકિનારે, શૂન્યસ્થાન, સ્મશાનમાં વગેરે સ્થાનોમાં બહારનો અવાજ ન હોય તેવાં સ્થાનોમાં કરવું.
શ્રી હેમચંદ્રાચાર્યજીએ ધ્યાનના મુખ્ય ચાર પ્રકાર બતાવ્યા છે. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. આ ચાર પ્રકારનાં ધ્યાનથી આત્માને ઉચ્ચદશા પ્રાપ્ત થાય છે. તેમાં એક-એક ધ્યાનમાં પેટા વિભાગ ઘણાં છે. (અ) પિંડOધ્યાનઃ
पार्थिवी स्यादथाग्नेयी, मारुती वारुणी तथा।
तत्त्वभूः पंचमीचेती, पिंडस्थे पंच धारणा।। પિંડWધ્યાનમાં પાર્થિવી, આગ્નેયી, મારુતી, વારુણી અને તત્ત્વભૂ આ પાંચ ધારણાઓ કરવાની છે.
પાર્થિવ ધારણાઃ નિશબ્દ. કલ્લોલરહિત... તરંગોના ઉછાળાથી રહિત શ્વેત સમુદ્ર છે. એમાં એક લાખ યોજનાનું એક કમળ છે. એની એક હજાર પાંખડીઓ છે. એ કમળના મધ્યમાં અનેક કેસરો ખીલેલા છે. એ કેસરોની મધ્યમાં એક લાખ યોજન ઊંચી તેજસ્વી અને ઉર્જસ્વી કર્ણિકા છે. એ કર્ણિકા ઉપર એક સિંહાસન ઉપર આત્મા આસનસ્થ છે. એ આત્મા કર્મક્ષય કરવા માટે ચિંતન કરે છે... હું તમામ રાગદ્વેષ વગેરે કર્મોનો ક્ષય કરવા માટે સક્ષમ છું.
આગ્નેયી ધારણાઃ સોળ પાંખડીવાળા કમળનું ધ્યાન નાભિમંડલ પાસે કરી તેની કર્ણિકા પર “અહ” મહામંત્રની સ્થાપના અને પાંખડીઓમાં
Page #131
--------------------------------------------------------------------------
________________
૪૭
અનુભવ રસ
સોળ સ્વરની સ્થાપના કરવી. આઠ પાંખડીવાળા કમળનું ધ્યાન હૃદયમાં કરી તેની પાંખડીમાં ક્રમશઃ આઠ કર્મોની કલ્પના કરવી. અર્હ મંત્રથી ધૂમ્રસેરો ઉપર ઊઠી અગ્નિ ઉ૫૨ ઊઠે છે તે જાણે આઠે કર્મોને અને શરીરને પણ બાળે છે. છેવટે અગ્નિ શાંત થાય છે.
મારુતી ધા૨ણાઃ સમસ્ત લોકમાં પ્રચંડ વાયુ વહી રહ્યો છે અને બળી ગયેલા દેઠુ અને કર્મોની રાખને ઉડાવીને દૂર દૂર લઈ જાય છે.
વારુણી ધારણા: ભીતરના આકાશમાં ચઢી આવેલા વાદળોના કાફલા અમૃતને વરસાવી રહ્યા છે તેથી આત્મા સ્નાનશુદ્ધ બની જાય છે. તત્ત્વવતી ધા૨ણાઃ દેહ મળ અને કર્મ મળ રહિત હું નિરાકાર છું.. હું નિરંજન છું... હું સિદ્ધ છું... હું બુદ્ધ છું... હું શુદ્ધ છે... હું અનામી છું અને અરૂપી છું આવું ચિંતન કર્યાં જ કરવાનું છે.
પહેલી ધારણાથી મન સ્થિર બને છે.
બીજી ધારણાથી મનને વશ કરવામાં આવે છે.
ત્રીજી ધારણાથી શરીર અને કર્મને અલગ અલગ જોઈ જાણી શકાય છે.
ચોથી ધારણાથી કર્મોના નાશ થવાની પ્રક્રિયાને જોઈ શકાય છે. પાંચમી ધારણાથી શરીર અને કર્મોથી રહિત શુદ્ધઆત્માનું ચિંતન
થાય છે.
(બ ) પદસ્થધ્યાનઃ પવિત્ર મંત્રાક્ષ-પદો જેવા કે ‘અર્હ’-અરિહંત સિદ્ધ, અરિહંત, સિદ્ધ, અભિમાતા વગેરેમાં ચિત્તને સ્થિર કરવું તે પદસ્થ ધ્યાનનું સ્વરૂપ છે. પદસ્થ ધ્યાનનો અર્થ જ થાય છે કે પદો ૫૨ ધ્યાન કેન્દ્રિત કરવું.
(ડ) રૂપસ્થ ધ્યાન: સમવસરણમાં બિરાજમાન તીર્થંકર ૫૨માત્માનું સ્વરૂપ ચિંતવવું તેને રૂપસ્થ ધ્યાન કહે છે. તીર્થંકરના ચાર મૂળ અતિશયોનું ચિંતન પણ કરી શકાય છે. ભગવાનની મૂર્તિ, છળી વગેરે ૫૨ ધ્યાન કરવું તે રૂપસ્થ ધ્યાનના પ્રકારો છે.
(ડ) રૂપાતીત ધ્યાનઃ શ્રી હેમચંદ્રાચાર્યજી કહે છે,
अमूर्तस्य चिदानंद रूपस्य परमात्मानः। निरंजनस्य सिद्धस्य, ध्यानं स्याद्रूप वजिंतम् ॥
Page #132
--------------------------------------------------------------------------
________________
४८
અનુભવ રસ
આકૃતિરહિત, જ્ઞાનાનંદ સ્વરૂપ નિરંજન, સિધ્ધ પરમાત્માનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન કહેવાય છે.
દ્રવ્ય, ગુણ અને પર્યાયના લક્ષણપૂર્વક જે યોગીઓ આત્માનું સ્વરૂપ વિચારે છે તે રૂપાતીત ધ્યાનમાં પ્રવેશ કરે છે. જે પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાં જ ઉપયોગ રાખે છે તે રૂપાતીત અથવા શુક્લધ્યાનમાં સ્થિર થઈ શકે છે. જેમ મીઠાની પૂતળી સમુદ્રમાં ઓગળી જાય છે અને પોતાના રૂપનો ત્યાગ કરે છે તેવી જ રીતે મનની ચંચળતાનું રૂપાતીત ધ્યાન કરતાં નાશ પામે છે. પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ ધ્યાન કરતાં રૂપાતીત ધ્યાનની અનંતગણી ઉત્તમતા છે.
(૮) સમાધિ- યોગદર્શનમાં કહ્યું છે, "तदेवार्थ मात्र निर्भास स्वरूप शून्यमिव समाधिः"
ધ્યાન જ્યારે વૃદ્ધિ પામેલા અભ્યાસ દ્વારા પોતાની ધ્યાનાકારતાને પરિત્યાગ કરી, માત્ર ધ્યેય સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે તેને સમાધિ કહેવાય છે. હઠ્યોગ પ્રદીપિકામાં સમાધિનું સ્વરૂપ બતાવતા કહ્યું છે,
सलिले सैन्धवं, यदवत् साम्यं भजति योगतः। __ तथात्म मन सारैकयं, समाधिरभि धीयते।।
જેમ નમક જળમાં જળરૂપ થઈ જાય છે તેમ મન આત્મામાં વિલીન થઈ જાય છે. મન અને આત્માની એકતાનું નામ સમાધિ.
પાતંજલ યોગદર્શન સ્વરૂપ શૂન્યદશાને સમાધિ કહે છે.
બુદ્ધિસાગરજી મહારાજ કહે છે કે જ્ઞાનાવરણાદિ સર્વ કર્મના ક્ષયથી ઉત્પન્ન થતી સ્થિતિને સમાધિ કહેવામાં આવે છે.
સમાધિના બે ભેદ છે. (૧) સહજ સમાધિ (૨) હઠ સમાધિ.
જે જે અંશે રાગ-દ્વેષાદિ પ્રવૃત્તિઓનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ થાય છે તેટલે અંશે સમાધિગુણ ખીલે છે. મનની નિર્વિકલ્પદશાને સમાધિ કહેવામાં આવે છે. જૈન યોગાચાર્ય શુક્લ ધ્યાનનાં ચોથા પાયાનાં અંતે આત્માનો મોક્ષ માને છે. જે સાધક ધ્યાન સમાધિમાં સમાઈ જાય છે તે સાચા અર્થમાં યોગી બને છે. જે પ્રાથમિક ભૂમિકામાં બાળોભોળો સંન્યાસી હતો તે મહાનયોગી બને છે. કવિ આ પદની ત્રીજી કડીમાં કહે છે,
Page #133
--------------------------------------------------------------------------
________________
૪૯
અનુભવ રસ
11311
मूल उत्तर गुण मुद्राधारी, पर्यंकासन चारी । रेचक पूरक कुंभक सारी, मन इन्द्रि जयकारी..... સાધક યોગમાર્ગમાં જેમ જેમ પ્રગતિ કરતો જાય છે તેમ તેના અનુભવો વૃદ્ધિ પામે છે અથવા લબ્ધિ, સિધ્ધિ પ્રગટ થાય છે. કવિ બાળ સંન્યાસીને કહે છે કે મૂલગુણ સ્વરૂપ યમને પામ્યા પછી યોગી પ્રૌઢ બનતો જાય છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મૂળ ગુણ છે. અહિંસામાં દયા-દાન સમાઈ જાય છે. જૈન દર્શનાનુસાર ઉત્તરગુણોમાં પિંડવિશુદ્ધિ, ગૌચરીના બેતાલીશ દોષનો ત્યાગ, પાંચ સમિતિ, ત્રણ ગુતિ વગેરેનો સમાવેશ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે,
इरिया भासेसगादाणे, उच्चारे समिइ इय । मणगुत्ती वयगुत्ती कायगुत्ती य अठ्ठमा ।।
ઇર્યા, ભાષા, એષણા, આદાનભંડમત્ત નિક્ષેપણાસમિતિ, પરિઠાવણિયા સમિતિ, મન ગુતિ, વચન ગુપ્તિ, કાયગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતા છે.
( ૧ ) ઇર્યા:- સાધક શરીરાર્થે ચાલવા પ્રવૃત્તિ કરે તો સાડા ત્રણ હાથ નીચે જમીન ૫૨ દૃષ્ટિ રાખીને ચાલે. સૂર્યનાં પ્રકાશમાં ચાલે ને રાતે પોંજી પોંજીને પગ મૂકે તથા જ્યાં માણસોની ગમનાગમન ક્રિયા વિશેષ થતી હોય તે માર્ગે ચાલે તેને ઇર્યા સમિતિ કહે છે.
=
(૨ ) ભાષા સમિતિઃ– સાધક યત્નાપૂર્વક બોલે, કોઇને દુઃખ થાય તેવું ન બોલે, રસ્તે ચાલતા કારણ વિના ન બોલે, રાતના પહોર રાત્રી ગયા પછી મોટે અવાજે ન બોલે અને સમયોચિત બોલે.
(૩) એષણા સમિતિ:- શય્યા, આહાર, વસ્ત્ર, પાત્ર નિર્દોષ ગ્રહણ કરે. ખાન-પાનાદિક વસ્તુ બે ગાઉ ઉપરાંત લઈ જઈ ભોગવે નહીં અને પહેલા પહોરનાં આહાર-પાણી ચોથે પહોરે વાપરે નહીં.
(૪) આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિઃ સાધુના ઉપકરણ જેવા કે રજોહરણ, મુહપતી, ચાદર, ચોલપટ્ટો, કાષ્ટ કે માટીના પાત્ર, આસન, સંસ્તા૨ક વગેરે યત્નાપૂર્વક લે તથા મૂકે. કાળે કાળે પડિલેહણ કરે અને સંયમનાં સાધન સમજી તેને ભોગવે.
Page #134
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૫૦ (૫) ઉચ્ચાર પાસવણ ખેલજલ સંઘાણ પારિઠાવણિયા સમિતિ
ઉચ્ચાર=વડીનીત, પાસવણ લઘુનીત, ખેલકબળખો, જલ=મેલ, સંઘાણ=લીંટ યત્નાપૂર્વક પરઠે. જ્યાં જીવ જંતુ હોય ત્યાં ન પરઠે. માણસોની જ્યાં વિશેષ અવર-જવર હોય ત્યાં ન પરઠે.
(૬) મનગુતિઃ આરંભ-સમારંભમાં મન ન પ્રવર્તાવે. (૭) વચનગુતિઃ સાવધ વચન ન બોલે. (૮) કાયમુસિઃ સાવધ યોગ ન પ્રવર્તાવે. શરીરની સુશ્રુષા ન કરે. આ પ્રકારે યોગી મૂળગુણ અને ઉત્તરગુણથી યુક્ત હોય છે.
મુદ્રા - મન અને ઈન્દ્રિય વિજય માટે સાધક વિવિધ પ્રકારની મુદ્રા ધારણ કરે છે જેમકે યોગમુદ્રા, જિનમુદ્રા, મુક્તાસુક્તિમુદ્રા વગેરે.
આચાર્ય કૃપાલ્વાનંદ કહે છે,
મુદ્રાઓ આસનોનું વિકસિત રૂપ છે. આસનમાં ઇન્દ્રિયોની પ્રધાનતા અને પ્રાણની ગૌણતા હોય છે ત્યારે મુદ્રાઓમાં ઈન્દ્રિયોની ગૌણતા અને પ્રાણની પ્રધાનતા હોય છે. એક જ મુદ્રા વિવિધ આસનોમાં કરી શકાય છે. હઠયોગપ્રદીપિકામાં દશ પ્રકારની મુદ્રા બતાવી છે.
महामुद्रा महाबन्धो, महावेधश्च खेतरी। उडयानं भूलबन्धश्च बंधो जालंधरो भिधः।। करणी विपरीताख्या, वजोली शक्ति चालनम्।
इयं हि मुद्रा दशकं, जरा-मरण नाशनम्।। મહામુદ્રા, મહાબંધ, મહાવે, ખેતરી, ઉડીયાનબંધ, મહાબંધ, જાલંધર બંધ, વિપરીત કરણી, વજોલી, શક્તિચાલન આ દશ મુદ્રાઓ ક્રિયાયોગની અમર અનુભૂતિઓ છે.
શ્રી મોતીચંદભાઈ કાપડિયા લખે છે,
બે હાથની દશે આંગળી એક બીજામાં અંતરિત કરીને કમળના ડોડવાના આકારે અંદર અંદર જોડી દેવી અને બંને હાથની કોણીને પેટ ઉપર સ્થાપન કરવી તેનું નામ યોગમુદ્રા કહેવામાં આવે છે.
પગના બંને અંગૂઠાઓ વચ્ચે ચાર આંગળનું અંતર રાખી પાછળની બંને પોની વચ્ચે ચાર આંગળથી થોડું ઓછું અંતર રાખી, ઊભા રહી, કાર્યોત્સર્ગાદિ કરવામાં આવે તેને જિનમુદ્રા કહે છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
૫૧
અનુભવ રસ
આ રીતે યોગસાધકો માટે અનેક મુદ્રાઓ બતાવવામાં આવી છે. મુદ્રાઓથી સાધક અનેક વિઘ્નોથી નિર્ભય બની જાય છે. મુદ્રાની માફક આસનો પણ અતિ ઉપયોગી છે.
પર્યંકાસન:- શ્રી હેમચંદ્રાચાર્યજી યોગશાસ્ત્રમાં લખે છે કેઃ
स्याज्जंधयोरधोभागे, पादोपरि कृते सति । पर्यंको नाभि गोत्तान, दक्षिणोत्तर पाणिकः ।।
બેઉ જંઘાના નીચલા ભાગો પગના ઉપર મૂકયા પછી જમણો અને ડાબો બંને હાથ નાભિ પાસે ઊંચા ઉત્તર-દક્ષિણ રાખવાથી પર્યંકાસન થાય છે. પતંજલ કહે છે કે જાનુ અને હાથને પ્રસારીને સૂવું તેને પર્યંકાસન કહે છે. આ ઉપરાંત વીરાસન, ભદ્રાસન, અબ્બાસન વગેરે ચોર્યાસી પ્રકારનાં આસનો છે. જે મનનો જય કરે છે તે પ્રાણનો જય કરે છે. બંને ઉ૫૨ જય મેળવનાર ઇન્દ્રિય જયી બની જાય છે.
સહજ સમાધિના અર્થમાં રેચક એટલે હેય વસ્તુનો ત્યાગ કરવો. પૂરક એટલે ઉપાદેય વસ્તુને આદરવી અને કુંભક એટલે મધ્યસ્થ ભાવમાં રહેવું. અથવા પુરક એટલે સદ્ગુણોને ગ્રહણ કરું છું, કુંભક એટલે સદ્ગુણોને ધા૨ણ કરું છું અને રેચક એટલે દુર્ગણોનો ત્યાગ કરું છું. આ પ્રકારે સાધક મૂળગુણ, ઉત્તરગુણમાં તન્મય બની ઇન્દ્રિય તથા મનોજપી બની મોક્ષપદ ધારી બને છે.
કવિ આ પદની ચોથી કડીમાં કહે છે,
थिरता जोग जुगति अनुकारी, आपोआप विमासी । બાતમ પરમાતમ અનુસારી, સીટ્ટે ાન સમાપ્તી... ।।માહરો... ।। ૪૫ જોગ જુગતિ એટલે યોગની યુક્તિ. જે સાધક યોગમાર્ગે પગ ધરે છે તેણે યોગનો અભ્યાસ કરી યોગમાર્ગે ચાલવાનું હોય છે. અભ્યાસનાં અભાવે સાધક ભટકી જાય છે. નાની-નાની સિધ્ધિઓ મેળવી ચમત્કારની દુનિયાનો માનવ બની જાય છે. યોગમાર્ગના પગથિયાં ને ક્રમથી ચડતાં અને એક-એક પગથિયે સ્થિર થતાં યોગી આગળ વધે છે. કવિએ યોગયુક્તિની સાથે સ્થિરતા શબ્દ મૂક્યો છે. સ્થિરતા વિના ધીરતા નહીં અને ધીરતા વિના વીરતા નહીં. પોતાના દરેક કાર્ય સ્થિરતાપૂર્વક વિચારવા
Page #136
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ તથા આચરવા કવિ સાધકને અનુરોધ કરે છે.
મન મુંડયા વિન મુંડકું, અતિ ઘેટ મુંડાવે, જટા જુટ શિર ધરાકે, કોઉ કાન ફરાવે... જોગ ઉર્ધ્વ બાહુ અધોમુખે, તન તાપે તપાવે,
ચિદાનંદ સમજયા વિના,ગિણતી નહિ આવે.. જોગ મોક્ષમાર્ગને જાણ્યા વિના, માથું મુંડાવવાથી, જટા વધારવાથી કે તન તપાવવાથી સિદ્ધિ મળી શકતી નથી. પણ તેનાથી વિપરિત ભેખ ધારણ કરી, જગતને ભરમાવવાનો ધંધો શરૂ થાય છે. સ્થિરતાયુક્ત યોગમાર્ગ આત્મોપયોગી બને છે. મન તથા ઇન્દ્રિયોને યોગમાં જોડવાથી સાધક પોતાની સર્વવાસના તથા વિકારો પર વિજય મેળવવા સ્વરૂપ વિચારણા કરે છે. તે વિચારે છે કે “અહો! મારો આત્મા સાક્ષાત્ ગુણરત્નોનો ખજાનો છે. સર્વજ્ઞ, સર્વદર્શી છે. પરમાત્મ સ્વરૂપ છું. નિરંજન, નિરાકાર મારું રૂપ છે. આમ વિચારતાં પરમાત્મ પદને અનુસરે છે અને અયોગી એવા આત્મ સ્વરૂપની પૂર્ણતાને પામે છે. તથા સર્વકાર્ય સિદ્ધ કરે છે.
આમ આ પદમાં કવિશ્રી આનંદઘનજીએ સાધકને સાધનાનો ઉત્તમ માર્ગ બતાવ્યો છે. કવિએ સર્વ પ્રથમ સાખી લખી માર્ગનું ઉદ્ઘાટન કર્યું છે. કવિશ્રીની સાખીઓ અનેક અર્થવાળી તથા ગંભીર આશયવાળી હોવાથી કવિત્વશક્તિની અપૂર્વભાસ કરાવે છે. કવિશ્રીનું આ પદ લાલિત્ય અને અર્થગૌરવયુકત છે. કેટલી ઓછી પંકિતઓમાં એમણે અધ્યાત્મમાર્ગરૂપ ચાવી આપી દીધી છે.
સ્વાનુભવ વિના આવી પંકિતઓ લખી શકાય નહિ. કવિનું આ છઠું પદ સર્વપદોમાં મુગટ સમાન છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
૫૩
અનુભવ ૨સ
પદ-૭
“સાતમ અનુભવ સિવ ” જીવ તથા જગતને જુદા જાણી, અનુભવી, આત્મરસમાં તરબોળ રહેનાર એવા શ્રી આનંદઘનજી મહારાજ આ સાતમા પદમાં જીવની વાસ્તવિક દશાનું ભાન કરાવતા કહે છે,
जग आशा जंजीरकी, गति उलटी कुल मोर;
झकर्यो धावत जगतमें , रहे छूटो इक ठोर; આ કડીમાં કવિએ જીવને મોર કહી સંબોધન કરેલ છે. તે કહે છે કે હે જીવરૂપી મોરલા! આ જગતમાં આશારૂપી જંજીરની ગતિ બિલકુલ વિપરીત છે. જીવ આ જંજીરમાં ફસાવાથી સંસારમાં ફર્યા કરે છે પરંતુ જો છૂટો રહે તો એક સ્થાનમાં રહે છે.
આ પદમાં યોગીશ્વર શ્રી આનંદઘનજી મહારાજે ઘણી માર્મિક વાત કરી છે. કર્મસંગી જીવનું યથાતથ્ય ચિત્રણ કર્યું છે.
જીવ આશાની જંજીરમાં જકડાયેલો છે. નિયમ એવો કે માનવ, પ્રાણી કે પક્ષી બંધનયુક્ત હોય તો તેની ગતિ સીમિત થઈ જાય છે વળી સ્થિરતા અધિક આવે છે અને જો બંધન મુક્ત થઈ જાય તો સ્વતંત્રપણે પોતાની મેળે ફર્યા કરે છે તથા દોડા-દોડ અધિક કરે છે. તેની એક સ્થાને સ્થિરતા ઓછી રહે છે. પરંતુ આ જીવરૂપી મોરલો આશા જંજીરથી બંધાયેલો હોવાથી સંસારની પરિસીમામાં પરિભ્રમણ કરી દશેય દિશામાં દોડા-દોડી કરી રહ્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે,
फसिणंपि जो इमं लोयं, पडिपुण्णं दलेज इक्कस्स।
तेणावि से ण संतुस्से, इइ दुप्पूरए इमे आया।। _ धन-धान्य से भरा हुआ संपूर्ण लोक भी यदि कोई किसीको दे देवे , तो इससे भी लोभी संतोष को प्राप्त नहीं होता, इसलिए यह आत्मा दुष्पूर है अर्थात् इसकी तृप्ति होनी अत्यंत कठिन है।
ચૌદ રાજલોકમાં એક પણ સ્થાન એવું નથી કે જીવે તે સ્થાનની
Page #138
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૫૪ - સ્પર્શના કરી ન હોય? આશાને કારણે જીવ બંધનમાં છે પણ જેવો આબંધનથી મુક્ત થઈ જાય છે કે તુરત જ સિદ્ધક્ષેત્રમાં જઈ શાશ્વત સ્થાને જઈ સ્થિર થઈ જાય છે.
કવિ આશાવરી રાગમાં આ પદની કડીમાં કહે છે, अवधू क्या सोवे तन मठमें , जाग विलोकन घटमें...। अवधू तन मठ परतीत न कीजे, ठहि परे एक पलमें...। નવત મેટિ લવર તે પછી, વિન્ટે રમતાં નનમેં..રાવપૂ..રૂા.
હે અવધૂત આત્મા! તું તારા શરીરરૂપ મઠમાં કેમ સૂઈ રહ્યો છે? હવે જાગૃત થા અને તારા અંતરઘટને જો. તું તારા શરીરરૂપી મઠનો ભરોસો ના કરીશ. એ તો એક ક્ષણમાં ધસી પડે છે. માટે તું સર્વ હલચલ છોડી તારા અંતરઘટની ખબર લે. તું પાણીમાં (માછલાના પગની) નિશાની શું શોધે છે?
હે ચેતન ! તું આ શરીરરૂપી મઠમાં મોહનિદ્રા લઈ ક્યાં સુધી સૂતો રહીશ? હવે તો જાગ, અંતરઘટમાં દૃષ્ટિ કર, કારણ કે શરીર તો મરણધર્મા છે તે તો ક્ષણિક અને નાશવંત છે માટે તેનો ભરોસો કરવો તે યોગ્ય નથી.
આયુષ્યકર્મના આધારે રહેલ આ શરીર આયુષ્યની દોરી તૂટી જતાં, એક પળમાં નાશ પામી જશે. હે ચેતન ! પુગલ પોતાનો નાશવંત ધર્મ ક્યારેય પણ છોડતો નથી, ત્યારે તું તારા સ્વભાવને કેમ છોડે છે? તું નિરર્થક રાગ-દ્વેષ કરી તારા આત્મપ્રદેશોને કંપિત કરી રહ્યો છે અને કર્મથી ભારે બની રહ્યો છે માટે તું હવે તારા અંતરઘટનું દર્શન કર. એ ઘટ સમતારસથી ભર્યો છે અનેક મહાપુરુષો સમતારસમાં ડૂબેલો છે અને આ જગત પર તે મહાપુરુષોના જીવનકાર્યના ચિહનો પડેલાં છે. તું એ ચિહ્ને-
ચિને ચાલ્યો જા. તારો માર્ગ પ્રશસ્ત છે. તું તારા શુદ્ધ સ્વરૂપનો વિચાર કર. દેહભાવ છોડી, આત્મભાવે સ્થિર થા. હવે આ દેહ કેવો છે તથા શેનો બનેલો છે તે બતાવતાં કવિ બીજી કડીમાં કહે છે,
मठमें पंच भूतका वासा, सासा धूत खबीसा। છિન્ન છિન તો દી કનડું વાદે, સમને વૌરાસીસા... વધૂ...૨
શરીરરૂપી મઠમાં પંચભૂતનો વાસ છે. શ્વાસોશ્વાસ ધૂર્ત ખવીસ
Page #139
--------------------------------------------------------------------------
________________
૫૫
અનુભવ રસ પણ એ મઠમાં રહે છે. એ ખવીસ ક્ષણે-ક્ષણે આત્માને છળે છે. તો પણ આ અજ્ઞાની મૂર્ખ શિષ્ય (ચેલો) સમજી શકતો નથી અને તન મઠની મમતા છોડી, પોતાના શુદ્ધ સ્વભાવે જાગૃત થતો નથી. આ પંક્તિઓને જુદી રીતે ઘટાવતાં શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે,
“અધ્યાત્મની દૃષ્ટિએ જોતાં પાંચ ઇન્દ્રિયોરૂપ પાંચ ભૂત છે. અને માથા વિનાનો મોહ ખવીસ છે. આ છયે તનરૂપ મઠમાં વસે છે”
કવિ આનંદઘનજી કહે છે “હે આત્મન્ ! તું જરા પણ પ્રમાદવશ બની શરીરધર્મમાં મમતા રાખીશ તો મૂર્ખમાં ખપી જઈશ. જીવનો શરીરધર્મ કેવો છે તથા કાયાની માયા કેવી છે તે વિશે શ્રી નરસિંહ મહેતા કહે છે,
“ધન જોબન મદમાતો, વિષય ભોગમાં વારું એ ચાંદરડું ચાર દિવસનું અંતે તો અંધારૂ. માટે મન વિચારી જોને માન કહ્યું તું સાચું
વિણસી જાતા વા ન લાગે, કાયા પાત્ર છે કાચું” ભારતીય સંતપરંપરામાં દેહની નશ્વરતા વિશે ઘણા કવિઓએ ઉલ્લાસપૂર્વક ગાયું છે. મધ્યકાલીન ગુજરાતી કવિઓમાં--સંત કવિ શ્રી ધીરાભગતની નીચેની પંક્તિઓ સરખાવવા જેવી છે.
અખંડ એક આતમા રે, બીજું સરવે ધૂળ, ફૂલ ખીલીને ખરી પડે, એવું કાયાનું છે કામ,
પ્રથમ સદ્ગુરુનો સત્સંગ સાચો, બીજો જે કરો તે કાચો” નરસિંહ મહેતાએ આ કાયાને માટીનાં પાત્ર સાથે અને ધીરાભગતે આકડાના ફૂલ સાથે સરખાવી છે. ત્યારે શ્રી આનંદઘનજીએ કાયાને મઠ કહી છે. પણ ચેતન એ મઠ ઉપર આધિપત્ય નહીં રાખે તો ખવીસ મઠને ખાઈ જશે અને ચેતનને સપ્તમ્ ભૂમિમાં ધકેલી દેશે માટે ચેતનને જગાવતા કહે છે, शिर पर पंच वसे परमेसर, घटमें सूछम बारी। બાપ અભ્યાસ તવે વો વિરતા, નિર શ્રી તારા..વધૂ...રૂા
તારા માથા ઉપર પંચ પરમેષ્ટિ વસે છે તેને તારા હૃદયની સૂક્ષ્મ બારીવાટે જો કોઈ આત્મજ્ઞાનનો અભ્યાસી વિરલ પુરુષ તેને ધ્રુવ તારાની
Page #140
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
જેમ નિરખે છે.
હે ચેતન ! તું જ તારો ભગવાન છો. તેનું તું ચિંતન કર. તારામાં જ પંચ પરમેષ્ટિ વસે છે. તે તું તારા સૂક્ષ્મ ઉપયોગે નિહાળ આમ કરવાથી સર્વ ભૂતો ભાગી જશે. મસ્તકના મધ્યભાગમાં બ્રહ્મરંધ્ર છે. આ સ્થાનમાં ધ્યાનદ્વારા આત્માની સ્થિરતા સધાય છે માટે આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રજીએ મસ્તકને ધ્યાનનું સ્થાન બતાવ્યું છે કારણ કે બ્રહ્મરંધ્રમાં આત્માના અસંખ્યાત પ્રદેશો વ્યાપેલા છે માટે જ નિશ્ચયનયથી આત્મા જ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સ્વરૂપ છે. એ તિરોદ્ગીત છે ૫રંતુ કર્યાવ૨ણ હટતાં તે આવિર્ભૂત થઈ, ૫૨મેષ્ટિ સ્વરૂપ બની જાય છે. દર્શન મોહનીય તથા ચારિત્રમોહનીય કર્મનો વિશેષ ક્ષયોપશમ થતાં આત્માના શુદ્ધ સ્વરૂપને જાણી શકાય છે, અર્થાત્ આત્મસ્વરૂપનો બોધ થાય છે. વિશ્વનાં અનંત જીવોમાં કોઈ વિરલ વ્યક્તિ જ આત્માના અસલ સ્વરૂપને પામે છે. સાધક જ્યારે આવી ઉચ્ચભૂમિકાને પ્રાપ્ત કરે છે ત્યારે સ્વરૂપદશાને ધ્રુવ તારાની જેમ સ્થિર નિહાળે છે.
૫૬
શ્રી બુદ્ધિસાગરજી મહારાજે લખ્યું છે કે “યોગમાર્ગની અપેક્ષાએ હૃદયથી મસ્તક સુધી જવા માટે સુષુમ્ના નાડી (બંકનાલરૂપ નાડી ) છે. ત્યાં થઈને બ્રહ્મરંધ્રમાં જવાય છે. તેથી સુષુમ્ના નાડીરૂપ બારી છે. ત્યાં આત્મ ઉપયોગ રાખી છેક બ્રહ્મરંધ્ર સુધી આત્મ ઉપયોગે ચડવું, ત્યાં તે પોતાના આત્માને ધ્રુવ તારાની જેમ સ્થિર જુએ છે.” આત્માની ધ્રુવતાના દર્શન એ જ પરમેષ્ટિદર્શન છે.
આ અવસ્થા આવતાં જેમ પ્રકાશ થતાં ભૂત ભાગી જાય છે તેમ પાંચેય ઇન્દ્રિયોના વિષયરૂપ ભૂત અજ્ઞાન અંધકારમાં આવી, ભાવ ભજવી જાય છે પરંતુ જ્યારે સૂક્ષ્મબોધની બારીમાંથી આત્મરવિનો ઝાંખો પ્રકાશ દેખાતાં, પાંચેય ભૂતો આત્માથી છૂટા પડી જાય છે અર્થાત્ ઇન્દ્રિય પ્રત્યેની મૂર્છાથી સાધક મુક્ત બની જાય છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે,
પંચ વિષયમાં રાગ-દ્વેષ વિરહિતતા પંચ પ્રમાદે ન મળે મનેને ક્ષોભજો.
સાધક પાંચ ઇન્દ્રિયોના વિષયમાં રાગ-દ્વેષ કરતો નથી તથા પાંચ પ્રમાદનું સેવન કરતો નથી. જેમ ધ્રુવ તારો નિશ્ચલ છે તેમ આત્મબોધરૂપ
Page #141
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ પ્રકાશ નિશ્ચલ છે. અહીં કવિએ ધ્રુવ તારાનું અદ્ભુત દૃષ્ટાંત આપ્યું છે. આકાશમાં નક્ષત્ર કે રાશિના સ્થાનમાં ફેર થયા કરે છે પરંતુ ધ્રુવ તારો
જ્યાં છે ત્યાં જ સ્થિર રહે છે. આવી ધુવ જેવી નિશ્ચલ અદ્ભુત દશા આત્માનુભવીની હોય છે.
મસ્તકને કવિઓએ તથા લેખકોએ ઉત્તમાંગ કહ્યું છે. ત્યાં બ્રહ્મરંધ્ર રહેલું છે. જૈનદર્શન આત્માને શરીરવ્યાપી કહે છે. આત્મપ્રદેશોનું વિશેષ સ્થાન મસ્તક તથા હૃદયમાં બતાવેલું છે.
યોગસાધકો બ્રહ્મરંધ્રને સહસ્ત્રદળ કમળ કહે છે. તેમ ધાર્મિક પુરુષો પણ મસ્તકને કમળની ઉપમા આપે છે. જેમ કમળમાં મિષ્ટરસ હોય છે તેમ આત્મપ્રદેશોનો અપાર શાંત સુધારસ બ્રહ્મરંધમાંથી ઝરે છે. જેનો રસાસ્વાદ લઈ સાધક પરમાનંદ પરમશાંતિનો અનુભવ કહે છે,
યોગસાધકોની સાધનાનું દર્શન કરાવતા કવિ કહે છે, आशा मारी आसन धरी घटमें, अजपाजाप जगावे...। માનંદન” વેતનમય મૂરતિ, નાથ નિરંજન પાવે.અવધૂ... જના
આશાનો ત્યાગ કરી હૃદયરૂપ ઘટમાં સ્થિર ઉપયોગરૂપ આસન જમાવી વૈખરી વાણી વિના જો “સોહમ્” નો જાપ કરે તો સોધક આનંદસમૂહ ચૈતન્યમૂર્તિરૂપ નિરંજન પરમાત્મા દેવને પામે છે અને તે વખતે જાપ સ્વયંમેવ લયરૂપ બની જાય છે. અજપાજાપ ચાલુ થઈ જાય છે. કવિએ અહીં સાધકને ભલામણ કરી છે કે “હે સાધક! સંસારમાં આશા અને અપેક્ષા રાખ્યા વિના કાર્ય કર્યું જા અને આત્મઘરમાં આસન જમાવી દે.
યોગસાધકો મનની સ્થિરતા માટે વિવિધ પ્રકારનાં આસનો કરે છે ત્યારે ધ્યાન સાધકો આત્મઘરમાં આસન બીછાવી પોતાના જ્ઞાનદર્શનરૂપ ઉપયોગ જે બહાર ભટકી રહ્યો છે તેને સ્વમાં જોડવા અંતરંગમાં સોહમ' સોહમ' ધ્વનિનો જાપ કરે છે. આ પ્રકારના જાપમાં સ્કૂલ વચનપ્રયોગ ન હોય પરંતુ માનસિક જાપ કરતાં કરતાં “સોહું” શબ્દનો ઊલટો જાપ થવા લાગે છે. જેમકે “સોહં” નો “હંસો” અથવા “હંસ” નો જાપ કરતાં કરતાં જ્ઞાનસ્વરૂપ ચૈતન્યમૂર્તિ એવા નિરંજન આત્મદેવને પામે છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૫૪-૮
૫૮
66
'आतम अनुभव फूलकी"
સર્વ સંસારી જીવોને જગતમાં વિવિધ પ્રકારના અનુભવો થાય છે. જે જીવ બહિરાત્મભાવમાં રમણ કરે છે તેને ઇન્દ્રિયો સાથે પદાર્થનો સંયોગ થતાં જે અનુભવ થાય છે તે ભૌતિક જગતનો હોવાથી ક્ષણિક તથા અનિત્ય છે.
કવિ આનંદઘનજીએ આ આઠમા પદની સાખીમાં અલૌકિક અનુભવની વાત કરી છે. કવિ કહે છે,
आतम अनुभव फूलकी, नवली कोउ रीत ।
नाक न पकरे वासना, कान गहे न परतीत ॥१॥ આતમંઅનુભવ એવો છે કે તેની નાકથી વાસ તો આવતી નથી. તો કાનથી પણ એ અનુભવ સંભળાતો નથી.
આત્મઅનુભવની વાતો એવી છે કે તે શબ્દથી કહી શકાતી નથી. આંખેથી જોઈ શકાતી નથી, કારણ કે તે ઇન્દ્રિયનો વિષય નથી. આવી ઊંચી દશાને જડ ઇન્દ્રિયો શું જાણે ?
કવિએ અહીં અનુભવને ફૂલની ઉપમા આપી છે કારણકે ફૂલ કોમળ હોય, સુગંધી હોય, મધુ૨૨સ ભરપૂર હોય તથા અલ્પજીવી હોય. તે રીતે આત્મદર્શનના અનુભવરૂપ ફૂલ પણ કોમળ હોય છે. આનંદરસસભર. જગતનાં સર્વ જીવો એવો આનંદ માણવા ઇચ્છે છે. છદ્મસ્થ અવસ્થામાં આવો અનુભવ અલ્પ સમયનો હોય છે. અધિકમાં અધિક અંતર્મુહૂર્ત ટકે છે. આ અનુભવ પરમશાંત તથા પ્રમોદયુક્ત છે. આ અનુભવરૂપ પુષ્પમાં શાંત સુધારસ ભરપૂર ભર્યો છે પણ તેનો આનંદ મુમુક્ષુજીવો જ લઈ શકે છે. પરભાવથી પાછા ફર્યા વિના ચૈતન્યાનુભૂતિ દુર્લભ છે. જે ક્ષણે ચૈતન્યાનુભૂતિ થાય છે. તે ક્ષણે વાસના વિરમી જાય છે માટે જ “નાળ ન પરે વાસના” કહ્યું છે કે નાકનો વિષય સુગંધદુર્ગંધનો છે પણ તેમાં વાસના કરવી કે રાગ– દ્વેષાત્મકભાવ કરવા તે નાકનું કાર્ય નથી પણ અંતરમન દ્વારા થાય છે. આત્માનુભવ સમયે અંતરમન
Page #143
--------------------------------------------------------------------------
________________
૫૯
અનુભવ રસ અનુભવમાં રોકાયેલું હોય છે. તેથી નાકનો વિષય બની શકે નહીં, શ્રી સરયૂદાસજી પણ કહે છે,
બોલું તો પણ મુખ્ય ટળે નહિ માહરૂ” દેખી ને નવ દેખે એવી રીત જો, સાંભળે તો પણ સાંભળ્યું નહીં કંઈ વાતને એ છે મારો અનુભવ વેદ વિદિત જો
બ્રહ્મદર્શી ગુરુ મળીયા મનના ભાવતા . એ આત્માનુભવ એવો છે કે તે પૂલ ઇન્દ્રિયોનો વિષય બની શકતો નથી. તે જીવ યથાર્થ સ્વરૂપના અવબોધથી આત્માની ઉન્નતદશા ભોગવતો હોય છે. ફૂલ દૂર પડ્યું હોય તો પણ તેના અસ્તિત્વનો ખ્યાલ આવે છે. તે દાબી કે ઢાંકી દીધું હોય તો પણ તે ભલે કાનનો વિષય ન બને પણ નાકનો વિષય બની શકે છે, ત્યારે આત્માનુભવરૂપ ફૂલ ભલે નાકથી નહીં પણ કાનથી તેના અસ્તિત્વનો ખ્યાલ આપે છે.
આત્માનુભવીને પોતાની અંદર “અહંમ”, “અર્હમ” અથવા “સોહમ્” સોહમ્” નો અભુત ધ્વનિ સંભળાયા કરે છે. જેમ બાળક ઘોડિયામાં ઘુઘવાટ કરતું હોય છે, તેની “મા”ને દૂરથી સંભળાય છે તથા તેને ખ્યાલ આવી જાય છે કે બાળક જાગે છે. મંદિરમાં ઘંટના ધ્વનિનો ગુંજારવ લંબાય છે તેથી ઘંટધ્વનિ થયાનો ખ્યાલ આવે છે. તેમ આત્માનુભવ કાનનો વિષય ન હોવા છતાં અનાતધ્વનિને કારણે તેની પ્રતીતિ થાય છે.
પદાર્થનું જ્ઞાન ઇન્દ્રિયોની સહાયથી થાય છે. ચાર ઈન્દ્રિયો દ્વારા વ્યંજનાવગ્રહ થાય છે અને પછી અર્થાવગ્રહ થાય છે. અર્થાવગ્રહ પાંચ ઈન્દ્રિયો દ્વારા થાય છે. અર્થાવગ્રહથી ધારણાનો ક્રમ આ પ્રમાણે છે.
જેમકે – પદાર્થ પ્રત્યે, (૧) આ કંઇક છે તેવી વિચારણા તે અર્થાવગ્રહ (૨) આ શું છે? તેની વિશેષ વિચારણા તે ઈહા . (૩) આ એ જ હોવું જોઇએ તે અવાય (૪) ના, આ તો એ જ છે, તે ધારણા વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહથી સૂક્ષ્મ છે. પણ આ બધો ઇન્દ્રિયનો
Page #144
--------------------------------------------------------------------------
________________
SO
અનુભવ રસ વિષય હોવાથી તેનો અવબોધ ક્રમથી થાય છે. છતાં સ્થૂલતામાં રાચતા જીવને એવું લાગતું નથી કારણ કે આ બધી સ્થિતિ બહુ અલ્પસમયની હોવાથી સ્થૂલદષ્ટિવાળાની નજરમાં આવે નહિ. તેમ આત્માનુભવ પણ ક્રમથી છેવટે ધારણા સુધી પહોંચી જાય છે. આત્માનુભવની પ્રતીતિ માટે ચેતનની કેવી દશા છે. તે ઘનશ્રીરાગમાં કવિ આ પદની પહેલી કડીમાં કહે છે,
अनुभव नाथकु कन्युं न जगावे। ममता संग सो पाय अजागल , थनते दूध कहावे - अनुभव।।१।।
ચેતનારૂપી સ્ત્રી અનુભવમિત્રને ઉદ્દેશીને કહે છે કે હે અનુભવ! તું તારા મિત્ર આતમસ્વામીને જાગૃત કેમ કરતો નથી? તે મમતાના સંગે રહી, આનંદની ઈચ્છા રાખે છે પણ એ તો બકરીને ગળે રહેલ આંચળમાંથી દૂધ દોહવા જેવી નિરર્થક વાત છે.
સમતા અથવા આત્માની શુદ્ધચેતના અનુભવમિત્રને કહે છે કે, અનુભવ! તું ચેતનનો જીગરજાન દોસ્ત છે. તે દરેક સમયે તેની સાથે જ હોય છે. તેથી તને કહું છું કે તું મારા એ ચેતનરામને હવે જગાડ. તે તો મોહનિદ્રામાં પોઢયા છે અને તેથી જ તે પોતાનું સ્વરૂપ સાવ ભૂલી ગયા છે. મમતાના સંગે રહી તેના પ્રેમપાશમાં ફસાઈ ગયા છે. વિષયકષાયમાં મસ્ત બની, ભોગાસક્ત બની ગયા છે. મમતાનો પરિવાર એ જ તેનો પરિવાર છે. એવું તે માને છે. ઈન્દ્રિયભોગથી સુખ મેળવવાની ઇચ્છા એ તો બકરીનાં ગળાનાં આંચળ દોહવા બરાબર છે માટે તું જ તેને સમજાવ. મને તો ડર છે કે હું તેને કાંઈ કહેવા જાઉં તો તે મારી સામે અંગુલિસ વ્યવહાર કરશે તો?
માટે જ આનંદઘનજી મ. બીજી કડીમાં કહે છે, मेरे कहेंते खीज न कीजे, तु ऐसे ही शिखावे। बहोत कहेते लागत ऐसी, अंगुलि सरप दिखावे।।अनुभव।।२।।
અનુભવમિત્રને ચેતના કહે છે કે હે અનુભવ! તું ચેતનનો ઘણો નિકટનો મિત્ર છો. તેની બધી ચાલચલગત તું જાણે છે. ચેતન ! મમતાના સંગે જરા પણ સુખી નથી, તેથી તને હું ભલામણ કરું છું કે તું મારા ચેતનસ્વામીને સમજાવી, તું મિત્ર તરીકેની તારી ફરજ બજાવ.
Page #145
--------------------------------------------------------------------------
________________
૬૧
અનુભવ રસ ચેતનને કારણે ચેતના વ્યાકુળ છે, તેથી ક્યારેક ઠપકાના સૂરમાં તે અનુભવને કહે છે કે “તારી પાસે હૃદય જેવી કોઇ ચીજ છે કે નહીં? તને મારે વારંવાર શું કહેવું? મને તો ડર છે કે વારંવાર કહેવાથી તને મારા ઉપર ગુસ્સો આવી જશે અને પછી “અંગુલિ–સર્પના” ન્યાયે મને ખેદ થશે તો, કારણ કે એકની એક વાત વારંવાર કહેવાથી તે અપ્રિય લાગે છે.
શ્રી આનંદઘનજી ત્રીજી કડીમાં કહે છે, औरनके संग राचे चेतन, चेतन आप बतावे। आनंदघन की सुमति आनंदा, सिद्ध सरूप कहावे।। अनुभव।।३॥
હે અનુભવ! કદાચ તું એમ કહેશે કે ચેતન બીજાને સંગે ચડી ગયો છે. તેની ખાતરી શું? તો તે મારે કહેવાની જરૂર નથી. ચેતન પોતે જ પોતાની ખાતરી આપે છે. કારણ કે સ્વભાવમાંથી પરભાવમાં જતાં આત્માને કર્મ લાગે છે. તેથી ચેતનને સંસાર પરિભ્રમણ કરવું પડે છે. ચેતનની આ દુર્દશા જ કહી આપે છે. મારે કાંઈ કહેવાની જરૂર નથી. તેના આવા બેહાલ કેમ થયા છે? “જેવો સંગ તેવો રંગ” બગલાના ટોળામાં હંસ બેસે તો બગલા જેટલી જ કિંમત થાય. ચેતનની પણ અત્યારે એવી દશા છે પણ જો ચેતન મમતાનો સંગ મૂકી, જો સુમતિની સંગતિ કરે તો પોતાના શુદ્ધ સ્વરૂપને જાણી શકે, કારણ કે સુમતિ આનંદસ્વભાવી છે.
આ પદમાં સામાન્યજ્ઞાન તથા અનુભવજ્ઞાન ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. વિશ્રામકારક વિચારને જ્ઞાન કહેવામાં આવે છે. અમુક વિચારો પર સ્થિરતા થાય તે જ્ઞાન અને આનંદકારકજ્ઞાનને અનુભવ કહેવામાં આવે છે. જ્ઞાન આપે ફળની પ્રાપ્તિ તે અનુભવ.
કવિશ્રી આનંદઘનજીએ આ પદમાં અનુભવની સૂક્ષ્મતા બતાવી છે. લોક વ્યવહારનાં દ્રષ્ટાંતો આપી સાધકને આંતરચોટ મારી રહ્યાં છે. તેઓશ્રીએ બકરીના આંચળ અને અંગુલિસર્પન્યાયનું દ્રષ્ટાંત સરસ રીતે વણી લીધું છે અને ચેતનની ઇન્દ્રિયાતીત અવસ્થાનું ઉત્તમ નિરૂપણ કર્યું છે.
ML
હતા
Page #146
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
પદ-૯
-
-
“નાથ નિદાને માપમતાસી" શ્રીમઆનંદઘનજી મહારાજે સર્વસંસારી જીવોનાં કાર્યોનું તથા માનસિક સ્થિતિનું સુંદર ચિત્રણ આ પદમાં કર્યું છે. ભાવોની વિશુદ્ધિથી જીવાત્મા કેવા પરમાનંદને પામે છે, તે આ પદમાં સમજાવ્યું છે.
કવિએ અધ્યાત્મભાવોને લૌકિ ઉદાહરણ દ્વારા સમજાવી સર્વ સંસારીઆત્માઓની પરિણતિમાં પરિવર્તન કરવા પ્રબળ પુરુષાર્થ કર્યો છે. તેઓ સારંગ રાગમાં કહે છે,
नाथ निहारो आप मतासी वंचक शठ संचकसी रीते, खाटो खातो खतासी।। नाथ॥१॥
આઠમા પદમાં શુદ્ધચેતનાએ અનુભવમિત્ર દ્વારા ચેતનને સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ આ પદમાં સ્ત્રીસહજ સ્વભાવને કારણે ચેતના સ્વયં પોતાના પતિ ચેતનને સમજાવવા કોશિષ કરે છે. તે કહે છે હે નાથ! તમે જરા મારા સામું તો જુઓ હું કોણ છું? હું આપની જ સતી જેવી પત્ની છું. હું આપને છોડી, બીજે ક્યાંય જતી નથી. પડછાયાની માફક આપની સાથે જ રહું છું. હું આપના જ મતની છું, આપણે બંને એક જ જાતના છીએ. જેમ સૂર્ય એક છે પણ સૂર્યમાંથી નીકળતાં કિરણો અનેક છે. તેમ મારો તથા આપનો સંબંધ છે. આપની સજ્જનતા શેમાં છે? તેનો તો જરા વિચાર કરો. આપે જેની સાથે સંબંધ બાંધ્યો છે તે મમતાની જાત, તેની વૃત્તિ – પ્રવૃત્તિ કેવી નીચ છે, તે તો જરા વિચારો. મમતા કેટલી કપટી તથા માયાવી છે તે તમે જાણો છો? પારઘી જેમ પોતાની જાળમાં પ્રાણીઓને ફસાવે છે, તેમ મમતા પણ માયાની જાળ બિછાવી તને ફસાવી રહી છે અને પોતાના છેદે તમને એ નચાવી રહી છે. એ લુચ્ચી તો કેવી છે કે એક બાજુ એ પોતાની ઈચ્છાનુસાર તમારી પાસે કામ કરાવે છે અને ઉપરથી પાછો હાથ રાખી કહે છે કે હું તો પતિને પગલે દાસીની જેમ ચાલનારી છું. મમતાના લોભને કોઇ થોભ નથી તે લોભને વશ બની, ખોટું ખાતું ખતવે છે. જેમ લોભી માણસ પોતાના ચોપડામાં જમા રકમ
Page #147
--------------------------------------------------------------------------
________________
se
અનુભવ રસ પૂરી લખતો નથી. પણ ઉધાર રકમ બેવડી અને ત્રેવડી લખે છે. પોણી સો ટકા વ્યાજ લે અને સોળપંચા વ્યાશીને બે મૂકયા ૮૦ તો દેવાનાં આમ કહી ખોટું સમજાવે છે. તે રીતે મમતા પણ વંચકપણું કરી, પારકી વસ્તુને તમારી પાસે પોતાની મનાવે છે. મમતા એવી હલકીવૃત્તિની છે કે તે ફકત એક તમારી સાથે જ સંબંધ રાખતી નથી. તે અનેકને ભજે છે. આશ્રવને સંવર તરીકે બતાવી, જમાની રકમમાં ગોટાળો કરે છે અને આશ્રવનાં મોટાં મોટાં ગરનાળા મૂકી, કર્મોને એકઠાં કર્યા કરે છે. કર્મોને અટકાવવાની કળા તો તે જાણતી જ નથી. તેથી તે ખોટું ખાતું ખતવે છે. વળી તે એવી તો ચતુર છે કે તે પોતાના ખાતામાં જમા કર્યે જાય છે અને તમારા ખાતામાં ઉધાર્યે જાય છે, તમને તો હંમેશાં દેવાદારની સ્થિતિમાં જ રાખે છે. એના ચોપડામાં જો પ્રદેશોદયદ્રારા કર્મોનો ઘટાડો થતો હોય અને સંવર દ્વારા આવતાં કર્મોને અટકાવવામાં આવે તો કોઇક દિવસ પણ તમારી મુક્તિ થઈ શકે. પણ મમતા તો એવી ઠગારી છે કે તે પોતાનું ખાતું જમા કરે છે અને તમારી પાસે રકમ લેણી રાખે છે. આમ વિપરીત સ્થિતિ કરીને વ્યાજ ખાઉ મમતા આપને કેમ પસંદ પડે છે.
હે નાથ! હવે આપ મારી સામું તો જુઓ? કવિએ આ કડીમાં સ્ત્રીસહજ સ્વભાવનું દર્શન કરાવ્યું છે. દરેક સ્ત્રી એવું ઈચ્છતી હોય છે કે પતિ પોતાનો થઇને રહે તથા તેને જ જોયા કરે. છતાં પણ કોઈક કારણથી પતિ - પત્ની સામે ન જુએ તો પત્નીને માઠું લાગે છે, તે રીસાઈ જાય છે. શાણી સ્ત્રી રીસાતી નથી, પણ પતિના ઉપેક્ષાભર્યા વર્તનનું કારણ જાણી પતિને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે છે. તેને સમજાવી સાચા માર્ગે લાવે છે.
કવિશ્રી આનંદઘનજી કહે છે, आप विगुंवण जगकी हांसी, सियानय कौन बतासी ? निजजन सूरिजन मेला ऐसा, जैसा दूध पतासी।। नाथ।। २॥
અહીં ચેતના, ચેતનને કહે છે કે, આપ મમતાના સંગે રહો છો જેથી લોકો તમારી વાતો કરે છે. વળી મમતા પણ આપને દરેક સ્થાને વગોવે છે.
સંસારમાં દુઃખનું કારણ જો કોઈ હોય તો માયા અને મમતા છે. તે જ કર્મબંધ કરાવી, ચેતનને દુર્ગતિમાં ધકેલે છે. તે જ નરકગતિમાં
Page #148
--------------------------------------------------------------------------
________________
-
૬૪
અનુભવ રસ પરમાધામીના માર ખવરાવે છે તથા તિર્યંચગતિમાં પરાધીન બનાવે છે. સંસારની જેલમાં એ જ ગોંધી રાખે છે. નરક, નિગોદ, પૃથ્વી, પાણી વગેરે સ્થાનોમાં રખડાવે છે. વનસ્પતિના ભવમાં ટકાના ત્રણ શેરના ભાવે વેચાવે છે. કીડી, મંકોડા તથા ભૂંડના ભવ કરાવી વિષ્ટાનો આહાર કરાવે છે.
આ રીતે મમતા તમારી માથે ન કરવાની કરે છે, છતાં તેનો સંગ છોડવો તમને ગમતો નથી, તેના સંગથી પુત્ર જન્મે તો જન્મ સમયે તો આનંદ થશે પણ મૃત્યુ થતાં રડાવે છે. આવી રીતે કાળજા વગરના થઈ, તમે પોતે જ તમારી હાંસી કરાવો છો.
હે સ્વામી! મારે આપને વધારે શું કહેવાનું હોય? કારણ કે આપ તો સ્વયં જ્ઞાની છો. આપ આપની શક્તિનો વિચાર કરો, આપના જેવો શક્તિશાળી પુરુષ શું ત્રણ કોડીની બાયડીનો નચાવ્યો નાચે? ક્યાં ગયું આપનું પૌરુષત્વ.? સાવ નિર્માલ્ય થઈને શા માટે પડયા છો? મમતા કદી સારી શિખામણ આપશે નહીં, માટે આપ આપનું મૂળભૂત સ્વરૂપ સંભાળો.
કામ, ક્રોધ, લોભ, મદ, મોહને આપ આપના સ્વજન માનો છો. તે જ મોટી ભ્રમણા છે. એ બધાં તો મમતાના સાથી સંગી છે. તેનો સંગ છોડી, આપના સાચાં સ્વજનો છે તેને પ્રેમ કરો. ક્ષમા, સંતોષ, સેવા, સંયમ, આર્જવ, માર્દવ, શૌચ, બ્રહ્મચર્ય એ બધાં આપનાં કુટુંબીજનો છે. તે આપના જેવા જ છે. એ સ્વજનોનો સંબંધ તો દૂધમાં પતાસા જેવો છે. તે આપની સાથે એકમેક થઇને રહે છે. દૂધ સ્વયં મીઠું હોવા છતાં, તેમાં સાકર ભળતાં મીઠાશમાં વૃદ્ધિ થાય છે. તેમ, હે ચેતન ! આપના આનંદમાં વધારો થશે. - હવે પાછી ચેતના, ચેતનને કહે છે કે હું પણ તારા જેવી જ શુદ્ધ
સ્વરૂપી છું. તારી અને મારી એક રસરૂપ પરિણતિ છે, માટે હે નાથ ! આપ આપની મતિથી વિચારશો તો મારા ઉપર આપને અત્યંત પ્રેમ થશે. માટે જ કહું છું કે મારી સામે જુઓ અને અનંત સુખના ભોક્તા બનો.
“શુદ્ધ ચેતના – ચેતનને વિનવતા કહે છે,
Page #149
--------------------------------------------------------------------------
________________
પ
અનુભવ રસ
ममता दासी अहितकारी हरविधि, विविध भांति संतासी । आनंदघन प्रभु विनंती मानो, और न हितु समतासी ।। नाथ ॥
હે નાથ ! મમતાદાસી, આપનું દરેક રીતે અહિત કરનારી છે. તે આપને જુદી જુદી રીતે સતાવ્યા કરશે. સમતા સિવાય આપનું હિત કરનાર બીજું કોઇ નથી, માટે હૈ આનંદઘનસ્વરૂપ ચેતનપ્રભુ! આપ મારી વિનંતીનો સ્વીકાર કરો.
હે નાથ ! આપ જેના ફાંસે ફસાયા છો તે કોઇ રાણી, શેઠાણી કે સા૨ા ઘ૨ની સ્ત્રી નથી. એ તો હલકી જાતની એક દાસી છે. આપ જેવા ઉત્તમ પુરુષ આવી હલકી દાસી સાથે સંબંધ રાખે એ તો કલંક કહેવાય, હલકા માણસો પોતાની હલકાઇ છોડતા નથી. જ્યાં સુધી તેનો સંગ ન છૂટે ત્યાં સુધી તમે જન્મમરણમાંથી મુક્ત થઇ શકશો નહીં,
મમતા તો મોહ ચાંડાલની બેટી છે. છતાં પણ તારે પ્રેમ કરવો જ છે તો સમતા સાથે કર. તેનો આદર કર, કા૨ણ કે સમતા ! સંયમરૂપ રાજાની રાજકન્યા છે. ક્ષત્રિયપુત્ર સાથે ક્ષત્રિય પુત્રી શોભે. હે ચેતન ! તું તો મીઠાઈ છોડી, વિષ્ટા ખાવા દોડી રહ્યો છો. નાશવંત-વસ્તુમાં તું તારું સર્વસ્વ માની બેઠો છે. એ જ તારો મતિભ્રમ છે. નાશવંત કદી શાશ્વત બનતું નથી. માટે હવે તું સાચી સમજણનાં ઘરમાં આવ. સમજણ વિના ત્યાગ કરવાથી, તે ખોટા ખત બનાવી તને કરજભારથી દાબી દેશે. સમજણ વિના ત્યાગ કરવાથી તે પ્રકારની વૃત્તિઓ બેવડી, તેવડી અને દશગણી જો૨ ક૨શે. તેની સામે શાસ્ત્ર આધા૨ે કામ લેવું પડશે. માટે સર્વ પ્રથમ સંસારનું સ્વરૂપ બરાબર ઓળખી, સ્વ–પરનો વિવેક કરી, પરભાવ ૫૨ વૈરાગ્ય લાવી સંસારભાવથી ઉદ્વિગ્ન બનતા, મમતાના પાશમાંથી ધીરેધીરે મુક્ત થઈ શકાય છે, જેમ ન ગમતો માણસ આંગણે આવે તો આપણે તેને આવકારતાં નથી. તો એ બીજીવાર આપણા ઘ૨નાં ઊંબરે આવતો નથી. તેમ મમતા તરફ જો લક્ષ દેવામાં ન આવે અને મોઢું ફેરવી દઇએ તો હે ચેતન ! મમતા તેનો કેડો મૂકી દેશે.
ન
માટે તું તારા શુદ્ધ સ્વરૂપનો વિચા૨ ક૨, જેથી તારી દૃષ્ટિ ખુલ્લી જશે. સમાધિશતકમાં કહ્યું છે,
Page #150
--------------------------------------------------------------------------
________________
ss
અનુભવ રસ
“યા જનમતિ લવ છાંડી તૌ, તેવો અંતર દ”િ
मोहदृष्टि जो छोडिये, प्रगटे निज गुण सृष्टि।। १।।
હે ચેતન! હવે ભ્રાન્તિબુદ્ધિનો ત્યાગ કરી, અંતરદ્રષ્ટિથી તું તારું અંતરમન જો, તારી અંદર રિદ્ધિનો અક્ષય ખજાનો છે. પણ તે મોહથી ઢંકાઈ ગયો હોવાથી દેખાતો નથી. .
જીવ જયારે મોહદેષ્ટિ મૂકી, સ્વરૂપ રમણ કરે છે. ત્યારે આત્માનાં અનંતગુણરૂપ સૃષ્ટિનો આવિર્ભાવ થાય છે.
માટે હે ચેતન! જાગ તું પોતે જ પરમાત્મા છો. તારામાં સર્વશક્તિઓ પડી છે. તે સ્વયં આનંદઘન સ્વરૂપ છો. જે બહાર દેખાય છે તેનાથી વિશેષ તારી અંદર પડયું છે. તને તારી પાસેથી જ બધું મળશે. મહાત્મા સરયૂદાસે આવા જ ભાવો વર્ણવ્યા છે, “એવો હું પરિપૂરણ ચિઠ્ઠન એકલો, બીજુ કલ્પિત જે વરીમાં જેમ સર્પજો, વાચા રમણ નામરુપ પરપંચ છે.
વિલણ્યો કૈવલ્ય ચૈતન્ય આપોઆપજોવા બ્રહ્મદર્શી” હું ચિદાનંદ ચૈતન્ય સ્વરૂપ છું. ચિદ્યનઆત્મા એક જ છું. હું પરિપૂર્ણ છું. શબ્દો વડે જે નામરૂપ દેવામાં આવે છે એ તો એક પ્રપંચ છે. જે આ પ્રપંચ છોડે છે તેમાં આપોઆપ કૈવલ્યજયોતિ પ્રકાશે છે.
શુદ્ધચેતના આ રીતે સમતાસ્વરૂપ ધારણ કરી, આત્મદેવને સમજાવે છે. અન્યદષ્ટિએ જોતાં સમતા એ શુદ્ધ ચેતના દર્શન એક મહાવિશુદ્ધ આત્મપરિણતિ છે. તે સિવાય જીવનું વાસ્તવિક હિત સાધનાર અન્ય કોઈ નથી.
જેમ નીમક વિના રસોઇનો કોઈ સ્વાદ નથી. રસ વિના કેરીની કિંમત નથી. તેમ સમતા વિના ક્રિયા – અનુષ્ઠાનનું પણ મૂલ્ય નથી.
શ્રી આનંદઘનજીએ આ પદમાં નારી હૃદયની કૂણી લાગણીઓનું આબેહૂબ ચિત્રણ કર્યું છે. સતી સ્ત્રી જેવી શુદ્ધચેતના તથા તેના હૃદયની વેદના કેવી છે. તથા મમતાની માયાજાળ કેવી છે? તો માર્મિકભાવો આ પદમાં રજૂ કર્યા છે.
પહેલી નજરે સામાન્ય લાગતું આ પદ સર્વ સામાન્ય જીવોની દૃષ્ટિ
Page #151
--------------------------------------------------------------------------
________________
૬૭.
અનુભવ રસ ખોલી નાખે છે. આત્મરસનો પ્રવાહ વહેવા માંડે એવી એક આ ઉત્તમ રચના છે. - કવિ શ્રી આનંદઘનજીનું વ્યવહારજ્ઞાન કેવું હતું તથા તેનો વિનિયોગ એમણે અધ્યાત્મદષ્ટિએ કેવો કર્યો છે, તે આ પદ દ્વારા સમજી શકાય છે.
આ પદમાં કવિએ નારી હૈયાને ખોલી નાખ્યું છે તથા એ બધાં જ ભાવો ચેતનચેતનારૂપે વ્યક્ત કરે છે. અનાદિથી ચેતન મમતાને કારણે સંસારમાં ભમે છે. તેને સ્વસ્થાને લાવવા ચેતના સમજાવી રહી છે.
આ પદ અત્યંત અસરકારક અને મનોવ્યથાયુક્ત છે. આ મનોહરરચના સાધકના ચિત્તમાં વસી જાય એવી છે.
જીe
Page #152
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
પદ-૧૦
“પરમ નરમ મતિ શૌર ન આવે” મનોચિકિત્સક એવા શ્રી આનંદઘનજી મહારાજે માનવમનની સૂક્ષ્મ વૃત્તિઓનું આ પદમાં ઉદ્ઘાટન કર્યું છે. માનવ, પોતાની વ્યક્તિ પાસે કેવો વ્યવહાર કરે છે અને તેનું બાહરીજીવન કેવું છે એનું માર્મિક આલેખન આ પદમાં કર્યું છે.
આનંદઘનજીએ સંસારનું સ્વરૂપ રૂપક શૈલીમાં દોડી રાગમાં વર્ણવ્યું છે. આ પદના પ્રારંભમાં શુદ્ધચેતના સમતાનો સ્વાંગ સજી ચેતનપતિને ઠપકો આપે છે અને કહે છે,
परम नरममति और न आवे - परम मोहन गुन रोहन गति सोहन,
मेरी बैर ऐसे नितुर लिखावे - परम શુદ્ધચેતના, ચેતન આત્માને કહે છે કે હે પ્રેમવત? પેલી મમતા આવે છે ત્યારે તો તમે પીગળી જાવ છો. તમારા વિચાર નરમ થેંસ જેવા થઈ જાય છે, વળી એ વિચારને કારણે તમે કેવા આકર્ષક લાગો છો? પણ ત્યારે તમે વિપરીત ગુણની ખાણ થઈ જાવ છો, પણ જયારે મારો સમય આવે છે ત્યારે તો તમે કેમ કઠોર થઈ જાઓ છો?
ચેતનાએ ચેતનને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા તથા મમતાનો સંગ છોડવા ઘણા રસ્તા બતાવ્યા, પણ ચેતનને તેની કોઈ અસર નથી. તેથી ચેતના – ચેતન પ્રત્યે કઠોર બની જાય છે અને કહે છે કે તમે તો કેવા મૂર્ખ છો? પારકા પાસે તો સાવ નરમ ઘેંસ જેવા થઈ જાવ છો. આ રીતે શ્રી આનંદઘનજીએ ઘરગથ્થુ દૃષ્ટાંત દ્વારા સંસારનું દૃશ્ય ખડું કરી, આત્માર્થીઓને મોક્ષમાર્ગ બતાવ્યો છે.
પરસ્ત્રીગમન કરનાર, વિષયાંધ માનવને જેમ એની સ્ત્રી ઠપકો આપે, ગુસ્સો કરે અને એવો સમય આવે તો લાત પણ મારે અને ક્યારેક ઘસડીને ઘરમાંથી બહાર પણ કાઢી મૂકે, પણ વાસનાગ્રસ્ત વ્યકિત એ બધું સહન કરે છે તથા અપમાન થવા છતાં વારંવાર પેલી સ્ત્રી પાસે
Page #153
--------------------------------------------------------------------------
________________
૬૯
અનુભવ રસ જાય છે. તેવી રીતે મમતાને કારણે દુઃખ ભોગવવા છતાં આત્માને મમતાનો સંગ છોડવો ગમતો નથી અપમાન, તિરસ્કાર, વેદના વગેરે બધું સહન કરે છે. એટલું જ નહિ, તે સાવ નરમ ગરીબડો બની જાય છે.
હવે શુદ્ધચેતના તેની સખી શ્રદ્ધાને કહે છે સ્ત્રીઓનો સહજ સ્વભાવ છે કે તે પોતાના હૃદયની વાત પોતાની સજાતીય વ્યક્તિને કરે છે. જેથી તેનું હૃદય હળવું થઈ જાય તથા ક્યારેક તેની પાસેથી નવો રસ્તો પણ મળી જાય, તેમ ચેતના પણ શ્રદ્ધાને કહી રહી છે કે ચેતન તો મોહનગારો છે. જે તેને જુએ તેને એ ગમી જાય તેવો આકર્ષક છે. વળી ગુણોનો ભંડાર છે. જેથી મમતાએ તેને જોયો અને પોતા તરફ આકર્ષી લીધો પણ હવે તો ચેતન, મમતામય થઈ ગયો છે. વિભાવદશા જ જાણે તેનો સ્વભાવ હોય એવું લાગે છે. જેને કારણે ચેતનસ્વામી પાસે મારું કોઈ નામ લે, ત્યારે તો એવો કઠોર બની જાય છે કે જાણે હું તેની દુશ્મન ન હોઉં? મમતા પાસે જેટલો તે નરમ છે. તેટલો જ મારી પાસે કઠોર બની જાય છે.
ચેતના પોતાની સાહેલી શ્રદ્ધા પાસે હૈયાવરાળ ઠાલવે છે! કવિ બીજી કડીમાં કહે છે,
चेतन गात मनात न ऐसे , मूल वसात जगात् बढावे। कोई न दूती दलाल विसीठी, पारखी प्रेम खरीद बनावे।।२।।
હે સખી શ્રદ્ધા!મારા ચેતનપતિને મેં બોલીને, ગાઈને વગેરે વિવિધ પ્રકારે સમજાવ્યો પણ તે મારી એક પણ વાત કાને ધરતો નથી તથા મમતાનો સંગ છોડતો નથી. એ મારી સાથે એવું વર્તન કરે છે કે મૂળ વસ્તુની કિંમત કરતા જકાત વધી જાય છે.
સામાન્ય રીતે રાજયમાં સો રૂપિયાના માલ ઉપર બે – ચાર ટકા જકાત હોય તો વ્યાજબી ગણાય, પણ સો – સવાસો ટકા હોય તો મૂળ વસ્તુ કરતાં તેના પરનો બોજો વધારી મૂકે છે. ચેતન! મમતાના સંગે રહી થોડા જ સમયમાં એટલાં બધાં કર્મ બાંધી લે છે કે એના કારણે ચેતનને અનંતકાળ સુધી દુર્ગતિનાં દુઃખો ભોગવવાં પડે છે અને કર્મને કારણે તેની સોહન, મોહન અને ગુણરોહન વગેરે વિશિષ્ટ શક્તિઓ તિરોહિત થઈ જાય છે પણ જ્યારે ઋણ ચૂકવવાનો સમય આવશે ત્યારે
Page #154
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
એને ભાન થશે કે પોતે પોતાની વસ્તુને ક્યાં મૂકી દીધી છે. શ્રી આનંદઘનજીએ ચોપનમા પદમાં કહ્યું છે,
" मूलडो थोडो भाई व्याजडो घणेरो, ते केम करी दीधो जाय" વળી ચેતના કહે છે કે, હું એવી તો કમભાગી છું કે તેને સમજાવવાવાળી કે મારો સંદેશો પહોંચાડવાવાળી મારી પાસે કોઈ દૂતી પણ નથી, વ્યાપારીઓ માલની લે-વેચ કરવા માટે દલાલો રાખે છે પણ મારો ને મારા પતિનો મેળ કરાવી આપે એવો કોઇ દલાલ પણ મારી પાસે નથી. અમારે અનાદિકાળનું અંતર પડયું છે. અમારા પ્રેમને જોડવાનું કામ દૂતીનું છે. દલાલ તો ખરીદીનું કામ કરે પણ મારો પ્રેમ ખરીદી, ચેતનદેવ સુધી પહોંચાડનાર કોઈ દલાલ નથી. તેથી મારી નજર હવે, કે શ્રદ્ધા ! તારા ઉપર ઠરે છે ! તું મારું આ કાર્ય કરી અમારા સાચા સંબંધોને જોડી દે.
હવે ચેતના શ્રદ્ધાને કહે છે,
૭૦
जांध उघाडी अपनी कहा एते, विरहजार निस मोही सतावे |
एती सुनी आनंदघन नावत और कहा कोउ डुंड बजाव ।। परम ।। ३॥
ચેતના શ્રદ્ધાને કહે છે કે, મેં મારી અંતરની વેદનાની કથા તને ઘણી કરી પણ હવે મને લાગે છે કે મારા પતિની વાત કરીને તો મેં મારી જ જાંઘ ઉઘાડી કરી છે. અર્થાત્ ઘરની ગુપ્ત વાત મેં પ્રગટ કરી દીધી પણ હું શું કરું? અત્યાર સુધી મેં કોઈને વાત કરી ન હતી, પણ હવે તો સહનશક્તિની હદ થાય છે. તેથી જ તારે મોઢે આટલી વરાળ નીકળી ગઈ.
બળતે હૃદયે આ બોલી જવાયું છે. હું સમજુ છું કે ઘ૨ની વાત બહાર કરવી તે કાંઇ ખાનદાની નથી. મારી સહનશકિતની હદ આવી ગઈ એટલે આટલું બોલી જવાયું છે. વળી જોને, ચેતન ! રાતે પણ ઘરે આવતો નથી. તેથી વિરહિણીસ્ત્રીની માફક હું આખી રાત વિરહમાં જ પૂરી કરું છું, હવે તો આ વિરહાગ્નિ પણ ખમાતો નથી, તેથી હવે તો તારે જ દૂતીનું કામ કરી, મારા દુઃખનો અંત લાવવાનો છે.
હે શ્રદ્ધા !મારા આતમસ્વામી મારે ઘરે પધારતા નથી. તેથી રાતના વિરહરૂપ જા૨પુરુષ (લંપટ પુરુષ ) આવીને મારા મનડાને સંતાપ આપે
Page #155
--------------------------------------------------------------------------
________________
૭૧
અનુભવ રસ છે. તે લોકોને ખબર પડી ગઈ છે કે મારો પતિ ઘરે આવતો નથી.
નોંધઃ – સતી સ્ત્રીઓમાં એવું સતીત્વ હોય કે તેની સામે કોઈ આંખ પણ ઉઠાવી ના શકે, પછી સતાવવાની વાત જ રહેતી નથી તો પણ સર્વસામાન્ય પતિ વિયોગિની સ્ત્રી વિરહાકુળ હોવાના કારણે તેનું મન સંતાપ અધિક અનુભવે છે.
ચેતના વિરહવ્યથાથી ચેતનની રાહ જોઈ રહી છે. ચેતના પાસે આવનાર જારપુરુષ તે પરભાવ છે. પૌદ્ગલિકભાવ અથવા ચેતવેતર અન્ય વસ્તુઓ રમણ કરવારૂપ લંપટ પુરુષ શુદ્ધચેતનાના મનનો કબજો લેવા મથે છે ને તેથી જ સંસારની પરંપરા વધે છે. ચેતન જો સ્વભાવરૂપ સ્વઘરમાં હોય તો રાગ – દ્રષ, અજ્ઞાન પ્રકારના પરભાવોનું જોર ચાલે નહીં.
ચેતનાએ ચેતનને સમજાવવાના અનેક પ્રયત્ન કર્યા. બધે નિષ્ફળ ગઈ ત્યારે ચેતના હારી થાકીને કહે છે કે મારાથી થાય તેટલી મહેનત કરી. હવે તો ઢોલ વગાડવાનો બાકી છે તેને માટે ઢોલ થોડો વગડાવાય છે?
કવિએ અહીં ચેતનાને બોલતી કરી, શ્રદ્ધા સાથે વાત કરી, અંદરનો પડદો ખોલી નાખ્યો છે. કવિએ, આત્મભાવો અને વિભાવોનું સુંદર વર્ણન કરી સંસારનું સ્વરૂપ રજૂ કર્યું છે. સામાન્ય બુદ્ધિવાળાને પણ માર્ગ મળે તેવું ઉત્તમ માર્ગદર્શન આ પદમાં દર્શાવ્યું છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
અનુભવ ૨સ
૫૪-૧૧
૭૨
“બાતનું અનુમવ રીતિ વરીરી” આત્માની અવનવી દુનિયાનું અવલોકન કરી અન્યજીવોને અવલોકનનો રાહ બતાવતાં શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં કેટલીક માર્મિક વાતો કરી છે.
ચેતન તથા ચેતનાને રૂપક શૈલીમાં ૨જૂ કરી કવિશ્રીએ ચેતનમાં પડેલી પુરુષ સહજ કઠોરતા અને ચેતનામાં રહેલી સ્ત્રીસહજ કોમળતા વગેરે ભાવોને સફળ રીતે વર્ણવ્યા છે.
કુમતિના મોહપાશમાં ન ફસાવા ચેતનને ચેતનાએ ઘણો સમજાવ્યો. છતાં તેની કોઈ અસર ન જણાતા, ચેતનાએ શ્રદ્ધાનો સહારો લીધો, શ્રદ્ધા તથા ચેતના વચ્ચે થયેલી વાતો ચેતને છાની રીતે સાંભળી લીધી છે. ચેતનાની આ વિરહાકુળ વાતો સાંભળી ચેતન સ્વયં વ્યથિત થઈ જાય છે અને ત્યાં જ નિર્ણય કરે છે કે વાસ્તવિક હું કુમતિના સંગે સુખી નથી. માટે એનો સંગ છોડી મારે હવે સુમતિ સંગાથે રમવું જોઇએ અને સુમતિ દ્વારા હું ચેતનાને પામી શકીશ. લાંબા કાળથી વિરહી બનેલી ચેતનાને સમજાવવી સરળ નહિ બને, છતાં પણ મારે હવે સુમતિનો સંગ છોડવો નથી. આવા નિર્ણય પર આવેલ ચેતન શું કહે છે તે કવિશ્રી આ પદમાં માલકોસ રાગમાં કહે છે,
आतम
अनुभव
रीति વીરી.. मोर बनाए निज रुप निरूपम, तिच्छन्न रुचिकर तेग धरीरी..।। आतम ॥१॥
હવે ચેતન સુમતિના ઘરે આવવા તત્પર થયો છે. સુમતિ એટલે શુદ્ધવિચારણા. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો આ સ્થિતિ બારમા ગુણસ્થાનક સુધી રહે. બારમા ગુણસ્થાનકના અંતે સંપૂર્ણ શુદ્ધચેતના પ્રગટ થાય છે. ત્યારબાદ આ અવસ્થા અનંતકાળ સુધી ટકી રહે છે.
શુદ્ધચેતનાને એમ થાય છે કે ચેતનને હવે સત્યવાત સમજાણી છે. હવે તે સાચે રસ્તે આવી રહ્યો છે. તેથી જરૂર તે સુમતિના મંદિરે પધારશે. તેથી ચેતના, સુમતિને વધાઈ દેવા દોડે છે. તે સુમતિને હરખાતી હરખાતી
Page #157
--------------------------------------------------------------------------
________________
૭૩
અનુભવ રસ કહે છે કે મારા ચેતનસ્વામીએ હવે અનુભવની રીત ગ્રહણ કરી છે. તેથી જ્ઞાનદશા જાગૃત થઈ છે.
ચેતના ! સુમતિને કહે છે કે તું મારા સ્વામીની સામું તો જો હવે તો તે પોતાના મૂળ સ્વરૂપમાં આવી રહ્યા છે. જો તો ખરી તે કેવા અનુપમ લાગે છે? તેમણે નિજરૂપનો નિરૂપમ મુગટ મસ્તક પર ધારણ કર્યો છે અને તીવ્રરુચિરૂપ તલવાર પણ હાથમાં લીધી છે. જેથી એની શોભા અનેરી લાગે છે.
ક્ષત્રિયો અને રજપૂતો જ્યારે લગ્ન કરવા જાય ત્યારે માથે મોડ બાંધે છે. (જેને આજની ભાષામાં કલગી કહેવાય છે તથા હાથમાં તલવાર રાખે છે. ચેતનરાજ પણ આજે તો કૈવલ્યલક્ષ્મી વરવા જઈ રહ્યાં હોય તેવા તેજસ્વી લાગે છે. તેણે નિજસ્વરૂપનો મોડ બાંધી, તીવ્રરુચિની તલવાર કમરે ધારણ કરી પ્રયાણ કરી રહ્યા છે.
આ કડીનો બીજો અર્થ એ થાય છે કે ચેતન અનાદિકાળથી મોહરાજાની પુત્રી મમતા સાથે રમતો હતો. હવે મમતાને છોડી દીધી છે તેથી મોહરાજા ચેતનકુંવર પર ચડાઈ કરે છે. ચેતન મોહ સામે યુદ્ધ કરે છે. ચેતન શૂરવીર તથા શૌર્યવાન હોવાને કારણે રાજાને યોગ્ય સજ્જતા ધારણ કરી, યુદ્ધ ખેલવા જઈ રહ્યો છે. તેણે માથે નિરૂપમ નિજરૂપનો મુગટ ધારણ કરી, તીક્ષ્ણ ધારવાળી તલવાર લીધી છે. હવે મોહરાજાને મહાત કરવા તીક્ષણ હથિયાર કરમાં ધારણ કરી, શત્રુનો શિરચ્છેદ કરે છે. તીવ્રરુચિ વિના સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકે નહીં, ત્યારે સમ્યકત્વ વિનાનું કાર્ય અર્થહીન બની જાય છે.
દેવ, ગુરુ અને ધર્મના આધારે સત્યાનુભવની રુચિ જાગે છે. રુચિની સાથે દેઢ સંકલ્પ થતાં, મોહની ગાંઠ ઢીલી પડે છે.
અહીં રુચિ પર વિશેષ ભાર દેવામાં આવ્યો છે. કારણકે “રુચિ અનુયાયે વીર્ય”, જેવી રુચિ તે પ્રમાણે વીર્યની ફુરણા થાય છે. ચેતનની સ્વભાવ તરફની રુચિ જાગતા તેનું વીર્ય પણ આત્મા તરફ વળે છે. પછી એ દિશામાં પુરુષાર્થ ઉપડે છે. તેથી કવિ કહે છે કે ચેતનની, શુદ્ધચેતના તરફ દૃષ્ટિ મંડાણી છે.
હવે આતમદેવ, દેવત્વને પામી, મોક્ષલક્ષ્ય મેળવવા કર્મરાજા સામે
Page #158
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ મોરચો માંડે છે.
ચેતન હવે પોતાની બહાદુરી કેવી બતાવે છે તે કહે છે. टोप सन्नाह शूरको बानो, एकतारी चोरी पहिरीरी..। सत्ता थलमें मोह विदारत, ए ए सुरिजन मुह नीसरीरी.. ।। आतम ॥ २ ॥
૭૪
મોહરાજા સાથે યુદ્ધ કરવા ચેતન લડવૈયાનો વેશ ધારણ કરે છે. મસ્તકનું રક્ષણ કરવા ટોપ પહેર્યો છે. છાતીનું રક્ષણ કરવા ઢાલ લીધી છે. તથા કમર ઉપર ધોતી ધારણ ન કરતાં, સુરવાલ પહેર્યો છે. કારણકે ધોતીથી મજબૂતાઈ ન રહે, માટે અંદરમાં કચ્છ લગાવી લોખંડની જાળીવાળો શૂરવાલ પહેરવાનો તે સમયે રિવાજ હતો.
વીયોદ્ધાના વેશમાં સજ્જ થઈ આતમરાજા યુદ્ધક્ષેત્રમાં જવા જયારે પ્રયાણ કરે છે ત્યારે સમ્યક્ત્વસિંદૂર વડે પોતાના કપાળમાં શુકનવંતું તિલક કરે છે. આત્માએ શાનદૅષ્ટિરૂપ ટોપ શિર પર ધારણ કર્યો છે. આત્મસંયમનું બખ્તર પહેર્યું છે. તેથી કષાયો, ઇન્દ્રિયો કે વેદ તેને કાંઈ કરી શકે નહીં, તેણે એકાગ્રતાનું અંગરખું ધારણ કર્યું છે. પોતાની શુદ્ધદશા પ્રગટ કરવા ચેતન એકાગ્રતાપૂર્વક ધ્યાનમગ્ન બની ગયો છે. આ રીતે તૈયાર થઈ, યુદ્ધસ્થલી ૫૨ પહોંચે છે.
ત્યાં તો મોહરાજાના સૈનિકો એક પછી એક બહાર આવતા જાય છે. જેમ જેમ દુશ્મનો સામે આવે છે. તેમ તેમ ચેતનરાજ તેનો નાશ કરતો જાય છે. જેટલી શૂરવીરતાથી યુદ્ધ થાય છે. ને શત્રુઓનો સંહાર થાય છે. ત્યાં તો જ્ઞાનીઓ, બુદ્ધજનો, દેવ, ઇન્દ્રો વગેરેનાં મોઢામાંથી શાબાશ... શાબાશના શબ્દો સરી પડે છે. ક્યારેક તો વધારે આનંદમાં આવી જતાં અહો.. અહો જેવા શબ્દો માત્ર જ પ્રગટે છે. વીર સૈનિકે હવે તો એવું વીરત્વ દાખવ્યું છે કે જે કર્મો સત્તામાં પડયા હતાં ત્યાં તો તે કર્મની કાપણી ક૨વા લાગ્યો.
આત્મા જ્યારે સાતમા ગુણસ્થાનથી આગળ વધી, આઠમા ગુણસ્થાનકે ક્ષપક શ્રેણી માંડી, નવમા, દશમા ગુણસ્થાનકથી આગળ વધે છે. ત્યારે તો કર્મની કાપણી કરવામાં ઝપાટો બોલાવે છે. અને અંતર્મુહૂંતમાં તો મોટા શત્રુનો નાશ કરી નાખે છે. આવું શૌર્ય દાખવતો ચેતન, સુમતિને બાજુમાં રાખી, ચેતનાને ભેટવા તત્પર બને છે. હવે તો
Page #159
--------------------------------------------------------------------------
________________
૭૫
અનુભવ રસ
તેની નજર શુદ્ધચેતન સાથે તદ્રુપ થવાની છે. પછી તો દશયતિ ધર્મ સંમિતિ, ગુતિ વગેરે સ્વજનો ચેતનને અભિનંદન આપે છે. તથા જયજયકાર ધ્વનિથી વધાવે છે.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ આ રૂપકને સમજાવતાં લખે છે, સમતારૂપ ટોપ ધ્યાનરૂપ મસ્તકનું રક્ષણ કરવા પહેર્યો છે. ૫૨૫રિણતિનાં ત્યાગરૂપ બ્રહ્મચર્યનો દુર્ભેદ્ય કવચ આત્માનાં અસંખ્યાત પ્રદેશરૂપ શરીર ૫૨ ધારણ કર્યો છે. દ્રવ્ય, ગુણ, પર્યાયનાં ધ્યાનમાં ઐકય થાય છે. અથવા દ્રવ્ય દૃષ્ટિ જેની ખુલ્લી ગઈ છે. એવી એક તારવાળું અંગરખું પહેર્યું છે. ત્યાં સ્વસ્વરૂપમાં પોતાના ઉપયોગને જોડી સ્થિરતા સાધી છે. ઉપયોગને સ્વમાં સ્થિર કરી મોહરાજાને સહેલાઈથી જીતી શકાય છે. ઉપયોગને પરમાંથી હટાવી સ્વમાં જોડવો તે જ આત્મ સાધકોની સાધના છે. અને તેમાં વીર્યને ફો૨વવું તે તેનું ચારિત્ર છે. ચેતન કેવી રીતે પરાક્ર્મ કરે છે. અને શું પામે છે. તે ચેતના દ્વારા કવિ કહે છે.
. केवल कमला अपच्छर सुंदर गान करे रस् रंग भरीरी.. ।
जीत निशान बजाइ विराजे, आनंदघन सर्वंग धरीरी.. ।। आतम ॥ ३ ॥
શુદ્ધચેતના પોતાની અંગત સાહેલી સ્થિરતાને કહે કે મારા આતમદેવે તો કમાલ કરી, કર્મશત્રુને જીતી સર્વ શક્તિ પ્રગટ કરી નાખી કર્મશત્રુઓનો સંહાર થતાં તો કેવળજ્ઞાન રૂપ લક્ષ્મી તો રંગમાં આવી નાચવા લાગી, નાચતી, નાચતી મારા સ્વામી પાસે આવી અનંતજ્ઞાન, અનંતદર્શનરૂપ માળા સ્વામીનાં ગળામાં પહેરાવી દીધી આજ સુધી ઇન્દ્રિયો દ્વારા જોવા, જાણવાની શક્તિ હતી તેમાંથી તે સ્વતંત્ર થયા અને અસંખ્યાત આત્મપ્રદેશમાં લોકલોકનુ પ્રતિબિંબ પ્રતિબિંબિત થવા લાગ્યું, કેવળજ્ઞાન અને દર્શન વડે ચેતન એ બધું સમકાલે જાણવા જોવા લાગ્યાં. ચેતનદેવ તો સ્વરૂપ સિંહાસને, શુદ્ધચેતનારૂપ મને ધારણ કરીને બેઠા છે. હવે તેની શોભા વર્ણવી જાય તેમ નથી. પરમાત્મા પ્રભુ તો હવે પરમ સ્થિરત્વ પામી ૫૨માનંદ માણી રહ્યા છેતત્ત્વદૃષ્ટિએ બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકને ઉલ્લંઘી તે૨મા સયોગી કેવલી ગુણસ્થાનકની ભૂમિકામાં પ્રવેશતા તો તે મારામાં તન્મય થઈ ગયા છે.
આ પદમાં ચેતન-ચેતનાનું મધુર મિલન થયું છે તેથી ચેતના કહે
Page #160
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૭૬ છે કે હે સાહેલી? મારા સ્વામીની એવી ઊંચી દશા છે કે જેને તોલે જગતનું એક પણ સુખ આવી શકે નહીં ત્રિભુવનનાથ, રૈલોકય પ્રકાશક એવા મારા પ્રભુએ તો મને પોતાના પ્રદેશ પ્રદેશે ધારણ કરી લીધી છે. હવે તો મારી અને એની અભેદતા સ્થાપિત થઈ ગઈ છે. હું તો અક્ષય સુખધામ સ્વામીના સંગે અપાર સુખ લીલા માણી રહી છું. આનંદની મસ્તી માણતા ચેતનનું તો મને મુક્તિપુરીની સહેલ કરાવવા ઉર્ધ્વગતિ કરી લોકાગ્રે મને સ્થાપિત કરી દીધી છે.
- કવિશ્રી આત્માની ઉત્તમશક્તિનું દર્શન આ પદમાં કરાવ્યું છે. માલકૌંશ રાગ-તન્મયતા દર્શક છે. સાધકો નિજઘરમાં રંગરેલી કરે છે. અને અન્યને પણ તેવા ભાવમાં રંગવા માલકૌંશનો પ્રયોગ કરે છે. તીર્થંકર પરમાત્મા સમોવસરણમા માલકૌંશ રાગમાં દેશના આપે છે. જેથી કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીને પ્રાપ્ત કરનાર ચેતન માટે આ રાગ સુયોગ્ય છે. - કવિ શ્રી આનંદઘનજી પાસે કલ્પનાની મૌલિકતા કેવી છે. તથા એમના અનુભવનો વ્યાપ કેટલો બહોળો તથા ઊંડો છે. તે આ પદમાં જોઇ શકાય છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૭૭
અનુભવ ૨૪
“વે રાતિ પર પ્રાળ મેરો" મહાનતત્ત્વજ્ઞ શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં સંસારનું સ્વરુપ ચોપાટના દ્રષ્ટાંતદ્વારા દર્શાવ્યું છે.
જીવની વર્તમાન શી દશા છે. તથા જીવ ચોપાટની સોગઠીની જેમ ક્યાં કારણે ફરી રહ્યો છે. નિજઘરમાં જવા માટે તેણે કેવો અને કેવી રીતે માર્ગ શોધવો તે કવિશ્રી સાખીમાં જ બતાવી આપે છે.
યુવા દિન નિ સુવુદ્ધિ થવા નારી चोपर खेले राधिका, जीते कुबजा हारी।।१।। આગળના પદમાં સુમતિએ શ્રદ્ધાને કહ્યું કે હવે મોહરાજા તથા ચેતન વચ્ચે યુદ્ધ થશે. તેમાં ચેતનજી જીતશે. અને જીત નગારા વાગશે પછી ચેતન, શુદ્ધ ચેતનાને ભેટશે.
આ પદમાં ચેતન આણંદ માણવા ચોપાટ ખેલી રહ્યો છે. આ સામાન્ય ચોપાટ નથી. અનાદિકાળથી રમાતી આ રમતમાં કોઈ વખત હાર તો કોઈ વખત જીત છે. છતાં આ રમતનો કોઈ અંત નથી. સુબુદ્ધિ અને કુબુદ્ધિ વચ્ચે અર્થાત્ સુમતિ-કુમતિ વચ્ચે ચોપાટનો દાવ ખેલાઈ રહ્યો છે. આ રમતમાં ક્યારેક એમ લાગે છે કે સુમતિ હારશે. પણ ત્યાં તો આશ્ચર્ય થાય છે અને સુમતિ જીતી જાય છે.
કવિશ્રીએ શ્રીકૃષ્ણને અંતરાત્મા સાથે સરખાવી અધ્યાત્મદષ્ટિએ ચોપાટની રમત બતાવવા સફળ પ્રયત્ન કર્યો છે.
કુમતિરૂપ કુન્જા અને સુમતિરૂ૫ રાધિકા આત્મરૂપ કૃષ્ણની બંને પત્નીઓ છે. કૃષ્ણને ફસાવનાર કુબ્બાની સાથે રાધિકા ચોપાટ રમે છે. બંને દાવ-પેચ રમવામાં ઘણી બાહોશ છે. પણ અંતે તો ધર્મનો જ વિજય થાય છે.
ચારગતિરૂપ ચોપાટ છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિ આ ચાર ગતિ રૂપ ચોપાટમાં સર્વ જીવો કુબુદ્ધિથી પ્રેરાઈ અનંતકાળથી પરિભ્રમણ કરે છે. આ ચોપાટમાં કોઈ પણ જીવ એક સ્થાને સ્થિર થઈ ઠરી ઠામ બેસતો નથી પણ જન્મ, જરા, મૃત્યુનાં દુઃખ
Page #162
--------------------------------------------------------------------------
________________
૭૮
અનુભવ રસ ભોગવતો આંશિક પણ સુખ અનુભવતો નથી.
કુમતિ દાણા નાખવાની બાબતમાં વક્ર છે. પણ સદ્ગદ્ધિ પોતાની સજ્જનતા છોડતી નથી. ચોપાટમાં કેટલાક તો સોગઠી ગાંડી કરે છે. વક્રગતિને કારણે સોગઠી અંદર બહાર આવી અવળી ચાલે છે. પરંતુ આવી રમત કુમતિને બહુ ફાવે છે. કુમતિ સીધી ચાલ ચાલતી જ નથી. પણ છેવટે કુમતિ હારે છે. અને સુમતિની જીત થાય છે. સામાન્ય દેખાતી વાતને આત્મજ્ઞાની સંતો કેવી અધ્યાત્મદેષ્ટિથી અધ્યાત્મભાવોથી વણી લે છે. તે કવિશ્રી કહે છે,
खेले चतुर्गति चोपर प्राणी मेरो खेले..। नरद गंजीफा कौन गीनत है, माने न लेखे बुद्धिवर..।।प्राणी।।१।।
ચારગતિરૂપ ચોપાટ મારો આત્મસ્વામી ખેલી રહ્યો છે. પરંતુ જેની આંતરદૃષ્ટિ ખુલ્લી ગઈ છે. તેવા જ્ઞાની પુરુષો આવી રમત રમતાં સતત સજાગ હોય છે. તેથી તેઓનાં પરિભ્રમણનો અંત નજીક હોય છે. છતાં પણ કુબુદ્ધિના યોગે રાગ-દ્વેષ ન થાય તે તરફ તેઓ વધારે લક્ષ રાખે છે. તો પણ કુબુદ્ધિ પોતાનો ભાગ ભજવ્યા જ કરે છે. તે રાગ-દ્વેષ પ્રપંચ કરી આત્માને ફસાવે છે.
ચેતન પણ મોહના ઘેનથી ઘેરાઈ જઈ અનેક પ્રકારનાં પાપાચરણો કરે છે. જે પોતાની વસ્તુ નથી તેને પોતાની માની અનેક પ્રકારની ઉપાધિઓ વહોરે છે. ધર્મ ઉપર ષ અને અધર્મ ઉપર પ્રેમ જન્મે છે. પોતા જેવા અન્ય આત્માઓ ઉપર વૈરભાવ જન્મે છે. કુબુદ્ધિની આવી અવળી ચાલ છે. જેથી ચેતન ચતુર્ગતિરૂપ ચોપાટમાં ફર્યા કરે છે. ચોપાટ=જેને ચાર પટ હોય તે ચોપાટ, ચારેય પટનાં મળીને કુલ છનુ ઘર હોય છે. છ— ઘરમાં સોગઠી ફર્યા કરે છે. વચ્ચે મરી જાય છે. ત્યારે પાછી ફરીવાર બેસે છે. પરંતુ તેનું સાધ્ય ઘર છોડીને વચ્ચેનાં સ્થાનમાં જવાનું છે. ચેતન આ રમતમાં ક્યારેક દેવલોકમાં તો ક્યારેક તિર્યંચગતિમાં જઈ ચડે છે. અને જો ભાન ભૂલે તો નરકનો મહેમાન બને છે. અને જો સાન આવે તો માનવ બને છે. આમ ચાલ્યા જ કરે છે. પણ પ્રાજ્ઞપુરુષો (જાગૃતજનો) આવી રમત રમતાં નિજઘર ભણી ચાલ્યા જાય છે. સદ્ગુરુના ઉપદેશથી આત્મા જ્યારે સભ્યશ્રદ્ધા કરે છે ત્યારે તે સંસારબાનુ જીતવા પ્રયત્ન કરે છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
૭૯
અનુભવ રસ સંસારની આ ચોપાટ રમતા દાવ-પેચ કેવા રમાઈ રહ્યા છે. તે બતાવતા શ્રી આનંદઘનજી કહે છે,
राग-द्वेष मोहके पासे, आप बनाये हितकर..। जैसा दावा परे पासेका, सारी चलावे खीलकर..।।प्राणी॥२॥
અનાદિકાળથી રાગ-દ્વેષના પાસાને જીવે હિતકર માન્યા છે. પર વસ્તુમાં ઇષ્ટપણું ધારણ કરી, તેમાં રંગાવું. તેમાં તન્મય થઈ જવું તે રાગ. અને પરવસ્તુમાં અનિષ્ટ પરિણામ તે દ્વેષ.
આત્મામાં જેટલા જેટલા અંશે કષાયયુક્ત તીવ્ર-તીવ્રતરકે તીવ્રતમ, મંદ-મંદતર કે મંદતમનાં પરિણામ થાય છે. તે પ્રમાણે કર્મબંધન થાય છે. આ કર્મ ચારગતિરૂપ ચોપાટમાં ફેરવ્યા કરે છે. જ્યાં સુધી રાગ-દ્વેષનાં પાસાં પડે છે ત્યાં સુધી ચારગતિરૂપ ચોપાટની રમત ચાલુ જ રહે છે. આ ચોપાટથી મુક્ત કેમ થવાય? તેના જવાબમાં કવિ કહે છે કે પદાર્થ પ્રત્યેના રાગાદિભાવને છોડી આત્મા પોતાના ઉપયોગને સ્વમાં જોડે, અને શુદ્ધ ઉપયોગી બને તો રમતથી મુક્ત થવાય છે. જ્યાં સુધી પરમાં ઉપયોગ છે. ત્યાં સુધી સંસાર ચોપાટ ચાલુ જ રહે છે.
રાગ-દ્વેષ અને મોહરૂપ પાસાં જીવ પોતે જ નાખે છે અને સોગઠીરૂપ ફરવાનું કાર્ય પણ સ્વયં કરે છે. ચતુર્ગતિરૂપ ચોપાટથી મુક્ત કેમ બનાય? તથા દાવ-પેચ કેમ રમાય તે શ્રી આનંદઘનજી બતાવે છે કે• પાંવ તત્તે હૈં સુના મા, છ તને છે ...
સવમીન દોત RIGર તેરવા યદ વિવેવ નિવેવા... બાળારૂપ
પરંતુ ચોપાટનાં બધાં જ પાસાં સરખા છે અને બધી બાજુથી સમાન છે. ઉપરનાં પાસાં ઉપર પાંચ હોય તો તેની બરાબર નીચેની બાજુમાં બે હોય છે. તેની જમણી બાજુમાં જ હોય તો તેની સામેની બાજુમાં એક હોય. આ રીતે બની ગણતરી કરતા ૭ નો આંક આવે છે. પ+=૭, ૬+૧=૭, ૭૭=૧૪, ચૌદ ગુણસ્થાનક જીવના છે. પરંતુ આ વ્યાવહારિક વાતને અધ્યાત્મદષ્ટિએ કેવી રીતે ઘટાવવામાં આવે છે. તે સમજવાનું છે.
પાંચ પ્રકારનાં આશ્રવનો સૂચક પાંચનો આંક છે. કરવું અને કરાવવું તે બે નો અંક, આમ વિવેકપૂર્વક ગણતરી કરતાં સાતદાણા આવે અને
Page #164
--------------------------------------------------------------------------
________________
અનુભવ ૨સ
તે પ્રમાણે ૭ ગતિમાં રખડવું પડે તે સાત ગતિ આ પ્રમાણે છે.
(૧) એકેન્દ્રિય ગતિ (૨) વિકલેન્દ્રિય (૩) નરક ગતિ (૪) સંમૂચ્છિમ પંચેન્દ્રિય (૫) ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ ગતિ (૬) મનુષ્ય – ગતિ (૭) દેવ ગતિ.
આ રીતે છકાય જીવોની હિંસા એક અસંયમથી કરવામાં આવે તો સાત ગતિમાં ભમવું પડે.
८०
સૂયગડાંગ સૂત્રમાં સાતગતિ બીજી રીતે કહી છે. તેમાં ત્રણ વેદ લેવામાં આવ્યા છે. જેમકે પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને નારકીને એક નપુંસકવેદ હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યમાં ત્રણેય વેદ હોય છે. ત્યારે દેવગતિમાં સ્ત્રીવેદ તથા પુરુષવેદ જ હોય છે. આ રીતે પાસા ગણવામાં આવે તો પણ હિસાબ બરાબર આવે છે. પણ સોગઠી ચલાવનારો જો વિવેકપૂર્વક સોગઠી ચલાવે તો તે જલ્દીથી પોતાના મધ્ય ઘ૨માં પહોંચી જાય છે.
પાંચનો અર્થ પાંચ ઇન્દ્રિય અને તેના દ્વારા થતા રાગ-દ્વેષના બે દાણા. ઇન્દ્રિયો કાર્યરૂપ છે. રાગ-દ્વેષ કારણરૂપ છે. આમ સાતગતિમાં પરિભ્રમણનું કા૨ણ રાગ-દ્વેષ છે.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજે કહ્યું છે કે ચેતન ! અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાની કષાયને જીતીને પંચમ ગુણસ્થાને જાય છે. ત્યાર બાદ પ્રબળ પુરુષાર્થ ઉપાડે તો સાતમા ગુણસ્થાનકે જાય છે અને આત્મવીર્યનો વેગ વધે તો ક્ષપક શ્રેણી માંડી બીજા છ ગુણસ્થાનકમાં આગળ વધી તેરમાં સયોગી કેવળી ગુણસ્થાનકમાં સર્વજ્ઞતા પ્રગટ કરી પછી ચૌદમું ગુણસ્થાનક પ્રાપ્ત કરવા અઘાતીકર્મનો ક્ષય કરી, અયોગી બની, અજર અમરપદને પ્રાપ્ત કરે છે.
આ પ્રમાણે ચારગતિની ચોપાટને અનેક દૃષ્ટિકોણથી જોવામાં આવે છે. જીવના વૈભાવિકભાવરૂપ ષટ્ટપુ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ છ રિપુની પ્રવૃત્તિ એક મનના આધારે થાય છે. એક મન જીતાય જતાં બધું જીતાય જાય છે. આ પ્રમાણે ચારગતિ પરિભ્રમણનું મૂળ કારણ એક મન છે. તથા રાગ-દ્વેષ વિગેરે વિભાવભાવ છે. તેનો નાશ થતાં જીવ મુક્ત બની નિરાકાર, નિરંજન સ્વરૂપને પ્રગટ કરે છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
૮૧
અનુભવ રસ
મૂળનો નાશ થતાં વૃક્ષનો નાશ પામે છે. જીવનું ચારગતિમાં પરિભ્રમણ કેવાં કેવાં પરિણામની ધારાથી થાય છે. તે વિષે શ્રી આનંદઘનજી મ. ચોથી કડીમાં કહે છે.
चउराशी मांहे फिरे नीली, स्याह न तोरी जोरी.. । लाल जरद फिर आवे घरमें, कब हुक जोरी विछोरी .. । । प्राणी ।। ४ ।
આ કડીમાં દિવ ચોપાટરૂપ કાર્યનાં મૂળમાં પ્રવેશ કરે છે. કવિના આશયને જાણવા આપણે લેશ્યાનું સ્વરૂપ જાણી લેવું, આવશ્યક ગણાશે, જેમ શુદ્ધ સ્ફટિકની સામે લાલ, લીલો કે કાળો પદાર્થ રાખવામાં આવે તો સ્ફટિક તે રંગરૂપ દેખાય છે.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ કહે છે કે ભાવમન દ્વારા આત્માનાં પરિણામ અથવા અધ્યવસાય તેને લેશ્યા કહેવામાં આવે છે. લેશ્યા મનની સહચારી છે. ભાવમન તેરમા ગુણસ્થાનકે હોય નહીં તેથી ત્યાં લેશ્યા પણ હોય નહીં.
*..
શાસ્ત્રાનુસાર લેશ્યા યોગ તથા કષાયના યોગથી થાય છે. માટે જ્યાં કષાય હોય ત્યાં ત્યાં લેશ્યા હોય જ્યાં કષાય ન હોય ત્યાં લેશ્યા પણ ન હોય તે૨મા ગુણસ્થાનકે યોગ છે પણ કષાય નથી માટે લેશ્યા નથી, અને સિદ્ધપ્રભુ તો અલેશી છે કારણ કે કષાય કે યોગ કાંઈ નથી. લેશ્યાના પરિણામોનો આધાર મનોવર્ગણાના સંબંધને કા૨ણે છે. મનોવર્ગણા પાંચ પ્રકારની છે. કષાયને કારણે ને યોગના કંપનથી જો કાળારંગની વર્ગણા આત્મા સાથે જોડાય ત્યારે તે અધ્યવસાયોને કૃષ્ણલેશ્યા કહેવામાં આવે છે. આ રીતે કૃષ્ણ-નીલ કાપોત, પીત (તેજો ) પદમ અને શુક્લ એમ છ લેશ્યા શાસ્ત્રમાં બતાવેલ છે.
ઉ. સૂ. મા છ લેશ્યાના રંગ, રસ, ગંધ અને સ્પર્શ વગેરે જુદાં જુદાં બતાવવામાં આવ્યા છે. તેમા પ્રથમ કૃષ્ણલેશ્યાનો રંગ બતાવવામાં આવે છે. जीमूयनिध्ध संकासा, गवलरिठ्ठगसनिभा । खंजाजण नयणनिभा, किण्हलेसा उ वण्णओ ।।
( ૧ ) કૃષ્ણ લેશ્યાનો વર્ણઃ– પાણીથી ભરેલા વાદળા, પાડાનાં શીગડાં, અરીઠાના બીજ, ગાડાનું ખંજન, આંખની કીકી, આ બધાનો કાળો કલ૨ હોય એનાથી પણ અધિક કૃષ્ણલેશ્યાનો રંગ હોય છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૮૨ (૨) નીલલેશ્યાનો રંગ – લીલો છે. જેમકે અશોકવૃક્ષ, ચાસપક્ષીની
પાંખ વેડુર્યરત્નનો નીલરંગ તેનાથી અધિક નીલરંગ નીલલેશ્યાનો
(૩) કાપોતલેશ્યાનો રંગ- કાંઇક કાળો છે. જેમકે અળશીનાં ફૂલ,
કોયલની પાંખ, પારેવાની ડોક કાંઇક રાતીને કાંઇક કાળી એવો
કાપોત લેશ્યાનો વર્ણ સમજવો. (૪) તેજો વેશ્યા - આ વેશ્યાનો રંગ લાલ છે. જેમકે ઊગતો સૂર્ય,
પોપટની ચાંચ, દીપકની જ્યોત એનાં કરતાં અધિક લાલરંગ
આ લેગ્યાનો છે. (૫) પર્મ લેશ્યા- આ વેશ્યાનો રંગ પીળો છે. જેમકે – હરતાળ,
હળદર, શણનાં ફૂલ જેવો પીળો વર્ણ એના કરતાં પણ અધિક
પીળો આ વેશ્યાનો વર્ણ છે. (૬) શુક્લ લેશ્યા - આ વેશ્યાનો રંગ સફેદ છે. જેમકે શંખ, અંતરત્ન,
મોગરાનાં ફૂલ, ગાયનું દૂધ, રૂપાનો હાર અથવા રત્નનો હાર તેનાથી પણ અધિક સફેદ શુક્લ લેગ્યાનો વર્ણ છે.
જેમ છે એ વેશ્યાનો વર્ણ છે. તેમ બધી વેશ્યાના રસ પણ જુદાજુદા હોય છે. (૧) કૃષ્ણ લેશ્યાનો રસ કડવોઃ- કડવું તુંબડું, કડવા લીમડાનો રસ
તેથી પણ અધિક કડવો રસ કૃષ્ણલેશ્યાવાળાને હોય છે. (૨) નીલલેશ્યાઃ- આ વેશ્યાવાળાનો તીખો રસ હોય છે. જેમકે –
સૂંઠનો રસ, પીપરમરીનો રસ તેનાથી અધિક તીખો રસ આ
લેશ્યાનો છે. (૩) કાપોતલેશ્યા-ખાટો રસ, કાચી કેરીનો રસ, કોઠાનો રસ, તેથી અધિક
ખાટો રસ આ વેશ્યાનો છે (૪) તેજો વેશ્યા - ખટમીઠો. પાકા આંબાનો રસ, પાકા કોઠાનો રસ,
એમ થોડો ખાટોને થોડો મીઠો રસ તે તેજોલેશ્યાનો રસ છે. (૫) પલેશ્યાનો રસ - મધુરો. વારૂણીનો રસ, મધુનો રસ તેથી
મધુરો પલેશ્યાનો રસ છે. (૬) શુક્લલશ્યાનો રસ-મીઠો. ખજૂરનો રસ, દ્રાક્ષનો રસ, દૂધનો
Page #167
--------------------------------------------------------------------------
________________
૮૩
અનુભવ રસ રસ, સાકરનોરસ તેનાથી અધિક મીઠો રસ શુક્લ લશ્યાનો રસ છે.
આ રીતે છએ વેશ્યાની ગંધ પણ ભિન્ન-ભિન્ન હોય છે. તેમાં પ્રથમની ત્રણ અશુભલેશ્યાની ગંધ, મરેલી ગાયનું કલેવર, મરેલા કૂતરાનું કલેવર, સર્પના મડાની ગંધ તેથી અધિક દુર્ગધ આ વેશ્યાની છે.
શુભલેશ્યાની ગંધઃ- જેમ કપૂર, કેવડો વગેરે સુગંધી પદાર્થ વાટતા જેવી સુગંધ નીકળે તેના કરતાં અધિક સુગંધ શુભલેશ્યાની છે.
હવે છ એ વેશ્યાનો સ્પર્શ કહે છે.
કરવતની ધાર, ગાયની જીભ, વાંસનું પાન તેના કરતાં અધિક ખરાબ અપ્રશસ્ત લેશ્યાનો કકર્શ સ્પર્શ જાણવો.
માખણ, સરસવનાં ફૂલ, મખમલના સ્પર્શ કરતાં અધિક સુંવાળો સ્પર્શ ત્રણ પ્રશસ્ત લશ્યાનો છે.
આ પ્રમાણે જ ચોપાટની સોગઠી જુદા જુદા રંગની હોય છે. તેમ જીવ પણ વિધ-વિધભાવો યુક્ત હોવાને કારણે સંસારમાં ફર્યા કરે છે. આ રીતે છ એ વેશ્યાના વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ જુદા-જુદા છે. કારણ કે જગતમાં સાત પ્રકારની કાર્મણવર્ગણા છે. તે પૌદ્ગલિક છે. એક યુગલ પરમાણુમાં તેના સ્વાભાવિક ગુણધર્મો હોય છે.
શ્રી ઉમાસ્વાતિજી લખે છે, “સ્પર્શરસધ વર્ણવન્તઃ પુલા:"
દરેક પુદ્ગલ પરમાણુમાં એક વર્ણ, એકરસ, એક ગંધ અને એક સ્પર્શ હોય છે. તેથી પરમાણુના આધારે વેશ્યાના વર્ણાદિ પરિવર્તન પામે છે. જીવના પરિણામને આધારે પરમાણું પુદ્ગલો ગ્રહણ થાય છે. માટે જ કવિ આનંદઘનજીએ પ્રસ્તુત પદમાં રંગ-રંગની સોગઠી બતાવે છે. સંસારની ચોપાટમાં સંસારી જીવો સોગઠી થઈ ઘૂમ્યા કરે છે. કૃષ્ણ અને નીલ લેશ્યાની જોડી તૂટતી નથી. પણ જો તૂટે તો સોગઠી ઘરમાં આવી જાય, ઘરમાં આવેલી સોગઠી મરે નહીં. તેવી રીતે સમ્યત્ત્વ પામ્યા પછી જીવ આત્મભાવમાં આવતા તેને ઘણું કરીને પડવાનું રહેતું નથી. પરંતુ કાળીનીલી એમ કૃષ્ણ-નીલ લેશ્યાવાળા દુર્ગતિમાં ભમ્યા કરે છે- લાલ-પીળીની જોડી તૂટે તો પણ જીવ ઘરમાં આવે નહીં, પર ઘરમાં ફરતાં અનંતકાળ વીતે. હવે સોગઠી ગાંડી કરે
Page #168
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ તેની કેવી દશા થાય તે કવિશ્રી છેલ્લી કડીમાં કહે છે. भाव विवेकके पाउ न आवत, तूब लग काची बाजी..। સાનંવધન પ્રમુ પાક લેવાવત, તો નીતે નાથ ની.. પ્રાળા ફો
પહેલી ચાર વેશ્યાવાળા જ્યાં સુધી દ્રવ્યવિવેકમાં છે. ત્યાં સુધી તેની બાજી કાચી ગણાય છે. પરંતુ ભાવ વિવેક આવતા વસ્તુ સ્વરૂપનો યર્થાથ બોધ થાય છે. તુરત જ બાજીની કચાશ દૂર થાય છે. પહેલી ચાર લેશ્યામાં જીવને ભાવ વિવેક પ્રગટતો નથી. તેથી તે પૂર્ણતાને પામતા નથી. ભાવ વિવેકથી જીવ સચ્ચિદાનંદ ભગવાનને પામે છે. પર્મ તથા શુક્લ લેશીમાં ભાવ વિવેકનું દર્શન થાય છે. અને તે કારણે બાજી જીતી જાય છે. અને જીવ મોક્ષરૂપ ઘરમાં સહેલાઈથી પ્રવેશી શકે છે.
માટે જ કવિશ્રીએ કહ્યું છે કે પ્રભુ જો એક પગડું બતાવે તો આ જીવ, એક ચાલમાં આખી બાજી જીતી જાય છે. પરંતુ ઉપશમ શ્રેણીએ ચડતો જીવ એમ માને કે હું તો ગઢ જીતી ગયો. હવે તો એક છલાંગ લગાવી, તેરમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરી લઈશ, પણ આજ સુધી ચારિત્રમોહનો ઉપશમ કરતો આગળ વધ્યો છે. ગંદા પાણીમાં ફટકડી નાખવાથી કચરો નીચે બેસી જશે પણ પાણી બિલકુલ સ્વચ્છ નહીં કહેવાય. પાણી જરા હાલતાં કચરો ઉપર આવે છે. તેમ ઉપશમભાવે આગળ વધેલો જીવ ફટકડીનું કામ કરે છે. સૂક્ષ્મલોભનો ઉદય થતાં જીવ પાછો સંસારમાં ભમ્યા કરે છે. અગિયારમા ગુણસ્થાનકથી જીવ છઠે, પાંચમે, ચોથે થઈ છેક નીચે મિથ્યાત્વ ગુણસ્થાન કે પણ આવી શકે છે. આ રીતે બાજી હારી જાય છે. પણ ભાવવિવેકનું પગડું આવે તો જીવ પાછો ચેતી જાય છે. માટે હે પ્રભુ! આપ એક વાર મને પોઆપી દ્દો. મારા પર કૃપા કરી મારી બાજી સુધારી લો. મને “પો' મળી જતાં બાજી જીતી જઈશ, જીતનાર વ્યક્તિ આનંદમાં આવી જઈ ગાજે છે, નાચે છે, આનંદ વ્યક્ત કરે છે.
આ પદમાં કવિશ્રીએ ચોપાટના રૂપક દ્વારા સંસારનું સ્વરૂપ સુંદર રીતે સમજાવ્યું છે.
જીવ સદ્ગુરુના યોગે સમ્યકત્વનું "પો' પામી સ્વ-ઘરમાં સિધાવે છે. આમ જીવના ક્રમિક વિકાસનું દિશા-સૂચન આ પદમાં અત્યંત રહસ્યાત્મક શૈલીએ કર્યું છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૮૫
અનુભવ રસ
પદ-૧૩
“અનુમા! દમ તો રીવાર " ચૈતન્ય જગાડી તેની સાથે તન્મયતા સાધનાર અનુભવી આત્માથપુરુષ શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં સુમતિની અંતરવેદના બહુ કુશળતાથી વ્યક્ત કરી છે. આ પદ ઉલ્લાસથી વાંચતાં અને ગાતાં સુમતિની સાથે જાણે એકરૂપતાનો અનુભવ થાય છે.
દસમા પદમાં કવિએ વર્ણવ્યા પ્રમાણે સુમતિ અનુભવને વિનવે છે અને છેવટે ચેતને કુમતિનો સંગ છોડવા સંગ્રામે ચડે છે. પરંતુ જેમ દારૂનો વ્યસની દારૂ છોડે છતાં તેનું મન તો દારૂમાં જ ભમતું રહે છે, તેમ ચેતન ! જાગૃત તો થયો પણ ચતુર્ગતિરૂપ ચોપાટમાંથી બહાર આવ્યો નથી. હજી પણ માયા – મમતા સાથે તે રમ્યા કરે છે. માયા અને મમતા બંને ઘણી જ ચતુરસ્ત્રીઓ છે. ચેતનને તેની સાથેની રમતમાં બધી જ રીતે હાર ખાવી પડે છે. પરંતુ જેમ જેમ તે હારતો જાય છે તેમ તેમ તેને વધારે રમવાનું મન થાય છે. કહેવત છે કે “હાર્યો જુગારી બમણું રમે” તેવી ચેતનની દશા થાય છે.
સારંગ રાગ” માં રચેલ આ તેરમા પદમાં કવિશ્રી કહે છે કે સુમતિ! ચેતનની આ દશાથી વ્યાકુળ છે. તેથી અનુભવ પાસે આવી દિલની વ્યથા પ્રગટ કરે છે તેમજ અનુભવને વિનવે છે કે તે ચેતનને સમજાવે.
તેરમા પદનો પ્રારંભ કરતાં કવિશ્રી સુંદર સ્વરમાં કહે છે, अनुभव हम तो रावरी दासी। आई कहातें माया-ममता, जानुं न कहांकी वासी।। अनुभव।।१॥
સમતા ચેતનની પત્ની છે. તે ચેતનના મિત્ર અનુભવને કહે છે કે “મારો પતિ ચેતન ! માયા – મમતાના પ્રેમપાસમાં ફસાઈ ગયો છે. માયાએ તો એવી મોહ જાળ બિછાવી છે કે ચેતન તેમાંથી નીકળવા અથાગ પ્રયત્ન કરે છે છતાં નીકળી શકતો નથી. ક્યારેક તેને બેબાકળો થયેલો જોઉં છું પણ ત્યાં તો મમતાનો મુલાયમ હાથ ફરતાં બિચારો
Page #170
--------------------------------------------------------------------------
________________
૮s
અનુભવ રસ રાંકડો બની જાય છે.
માયા, આ જગતનાં સર્વ પ્રાણીઓને વશમાં રાખે છે. તે પોતાની શક્તિ વડે દરેક જીવોને ચારગતિમાં રખડાવે છે. દરેક જીવ પોતાના ભૌતિક સુખ માટે મથ્યા કરે છે અને તેમ કરતાં પોતે જ દુઃખમાં ફસાય છે. માયા એટલે કપટ અથવા અન્યને છેતરવાની પ્રકૃતિ. ધર્મના બહાના નીચે થતી માયાચારી તે મહાપાપ કહેવાય છે અને જેમાં મારાપણાની બુદ્ધિ હોય તે મમતા.
મમતા, મોહરાજાની પુત્રી છે તે બધા જીવોને ફસાવવાનું કામ કરે છે. સર્વદર્શનકારોએ માયા, મમતાને જીવને દુર્ગતિમાં લઈ જનાર તરીકે ઓળખાવી છે.
માયા-મમતા! ચેતનરાજની પટરાણીઓ છે પણ તે કોણ છે? કયાંની રહેવાસી છે? તેનું કુળ શું છે? તેની પૂરી તપાસ ચેતનજીએ કરી હોય તેમ લાગતું નથી. તેથી જ તેઓ અવનવાં રૂપ કરી ચેતનને આકર્ષે છે. મમતા ક્યારેક રાગરૂપે, તો ક્યારેક લાગણીરૂપે, ક્યારેક ભક્તિરૂપે તો ક્યારેક શક્તિરૂપે પોતાની મોહજાળ બિછાવે છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવો પર મમતાનું સામ્રાજય છવાયેલું છે. એકેન્દ્રિય જીવોમાં પરિગ્રહવૃત્તિ છે. વનસ્પતિ, આ વૃત્તિને કારણે પાંદડાં વચ્ચે ફળ છૂપાવવા પ્રયત્ન કરે છે. દેવો પણ પરિગૃહવૃત્તિથી પ્રેરાઈ એકબીજા સાથે યુદ્ધ કરે છે. આ રીતે સર્વ સંસારીજીવો વિવિધ રૂપે મમતાના દોરથી બંધાયેલાં છે.
સમતા! અનુભવ મિત્રને આ વાત કરી રહી છે. ચેતનના દુઃખે દુઃખી થનારી સમતા પોતાની કરમકહાણી આગળ વર્ણવી રહી છે. તેના શબ્દોમાં આપણે જોઈએ.
रीज परे वांके संग चेतन, तुम क्युं रहत उदासी..। વ8ળ્યો ન જાય Swiત તો, તો નૈ હોવત હાંફી... અનુમવા ૨ા
આ કડીમાં અનુભવ ત્થા સમતાનો વાર્તાલાપ છે. અનુભવ સમતાને કહે છે કે હે સમતા! તું મને ચેતન માટે કહે છે કે ચેતન, માયા – મમતાના રંગે રંગાઈ ગયો છે. તે તેનાં કર્મોથી તથા ચાલબાજીથી અંજાઈ ગયો છે. તેના સંગથી તેને આનંદ આવે છે તેથી તે જલ્દીથી વિવેક પણ ચૂકી જાય
Page #171
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ છે જેથી મમતાને જાણવા તે પ્રયત્ન સુદ્ધાં કરતો નથી. લોકમાં કહેવત છે કે “રાજાને ગમી તે રાણી ને છાણા વીણતી આણી” મમતા પણ સમયસુચકતા વાપરી ચેતન પાસેથી કામ કઢાવી લે છે. ચેતન તો સાદો સીધો છે તેથી મમતા સાથે તેને સાકર, શેરડી અને મધ કરતાં પણ અધિક આનંદ આવે છે કારણ કે મમતાને કારણે તેને ભ્રાતિ પેદા થાય છે. એના દુઃખનું કારણ પણ એ જ છે. ચેતન ! પોતાનો સ્વભાવ છોડી, વિભાવમાં જાય છે તેથી દુઃખી થાય છે. તેમાં હે સમતા ! તું શા માટે ઉદાસ રહે છે?
સમતા, અનુભવમિત્રને ઉત્તર દેતાં કહે છે કે ચેતન તો મારો પતિ છે. તેની હું પતિવ્રતા સ્ત્રી છું. તેના સિવાય મેં બીજા કોઈને પણ ચાહ્યો નથી. અરે! અન્યનો પડછાયો સુદ્ધાં લીધો નથી. આટલી મારી વફાદારી હોવા છતાં, ચેતન મારો થઈને રહેતો નથી. કોઈપણ સ્ત્રી પોતાના પતિને પોતાનો કરી રાખવા જ ચાહતી હોય છે અને પોતાનો રહે તેમાં જ તેને આનંદ હોય છે. ચેતન! પારકો થઈ, પારકે ઘરે પડ્યો રહે છે, તેથી લોકો તેની હાંસી કરે છે. મારાથી એ સહન થતું નથી માટે હું ઉદાસ રહું છું.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે કે “હંસલી, હંસને છોડી કદાપિ કાગડાનો સંગ કરે નહીં, તેમજ હંસ વિના હંસલી જીવી શકે નહીં, તેમ મારો તથા મારા પતિ ચેતનનો સંબંધ છે. જેમ સુવર્ણ અને સુવર્ણત્વ જુદા જુદા સંભવી શકે નહીં તેમ ચેતન અને ચેતના એકાંતે અભિન્ન છે. અમારા બંનેનો અભિન્ન સંબંધ હોવા છતાં, ચેતન પરમાં પડી ગયો છે. તેથી મને પારાવાર દુઃખ થાય છે અને એ દુઃખને કારણે જ અત્યારે મારામાં ઉદાસી દેખાય છે. વળી તમે તો વ્યાવહારિક દૃષ્ટિએ પણ જાણો છો કે કોઈ પુરુષ પરસ્ત્રીના મોહમાં ફસાયો હોય તો લોકોમાં તે નિંદાને પાત્ર ગણાય છે તથા દુનિયા તેને બેઆબરૂ ગણે છે. તેનાં કાર્યો ઉપર સંતજનો ખેદ કરે છે. વળી એવા પુરુષની પત્નીની કોઈ હાંસી કરે છે તો વળી કોઈ દયા ખાય છે. આજે લોકોમાં ચેતનની હાંસી થઈ રહી છે જે મારાથી સહી જતી નથી તેમજ મારી દશા પણ મારાથી સહન થતી નથી. દુનિયાને મારા પર દયા આવે છે પરંતુ ચેતનને મારા પર દયા ૧. આનંદઘન પદ ભાવાર્થ. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ પૃ. ૫૫.
Page #172
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૮૮ આવતી નથી. ચેતન મારા પર કેવો નિષ્ફર બની ગયો છે તે ત્રીજી કડીમાં સમજાવે છે.
समजत नाहि नितुर पति एति, पल एक जात छमासी..। आनंदघन प्रभु धरकी समता, अटकली और लबासी..।। अनुभव।।३।।
આ કડીમાં સમતા પોતાના હૈયાની વરાળ કાઢી રહી છે. તે કહે છે કે “હે અનુભવ ! મારો પતિ મારી દશા સમજી શકતો નથી, એ સાવ નિષ્ફર બની ગયો છે. તે મારી એક પણ વાત લક્ષમાં લેતો નથી. અરે! સતી સ્ત્રીને પતિના વિરહે એક પળ પણ છ માસ જેવી લાગે છે. મારી એક એક ક્ષણ કેવી જાય છે! તેનો ખ્યાલ એ દયાહીનને ક્યાંથી આવે! પતિ વિયોગે મારી એક એક પળ યુગ જેવડી વીતે છે.
સમતાની આ વાત સાંભળી અનુભવે અનુમાનથી જાણ્યું કે આત્માની સાચી સ્ત્રી તો સમતા છે તે જ કુળવાન છે. બીજી સ્ત્રીઓ તો ખોટી તથા માયાવી છે.
આમ, આત્માએ મિત્ર અનુભવના જ્ઞાનથી જાણ્યું. એને પોતાની ભૂલ સમજાઈ. હવે ચેતને જાણ્યું કે સમતા જ પોતાની ખરી સ્ત્રી છે તેથી સમતાને હૃદયમાં રાખી દરેક કાર્ય કરવા લાગ્યો. હવે સમતાના આનંદનો કોઈ પાર રહ્યો નથી. સમતાએ પોતાના અંતઃકરણના પ્રેમથી આત્માને પોતાના તરફ ખેંચી લીધો તેથી તે સહજ નિર્મળ આનંદને ભોગવવા લાગ્યા. સમતા જ પોતાનો સ્વભાવ છે એ જાણ્યા પછી તેમાં સ્થિર થવા વિશેષ પ્રયત્ન કરવા લાગ્યો. જેમ જેમ સમતામાં સ્થિરતા આવે છે તેમ તેમ સ્વયંમાંથી આનંદરસ ઝરે છે જેથી તે આનંદઘન એવા પોતાના નામને સફળ કરે છે.
આ પદમાં કવિએ આત્માને ઢંઢોળ્યો છે. અનાદિથી વિસરાઈ ગયેલી પોતાની વાસ્તવિકતાની યાદ અપાવે છે. તેમજ સમતા ઘરમાં આવવા તથા રહેવા પ્રેરણા આપે છે. અધ્યાત્મભાવોથી ભરેલા આ પદ આત્માને પોતાની શુદ્ધ પરિણતિને પ્રગટાવવા પુરૂષાર્થી બનાવે છે.
આધ્યાત્મિક પ્રગતિના સોપાન સમું આ પદ . માયા – મમતાને સ્ત્રીનું રૂપક આપીને, ચેતન તથા ચેતના સંબંધ માટે હંસ-હંસલીનું દ્રષ્ટાંત આપેલ છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
પદ-૧૪
અનુમવ! તુ હૈ દેતુ દમ રો” આત્મભાવોની મસ્તી માણવા તત્પર એવા મસ્તયોગી શ્રી આનંદઘન મહારાજે આત્મમંથન કરી, આંતરભાવોમાં કેવા કેવા સંઘર્ષ થાય છે, તેમજ આત્મપરિણતિ કેવી હોય છે તે આ પદમાં દર્શાવ્યું છે.
આત્માને શ્રદ્ધા તથા સમતારૂપ બે પત્નીઓ છે છતાં ક્યારેક શ્રદ્ધા સમતાને સખી કહીને પણ સંબોધે છે. અનુભવ આત્માનો મિત્ર છે. જે આત્માની સાથે પ્રાણની માફક જ રહે છે. જો આત્મા તથા આત્મગુણો જુદા હોય તો અનુભવ તથા આત્મા જુદો કહી શકાય. એવા અનુભવમિત્રને સમતા સમજાવે છે. સારંગ રાગમાં ગવાયેલ આ ચૌદમાં પદમાં કવિ કહે છે,
अनुभव तु है हेतु हमारो..। आय उपाय करो चतुराई, और को संग निवारो..।। अनुभव।।
સમતા અનુભવને કહે છે કે હે અનુભવ! તું અમોરો મિત્ર છો. હિતેચ્છુ છો. અમારી આંતરિકસ્થિતિથી તું જ્ઞાત છે. વળી તું મિત્રના સંબંધો તથા કર્તવ્યોને સારી રીતે જાણે છે. સાચો મિત્ર પોતાના મિત્રને સન્માર્ગે લઈ જાય છે. માટે હે અનુભવ, મને તારા પર પૂર્ણ વિશ્વાસ છે. તું મારા પતિનો સન્મિત્ર છે. તારો પ્રિય મિત્ર માયા, મમતાના સંગે ચડી ગયો છે. હું તેનો ચતુર મિત્ર છો. આજે તારી ચતુરાઈનો પ્રયોગ કરવાનો વખત આવ્યો છે. તું ચતુરાઈપૂર્વક ચેતનને કુસંગતિથી મુક્ત કર. મારી વાત તેના ગળે નહીં ઊતરે પણ મિત્રની વાત સમજતાં વાર ન લાગે. હવે તું તારા “અનુભવ” નામને સાર્થક કર. તું એવો ઉપાય શોધી કાઢ કે જેથી મારો પતિ માયા – મમતાનો સંગ છોડી મારા મંદિરે પધારે.
અનુભવમાં અપૂર્વ અલૌક્કિ સામર્થ્ય છે તેવા વિશ્વાસથી સમતા અનુભવને પોતાનું વૃત્તાંત જણાવે છે.
કવિએ કુશળતાપૂર્વક આ પદમાં સ્વ-પરનાં વિવેકચક્ષુ ખોલી નાખ્યાં છે. શ્રી કાપડિયાજી લખે છે કે આ પદમાં સ્વને ઓળખી તેને આદરવાનો
Page #174
--------------------------------------------------------------------------
________________
co
અનુભવ રસ અને પરને જાણી તેને ત્યાગવાનો ઉપદેશ છે.
અનુભવ કેવળજ્ઞાનનો નાનો ભાઈ છે. કોઈપણ તત્ત્વનો અનુભવ થયા વિના રસ આવતો નથી. સમતા વિના અનુભવજ્ઞાન પ્રગટતું નથી. માટે પ્રથમ સમતા પછી અનુભવ જ્ઞાન એવો ક્રમ છે. જ્ઞાનના અભાવે ચેતન મમતામાં ફસાયો છે. મમતાના આર્વિભાવરૂપે તૃષ્ણા જણાય છે. ચેતન ! તૃષ્ણાના તાણમાં તણાયા કરે છે. તૃષ્ણા કોણ છે? તથા તેનું સ્વરૂપ શું છે તે આ પદની બીજી કડીમાં સમજાવે છે.
तृष्णां रांड भांड की जाई, कहा घर करे सवारो; शठ ठग कपट कुटुंब ही पोखे, मन में क्युं न विचारो?
નવી સંક્રાતિ વીરો...અનુમવા રા સમતા અનુભવને કહે છે કે હે અનુભવ!ચેતન રાજાને હવે તૃષ્ણા સાથે રાગ બંધાયો છે. તૃષ્ણામાં એક એવી શક્તિ છે કે એની અસર તળે આવતાં પરવસ્તુ પોતાની માની સંગ્રહ કરવામાં તથા વધુમાં વધુ મેળવવામાં આનંદ માને છે. તૃષ્ણાને કારણે આત્મા ક્યાંય ઠરીને ઠામ બેસતો નથી. તે સ્વયં અમૂલ્યરત્નનો ધણી હોવા છતાં કાચ, કાંકરા ને માટીમાં આનંદ માણી રહ્યો છે. કવિએ અહીં તૃષ્ણાને રાંડ તરીકે તથા ભાંડની પુત્રી તરીકે ઓળખાવી છે. ભાંડ જાત જાતના વેશ ધારણ કરી લોકોને રીઝવી પોતાનું ગુજરાન ચલાવે છે. પણ ભાંડનો વેશ તે સાચો વેશ નથી, એ નાટક છે. દંભ છે. તૃષ્ણા ભાંડની દીકરી છે. તેથી તે હલકાં કામ કરવાવાળી છે. જે માંગણવૃત્તિથી જીવન ચલાવતા હોય તે બીજાનો ઉદ્ધાર કેવી રીતે કરે? લોભરૂપી ભાંડ અને તૃષ્ણારૂપ તેની દીકરી લુચ્ચાઈ કરી ચેતનને ઠગે છે. રાગ-દ્વેષ અને અજ્ઞાન એ પોતાના પિયરિયાને પોષનારી તૃષ્ણા છે. ચેતન તેનું પોષણ કરી તેને પોતાના માની બેઠો છે. શ્રી યશોવિજયજી “જ્ઞાનસાર' માં કહે છે કે તૃષ્ણા ચાંડાલણી છે.
"निष्कासनीया विदुषा स्पृहा चित्तगृहाद् बहिः।
अनात्मरति चाण्डालणी, संगमड्गी करोति या।।"२ વિદ્વાનોએ મનરૂપી ઘરમાંથી તૃષ્ણા બહારકાઢી મૂકવા યોગ્ય છે. ૧. આનંદઘનજીનાં પદો ભા૧ મોતીચંદ ગિરધરલાલ કાપડિયા.પૂ. ૧૦૪ ૨. જ્ઞાનસાર – ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પૃ. ૧૫૦
Page #175
--------------------------------------------------------------------------
________________
૯૧
અનુભવ રસ તૃષ્ણા, આત્માથી ભિન્ન પુદ્ગલમાં રતિરૂપ ચાંડાલણીનો સંગ કરે છે.
સ્પૃહા અને અનાત્મરતિ બંનેનો ગાઢ સંબંધ. સ્પૃહાને અનાત્મરતિ વિના ન ચાલે અને અનાત્મરતિને સ્પૃહા વિના ન ચાલે. ઉપાધ્યાયજી મહારાજ આવી સ્પૃહાને કે જે તૃષ્ણારૂપ છે તેને બહાર કાઢી મૂકવા સૂચન કરે છે કારણ કે અનાત્મરતિ સમેત સ્પૃહા એટલે જે તૃષ્ણા આત્માથી ભિન્ન પુદ્ગલમાં રતિરૂપ ચાંડાલણીનો સંગ અંગીકાર કરે છે તે અનાત્મરતિ એટલે જડરતિ... પુદ્ગલાનંદ. જડપદાર્થોનું આકર્ષણ થયા પછી એ પદાર્થોમાં જે સુખની કલ્પના થાય છે અને એ કલ્પનામાં જ અનેક પ્રકારની મધુરતાનો ભાસ થાય છે, તે અનાત્મરતિ. અનાત્મરતિ જે પદાર્થોને લઈને જાગી હોય છે તે જ પદાર્થો પાછળ સ્પૃહા દોડે છે અર્થાત્ અનાત્મરતિ જ આગળ વધીને સ્પૃહાનું રૂપ ધારણ કરી લે છે.
હું તપ કરીશ તો મારું સન્માન થશે, હું જ્ઞાની બનીશ તો મારી પૂજા થશે, હું સેવા, ભક્તિ કરીશ તો મને શાબાશી મળશે... આવી બધી સ્પૃહા જેના મૂળમાં અનાત્મરતિ છે તે હેય – ત્યાજય છે. અનાત્મરતિ સમેત સ્પૃહાવાળો યાચક તણખલા અને આંકડાના રૂ ની પેઠે હલકા દેખાય છે અને તેઓ સંસારસમુદ્રમાં ડૂબે છે.
આત્મરતિ સમેત સ્પૃહા એટલે જે અભિલાષા, આત્માનો રતિરૂપ સંગ અંગીકાર કરે છે તે. આત્મરતિ એટલે જીવરતિ... આત્માનંદ, આત્માના ઉત્થાનની અભિલાષા પ્રગટ થયા પછી સદ્ગુરુની સ્પૃહા જાગે છે, સમ્યજ્ઞાનની સ્પૃહા જાગે છે, સંયમના ઉપકરણની સ્પૃહી જાગે છે, સંયમમાં સહાયક સાધુઓની અભિલાષા રહે છે, શાસનની રક્ષાની ઈચ્છા રહે છે, સમગ્ર જીવોના કલ્યાણની ભાવના રહે છે, મોક્ષપ્રાપ્તીની ઝંખના જાગે છે. આ બધી સ્પૃહાઓ ઉપાદેય છે કારણ કે તેના મૂળમાં આત્મરતિ છે અને તે નિસ્પૃહતાનું મૂળ છે. આત્મરતિ સમેત સ્પૃહાવાળો સાધક હલકો થઈ પ્રેમપૂર્વક ચિત્તમંદિરમાં રહી શકે છે અને સંસારસમુદ્ર તરે છે. - સમતા કહે છે કે તૃષ્ણા તો અનંત આકાશ જેવડી છે. જ્યાં જઈએ ત્યાં તેની નજર પડી જ હોય છે અને તેથી જ ચેતન દેવ દુઃખી-દુઃખી થાય છે. તમને તેનો વિચાર કેમ આવતો નથી?
Page #176
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
કવિ શ્રી આ પદની ત્રીજી કડીમાં કહે છે. कुलटा कुटील कुबुद्धि संग खेलके, अपनी पत्त क्युं हारो? आनंदघन समता घर आवे, जीत नगारो बाजे..।।अनुभव॥३॥
કુલટા એટલે હલકી જાતની તથા હલકા કામ કરનારી એવી તૃષ્ણાને લક્ષમાં રાખીને કવિએ સમતા દ્વારા અનુભવને કહેરાવ્યું છે. હે! અનુભવ મિત્ર! એ તૃષ્ણાની ગતિ વક્ર છે. હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર, યુદ્ધ, વિશ્વાસઘાત વગેરે હલકાં કામ કરવામાં જ તેની બુદ્ધિ કાર્યરત રહે છે. આવી હલકી સ્ત્રીને સંગે ચડી, ચેતન પોતાની પ્રતિષ્ઠા શા માટે ગુમાવે છે? કુસંગતિ પતનનું કારણ છે અને દુઃખને નોતરે છે તો એવા રસ્તે શા માટે જવું?
હે અનુભવ! મારો નાથ જો મારા મંદિરે આવે તથા મારી (સમતા) સાથે રમે તો ત્રણેય લોકમાં જીત નગારાં વાગે. આજે ભિખારી જેવો દેખાતો એ ત્રિલોકીનાથ બની જાય તથા પરમાત્મપદધારીનો જય જયકાર બોલવા લાગે. જો ચેતન, સમતાને ઘરે આવે તો તૃષ્ણા એક પળ પણ રહી શકે નહીં પછી તેની હાલત ઘણી ખરાબ થાય.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ કહે છે – એક કીડીએ દરિયો પીધો, તો પણ તરસી થાય, બાર મેઘના પાણી પીધાં, નદીમાં ડૂબી જાય, ભલા જગ સાંભળો, સંતો રે, નાવ પર દરિયો ચાલ્યો જાય. બુડિયા બાવા, યતિ, સંન્યાસી, ખાખી જોગી ફકીર, જલમય દુનિયા દેખી જયારે, રહી નહીં કોઈની ધીર. ભલા જગ સાંભળો, સંતો રે, નાવ પર દરિયો ચાલ્યો જાય.
આ તૃષ્ણારૂપ કીડી એવી તો શક્તિશાળી છે કે તે બધા સમુદ્રનું પાણી પી જાય, તેમ જ બારેય મેઘ પાણી પી જાય, તો પણ તેનું પેટ તો ભરાતું નથી પણ તરસીને તરસી જ રહે છે. પણ જો એ સમતારૂપ નદીમાં આવી જાય ને તેમાં ડૂબી જાય તો પછી ભલે ને બહાર ભૌતિક સંસારનો સાગર ઘૂઘવતો રહે તો પણ નાવને ઊની આંચ આવતી નથી.
જગતના સર્વ જીવો તૃષ્ણાના તાણમાં તણાતાં રહે છે. સંસારી જીવો તો શું પણ ઘર સંસાર છોડનારા એવા કહેવાતા બાવા, સાધુ, ૧. આનંદઘન પદ ભાવાર્થ ભાવે ૧. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ પૂ. ૬૧
Page #177
--------------------------------------------------------------------------
________________
૯૩
અનુભવ રસ
સંન્યાસી, જોગ, જતિ, ફકીર વગેરે પણ આ તૃષ્ણાથી મુક્ત નથી. કોઈ પોતાનો પંથ ફેલાવવામાં, તો વળી કોઈ ભક્તોની ભીડમાં ભૂલા પડયા છે. કોઈ જગકલ્યાણની કામનાનો દંભ કરે છે તો કોઈ પદપ્રતિષ્ઠાની પ્રાપ્તિમાં પ્રયત્નશીલ છે. આ બધાં કાર્યોમાં વક્રગતિવાળી આ તૃષ્ણાને કોઈ ઓળખી શકતું નથી. માટે હે અનુભવ ! તું ચેતન સ્વામીને સમજાવ, તેનાં આંગણામાં મીઠી નદી વહે છે. અરે ! ઊંબરામાં જ કલ્પવૃક્ષ ખીલ્યું છે પછી બહાર ભટકવાની શી જરૂર છે ? જો તે સમતાસાગરમાં ડૂબી જશે તો જરૂર આનંદઘનપદ ધા૨ણ ક૨શે તથા સર્વત્ર આનંદ- મંગળના જીત નગારા વાગશે.
આ પદમાં કવિએ સમતાની વ્યથાનું હૃદયસ્પર્શી આલેખન કર્યું છે. સમતાએ સજ્જનતાનો સ્વાંગ સજ્યો છે ત્યારે માયામમતામાં દુર્જનતાની સીમા નથી. ચૈતન્યદેવ ! ૫૨ પરિણતિમાં મસ્ત છે. સમતા, અનુભવને વિનંતીના સૂરમાં કહે છે કે આ પદમાં સ્વ-૫૨ પરિણતિનું ભેદજ્ઞાન કરાવે છે. અનુભવને
સંદેશવાહક બનાવી સમતા, ચેતનને સ્વઘર તરફ વાળવા સતત પુરુષાર્થ કરે છે. ત્યાગ, વૈરાગ, સંયમ અને અધ્યાત્મને માર્ગે જનારાઓ આરંભદશાના બાળજીવો માટે વિભાવદશાનું જો વ૨વું ચિત્ર દોર્યું હોય તો તેનાથી દૂર રહેવાની વાત તેમાં મનમાં ઠસી જાય છે.
頭曲
Page #178
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
પદ-૧૫
“મેરે ઘરથાન માનુ ભયો મોર" અનુભવજ્ઞાની, વિજ્ઞાની અને ધ્યાની એવા શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં આત્માની જ્ઞાનદશાની વાતો કરી છે, જેમ જન્માંધ માનવને કોઈ કર્મયોગે દષ્ટિદાન મળે તો તે આનંદવિભોર બની જાય છે. તેવી રીતે આત્માની મોહાંધતારૂપ અજ્ઞાન દશા દૂર થતાં, જ્ઞાનદશા પ્રગટ થાય છે. જે પરમાં પોતાપણું માનતો હતો ત્યાં સ્વ-પરનો વિવેક જન્મે છે અને તેથી આત્મઆંગણમાં ચૈતન્યદેવ સ્વપરિણતિ સાથે આનંદમગ્ન બની નાચવા લાગે છે. શ્રી આનંદઘનજી કહે છે, સારંગ રાગ –
मेरे घट ग्यान भानु भयो भोर...। મેરે વેતન વવવ વવવી, મા વિર૬ો સોર...મેરાશા
ઘટનો સામાન્ય અર્થ થાય છે ઘડો, તત્ત્વજ્ઞાનની ભાષામાં “ઘટ” શબ્દનો પ્રયોગ અનેક રીતે કરવામાં આવે છે પરંતુ અહીં “ઘટ' એક પાત્રરૂપ છે. પાત્રમાં વસ્તુ રહી શકે છે. તેમ અહીં જ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થયો, પણ ક્યાં થયો? કવિ કહે છે કે જ્ઞાનરૂપ સૂર્યનો ઉદય ઘટમાં થયો. અહીં “ઘટ’ શબ્દનો સામાન્ય વ્યાવહારિક ભાષામાં અર્થ થાય છે- “હૃદય'.
ભગવાનનાં કેવળજ્ઞાનનો મહિમા ગાતાં જ્ઞાનીઓ તથા સંતજનો કહે છે કે, હે પ્રભુ! આપ તો “મન-મનની વાત જાણી દેખી રહ્યા છો. ઘટ ઘટની વાત જાણી દેખી રહ્યા છો” મન એટલે મનોવર્ગણાની એક પ્રકારની વિચારણાયુક્ત શક્તિ. આ શક્તિ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને હોય છે. પ્રભુ સંજ્ઞી જીવોના મનની વાત જાણે છે પણ અસંશી જીવો જેવા કે એકેન્દ્રિયની લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોના ભાવોને જાણવા તે ઘટ છે. આ સ્થાને “ઘટ' નો અર્થ અંતઃકરણ થાય છે. અંતઃકરણ એટલે આત્મપરિણામ. કબીર પણ કહે છે,
તેરે ઘટમેં સિરજનહાર, ખોજ મન કાયાનગરી,
પત્થરમેં પાવક બસૈ, યો ઘટમેં કરતાર ૨ ૧ આવશ્યક સૂત્ર (ખામણા) સ્થા. જૈન મહાસંઘ પૃ. ૯૮ ૨ કબીરનાં ભજનો સંકલનઃ મણિલાલ તુ. મહેતા પૃ. ૩૪
Page #179
--------------------------------------------------------------------------
________________
૯૫
અનુભવ રસ પ્રભુદર્શનનાં પિપાસુ હે ભક્તરાજ! જે પ્રભુને તું તારા તનમાં મનમાં શોધી રહ્યો છે તે પ્રભુ આ કાયાનગરીમાં નથી પણ આ સંસારનો સર્જનહાર તો તારા ઘટમાં જ બિરાજમાન છે. જેમ પત્થરમાં અગ્નિ છે. તેમ તારા ઘટ વિષે કિરતાર વસી રહ્યો છે. અહીં કબીરે પણ “ઘટ' શબ્દનો પ્રયોગ કર્યો છે તેથી ઘટ એટલે અંતઃકરણ સ્વરૂપ આત્મદેવ એવો અર્થ થાય છે.
આજ સુધી સમતાએ અનુભવ દ્વારા ચેતનને સમજાવવા ઘણો ઘણો પુરુષાર્થ કર્યો. હવે તેને થોડી સમજણ આવી છે. મોહનાં પડળો થોડાં દૂર થયા છે અને જ્ઞાનભાનુનો ઉદય થયો છે. જેના પ્રભાવે ચેતનને સત્યતત્ત્વનું ભાન થવા લાગ્યું છે.
કવિએ અહીં સર્વસામાન્ય દ્રષ્ટાંત આપી ચેતન તથા ચેતનાનો સંબંધ ચક્રવાક અને ચક્રવાકી જેવો બતાવ્યો છે. શુદ્ધચેતન અને શુદ્ધચેતના વસ્તુસ્વરૂપે એક જ છે. તેઓ વચ્ચે ગુણ-ગુણી જેવો સંબંધ છે પણ અનાદિકાળથી કર્યાવરણને કારણે શુદ્ધસ્વરૂપ વિસરાઈ ગયું હતું પણ જ્ઞાનભાનુના પ્રકાશને કારણે સ્વરૂપાનુંસંધાન થાય છે. કર્મ પ્રચુરતારૂપ નદી હવે વચમાંથી ખસી જાય છે.
આ પદમાં ચેતનાની અંતરવેદના ચક્રવાક તથા ચક્રવાકીના દ્રષ્ટાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાત્રી થતાં જેમ ચક્રવાક અને ચક્રવાકી જુદાં પડી જાય છે તથા નદીના સામ-સામે કિનારે બંને હોય છે છતાં રાત્રીના અંધકારને કારણે તેઓ એકને જોઈ શકતા નથી તેથી વિરહવ્યથાથી વ્યાકુળ ચક્રવાક તથા ચક્રવાકી કોલાહલ મચાવે છે. તેવી રીતે ચેતન તથા ચેતનાનો વિયોગ અનાદિ કાળથી પડયો છે. ચેતના, ચેતનને મળવા ઝંખી રહી છે. પરંતુ મિથ્યાત્વરૂપ અજ્ઞાનનો ગાઢ અંધકાર છવાઈ ગયો હોવાથી ચેતન સ્વામીનાં દર્શન થઈ શકતાં નથી. હવે ચેતન, સ્વયં ચેતનાને મળવા ઉત્સુક છે કારણ કે મિથ્યાત્વનું જોર હવે જરા મોળું પડ્યું છે. ચેતનનો સ્વ તરફનો પુરુષાર્થ ઉપડયો છે. મોહનીય કર્મનો ક્ષય થતાં ચેતન સર્વથા શુદ્ધદશાને પામે છે અને શુદ્ધચેતના પ્રગટ થાય છે. શુદ્ધદશામાં વર્તતા ચેતનનું મુખ ઉઘડી જાય છે તથા બોલવા લાગે છે કે મારા હૃદયમાં જ્ઞાનભાનુનો ઉદય થતાં પ્રભાત થયું છે. માનવસહજ પ્રકૃતિ છે કે દુઃખના સમયે તે આક્રંદ કરે છે અને સુખના સમયે કિલ્લોલ
Page #180
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ કરે છે. તેમ જ્ઞાન પ્રભાત થતાં ચેતન ચેતનાનો સંબંધ થાય છે અને આનંદની સરવાણી ફૂટે છે.
કવિ બીજી કડીમાં કહે છે. कैली चिटुंदिसि चतुरा भावरुचि, मिट्यो भरम तम जोर...। કાપવી પોરી બાપ દી નાનત, સૌર વહત ચોર...મેરે રા
જેમ સૂર્યોદય થતાં સૂર્યની કાંતિ ચારે બાજુ ફેલાઇ જાય છે તેમ જ્ઞાનભાનુનો ઉદય થતાં વિવેકરૂપ કાંતિ ચારે બાજુ ફેલાઈ ગઈ છે કારણે જગતના સર્વ પદાર્થો યથારૂપ જણાય છે તથા જડ પદાર્થોના ગુણધર્મો અને ચેતનના ગુણધર્મોનું ભેદવિજ્ઞાન થાય છે. આજ સુધી તન, ધન, પરિવારને તે પોતાના માનતો હતો, અજ્ઞાન અંધકાર દૂર થતાં મોટામાં મોટો ભ્રમ ભાંગી ગયો તેથી સત્યતત્ત્વની પ્રતીતિ થઈ.
ચેતનના ઘરમાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ત્રિરત્નની ચોરી થઈ ગઈ. ચેતન, ચોરને શોધતો હતો પણ મળતો ન હતો. જ્ઞાનભાનુના ઉદયે ચોર પકડાઈ ગયો. હવે ચેતનને સમજાયું છે કે મારી વસ્તુ તો મારી પાસે જ છે પણ અજ્ઞાન અંધકાર છવાઈ જતાં આત્મઘરમાં ત્રિરત્નની ચોરી થાય છે અથવા ચેતન પોતાના સ્વભાવરૂપ ઘરને છોડી પર ઘરે મોજ માણવા જાય છે ત્યારે તેના ઘરને રેઢું ભાળી કર્મ ચોર ચોરી કરવા આવે છે પણ સત્યજ્ઞાન વડે ચોર પકડાઈ જાય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે, “ગપ્પા માનમિત્ત ૨ ડુપૂકિય સુપgિ":
આત્મા જ આત્માનો મિત્ર છે અને આત્મા જ આત્માનો શત્રુ છે દુપથ પર જતાં આત્મા શત્રુ છે ને સુપથ પર જતાં આત્મા મિત્ર છે. કર્માદિ શત્રુઓને ઘરમાં રાખનાર પણ હું આત્મા જ છે. કર્મનો કરનાર પણ હું જ છું, આ પ્રકારનું યોગ્ય જ્ઞાન થતાં દૃષ્ટિ અને દશા બધું બદલાઈ જાય છે.
અજ્ઞાનને કારણે "यथा शुत्किकायामिदं रजतमिति" २
રજ્જમાં સર્પ અને છીપમાં ચાંદી દેખાય તેમ પરમાં આત્મબુદ્ધિ ૧ જીવન શ્રેયસ્કર પાઠમાલા ઉ. સૂ. આ ૨૦ ગાથા ૩૦ પૃ૪૭ ૨. જીવન શ્રેયસ્કર તત્ત્વાલોક પં. શોભાચંદ ભારિલ્લ સૂત્ર ૧૦
Page #181
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ હતી તે ટળી ગઈ. શ્રીમદ્રાજચંદ્રજી કહે છે,
“આત્મભ્રાન્તિ સમ રોગ નહીં, સદ્ગુરુ વૈધ સુજાણ”
આત્મભ્રાન્તિ ટળી ગઈ અને મોક્ષની સાચી કેડી મળી ગઈ. હવે ચેતન સ્વભાવરૂપ ઘરે જવા તત્પર બની ગયો. ચેતનને પોતાની શુદ્ધદશા સમજાઈ ગઈ છે. ચેતનના પરિવર્તનની વાત કવિ આ પદની ત્રીજી કડીમાં કહે છે.
अमल कमल विकय भये भूतल,मंद विषय शशि कोर...। आनंदघन एक वल्लभ लागत, और न लाख किशेर...।।मेरे।।३।।
જેમ સૂર્યોદય થતાં તળાવમાં કમળ ખીલી ઊઠે છે તેવી રીતે જ્ઞાનભાનુ ઉદય થતાં આત્મકમલ ખીલી ઊઠે છે અને શશી સાથે પ્રીત રાખનાર કમલિની સૂર્ય ઉદય થતાં મંદતાને પામે છે.
કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હો ઘરે ચંદશું પ્રીત...૪
કમળને સૂર્ય સાથે અને કુમુદિનીને ચંદ્ર સાથે પ્રીત છે, તેમ જ્ઞાનભાનુનો ઉદય થતાં, આત્મભૂમિ ઉપરની વિષય – કષાય રૂપ ચંદ્રની કાંતિ ઝાંખી પડવા લાગે છે. પાંચ ઇન્દ્રિયોના તેવીસ વિષયો, રાગદ્વેષાદિ ભાવો મંદ પડવા લાગે છે. વસ્તુસ્વરૂપનું જ્ઞાન થતાં વિષયો મોળા પડી જાય છે. હવે તેને વિષયો લલચાવી શકતા નથી. તેમજ આજ સુધી તેને વિષયો વલ્લભ લાગતા હતા. હવે તેને આનંદઘન સ્વરૂપ આત્મા પ્રિય લાગે છે. લાખો-કરોડો પદાર્થો નજર સામે હોવા છતાં તેની તેને પ્રીત નાશ પામી ગઈ છે.
આત્માએ આત્મિક ધર્મો અને પૌગલિક પદાર્થો સાથેનો સંબંધ કેવો છે તે વિચારી તેની સાથેનો સંબંધ વિચ્છેદ કરી, વેગળા થવા, વેગવાન પુરુષાર્થ ઉપાડવો જોઈએ.
આ પદમાં ચેતન સભાન બને છે. ચેતનની અનુભવ વાણી જ ચેતનને જગાવી દે છે. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે,
કરું એક ઉપાય મેં ઉધમ, અનુભવ મિત્ર બોલાવેંગે આપ ઉપાય કરકે અનુભવ, નાથ મેરા સમજાવેંગે
મેરે કબ ઘર ચેતન આવેંગે.' ૩. આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રીમદ્ રાજચંદ્રજી ગાથા ૧૨૯ ૪. આનંદઘનજીનાં પદો ભા.- ૧ મોતીચંદ ગિરધરલાલ કાપડિયા પૃ. ૧૧૦ ૫ વાચક જશની અનુભવવાણી : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પૃ. ૬૫
Page #182
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૯૮
શ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, ‘મારો ચેતન ઘરે ક્યારે આવશે? ચેતના કહે છે કે હવે મારી પાસે એક જ ઉપાય છે કે અનુભવમિત્રને બોલાવી તેને બધી વાત કરું ને સમજાવવાની ભલામણ કરીશ કારણ કે અનુભવ મારા ચેતનનાથનો અંગત મિત્ર છે. અનુભવના આધાર વિના હું સાવ નિરાધાર છું. આનંદઘનજીનાં પદોમાં અનુભવ ચેતનને સમજાવે છે તેથી ચેતનમાં સત્યાસત્યનો વિવેક જાગે છે અને આત્મકમલ વિકસિત થાય છે. આત્મા પોતાના આનંદમાં મસ્ત બની, નિજાનંદની મોજ માણવા તત્પર બને છે.
આ પદમાં આત્માની જ્ઞાનદશા પ્રગટ થઈ છે. જ્ઞાનરૂપી સૂર્યના આગમનથી કમલરૂપી આત્મા ખીલી ઊઠે છે. મિથ્યાત્વ અંધકારને કા૨ણે ચેતનરૂપ ચકવો, ચેતનારૂપી ચકવી વગેરે રૂપકો મૂકી, આ પદમાં આત્મદશાનું માધુર્યપૂર્ણ નિરુપણ કર્યું છે.
gee
Page #183
--------------------------------------------------------------------------
________________
૯૯
અનુભવ ૨સ
નિશદિન ગોર તારી વાતડી, ઘરે માવોને ઢોસા” ભૌતિક દુનિયાથી દૂર અને આત્મભાવોમાં મગ્ન એવા શ્રી આનંદઘનજી મહારાજે આત્મા અને શુદ્ધચેતનાને પતિ-પત્નીનું રૂપક આપી આ પદમાં વિરહિણી સ્ત્રીની વિરહવ્યાકુળતાનું આબેહૂબ ચિત્ર રજૂ કર્યું છે.
પોતાનો પતિ ઘરે અકારણ મોડો પહોંચે તો તેની સ્ત્રીની મનોવેદના વધી જતી હોય છે તે જ પ્રમાણે શુદ્ધચેતનાનો પતિ ચેતન અનાદિકાળથી ચેતનાને દ્વારે આવ્યો નથી એને કારણે ચેતનાની વિરહદશા કેવી હશે? - ચેતનને સમજાવવા ચેતનાએ અનેક માર્ગ શોધ્યા અને લીધા. છેવટે એણે અનુભવ મિત્રનો સાથ લીધો. ચેતનાને વિશ્વાસ હતો કે અનુભવના કહેવાથી ચેતન જરૂર સન્માર્ગે વળશે જ તેથી હવે ચેતના, ચેતનની રાહ જોવા લાગી છે. તેથી શ્રી આનંદઘનજી મહારાજ “મારુ રાગમાં” આ સોળમા પદમાં કહે છે,
निशदिन जोउ तारी वाटडी, घरे आवोने ढोला...। - મુ સરવી તુજ નાથ હૈ, મેરે તૂ દી મનોના નિશદિના શા
હે નાથ! હું તમારી રાત – દિવસ રાહ જોઉં છું. તમારે આવવાના જે જે માર્ગ છે તે માર્ગ પર મારી અનિમેષ દૃષ્ટિ મંડાયેલી જ રહે છે. મને ખબર નથી કે તમે મારે મંદિર કયે રસ્તેથી પધારશો? તેથી દરેક માર્ગ પર મારી આંખો ફર્યા જ કરે છે. હે પ્રભુ! હવે કૃપા કરો અને મને પાવન કરો.
આ જગત છ દ્રવ્યોનું બનેલું છે. તેમાં પાંચ દ્રવ્યો તો અજીવ સ્વરૂપ છે. માત્ર એક ચેતન જ જીવ સ્વરૂપ છે. છ યે દ્રવ્યોને જાણનાર તથા જોનાર એક જીવ દ્રવ્ય જ છે. જગતની રંગભૂમિ પર પાત્ર ભજવતી જીવસૃષ્ટિનો વિચાર કરતાં નવ તત્ત્વ સમજાય છે. તેમાં પ્રથમ જીવતત્ત્વ છે. તેને આધારે જ બાકીનાં આઠ તત્ત્વો છે. એક જીવ સ્વરૂપ ચેતન ન હોય તો જગત, જગત તરીકે રહે જ નહીં, તેથી જ્યાં જ્યાં નજર કરીએ
Page #184
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૦૦ ત્યાં ચેતનનું જ સામ્રાજ્ય છે. પરંતુ ચેતન, અત્યારે ભૌતિક જગતનો વાસી બની ગયો છે. તેને પોતાનો દેશ કે ઘર યાદ પણ આવતું નથી. ચેતનની આ દશાથી ઘરની વ્યક્તિઓ દુઃખી છે છતાં ચેતનની શાન ઠેકાણે આવતી નથી માટે જ ચેતના કહે છે કે હે પ્રભુ! હે ચેતન ! હવે મહેરબાની કરો, સ્વધામ સિધાવો. મારા મંદિરનાં સોપાન પર બેઠી બેઠી હું તમારી રાહ જોઉં છું. પ્રભુ! આત્મમંદિરના વધારે નહીં ફકત ચૌદ જ સોપાન છે. આપ અહીં પધારો તો હું નીચે સુધી આપનું સ્વાગત કરવા આવું. કવિશ્રી ઉદયરત્ન શાંતિનાથ પ્રભુના સ્તવનમાં આવો જ ભાવ વ્યક્ત કરતા કહ્યું છે,
મહારે તો તુ હિ જ એક, ત્યારે મુજ સરીખા અનેક, હું તો મનથી ન મેલું માન, તમે માન રહિત ભગવાન..
સુણો શાંતિ જિણંદ સોભાગી. ૧ પ્રભુને ભક્તોનો કોઈ પાર હોતો નથી પણ ભક્તોને ભગવાન તો એક જ હોય છે. ચેતનને પણ મોહદશાને કારણે દુવૃત્તિઓ રૂપી અનેક સ્ત્રીઓ ઘેરી વળે છે. ચેતન તે બધાં વચ્ચે મુંઝાય છે ને પછી ફસાય છે. મોહ, મમતા, આશા, તૃષ્ણા, ઈર્ષા, અભિલાષા રૂપી અનેક સ્ત્રીને તે વશ બની જાય છે પણ અજ્ઞ ચેતનને ખ્યાલ નથી કે આ બધી સ્ત્રીઓ તો ચંચલ છે તે એક ને જ વફાદાર રહેનારી નથી. તેઓ અનેકને લલચાવનારી અને ફસાવનારી છે. આવી કામણગારી સ્ત્રીઓને પનારે પડેલો પુરુષ તો દુઃખી થઈ જાય છે. ચેતના કહે છે કે, હે ચેતન! હું તો પડછાયાની માફક તમારી સાથે રહેનારી સતી સ્ત્રી છું. હું વિરહમાં ઝૂરતી રહીશ પણ અન્ય પુરુષનો પડછાયો સુદ્ધાં નહીં લઉં, કારણ કે, તમારું મૂલ્ય શું છે તે મને સમજાયું છે. મારે મન તો તમે અણમોલ રતન છો.
આ પ્રકારની વિનંતીથી ચેતનની આત્મદશા ધીરેધીરે સુધરવા લાગે છે. જેથી સાધ્યનું સામીપ્ય થાય છે અને દૂરથી દર્શન થાય છે.
ચેતના, ચેતન સાથે મનોમન શું વાત કરે છે તે માટે કવિ કહે છે, નવદરી મોન કરે નાના, મેરા નીતિનોના... બીજેપCષર વો નદી, સવગ વય મતા?...નિશકિનારા ઝવેરીનો સ્વભાવ છે કે રત્નોની પરખ કરી મૂલ્ય કરે. હીરા,
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૦૧
અનુભવ ૨સ
માણેક, પન્ના વગેરે ૫રખનાર ઝવેરી રત્નપારખુ કહેવાય છે. પણ દરેક રત્ન એક સરખી કિંમતનું ન હોય, કોઈની કિંમત હજાર, તો વળી કોઈ લાખનું, દુનિયામાં કિંમતીમાં કિંમતી વસ્તુ રત્નો છે, પણ તેથી પણ મૂલ્યવાન ચેતન છે. આ ચેતનલાલની તો કોઈ કિંમત આંકી શકાય જ નહીં, એ તો અણમોલ છે. જ્યાં બે વસ્તુ હોય ત્યાં ઊંચ-નીચ જોઈ તેની કિંમત આંકી શકાય છે પણ મારો લાલ તો એકનો એક છે, તેથી તેની કોઈપણની સાથે સરખામણી કરી શકાય નહીં અને એની કિંમત આંકી શકાય નહીં. માણેક તો મસ્તકે, કાને, હાથે ગળે, કમરે એમ વિવિધ રીતે શરીર પર ધારણ કરી શકાય છે. પણ તેને હૃદયની અંદર ધારણ કરી શકાતું નથી આ કારણથી તે પરંતર છે પણ મારો નાથ તો હૃદયમાં જ વસી રહ્યો છે તેથી કોઈ ૫રંતર નથી. વળી જેનું હૃદયથી ૫રંતર ન હોય તેનું મૂલ્ય પણ કોણ આંકી શકે ?
માણેકનું ભિન્ન ભિન્ન તેજ હોવાને કા૨ણે તેની કિંમત પણ ભિન્ન ભિન્ન થાય છે ત્યારે મારા આત્મરૂપ તેજની કઇ સીમા નથી માટે તે અમુલ્ય છે.
કવિએ અહીં ઝવેરાતની વાત કરી છે. હીરા, માણેક વગેરેમાં ડાઘ, લીસોટો વગેરે હોય તો તેનું તેજ ઓછું હોય અને કિંમત પણ ઓછી અંકાય, કવિના જમાનામાં રત્નોના આવા ડાઘ માટે ‘પરંત૨’ શબ્દનો પ્રયોગ થતો હશે આજે ‘જિમ્’, ‘કચુ’ વગેરે શબ્દો વપરાય છે પણ અહીં તો તદ્ન સ્પષ્ટ થાય છે કે આત્માના અનંત ગુણોમાં એક એક ગુણ અમૂલ્ય છે. જે ગુણ જડમાં ક્યાંય જોવા મળતા નથી. વળી શુદ્ધદશામાં રહેતા આત્માનું તેજ નિરંતર એક સરખું જ રહે છે. તેનામાં ચન્દ્રકળાની જેમ વધઘટ થતી નથી. તે સૂર્યસમાન હંમેશાં ઝળહળતી જ રહે છે. આ અમૂલ્ય ગુણોવાળા રત્નોના ભંડા૨ની કિંમત કહી પણ થઈ શકે નહીં, ઓજવી તેજસ્વી એવા મારા ચેતનરાજનું હું એક – બે પાંચ કે પચ્ચીસ ભવથી નહિ પણ અનાદિકાળથી અનંત ભવથી રાહ જોઈ રહી છું તેને પામવા હું અત્યંત ઉત્સુક છું માટે જ કવિ ત્રીજી કડીમાં કરે છે,
पंथ निहारत लोथणे, दग लागी अडोला...।
શ્રેળી સુરત સમાધિમેં: મુનિ ધ્યાન જ્ઞતોળા...।। નિશવિના રૂ।
Page #186
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૦૨ - શ્રી બુદ્ધિસાગરજી મહારાજે આ પદમાં “પંથ' ને બદલે “પથ' શબ્દનો પ્રયોગ કર્યો છે. “પથ” એટલે કે પગ એટલે ભક્ત ભગવાનની ચરણસેવા ઈચ્છે છે. શિષ્ય ગુરુના ચરણ સ્પર્શ કરે છે. જ્યોતિષીઓ પગ જોઈને ભવિષ્ય કથન કરે છે. ડોકટરો હાથ પગના નખ જોઈને દર્દનું નિદાન કરે છે. આ રીતે વિચારતા પગનું મહત્ત્વ સવિશેષ છે. જેના પગ સુંદર તેનું ભવિષ્ય ઉત્તમ હોય તેમ અનુભવી કહે છે.
અહીં ચેતના કહે છે કે હે પ્રભુ! હું આપનાં ચરણોની દાસી છું. આપનાં ચરણોની સેવા ઈચ્છી રહી છું. મારાં લોચન આપના ચરણકમળનાં દર્શન કરવા અડોલઆસન ઢાળીને બેસી ગયા છે. સાધ્ય વસ્તુમાં જ જેમ ઉપયોગ સ્થિર થાય છે તેમ મારી નજર તારા ઉપર જ ઠરી છે અને હૃદયમાં “તું હી, તું હી” ના જાપ ચાલ્યા કરે છે. વ્રત, નિયમ વડે મને મારા નાથ મળશે તેમ માનીને હું મારી આંખનું મટકું પણ મારતી નથી. મારાં લોચન આપના માર્ગ પર સ્થિર થઈ ગયા છે. જેમ યોગીનું સાધ્ય સમાધિમાં અને મુનિનું મન ધ્યાનમાં સ્થિર થાય છે તેમ હે લાલ! મારી દૃષ્ટિ પણ તમારા પર જ સ્થિર છે. જ્યાં દેખું ત્યાં તુંહી તૂહી જ થયા કરે છે.
શ્રી હેમચંદ્રાચાર્યજી યોગશાસ્ત્રમાં કહે છે,
ધ્યાનમાં ચિત્તની અદ્ભુત સ્થિરતા પ્રાપ્ત થાય છે. આગળ જતાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકાગ્રતા થઈ જાય છે. સમાધિ ધારણ કરવી તે યોગીનું ચરમ સાધ્ય છે. તેમ હે નાથ ! આપના માર્ગરૂપ ધ્યેયને હું અનિમેષ દૃષ્ટિથી જોયા કરું છું. જેમ યોગી, સમાધિમાં સ્વરૂપ શૂન્ય થઈ જાય છે તેમ હે નાથ! મારી દશા છે. મુનિ ધ્યાનમાં સ્થિર રહે છે તેમ છે દેવ! હું એકાગ્રતા કરીને તમારી માર્ગપ્રતિક્ષા કરું છું. સારાંશ કે હું એકાગ્ર દૃષ્ટિએ તમારા આવવાના માર્ગને જોયા કરું છું જેમ યોગી તથા મુનિ છે તેમ હું પણ છું.
સાધકના મનની સ્થિરતા એટલી હદ સુધી થઈ જાય છે કે છેવટે મનોયોગનો પણ નિરોધ થઈ જાય છે. શુક્લધ્યાનના ચોથા પાયામાં મનોયોગનો વિરોધ કરી જીવ સિદ્ધદશાને પામે છે. જે જીવની ચરમ અને પરમ ધ્યેયપ્રાતિ છે. ચેતના પણ એવો જ અનુભવ કરી રહી છે તેનું સ્પષ્ટદર્શન આ પદમાં થાય છે. કવિશ્રી ચેતનાની મનોવ્યથાનું વર્ણન
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૦૩
અનુભવ રસ કરતાં ચોથી કડીમાં કહે છે,
कौन सुने किनकुं कहुं, किम मांडु में खोला...। તેરે મુરલ વીન્ડે ટ, મેરે મનવા વોના...! નિશવિના કા.
ચેતના, ચેતનની સાથે મનોમન વાતો કરે છે અને કહે છે કે હે પ્રભુ! આપનામાં હું કેવી તલ્લીન થઈ ગઈ છું કે હું કોને કહેવા જાઉં? મારી આવી વાતો સાંભળનાર પણ કોણ છે? સમકક્ષની વાતો બધા સાંભળે અને જાણે પણ મને તો આ જગતમાં તારાથી કોઈ ઉત્તમ દેખાતું જ નથી. તેથી મારી વાત કોણ માને? કારણકે ધર્માસ્તિકાય વગેરે જડ છે તેને તો ચેતનનો કોઈ અનુભવ જ નથી. મારો ને તારો અભેદ સંબંધ છે. ચેતનથી ભિન્ન પુદગલ દ્રવ્ય તો સ્વયં જાતે જ જડ છે. તેથી તેમાં સુખ ગુણ નથી. ત્યારે ચેતના કહે છે કે મારું જીવન સહજ સુખરૂપ છે. કારણ કે ચેતન સ્વામી સાથે મારો તાદાભ્ય સંબંધ છે. મારી અને એની એક જ જાતિ છે અને એક જ સ્વભાવ છે પરંતુ પુદ્ગલને કારણે ભેદતા દેખાય છે માટે જ કહું છું કે હે પ્રભુ! મને એક વખત તો આપના મુખદર્શન કરાવો. હે નાથ ! તમારી પાસે હું ખોળો કેમ પાથરું? ખોળો પાથરવો એટલે દીનતા વ્યક્ત કરવી. હું ગરીબ કે ભિખારી પતિની પત્ની નથી કે જેથી મારે ખોળો પાથરવો પડે અને ભીખ માંગવી પડે. મારો સ્વામી તો શાહુકાર છે. શાહુકાર પતિની પત્નીને શી ચિંતા હોય? શુદ્ધચેતના કહી રહી છે કે હે પ્રભુ! જ્યારે હું આપનું મોઢું જોઉં છું ત્યારે મારા મનની ડામાડોળ સ્થિતિ ચાલી જાય છે અર્થાત્ હું તમારામાં સ્થિર થઈ જાઉં છું. મારો તમારો એક વખત મેળાપ થયા પછી કદી પણ વિરહ પડતો નથી. માત્ર મિલનથી જ મનની અસ્થિરતા દૂર થઈ જાય તો હંમેશના સંયોગથી કેવી સ્થિતિ સર્જાય? માટે જ કહું છું કે હે નાથ ! હવે આપ મારા મંદિરે પધારો, વિવેક શું કહે છે તે કવિ આ પદની પાંચમી કડીમાં કહે છે,
मित्त विवेक बातें कहें, सुमता सुनि बोला...। आनंदघन प्रभु आवशे, सेजडी रंग रोला...।। निशदिन।।५।।
ચેતનાવતી, સમતારૂપ સાહેલી ચેતનને સમજાવવા અત્યાર સુધી પ્રાર્થના કરી રહી છે, તેની પ્રાર્થના સાંભળીને વિવેકરૂપી મિત્ર સમતાને પ્રાર્થના કરતા કહે છે કે હે સમતા ! હવે તું જરા પણ ચિંતા ના કરીશ. તું
Page #188
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૦૪ સર્વ પ્રકારે વિષાદમુક્ત બની જા. હવે ચેતનનો ચેતના સાથે સંબંધ થવા લાગ્યો છે. તેના મનની ગુપ્ત વાત હું તને કહી રહ્યો છું, મેં તેને વિશિષ્ટ વસ્તુઓનું તથા સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે. તેથી તે માયા, મમતાના સંગથી મુક્ત થવા લાગશે. જેમ હંસની તાકાતથી દૂધ અને પાણી જુદા થઈ શકે છે તેમ મારું કામ પણ ચેતનને કુમતિથી જુદો કરવાનું છે. ચેતનને ચેતાવી સન્માર્ગે લાવવો તે મારું કાર્ય છે. આજ સુધી મેં અનેક જીવોનાં દિવ્યચક્ષુઓ ખોલાવી સિદ્ધ - બુદ્ધ પરમાત્મા બનાવ્યા છે.
હે સમતા! હું ચોથે પગથિયે તારા આત્મસ્વામીને મળીશ અને સત્ય સમજાવીશ. મને વિશ્વાસ છે કે તારો પતિ સમજી જશે અને તરત જ તને મળવા તે ઉત્સુક બની જશે. તારા મંદિરમાં જરૂર પધારશે અને તારી સેજમાં આવી તારી સાથે આનંદરસમાં રંગાઈ જશે. તને તે પોતાના પ્રેમમાં ભીંજવી દેશે. પછી તો તારા જીવનમાં આનંદસાગર લહેરાવા લાગશે માટે, હવે તું નિશ્ચિત બની સ્વરૂપસ્થ થઈ જા.
આ પદમાં કવિશ્રીએ આત્મશુદ્ધિની વાત દર્શાવી છે. આત્મામાં જો સત્યાસત્યનો વિવેક જાગે તો આત્મશુદ્ધિની દિશા ખુલ્લી જાય છે અને મિથ્યાત્વરૂપ મહાઅંધકાર દૂર ખસી જાય છે. વિવેક પોતાનું કાર્ય સંભાળવા કટિબદ્ધ થયો છે. તે ચેતનાને વચન આપે છે કે તારે હવે આનંદરસમાં રંગરેલી કરવાની છે. પ્રાણીના જીવનમાં સુખ અને દુઃખ, તડકો અને છાયો આમ ચાલ્યા જ કરે છે. ચેતના અત્યાર સુધી વિરહ દુઃખથી અત્યંત પીડિત હતી પણ હવે એવો સમય આવશે કે જયારે અનંત-અનંત કાળમાં ક્યાંય દુઃખની છાયા પણ નહિ હોય.
જીવ, વિભાવદશામાંથી સ્વભાવદશામાં એટલે કે પોતાનાં મૂળ સ્વરૂપમાં પાછો ફરે છે ત્યારે જેમ ગુમાવેલી મૂડી પાછી મળતા જે આનંદ થાય તેવો આનંદ ચેતનને થાય છે. પ્રિયતમા અને પ્રિયતમનું રૂપક કવિએ આરંભમાં પ્રયોજયું છે. માટે જ અંતિમ કડીમાં મિલન માટે સેજ (પથારી) નું રૂપક પણ કવિએ પ્રયોજયું છે. આ પદ ગીતિકારૂપે તન્મય થઈ જવાય તેવું, આત્મવિભોર ભાવોને ઉત્તેજન આપતું આ પદ .
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૦૫
૫૪-૧૭
.
" छोराने क्युं मारे छे रे'
અનુભવ રસ
કવિશ્રી આનંદઘનજીએ ઉચ્ચભાવોને પ્રગટ કરી, સર્વજન હિતાર્થની ભાવના વડે આ પદમાં નવીનતાના દર્શન કરાવ્યા છે.
સોરઠ ગિરનારી રાગમાં આ પદ લખાયેલું છે. જેમ સિંહગર્જનાથી બધાં વનચર પ્રાણીઓ ભયભીત થઈ ભાગી જાય છે તેવી રીતે કવિશ્રીએ આ પદમાં સિંહગર્જના કરી છે.
छोराने क्युं मारे छे रे, जाय काटया डेण... છોરો છે મારો વાનો મોલો, જોને છે અમૃત વેળ...।।છોરાને।।
છોરો એટલે છોકરો, દીકરો. અહીં દીકરો તે કોણ ? કવિએ અહીં સમ્યક્ત્વને દીકરારૂપે વર્ણવ્યો છે. વિવેકે આવી આત્માને જાગૃત કર્યો ત્યારે સુમતિ ચેતનને કહે છે કે “ઢે સ્વામી ! તમે સમ્યક્ત્વરૂપ દીકરાને શા માટે મારો છો ? તેના કારણે તો આપણું દેવું (ડેણ ) કપાશે. અહીં ઉપશમ સમ્યક્ત્વને દીકરો કહ્યો છે. એ ઘણો જ હોંશિયાર તથા બુદ્ધિમાન છે. સુમતિ કહે છે કે કે ચેતન ! આ દીકરો તારા ભવોભવના દેણાનો નાશ ક૨ના૨ છે. જે બાપની સંપત્તિ પર બેસે તે કાયર ગણાય છે. પણ જે દીકરો પોતાની કાંડાની કમાણી વડે બાપને કરજમાંથી મુક્ત કરે છે તે સુપુત્ર અથવા શૂરવીર કહેવાય છે. આ સમ્યક્ત્વરૂપ બેટડો તો મિથ્યાત્વરૂપ અંધકારનો નાશ કરનાર છે. દિવાળે તે દીકરો. ઘ૨માં, કુળમાં પ્રકાશ કરે તે દીકરો તેણે સમ્યક્ત્વરૂપ જ્ઞાનનો પ્રકાશ પ્રગટ કર્યો છે. જેથી અજ્ઞાનરૂપ અંધકાર નાશ પામ્યો છે. ચેતનનો આ દીકરો બાપને કર્મના દેવામાંથી મુક્ત કરે છે.
કવિએ ઉપશમ સમ્યક્ત્વને બાળકની ઉપમા આપી છે. ચેતન ૫૨ મિથ્યાત્વરૂપ કર્મનું દેણું હતું. તેમાંથી આત્માને મુક્ત કરી હળવો ફૂલ બનાવી દીધો છે. પણ ઉપશમ સમ્યક્ત્વની અંતમુહૂર્તની સ્થિતિ હોવાને કા૨ણે અને અનાદિથી ઘર કરીને બેઠેલું મિથ્યાત્વ ઉપશમને અલ્પ સમયમાં જ બહાર કાઢી મૂકે છે. ઉપશમ ચેતનના ઘરમાંથી વિદાય લઇ લે છે પણ
Page #190
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૦૬
-
શુદ્ધચેતના તથા શુદ્ધચેતનનું મિલન થતા, સમ્યક્ત્વરૂપ દીકરાનો જન્મ થાય છે. પણ તે હજી નાનો છે તેથી કવિ કહે છે કે તે બાળો – ભોળો છે. તેનામાં બાળકબુદ્ધિ છે. તે નાનો હોવાને કારણે કોઈ તેને ચૂપ બેસાડી દે છે અથવા કોઈ ઘરની બહાર કાઢી મૂકવાની ધમકી આપે ત્યારે તે શાંત બેસી જાય છે. આ નાનકડા દીકરાની ભાષા ઘણી મીઠી છે. સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં ચેતનની વાણી, વર્તન તથા વિચાર બધું બદલાઈ જાય છે. સમ્યક્ત્વની કાલી – કાલી, મીઠી – મીઠી બોલીથી જીવન નંદનવન સમું બની જાય છે. બાળકને જન્મ આપ્યા પછી સ્ત્રીના જીવનમાં પરિવર્તન આવી જાય છે. તે સ્ત્રી બાળકમય બની જાય છે. તેવી રીતે સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં ચેતનાની દશા બદલાઈ જાય છે. દશા બદલાઈ જતાં દિશા બદલાઈ જાય છે.
અનાદિના મિથ્યાત્વીજીવને સર્વ પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વના મૂળ ઉપશમી જાય છે તેથી મિથ્યાત્વ પાછો પરચો બતાવે છે. પરંતુ પરિણિતમાં એટલો બધો ફરક પડી જાય છે કે આજ સુધી કુદેવ ને દેવ, કુગુરુને ગુરુ અને ધર્મને ધર્મ માનતો હતો. તેને બદલે સુદેવ, સગુરુ ને સુધર્મ પ્રતિ તે શ્રદ્ધા રાખતો થઈ જાય છે તથા શ્રદ્ધા દેઢ બનતી જાય છે. સત્ય સમજણ આવતાં, આ બાળક તો આત્મધર્મ અને કેવળીપ્રણીત ધર્મને અભેદ બતાવે છે તથા શુદ્ધ ધર્મનું જ્ઞાન કરાવે છે તથા સાધ્ય દર્શન કરાવે છે. આવો ઉત્તમ આ બાળક છે. તેને તું શું જોઈને મારે છે ? શા માટે તેનો નાશ કરવા યત્ન કરે છે ? તારું આ કાર્ય તદ્ન ગેરવ્યાજબી છે. આ સમ્યક્ત્વરૂપ બેટડો તો હવે ધીરે ધીરે મોટો થવા લાગ્યો છે. તેની પ્રગતિ તો નજરે જોઈ શકાય તેવી છે. તે કેવો છે તે બતાવતા કવિ બીજા કડીમાં કહે છે,
ले लकुटिया चालण लाग्यो अब कांई फूटा छे नेण.... । તુ તો મરળ સિરાને સુતો, રોટી વેન્સી જોબ ?...।।છો
ને। ૨।। લેણદાર મિથ્યાત્વ ! તું જરા આંખ તો ખોલ. તું આ દેણદારનો દીકરો તો પ્રગતિ કરી રહ્યો છે. તે સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે તથા તત્ત્વરુચિ અને આગમ શ્રદ્ધાના બે પગ વડે ઉપશમસમ્યક્ત્વની લાકડી લઈ ચાલી રહ્યો છે અર્થાત્ જ્ઞાનરુચિ તથા વીતરાગ વચન પરની શ્રદ્ધારૂપ
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૦૭
અનુભવ રસ પગ ડગુમગુ થતાં ચાલી રહ્યો છે. પરંતુ લાકડીનો ટેકો મળતાં સ્વરૂપાનુભવ કરે છે. ચેતનરાજનો હવે ઉત્ક્રાંતિનો કાળ શરુ થયો છે. કવિ પોતાના તરફથી કહે છે કે અનાદિકાળથી ચેતનની સાથે વસતા, હે વૃદ્ધ મિથ્યાત્વ! શું તારી આંખો ફૂટી ગઈ છે? તને કાંઈ દેખાતું નથી? અથવા ચેતનનાં કેવળજ્ઞાનદર્શનનાં નેત્રો તો અનાદિકાળથી ફૂટી ગયાં છે. એવી ફૂટેલી આંખે શું જોવાનું હોય અને શું દેખવાનું હોય? હે મિથ્યાત્વ ઘરડા ડોસા! તું તો આ જન્મ આંધળો છે તને સ્વરૂપ જ્ઞાનનો ભાસ ક્યાંથી થાય? વળી હવે તો તું ઘરડો થઈ ગયો છે. અત્યાર સુધી તો તે આત્મમંદિરમાં રહી ઘણો વિલાસ કર્યો. વાણીવિલાસ વડે લોકરંજન પણ કર્યું પરંતુ હે અજ્ઞાની! તું કેટલો મૂર્ણ છે કે જે ઘરમાં તું રહે છે તે ઘરના માલિકને પણ તું ઓળખી ના શક્યો? તું કેટલી અધમપ્રકૃતિનો માણસ છે કે જેણે પોતાની સજ્જનતા વાપરી રહેવા આશરો આપ્યો તે તેના જ ઘરનો માલિક બની બેઠો છે. તેનાં જ્ઞાન, દર્શનાદિ રત્નભંડારોને તે દાબી દીધા છે. ઉપરાંત ઘરને ઊકરડા જેવું બનાવી દીધું છે. આ કાંઈ જેવી તેવી નીચતા નથી. સમ્યકત્વરૂપ દીકરો તારી આ સ્થિતિ ચલાવી લેશે નહીં. તારી તો હવે વૃદ્ધાવસ્થા છે. તું તો હવે મરવા વાંકે જીવી રહ્યો છે. તને હવે મોત બોલાવી રહ્યું છે કારણ કે ચેતનને સમ્યકત્વરૂપ દીકરાનો સાથ મળી ગયો છે. આગમમાં કહ્યું છે,
TIMવાર ૩વસમિય” ઉપશમ સમકિત પાંચ વાર આવે ૧
આ પ્રકારના સમ્યકત્વની પ્રાપ્તિ પછી જરૂર ક્ષપકશ્રેણી શરૂ થાય અને ક્ષપકશ્રેણીનો આરંભ થતાં મિથ્યાત્વનો સમૂળગો નાશ થઈ જાય છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ તેમજ મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય અને સમકિતમોહનીય એ તારો ખોરાક હતો પણ ક્ષાયક સમકિત પ્રાપ્ત થતાં હવે તને એવો ખોરાક મળશે નહીં માટે તારે તો ઉપવાસ કરવાનો વારો આવશે. ખોરાકના અભાવમાં તારી જીવન શક્તિ પણ ક્ષીણ થતી જશે અને છેવટે મરણ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ચેતન તો સમ્યકત્વના આધારે એવો તો શક્તિશાળી બની ગયો છે કે તે વધારેમાં વધારે અર્ધપુગલ પરાવર્તન કાળમાં અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરી લેશે. પરંતુ જો ઉપશમ સમકિત હોય તો મિથ્યાત્વ એવું જબરદસ્ત જોર
Page #192
--------------------------------------------------------------------------
________________
અનુભવ ૨સ
૧૦૮
કરે છે કે જેથી એક વખત તો ચેતનને પછાડે જ છે પરંતુ ચેતન પાછો આળસ મરડીને બેઠો થઈ જાય છે અને પછી તો એવી દોટ મૂકે છે કે મિથ્યાત્વના તો ભૂક્કા બોલી જાય છે. ચેતન સ્વરાજયને પાસ કરી જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ બની જાય છે.
હવે ચેતના! ચેતનને વિનંતીના સૂરમાં કહે છે, “જોઈ હૃદયનેત્ર, વનક્ષેત્ર પધારો પ્રીતે રે;
તારા રત્નત્રયીની સાથ, રાખો રસ રીતે રે... ૧
કે ચેતન૫રમાત્મા ! હવે તો તમે તમારી હૃદયરૂપી આંખે મારી સામું તો જુઓ અને તમે મારા હૃદયરૂપી ઘરમાં પ્રેમથી પધારો. બસ તમે મને તમારા રત્નત્રયી રંગમાં રંગી દો. ત્રિરત્નના રસમાં તરબોળ કરી દેજો. પ્રભુ ! તમારા દર્શનમાત્રથી જ મારી મિથ્યા ભ્રમણા ભાંગી ગઈ છે. બસ મારે ઘરે તો હવે નિત્યપ્રતિ દિવાળી છે. સમ્યક્ત્વરૂપ બેટડાની (પુત્રની ) મા હું આજે ગૌરવ અનુભવુ છું કે મારો દીકરો કેવો ભાગ્યશાળી છે કે તે હવે ત્રિલોકીનાથ બનશે. સંસારના સર્વ જીવોનો તારણહાર એવો મારો દીકરો મને પણ તારી ને તીર કરશે. સંયમનો તે પિતા બનશે તથા પુણ્યાત્માના પગલે ધનના ઢગલા થાય, તેમ શુદ્ધાત્માના પગલે ગુણ ભંડારોના ઢગલા થશે.
તે આત્મગુણો ક્યા છે તે બતાવતા કવિ ત્રીજી કડીમાં કહે છે, पांच पचीस पचासा उपर, बोले छे सुधा वेण... । आनंदघन प्रभु दास तुमारो, जनम जनम के सेण... । । छोराने ।।
સમકિતરૂપ પુત્રથી સંયમરૂપ દીકરાનો જન્મ થયો. તે દીકરો પાંચ, પચ્ચીસ કે પચાસ વર્ષ ઉ૫૨નો થાય છે ત્યારે તેની વાણી તથા વચનમાં શુદ્ધતા પ્રગટતી જાય છે અને જેમ જેમ સંયમપર્યાય વધતી જાય છે તેમ તેમ ભાષાસમિતિમાં ઉચ્ચતા, શુદ્ધતા આવતા ભાષામાં પણ મધુરતા ટપકે છે અને ચેતન પોતાની મધુર ભાષા વડે લાખો માણસોનું હિત કરે છે. હે આનંદઘનદેવ ! ચેતન સ્વામી હવે તારો જન્મોજન્મનો દાસ છે. તેણે હવે તારું જ શરણ સ્વીકાર્યું છે. જેથી તારા જેવો આત્મવૈભવને હું પણ પામી શકું. હે દેવ ! હવે આપ સમતારૂપ જળથી તેને સ્થાન કરાવો અને શુદ્ધ પ્રેમભાવથી તેના તરફ દૃષ્ટિ કરો.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૦૯
અનુભવ રસ સુમતિ મિથ્યાત્વ ડેણને કહે છે કે પરમેશ્વરભાષિત આગમમાં એવું વચન છે કે સમાયાવચ્છેદે, અસંખ્યાતજીવો ઉપશમસમકિતને પામીને સર્વ જીવો આગમાનુયાયીથી શુદ્ધ વચન બોલે છે કારણ કે હવે ક્ષપકશ્રેણીનો પ્રારંભ થઈ ગયો છે. હે પ્રભુ! આત્મસ્વરૂપ તમારો ઉપશમસમકિતનો દાસ છે. કારણ કે હવે તો જન્મોજન્મના તમે તેના સ્વજન છો.
આ પદમાં વિવેક, ચેતનને કહે છે કે હે ચેતન! તું સંયમરૂપ બાળકને શા માટે મારે છે? તું અસંયમથી તો મરેલો છે. માટે વિવેક મિથ્યાભાવોને કહે છે કે, હે મરેલા મડદા! બિન ઉપયોગી તું છો. જેમ નવદીક્ષિતને દીક્ષા પછી પરિસહ આવતાં અસંયમના ભાવ આવી જાય છે. (જેમકે મેઘકુમાર) આ પ્રકારના અસંયમના ભાવથી મુક્ત થવા પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. સંયમ વિના શુદ્ધચેતનાનું પ્રાકટય થતું નથી માટે જ તેની રક્ષા કરવાની રહે છે. તેથી વિવેક કહે છે કે સંયમરૂપ દીકરો હજુ નાનો છે તે ભદ્ર પરિણામી છે. તે બધાનું હિત ઈચ્છનાર છે. તે મીઠી વાણીથી બધાને બોલાવે છે. કારણકે તે ભાષાસમિતિનું પાલન કરે છે. આવા ઉત્તમ ગુણયુક્ત મારા દીકરાને તું શા માટે મારે છે? સંયમરૂપ બાળક હવે થોડો મોટો થયો છે. તે પાંચ, પચીસ વચન બોલતો નથી પણ હવે તો ઘણું બોલે છે.
પાંચ બોલ પંચ મહાવ્રત પચ્ચીસ બોલ પાંચ મહાવ્રતની પચીસ ભાવના. પચાસ – તપના ૫૦ ભેદ
સંયમરૂપ દીકરો આવા મીઠાં વચનો બોલે છે. ચરણસિત્તરી અને કરણસિત્તરીની વાતો પણ કરે છે માટે હે આનંદઘન પ્રભુ! મારા નાથ ! આ દીકરો તમારો જ છે ને તમારાથી જ ઉત્પન્ન થયો છે તેથી જ આ બાળક આપને કહે છે કે હે પ્રભુ! તમે મારા જન્મજન્મના સગા છો તેથી આ સગપણ કાયમ ટકાવી રાખજો. હું આપનો સાથ છોડવા જરા પણ ઈચ્છા રાખતો નથી. તમે મારો હાથ ઝાલ્યો છે, હવે કદી પણ મારો હાથ છોડતા નહીં, આ વચન સુમતિ ચેતનને કહે છે. તે વ્યવહારુ ભાષા પ્રયોગ દ્વારા, અધ્યાત્મના ઉન્નતભાવો અભિવ્યક્ત કરવાની કવિની શક્તિનું સુભગદર્શન, આ પદમાં થાય છે..
Page #194
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૧૦
પદ-૧૮
1. રીસાની સાપ મનાવો ?" જીવનો મૂળભૂત વીતરાગસ્વભાવ છે. છતાં પણ કર્મયોગે પોતાના સ્વભાવને ભૂલી આત્મા, વિભાવને વશ બની જાય છે. રાગ અને દ્વેષથી યુક્ત આત્મા, સાંસારિક પદાર્થોમાં રતિ-અરતિ ભાવ કરી, કર્મમલથી મલિન બને છે. જ્યાં રાગ છે ત્યાં જ તો છે જ. કોઈ વ્યક્તિને એક વ્યક્તિ પ્રત્યે પ્રેમ થાય છે તો બીજી વ્યક્તિ પ્રત્યે દ્વેષ પણ થાય છે. પરંતુ દરેક જીવને દરેક વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે દ્વેષ પણ થાય છે. પરંતુ દરેક જીવને દરેક વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેના રાગ-દ્વેષમાં તીવ્રતા કે મંદતાનો ભાવ હોય છે. ભાવના આધારે તેની વાણી-વર્તનમાં પરિવર્તન થાય છે.
કવિના આ પદમાં સુમતિ તથા ચેતનનો સુંદર વાર્તાલાપ રજૂ થયો છે. ચેતના સ્ત્રી છે, સ્ત્રી જાતિમાં રીસ અધિકતર જોવામાં આવે છે. આ પદમાં ચેતનથી, ચેતના રીસાઈ ગઈ છે. તેથી ચેતન સુમતિને કહે છે કે “હે સુમતિ! ચેતના તો જાણે શોકભવનમાં જઈને બેસી ગઈ હોય તેવું લાગે છે. તેમાં સ્ત્રીહઠ છે, તેથી તેને મનાવવી મુશ્કેલ છે.
સુમતિ ચેતનાને મનાવવાનો માર્ગ ચેતનને બતાવે છે. “માલકૌંશ રાગમાં' કવિ કહે છે, रीसानी आप मनावो रे,प्यारे बीच्च वसीठ न फेर...रिसानी सोदा अगम हे प्रेमका रे, परख न बूझें कोय; ले दे वाही गम पड़े प्यारे, और दलाल न होय...रिसानी॥३॥
આજ સુધી ચેતનને ઘણો સમજાવ્યો. અનુભવમિત્રને વિનંતી કરી. વિવેકનો આધાર લીધો. પણ “આપ મુઆ વિના મોક્ષ ન જવાય” એમ વિચારી સુમતિ સ્વયં કાંઈક કરવા તત્પર બને છે. ચેતનને હવે પોતાની ભૂલ સમજાઈ છે. ચેતનને લાગે છે કે પૌદ્ગલિક સુખોમાં રાચી રહેવું તે મારો સ્વભાવ નથી. પણ ઈન્દ્રિયજન્ય વિષયભોગનો ત્યાગ કરી, ચેતનત્વ પ્રગટાવવું તે જ મારો ધર્મ છે. ચેતન હવે ચેતનાને મળવા ઉત્સુક થયો છે. તે સુમતિને પૂછે છે કે ચેતનાને પાછી કેવી રીતે મેળવી શકાય?
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૧૧
અનુભવ રસ
સુમતિ કહે છે કે હે નાથ ! ચેતનાને આપ પોતે જ સમજાવો, વચ્ચે કોઈ દલાલ રાખવાની જરૂર નથી. વેપા૨ી દલાલ મારફત માલની ખરીદી અને વેચાણ કરે છે પણ તમારે તો પ્રેમનો સોદો કરવો છે. પ્રેમ એ કોઈ બજારુ વસ્તુ નથી કે જેથી દલાલની જરૂર પડે. પ્રેમ એ તો અંતઃકરણનો વિષય છે. કોઈપણ સ્ત્રી પોતાની અને પતિની વચ્ચે ત્રીજી વ્યક્તિને ઈચ્છતી નથી. પોતાના હૃદયના ભાવો તે પતિ સિવાય બીજે ક્યાંય પ્રગટ કરતી નથી. માટે હે ચેતન ! ચેતનાને મનાવવા હવે તારે જ જવું પડશે. તે તો સતી સ્ત્રી છે. તે કોઈ વેશ્યા કે કુલટા સ્ત્રી નથી કે તેને વચ્ચે દલાલ રાખવો પડે. સતી સ્ત્રી તો પતિને ઈચ્છતી હોય છે. પતિના મનાવવાથી તે માની જાય છે. પ્રેમનો સોદો ન હોય, પ્રેમની ભાષા પ્રેમી જ જાણે. જે વ્યક્તિ સંસા૨વાસનાથી ભરેલી હોય તે પણ જો કુળવાન હોય તો પ્રેમવાર્તા પતિ સિવાય બીજી કોઈ વ્યક્તિ સાથે કરતી નથી ત્યારે આ તો વિષયવાસનાથી રહિત અવિકારી ભાવોનો પ્રેમ છે. વીતરાગભાવોની ઉત્તમ વાતો તો જેની ભૂમિકા હોય તેની સાથે જ
થાય.
એક કવિએ કહ્યું છે,
.
" यह मीठा प्रेमका प्याला कोई पीगा किस्मतवाला'
"
આત્મપ્રેમનો મધુ૨૨સ પૂર્ણ પ્યાલો કોણ પી શકે ? યોગ્યતા સિવાય પીવાય નહીં અને પીવે તો પચે પણ નહીં માટે આ પ્રેમ પરીક્ષાને કોઈ નથી જાણી શકતું તો માણવાની તો વાત જ ક્યાં રહી ? પ્રેમ એ જોવાની કે બતાવવાની વસ્તુ નથી પણ અનુભવની ચીજ છે. જયારે એક બીજા સામસામે મળે છે ત્યારે તેની આંખોમાં અને હૃદયમાંથી પ્રેમનો સ્ત્રોત એકાએક વહેવા લાગે છે.
હવે ચેતનાને મનાવવાનો માર્ગ સુમતિ ! ચેતનને ક્યો બતાવે છે તે કવિ બીજી કડીમાં કહે છે.
,
दो बातां जीयकी करो रे, मेटो मनकी आंट... । તનળી તપત બુલ્લાએ પ્યારે, વવન સુધારસ છાંદ... રિસાની ર જયારે ચેતન શુદ્ધચેતનાને મનાવવા ઉત્સુક થયો ત્યારે સુમતિ, ચેતનને કહે છે કે, હે ચેતન સ્વામી! શુદ્ધચેતનાને સમજાવવી તે કોઇ
Page #196
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૧૨
સરલ વાત નથી. કારણકે તે સામાન્ય સ્ત્રી નથી તેથી તારે અથાગ પુરુષાર્થ કરવો પડશે. સર્વ પ્રથમ તમે તેની પાસે જઈ તમારી શક્તિની તેમજ ગુણરત્નોના ભંડા૨ની બે વાતો કરો. પરંતુ એ વાત કરતાં એક શરત મંજૂર કરવી પડશે કે તમારે તમારું અભિમાન અળગું કરી દેવું પડશે. નમ્રતાની મૂર્તિ બની આત્માની બે વાતો કરો પણ એ વાત કરતાં એક શરત આત્માની બે વાતો દિલ ખોલીને કરો. હું આમ છું અને મારામાં અનંતશક્તિ છે, બધાંને ઉખેડીને ફેંકી દઉં તેટલી મારી તાકાત છે, આવી વાણી ત્યાં ઉચ્ચરતાં નહીં, તમે અભિમાનની આંટીને કાઢી નાંખો પછી બે વાતો કરો.
અહીં લક્ષણથી અન્ય અર્થ નીચે પ્રમાણે લઈ શકાય છે. ચેતન અનાદિકાળથી પરભાવ રમણ કરી રહ્યો છે. તેથી ચેતન અને ચેતના વચ્ચે વૈમનસ્યની ગાંઠ પડી ગઈ છે. તે ગાંઠને ગાળી, આંટીઘૂંટી ઓગાળી, ફે ચેતન ! આપ ચેતનાને બે વાત કરો. પ્યારા ચેતનરાજ! આજ સુધી આપે બાહ્ય સુખ– ભોગમાં જ આનંદ માણ્યો છે તેની પ્રાપ્તિ ન થવાથી આપના શરીરમાં વિષયાગ્નિ જલી રહ્યો છે. આપ પહેલાં વાસનાના અગ્નિને બુઝાવી દો. કારણકે એક બાળક પણ અગ્નિનો સ્પર્શ કરવા ચાહતો નથી તો ચેતના તમારી આ દશા જોઈ તમારી પાસે ક્યાંથી આવે ? તેથી પહેલાં અગ્નિ શાંત કરો પણ આ અગ્નિ એની મેળે બુઝાશે નહીં. તેને બુઝાવવા ઉત્તમ સાધન જોઈએ. તે છે સર્વજ્ઞદેવનાં વચનરૂપ વાણીનું પાન જેમ કડકડતા તેલમાં ચંદનના બે છાંટા પડે તો ત્યાં તેલ ઠરી જાય છે તેમ વિષયકષાય જન્ય અગ્નિમાં તીર્થંકર પરમાત્માના સુધારસ વચનના છાંટણાં થતાં તમારો અગ્નિ શાંત થઈ જશે.
મોતીચંદભાઈ કાપડિયા લખે છે કે “ આત્મા જયારે ક્ષાયક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે ત્યારે તેને શુદ્ધચેતનાનો નિરંતર સંબંધ થાય છે પણ ત્યાર પહેલાં પરભાવ૨મણ અને સ્વરૂપ સંતાપ આ બંને ભાવો શાંત કરવા પડે છે. તેને મૂળમાંથી ઉખેડી નાખવા પડે. સર્વશ કથિત વાણીથી આ કાર્ય સહજ બની જાય છે” ૧.
ચેતનાને સમજાવવાનો આ એક રસ્તો બતાવ્યો, હવે બીજો રસ્તો સુમતિ શું બતાવે છે તે કવિના શબ્દોમાં જોઈએ.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૧૩
અનુભવ રસ नैक नजर निहालीए रे, उजर न कीजें नाथ। तनक नजर मुजरे मिले प्यारे, अजर - अमर सुख साथ।।३।।
સુમતિ, ચેતનને કહે છે કે નાથ ! જગતના સર્વ જીવો પર દયા દ્રષ્ટિ રાખો. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોમાં આપ આત્મપ્રભુનાં દર્શન કરો. આ ભાવ માટે મૈત્રીભાવ કેળવવો પડે છે. શ્રી વિનયવિજયજી મહારાજ કહે છે,
સર્વમિત્ર કરી ચિંતવો સાહેલડી રે, કોઈ ન જાણે શત્રુઓ; રાગ-દ્વેષ એમ પરિહરી સાહેલડી રે, કીજે જન્મ પવિત્ર છે. ૨
કોઈ ઉપર રાગ-દ્વેષ, ન કરતાં, સમભાવ રાખી. સર્વ જીવો સાથે બંધુભાવ કેળવવો જોઈએ. “નેક નજર' એટલે મીઠી નજર. અમીદૃષ્ટિ જયારે સર્વ જીવો સામું મીઠી નજરથી જોવામાં આવે છે ત્યારે ચેતનાને સમજાવવી સરલ બની જાય છે.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ કહે છે કેઃ “કરૂણા કીજે સર્વ જીવો પર, ભાવ દયા ચિત્ત ધારી રે” ૩
સર્વજીવો પર દ્રવ્ય અને ભાવરૂપ કરુણાદેષ્ટિથી જોવું જોઈએ. અન્યની ઈર્ષા - નિંદાથી મુક્ત થઈ જવાથી ચેતના સામે મુજરો કરવા આવશે. પ્રભુ! તમારે હવે કોની ગરજ છે? સર્વ પૌલિક ભાવોનો ત્યાગ કરી દો. જેથી ચેતના આપની ચરણસેવિકા બની જશે. હવે મુજરો કરશે. એટલું જ નહીં તે આપનું સ્વાગત કરશે. જેથી આપ અવ્યાબાધ, અખંડ, શાશ્વત સુખ પામશો. સંસારના સર્વ પ્રકારનાં દુઃખોથી મુક્ત થશો.
ચેતન શું કરે છે તે પર ધ્યાન આપતાં કવિ કહે છે, निशि अंधयारीधन घटा रे,पीउँ न वाटळो फंद; करुणा करो तो निरवहुं प्यारे, देखें तुम मुखचंद्र...। रिसानी॥४॥
ચેતનની અકળામણ ઓછી કરવા સુમતિએ ચેતનને સમજાવ્યો તથા રીસાયેલ ચેતનાને મનાવવાના વિધવિધ રસ્તા બતાવ્યા. ચેતન સમજી ગયો. હવે ચેતન ચેતનાને મનાવવા તથા મળવા ઉત્સુક થયો છે ત્યારે બીજી બાજુ સુમતિ ચેતના પાસે જાય છે તથા ખુશખબર આપી ચેતનાને સ્ત્રીધર્મ તથા પત્નીધર્મથી માહિતગાર કરે છે. સુમતિ, શુદ્ધચેતનાને કહે છે કે “તું સતી સ્ત્રી છો. પતિ તારે ઘરે આવે તેના કરતાં તે પતિને ઘરે
Page #198
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૧૪ જા તેમાં વિશેષ શોભા છે.
ચેતના પણ પોતાના યથાર્થધર્મને સમજતી હોવાથી ચેતનને ઘરે જવા તૈયાર થાય છે. પરંતુ એ સમયે ચેતના, ચેતનને વિનંતીના સૂરમાં કહે છે કે હે પ્યારા પ્રીતમ! અમાસની અંધારી રાત્રી જેવો ચારે બાજુ અંધકાર છવાઈ ગયો છે. આકાશ વાદળાઓથી ઘેરાયેલું છે. એનો અર્થ એ છે કે મોહનીયકર્મ સાથે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનાં વાદળ છવાઈ ગયા છે. જેથી ક્યાંય રસ્તો દેખાતો નથી. વળી રસ્તે ચોરે, લૂંટારા, ડાકુઓનો પણ ભય લાગે છે.
ક્રોધ, માન, માયા, લોભારૂપી લૂંટારાઓ, ઈર્ષા, દ્વેષરૂપ ચોર, કામ, વાસનારૂપ ડાકુઓ રસ્તો રોકી વિઘ્નો ઊભાં કરે છે. માટે હે સ્વામી! આપ મારા પર કૃપા કરો કે જેથી રસ્તામાં મને કોઈપણ પ્રકારનું વિઘ્ન આવે નહીં. મારો માર્ગ સ્વચ્છ અને સરલ બને. જેથી હું અપ્રમત્તગુણસ્થાનક, અપૂર્વકરણગુણસ્થાનકનો માર્ગ ઓળંગીને સંયોગી કેવળરૂપ આપના ઘરે આવી શકું અને આપના મુખચંદ્રના દર્શન કરું, આપના દર્શનથી મારા ગાત્ર પુલકિત થઈ જશે. એક કવિએ કહ્યું છે,
“તારા દર્શન માત્રથી દેવ, ભ્રમણા ભાંગી રે;
મેં તો લોકલાજની કુટેવ, સરવે ત્યાગી રે... હે દેવ! આપનાં દર્શન માત્રથી જ હું લાભ, લાભ ને લાભમાં જ છું. આપનાં દર્શનથી મારી અનાદિની ભ્રમણા ભાંગી ગઈ. માટે હવે તો બસ આપનાં દર્શન માટે મારી આંખો અતૂત છે. આપનું મુખ જોવા હું આતુર છું. બસ, હવે અનિમેષ દૃષ્ટિથી આપને જ જોયા કરું. હવે મને લોકલાજની કાંઈ પડી નથી. મેં મારી ભૂલને કારણે ઘણું ગુમાવ્યું પણ હવે આપને છોડી હું ક્યાંય જવા ચાહતી નથી. આપનાં ચરણોમાં જ મારું સર્વસુખ સમાયેલું છે. હવે શુદ્ધચેતના, ચેતનને શું વિજ્ઞપ્તિ કરે છે તે જોઈએ.
प्रेम जहां दुविधा नहि रे, नहि ठकुराईत रेज; आनंदघन प्रभु आई बिराजे आप ही समता सेज....।। रिसानी।।५।। હે પ્રભુ! જ્યાં શુદ્ધ પ્રેમ હોય ત્યાં કદી પણ ભિન્નત્વ રહેતું નથી.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૧૫
અનુભવ રસ દ્વિધાભાવ ટકતો નથી. મનમાં જુદું અને બોલવાનું જુદું તેવું વર્તન કે વાણી હોય નહીં. વળી શુદ્ધ પ્રેમમાં સ્વાર્થની ગંધ સુધ્ધાં હોય નહીં. વળી નાના-મોટાનો ભેદ પણ હોય નહીં, તેથી અહંવૃત્તિ, મોટાઈ કે અભિમાનનું તો સ્થાન જ રહેતું નથી. હે આનંદઘન પ્રભુ! આપ જ ચેતનાને દ્વારે પધારો અને સમતારૂપ સેજમાં બિરાજો. '
ચેતન સ્વઘર સિધાવે પછી કોઈ વિકલ્પને સ્થાન રહેતું નથી. વિભાવનું વમન કરી, સ્વભાવ તરફ ઝુકતા ચેતનની ચેતના જાગૃત થાય છે. અનંતકાળથી વિખૂટા પડેલ ચેતન-ચેતનાનું મધુર મિલન થાય છે. પછી તો આનંદરસની રંગરેલી જ હોય ને. આ પદમાં અધ્યાત્મભાવોનું ઉડાણ અને ગાંભીર્ય દશ્યમાન થાય છે.
આનંદઘનપ્રભુ! પોતાની પ્રિયાને મળવા ઈચ્છે તો છે પણ જે માણસ વર્ષો થયા ઘરે ગયો ન હોય તથા પોતાની પત્ની સામું જોયું ન હોય તેને ઘરે જતાં શરમ આવે તથા ડર પણ લાગે. માનવ વિચારે પણ ખરો કે હું કેમ ઘરે જાઉં? કેવી રીતે પત્નીને સમજાવું? શી વાત કરું? વાતની શરૂઆત કેવી રીતે કરું? વગેરે પ્રશ્નો થાય તથા તેનું સમાધાન પણ સહજ રીતે અંતઃકરણમાંથી મળી જાય છે. -
કવિશ્રીએ આ પદમાં માનવીયકરણ કરી આત્માની વ્યાકુળતા જાહેર કરી છે. સુમતિ, ચેતન – ચેતનાને મિલન કરાવવા ન્યાયાધીશનું કામ કરે છે.
કવિએ આ પદમાં, પ્રણયની પરિભાષાના શબ્દોનો, આધ્યાત્મિક દષ્ટિએ વિનિયોગ કર્યો છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૧s
પદ-૧૯,
"दुलह नारी तुं बडी बावरी" સ્વભાવદશાને ઢંઢોળીને જાગૃત કરે એવું આનંદઘનજી મહારાજનું આ પદ મર્મસ્પર્શી છે. કવિશ્રીએ ચેતન, ચેતનાની આંતર-બાહ્યદશાનું આબેહૂબ વર્ણન કરેલું છે. સ્વપુરુષાર્થથી વિકાસની શ્રેણી પર આત્માએ ચડવાનો ક્રમ અહીં બતાવવામાં આવ્યો છે. આ ક્રમ વિધિપૂર્વક જ હોય છે. અવિધિથી ઉટપટાંગ રીતે આત્મશુદ્ધિ તો ન થાય. અરે! એ માર્ગે ચાલવાની યોગ્યતા પણ પ્રાપ્ત ન થાય માટે સર્વપ્રથમ જીવ સત્ પુરુષાર્થથી માર્ગાનુસારી બને છે અને પછી અનાદિ મિથ્યાભાવોનો ત્યાગ કરી પહેલાં મિથ્યાત્વ ગુણસ્થાનકથી બેઠો થાય છે તથા આગળ વધવા પગ ઉપાડે છે. ચેતન પગ ઉપાડી ચેતના પાસે જાય છે ત્યારે ચેતના શું કહે છે તથા ચેતન, ચેતનાની આ દશા જોઈને ચેતનનો અનુભવ મિત્ર કે જે દરેક ક્ષણે ચેતનની સાથે જ રહે છે તે ચેતનાને શું કહે છે તે કવિશ્રી વેલાવલ રાગમાં' કહે છે.
दुलह नारी तुं बडी बावरी, पिया जागे तुं सोवे; पिया चतुर हम निपट अग्यानी, न जानु क्या होवे ?।। १॥
નવપરિણિત સ્ત્રીને દુલ્હન કહેવામાં આવે છે. સામાન્ય રીતે સ્ત્રી જાગે અને પતિ સૂવે. પતિને સુવરાવ્યા બાદ પત્ની સૂઈ જાય. પરંતુ અહીં તો પત્ની સૂતી છે ને પતિ જાગે છે. તેવી વિપરીત સ્થિતિ છે. તેથી અનુભવરૂપી મિત્રને આશ્ચર્ય થાય છે અને તે શુદ્ધચેતનાને કહે છે કે હે ચેતના! તું કેવી મૂર્ખ છો? તારો પતિ જાગે છે અને તું સુતી છો? આ પદનો ગૂઢાર્થ છે હે ચેતન? તું દ્રવ્યક્રિયામાં જાગે છે એટલે વિભાવમાં જાગે છે. સંસારના હેતુભૂત સ્ત્રી-પુત્રાદિક વગેરેમાં પ્રેમભાવ રાખવો તથા સંતાન માટે ખટપટ કરવી તે મોહની નિશાની છે. ચેતન તેમાં જાગતો રહે છે. એટલે કે તે વિભાવમાં જાગતો રહે છે ત્યારે ચેતના કહે છે કે હું તો માર્ગની બિલકુલ અજાણ છું. વળી આમ પારકા ઘરે રખડતા પતિથી પત્ની રીસાઈને સૂતી રહે તેમાં કોઈ આશ્ચર્યરૂપ ઘટના નથી.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૧૭
અનુભવ રસ પતિને સ્વસ્થાને લાવવા પત્નીએ એમ કરવું પણ પડે છે. અનુભવમિત્ર, કહે છે કે હે ચેતના!ચેતનને મળવા તું અનંતકાળથી ઉત્સુક છે. આજે એ દુર્લભ સમય આવી ગયો છે. પ્રબળ પુરુષાર્થે તે પ્રાપ્ત થયો છે. ત્યારે કેવળજ્ઞાન દૃષ્ટિરૂપ હે ચેતના! તું કેમ સૂતી છો?
અવિરતિગુણસ્થાનક પ્રાપ્ત થતાં મતિ, શ્રુત જ્ઞાન પ્રાપ્ત થાય છે. ત્યારે ચેતન જાગે છે પરંતુ કેવળજ્ઞાનાવરણીય કર્મના આવરણને કારણે ચેતના સૂતી છે. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ કહે છે કે “મારો આત્મસ્વામી ત્રણ ભુવનનો નાથ છે. પણ કર્મના આચ્છાદનને કારણે હું તે વાતથી તદ્ન અજાણી છું. વળી મારા પર એટલા બધાં આવરણોનાં જાળાં જામ્યાં છે કે ચોથા ગુણસ્થાનકે રહેલા મારા આત્મસ્વામીને ઓળખી પણ શકતી નથી અને અત્યંત ગાઢ આવરણને કારણે મારી દૃષ્ટિ ચોથા ગુણસ્થાનકે પણ ઉઘડતી નથી. જ્યાં સુધી મારાસ્વામી મારી સામું ન જુએ ત્યાં સુધી હું તો દુઃખી જ છું અને મારી સર્વશક્તિઓ આવરિત જ રહે છે.
કવિએ ચેતનાના ભાવોને જાણ્યા પછી ચેતન પાસે બીજી કડીમાં બોલાવે છે, ___ "आनंदघन पिया दरस पियासे, खौल चूंघट मुखजोवे... दुल।।२।।
શુદ્ધચેતના, પોતાના આત્મસ્વામીને મળવા ઉત્સુક છે. પણ ચેતન ચોથા ગુણસ્થાનકને છોડી, તેરમા ગુણસ્થાનકે આવે નહીં ત્યાં સુધી તે પોતાના સ્વામીને મળી શકતી નથી.
સુમતિ તથા સમતાના કહેવાથી શુદ્ધચેતના (એટલે કે કેવળજ્ઞાન દૃષ્ટિરૂપ ચેતનની પત્ની) ચેતનને મળવા અત્યંત ઉત્સુક બની, ચેતનના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન ધરવા લાગે છે. જેથી શુદ્ધ પરિણતિને આધારે ચેતન પોતાના સ્થિરતારૂપ સ્વરૂપચારિત્રથી ગુણસ્થાનકની ઉચ્ચ ભૂમિકાને પ્રાપ્ત કરવા લાગ્યો. અંતે ક્ષપકશ્રેણી વડે ઉપર ચડતા ચડતા બારમાં ક્ષીણમોહ ગુણસ્થાનકના અંતે (દ્વારે) આવી પહોંચે છે ત્યારે આત્માની શુદ્ધ પરિણતિરૂપ શુદ્ધચેતના કેવળજ્ઞાનાવરણીયરૂપ કર્મનો ઘૂંઘટ ખોલીને ચેતના દર્શનમાં સ્થિરતા સાધે છે તથા ચેતનસ્વામીના સંપૂર્ણ સ્વરૂપને સાક્ષાત્પણે નીરખવા લાગે છે. તેમાં જ ઐકય અનુભવે છે અને અદ્વિતને પામે છે માટે જ કવિ કહે છે,
Page #202
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૧૮ તારા રત્નત્રયની સાથ, રાખો રસ રીતે રે”
ચેતન તથા ચેતનાનું મિલન થતાં ચેતના કહે છે કે હે પ્રભુ! જેમ તમે અને જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રિરત્નો જુદાં નથી તે અભેદભાવે હંમેશાં આપનામાં રહે જ છે તે રીતે મને પણ અભેદભાવે આપનામાં લયલીન બનાવી દો. હવે પછી આદિ અનંતકાળમાં પણ મારો – તમારો વિયોગ થશે નહીં.
સતી સ્ત્રી હંમેશા પોતાના સ્થાનમાં જ રહે છે. તે ગમે તેવા સમયે પણ જારસ્ત્રીઓની પેઠે કુલમર્યાદા ત્યાગતી નથી પણ પોતાની કુળ આબરુને સાચવી રાખે છે.
કેવળજ્ઞાન દૃષ્ટિરૂપી સ્ત્રી આત્માના અસંખ્યાત પ્રદેશરૂપ સ્વઘરમાં રહે છે. તેના ઉપર ગમે તેટલાં કર્મનાં આવરણો આવે છતાં પણ પોતાનાં આત્મસ્વામીને ત્યજીને અન્યની બનતી નથી. આત્મસ્વામી આવરણો હટાવી સ્વગૃહે પધારે છે ત્યારે ચેતના, ચેતનનું સ્વાગત કરવા હાથમાં કેવળદર્શનની વરમાળા લઈ ઊભી રહે છે. સ્વામીનાં દર્શન થતાં જ મોક્ષરૂપમાળા તેના ગળામાં આરોપે છે તથા અનંત અનંત કાળ સુધી એકરૂપ થઈ બની રહે છે.
આ પદમાં ઘૂંઘટ ખોલી, પિયાનાં દર્શન કરવાની વાત છે. કેવળજ્ઞાનાવરણીય કર્મરૂપી ઘૂંઘટ ખુલ્લી જતાં ચેતન,ચેતનાનાં મુખદર્શન કરે છે અને ચેતના – ચેતનનાં મુખદર્શન અનિમેષ દૃષ્ટિથી કરતાં તેમાં લીન બની જાય છે.
આ પદ આત્માની ઉચ્ચભૂમિકાનાં દર્શન કરાવે છે. અનુભવ મિત્રના બોધથી ચેતન જાગૃત થાય છે. ચેતના સતી પતિના ધ્યાનમાં બેસી જાય છે. સ્વરૂપ રમણતામાં સ્થિરતા વધતા ચેતનની ગતિ શીધ્ર બને છે. તે દોડીને બારમા ગુણસ્થાને જઈ મોક્ષનાં બારણા ખખડાવે છે.
- આ પદ ઘણું ટૂંકુ છતાં અર્થ સભર છે. કવિએ સરસ સંવાદ ગૂંથી લીધો છે. ચેતન અને ચેતનાની વિયોગની સ્થિતિનું તેમાં તાદેશ ચિત્ર ઉપસેલું છે.
H. REHERE | _| |
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૧૯
અનુભવ રસ
પદ-૨૦
“કાગ સુદ્દીન નારા વધૂ માન” જેના આધારે, જેના પાયા પર આખો સંસાર ઊભો છે તથા સાહિત્યક્ષેત્રમાં જેને રસોનો રાજા કહ્યો છે તે શૃંગારરસ છે. આ સાંસારિક રસ એકંદરે સર્વજનને પ્રિય હોય છે. સહુ જીવોને તે આકર્ષે છે. સંસારી જીવમાત્રમાં મૈથુન સંજ્ઞા છે. સંસારરસના કવિઓએ આ રસનું સાંસારિકભાવથી નિરુપણ કર્યું છે. ત્યારે અધ્યાત્મરસના કવિઓએ આ રસને અધ્યાત્મરૂપ આપેલું છે. શૃંગારરસ આખા યે સંસારને હચમચાવી નાખે એવો છે પરંતુ તે જો અધ્યાત્મમાર્ગે વળે તો જીવના અનાદિકાળના સંસારભાવને હચમચાવી નાખે. અરે! એટલું જ નહીં પણ ઉખેડી નાખે.
કવિશ્રી આનંદઘનજી મહારાજે “ગોડી – આશાવરી રાગમાં આ વીસમા પદની રચના કરી છે. પદનો પ્રારંભ કરતાં કવિ કહે છે,
आज सुहागन नारी, अवधू आज - मेरे नाथ आप सुघलीनी, વરીના નિક સંવારી... અવધૂ...૧
ચેતન, જયારે ચેતનાના પ્રાંગણમાં આવે છે ત્યારે ચેતના હર્ષઘેલી બની જાય છે કારણકે જે અનંત અનંત કાળથી પતિ વિરહિણી હતી. બારીએ અને ગોખે બેઠી બેઠી તે રાત દિવસ પતિની રાહ જોતી હતી. પોતાની આંતરિક વેદનાના સંદેશા સુમતિ, સમતા અને અનુભવ સાથે વારંવાર પતિને મોકલતી હતી એવી એ ચેતનારાણી આજે પોતાના પુરુષાર્થની સફળતા દેખતાં આનંદવિભોર બની ગઈ છે.
શુદ્ધચેતના નાચતી, કૂદતી, ગાતી ફરે છે આજે હું ભાગ્યશાળી બની ગઈ. કારણકે આજે તો ખુદ મારાદેવે આવી મારી સંભાળ લીધી. તેથી મારું સૌભાગ્ય વૃદ્ધિ પામ્યું છે. હું સૌભાગ્યવતી તો ત્રણેય કાળમાં છું જ પણ આજે એ સૌભાગ્ય પ્રગટ થયું છે.
હે આત્મસ્વામી! આપના અસંખ્યાત પ્રદેશમાં હું વ્યાપેલ છું પણ જેમ મલિન કપડાંને પાણી અને સાબુ બરાબર લગાવવાથી સ્વચ્છ બની જાય છે, તેમ હું આપની સહચારિણી આપના ચરણની ચરણસેવિકા
Page #204
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૨૦
આપના એક એક પ્રદેશ પર સ્થાન મેળવીશ. ત્યારે ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષરૂપી જે મલિનતા છે તે નાશ પામી જશે. હે પ્રભુ ! આપને મળવાના મેં અનેક ઉપાયો કર્યાં, છેવટે આજે એમાં સફળતા મળી અને મારી અભિલાષાઓ પૂર્ણતાને પામી.
શુદ્ધચેતનાને ચેતનના દર્શન થતાં તે કેવા પ્રકા૨નો શૃંગાર કરે છે તે વાત કવિ આનંદઘનજી બીજી કડીમાં કહે છે,
प्रेम प्रतीत राग रुचि रंगत, पहिरे जीनी सारी; મર્દિવી મવિત્ત રંગી રાવી, ભાવ બંનન મુષોરી - અવધૂ.. ।। ૨।।
આર્યનારી પતિના મનોરંજન માટે પોતાના શરીર ઉપર વિધવિધ પ્રકારનાં શૃંગાર કરે છે. પરંતુ પતિ જો દૂર દેશાવર હોય તો સતી સ્ત્રી શૃંગારનો ત્યાગ કરી સફેદ વસ્ત્ર પરિધાન કરે છે. પત્ની પતિના મનોરંજન માટે શરીર પર ઝીણી સાડી પહેરે છે. કારણકે તે સાડીમાંથી પોતાનાં અંગપ્રત્યંગના દર્શન થતાં પતિ તેના તરફ આકર્ષાય છે. તેવી રીતે શુદ્ધચેતના પણ ચેતન મળતાં શૃંગાર સજે છે. કહેવત છે કે સારાં કપડાં તથા અલંકાર ગારાની ગોરને પહેરાવો તો તે પણ સુંદર લાગે છે ત્યારે માનવ શૃંગા૨ ક૨ે તો કોને ન ગમે ? અહીં શુદ્ધચેતના પણ શૃંગાર કરે છે. તેમણે પ્રેમની પ્રતીતિ કરી રાગચિના રંગથી રંગેલી ઝીણી સાડી શરીર ૫૨ ધારણ કરી છે.
કવિએ આ કડીમાં ચાર શબ્દનો પ્રયોગ કર્યો છે. તેમાં સર્વ પ્રથમ ‘પ્રેમ’. પ્રેમ એટલે જે વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે પ્રેમ હોય તે વ્યક્તિ કે વસ્તુ માટે જાણતાં અજાણતાં એવું જ કાર્ય થાય કે જે તેનાં સર્વાંગ ઉત્કર્ષ માટે જ હોય. પ્રેમ સર્વજનપ્રિય છે. આ શબ્દમાં બંધુભાવ છે. પ્રેમમાં નિર્દોષતા છે તથા પ્રેમમાં પવિત્રતા પાંગરે છે. સર્વજન હિતાય અને સર્વજનસુખાયની ભાવના કેળવાય છે. જેના પ્રેમમાં જે રંગાય છે તેની પાછળ તે ઘેલાં હોય છે. તેને તેના સિવાય બીજે ક્યાંય ગમતું કે ગોઠતું નથી. પ્રતીત.... વિશ્વાસ.... શ્રદ્ધા. શ્રદ્ધા તો આત્માનો સ્વભાવ છે, તે ગુણ છે, ગુણનો નાશ ન થાય પરંતુ તેમાં વિકૃતિ જરૂર આવી શકે છે. હવે ચેતનાને ચેતનના દર્શન થઈ ગયા તેથી તેને પ્રતીતિ થઈ ગઈ છે કે હવે ચેતન મને છોડીને ક્યાંય જવાનો નથી.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૨૧
અનુભવ રસ શ્રી મોતીચંદ કાપડિયા લખે છે, પ્રતીત.... વિશ્વાસ, વિચારણાપૂર્વકના જ્ઞાન સાથે તીર્થંકર પરમાત્માએ જે હકીકત બતાવી છે તે સત્ય છે. એવી અડગ શ્રદ્ધાને, આસ્થાનું પ્રતીત કહેવામાં આવે છે. પ્રતીતિપૂર્વકની શ્રદ્ધા કદી પણ ઓછી થતી નથી તેમજ ચલ-વિચલ પણ થતી નથી. સુદેવ, સદ્ગુરુ તથા સુધર્મ પ્રત્યે જે પ્રેમ થાય છે તે પ્રશસ્તરાગ છે. સ્વાર્થ તથા લોભ કે મોહથી થતો રાગ સંસારવૃદ્ધિનું કારણ બને છે. આવા રાગના ત્યાગની વાતો દરેક સંતોએ કરી છે.
- શ્રી યશોવિજયજી મહારાજ કહે છે, - " રાગ ન કરશો કોઈ જન કોઈશું રે, ન રહેવાય તો કરજો મુનિશું રે! મણી જેમ ફણી વિષનો તેમ તે હો રે, રાગનું ભેષજ સુજસ સનેહો રે ૧
આવા પ્રકારનો રાગ છેવટે નીરાગતાનું કારણ બને છે. રુચિ એટલે કે ઈચ્છા. સ્વકર્તવ્યપૂર્તિકારક સમકિતરૂપ શ્રદ્ધા.
આ રીતે પ્રેમ – પ્રતીત રાગ – રુચિના રંગથી રંગાયેલી ઝીણી સાડી ચેતનાએ પહેરી છે જેથી ચેતનનું વિશેષ આકર્ષણ થાય છે.
નવપરિણીત સ્ત્રી હાથે મહેંદી મૂકી, હાથને ઠંડા તથા લાલ બનાવે છે. તેમ કરવાથી તેની સુંદરતામાં વૃદ્ધિ થાય છે. તેમ ચેતનાએ પતિભક્તિની મહેંદી મૂકી છે. ભક્તિનો રંગ એવો અભિનવ છે કે તેની લયમાં રાવણ જેવા અનેક જીવો પરિત સંસારી થઈ ગયા. ભક્તિ એ પુષ્ટ અવલંબન છે. ભક્તિમાં અગાધ શક્તિ છે. ભાવયુક્ત ભક્તિ ભગવાનને ખેંચી લાવે છે. શબરીની ભક્તિથી ભગવાન રામ ખેંચાયા, દ્રૌપદીની આંતરિક ભક્તિથી કૃષ્ણ અદેશ્ય રહી હાજર થયા. ભક્તિ, પરંપરાએ અવશ્ય મુક્તિ અપાવે છે.
સામાન્ય રીતે દરેક સ્ત્રીને ટેવ હોય છે કે તે શૃંગારની સાથે આંખોમાં કાજળ આંજી, પાંપણ પાસે કાજળની કાળી પાતળી રેખા બનાવે છે. એથી મોઢાની સુંદરતામાં ઓપ આવે છે. શુદ્ધચેતનાએ પોતાના સ્વભાવગત પારિણામિક ભાવોનું આંજણ આજેલ છે. શુદ્ધભાવોમાં તન્મયતા આવતા ચેતના તો ચેતનનાં ધ્યાનમાં સ્થિર થઈ ગઈ છે.
આ કડીમાં ત્રણ પ્રકારના શુંગાર કહ્યા. પતલી સાડી – શ્રદ્ધારૂપ સાડી, ભક્તિરૂપ મહેંદી, ભાવરૂપ અંજન આ ત્રણે ભાવો આત્મામાં
Page #206
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૨૨ પડ્યા છે. જેને આપણે જ્ઞાન, દર્શન અને ચારિત્ર કહીએ છીએ. જ્ઞાનરૂપ આંખોમાં અંજન છે. એક સુભાષિતકાર કહે છે,
अज्ञान तिमिरान्धानाम ज्ञानांजन शलाकया।
यक्षुरुन्मिलितं येन, तस्मै श्री गुरवे नमः।।
ગુરુદેવ જ્ઞાનરૂપી અંજન આંખમાં આંજી, અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરે છે. શ્રદ્ધાભક્તિરૂપ દર્શન છે અને ચારિત્રરૂપ જીણી સાડી પહેરી છે. કુળવધૂ આવા ઉત્તમ શૃંગારથી પતિને પોતાનો કરીને રાખે છે. ચેતના આવો શૃંગાર શૃંગારભવનમાં જઈ કરી રહી છે. ત્રીજી કડી જુઓ:
सहज सुभाव चूरी मै पेनी, थिरता कंकन भारी। ધ્યાન કરવશ કરવી, પિય ગુનામીત...માધાર વધૂ...રૂા.
સ્ત્રીઓ સૌભાગ્યના ચિહ્નરૂપ હાથમાં કંગન પહેરે છે. જયારે તે સૌભાગ્યવતી હોય ત્યારે પતિના આનંદ માટે અધિક બંગડીઓ પહેરે છે, વળી ચૂડીઓનો અવાજ કર્ણપ્રિય પણ લાગે છે. વધારે ચૂડીઓ માણસની હસ્તિનો પણ ખ્યાલ આપે છે. તેવી રીતે શુદ્ધચેતના કહે છે કે મેં સહજ સ્વભાવરૂપ સૌભાગ્યના ચિહ્નરૂપ બંગડીઓ પહેરી છે. વળી જ્ઞાતાદૃષ્ટારૂપ મારો સ્વભાવ છે. જે ત્રણ કાળમાં મારાથી ભિન્ન થતો નથી. તે દરેક સ્થિતિપરિસ્થિતિમાં સાથે જ હોય છે. અહીં સુભાવ શબ્દ પ્રયોજયો છે. તેનો અર્થ છે આત્માનો સહજ પરમ પરિણામિક ભાવ. તે મારો ભાવ છે. જે હર હાલતમાં જીવની સાથે જ રહે છે. સહજ સ્વભાવરૂપ જ્ઞાતાદેષ્ટા ભાવ છે. વળી બે હાથમાં બે ચૂડીઓ છે તે જ્ઞાતાદેષ્ટારૂપ જીવની શક્તિઓ છે. તે આત્માથી કદીપણ અલગ સંભવી શકે નહીં. આવી બે ચૂડીઓની વચ્ચે શુદ્ધચેતનાએ સ્થિરતારૂપ કંગન પહેર્યા છે. સારા પ્રસંગે પહેરતા કંગન શોભારૂપ બને છે તથા કિંમત પણ થાય છે. તેમ આત્મા જયારે સ્વરૂપ રમણતામાં સ્થિરતા ધારણ કરે છે ત્યારે આત્માનંદમાં તરબોળ બની જાય છે. યોગ અને કષાયને કારણે આત્મપ્રદેશો જે પ્રકંપિત થાય છે. તે સ્વભાવ રમણતા થતાં સ્થિર બની જાય છે. જેટલી દૃઢતા પૂર્વકની સ્થિરતા તેટલી કમ મલિનતા ઓછી અને આત્મવિશુદ્ધિ અધિકા શુદ્ધચેતનાની દૃષ્ટિ એક ચૈતન્ય પ્રભુ સિવાય બીજે ક્યાંય નથી. શુદ્ધચેતનાને ધ્યાનરૂપ વડારણે ખોળામાં બેસાડી છે અને ગળામાં ગુણરૂપ
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૨૩
અનુભવ રસ માળા ધારણ કરી છે. કારણ કે પતિવ્રતા સ્ત્રી પતિમય થઈ જતાં પતિની સંપત્તિમાં પોતાનો અધિકાર અધિકાર માને છે. ચેતનની સંપત્તિ છે ગુણરત્નોનો ભંડાર, માટે ચેતનાએ ગુણરત્નની માળા ગળામાં ધારણ કરી છે. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ કહે છે,
આત્માની જેમ જેમ સ્થિરતા વધતી જાય છે તેમ તેમ મોહનીયકર્મનો ક્ષય થતો જાય છે. પ્રમત્તગુણસ્થાનક કરતાં અપ્રમત્ત ગુણસ્થાનકમાં સ્થિરતા અધિક પ્રગટે છે. તેથી ચેતના સમતારૂપ સખીને કહે છે કે હે સખી! જે સ્ત્રી પોતાના સ્થિરભાવે રહેતી નથી. ઘડીમાં માસો અને ઘડીમાં તોલો થઈ જાય છે. તે પોતાના સ્વામીની અવહેલના કરાવે છે. ચેતના કહે છે મારી દૃષ્ટિ ક્ષણે ક્ષણે મારી ચૂડીઓ ઉપર પડે છે જેથી હું પરભાવમાં રંગાતી નથી. સહજ સ્વભાવરૂપ ચૂડીઓ છે અને સ્થિરતારૂપ કંગન છે. સ્થિરતારૂપ કંગન એમ સૂચવે છે કે સદાકાળ આત્મસ્વામીની આજ્ઞામાં રહેવું. ચેતના કહે છે કે “મારા હૃદયમાં મેં ધ્યાનરૂપ ઊર્વશીને ધારી છે. સ્ત્રીઓ પોતાના હૃદયમાં શોક માદળિયા પહેરે છે. ધ્યાનરૂપ ઉર્વશી છાતીમાં ધારણ કરવાથી કોઈ તરફથી પીડા થતી નથી. અરે! ધ્યાનના યોગે મોહ શત્રનું જોર ચાલતું નથી.
આત્મા ધ્યાનારૂઢ થતાં ને સ્થિરતાં વધતાં મોહશત્રુ તો ભાગે છે પણ તેના સાથીદાર બીજાં ઘાતકર્મો પણ નાશ પામી જાય છે. ઘાતકર્મોનો ક્ષય થતાં ચૈતન્યની સૂરત ખીલી ઊઠે છે. ચેતનની સૂરત કેવી છે તે કવિ ચોથી કડીમાં કહે છે.
सुरत सिंधूर मांग रंग राती, निरते वेनी समारी। , उपजी ज्योत उद्योत धट त्रिभुवन, आरसी केवल कारी॥४॥
શુદ્ધચેતનાએ શૃંગાર સજયો. તેમાં શુદ્ધ ઉપયોગનો સેંથો પૂર્યો છે. લગ્નગ્રંથિથી જોડાયેલી સ્ત્રીને લગ્નને દિવસે સર્વપ્રથમ તેનો પતિ સેંથો પૂરી સૌભાગ્યદાન કરે છે. તેવી રીતે શુદ્ધચેતનાએ કાળજીપૂર્વક વિરોક્તભાવોનો અંબોડો વાળી સરસ કેશકલાપ કરી તેમાં શુદ્ધોપયોગનો સેંથો પૂર્યો અને કેવળજ્ઞાનનું સિંદૂર પૂર્યું કારણકે જ્ઞાનનો રંગ લાલ છે અને નવકારમાં સિદ્ધભગવાનનો રંગ પણ લાલ કહ્યો છે. જયારે ચેતન,ચેતનાનો સંયોગ થાય છે ત્યારે મૂળગુણો પ્રગટ થાય છે અને તેમાં જ મગ્ન રહે છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૨૪
શ્રી મોતીચંદજી કાપડિયા લખે છે, “જ્ઞાનગુણ તે આત્માની શક્તિ છે. જ્ઞાનોપયોગ તે શક્તિની વપરાશ છે. શક્તિ જ્યાં સુધી અવ્યક્તરૂપે રહે ત્યાં સુધી તે અંદર પડી રહે છે તેને Potential એ Kinetic Energy છે. ૧
શૃંગારભવનમાં શૃંગાર કરી, ચેતના સ્વગૃદ્ધે સિધાવે છે અને ચેતન સ્વામીની રાહ જોઈ રહી છે. ચેતનદેવ પોતાના મંદિરે પધારે અને અંધકાર હોય તે કેમ ચાલે? તેથી શુદ્ઘચેતનાએ કેવળજ્ઞાનનો દીપ પ્રગટાવ્યો. જેથી ત્રણેલોક પ્રકાશિત થાય છે. અર્થાત્ લોકાલોકનું સ્વરૂપ સ્પષ્ટ સમજાય છે. પહેલાં જે સ્થિતિ સમજાણી નહોતી તે જાણે પ્રત્યક્ષ હોય તેમ દેખાય છે અને આરસીમાં જેમ પદાર્થ કે વ્યક્તિ જેવી હોય તેવી દેખાય છે તેમ કેવળજ્ઞાનમાં પદાર્થ પ્રગટપણે જણાય છે. જ્ઞાનનું કામ જાણવાનું છે તો દર્શનનું કામ જોવાનું છે. તેથી કેવળજ્ઞાનની આરસીમાં શુદ્ધ ચેતનના સ્વરૂપને નિહાળે છે. દર્શનનું આવરણ હટી જતાં વાસ્તવિક પોતાના ઘરમાં જે હતું તે જ બહાર પ્રગટ થયું છે. આ દશા પ્રગટ થતાં તેની કેવી સ્થિતિ થાય છે તે કવિ આ પદની પાંચમી કડીમાં કહે છે..
उपजी धुनी अजपाकी अनहद जितनगारे वारी
ઊંડી સવા આનંવધન વરવત, વન મોર
"
નતારી... અવધૂ... ।। ક્।।
જે સમયે ચેતન તથા ચેતનાનું મિલન થાય છે ત્યારે ચેતનાના દ્વારે વિજય ઠંડા વાગે છે. તેમજ સતત સોહમ્ સોહમ્નો ધ્વનિ થવા લાગે છે. અરે ! હાર્ટના ધબકારાને પણ સમયાન્તર રહે છે. તેટલું અંતર પણ નથી પડતું. નિરંતર અજપાજાપ થતાં થતાં અનાહત નાદ શરૂ થઈ જાય છે. તેનો ધ્વનિ લૌકિકવાજિંત્રોનાં અવાજથી પણ અતિ મધુર હોય છે. જેને યોગની ભાષામાં અનાહનાદ કહેવાય છે, ચિંદાનંદજી મહારાજ એ ધ્વનિ પર વિવેચન કરતા એક જગ્યાએ કઠે છે,
ચિદાનંદજી મહારાજે આ પદમાં અજપાજાપની અતિ ઉત્તમ સ્થિતિ બતાવી છે. કુમતિનો સંગ સર્વથા ત્યાજય છે, કારણ કે તે એવી ઠગારી છે કે કાચ આપી ચિંતામણિરત્ન લઈ જાય છે. પરંતુ અનુભવીઓએ તો આત્માનું સ્વરૂપ ત્રણ લોક વ્યાપકપણે બતાવ્યું છે. પણ જો પુરુષાર્થ વડે અજપાજાપનો દિવ્યધ્વનિ ચાલે તો તેની લયનો આનંદ અંદર આવે છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૨૫
અનુભવ રસ ધ્વનિ અંદર સંભળાય છે બહાર નહિ. પરંતુ અનુભવ વિના તેનું સ્વરૂપ સમજી શકાય નહીં.
અનાહતનાદનાં જિતનગારા ચેતનાને વારે વાગવા લાગ્યા. જેથી શુદ્ધચેતના પિયુ મિલન માટે અતિ ઉત્સુક બની ગઈ છે. ચેતનરાજ પણ હવે ચેતના વિના રહી શકે નહીં એવી ભાવધારામાં ખેંચાઈ રહ્યાં છે. બંનેનાં મિલનની તીવ્રતા વર્તતા ચેતન – ચેતનાના હૃદયમાં આનંદરસની અનરાધાર વર્ષા થવા લાગી. આજ સુધી ચેતન ચેતનાનો ભેદ હતો તે હવે અભેદપણે રહેવા લાગ્યા. દીર્ઘકાળની કામના પૂર્ણતાને પામતાં બંનેનો આત્મ મયૂર એકતાન થઈ નાચવા કુદવાને ગાવા લાગ્યો. આનંદના અવસરે આત્મમયૂર પણ આનંદરસની વર્ષામાં મસ્ત બને છે. ચેતના કહે છે કે સર્વત્ર અસંખ્યાત પ્રદેશમાં નખથી શિખ પર્યત આનંદની ઘનઘટા છાઈ ગઈ છે. દુઃખનું સ્વપ્ન પણ હું ભૂલી ગઈ છું. આનંદઘન સ્વામીના સહવાસમાં ત્રિવિધ તાપ ટળી ગયા. હવે કોઈ પણ જાતનો ઉપદ્રવ રહ્યો નથી.
કવિશ્રીએ આ પદમાં શૃંગારરસનું સુંદર આલેખન કર્યું છે. પોતે એક ત્યાગી સંત હોવા છતાં સ્ત્રી સૌંદર્યનું યથાતથ્ય જ્ઞાન ધરાવતા આ સંત સાહિત્યક્ષેત્રમાં ઘણું ઉંડાણ અનુભવ્યું છે. લૌકિકવાતને અધ્યાત્મ ભાવોના તારમાં ગૂંથીને કવિએ માનવમનને બદલવા સફળ પ્રયાસ કર્યો છે. મુનિશ્રી સહજ અને સરલતાથી લોકષ્ટિ બદલી શક્યા છે. સ્ત્રીઓના સોળશૃંગાર કવિએ આ પાંચ કડીના પદમાં વર્ણવ્યા છે. શૃંગારરસસભર આ પદમાં બાહ્યઆંતર અનુભૂતિનું અલૌકિક દર્શન કરાવે છે. આ પદ સાહિત્યક્ષેત્રમાં ઉત્તમ ગણી શકાય તેવું સ્થાન ધરાવે છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
અનુભવ ૨સ
પદ-૨૧ 茶茶茶茶茶茶
૧૨૬
“નિશાની દાં વતાવું રે”
સંસારમાં અનેકાનેક પદાર્થ તથા જીવરાશિઓ છે, તેમાં કેટલાક દૃષ્ટ છે તો કેટલાક અદૃષ્ટ છે. કેટલાયે પદાર્થનું કાર્ય, સૃષ્ટિ ૫૨ દૃશ્યમાન હોવા છતાં તે પદાર્થ અદૃશ્ય હોય છે.
જૈન પરિભાષામાં જેને દ્રવ્ય કહેવાય છે. ( જેવા કે ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યો ) તેનું કાર્ય જણાય છે પરંતુ તે મૂળદ્રવ્ય દૃષ્ટિગોચ૨ થતું નથી. તેવી રીતે જીવદ્રવ્યની બાહ્યક્રિયાઓ હલનચલન, શ્વાસોશ્વાસ, ખાવુંપીવું વગેરેથી શરીરધારી જીવ પોતાનું અસ્તિત્વ જાહેર કરે છે પરંતુ જીવને (આત્માને ) જોઈ શકાતો નથી. માટે જ અધ્યાત્મયોગી કવિશ્રી આનંદઘનજી મહારાજ ‘ગોડી રાગમાં' આ એકવીસમા પદમાં કહે છે,
निशानी कहा बतावुं रे, तेरो अगम अगोचर रुप - निशानी, रुपी कहुं तो कछु नहि रे, बंधे कैसे अरूप ?
पारुपी जो कहुं प्यारे, जैसे न सिद्ध अनूप... निशानी ।। १ ।।
શુદ્ધચેતના, ચેત્તનજી પાસે આવે છે તથા બન્નેનું મિલન થતાં એકરૂપ થઈ અભિન્નભાવે રહે છે. એ સમયે તેનું જે રૂપ છે તેનું વર્ણન થઈ શકે તેવું નથી. કવિ ચેતનને કહે છે કે, હે આત્મન્ ? તારું રૂપ જાણવું તથા સમજવું ઘણું જ મુશ્કેલ છે. તારી ઓળખાણ કેમ કરવી તેની કોઈ નિશાની છે ખરી ? તારું કોઈ ઠામ – ઠેકાણું છે ખરું ? અરે ! તારું સ્વરૂપ તો અલૌકિક છે. હે ચેતન ? તને શું હું પૌદ્ગલિક પદાર્થ સાથે સરખાવું? ના, કા૨ણ કે તે તો જડ છે. જડના ગુણધર્મો તારામાં શોધ્યા પણ મળતા નથી તેથી જડ સાથે સરખાવી ના શકાય.
શ્રી કુંદકુદાચાર્યે પંચાસ્તિકાયસંગ્રહમાં કહ્યું છે,
जीवा पुग्गलकाया धम्माधम्मा तहेव आगासं । अत्थ तम्हि यणियदा अणण्णमइया अणुमहंता ।। લોકમાં દ્રવ્ય છ પ્રકારનાં છે. તેમાં પાંચ દ્રવ્ય અજીવ છે. એક જીવ દ્રવ્ય જ જીવ છે. અજીવમાં જાણવાજોવાની શક્તિ નથી. અજીવને જાણનાર
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૨૭
અનુભવ રસ તથા જોનાર ચેતન પોતે જ છે. જ્ઞાતાદેષ્ટા એ તો ચેતનનો સ્વભાવ છે અને તે જીવનો અસાધારણ ગુણ છે. વળી ચેતનનું આ કાર્ય સર્વજન વિહિત હોવા છતાં ચેતનને જાણવાજોવાની શક્તિ સર્વ સામાન્ય જીવોમાં નથી હોતી. છતાં તેના સ્વરૂપનું વર્ણન શાસ્ત્ર આધા૨ે સમજવા અધિકાધિક પ્રયત્ન થતાં રહે છે. તેનું સ્વરૂપ વચનાતીત છે તો પછી તેની ઓળખાણ કઈ રીતે કરવી? કવિને પ્રશ્ન થાય છે કે આત્મા શું રૂપી છે? રૂપી પદાર્થમાં તો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. તેનો આકાર વગેરે છે. ત્યારે શ્રી દેવસેનઆચાર્યજી કહે છે,
कास रस रुप गंधा सददादीया य जस्स णत्थि पुण्ते । सुद्धो चेयण भावो, ळिरंञणो सो अहं भणिओ ।।
વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શ અને શબ્દ આદિ જેમાં કાંઈ પણ ન હોય તે જીવ દ્રવ્ય છે. કારણકે એ પુદ્ગલ દ્રવ્યના પરિણામ છે. આ પ્રકારનું સ્વરૂપ હોવાથી તે વાણીનો તથા દૃષ્ટિનો વિષય બની શકતો નથી. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે,
નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રુપ બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂ૫:૧
અહીં શિષ્ય ગુરુદેવને પ્રશ્ન કરે છે કે જીવ છે, તેનું પ્રમાણ શું? કારણકે જીવ, દૃષ્ટિમાં તો આવતો નથી તથા તેનો બીજો પણ કોઈ અનુભવ નથી તો પછી તેને રૂપી કેમ કહેવાય ? તથા તેને ચેતન કેમ મનાય?
કોઈક દર્શનકાર આત્માના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી. તેઓ કહે છે કે પંચ મહાભૂતના સંયોગથી આત્મા ઉત્પન્ન થાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચે મળે છે ત્યારે તેમાં એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે. તેને આત્મા કહેવામાં આવે છે. વળી કોઈ આત્માને નિત્ય તો કોઈ અનિત્ય માને છે.
કવિશ્રી કહે છે કે હે ચેતન ! તારું સ્વરૂપ કેવું છે તે તો બતાવ. જો રૂપી કહું તો તે વાત બુદ્ધિગમ્ય પણ થતી નથી અને જો અરૂપી કહું તો જેમ આકાશને કોઈ બાંધી શકતું નથી તથા હાથથી પકડી શકતું નથી તેમ જો અરૂપી કહું તો તેને પુણ્ય – પાપરૂપ કર્મનું બંધન કેમ લાગી શકે?
Page #212
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૨૮ વળી અરૂપીની ઉત્પત્તિ તથા નાશ પણ ન હોય પણ જીવમાં આ ક્રિયા જણાય છે.
જો આત્માને અરૂપી કહેવામાં આવે તો તેને કર્મબંધ કેવી રીતે સંભવી શકે? અરૂપી ને રૂપીનું બંધન કેમ કરીને ઘટે? વળી આત્મા સંસારાવસ્થામાં હોય ત્યારે કર્મથી બંધાય છે ને ત્યારે તે રૂપી લાગે છે. માટે આ પ્રમાણે આત્માને અરૂપી વિશેષણ સંપૂર્ણ લાગુ પડતું નથી. તો પછી, હે ચેતન? તને હું શું રૂપારૂપી કહું? તું અમુક અંશે રૂપી અને અમુક અંશે અરૂપી એમ કહું તો પણ વિરોધ આવે છે. કારણ કે સિદ્ધ ભગવાન કર્મરહિત છે. જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ગુણરત્નોનો ભોકતા તથા અમૂર્ત
સ્વરૂપી હોવાથી રૂપારૂપીપણું ત્યાં ઘટતું નથી. માટે આત્માને રૂપી, અરૂપી કે રૂપારૂપી કહેવો તે વાતમાં મુશ્કેલી ઊભી થાય છે. તેથી હે ચેતના, તારું સ્વરૂપ તો વિલક્ષણ છે. તે જાણવું અને સમજવું બહુ કઠિન છે. શ્રી આનંદઘનજી મહારાજ આગળ કહે છે,
सिद्ध सरुपी जो कहुं रे, बंध न मोक्ष विचार; નવસંસાર ના થારે, પુન્ય પાપ અવતાર...નિશાના ૨ા.
અહીં શ્રીમજી કહે છે, હે ચેતન !તને સિદ્ધ સ્વરૂપી કહું તો એ વાત પણ મારી શ્રદ્ધામાં આવતી નથી. કારણકે સિદ્ધને નથી કોઈ બંધન, તો
ત્યાં ગયા પછી બીજો કોઈ મોક્ષ નથી. મુક્તાત્મા બીજા કયા પદાર્થથી મુક્ત બને? વળી મુક્તાત્માને કર્મબંધ પણ સંભવી શકતો નથી. સંસારમાં બંધન છે તો બંધથી મુક્તિ પણ છે પરંતુ સિદ્ધ ભગવાનને એ ઘટતું નથી. માટે ચેતનને એકાંતે સિદ્ધસ્વરૂપી કહી શકાય નહીં.
ચેતન સંસારમાં વર્તે છે. પૌદ્ગલિક વસ્તુ સાથે સંબંધ રાખે છે તથા તેને શુભાશુભ પરિણામે પ્રવર્તે છે. એથી પુણ્ય – પાપરૂપી બંધ થાય છે એના ફળસ્વરૂપ સદ્ગતિ કે દુર્ગતિ એને ભોગવવી પડે છે.
કવિશ્રી આનંદઘનજી આ પદની ત્રીજી કડીમાં કહે છે, सिद्ध सनातन जो कहुं रे, उपजे विळसे कोण; उपजे विणसे जो कहुं प्यारे, नित्य अबाधित गौन... निशानी।।३।।
જો આત્માને સિદ્ધ સનાતન કર્યું તો તે પણ યોગ્ય નથી કારણકે તેથી ઉત્પત્તિ અને નાશરૂપ ક્રિયા આત્મામાં ઘટી શકતી નથી. વળી જીવ
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૨૯
અનુભવ રસ માનવગતિમાં ઉત્પન્ન થયો અને સ્થિતિપૂર્ણ થતાં નાશ પામ્યો તે કેમ માની શકાય? જો આપણે તેમાં કર્મસંયોગ કહીએ તો કર્મ આવ્યા ક્યાંથી? કર્મ જીવને સતાવી શકે છે તથા લાગી શકે તેમ હોય તો સિદ્ધને પણ કર્મ લાગવા જોઈએ પણ તે સંભવી શકતું નથી. તો શું આત્માનો ઉત્પાદ્ વ્યય થાય છે તેમ માનવું? જો તેમ માનવામાં આવશે તો નિત્યપણાનો તથા અબાધિતપણાનો લોપ થઈ જશે. વળી બૌદ્ધમતવાદીઓ ક્ષણિકવાદી હોવાને કારણે તેઓ આત્માનો ક્ષણે ક્ષણે નાશ તથા ઉત્પા માને છે. અને જો એમ માનવામાં આવે તો આત્માની નિત્યતા ખંડિત થાય છે તથા અબાધિતપણાનો લોપ થશે. વૈશેષિક મત આત્માને કૂટસ્થ નિત્ય માને છે. આત્મા નિત્ય છે, અચલ છે, સ્થિર છે વગેરે સિદ્ધાંતો નાશ થાય છે. કારણકે જન્મમરણરૂપ ક્રિયા નજર સમક્ષ જણાય છે. માટે આત્માને એકાંતે નિત્ય (સનાતન) કહેવો તે યોગ્ય નથી. ઠાણાંગસૂત્રમાં બે પ્રકારના જીવ કહ્યા છે (૧) સિદ્ધ અને (૨) અસિદ્ધજીવ
જો આત્માને સિદ્ધ સનાતન માનવામાં આવે તો આવા ભેદ માની શકાય નહીં, પરંતુ જીવની સંસારી અવસ્થા છે તે સર્વને અનુભવગમ્ય છે. તો હવે પ્રશ્ન થાય છે કે તો આત્માનું લક્ષણ શું માનવું? કે જેથી કોઈ પણ જાતનો વિરોધ ન આવે. ત્યારે કવિ સ્વયં પ્રશ્નનો ઉત્તર આપતાં ચોથી કડીમાં કહે છે,
सर्वांगी सब नय घणी रे, माने सब परमान; નિયવાળી પર્વનો હી થાજે, જે તરફ તાંન...નિરાનિકા
આત્માનું સત્ય સ્વરૂપ સમજવા માટે કોઈ એક નય ને ગ્રહણ ન કરતાં સર્વ નયોનો વિચાર કરવો ઘટે. એથી આત્મા વિષેની સાચી સમજણ આવી શકે છે. આત્માને એક નયને લઈને સમજવા જઈએ તો તેનું સત્ય સ્વરૂપ સમજી શકાય નહીં, માટે નયનું લક્ષણ વિચારવું ઘટે. નયચક્રમાં કહેવામાં આવ્યું છે કે “અનંત ધર્માત્મવેરે વસ્તુત્યેક ધર્મોન્ય જ્ઞાન નય:” પદાર્થ અનેક ધર્મયુક્ત હોય છે. તેમાનાં એક ધર્મની મુખ્યતા કરી બીજા ધર્મોનો અપલા૫ ન કરવો, તથા ગ્રહણ પણ ન કરવા તેને “નય” કહેવામાં આવે છે. નયવાદમાં એક અંગ ઉપર વિશેષ લક્ષ્ય રહે છે ત્યારે “પ્રમાણ માટે કહે છે કે “સન્ન ધર્મ પ્રમાણે” ૨. તેમજ પ્રમાણનય
Page #214
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૩૦ તખ્તાલોકમાં કહેવામાં આવ્યું છે કે “સ્વપ૨ વ્યવસાયિ જ્ઞાનું પ્રમાણમ” ૩. પદાર્થના સર્વધર્મના અંશોને ગ્રહણ કરી પદાર્થજ્ઞાન કરવું તે પ્રમાણજ્ઞાન છે. જે જ્ઞાન સ્વ-પરનો નિર્ણય કરે તે પ્રમાણજ્ઞાન છે.
સંસારદશામાં જીવ કર્મસંયોગી છે. વળી કર્મને રૂપી કહ્યો છે. વળી જીવ, કર્મથી આવૃત્ત હોવાને કારણે કર્મસાપેક્ષ જીવને રૂપી કહી શકાય એ વ્યવહારનયનું કથન છે. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે કે નિગમનયની અપેક્ષાએ તથા વ્યવહારનયની અપેક્ષાએ આત્મારૂપી પણ કહેવાય છે અને નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા અરૂપી પણ કહેવાય છે. સંસારી આત્મામાં એક વખતે વ્યવહારનયથી રૂપીપણું અને નિશ્ચયનયથી અરૂપીપણું ઘટે છે. સંગ્રહનયની અપેક્ષાએ આત્મા, શુદ્ધ સનાતન કહેવાય છે. દ્રવ્યાર્થિક નયથી આત્મા નિત્ય છે અને પર્યાયાર્થિક નયની દૃષ્ટિથી આત્મા ઉત્પાદુ – વ્યય થવાથી અનિત્ય છે. ઋજુસૂત્રનયની અપેક્ષાએ આત્મા ક્ષણિક છે. સંગ્રહનયની અપેક્ષાએ આત્મા એક છે. વ્યવહારનયની અપેક્ષાએ આત્મા અનેક છે અને એવંભૂતનયની અપેક્ષાએ આત્મા સિદ્ધ બુદ્ધ કહેવાય છે. એકાંત સંગ્રહનયથી અદ્વૈતવાદ ઊભો થાય છે. એકાંત વ્યવહારનયથી હઠવાદ અથવા સાંખ્યમત ઊભો થાય છે અને એકાંત ઋજુસૂત્રનયની માન્યતાથી બૌદ્ધદર્શન ઉત્પન્ન થાય છે.
શ્રી મોતીચંદભાઈ કાપડિયા લખે છે, “આત્માના આઠ ચક પ્રદેશ જેમાં હંમેશાં હોય છે અથવા રહે છે તેથી સંગ્રહનયની અપેક્ષાએ આત્મા સિદ્ધસ્વરૂપી કહી શકાય તેમ જ તે દૃષ્ટિથી તેને શુદ્ધ સનાતન પણ કહી શકાય.”
આગમસાર ગ્રંથમાં ગણિશ્રી દેવચંદ્રજી કહે છે, સિદ્ધ શબ્દની સાત નયે વ્યાખ્યા થઈ શકે છે.
(૧) નૈગમન :- સર્વ જીવ સિદ્ધ છે કેમકે સર્વ જીવના આઠ રુચક પ્રદેશ સિદ્ધ સમાન નિર્મળ છે.
(૨) સંગ્રહનય – સર્વ જીવની સત્તા સિદ્ધ સમાન છે.
(૩) વ્યવહારનયઃ – જે વિધાલબ્ધિ ગુણ વડે સિદ્ધ થયો તે સિદ્ધ થયો તે સિદ્ધ
(૪) ઋજુસૂત્રનય- જે પોતાના આત્માની સિદ્ધપણાની દશા
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૩૧
અનુભવ રસ ઓળખે છે અને જેના જ્ઞાનનો ઉપયોગ સતેજ વર્તે છે તે જીવ સિદ્ધ જાણવો. આ નયની અપેક્ષાએ સમકિતીજીવને સિદ્ધ સમાન કહ્યો છે.
(૫) શબ્દનય – જે શુદ્ધ શુક્લધ્યાનના પરિણામે વર્તતો હોય તેને સિદ્ધ સમાન કહ્યો છે.
(૬) સમભિરુઢ નયઃ- જે કેવળજ્ઞાન, કેવળદર્શન તથા યથાખ્યાત ચારિત્રાદિ ગુણો સહિત હોય તેને સિદ્ધ કહી શકાય.
(૭) એવંભૂતનય- જેના સકલ કર્મ ક્ષય થઈ, લોકાંતે બિરાજમાન હોઈ, અષ્ટગુણસંપન્ન હોય તે જ સિદ્ધ કહી શકાય.
આ રીતે આત્મા તો સર્વાગી છે. તે પોતે સર્વનયોનો સ્વામી છે. સર્વનય તેમાંથી ઉત્પન્ન થાય છે. તે સર્વનયનું સ્વરૂપ સમજાવે છે. તે સર્વ નયોમાં વિદ્યમાન છે છતાં પણ એક નયથી તેનું સ્વરૂપ સિદ્ધ થતું નથી. દરેક નયથી આત્માને જોવાથી તથા દરેક દૃષ્ટિબિદું ધ્યાનમાં રાખીને જોવાથી તેનું સ્વરૂપ સમજી શકાય છે.
એક નયથી વસ્તુનું યથાર્થ નિરુપણ થઈ શકે નહીં અને નયાગ્રથી લડાઈ, ઝઘડા થાય છે. દુનિયામાં જ્યાં જ્યાં નયાગ્રહ છે ત્યાં ત્યાં યુદ્ધસ્થલી રાણી છે. પ્રમાણજ્ઞાનથી આત્મતત્ત્વ સત્યરૂપે જણાય છે. હવે આત્માની ઓળખ માટે કવિ કહે છે, अनुभवगौचर वस्तुको रे, जाणवो यह इलाज कहन सुननको कछु नहि प्यारे, आनंदघन महाराज... निशानी।।५।।
ચેતન કે છે કે મારી મોટી મોટી વાતો કરવાથી કે મારી વાતો સાંભળવા માત્રથી હું જણાઈ જતો નથી. આત્મતત્ત્વએ અનુભવનો વિષય છે. અનુભવજ્ઞાનમાં જે ભાસે તે સત્ય ભાસે છે. આત્મ સ્વરૂપનો અનુભવ થયા વિના આત્માનું કથન કે શ્રવણ તે એકડા વિનાના મીંડાં બરાબર છે. અનુભવજ્ઞાન પછી આત્માનો નિશ્ચય થાય છે. અનુભવ પછી આત્મપરિણતિમાં પરિવર્તન આવી જાય છે.
આત્મચિંતનના આધારે આનંદ સ્વરૂપ આત્માની અનુભૂતિ થાય છે તથા તેની પ્રતીતિ થાય છે. આત્મતત્ત્વની સત્ય ઓળખ તથા તેનાં સ્વરૂપસ્થ જ્ઞાન માટે જે માર્ગ છે તેનું દર્શન તથા સ્વરૂપ વિવેચન આ પદમાં છે. આત્મતત્ત્વને સત્ય પુરવાર કરતું આ પદ મહત્ત્વપૂર્ણ વાત રજૂ
Page #216
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૩ર કરે છે.
- કવિએ પ્રશ્નોત્તરરૂપ શૈલીએ જીવના સ્વરૂપની આત્મતત્ત્વની ગહન વિચારણા થોડા પણ અર્થગંભીર અને ગહન શબ્દો દ્વારા રજૂ કરી છે અને અંતે આત્માનુભૂતિ ઉપર, અનુભવગોચરતા ઉપર ભાર મૂક્યો છે. - તત્ત્વજ્ઞાન જેવા ગહન વિષયને કવિતામાં રજૂ કરતી રચનાઓમાં આ રચના ઉત્તમ આદર્શરૂપ છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૩૩
અનુભવ ૨સ
Kક
પદ-૨૨
જ
“વિવાર વદ વિવાર રે” શાંતિનું મૂળ છે સાપેક્ષવાદ. સમત્વનું સામ્રાજ્ય છે સ્યાદવાદ્ ધર્મ અને અનેકાન્તવાદના પ્રણેતા છે- સર્વજ્ઞ પરમાત્મા–તીર્થકર. ભગવાન મહાવીરની ઉત્તમ અને ગંભીરવાણીની શ્રી આનંદઘન મહારાજે કાવ્યરૂપે આપણને પ્રસાદી આપી છે. જેમકે એક સ્ત્રી કોઈની દીકરી છે. તો કોઈની મા પણ છે, તે કોઈની સાસુ છે તો કોઈની વહુ પણ છે. જે દીકરી છે તે મા ન હોય તેમ નથી. તેમ કોઈપણ પદાર્થને જુદા જુદા દૃષ્ટિકોણથી જોવો તેને કહેવાય છે સાપેક્ષવાદ. તીર્થંકર પરમાત્માએ આપણને સ્યાદવાદની આંખો આપી છે. જેમાં નથી કોઈ વિરાટ કે નથી કોઈ વિનાશ પણ તેમાં છે વિરાટના વિકાસનું અમૃત.
ગોડી રાગમાં” કવિશ્રી કહે છે, विचारी कहा विचारे रे, तेरो आगम अगम अथाह...।। विचारी । बिन आधे आघा नहि रे। बिन आधेय आधार; મુર વિનુ ફુલ નદિ ચારે, યા વીન મુરીદી નાર. વિવાર...!!
આત્મ સ્વરૂપની નિશાની બતાવવામાં કેટલી બધી મુશ્કેલી છે. એ સ્વરૂપ જીભેથી કહી શકાય નહીં તથા કાનેથી સાંભળી શકાય નહીં તેવું અગોચર તારું રૂપ છે. આ અનુપમ તારું રૂપ એ તો અનુભવગોચર જ્ઞાન છે. એ ઇન્દ્રિયોનો વિષય નથી.
શ્રી મોતીચંદભાઈ કાપડિયા લખે છે,
એ જ્ઞાનપ્રાપ્તિના સામાન્ય રીતે બે માર્ગ હોઈ શકે. એક બુદ્ધિશાળીમાણસ પોતાની વિચારશક્તિ દ્વારા અનુભવગોચર વસ્તુઓનું સ્વરૂપ વિચારે અને બીજું દિવ્યજ્ઞાનથી મહાત્માઓ જે સ્વરૂપ બતાવી ગયા છે તેને ધ્યાનમાં લઈને પોતે સ્વરૂપ સમજવા યત્ન કરે. સ્વતંત્ર વિચાર કરતાં બહુ પ્રકારની મુશ્કેલીઓ આવે છે તે અહીં બતાવવામાં આવ્યું છે. વસ્તુનું સ્વરૂપ જિનેશ્વર ભગવાને પોતાના દિવ્યજ્ઞાનથી બતાવ્યું છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૩૪ માત્ર તર્કશક્તિથી કે અનુમાનપ્રમાણથી કોઈપણ વાત વિચારી કાંઈ કહે તો તે વાત કેટલે અંશે સત્ય ઠરી શકે? પરંતુ જેની અંતરદષ્ટિ ખુલ્લી ગઈ છે તેઓ આગમનો સાર સમજી શકે છે. હે પ્રભુ! તારા આગમરૂપ સમુદ્રનો પાર નથી. એ સમુદ્રનો તાગ જે તારા જેવા થાય તે જ પામી શકે. કારણ કે એ જ સર્વ પદાર્થને સર્વપ્રકારે પ્રત્યક્ષ જુએ છે અને જાણે છે. તેથી પદાર્થના સર્વ ભાવોને જાણવાની શક્તિ તારા જેવી દૃષ્ટિ પામ્યા વિના પ્રગટી શકે નહીં. તારા જેવી દૃષ્ટિ મળતા આગમની વાતો સમ્યગરૂપે પરિણમે છે.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ કહે છે કે આત્મામાં આ બધી શક્તિઓ તો પહેલી જ છે કારણકે ગુણ અને પર્યાયનો આધાર આત્મા છે. આધાર વિના આધેય ન રહે અને આધેય વિના આધારનું મૂલ્ય નહીં. આત્મદ્રવ્યમાં આધેયરૂપ ગુણ પર્યાય છે પરંતુ બંને કાર્ય-કારણભાવરૂપ છે. છ દ્રવ્યમાં આકાસ્તિકાય આધાર છે અને શેષ પાંચ દ્રવ્ય આધેય છે, જેમ કે મરઘી વિના ઇંડું અને ઠંડા વિના મરઘી ન હોય. આ રીતે કાર્ય-કારણ સંબંધ અનાદિકાળથી ચાલ્યો આવે છે. એ જ રીતે જીવ અને કર્મનો સંબંધ પણ ભગવતીસૂત્રમાં બતાવેલ છે. રોહાઅણગારે પ્રભુ મહાવીરને પ્રશ્ન કર્યો
___ ‘एवं भवसिद्धिया य अभव सिद्धयाय सिद्धा असिद्धा" १
કર્મ પહેલાં કે જીવ પહેલાં? ઉત્તરઃ- જેમ ઠંડુ અને મરઘીનો કાર્યકરણ સંબંધ છે તેમ જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે.
આ વાતને વધારે સ્પષ્ટ કરતાં શ્રી આનંદઘનજી લખે છે, भुरटा बीज बिना नहि रे, बीज न भुरटा टार; નિતી વીન વિવસ ઘરે નદિયારે,વિનવિન સિનિરાધાર..mવિવાર ..ારા
આ કડીમાં કવિએ સાપેક્ષવાદનાં ભિન્ન ભિન્ન ઉદાહરણો આપી સાપેક્ષવાદને વધારે પુષ્ટ કર્યો છે. તેઓશ્રી કહે છે કે જેમ બીજ વિના ફળ નહીં અને ફળ વિના બીજ નહીં, વળી જો રાત્રી છે તો દિવસ છે અને દિવસ છે તો રાત્રી પણ છે એ બંનેનો કાર્ય – કારણભાવ સંબંધ બતાવી અધ્યાત્મમાર્ગના અસ્તિ નાસ્તિમાર્ગની સિદ્ધિ કરે છે. દિવસ પણ રાત્રીની અપેક્ષાએ છે. રાત્રી આગળના દિવસની અપેક્ષાએ છે પરંતુ બન્નેમાં કોણ પહેલાં અને કોણ પછી તે કહી શકાય નહીં તે રીતે સૃષ્ટિનો પણ
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૩૫
અનુભવ રસ આદિ કે અંત નથી. તેથી મીમાંસકો-વેદાંતીઓનો ઈશ્વર કત્વવાદ ઊભો રહેતો નથી. વૈશેષિકો અને નૈયાયિકો પરમાણુંને અનાદિ માને છે. કવિશ્રી આગળ કહે છે, ' . सिद्ध संसारी बिनुं नहि रे, सिद्ध बिना संसार; વરુતાલિન વેર નહિ થાજે, વિન વેરની વારતા. વિધારીરૂા.
સંસારી જીવોની અપેક્ષાએ સિદ્ધ જીવો છે કારણકે જે અષ્ટકર્મથી મુક્ત બને છે તેને સિદ્ધની કોટિમાં મૂકી શકાય છે. જો સંસારીજીવો નહીં તો સિદ્ધના જીવો પણ હોઈ શકે નહીં. જે કર્મ બંધનમાં છે તે જ મુક્ત થવા ઈચ્છે છે. આ બન્નેમાં કોણ પહેલાં અને કોણ પછી એમ પૂછવામાં આવે તો તેના જવાબમાં બંને સહ વર્તમાન છે જ.
અદ્વૈતવાદીઓ સિદ્ધ અને સંસારી એ બંને વસ્તુતઃ છે જ નહીં એમ એકાંતપક્ષનો સ્વીકાર કરે છે પરંતુ તે યોગ્ય નથી. શ્રી બુદ્ધિસાગરજી કહે છે કે કેટલાક મતવાદીઓ મુક્તઆત્માઓ પુનઃ સંસારમાં પાછા અવતાર ગ્રહણ કરે છે તેમ માને છે. એ વાત પણ સત્ય ઠરતી નથી કારણકે કર્મથી મુક્ત થવા આટલો પુરુષાર્થ કર્યા પછી કોણ એવો મૂર્ખ હોય કે પાછો કર્મથી બંધાય? ઈશ્વર કર્તુત્વવાદીઓ સંસાર અને મોક્ષના કર્તા તરીકે ઈશ્વરને માને છે. આ વાત પર ઘણા પ્રશ્નો થાય અને તેનો ઉત્તર સંતોષકારક ન મળે. માટે એ વાતને પણ સ્થાન રહેતું નથી, કારણ કે બધાં દ્રવ્ય સ્વતંત્ર છે અને બધાં પોતાના સ્વભાવાનુસાર પરિણમે છે.
કર્તા વિના ક્રિયા નથી અને ક્રિયા વિના કર્તા સિદ્ધ થતો નથી. આત્મામાં છ કારકો ઘટે છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. આ કારકોનો કર્તા આત્મા છે અને તે સંબંધી દરેક ક્રિયા આત્મામાં છે. માટે કોઈપણ કર્મનો કર્તા આત્મા (જીવ) છે. વળી જીવ વિના કોઈપણ ક્રિયા ઘટી શકે નહીં માટે કર્તા-કર્મભાવ અનાદિ છે. તે વાતને સ્પષ્ટ કરતા શ્રી આનંદઘનજી મહારાજ આ પદની ચોથી કડીમાં કહે છે, जामन मरण विना नहि रे, मरण न जनम विनास; લીપ વીનું પરવશતા વારે, વિન વીપ પ૨વાશ...વિવાર... કા
મૃત્યુ વિના જન્મ ન હોય અને જન્મ વિના મૃત્યુ ન હોય. પ્રકાશ
Page #220
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૩૬ વિના દીપક હોય નહીં અને દીપક વગર પ્રકાશ ન હોય આ રીતે બંનેનો અવિનાભાવ સંબંધ છે.
અનાદિ સંસારમાં ભટકતા આત્માને કર્મની મલિનતાને કારણે જન્મમરણરૂપ ક્રિયાઓ કરવાની રહે છે અને તે ક્રિયાના પરિપાક સ્વરૂપ કર્મફળ ભોગવવાં અનેક ગતિ યોનિઓમાં પરિભ્રમણ કરવું પડે છે.
આત્મા મૂળ શુદ્ધ સ્વરૂપે અરૂપી હોવા છતાં, કર્મ અપેક્ષાએ રૂપી છે. આત્મા અદષ્ટ હોવા છતાં તેની જાણવા-જોવાની શક્તિ શરીર દ્વારા દેશ્ય હોવાથી તેને વ્યવહારનયથી રૂપી કહી શકાય છે. માટે શરીર સાપેક્ષ આત્મા રૂપી છે અને કર્માધારિત જન્મ – મરણ થયા કરે છે. જ્યાં કર્મ છે ત્યાં જન્મ-મરણ અવશ્ય છે જ. તેથી જન્મ વિના મૃત્યુ સંભવી શકતું નથી અને મૃત્યુ વિના જન્મ પણ થઈ શકતો નથી. છતાં પણ એક વાત છે કે અરિહંત પરમાત્માને તથા કેવલી ભગવંતોને મૃત્યુ હોવા છતાં તેમનો પુર્નજન્મ નથી કારણ કે ચરમશરીરધારીઓને કર્માભાવે મૃત્યુ પછી જન્મ હોઈ શકે નહીં વળી જન્મમરણની ક્રિયા કર્મસાપેક્ષ છે. કર્મરૂપી ગ્રહણથી મુકાયેલ આત્માને કદી પણ સંસાર સંભવે નહીં.
અમુક જીવનો જન્મ થયો તે આગામીભવના મૃત્યુનું સૂચક છે. જન્મ પહેલાં જો મૃત્યુ ન હોય તો જીવ આવ્યો ક્યાંથી? શા માટે આવ્યો? કોની પ્રેરણાથી આવ્યો? વળી જીવ, અમુક જ સ્થાને જન્મ પામે છે અને આયુષ્ય પૂર્ણ થતાં એક ક્ષણ પણ રહી શકતો નથી. તેનું શું કારણ? વગેરે ઘણા પ્રશ્નોત્તર થાય પણ તેના જવાબ રૂપે કર્મોદય જ છે. - જેમ જન્મમરણનો સંબંધ છે. તેમ કવિએ દીપક અને પ્રકાશનો સંબંધ બતાવ્યો છે. દીપક છે તો પ્રકાશ પણ છે એટલે કે જ્યાં જ્યાં દીપક છે ત્યાં ત્યાં પ્રકાશ છે જ, પણ જ્યાં જ્યાં પ્રકાશ હોય ત્યાં દીપક હોય પણ અને ન પણ હોય. જેમ કે હીરા, રત્ન, મણિ, સૂર્ય-ચંદ્ર, તારા વગેરેનો પ્રકાશ હોય છે પણ દીપક નથી છતાં કવિએ દીપકનું ઉદાહરણ લીધું છે કારણકે દીપક પ્રકાશ માટે પ્રસિદ્ધ છે. તેવી રીતે જીવ અને કર્મનો સંબંધ છે. સાપેક્ષવાદ સમજાવવા કવિએ ભિન્ન ભિન્ન ઉદાહરણો આપ્યા છે. કવિ આગળની કડીમાં કહે છે,
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૩૭
आनंदघन प्रभु वचनकी रे, परिणति धरी रुचिवन्त; શાશ્વત ભાવ વિવારતે થારે, રહેતો અના િવનંત..વિદ્યારી....ફા
કવિ આનંદઘન, પરમાત્માનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે હે જીવ!તું પણ પરમાત્મા સ્વરૂપ છો. આનંદરૂપ રાશી છો. અખંડ ચૈતન્યમય સ્વરૂપ તું તું આત્મા, તું તારા સ્વરૂપને પ્રગટ કરવા સ્વપુરુષાર્થ કર. જિનેશ્વરદેવ કે જેમણે શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરી આત્મસ્વરૂપનો ઉપદેશ આપ્યો છે. જેથી તેનાં વચનોની મહત્તા, ગંભીરતા તથા વિશાળતા આપણી દૃષ્ટિમાં આવી શકે. કવિ કહે છે કે પ્રભુનાં વચનોને વિચારની સરાણે ચડાવ પછી જ તેના પર આસ્થા રાખ. સમજણ પૂર્વકની શ્રદ્ધા હોય તથા તત્ત્વ તરફ રુચિ થતાં પરિણતિ તે તરફ વહે છે. આમ આત્માના શુદ્ધ અખંડ નિત્ય અને નિર્મળ અનાદિ– અનંતભાવમાં રમતા શાશ્વત સિદ્ધિ મેળવી શકાય છે.
- કવિ કહે છે કે સર્વજ્ઞના વચનમાં શ્રદ્ધા થવાથી પર તરફ વહેતી પરિણતિ સ્વ તરફ વહેવા માંડે છે અને ચેતન તથા જડના શાશ્વતભાવોનું રહસ્યોદ્ઘાટન થશે.
કવિ કહે છે કે જો તમે સૃષ્ટિને પરમેશ્વરકૃત માનશો તો જડમાંથી ચૈતન્યની ઉત્પત્તિ અને ચેતનમાંથી જડની ઉત્પત્તિ માનવી જ પડશે પણ તે કદી શક્ય જ નથી. વળી પૃથ્વી શા માટે બનાવી? તેને બનાવવા વસ્તુઓ કોણ લાવ્યું? તો વળી એ વસ્તુઓનો બનાવનાર કોણ છે? જેણે વસ્તુઓ બનાવી તેને બનાવનાર કોણ છે? વગેરે અનેક પ્રશ્નોની હારમાળા રચાઈ જશે. ત્યારે જૈનદર્શન કહે છે કે એ બધા અનાદિ અનંત ભાવ છે. પર્યાયાપેક્ષા પદાર્થમાં ઉત્પાદ-વ્યય છે. દ્રવ્ય અપેક્ષા અનાદિ અનંત ભાવ છે પણ નય પ્રમાણ વડે દ્રવ્ય-પર્યાય જાણવાથી દરેક પદાર્થના પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય છે.
જેમ બીજ અને ફળ અનાદિ છે. તેમ સિદ્ધ અને સંસારીભાવ પણ અનાદિ છે. દ્રવ્ય – પર્યાયના તરંગોમાં ખેલી રહ્યું છે પણ જીવની પર્યાય દૈષ્ટિ દૂર થતાં અને દ્રવ્ય – દૈષ્ટિ ખુલતાં જૈનશાસ્ત્રના અગમ્ય ઊંડાણને માપી શકાય છે. તથા આનંદઘનસ્વરૂપ પરમાત્મા પ્રભુનો શાશ્વત આનંદભાવ માણી શકાય છે આવો ઉત્તમભાવ આ પદમાં બતાવવામાં
Page #222
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૩૮
આવ્યો છે. આ પદ દ્વારા જૈનશાસ્ત્રોનું રહસ્ય સમજાવવા કવિ સફળ થયા છે. આબાલવૃદ્ધ સર્વજનોને સમજાવવા વિવિધ ઉદાહરણો આપી તત્ત્વને સરલતાથી નિરુપ્યું છે. આ પદ ઘણું જ તાત્ત્વિક તથા માર્મિક છે.
P
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૩૯
અનુભવ રસ
પદ-૨૩.
“અવધૂ અનુભવ તિવા ના” અનુભવનું એક બિન્દુ આત્મભાવનો સિધુ બની જાય છે. અનુભવ પછીનો આનંદ, જાણે સરકારી નાણાંની મહોર. આવી આત્માનુભવની અનુભૂતિ ઇન્દ્રિયજ્ઞાનથી પર છે. પર ભાવોથી ભિન્ન એવા અનુભવને કવિએ આ પદમાં વાચા આપી છે.
જેમ ત્રણ દિવસના ભૂખ્યાને, સૂકા રોટલાનો ટુકડો મળે અને જેવો આનંદ થાય તેથી વિશેષ આનંદ આત્મજ્ઞાનીને આત્માનુભવ થતા થાય છે. માટે જ શ્રી આનંદઘનજી મહારાજ “આશાવરી રાગમાં આ ત્રેવીસમા પદમાં કહે છે,
अवधू अनुभव कालिका जागी, मति मेरी आतम शु मीलन लागी...अवधू।। जाये न कबहु और ढिग नेरो, तोरी वनिता वेरी; માયા ઘેલી કુંવર દાથે, વિર ડેઢ વન ઘેરી... અવધૂ. ૧
કવિએ અહીં અનુભવજ્ઞાનને પ્રથમ સ્થાન આપ્યું છે. કોઈપણ પદાર્થનું પ્રથમ જ્ઞાન થયા પછી જ તેનું શ્રદ્ધાન થાય છે. માટે જ સર્વજ્ઞા પરમાત્માએ કહ્યું છે કે “પઢમં ના તમો વયા'' પહેલાં જ્ઞાનને મહત્ત્વ આપતાં બીજે સ્થાન પર કહેવામાં આવ્યું છે કે “નો નીવેવિ વિયાણ' જે જીવને જાણે છે તે અજીવને પણ જાણે છે. માટે પ્રથમ આત્મજ્ઞાનને સ્થાન આપવામાં આવ્યું છે. જડભાવે જડનું જ્ઞાન મેળવ્યું પણ હવે આત્મભાવે આત્મજ્ઞાન મેળવવાનું કવિ કહે છે. આ પદમાં ચૈતન્ય, સ્વઘરે પધારે છે. તેથી સુમતિ તથા ચૈતન્યનું મિલન થયું. હવે સુમતિ ચેતનને કહે છે કે, હે શુદ્ધ ચેતનજી! તમે જયારે શાશ્વતભાવમાં અનાદિ અનંતભાવોમાં રમો છો ત્યારે અનુભવજ્ઞાનરૂપ કળી જે આજ સુધી બીડાયેલી હતી તે ખીલી જાય છે. આત્મસ્વરૂપનું ધ્યાન કરતાં અનુભવ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અનુભવની કળીની સુવાસ ચોમેર ફેલાઈ જાય છે. સ્વ તરફ દૃષ્ટિ થતાં હવે સમજાય છે કે હું પોતે તો અનાદિ અનંત છું.
Page #224
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૪૦ અરૂપી અવિનાશી શાશ્વત પદાર્થ છું. સર્વથી ભિન્ન એવો હું આત્મા છું. હું વર્ણ-ગંધ, રસ, રૂપ, સ્પર્શ સ્વરૂપ નથી, હું તો શુદ્ધ, ચૈતન્ય, અખંડ, અવિનાશી, અગોચર આત્મતત્ત્વ છું. આ પ્રકારનું ચિંતન થતાં માયારૂપી દાસી અને તેના કુટુંબીઓ ક્રોધ, માન અને લોભ વગેરે પર અંકુશ આવી જાય છે. દોઢ દિવસ તેને દાબી રાખવાથી અનુભવજ્ઞાન પ્રગટ થાય છે.
અહીં “હેઢ' શબ્દ એટલે દોઢ દિવસ, એટલે થોડો વખત. અનુભવકલિકા જાગૃત થતાં મતિ આત્મા સાથે મળવા લાગી. મન પણ વ્યવસ્થિત કાર્ય કરવા લાગ્યું તેથી પર્યાયષ્ટિ હટીને દ્રવ્યદૃષ્ટિ બની ગઈ. જે ઇન્દ્રિયો વિષયભોગી હતી તે સ્વરૂપ ગુપ્તા બની ગઈ. જેથી “અમે જઈશું સ્વરૂપ સ્વદેશ જો એક અલૌકિક આનંદનો અનુભવ થાય છે. આ કડીનો ભાવ એવો છે કે સમ્યકદર્શનની પ્રાપ્તિ થતાં, આત્માનુભવ કલિકા ખીલે છે અને ચાર કષાયોનો ઉપશમ થતાં થોડા સમયમાં શુદ્ધ દશા પ્રગટ થાય છે.
ચેતનમાં અનુભવરૂપી સમ્યગ્દર્શનનું કમળ ખીલતાં, કમળની પરાગ ચારેબાજુ પ્રસરે છે. એથી આત્મદશા પ્રગટે છે. આ દશા પ્રગટતાં સંસારનું કાર્ય સીમિત થઈ જાય છે.
શ્રી આનંદઘનજી મહારાજ બીજી કડીમાં કહે છે, जनम जरा मरन वसी सारी, असर न दुनिया जेती; કે વવાય નવા મેં નીંયા, વિરસ પર મમતા ઇતી. સવધ... ૨
આત્મા જયારે નિજવૈભવને જાણી તેના ભોગ માટે યત્ન કરે છે, ત્યારે આત્માનાં જન્મ મરણ અને જરા સીમિત બની જાય છે. જેમ ઊંબરે આવેલ સારા નરસા માણસને આવકાર આપીએ તો તે ઘરમાં પ્રવેશે છે પણ જો ઉપેક્ષા કરવામાં આવે તો તેની મેળે જ ચાલ્યો જાય છે. તેમ અજ્ઞાનને કારણે કુમતિ આંગણાંમાં ઊભી ઊભી રાજ કરતી હતી. હવે સમ્યકત્વનો સૂર્યોદય થતાં કુમતિનાં કાળાં કામો દેખાવા લાગ્યા તેમજ ચેતનને નિજવૈભવ તથા શક્તિનો ખ્યાલ આવ્યો. ચેતન નિજ વૈભવ નિહાળતાં દેહદૃષ્ટિ ગુમાવી દે છે. શ્રી રાજચંદ્રજી કહે છે,
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, એ શાનીનાં ચરણમાં, હો વંદન અગણિત ૧
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૪૧
અનુભવ રસ
સુમતિ કહે છે કે હે ચેતનરામ ! જન્મમરણ દેહના થાય છે. સુખદુઃખ દેહ ભોગવે છે કારણકે તે કર્મજન્ય છે. ત્યારે તારો સ્વભાવ તો જોવા જાણવાનો છે. ચેતનની હવે દૃષ્ટિ બદલાણી છે. હવે દેહદૃષ્ટિ રહી નથી. પછી જન્મમરણના ફેરા તો ક્યાંથી સંભવે ? કવિએ ચેતનને ફકીર કહ્યો છે કા૨ણ કે જેણે ફીકરની ફાકી કરી દીધી છે તે ફકીર છે. ચેતને જન્મમરણની ફીકર ટાળી નાખી છે. એટલે સુમતિ કહે છે કે મારા સંયોગે તમે મસ્ત ફકીર બની ગયા છો. હવે મમતાનું ઘર ઉખેડી નાંખ. મમતાનાં પાયા ૫૨ જન્મમરણની દીવાલો ચણાયેલી છે. પાયો હલી જતાં દીવાલો ઘસી પડે છે અને દીવાલો તૂટતાં પૂરો સંસાર ખતમ થઈ જાય છે. જેથી અનંત સિદ્ધો સાથે શાશ્વત સ્થાન પામી શકાય છે. અનુભવની યથાર્થતાનું વર્ણન કવિ ત્રીજી કડીમાં કરે છે.
अनुभवरसमें रोग न सोगा, लोकवाद सब मटे ।
હેવન અશ્વત બનાવિ વાષિત, શિવશંવર ગ મેટા... ।। અવધૂ...।। રૂ।। અનુભવની કળી ખીલતા ચેતનની અનંતકાળની મહેનત સફળ થાય છે. દરેક જીવો ૫૨મપદની પ્રાપ્તિ અર્થે ધાર્મિક ક્રિયા – અનુષ્ઠાનો કરે છે. કોઈ ઘર છોડી જંગલ વાસ કરે છે, તો વળી કોઈ સાધુ બને છે. કોઈ તપ કરે છે, તો કોઈ જપ કરે છે પણ દરેકનું લક્ષ્ય આજ સુધી જે નથી અનુભવ્યું તે અનુભવવાનું કારણ કે અનુભવ થયા પછી રોગશોક સ્પર્શી શકતા નથી તો પછી લોકવાદની તો વાત જ ક્યાં રહી ? પછી સ્કૂલ કર્મો તરફ દૃષ્ટિ રહેતી જ નથી. તેથી મીરાં પણ કહે છે કે “મેરે તો ગિરિધર ગોપાળ, દૂસરા ન કોઈ” મીરાંએ' ગિરિધરને શોધવા મા-બાપ, પતિ, રાજ કે પરિવાર બધું જ છોડયું. સમાજનાં બંધનો પણ છોડી દીધાં. મીરાંએ કહ્યું છે કે “દુનિયા વોલતી રહેળી, મૈં મેરા હાર્ય રતી રી. અનુભવરસના રસિયા સર્વભયોથી મુક્ત બની જાય છે પછી લોકવાદને કોઈ સ્થાન રહેતું જ નથી. આત્મભાવોની સ્થિરતા મેરુસમાન આવી જાય છે. એવી અચલ અવસ્થાને સાધક ધારણ કરે છે. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ કહે છે, “ અનુભવજ્ઞાનીને અંતરથી રોગશોકનો અનુભવ કરતો નથી. તેમજ લોકો ગમે તે બોલે તે તરફ લક્ષ આપતો નથી લોકોપવાદથી ભયભીત થતો નથી. અનુભવજ્ઞાની દિવાની દુનિયાના બોલની ઉપેક્ષા
Page #226
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૪૨ કરે છે”. પણ જે અનુભવેકલિકાનો રસ પીએ છે તે જ તેનો અનુભવ કરી શકે છે. સાંભળવા કે કહેવા માત્રથી અનુભવરસ પ્રાપ્ત થતો નથી. અનુભવી બાહ્ય દેષ્ટિ દૂર કરી અંતરદૃષ્ટિ વડે મોક્ષ તરફ પ્રયાણ કરે છે. છેવટે કલ્યાણ સ્વરૂપ પરમાત્માને ભેટે છે. આવશ્યક સૂત્રમાં કહ્યું છે,
“સિવ મન મય મત મુરવય” રૂ
તે શિવ, કર્મરજથી રહિત, રોગરહિત થઈ અક્ષય સુખના ભોક્તા બને છે. ચેતનનું શુદ્ધસ્વરૂપ શિવ-શંકર જેવું જ છે. સાધકની અંતરદશાનું વર્ણન કરતાં કવિશ્રી કહે છે, वर्षा बुंद समुद्र समानी खबर न पावे कोई, કાનંવધન હૈ જ્યોતિ સમાવે, નવું વરુદાવે તો. અવધૂા કા
વર્ષાઋતુમાં વાદળ છવાયા આકાશમાંથી વરસાદની ધાર વૃંદ બૂદ રૂપે થાય છે પણ એ જળ વહેતું વહેતું સમુદ્રમાં સમાઈ જાય છે પછી તેનું અલગ અસ્તિત્વ રહેતું નથી. તેમ જયારે જીવ શિવ બની જાય છે ત્યારે તે અનંત સિદ્ધો સમ બની જાય છે. એક જયોતમાં બધી જયોત મળી જાય છે. જેમ કે કહ્યું છે,
એક માંહી અનેક રાજે, અનેક માંહે એક દંગ, એક અનેક કી નાહિ સંખ્યા, નમો સિદ્ધ નિરંજન.૪
દરેક જીવનું અલગ- સ્વતંત્ર અસ્તિત્વ હોય છતાં એક અનેક સમ બની જાય છે. શ્રી મોતીચંદ્રભાઈ લખે છે કે “અનુભવરસનું પાન કર્યા પછી જે ક્રિયા કરવામાં આવે છે તે એક બિન્દુ સમાન હોય તો પણ એક અપેક્ષાએ સમુદ્રતલ્ય થઈ જાય છે. અમુક ક્રિયાનો આધાર અધ્યવાસાયની નિર્મળતા પર છે. બાહ્ય સ્વરૂપે એક સરખી ક્રિયા કરનાર બે વ્યક્તિમાંથી એક મહાકર્મબંધ કરે છે ત્યારે બીજો ઉદાત્ત અવસ્થા ભોગવે છે. અનુભવજ્ઞાનની જયોત આત્મામાં સમાઈ જાય છે. આત્મજ્યોત આત્માથી ભિન્ન નથી. આત્મા તથા આત્મજયોત બંને એક રસરૂપ થઈને રહે છે. અનુભવજ્ઞાની બાહ્ય ચેષ્ટાઓ દ્વારા પોતાનું જ્ઞાન બીજાઓને જણાવી શકતા નથી અને જણાવવા ઈચ્છતા પણ નથી. જે અનુભવ કરે તેને તે જ્ઞાન થતાં, તેવી દશાને પામે છે. અનુભવજ્ઞાન થયા પછી ચેતનનું મનોરાજય એવું વિશાળ બની જાય છે કે તે સમુદ્રમાં પડેલા ટીપાંની જેમ
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૪૩
અનુભવ રસ સમુદ્રમય બની જાય છે. તેને પછી પોતાનો વ્યક્તિભાવ સ્થાપન કરવાની ઈચ્છા રહેતી નથી. તે આત્મા જયારે સિદ્ધદશાએ પહોંચે છે ત્યારે ત્યાં સમુદ્ર સાથે પોતાનાં આત્મબિન્દુને મેળવી દે છે.
સારાંશ એ કે સિદ્ધદશા પ્રાપ્ત કર્યા પછી પણ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ રહે છે કારણકે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ભળી જતું નથી. તે રીતે દરેક પદાર્થ પોતપોતાની રીતે સ્વતંત્ર છે. ગુણો પણ સ્વતંત્ર છે. જ્ઞાન અપેક્ષાએ સર્વ જીવો સિદ્ધ સમાન છે. તો પણ દરેકનું કેવળજ્ઞાન અને કેવળદર્શન સ્વતંત્ર છે તથા દરેક જીવોનો “આત્મધન” સ્વતંત્ર છે. જે જીવ મોક્ષગામી હોય તે છેલ્લો દેહ (ચરમદેહ) છોડે તે સમયે તેનું શરીર જે અવસ્થામાં હોય તે જ આકારે તેના આત્મપ્રદેશો ગોઠવાઈ જાય છે તથા ચરમશરીરની જે અવગાહના હોય તે પ્રમાણે ૨/૩ ભાગે ધન પડે છે. તેથી કવિએ “આનંદઘન' શબ્દનો વારંવાર પ્રયોગ કર્યો છે. બધા સિદ્ધાત્માના આત્મપ્રદેશો ઘનાકારે ગોઠવાયેલા હોવા છતાં એક-બીજાને બાધક કે રોધક થતા નથી. અસ્તિત્વ ગુણને કારણે બધા સ્વતંત્ર છે.
- સાધક પોતાના જીવનમાં સર્વ પ્રથમ દેહ અને આત્માની ભિન્નતારૂપ આત્માનંદનો અનુભવ કરે છે. ત્યારે એ આનંદ અપૂર્વ, દિવ્ય ને ભવ્ય હોય છે. એ અનુભવ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં સાધકને અલ્પભવમાં સંસારથી મુક્ત કરાવી દે છે. તેથી કવિએ આ પદમાં અનુભવને કલિકા કહી છે. કળી નાની હોય, કળીમાંથી ફૂલ ખીલે છે. ફૂલ સીધું ખીલતું નથી, તેમ દેહ ભિન્ન આત્માનો અનુભવ સર્વપ્રથમ અલ્પસ્થિતિનો હોવાને કારણે “કલિકા' કહ્યો છે કારણ કે અનાદિકાળનો મિથ્યાત્વી જીવ સર્વ પ્રથમ ઉપશમ સમકિત પામે છે એવી એક માન્યતા છે. આ સમકિતની સ્થિતિ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે તેથી ફૂલ કરતાં કળીની સ્થિતિ અલ્પ હોવાના કારણે કવિએ પ્રથમ આત્માનુભવને કલિકા કહી છે પછી ક્ષાયિકસમ્યકત્વ પ્રગટ થતાં કુસુમનું રૂપ ધારણ કરે છે. આ રીતે આ પદ આત્મસાધક માટે પ્રોત્સાહકને પ્રેરણારૂપ છે. જેમ ફૂલ ખીલવામાં સૂર્ય નિમિત્ત બને છે તેમ ભવ્યાત્મા સૂર્યસમ સદ્ગુરુના જ્ઞાનનું પાન કરે તો તેમાંથી આત્માનુભવ રસનું આસ્વાદન કરે છે તથા આનંદ પામે છે. હકીકતમાં આ પદ પ્રેરણાદાયી છે.
Page #228
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૪૪
પદ-૨૪
"मुने मारो कब मिलशे मनमेलु" । શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં સાધકની નિજાનંદની મસ્તી વર્ણવી છે. સુમતિની સમજાવટથી ચેતન સ્વઘર પધારવા તૈયાર તો થયો પણ જ્યાં સુધી ઘરના આંગણામાં આવે નહીં ત્યાં સુધી પોતાની સ્ત્રીને શાંતિ ક્યાંથી વળે? શુદ્ધ ચેતનને મળવા અત્યંત વ્યાકુળ છે. આ વ્યાકુળતા શ્રી આનંદઘનજીએ સ્વાનુભવના આધારે શબ્દદેહે આપણી સમક્ષ મૂકી છે.
જેમ તૃષાતુર માનવ, પાણીની શોધમાં ચારે બાજુ દોડતો હોય છે એ રીતે સાધક કવિએ આત્મતૃષા છીપાવવા માટે ગ્રામ, નગર, જંગલ, પર્વતો તથા ગુફાઓમાં વસવાટ કર્યો છેવટે સ્વપુરુષાર્થ દ્વારા કવિએ ચેતનને મનાવ્યો. તે સ્વઘરે આવવા તૈયાર તો થયો પણ હજુ ચેતનાને ઘરે પહોંચ્યો નથી.
શુદ્ધચેતના, ચેતન માટે કેટલી વ્યાકુળ છે તે હવે ચેતનાના શબ્દોમાં આપણે જોઈએ. કવિશ્રી આનંદઘનજી “રામગ્રી” રાગમાં કહે છે,
મુને મારો વેવ મિનાશે મનમેલુ...... મુને મનમેનુ વિણ ત્તિ ની, વાને વન વોર્ડ વેલૂ...મુના
શુદ્ધચેતના કહે છે કે જેની સાથે મારો સ્વભાવ મળી ગયો છે, જેની સાથે મેં કદી ભેદ જોયો, જાણ્યો કે અનુભવ્યો નથી. એવા શુદ્ધ ચૈતન્ય વિના મારો મેળ કોઈની સાથે જામે નહીં. હંમેશાં નિયમ છે કે સરખા
સ્વભાવવાળાનો તથા સરખા વિચારવાળાનો મેળ અધિક હોય અને જો મેળ હોય તો રમવાની મજા આવે. તેથી સુમતિ કહે છે કે મારો ને ચેતનનો સ્વભાવ એક જ છે. તેની સાથે એક થઈને રહેવા ઈચ્છું છું. ચેતન જ્ઞાનસ્વભાવી છે. એના અનુભવજ્ઞાનની વાતો કરવાથી કાંઈ વળવાનું નથી. પણ જ્ઞાયકભાવ પ્રાપ્ત થતાં જ્ઞાયકને અનુભવી શકાય છે. જ્ઞાયક જ્ઞાનથી શેયને જાણે છે તથા શેય જ્ઞાયકના જ્ઞાનમાં ઝળકે છે. પરંતુ જ્ઞાયક શેયરૂપ બની જતો નથી. જ્ઞાન શેયાકારે પરિણમે છે અને
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૪૫
અનુભવ રસ જ્ઞાયક તેને પોતાના સ્વભાવનુસાર જાણવાનું કામ કરે છે પણ વાસ્તવિક દૃષ્ટિ ખુલતાં ચેતન સ્વયં જાણી શકે છે કે હું પોતે જ શેય છું પર પદાર્થને જોતાં જોતાં ચેતનને પોતાના સ્વરૂપનું દર્શન થાય છે. એટલે કે હું શેય છું. મારો જ્ઞાયક સ્વભાવ છે. હું મને જાણું, હું મને જોઉં, હું મને પામું.
આવો જ્ઞાયકભાવ જ્યારે પુષ્ટ બને છે ત્યારે ચેતન ચેતનાનો મેળ જામે છે એટલે ચેતના કહે છે કે હું પતિવ્રતા સ્ત્રી ચેતનારાણી છું, હું પર પદાર્થ સાથે કેલિ ન કરું. “મન વિના મળવું ને ભીંત સાથે ભળવું” એ રીતે જ્યાં પ્રેમ ન હોય ત્યાં સંબંધો લાંબો સમય ટકી શકતા નથી. ચેતન સાથે તેનો જ્ઞાનસ્વભાવ મળે ત્યારે જ રમત રમવાનો આનંદ આવે. વિભાવદશા સાથે ચેતન રમે તે કોઈપણ રીતે ઉચિત ન ગણાય. કોઈ મૂર્ખ એવી રમત રમે તો એ રેતીના કોળિયા ભરાય નહીં, અને તેનાથી પેટ ભરાય નહીં, તેનો સ્વાદ પણ હોય નહીં માટે જ કવિ કહે છે કે હે ચેતન! તે અનાદિકાળથી રેતીના કોળિયા ભર્યા છે. તેથી તને આનંદ આવતો નથી અને ક્યાંય ઠરીને ઠામ બેસતો નથી. તું તારા સ્વભાવને પ્રગટ કર. શુદ્ધચેતનામાં સહજ આનંદનો દરિયો વિલસી રહ્યો છે. શુદ્ધચેતનામાં અનંતજ્ઞાન, દર્શન, સુખ અને વીર્યરૂપી ઋદ્ધિ વિલસી રહી છે.
ચેતના ચેતન સિવાય અન્ય કોઈપણ સાથે રમવા તૈયાર નથી. તેનાં રોમરોમમાં ચેતનનું સ્થાન છે. તેથી કહે છે કે મારો ચેતનનાથ મારા મનનો મિલાપી છે. તેથી જ હું તેનું વારંવાર સ્મરણ કરું છું. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે,
મન મળતાં મેળો કહ્યો, મેળા બીજા ફોક, મન મળ્યા વિણ બોલવું- રણમાં જેવી પોક. મન મળ્યા વિણ પ્રેમ નહિ, મન મેળા મુશ્કેલ,
બુદ્ધિસાગર જાણવું અનુ ભવીને સહેલ જેની સાથે મન મળી જાય છે તેની સાથે સત્ય પ્રેમ જોડાઈ જાય છે. આવો પ્રેમ તો જેણે અનુભવ્યો હોય તે જ તેને જાણી શકે. તેનો રંગ કોઈ અનેરો જ હોય છે. બાહ્ય પ્રેમમાં પ્રદર્શન હોય પણ વાસ્તવિક પ્રેમમાં સ્વદર્શન હોય, બાહ્ય પ્રેમમાં આડંબર હોય પણ વાસ્તવિક પ્રેમમાં સહજતા હોય, બાહ્ય પ્રેમમાં હૃદય કોરું હોય છે ત્યારે સાચા પ્રેમમાં હૃદય ભીંજાય છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૪s
અનુભવ રસ
आप मिभ्याथी अंतर राखे, सुमनुष्य नहि ते लेलू: । आनंदघन प्रभु मन मिलीया विण, को नवि विलगे चेलु... ।।मुने।।२।।
આ કડીમાં કવિ કહે છે કે જ્યાં હૃદયનો પ્રેમ છે ત્યાં કોઈ અંતર હોય જ નહીં. સાચા પ્રેમમાં અંતર પાડતો પડદો પણ હટી જાય છે. પ્રેમનો પરિચય આપવો પડતો નથી પણ એ પ્રેમહૃદય પરસ્પરનો પરિચય મેળવી લે છે. હૃદયપૂર્વકના પ્રેમમાં દિલના દરવાજા ખુલ્લી જાય છે અને મૂકભાષાનો વહેવાર ચાલુ થાય છે. અહીં કવિએ અધ્યાત્મભાવથી આત્મભાવે મિલન બતાવ્યું છે. આત્મ સ્વસ્વભાવે ન મળે અને પરભાવે મળે તો તે મિલનથી આનંદ પ્રાપ્ત નહીં થાય.
- કવિ કહે છે કે મન ભાળ્યા વિના એક બાળક પણ તમારી પાસે આવતું નથી પછી તે બાળક પોતાનું હોય કે અન્ય કોઈનું. એક કૂતરું પણ પ્રેમ જોઇને તમારી પાસે આવી પૂંછડી પટપટાવે છે તથા પગમાં આળોટી પ્રેમ પ્રદર્શિત કરે છે. તો શું માનવ પ્રેમની ભાષા ન જાણે? પણ જો દિલના દરવાજા ખુલ્લી ગયા હોય તો આનંદ-મંગળ છે. શ્રી આનંદઘનજી કહે છે કે સ્વભાવની એકતા થયા વિના અને મને મળ્યા વિના કોઈ ચેલો પણ થતો નથી. સંસારત્યાગની વાર્તા કાંઈ વાકચાતુર્ય કે ત્યાગ વૈરાગ્ય પર આધાર રાખશે નહીં પણ આવનાર વ્યક્તિ તેમનો સદ્ભાવ જોશે અને ત્યાગને બિરદાવશે. ગુરુનો ત્યાગ જોઈ શિષ્ય પણ ત્યાગમાર્ગે આગળ વધશે. ચારિત્રવાન આત્માઓનાં ચારિત્રનો પ્રભાવ વ્યક્તિ તથા સમાજ પર પડતાં ત્યાગીઓ તરફ ભકિત ઉમટતા તેમનાં ચરણોમાં સમર્પિત થાય છે.
આ પદ માત્ર બે કડીનું છે પણ એમાં કવિએ ચેતન તથા ચેતનાના મિલાપની સુંદર વાત કરી છે. આ પદમાં વિભાવદશાની નિરર્થકતા ઉપર તથા સંકલ્પવિશુદ્ધિ ઉપર અધિક ભાર દર્શાવ્યો છે. સુંદર રૂપકો યોજી કવિએ આ પદને મનોહર બનાવ્યું છે.
IIII
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૪૭
પદ-૨૫
.
“ જ્યારે મુને મિત્રશ્ય માહો”
અનુભવ રસ
અધ્યાત્મમાર્ગની તીવ્ર ઝંખના વિના આત્મપ્રાપ્તિ થતી નથી. અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજ એક એવા સાધક છે જે જેમણે આત્મમસ્તી માણતા જ પદોચ્ચારણ કર્યું છે. અધ્યાત્મમાર્ગના સાચા સાધકની દશા કેવી હોય છે તે કવિશ્રીએ રામગ્રી રાગમાં વર્ણવેલ છે. क्यारे मुने मिलश्ये माहरो संत सनेही.... । क्यारे । संत सनेही सुरीजन पाखे, राखे न धीरज देही..... । क्यारे ।।
આત્મસ્વરૂપની પ્રાપ્તિના પિપાસુસાધક જેણે આત્માની ભાળ મેળવી લીધી છે તેની પાસે જાય છે અને અંતરની વેદના વ્યક્ત કરે છે. હે સંતો ! મને મારો સ્વામી ક્યારે મળશે ? તેના વિના મને હવે ક્યાંય ચેન પડતું નથી. મારા નાથ વિના મને નથી ઘ૨માં ચેન કે નથી મને બહાર ચેન. ઢે અનુભવી સંતો ! આપે તો તેને જાણ્યો છે. અનુભવ્યો છે. હે પ્રભુ ! મને બતાવો મારો અનંતગુણનિધાન આત્મા ક્યાં સંતાયો છે ? આત્મપ્રાપ્તિ વિના આ અનંતસંસારમાં હું દુઃખ પામી રહ્યો છું.
શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે,
જેહ સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત.
અનંતસંસા૨ પરિભ્રમણનું મૂળ કારણ છે, સ્વરૂપનું અજ્ઞાન. આજ સુધી તે જાણ્યું નથી. પણ હે ગુરુદેવ ! આપે તે સ્વરૂપ અનુભવ્યું છે. આપ મને પણ માર્ગ બતાવો. દીપક વડે દીપક પ્રગટે તેમ આપના અનુભવજ્ઞાનથી મારા આત્મદીપ પ્રગટી જશે. આપ જ મારા માર્ગદાતા છો. માટે જ કહ્યું છે,
गुरु विना को नहि मुक्तिदाता, गुरु विना को नहि मार्गगंता
गुरु विना को नहि जाडयहर्ता, गुरु विना को नहि सौख्यकर्ता .... ।।२।। ગુરુમહિમા અપાર છે, માર્ગ ભૂલેલા પથિક માટે માર્ગ બતાવનાર ભગવંત સમાન છે. કવિ કહે છે કે હે સંતો ? મારા સ્નેહને જાણનાર એવું
Page #232
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૪૮
શુદ્ધ આત્મસ્વરૂપ અંતર વિના મને ક્યારે પ્રાપ્ત થશે. જેના મનમાં એવી પ્રતીતિ થાય કે આ વસ્તુ મેળવવા યોગ્ય છે તે વસ્તુ મેળવવા પ્રબળ ઝંખના જાગે તથા સતત પુરુષાર્થ ઉપડે તો એ વસ્તુ જરૂર મેળવી શકાય છે અથવા જેણે મેળવી છે તે વ્યક્તિનું માર્ગદર્શન લેવાથી તે વસ્તુ સહજતાથી મેળવી શકાય છે. દુર્લભ વસ્તુ પણ સુલભ બની જાય છે. સદ્ગુરુના શરણ વિના કાંઈ સુલભ નથી. પણ સદ્ગુરુ કોને કહેવાય ?. તેના માટે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે,
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા........
જેના કષાયો મંદ પડી ગયા છે. મોક્ષ તરફની સતત લગની લાગી છે વળી જે ગુણાનુરાગી છે. બીજાના પહાડ જેવડા દોષને રાઈ જેવડા જુએ છે અને નાના ગુણને મોટો ગણે છે તેવી વિશિષ્ટદેષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે તે સદ્ગુરુ અથવા સંતપુરુષની કોટિમાં આવી શકે છે. તેથી શ્રી આનંદઘનજી કહે છે કે હે સંતો, મારે વસ્તુતઃ શુદ્ધ આત્મ સ્વરૂપ સાથે અભેદ પ્રીતિ છે. મારો એજ સાચો સ્નેહી છે. આવા ઉત્તમ સ્નેહીનો સંગાથ હતો છતાં પણ હું આજ સુધી અજાણ હતો. મારી વસ્તુ જે મારી પાસે જ હતી તે આપે મને શોધી આપી. ગુરુનાં ઉપદેશથી જણાયું કે આજ સુધી હું જેને મારા માનતો હતો તે બધાં ખોટા છે, પરાયા છે. મારા સાચા સગા કોણ છે તે સમજાયું. હવે હું તેને પામવા ઉત્સુક છું. મારો પ્રભુ મારાથી આટલો નજીક છે તે જાણ્યા પછી મારી ધીરજ રહેતી નથી. હવે મારું લક્ષ્ય તે દિશામાં મંડાયું છે. તેમાં જ મારી સ્થિરતા છે. જેમ-જેમ સ્થિરતા સાધતો જાઉં છું તેમ તેમ મારા સંબંધીઓથી મારું મિલન થતું જાય છે. તે બધામાં સર્વ પ્રથમ છે સમતા. ત્યારબાદ ક્ષમાદિ દશ યતિ ધર્મો, ઈન્દ્રિય સંયમ, કષાયત્યાગ, યોગ નિરોધ વગેરે શક્તિઓ પ્રાપ્ત થતી જશે.
સાધકને આત્મમિલનની તીવ્ર જિજ્ઞાસા જાગી છે. તીવ્રવ્યથા ઊભી થઈ છે. આવી અંતરદશાનું વર્ણન કવિ બીજી કડીમાં કહે છેઃ जन जन आगल अंतरगतनी, वातलड़ी कहुं केही; આનંવધન પ્રમુ વૈદ્ય વિયોગે, જીમ નીવે મધુમેહી....જ્યારે ૨૫ સ્વરૂપ૨મણતાના જિજ્ઞાસુ સાધક સંતો પાસે જાય છે અને પોતાના
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૪૯
અનુભવ રસ મનની વાત કરે છે. સાથે સાથે તેને એવું પણ લાગે છે કે હું મારી આ વ્યથા કોની પાસે જઈને કરું? આવી વાતો ગમે તેની પાસે ન થાય. બધાને કહેવાથી તો લોકો આપણને મૂર્ખ ગણે. વસ્તુ નજીક હોવા છતાં દેખાતી નથી. અસ્થિરતાને કારણે પદાર્થ જ્ઞાનમાં પણ ભ્રમ ઊભો થાય છે અને એ જ મોટો રોગ છે. જેમ અસ્થિર પાણીના તરંગોમાં પણ અસ્થિરતા જણાય છે તેમ મારા યોગની અસ્થિરતાને કારણે શુદ્ધ સ્વરૂપ જણાતું નથી ને ખોટો ભ્રમ પેદા થાય છે. આજ મહારોગ મને લાગ્યો છે. આવી મારી અંતરવેદનાની વાતો હું કોને કોને જઈને કરું? હે નાથ ! આપ તો કુશળ વૈધ છો. જેને મધુમેહનો રોગ થયો હોય તે કુશળ વૈધ સિવાય જીવી ન શકે. હે દેવ! આપ મારા રોગનું નિદાન કરી મને રોગ મુક્ત કરો. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે,
આત્મભ્રાન્તિ સમ રોગ નહીં, સદ્ગુરુ વૈધ સુજાણ, ગુરુ આશા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. / ૧ાા.
મારી ભ્રાન્તિના ભાંગનારા પ્રભુ આપ જ છો આપના શુદ્ધ સ્વરૂપની વિચારણાથી તથા ધ્યાનથી મારામાં પણ એવું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થશે. હું મારામાં નિત્યાનંદ પ્રભુને પામી શકીશ. મારા નાથનું પરોક્ષ સ્વરૂપવિચારતા તેમાં લયલીન બની જતા પણ અનેરો આનંદ અનુભવું છું. ક્ષયોપશમભાવથી સમ્યચેતના ચોથા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાન સુધી તેનો પરોક્ષ અનુભવ કરે છે એટલે કે પરોક્ષપ્રમાણમાં સમાવેશ થાય છે.
શ્રી બુદ્ધિસાગરજી કહે છે કે “ક્ષાયિકભાવથી શુદ્ધચેતના કેવળજ્ઞાનરૂપ છે અને તેનો પાદુર્ભાવ તેરમાં ગુણસ્થાનકમાં થાય છે”. અહીં શુદ્ધચેતના ચેતનને પ્રત્યક્ષ મળે છે. ક્ષયોપશમભાવે કે ઉપશમભાવે શુદ્ધ થયેલી ચેતનાને અપેક્ષાએ શુદ્ધચેતના માની શકાય છે.
શુદ્ધચેતના અનુભવને કહે છે કે હવે મારાથી જીવી શકાતું નથી. હું વિભાવદશાથી પીડાઈ રહી છું. મારી આ બીમારીથી કુશળવૈધ સિવાય . કોઈ મને મુક્ત કરી શકશે નહીં. હે આનંદઘન પ્રભુ! મારી બીમારીનું મૂળ આપ જ કાઢી શકશો. આજ હું આર્ત બની ગઈ છું. શ્રી રહી છું.
આ પદમાં સાધકની કેવી તીવ્ર જિજ્ઞાસા છે, કેવી ઝંખના જાગે છે તે બતાવવામાં આવ્યું છે. આત્માની વાતો સાંભળવાથી કે સ્મરણ કરવાથી
Page #234
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૫૦ જો શાંતિ છવાઈ જતી હોય તો પ્રત્યક્ષાનુભવથી કેવો ઉત્તમ આનંદ પામી શકાય છે, તે તો અનુભવી જ જાણે છે. કવિશ્રીએ આ બે કડીના પદમાં પરમપદની પ્રાપ્તિ માટેના સાધકના તલસાટને સુંદર પદાવલિમાં અભિવ્યક્તિ આપી છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૫૧
અનુભવ રસ
૫-૨૬
અવધૂ વર્ષ નાનું ગુનદીના” અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજ સ્વાનુભૂતિયોગ્ય શબ્દો વડે સાધક આત્માની યોગ્યતાનું દર્શન કરાવતાં કહે છે કે વ્યક્તિ ગમે તે સ્થાને જવા ઈચ્છે પણ ત્યાં જવા માટે તેને યોગ્યતા પ્રાપ્ત કરવી પડે છે. સાધનાનું પ્રથમ પગથિયું છે નમ્રતા. વિનમ્ર આત્મા, આધ્યાત્મિક સાધના માટે યોગ્ય ગણાય છે.
ઘડામાં પાણી ભરવું છે. પણ જો ઘડામાં કાંકરા ભર્યા હોય તો તે ઘડો પાણીથી ભરાશે નહીં પણ ખાલી હોય તો સહેલાઈથી ભરી શકાય છે. તેવી રીતે સાધકમાં અભિમાન ભર્યું હશે તો હૃદયરૂપ ઘટમાં જ્ઞાનરૂપ પાણી ભરી શકાય નહીં, પણ હૃદયરૂપ ઘટ ખાલી હશે તો જ્ઞાની પુરુષોની વાણીરૂપ પાણી ભરી શકાશે.
કવિશ્રી આ પદનો પ્રારંભ કરતા કહે છે, વધૂ વયા મા મુળદીના, કે ગુન નન પ્રવીણ .... વધુ गाय न जानु, बजाय न जानु, न जानुं सुरभेवा; રીફ ન નાનું, રીજ્ઞય ન નાનું, ન નાનું પસેવા....જાગવધૂતારા
કવિ પ્રભુને કહે છે કે હે પ્રભુ! હું તારી પાસે શું માગું? કારણ કે હું તો ગુણહીન છું. મને સમજાતું નથી હું તારી પાસે કેવી રીતે આવું અને શું માંગુ? મને જોઈએ તો છે તારા જેવું પરમાત્મપદ, એટલા માટે હું તારી પાસે આવ્યો છું. કારણકે તું તો ગુણનો ભંડાર છે. તારા ગુણો ગણવાની મારી તો કોઈ તાકાત નથી, પણ અનેક સંતો અને ઋષિઓ પાસેથી સાંભળ્યું છે કે તું અનંત ગુણનિધાન છે. શ્રી માનતુંગાચાર્યજી કહે છે,
वकतुं गुणान गुणसमुद्र शशांङ्क कान्तान।।
कस्ते क्षमः सुर गुरु प्रतिमोऽपि बुध्धया।।४।। છતાં પણ હું આપની ભક્તિને વશ બનીને અલ્પમતિ હોવા છતાં ગુણો ગાવા બેઠો છું કારણકે આપના એ પરમપદને પામવા આપની પાસે આવ્યો છું. આપના ગુણકીર્તન કરતાં મને તો આવડતા નથી. આપના
Page #236
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૫૨ કયા-કયા ગુણોને સ્તવના થઈ શકે તેનો પણ મને વિવેક નથી. ગાતા તો આવડતું નથી પણ ગાયકો પાસે કેવા-કેવાં વાજિંત્રો હોય તેનું તથા તેને બજાવવાનું પણ મને જ્ઞાન નથી. ગાયકો આપની પાસે વિધવિધ સૂરોમાં ગાઈ પોતાની ભક્તિ રજૂ કરે છે. મારો સૂર પણ એવો મીઠો મધુરો નથી. અનેક પ્રકારના છંદો કે બાવણીના રાગ પણ હું જાણતો નથી. આ પૈવત રાગ છે કે ગાંધાર છે? તેની પણ મને ખબર નથી. મારા મધુરરાગના અભાવે હું આપને રીઝવી પણ શકતો નથી. સૂર કે સૂરના વિવિધ રાગ વિના ભક્તિ કેમ થાય? અરે! કોઈ વખત તો ગાયકો બિરદાવલીથી રાજાને બિરદાવે છે અને સુંદર રાગમાં ગુણાવલી ગાય છે. જેથી રાજામહારાજા રીઝાય અને ઉત્તમ ભેટ અર્પણ કરે છે. પણ પ્રભુ મારામાં તો એવી પણ કોઈ શક્તિ નથી તેથી રીઝતા કે રીઝવતા પણ આવડતું નથી. મારી અણઆવડતની કોઈ સીમા નથી તેથી એમ થાય છે કે આપના ચરણની સેવા કરું પણ પ્રભુ સેવક થવું સહેલું નથી કારણ કે સેવકના જેવી મારામાં નમ્રતા નથી. મને સેવાધર્મ બજાવતાં પણ આવડતો નથી. વળી ચરણસેવા કયા કયા પદાર્થોથી કરવી, કેવા મંત્રોચ્ચાર વડે કરવી, વસ્ત્ર તથા નૈવેધની કઈ સામગ્રી લાવવી તે વિધિ પણ હું જાણતો નથી તો પછી પ્રભુ આપજ કહો મારે શું માગવું. કવિશ્રી બીજી કડીમાં કહે છે,
वेद न जानुं किताब न जानु, जानुन लक्षण छंदा; તરવરવાદ વિવાદે જ નાનું, ન નાનું છવિ રુંવા... નવધૂ . ૨ાા
હું વેદ, કુરાન કે છંદશાસ્ત્ર વગેરે કાંઈ જાણતો નથી. વાદ-વિવાદ કરવા મારી પાસે તર્કશાન નથી. તેમજ મારામાં કવિત્વ શક્તિ પણ નથી. આવો સર્વથા શક્તિ હીન હું આપની પાસે કેવી રીતે આવું? અને શું માગું?
હિન્દુ ધર્માનુસાર વેદ સર્વથી જૂનો ગ્રંથ છે તથા વેદ અપૌરુષેય છે તેમ કહેવાય છે. જેની ઉત્પત્તિ કોઈ માનવથી નહીં પણ સાક્ષાત્ ઈશ્વરથી થઈ હોય તેને આગમ કહેવામાં આવે છે. વેદને પણ આગમરૂપ માનવામાં આવે છે. વેદ ચાર છે. તેમાં ઋગ્વદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ ચાર વેદમાં ઋગ્વદ અધિક પ્રસિદ્ધ છે. પરંતુ હે પ્રભુ! મને તો એક વેદનું પણ જ્ઞાન નથી.
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૫૩
અનુભવ રસ * મુસલમાનનું કુરાન કે વીતરાગપ્રણિત જૈન આગમ જેમાં મહાસાગર સમું જ્ઞાનજળ ભર્યું છે પણ હું આ વિશાળ આગમોને ન્યાય આપી શકું અથવા સ્વપક્ષ દ્વારા પરપક્ષનું ખંડન-મંડન કરી શકું તેટલું જ્ઞાન પણ મારામાં નથી. કુરાન, બાઈબલ, અવસ્તા વગેરે વાંચી, વિચારી તેના દૃષ્ટિબિન્દુઓ સમજવા તે આત્મજ્ઞાનીનું લક્ષ્ય હોય છે પણ હું તો તે પણ જાણતો નથી. મને છંદશાસ્ત્રનું પણ જ્ઞાન નથી. કયા છંદમાં કેટલી માત્રા વૃત તથા ક્યો છંદ કેટલા ગણોનો હોય, તેમાં સમ તથા વિષમ શું છે? વગેરે જે છંદશાસ્ત્રનાં લક્ષણો છે તેનાથી હું અજ્ઞાન છું. વળી આવા જ્ઞાનાભાવે કવિતા રચવાની શક્તિ પણ હું ધરાવતો નથી. જો એમ હોય તો કવિતા દ્વારા પણ હું આપના ગુણાનુવાદ કરું. એક અનુભવીએ કહ્યું છે,
પિંગલ પાઠ પઢયા વિના કાવ્ય કરે કવિ હોય
વળી વ્યાકરણ વિના વદે, વાણી વિમળ ન હોય. વ્યાકરણ કે કવિતાની પદ્ધતિના જ્ઞાન વિના બોલવું તે તો નિરર્થક છે. હે નાથ ! વસ્તુની ઘટના જેવા કે હેતુ, દષ્ટાંત, ઉપનય, વ્યાતિ વગેરે પાંચ પાંચ અંગ તર્કના પ્રમાણનય તત્ત્વાલોકમાં બતાવ્યા છે. આ રીતે તર્ક વડે વ્યાપ્તિ કરી વસ્તુનું યથાર્થ જ્ઞાન કરવું તેમજ વિવાદના નિયમ મુજબ પક્ષ-પૂર્વ- ઉત્તરપક્ષ, તર્ક પ્રમાણ દષ્ટાંત વગેરે છે તેના વડેવિવાદમાં વિજય મેળવી શકાય એવી શક્તિ પણ મારામાં નથી. હે પ્રભુ! કવિતા બનાવવા માટે મારી પાસે કવિત્વશક્તિ પણ નથી. તેમજ રસ, અલંકાર, વિભાવ, અનુભાવ, સ્થાયીભાવ વગેરે વિભેદો જાણવા જોઈએ તથા તેનું જ્ઞાન હોવું જોઈએ તે પણ મારામાં નથી. ખરેખર, હું કોઈ પણ યોગ્યતા યુક્ત નથી. યોગભ્રષ્ટ, માર્ગભ્રષ્ટ આપની પાસે યાચના કરવા આવ્યો છું પણ પ્રભુ હવે હું શું કરું કે આપના જેવા સ્વરૂપને પામી શકું? હવે કવિશ્રી આનંદધનજી કહે છે, जाप न जानु जुवाब न जानु, न जानु कथवाता; .. ભાવ ન નાખું મારી જ નાખું, નાનું ન સી તાતા...ગામધૂાા રૂા.
હું જાપ જાણતો નથી. કોઈને પ્રત્યુત્તર દેવાનું જાણતો નથી. મને કથાવાર્તાનું જ્ઞાન નથી. ભાવોની રુચિ તેમજ ભક્તિની રીત હું જાણતો
Page #238
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૫૪
નથી. મને કથાવાર્તાનું જ્ઞાન નથી. શું ઠંડુ અને શું ગ૨મ ? કયા કા૨ણથી ઠંડુ–ગરમ થાય છે તે પણ હું સમજી શકતો નથી. બોલો પ્રભુ! હવે હું આપની પાસે શું માગું ?
હે નાથ ! કહેવાય છે કે પરમાત્મપદ લેવા માટે પરમાત્મસ્વરૂપનું રટણ કરવું જોઈએ તેમજ તેના નામનો જાપ કે અજપાજાપ જાણતો નથી. માળા વિના શાબ્દિક કે માનસિક જાપ કરવાની કળા મારામાં નથી. નવાકા૨વાળી હાથમાં કેમ પકડવી તથા કઈ આંગળીથી મણકા ફેરવવાના તથા માળા નીચે રાખવી કે હૃદય સામે તેની વિધિ પણ હું જાણતો નથી.
વળી આપના વિષે કે આત્મા વિષે મને કોઈ પૂછે તો આપ કેવા છો ? આપનું સ્વરૂપ કેવું છે ? આપનો આનંદ તેમજ અનુભૂતિ કેવી છે તે પણ જાણતો નથી કે જેથી પૂછનારને સંતોષ થાય તેવો જવાબ આપી શકું.
શ્રી મોતીચંદભાઈ કાપડિયા લખે છે “પ્રભુ ભક્તિ કરતાં કરતાં ભક્ત, ભગવાન બની જાય છે વળી પ્રભુ ! આપની ભક્તિ કેવી રીતે કરી શકાય છે તે પણ હું જાણતો નથી. ‘ચિત્ત પ્રસન્ન રે, પૂજન ફળ કહ્યું રે’ એનું રહસ્ય હું જાણતો નથી અને આપની ભક્તિમાં એવી ચિત્તની પ્રસન્નતા થઈ હોય, એવો અપૂર્વ વીર્યોલ્લાસ થયો હોય કે એવી અપૂર્વ આત્મજ્યોતિનું દિવ્યદર્શન થઈ ગયું હોય એમ મારા ધ્યાનમાં નથી અને એનું કા૨ણ તે ભક્તિ માટે કેવા પ્રકારનો ભાવ જોઈએ, કેવી ઊંચી રુચિ જોઈએ, કેવી દૃઢ સદ્ગુણા જોઈએ તેનું મને વાસ્તવિક ભાન નથી. ભાવ વિના ક્રિયા કેવી છે. તે વિષે કવિ લખે છે,
ભાવ વિના દાનાદિકા, જાણો અલૂણો ધાન, ભાવ ૨સાંગ માયા થકી, ત્રુટે કર્મ નિદાન.૧
ભાવ વિના અનેક ક્રિયાઓ કરી પણ યજ્ઞાત્ ક્રિયા પ્રતિજ્ઞ નન્તિ ન ભાવશૂન્યા। ભાવ વિના ચિત્તની ચંચળતા કરી હશે, જેથી આપનો સાક્ષાત્કાર કદી થયો નહીં. આજ સુધી હું તો ઓધે ભક્તિ કરતો હતો. મને સ્પષ્ટબોધ નહતો કે હું આપની ભક્તિ આપના ગુણકીર્તન કરી શકું. ભક્તિનું સ્વરૂપ સમજ્યા વિના તથા ભાવ૨સાંગ મેળવ્યા વિના ભક્તિ
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૫૫
અનુભવ રસ કરતો હોવાથી આજ સુધી કરેલ ભક્તિ આત્મઋધ્ધિ ઉત્પન્ન કરનાર થઈ નહીં, પણ નિષ્ફળ ગઈ એ જ મારું અજ્ઞાનપણું છે.
હે દેવ! મારા પ્રભુ! મારી આવી કરુણાજનક સ્થિતિ છે માટે જ કહું છું કે આપની પાસે હું કેવી રીતે આવું અને શી યાચના કરું તે જ મને સમજાતું નથી. હે કૃપાનાથ! મારા ઉપર કૃપા કરો અને મને માર્ગદર્શન આપો.
કવિશ્રી આનંદઘનજી ચોથી કડીમાં કહે છે, ग्यान न जानुं विग्यान न जानु, न जानु भजनामा; માનંદઘન પ્રમુછે ઘર વારે, ન વડું મુળધામા... અવધૂતા ૪
મોતીચંદભાઈ કાપડિયા લખે છે કે જ્ઞાન એટલે સામાન્યદર્શન અને વિજ્ઞાન એટલે વિશિષ્ટદર્શન એવો પણ અર્થ થઈ શકે છે. ત્યારે ટબાકારના મતે જ્ઞાન એટલે ગુરુદત્ત જ્ઞાન અને વિજ્ઞાન એટલે આત્મા સંબંધીજ્ઞાન એવો અર્થ પણ થાય છે. હે પ્રભુ! આપના પ્રત્યક્ષ દર્શન થઈ શકે તેવું જ્ઞાન તો નથી પણ પરોક્ષજ્ઞાનનો પણ મારામાં અભાવ છે. તે જ્ઞાન બે પ્રકારે છે. “સ્પષ્ટ પ્રત્યક્ષમ્” જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મના ક્ષયથી ઉત્પન્ન થતું જ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન છે. પરંતુ પ્રત્યક્ષ જ્ઞાનના બે ભેદ છે જેમકે તદ્ વિવેત્તે સનં ૧ “અવધિ, મન:પર્યય વિકલ પ્રત્યક્ષ, કેવળજ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ જ્ઞાન છે તે પણ મારામાં નથી. સામાન્યજ્ઞાન અને દર્શન પણ નથી તો વિશેષ બોધ કરી વિજ્ઞાન પ્રાપ્ત કરવાની તો વાત જ ક્યાં રહી? વળી ચિત્રકળા, શિલ્પકળા કે વાધિકળા વગેરે વૈજ્ઞાનિક ઢબની કળા પણ હું જાણતો નથી. અરે!ચિત્રકળા કે શિલ્પકળા જાણતો હોત તો આપની મૂર્તિ કંડારી તેમાં એવો તલ્લીન બની જાત કે મારા અને આપનામાં કોઈ ભેદ ઊભા જ ન રહેત. વળી વાધ વગાડતાં આવડતું હોત તો જેમ મોરલીના સૂરમાં, સર્પ મગ્ન બની જાય છે ને ફેણ માંડી ડોલવા લાગે છે તેમ હું પણ વાદ્ય વગાડી આપને મારી પાસે બોલાવી શકત અથવા વાધના તાલમાં એકાકાર થઈ આપના જેવી સ્થિતિને પ્રાપ્ત કરી શકત. પણ હું તો એ પણ જાણતો નથી. તેથી હે પ્રભુ! તમે મારામાં યોગ્યતા પ્રગટાવો. તમે સત્યરાહના રાહબર છો માટે મારો હાથ પકડો.
Page #240
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૫s કવિશ્રીએ આ પદમાં પોતાની લઘુતાનું દર્શન કરાવ્યું છે. કહેવાય છે કે “લઘુતાથી પ્રભુતા મળે, પ્રભુતાથી પ્રભુ દૂર”. લઘુતા તથા નમ્રતા માનવને મહાન બનાવે છે. આત્મરૂપ હીરાને મેળવવા માટે ઉત્તમ સાધક પ્રભુ પાસે નમ્ર બની પ્રાર્થના કરતાં હોય છે. કવિ ઉચ્ચ પ્રકારના સાધક છે. સ્વયંમાં અનેક ગુણોનું પ્રાગટય હોવા છતાં કવિ પોતાનામાં ગુણહીણતાના દર્શન કરે છે. પ્રભુ પાસે પોતાના દોષનું વર્ણન કરતાં શ્રી રાજચંદ્રજી કહે છે,
અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હું ય;
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું ય. આત્માને જ્યારે સ્વદોષ દર્શન થાય ત્યારે તે દોષમુક્ત બની શકે છે. કવિ કહે છે કે હું બીજું કાંઈ જાણતો નથી. બસ હું તો પરમાત્મપદનું રટણ કર્યા કરું છું. અનેક પ્રકારના રટણની વિષય-કષાય ઓછા થાય છે તથા ઉદાસીનતા આવે છે. પ્રભુપદનું રટણ સાધકજીવનનું પ્રથમ સોપાન છે.
હે પ્રભુ! આપ ત્રણે કાળમાં પૂર્ણ છો અને આપની પાસે પૂર્ણતાનું દાન લેવા હું આવ્યો છું. અણઘડ પથ્થર જેવો હું, આપ તો ઘડવૈયા છો. પથ્થરને કંડારી સુંદર મૂર્તિ બનાવી આપના જેવો મને બનાવો. - આ પદમાં અધ્યાત્મયોગી કવિ શ્રી આનંદઘનજીએ સાધનાના પ્રથમ સોપાન તરીકે નમ્રતાનું મહત્ત્વ પાણીના ઘડાના દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. સદ્ગુરુને ભગવંત રૂપે જુએ છે અને કહે છે કે સતમાર્ગના ભોમિયા જ આત્મપ્રાપ્તિનો માર્ગ બતાવી શકે છે પણ પોતે અલ્પમતિ હોવાથી તે સમજી શકતો નથી. પોતાની અલ્પમતિનું વિવિધ દ્રષ્ટાંતો દ્વારા નિરૂપણ કરીને કવિએ પ્રભુપ્રાપ્તિની ઝંખનાને સઘન રીતે આલેખી છે. સાથે પોતે એવી દશા અનુભવી રહ્યા છે કે જ્યાં ઠંડા-ગરમનો ખ્યાલ સુધ્ધાં નથી. આમાં કવિશ્રીની ઘણી ઉચ્ચદશાની ઝલક જણાઈ રહી છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૫૭
અનુભવ રસ
પદ-૨૭ S
“અવધૂ ન જન ના આવે" શ્રી આનંદઘનજી મહારાજ જે કાળમાં પૃથ્વીપટ પર વિચરતાં હતા તે સમય કેવો દુષમ અને સંઘર્ષ ભર્યો હતો તેનું દર્શન આ પદમાં થાય છે. દરેક સર્જકના સાહિત્યમાં, તત્કાલીન સમાજ તથા સ્થિતિનો પ્રભાવ થોડે ઘણે અંશે પડ્યા વિના રહે નહીં.
કવિ આનંદઘનજી “આશાવરી રાગમાં લખાયેલ આ સત્તાવીસમા પદમાં કહે છે,
અવધૂ રામ રામ બનાવે, વિરના તાવે...જામવધૂા मतवाला तो मतमें माता, मढवाला मठराता; जटा जटाधर पटा पटाधर,छता छताधर ताताः ।।अवधू.... ॥१॥
સંસારની ઉપાધિઓથી સંતપ્ત માનવ, શાંતિ માટે પ્રભુનું શરણ શોધે છે અને રામનામનું રટણ કર્યા કરે છે, પણ અજ્ઞમાનવ જાણતો નથી કે રામ ક્યાં છે? કોણ છે? તથા તેનું સ્વરૂપ કેવું છે? તથા અસલ
સ્વરૂપમાં રામને પામવા શું કરવું જોઈએ તે તે જાણતો નથી. ફકત રામરામ ગાવાથી કે તેમના નામના નારા લગાવવાથી રામ મળતા નથી. પરંતુ રામધૂનમાં તન્મય થતાં રામ નજીક આવે છે. એક કવિએ કહ્યું છે,
એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘટો ઘટ બોલે.
એક રામ જગત પસારા, એક રામ જગસે ન્યારા. વિશ્વમાં એક રામ નથી. એક દશરથ પુત્ર રામ છે. બીજા રામ દરેક જીવોના ઘટમાં વસ્યા છે. ત્યારે કોઈ કહે છે કે રામ તો વિશ્વવ્યાપી છે. સંતે છેલ્લી પંક્તિમાં મર્મ ખોલી વાત કરી છે કે ઉપર બતાવેલ રામની વચ્ચે પણ એક રામ વસે છે, જે સહુથી ન્યારા તથા નિરાલા છે. તે છે આતમરામ. “રામ' શબ્દની વ્યાખ્યા એ છે કે “રમતે રૂતિ રામ:' નિજ સ્વભાવમાં રમણ કરે તે રામ, પણ જગતનાં લોકો સ્વભાવ-વિભાવને જાણતા જ નથી અને ભાવ વગર માત્ર મોઢેથી તોતા રટણ કર્યા કરે છે. જેથી રામનું વાસ્તવિક સ્વરૂપ પ્રાપ્ત થઈ શકતું નથી. હે આનંદઘન
Page #242
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૫૮ આત્મા! જગતના જીવો “રામ” “રામ” એવો જાપ કરે છે પણ તેના અલક્ષ્ય સ્વરૂપને ભૂલી ગયા છે. જગતમાં સહુ પોતપોતાના ઇષ્ટ દેવને રટતા હોય છે. પણ વાસ્તવિક સ્વરૂપ ભાગ્યે જ કોઈ જાણતું હશે. પોતાના આત્મરામને જગાડવા દરેક સાધકે અલખ સાધના કરવી પડે છે. પણ પ્રભુ! મને તો ઈશ્વર પ્રાપ્તિ અર્થે વિધ-વિધરૂપો જગતમાં જણાય છે. સહુ કોઈ પોતાની માન્યતાનુસાર ઈશ્વરના રૂપને સમજે છે તથા મત સ્થાપના કરી પોતાના મતના આગ્રહી બની જાય છે. શ્રીમદ્ રાજચંદ્રજી પણ કહે છે.
અથવા મત દર્શન ઘણા તેમાં મત સાચો ક્યો બને ન એહ વિવેક.
કોઈ રામને, કોઈ રહેમાનને, કોઈ ઈસુને, તો કોઈ જિનને જપતા હોય છે. પણ તેનું સત્ય સ્વરૂપ બહુ ઓછા લોકો જાણે છે. બોમ્બ, સાંખ્ય, મીમાંસક વગેરે ભિન્નભિન્ન મતવાળા પોતાના મતમાં મસ્ત રહે છે. કબીરપંથી, દાદુપંથી, નાનકપંથી અને બીજા અનેક પંથવાળા પોતાના મતના આગ્રહી બની બેઠા છે. બધા મઠાધીશો પોતાના અનુયાયીઓની સંખ્યા વૃદ્ધિમાં રચ્યા-પચ્યા રહે છે. તેઓ ઘણા ખરા સ્વમતના અતિ આગ્રહી હોવાથી ધર્મનું વાસ્તવિક સ્વરૂપ વિસ્મૃત થઈ ગયું છે. તેઓ સ્વપ્નમાં પણ વિચારી શકતા નથી કે પોતાના સિવાય બીજે પણ ક્યાંય ધર્મ હોઈ શકે. કેટલાક જૈનો પણ “જિન” નામના નારા લગાવે છે પણ તેનું સ્વરૂપ સમજ્યા વિના તેઓ ભુલાવામાં પડી ગયા છે. કહ્યું છે કે
ભોળા વર્કિqધય: લોકો બાહ્યદૃષ્ટિને કારણે અલક્ષ્યનું સ્વરૂપ સમજી શકતા નથી. કબીર કહે છે કે લક્ષ્યના ઉપયોગ વિના કેવળ રામ-રામનું સ્મરણ કરે તે સર્વ અંધ સંસારીઓ સમજવા”. મઠવાસી એટલે આવેલા અભ્યાગતોની મઠમાં પરિચર્યા કરનાર એવા મઠવાસી મઠમાં માતા એટલે કે મગ્ન થઈ ગયા છે. તેમાં જ રત થઈ ગયા છે. તો વળી કોઈ સંન્યાસ ગ્રહણ કરી જટાધારી બનવામાં ધર્મ માને છે. જટાને જ સર્વ સિદ્વિનું કારણ માની જટા વધારે છે. તો વળી કોઈ છતા એટલે પૃથ્વીપતિ બની, ક્ષત્રિયત્વની ખુમારીથી શત્રુઓનો સંહાર કરી, ગરીબોનું રક્ષણ કરવામાં સિદ્ધિ માને છે. પરંતુ અલક્ષ્યનું વાસ્તવિક સ્વરૂપ તો કોઈ
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૫૯
અનુભવ રસ વિરલા જ જાણે છે. માટે જ કહેવાય છે કે “ધર્મી તત્ત્વ નિહિd Tદીયાન ધર્મનું ગૂઢ તત્ત્વ ગુફામાં સમાયેલું છે. તે ગુફા કઈ છે તે વિચાર કરવાથી સમજાશે. તે ગુફા છે મતરાગ (દષ્ટિરાગ) દૂર કર્યા પછી વિશુધ્ધ થયેલી ચિત્તવૃત્તિરૂપ ગુહા છે. આજ આવી ચિત્તગુહામાં ધર્મને ભંડારી દેવામાં આવ્યો છે તથા ઈચ્છાનુસાર લોકવ્યવહાર ચલાવે છે. આ સ્થિતિ જોતાં શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે
आगम पढि आगमधर थाके, मायाधारी छाके; દુનિયાવાર યુનિસેંતા, વાસ/વશાશા ... અવધૂ..રા
આ સંસારના સ્વરૂપનું દર્શન કરાવતાં શ્રી આનંદઘનજી કહે છે કે વેદપાઠીઓ વેદ ભણીને, ગીતાપાઠીઓ ગીતા પાઠ કરીને તથા જિનાગમ જાણનારાઓ જિનાગમ ભણીને તથા વાતો કરીને થાકયા છે. આગમ શબ્દ અધિકતર જૈનોમાં વપરાય છે. રાગાદિ ષટરિપુને જીતી કેવળજ્ઞાન પ્રગટયા પછી જે વચનપ્રયોગ થાય તે આગમ કહેવાય છે. એટલા માટે દ્વાદશાંગરૂપ આગમ તીર્થંકર પ્રણિત માનવામાં આવે છે. હિન્દુ ધર્માનુસાર વેદ આગમ છે કારણકે જે આગમ હોય તે અપૌરુષેય હોય છે. વેદ અપૌરુષેય છે માટે આગમ છે. આપ્તપુરુષની વાણી તે આગમ અને સંતો, મહંતો, આચાર્યો કે સત્પુરુષપ્રણિત વાતો કે ઉપદેશને પુસ્તિકારૂપે રજૂ કરવામાં આવે તો તેને “ગ્રંથ' કહેવામાં આવે છે. તો કવિ કહે છે કે સર્વજ્ઞ કથિત આગમનો અભ્યાસ તો ઘણો કર્યો પરંતુ રાગ-દ્વેષની મંદતા કરવાની હતી તે કરી નહીં પણ તેથી વિપરિત મમત્વયોગે ગચ્છના ભેદે એકાંત ખંડનમંડનમાં પડીને યોગ્ય વર્તન ન થતાં આગમોથી ઉદ્ધાર થયો નહીં તથા શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ નહીં.
માયાને ધારણ કરનારાઓ માયામાં છકી ગયા છે. માયા એટલે કપટબાજી. માયા એટલે પૈસો. આજે લોકો ધર્મના ભૂખ્યા નથી પણ ધનના ભૂખ્યા છે. તેઓ ધનના લોભે વિધવિધ પ્રકારે માયાના ખેલ કરે છે.
માયાવાદી વેદાંતીઓ “જગત માયામય” છે તે માની પુરુષ અને પ્રકૃતિનાં સ્વરૂપમાં અન્ય સત્ય હકીકત લક્ષ્યમાં લેતા નથી. આવા એકાંતવાદીઓ પુરુષાર્થ કરવા છતાં અલક્ષ્યના સ્વરૂપને પામી શકતા નથી. તો પણ આખુંયે જગત એક આશાના તારે બંધાઈ રહ્યું છે. તેથી
Page #244
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
તેઓ અલક્ષ્ય સ્વરૂપને વિચારી પણ શકતા નથી. આ રીતે આગમધારીઓ, માયાચારીઓ પોત-પોતાના કાર્યમાં આસકત છે. કવિશ્રીએ આગમધારી અને મહધારીઓને આશાના દાસ કહ્યાં છે. એ ખાસ લક્ષ્યમાં લેવા જેવી બાબત છે. આશા એક ધનની જ નહીં પણ માન-પ્રતિષ્ઠા મેળવવાની, પદવી પ્રાપ્ત કરવાની, શિષ્ય, પુસ્તક, ઉપાધિ એકઠી કરવાની આશા પણ પુદ્ગલાનંદીપણાને કા૨ણે સંસા૨માં રઝળાવનારી છે. બહિરાત્મભાવની દશા છે, જે એકાંતવર્જ્ય છે. સમાજની તથા ધર્મધુરંધરોની આવી સ્થિતિ જોઈ સંત હૃદય કરુણાથી ભરાઈ જાય છે અને હૃદયમાંથી શબ્દો સરી પડે છે.
बहिरात मूढा जग जेता, माया के फंद रहेता ।
ઘટાંતર ૫રમાતમ ભાવે, કુરતમ પ્રાણી તેતા: ।। જીવ.....।। રૂ।
૧૬૦
જે જીવો પોતાના મતના આગ્રહી છે તેમજ ધર્મના બહાના નીચે ૨ળી ખાનાર છે તે ખરેખર આશાના દાસ છે. તેઓ ખરેખર બહિરાતમ્ભાવમાં મુંઝાઈ રહ્યા છે. શરીર, ધન તથા સુવિધાઓમાં રાચનારા બિહરાતમ્ભાવયુક્ત હોય છે. લોકો પોતાના અભિમાનનું પોષણ કરે છે તથા માયાનંદનું સેવન કરી મત વિસ્તારમાં રહે છે. સમાજની આ સ્થિતિ ૫૨ કટાક્ષ કરતાં શ્રી આનંદઘનજી મહારાજે ચૌદમા તીર્થંકરનાં સ્તવનમાં કહ્યું છે,
જ
ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મોઢુ નડીયા કલિકાલ રાજે. જેઓ પોત-પોતાના ગચ્છમાં પડયા છે તથા તેમાં જ ધર્મ છે એમ માને છે તેવા ગચ્છાધિપતિઓ તત્ત્વની મોટીમોટી વાતો કરવામાં લાજ પણ અનુભવતા નથી. વળી જેના વિચાર કે વર્તનમાં તત્ત્વનું નામનિશાન નથી તેવા લોકોના મોઢામાં ઉચ્ચ તત્ત્વની વાતો શોભતી નથી. તેઓ યશ-કીર્તિ તથા પેટ ભરવા ધાર્મિક કાર્યો કરે છે. પણ ખરેખર મોહરાજાએ તેમને ઘેરી લીધા હોય છે. તેઓ આત્મતત્ત્વ જાણવા પુરુષાર્થ કરતા નથી, પણ ગચ્છવિસ્તાર તેમજ ભક્તગણોની વૃદ્ધિમાં જ ઈતિશ્રી માની લે છે તથા ઈચ્છાપૂર્તિ તેમજ સુવિધાપૂર્તિ ને જ સત્યધર્મ માને છે. ખરેખર તેઓ બહિરાત્મભાવી છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૬૧
અનુભવ રસ પરમાત્માનું ચિંતન કરનારા ઘણા ઓછા માણસો હોય છે પણ ધર્મને નામે ઢોંગ ચલાવનારા ઘણા હોય છે. માથું મુંડાવી મનનું મુંડન કરનારા ઘણા ઓછા હોય છે. પરંતુ પરમાત્મભાવની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવામાં પાંગળાજીવો સાવ નકામા છે. આવા જીવો રેતીમાંથી તેલ કાઢવા પુરુષાર્થ કરે છે, જેનું પરિણામ શૂન્ય હોય છે. કવિ છેલ્લી કડીમાં કહે છે,
खग पद गगन मीन पद जलमें, जो खोजे सो बौरा; વિર વન વોને તો વિવેં, રમતા શાનંદ મારા.. | અવધૂ.... | કા
જે માણસ પક્ષીનાં પગલાં આકાશમાં અને માછલીનાં પગલાં પાણીમાં શોધે છે તેઓ ખરેખર મૂર્ખ માણસ છે. જમીન પર ચાલતાં માનવ પ્રાણી કે તિર્યંચ પ્રાણીનાં પગલાં શોધી શકાય છે કારણ કે જમીન પર તેની નિશાની થોડો સમય પણ યથાવત્ જેમ છે તેમ રહે છે પરંતુ આકાશ તથા પાણીમાં તેમ બનતું નથી, માટે આવા અજ્ઞાની પ્રાણીઓની મહેનત નિષ્ફળ જાય છે. તેવી રીતે બહિરાત્મભાવમાં રમનારા પરમાત્માભાવનું શોધન કરે છે તેથી તેનો પ્રયાસ તદ્ન નકામો નીવડે છે. કોઈ મોઢેથી રામ-રામ રટણ કરે છે, કોઈ અઠ્ઠમ-અહમનું ઉચ્ચારણ કરી જાપની ધૂન લગાવે છે પણ અહંમનું વાસ્તવિક સ્વરૂપ જાણતા નથી. જો તે પોતાના અંતર મનમાં શોધે તો પરમતત્ત્વની પ્રાપ્તિ થાય છે. પરંતુ ધર્મના નામે ધતિંગ કરનારા તેમજ બહિરાત્મભાવમાં રાચનારા માટે કવિ કહે છે,
ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે મર્મ
આવી રીતે મોક્ષનો અભિલાષી ધર્મ-ધર્મનું રટન કરતો મંદિરે મસ્જિદે તથા તીર્થધામોમાં ફર્યા કરે છે પણ ધર્મનો મર્મ સમજતો નથી. તેથી તેનું જ્ઞાન કે ઉપદેશ એકડાં વિનાનાં મીંડા જેવું બને છે.
પરમાત્મા, મંદિર, મસ્જિદ કે કોઈ બહારનાં સ્થાનમાં નથી પણ તેને અંતરમાં શોધતા સહજ પ્રાપ્તિ થાય છે. અજ્ઞાની જીવની દશા કસ્તુરી મૃગ જેવી છે. બહારમાં ઈશ્વરની શોધ આકાશ-કુસુમવત્ છે. માટે જે પોતાના હૃદયકમળમાં ઈશ્વરની શોધ કરે છે તે આત્મ રમણ કરતાંકરતાં આનંદસ્વરૂપ સ્વાત્મ ભ્રમરને ઓળખી શકે છે. તે માટે મનને વૈરાગ્ય તથા જ્ઞાનજળથી વિશુદ્ધ બનાવવામાં આવે તો તેના પર વિશુદ્ધ
Page #246
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૬૨ આત્માનું પ્રતિબિંબ પડે છે. તે માટે લક્ષ્ય આત્મભાવમાં રત રહેવાનું રાખવું. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ સાહેબ લખે છે કે જે આત્મતત્ત્વનાં જિજ્ઞાસુ-સૂક્ષ્મદૃષ્ટિ ધારક ભવ્યાત્મા હૃદયકમળમાં સચિત આનંદમય આત્મ ભ્રમરને શોધે છે તે પરિપૂર્ણ આનંદને પામે છે.
અંતરાત્મભાવના શોધન માટે શ્રી મોતીચંદ કાપડિયા લખે છે, ચિતપંકજને શોધવામાં યોગને અંગે હૃદયમંડળ, નાભિમંડળ ઉપર કમળની પાંખડીની કલ્પના કરી તેમાં નવ-સોળ વગેરે અક્ષરો સાથે પદમંડળની સ્થાપના કરી પદસ્થધ્યાન કરવામાં આવે છે. ૨
પદDધ્યાનનો અર્થ જ થાય છે કે શબ્દરૂપી પદો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. શબ્દની ઉત્પત્તિ સ્વર અને વ્યંજનથી થતી હોય છે એટલા માટે આ ધ્યાનને વર્ષમાવા નું ધ્યાન પણ કહેવાય છે. શ્રી શુભચંદ્રાચાર્યજીએ પોતાના જ્ઞાનાવ ગ્રંથમાં વર્ણવ્યું છેઃ
ध्यायेद् अनादि सिद्धांतप्रसिद्धां वर्णमातृकाम्।
निःशेष शब्दविन्यास-जन्मभूमि जगन्नताम् ।। શરીરમાં ત્રણ કમળોની કલ્પના કરોઃ
(૧) નાભિકમળઃ- નાભિમાં સોળ પાંદડીઓવાળા કમળની સ્થાપના કરી, દરેક પાંદડી ઉપર , વગેરે ૧૬ સ્વરોની સ્થાપના કરવી અને તેનું ધ્યાન કરવું.
(૨) હૃદયકમળ – હૃદયમાં ચોવીસ પાંદડીઓવાળું કમળ કલ્પવાનું છે. કર્ણિકામાં 5 અને ૨૪ પાંદડીઓમાં બાકીના ૨૪ વ્યંજન (ખ, ગ, ત.) વગેરે મુકવાના અને પછી વ્યંજનોનું ધ્યાન કરવું.
(૩) મુખ કમળઃ- મુખમાં અષ્ટદળ કમળની સ્થાપના કરી આઠ પાંદડામાં ક્રમશઃ ૧, ૨, 7, વ, શ, ષ, સ, હું આ આઠ વર્ણોની સ્થાપના કરી. એ પાંદડાંઓ જાણે ફરી રહ્યા હોય એ રીતે ધ્યાન કરવું.
આ રીતે પદસ્થ ધ્યાન કરવાવાળો યોગી સંપૂર્ણશ્રુતનો જ્ઞાતા એટલે કે શ્રુતજ્ઞાની બને છે.
પદસ્થધ્યાનમાં મંત્રાધિરાજ અહંનું ધ્યાન
અર્લ્ડ રેફથી યુક્ત, કલા અને બિન્દુથી સંયુક્ત, અનાહત સહિત મંત્રરાજ છે. સુવર્ણ કમળની વચ્ચોવચ રહેલી કર્ણિકા ઉપર રહેલા નિષ્કલંક,
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૬૩
અનુભવ રસ
નિર્મળ અને આભાવાળા ચંદ્રકરણ જેવા આકાશગામી અને સંપૂર્ણ દિશાઓમાં વ્યાસ ‘અર્હ' મંત્રનું સ્મરણ કરવું. ત્યારબાદ મુખકમળમાં પ્રવિષ્ટ થતા પ્રવલયોમાં ભ્રમણશીલ, નેત્રપલકો ઉપર સ્ફુરાયમાન થનાર.. ભાલમંડલમાં સ્થિર થનાર... તાલુરન્ત્રથી બહાર નીકળનાર... અમૃતની વર્ષા ક૨ના૨.... ઉજળા ચંદ્રમા જેવા, જ્યોતિર્મંડલમાં પરિભ્રમણ કરનાર... આકાશમાં સંમ૨ણ ક૨ના૨ અને મોક્ષ સાથે મેલાપ યોજનાર આ મંત્રરાજનું કુંભકપૂર્વક ચિંતન- ધ્યાન કરવું.
‘અર્જુ'ના પદસ્થ ધ્યાનથી અંતરંગમાં અક્ષય અને ઇન્દ્રિય અગોચર આત્મજ્યોતિ પ્રગટે છે. આનાથી સાધકને આત્મજ્ઞાનની ઉપલબ્ધિ થાય છે.
પદસ્થધ્યાનમાં પ્રણવનું ધ્યાનઃ
પ્રણવના ધ્યાનમાં ૐૐ નું ધ્યાન કરવામાં આવે છે. યોગશાસ્ત્રમાં આ ધ્યાનપદ્ધતિ આ પ્રમાણે છે. આ ધ્યાનનો ધ્યાતા યોગી, સહુ પ્રથમ પોતાના હૃદયકમળમાં રહેલી કર્ણિકામાં ૐની સ્થાપના કરે છે. પ્રશ્વાત્ શબ્દબ્રહ્મના કારણભૂત સ્વર અને વ્યંજનયુક્ત, પંચપરમેષ્ઠિના વાચક, મૂર્છામાં સ્થિત ચંદ્રકળાથી ઝરનારા, અમૃતરસથી રસતરબોળ મહામંત્ર ૐનું ધ્યાન, શ્વાસને ભીતરમાં કુંભકની પ્રક્રિયા દ્વા૨ા સ્થિર કરીને કરવામાં આવે છે.
આ ધ્યાનમાં અનેક પ્રકારની શક્તિઓ અને આત્મબળ સંગ્રહિત થાય છે, સાથેસાથે કર્મોનો ક્ષય પણ થાય છે.
પદસ્થ ધ્યાનમાં પંચ૫૨મેષ્ઠિનું ધ્યાનઃ
હૃદયમાં આઠ પાંખડીવાળા કમળની સ્થાપના કરવી. એ કમળની કર્ણિકાના મધ્યમાં ‘નમો અરિહંતાણં' પદનું ધ્યાન કરવાનું છે ત્યારબાદ ચારે દિશાઓમાં ચાર પાંદડાંઓ ઉપર ક્રમશઃ ‘નમો સિદ્ધાણં’, ‘નમો આયરિયાણં’, ‘નમો ઉવજ્ઝાયાણં' અને 'નમો લોએ સવ્વસાહૂણં'નું ધ્યાન કરવામાં આવે છે. ચાર વિદિશાઓમાં અનુક્રમે ‘એસો પંચ નમુક્કારો’, ‘સવ્વ પાવપણાસણો’, ‘મંગલાણં ચ સવ્વસિ’, ‘પઢમં હવઈ મંગલ'નું ધ્યાન કરવાનું છે.
જ્યારે નવપદનું ધ્યાન કરવાનું હોય ત્યારે ચાર વિદિશામાં
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૩૪
અનુભવ રસ “સમ્યગ્દર્શનાય નમઃ”, “સમ્યજ્ઞાનાય નમઃ”, “સમ્મચારિત્રાય નમઃ”, “સભ્ય તપસે નમઃ” પ્રમાણે ધ્યાન કરવું જોઈએ.
પદસ્થ ધ્યાનમાં અન્ય મંત્રપદોનું ધ્યાન ષોડશાક્ષર વિધા 'अर्हत् सिद्धाचार्योपाध्याय – सर्वसाधुभ्यो नमः' છ અક્ષરનો મંત્ર – ‘રિહંત સિદ્ધ' ચાર અક્ષરનો મંત્ર – ‘રિહંત' બે અક્ષરનો મંત્ર – ‘સિદ્ધ' પંચાક્ષરી વિધા – ‘સિહસા'
મંત્રવિદ્યાનો જાપ કરવાથી સાધક, સંસારનાં બંધનો – કર્મોનાં બંધનોને તોડે છે. ગ્રંથિઓને જલાવે છે. આત્મગુણોની સંપ્રાપ્તિ અને સાથે સાથે નિર્મળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
આ પદમાં કવિએ સર્વ જીવોને બર્ટિજગતથી મુક્ત બની અંતરજગતમાં ચાલ્યા જવા સંકેત કર્યો છે. અંદરમાં જવાથી અભોજ્ઞાત થશે. કવિએ આ પદમાં અભુત રહસ્ય ખોલ્યું છે. ધર્મના નામે ઝગડા કરવા તે ધર્મ નથી પરંતુ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપે પ્રગટ કરવું તે ધર્મ છે. અહીં વસ્તુનો અર્થ આત્મા છે.
કવિએ આત્મબોધરૂપ જ્ઞાનને મહત્ત્વ આપ્યું છે. તેથી જ પરમાત્મભાવનું લક્ષ્ય કરી, અલક્ષ્યસ્વરૂપને પામવું. જીવ જો અંતરાત્મભાવમાં જાગૃત થાયને સમ્યગ્દર્શનની સ્પર્શના થાય તો કેવળજ્ઞાનનું બીજારોપણ થઈ જાય છે. સમ્યગ્દર્શન તે સર્વજ્ઞપદનું બીજ છે. કવિએ આ પદમાં જીવનો વિકાસક્રમ બતાવ્યો છે, જેથી સ્વરૂપ પ્રાપ્તિ થઈ શકે છે.
આ પદમાં કવિએ અંતરદષ્ટિ અને સ્વરૂપાનુસંધાન ઉપર ભાર મૂક્યો છે. કવિની પદાવલિ સઘન અને સચોટ છે. તેઓશ્રીનું નિરીક્ષણ કેટલું માર્મિક છે તેની પ્રતીતિ આ થોડી પંકિતઓ પણ કરાવી આપે છે. છેલ્લી કડીમાં કવિએ પક્ષી અને માછલાનાં સચોટ દષ્ટાંત દ્વારા પોતાના વક્તવ્યને વિશેષ ઓપ આપ્યો છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૬૫
અનુભવ રસ
પદ-૨૮
“કા ગોરની જ્યાં વકીને?" સાધનાના શિખરે પહોંચેલા એવા ધ્યાનયોગી કવિશ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં આત્માને ઢંઢોળી જાગૃત કરવાની વાત કરી છે. અજ્ઞાની જીવ કરોળિયા જેવી દશા કેમ પામે છે? સંસારમાં ભટકવાનું કારણ શું છે? તેનું રહસ્ય આ પદમાં સ્પષ્ટ કર્યું છે. અંશાંતિનું કારણ બહાર નથી પણ માનવના મનમાં છે. અંતર્મુખ થતા આ કારણનો નાશ કરી શકાય છે. કવિ આ પદનો પ્રારંભ કરતાં કહે છે,
आशा ओरनकी क्या कीजे ? ग्यान सुधारस पीज... आशा भटके द्वार द्वार लोकनके, कूकर आशाधारी, બાતમ અનુભવ રસ રસીયા, ઉતરે નવવઘુ ઘુમારી..મારા રૂા
આ પદની સાથે કવિના જીવનનો અનુભવનો ઈતિહાસ જોડાયેલો છે તેના જીવનની ઘટનાને આધારે કવિના મુખકમલમાંથી સ્વાભાવિક શબ્દો સરી પડે છે. દરેક પ્રાણીના જીવનમાં સારા-નરસા પ્રસંગો બને જ છે પરંતુ કોઈ પ્રસંગ હૃદયને સ્પર્શી જાય છે ત્યારે જે શબ્દો સરી પડે છે તે અનુભવયુક્ત વાણી છે. અહીં સાશા ગોરની વય વહીને' આ પંકિત ઘણું ઘણું કહી જાય છે. માનવ મધુ-બિન્દુની જેમ વિવિધ પ્રકારની આશાનાં તારે લટકતો રહે છે. તે મધનો મોહ મૂકી શકતો નથી. છેવટે રાતદિવસરૂપી ઉંદરો આયુષ્યની વડવાઈ કાપી નાખે છે ને માનવ સંસારરૂપી કૂવામાં ધકેલાઈ જાય છે.
આશના યોગે માણસ શિયાળામાં સખત ઠંડી અને ઉનાળામાં સખત ગરમી સહન કરે છે. હઠયોગ સાધકો મરણાંત કષ્ટો વેઠે છે. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ કહે છે, એક આશાને કારણે “ઘાંચીના બળદની જેમ આશાના વશમાં પડેલો ચેતન જ્યા ત્યાં અન્યોને કરગરતો ફરે છે.” આ પ્રકારની આશા આત્માનંદમાં કેવી રીતે બાધક બને છે તે જણાવતાં શ્રી યશોવિજયજી મહારાજ લખે છે,
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૬s
અનુભવ રસ
यावद्यावच्छरीराशा धनासा वा विसर्पति
तावत्तावन्मनुष्याणां मोहग्रत्थिर्द्रढी भवेत् માનવીની જેમ જેમ શરીર તથા ધનની આશા ફેલાતી જાય છે તેમ તેમ મોહગ્રંથિ વધારે વધારે દેઢ થતી જાય છે. જો એ આશારૂપ તૃષ્ણાને રોકવામાં ન આવે તો તે વિશ્વવ્યાપી બની જાય છે. પછી તેનાં મૂળ એટલાં ઊંડા નખાય છે કે જેને કાપવા અતિ મુશ્કેલ બને છે. આશાનો પ્રભાવ મન પર પડતાં મનની નિર્મળતા નષ્ટ થઈ જાય છે. પણ જો જીવમાં આશા ત્યાગનો ભાવ પ્રગટ થાય તો તેના અવલંબનને જીવ નિર્મમત્વ બની શાંતિ અનુભવે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ લખે છે,
स्वभावलाभात् किमपि प्राप्तव्यं नाव शिष्यते। .
इत्यात्मैश्वर्यसंपन्नो, निःस्पृहो जायते मुनिः।। નિજ સ્વભાવની પ્રાતિ સિવાય બીજું કંઈ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. આત્મ ઐશ્વર્યથી યુક્ત મહામુનિ આ પ્રકારે ચિંતન કરી નિઃસ્પૃહી બને છે. જ્યારે પારકી આશા પર જીવનારા પ્રાણીઓ આશાવાદીને હાથ જોડી પ્રાર્થના કરે છે ને ઘેર-ઘેર ભીખ માંગતો ભટકે છે અને દુઃખ ભોગવે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે,
परस्पृहा महादुःख, निःस्पृहत्वं महासुखम्
एतदुकतं समासेन लक्षणं सुखदुखयोः।। પર પુગલની સ્પૃહા એ જ મહાદુઃખ છે. નિઃસ્પૃકતામાં મહાસુખ છે. આશાનાં આશ્રયે પડેલા પ્રાણી ગામના કૂતરા જેવી દશા ભોગવે છે. જેમ ગામનું કૂતરું રોટલાની આશામાં ઘરે ઘરે ભટકે છે તેમ આશાને તૃષ્ણાયુક્ત પ્રાણી જડ-ચેતનના સ્થાને સ્થાને ભટક્યાં કરે છે. અનંતજ્ઞાન પાત્ર પ્રાણી તો આખા જગતને તૃણખલાવત જુએ છે. પુદ્ગલમાં આનંદ લેનારી રતિનો સાથે પ્રીતિ કરનારી સ્પૃહાને તો આત્મજ્ઞાનીઓ પોતાના હૃદયમાંથી બહાર ધકેલી દે છે. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે કે - “હે ચેતન ! આશાના વશમાં પડીને તું કેમ તારા પોતાના શુદ્ધ સચિદાનંદમય ધનને જોતો નથી? તું ચૈતન્ય લક્ષણથી લક્ષિત છે. આ દુનિયામાં પર વસ્તુઓ ગમે તેવી પ્રિય મનાયેલી હોય પણ તે જડ છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૬૭
અનુભવ રસ જડથી તું ભિન્ન છે. જડવસ્તુઓની ઈચ્છા કરવી તે વિષ સમાન છે. તું તારા જ્ઞાન દ્વારા આત્માના જ્ઞાનામૃતનું પાન કર. આત્મતત્ત્વનું ચિંતન કરતાં કવિશ્રી જીવવિજયજી લખે છે,
“પારકી આશ સદા નિરાશા, એ છે જગજન ફાંસા, તે કાઢન કું કરો અભ્યાસા, લહો સદા સુખવાસા
આપ સ્વભાવ મેં રે, અવધુ સદા મગનમેં રહેતા.” પારકી આશ સદા નિરાશામાં જ પરિણમે છે અને તે લોકોને ગળાફાંસો આપી ફસાવે છે. આશા રઝળાવે છે, મુંઝવે છે, ચિંતારૂપ ચિતામાં બાળે છે, જે આવી આશાને નાથવાનો અભ્યાસ કરે છે અને તેના પર ચિંતન કરે છે તે હંમેશાં સુખભવનમાં સૂવે છે. જે પોતાના સહજ સ્વભાવમાં મગ્ન રહે છે તે આત્મગુણ સંપત્તિનો ભોકતા બને છે. માનવ મનની આશાઓ કદી પણ પૂર્ણ થતી નથી.
એક નીતિ વચનમાં કહ્યું છે, लाल चालनमधश्चरणावपात, भूमौ निपत्य वदनोदरदर्शन च। पिण्ऽदस्य कुरुते गजपुंगवस्तु, घीरं विलोकयति चाहुशतैश्च त्के।।
માણસ રોટલી આપશે એ આશાથી કૂતરો પોતાની પૂંછડી હલાવે છે, પગમાં આળોટે છે, જમીન પર ચતો સૂઈ મોટું અને પેટ બતાવે છે તો પણ દયાહીન માણસને તેના ઉપર દયા આવતી નથી. તેથી કૂતરું છેવટે દયામણે મોઢે નિરાશ થઈ ચાલ્યું જાય છે. ત્યારે હાથી કુતરાથી ઊલટા સ્વભાવવાળું પ્રાણી છે. તેને ખવરાવવા મહેનત કરવી પડે છે. કાલાવાલા કરવા પડે, તે ગંદી કે સડેલી વસ્તુ ખાઈ નહીં એ જ તેની ઉત્તમતા છે. તે મહાકાય હોવા છતાં, પ્રાણી જગતનું શ્રેષ્ઠ પ્રાણી ગણાય છે, ત્યારે કૂતરાની કોઈ કિંમત નથી. તેમ આશીભાવ ત્યજી જે નિરાશીભાવ તરફ વળે છે, તે સર્વ પ્રથમ પર વસ્તુની અનિત્યતા જાણે છે તેને સ્વરૂપ જ્ઞાન થતાં પદાર્થની આશાથી મુક્ત બને છે.
જડ-ચેતનની ભિન્નતાના ચિંતનથી આત્માનુભવનો રસ જામે છે અને આત્મરસિકભાવ જાગૃત થાય છે અને આત્માનુભવ રસાસ્વાદ કરતાં જીવમાં એક પ્રકારની ખૂમારી પેદા થાય છે. એક વખત આ ખુમારી આવ્યા પછી કદી પણ જતી નથી. મદિરાનો નશો ક્ષણિક વાર
Page #252
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૬૮ રહે છે ત્યારે કવિ કહે છે, આત્માનુભવ રસપાનની ખુમારીનો નશો કદી પણ ઊતરતો નથી, મદિરાપાનનો નશો ઊતરતાં હાથ-પગ તૂટે છે શરીર શિથિલ થઈ જાય છે કામ કરવાનો ઉત્સાહ ઓસરી જાય છે ત્યારે આત્મરસ પાન થતાં ખુમારીની વૃદ્ધિ થતી રહી છે. આત્મવિશુદ્ધિ થાય છે. સ્વભાવમાં સ્થિરતાં આવતાં સાધક પરભાવથી મુક્ત થતો જાય છે, જેથી સ્વરૂપાનંદની મોજ માણે છે. પર પદાર્થની આશામાં જીવતા પ્રાણીની શી દશા થાય છે તે બતાવતાં કવિશ્રી આ પદની બીજી કડીમાં કહે, - आशादासीके जे जाए, ते जन जगके दास। માણાવાસી રે ને નાચવ, નાયવર અનુભવ થાસા... કાશા.૨ાા
જેમ કહેવત છે કે “ઘડો તેવી ઠીકરીને મા તેવી દીકરી” તેમ જેવાં મા-બાપ હોય તેવાં સંતાનો પાકે છે. જે પ્રાણીઓ આશાદાસીનાં સંતાન છે તે પણ દાસજ કહેવાય છે અને જગતના દાસ બની ને જીવે છે. તૃષ્ણાને વશવર્તી પ્રાણી બધાની ગુલામી કરે છે. પગમાં પડે છે તથા જો હુકમીપણાનો સ્વીકાર કરી શિકારી બની જાય છે. ધનની આશામાં ધનવાનનાં પગમાં પડે છે અને જો તે ઠેબ્રુ મારે તો ફરી ફરીને તેના પગ પકડી કરગરે છે. આવી આશાના પાસમાં પડેલો માનવ ન કરવાનાં કાર્યો કરે છે. જડમૂર્તિ સામે સોના-રૂપાનાં અલંકારો મૂકી ધનવાન, પૂત્રવાન બનવાની તે સ્પૃહા રાખે છે. કામીપુરુષ કુલટાઓનો હુકમ ઉઠાવે છે. અને દયનીય સ્થિતિ ભોગવે છે. ત્યારે જ્ઞાની પુરુષો તો આશાના નાયક બનીને રહે છે. જેથી આશાદાસી બનીને તેની સેવા કરે છે એટલું જ નહીં પણ હુકમ ઉઠાવનારી ગૃહણી બનીને રહે છે. જે આશાનો નાયક તેનો પર પદાર્થ પ્રત્યેનો રાગભાવ છૂટતો જાય છે એટલે પદાર્થની આશા પર પ્રભુત્વ પેદા કરે છે પરિણામે તેની વૃત્તિ સંતોષના ઘરમાં આવે છે જેથી તેને સ્વરૂપસ્થ થવાની પિપાસા જન્મે છે. આવો પ્રાણ આત્મઘનને પામી જ્ઞાનધની બને છે.
કવિએ આ કડીમાં “પિપાસા' શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્યાસ શબ્દમાંથી “પ્યાસા' શબ્દ બને છે. પ્યાસા શબ્દનો અર્થ તુષિત એવો થાય છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૬૯
અનુભવ રસ ટબાકાર “અનુભવપિપાસા' એવો છેલ્લી પંકિતનો પાઠ લઈને કહે છે, આશાદાસી જેને પોતાનો સ્વામી બનાવે તે અનુભવરસનો પિપાસુ એટલે તૃષાવંત – તરસ્યો છે. કહેવાનો આશય છે કે જે આશાના દાસ બને કે પતિ બને પણ આખર તો આશા રખડાવે છે એટલે તેની સાથેનો સંબંધ કોઈપણ રીતે યોગ્ય નથી.
આજ રીતે ત્રીજી અને ચોથી પંક્તિનો અર્થ પણ જુદી રીતે પણ કરવામાં આવે છે. શ્રી મોતીચંદ કાપડિયા કહે છે, “જે આત્મા આશાનો દાસ ન બનતાં સ્વરૂપની સિદ્ધિ માટે યોગ્ય કાર્યોમાં ઈચ્છાનો પ્રયાસ કરે તો તે અનુભવને લાયક થાય છે. આ અર્થ કરવામાં જે નાયક આશા દાસી કરે એમ પદચ્છેદ કરતાં અર્થ સુંદર નીકળે છે.
પસેલા અર્થમાં આશા ચેતનને નાયક બનાવે છે ત્યારે બીજા અર્થમાં ચેતન આશાને દાસી બનાવે છે આમ જોતાં ચેતનનું નાયક પણું સિદ્ધ થાય છે. ભૌતિક જગત તરફ દૃષ્ટિ કરતાં અનુભવીઓ કહે છે, આશાનો પાર પામવા અને એનું સ્વામીત્વ ભોગવવું ઘણું દુષ્કર છે.
શ્રી ભતૃહરિએ આશાને નદી સાથે સરખાવી છે. તેમણે કહ્યું છે, આ આશા-નદીમાં મનોરથરૂપી જળ છે. અનેક ઈચ્છાઓના તરંગો એ જળમાં આવ્યા કરે છે. કોઈ વખત તૃષ્ણાનાં મોજાં આવે છે તેમાં રાગરૂપી મગરમચ્છ છે જે માનવ પ્રાણીનું ભક્ષણ કરે છે. નદી ઉપર જેમ પક્ષીઓ ઉડ્યા કરે છે તેમ વિર્તક રૂપી પક્ષીઓ આકાશમાં ઊડે છે અને નદી કિનારે બેસે છે. જેને કારણે અસ્તવ્યસ્ત વિચારોનું ઉડ્ડયન થયા કરે છે. નદીમાં પૂર આવે ત્યારે કાંઠા પરનાં વૃક્ષો નાશ પામે છે તેમ આ આશારૂપ નદીમાં મનોરથજળનું પુર આવે છે અને ધૈર્યરૂપી વૃક્ષોને ઉખેડી ખેંચી જાય છે. નદીમાં જેમ જેમ વમળ થાય છે તેમ આશા નદીમાં મોહનાં ભયંકર આવર્ત આવે છે જે આવર્ત હોશિયાર તરવૈયાને પણ ખેંચી જાય છે. આશારૂપ નદી વિશાળ તથા ઊંડી પણ ઘણી જ છે. યોગીશ્વરો જ આ નદીને પાર કરી નિજાનંદની મસ્તી માણે છે. તેઓએ આશારૂપી રાક્ષસીને નાથી લીધી છે. તેથી તેવા પુરુષો જગતના નાથ કહેવાય છે. આશારૂપી રાક્ષસીનો નાશ કરવાનો સુંદર ઉપાય શ્રી કવિ બીજા એક કાવ્યમાં બતાવે છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૭૦ मनसा प्याला प्रेम मसाला, ब्रह्म अग्नि परेजाली; તન મહીલવાડું વસ, નાનમ નાની ....
સાધકે આશાનો નાશ કરવા શરીરરૂપ ભઠ્ઠીમાં બ્રહ્મચર્યરૂપ અગ્નિ પ્રગટાવી પછી અનુભવરસના પ્યાલામાં પ્રેમ મસાલો નાખી, ખૂબ ઉકાળી તેનું સત્વતત્ત્વ કાઢીને પીવાથી વાસ્તવિક અનુભવનાં આનંદની લાલી પ્રાપ્ત થાય છે. ત્યારે જેની બાહ્યદષ્ટિ છે તેઓ શારીરિક શક્તિ જાળવી રાખવા અનેક પ્રકારનો પૌષ્ટિક આહાર ગ્રહણ કરે છે. રાજા-મહારાજાઓ શારીરિક શક્તિ માટે મસાલાયુક્ત આહાર ગ્રહણ કરે છે. માનવ ઋતુ અનુસાર વેશમાં તથા ખોરાકમાં પરિવર્તન કરે છે છતાં પણ શરીર પોતાનો ધર્મ છોડતો નથી એટલે જ સાધકાત્મા શરીરને ભઠ્ઠી બનાવી, તપાગ્નિમાં તપાવે છે અને સાધ્યને સિદ્ધ કરે છે. શ્રી સંતબાલજી લખે છે,
જીવ છે જ્યોતિનું સ્થાન, તપ શાશ્વત જ્યોતિ છે. સતકર્મ કડછીરૂપ, શરીર યશવેદિકા, કુકર્મ લાકડાંરૂપે, સંયમ શાંતી મંત્ર છે. વિભુષા સ્ત્રી તણો સંગ, રસાળા સ્વાદુ ભોજન.
કરાલ ઝેરનાં જોવા તે, આત્માર્થી મુમુક્ષુને. સ્વાદિષ્ટ ભોજન હળાહળ વિષ સમાન છે. કારણકે તે અબ્રહ્મચર્યનું કારણ છે. અને વિષય – વિકારની વૃદ્ધિરૂપ છે. એટલે જ કવિશ્રી આનંદઘનજીએ આ પંક્તિમાં “બ્રહ્મ' શબ્દનો પ્રયોગ કર્યો છે. બ્રહ્મ એટલે આત્મસ્વરૂપની પ્રાપ્તિ પરંતુ અહીં બ્રહ્મ એટલે બ્રહ્મચર્ય અર્થ વિશેષ સુસંગત છે. શરીરરૂપ ભઠીમાં, બ્રહ્મચર્યરૂપ અગ્નિ પ્રગટતા જીવનનાં સર્વ પાપને તાપ બળીને ખાખ થઈ જાય છે અને આત્મવિશુદ્ધિ થાય છે. કહેવાય છે કે બ્રહ્મચર્યના પ્રભાવે બ્રહ્મચારી પાસે કોઈ આસુરી તત્ત્વ આવી શકતું નથી પણ જો આવે તો તે ક્ષીણતાને પામે છે. જેમ અગ્નિથી કચરો રાખ બની જાય છે તેમ બ્રહ્મચર્યાગ્નિથી કષાયોરૂપ કચરો રાખ બની નાશ પામે છે.
કવિએ આ કડીમાં પ્રેમ મસાલાની વાત કરી છે પણ પ્રેમ એટલે શું? પ્રેમ એટલે વિશ્વબંધુત્વની ભાવના, જગતના નાના-મોટા સર્વ જીવો
Page #255
--------------------------------------------------------------------------
________________
૧૭૧
અનુભવ રસ પ્રત્યે વાત્સલ્યધારા વહાવી. “માત્મવત્ સર્વભૂતેષુ' જેમ આત્મા છે તેમ સર્વમાં આત્મદર્શન કરવાં.
કવિએ મનરૂપી પ્યાલો બતાવ્યો છે તેનો અર્થ થાય છે મનોયોગ, પ્યાલો નાનો હોય પણ ઊંડો હોય છે તેમ ત્રણ યોગમાં મનોયોગ સૌથી નાનો છે પણ તેનું કામ ઘણું મોટું છે. આવા સૂક્ષ્મમનને નાથવું તે સામાન્ય માનવનું કામ નથી. નાના એવા મનનું ઊંડાણ પણ ઘણું હોય છે એટલે જ કવિએ મનને પ્યાલો કહ્યો છે. કવિએ મનરૂપ પ્યાલામાં અનુભવરૂપ રસભરી તેમાં પ્રેમ મસાલો નાખવા કહેલ છે. પછી તેને સ્વરૂપ વિચારણારૂપ અગ્નિ પર રાખવાથી રાગ-દ્વેષાદિનો કચરો નીકળી જાય છે અને વિષય – વિકારનાં સૂક્ષ્મજંતુઓ નાશ પામી જાય છે. પછી શુદ્ધ સત્ત્વરૂપ આત્માનંદની અનુભવ લાલી પ્રગટ થાય છે. એ લાલી છૂપાવી શકાતી નથી, એવી અલૌકિક અનુભવલાલી જાગૃત થાય છે, કવિએ આ કડીમાં અનુભવલાલી પ્રગટ કરવાનો ક્રમ બતાવ્યો છે. જેમ કે અનુભવ પ્રગટાવવા સર્વ પ્રથમ વિચાર કરવામાં આવે છે. આ વિચાર મનમાં પ્રગટ થાય છે. મનનો પ્રભાવ હૃદય પર તેમજ વૃત્તિ પર પડે છે એટલે તેમાં પ્રેમ મસાલો નાખવા કહેલ છે. આવો પ્રેમ પ્રગટાવવા. બ્રહ્મચર્યરૂપી અગ્નિ સળગાવો પડે, શરીરરૂપ ભઠી કરી તેમાં અગ્નિ પ્રગટાવવાથી શરીર, સ્ત્રી, અને બાહ્યપુદ્ગલનો કચરો બળી જશે. પછી માત્ર સ્વરૂપાનંદ પ્રાપ્ત કરવાની પરમ પ્રીતિ પ્રગટ થાય છે. જેથી યોગ્ય ગુરુના આશ્રયે ધ્યાનાદિ ક્રિયામાં મનને જોડવાનો અભ્યાસ થાય છે અને અંતે અનુભવલાલી પ્રગટતાં સાધકના પ્રત્યેક કાર્યમાં, પ્રત્યેક વચનમાં, પ્રત્યેક વર્તનમાં પરિવર્તન જણાય છે. આત્માનુભવે સાધક છાનો રહી શકતો નથી. જેમ “છાબડે ઢાંક્યો સૂરજ છાનો ન રહે તેવી દશા સાધકની હોય છે.
પં. આનંદસાગરજી આ ગાથાનો અર્થ વિશેષ પ્રકારે કરે છે. તે પણ વિચારવા યોગ્ય છે. કવિશ્રી એ આ પદમાં “મનસા પ્યાલા” કહ્યું છે કારણકે મોક્ષ અથવા આત્માનુભવ માટે સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જ યોગ્ય ગણાય છે એટલે મનરૂપ પ્યાલામાં વાચના, પૃચ્છના, પરિયટ્ટણા અને અનુપ્રેક્ષા તથા ધર્મકથા લક્ષણરૂપ મસાલો ભરવો, શુદ્ધજ્ઞાન સ્વરૂપ બ્રહ્મતો
Page #256
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૭૨
અગ્નિ પેટાવવો. તન ભાઠી અટવાઈ કસ પીએ એટલે ‘નિરંતર આત્મામાં એકાગ્રતા કરવામાં આવે તો તેથી છેવટે કેવળ સ્વસ્વરૂપમાં રણતાની દશા પ્રગટ થાય છે. જ્યારે મન નિર્મળ થાય અને સાધ્ય પ્રાપ્તવ્ય બિન્દુનું શુદ્ધ જ્ઞાન થાય, સાથે સ્વમાં સ્થિરતા થાય ત્યારે સ્વસ્વરૂપ રમણતાની એકાંત હિતકા૨ક દશા પ્રગટ થાય છે. ' છેવટે જીવને જે જોઇએ છે તે તેની પાસે જ છે અન્ય સ્થાને ભટકવાથી કાંઈ મળતું નથી એટલે જ કવિશ્રી ચાલુ પદની ચોથી કડીમાં કહે છે,
अगम पीआला पीओ मतवाला, चीन्ने अध्यात्म वासी । ‘જ્ઞાનંવધન' ચેતન હૈ ઘેલે, તેવું લો તમાપ્ત...આશા..... ૪ | |
હે આધ્યાત્મમતમાં રત રહેવાવાળા મતાદીઓ! એ અધ્યાત્મભાવોનો પ્યાલો તો અગમ અગોચર છે જેને તેની ખબર ન હોય તેને તે મળી શકે નહીં માટે પહેલા જાણો કે અધ્યાત્મ ક્યાં છે ? કેવું છે ? તથા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે ! અધ્યાત્મ એટલે આત્મા સંબંધી, અધ્યાત્મનું નિવાસ સ્થાન આત્મા જ છે. શુદ્ધદશામાં વર્તતો આત્મા એજ અધ્યાત્મનું સ્થાન છે. અધ્યાત્મનું સ્વરૂપ વસ્તુસંગથી રહિત છે, એવા અધ્યાત્મને સમજ્યાં વિના ઉ૫૨ ઉપરની વાતોને અધ્યાત્મ સમજી લેવામાં આવે તો આત્મવંચના થાય, માટે જ કવિ કહે છે, અધ્યાત્મ ક્યાં છે ? તે પ્રથમ સમજવું જરૂરી ગણાય.
કેટલીક પ્રતોમાં ‘ગાન પ્યાલા' ને બદલે ‘આન પ્યાલો' એવો પાઠ પણ મળે છે. આગમ એટલે શ્રુતજ્ઞાન સંબંધી બોધપાઠ. પહેલા આત્મસંબંધી જ્ઞાન કરી પછી હૈ ય, શેય, ઉપાદેય ભાવોને જાણી શકાય છે જેથી અધ્યાત્મનો વાસ ટૂંકમાં જાણી શકાય છે. અને એ પરિસ્થિતિ પ્રાપ્ત થતાં જે આનંદ થાય છે તે અવર્ણનીય હોય છે. પં. આનંદસાગરજી લખે છે કેઃ ‘જેને કોઈ પ્રકારે ઓળખી શકાય નહિ. સ્પર્શ, રૂપ, રસ કે શબ્દ દ્વારા જણાય નહિ' તેવું અધ્યાત્મનું સ્થાન છે. એટલે કવિ કહે છે, જ્યાં રહેવું છે, જ્યાં વાસ કરવાની ઈચ્છા છે તે સ્થાનને જાણીએ નહિ તો જ્ઞાન કેમ થાય? અને જ્ઞાનના અભાવે સાધ્ય પ્રાપ્તિની ઈચ્છા પણ ક્યાંથી સંભવે ? માટે અધ્યાત્મમાં વાસ કરતાં પહેલા તેનું જ્ઞાન લેવું આવશ્યક રહે છે. અગમ શબ્દમાં પારમાર્થિક રહસ્ય છૂપાયેલું છે. અને તે છે અધ્યાત્મ,
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૭૩
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે,
અનુભવ ૨સ
‘સર્વ પ્રકારનાં શાસ્ત્રોમાં અધ્યાત્મ શાસ્ત્ર ઉત્તમ છે. સર્વ પ્રકારનાં
જ્ઞાનમાં અધ્યાતમ જ્ઞાન ઉત્તમ છે.
"
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે,
‘અપ્પ નાળેળ મુળી દોડ્' આત્મજ્ઞાન વડે મુનિભાવ પ્રગટ થાય છે. માટે અધ્યાત્મ અનુભવરસ પાન કરી આત્મામાં શુદ્ધ ઉપયોગે રમણતા કરવી.
શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં અધ્યાત્મ રસપાનની વાત કરી છે પણ અનુભવરસ પાન અધ્યાત્મને જાણ્યા વિના થઈ શકે નહીં તેથી પ્રથમ અધ્યાત્મ બોધ પછી તેનું જ્ઞાન અને ત્યારબાદ ભાન. જેથી કે ચેતન ! અગમ એવા અનુભવ પ્યાલાનું સ્વરૂપ તું જાણી લે ને પછી તું પીજા. પીધા પછી જ તેની ખુમારી ચડશે. એ ખુમારીનો નશો તારા આત્માના અસંખ્યાત પ્રદેશે પ્રદેશે વ્યાપી જશે. તારામાં દિવ્યજ્ઞાન શક્તિ ખીલી ઉઠશે.
અધ્યાત્મયોગીઓ આવા ઉત્તમ અનુભવરસપાન કરવા સમર્થ બને છે. તેઓને અનુભવ રસપાન પછી કોઇપણ જાતની સ્પૃહા રહેતી નથી. તેઓ શેઠ–શ્રીમંત, રાજા કે ચક્રવર્તી, દેવો કે ચક્રવર્તી, દેવો કે ઇન્દ્રોની પણ ૫૨વા કરતા નથી. તેને દુનિયા એક તમાસા રૂપ દેખાય છે. તે સ્વયં તો પોતાનાં આનંદ સ્વરૂપની લહેરમાં મગ્ન રહે છે. દેહમાં હોવા છતાં મુક્તિ સુખ અનુભવે છે.
આ પદમાં કવિશ્રી આનંદઘનજીએ ભૌતિક સુખ કરતાં બ્રહ્મરસના પાન સરખું અનુભવ સુખ કેટલું ચડિયાતું છે તેનું સચોટ નિરૂપણ કર્યું છે. કવિ પ્રથમ પંકિતમાં જ ઉદ્બોધન કરીને જ્ઞાન સુધારસના પાનનો મહિમા દર્શાવે છે. અને તેની પ્રાપ્તિ માટે ભલામણ કરે છે. આ સુધા૨સની પ્રાપ્તિ માટે વ્યાવહારિક રૂપકનો ઉપયોગ કર્યો છે. જેમ ભોજન માટે કોઈ સરસ સ્વાદિષ્ટ વાનગી જોઇતી હોય તો ભઠ્ઠી ઉપર કોઈ વાસણમાં તે વાનગી બહુ ઉકાળવી જોઈએ અને તેમાં જાત-જાતના મસાલા નાખવા જોઈએ, એ રીતે સુધારસ માટે પણ એમણે બ્રહ્મચર્ય, સર્વ જીવો પ્રત્યે પ્રેમ અને મૈત્રી તથા તપશ્ચર્યા વગેરેની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો
Page #258
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૭૪
છે. કવિની આ પદની પ્રથમ પંક્તિ જેમ લોકપ્રિય બની ગઈ છે તેમ ‘અગમ પિયાલા પિઓ મતવાલા' પંકિત પણ એટલી જ લોકપ્રિય બની ગઈ છે.
1;
Page #259
--------------------------------------------------------------------------
________________
૧૭૫
અનુભવ ૨સ
૫-૨૯
“અવધૂ નામ મારા પાર” શ્રી આનંદઘનજી મહારાજે પોતાનાં કેટલાંક પદોમાં નવી નવી શૈલી વડે વિષયનું નિરૂપણ કર્યું છે. આ પદમાં કવિએ ચેતન એવો આત્મા સ્વમુખે પોતાનો લાક્ષણિક પરિચય આપતો હોય એવી રજૂઆત કરી છે. “આશાવરી રાગ'માં કવિ આ પદમાં કહે છે કેઃ
અવધૂ નામ ઇમાર રાધે, સો પર મદાર વાવે... અવધૂા न हम पुरुषा ना हम नारी, वरन न भांति हमारी । નાતિન પાંતિ સાધન સાધવ,દમ તપુનામારી... વધૂ...રૂા.
કવિ કહે છે કે ચેતન કોણ છે? તેનું સ્વરૂપ શું છે? આ પ્રશ્નનો ઉત્તર ચેતન સ્વયં સ્વમુખે પોતાનો પરિચય આપે તો તેમાં યથાર્થતા આવે. ચેતન કહે છે કે હે અવધૂ! અમારું જે વાસ્તવિક નામ આપે છે તે ખરેખર ઉત્કૃષ્ટ મહારસ ચાખે છે. ભૌતિક પદાર્થોના રસ કરતાં આત્માનુભૂતિનો રસ અનંત ગણો અધિક ઉત્તમ હોય છે. તેથી ચેતનના વાસ્તવિક સ્વરૂપનું વર્ણન કરવામાં આવે છે. ચેતન કહે છે કે હે બુદ્ધજનો! તમે મારો પરિચય મારા બાહ્યરૂપથી ન કરો. હું અનાદિકાળથી જેવો છું તેવો જ અનંતકાળ સુધી રહેવાનો છું. મારામાં કદી કોઈપણ જાતનું પરિવર્તન થયું નથી અને થવાનું નથી. કારણ કે હું શાશ્વત સ્વરૂપી છું પણ અજ્ઞાનભાવે હું અનંત અનંત કાળ સુધી નિગોદમાં રહ્યો અને અકામ નિર્જરાના બળે હું ક્રમશઃ આગળ વધતાં સ્થાવરમાંથી ત્રસમાં બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય પણ થયો અને છેવટે સંજ્ઞી પંચેન્દ્રિય – તેમાં પણ મનુષ્યગતિમાં માનવ થયો. પરંતુ જે જે સ્થાને હું ગયો ત્યાં ત્યાં હું જેવો છું તેવો જ રહ્યો છું. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે, - “જેવો સિદ્ધ ક્ષેત્રે વસે, તેવો આ તનમાંય... ૧
આ રીતે મારા મૂળ સ્વરૂપમાં જરા માત્ર પણ ફરક પડ્યો નથી. અનંત સિદ્ધ સમાન મારું સ્વરૂપ છે. કર્મ સંયોગે મારું બાહ્યરૂપ બદલતું
Page #260
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૭૬
રહે છે, એટલે ક્યારેક હું પૃથ્વીરૂપે તો ક્યારેક પાણીરૂપે, અગ્નિ કે વાયુરૂપે તો વળી ક્યારેક વનસ્પતિરૂપે પણ હોઉં છું અને સર્વ સંસારી જીવો મારા બાહ્યરૂપ પ્રમાણે મારો પરિચય આપે એ સ્વાભાવિક છે તો પણ હું તો મારા સ્વભાવથી શુદ્ધાત્મા જ છું.
શ્રી યોગેન્દ્રદેવ પરમાત્મપ્રકાશમાં લખે છે,
“पुरिस पाउसाउ इत्थिणवि, णाणिउ मुणई असेसु” २ હું પુરુષ, નપુંસક કે સ્ત્રી સ્વરૂપ નથી. એ બધાં તો પુદ્ગલોનાં રૂપો છે. અર્થાત્ દેહનાં રૂપો છે. અખો ભગત કહે છે, અદ્રિમાં આકાશ તેહને, મહાકલા મુષક વિષે,
તેમ ભૌતિક ભાવના તિહાં નહીં, જે અણલિંગી આતમ લખે ભાઈ લિંગ તિહાં લેખા ઘણાં, અલિંગે લેખું કશું... ૩
આત્મલક્ષીને કોઈ લિંગ નથી કે લિંગભેદ પણ નથી. પણ હું જ્ઞાનસ્વરૂપ વિશ્વની સર્વ વસ્તુઓને જાણવાવાળો આત્મા છું. યથાર્થ તો હું મારા સ્વરૂપને જાણવાવાળો છું પણ જગતના પદાર્થો મારામાં પ્રતિબિંબિત થતાં હોવાથી પદાર્થ જણાય છે. વ્યવહારધર્મીઓ મારું સ્વરૂપ વ્યવહાર દૃષ્ટિથી જુએ છે અને તેથી વર્ગાદિ સ્વરૂપે મને ઓળખાવે છે પણ હું એવો નથી. યોગેન્દ્રદેવ લખે છે,
“ अप्पा गोरउ किण्डु ण वि अप्पा स्तुण होई” १
આત્મા શ્વેત, કાળો કે રાતો નથી પણ વર્ણાદરહિત તેની અવસ્થા છે. વર્ણાદિ તો પુદ્ગલના ગુણધર્મો છે ત્યારે હું તો ચૈતન્ય સ્વરૂપી આત્મા છું. પુદ્ગલ અને હું બંને ભિન્ન દ્રવ્ય છીએ. એટલે પુદ્ગલનાં ધર્મો મારામાં ક્યાંથી સંભવે ? છતાં સંસારીજીવો મારી ઓળખાણ પોત-પોતાની દૃષ્ટિએ આપે છે. હું તો બધી દશા તથા અવસ્થાથી જુદો છું અને જુદો રહું છું. કોઈ મને ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર કહે છે પણ હું તો એવો પણ નથી.
કબીર કહે છે,
हम वासी वो देशके, जहाँ जात वरन कुल नाहिं शब्द मिलावा हो रहा [पर] देह मिलावा नाहिं २
અમે તો તે દેશના મૂળ વતની છીએ કે જ્યાં કોઈ જાતિ-વર્ણ કે કુળ નથી. ત્યાં માત્ર શબ્દ મેળાપ થાય છે એક શરી૨ બીજા શરીરની મુલાકાત
Page #261
--------------------------------------------------------------------------
________________
૧૭૭
અનુભવ રસ લે, એવું ત્યાં કાંઈ નથી કારણ કે હું તે સર્વ સંબંધોથી જુદો છું. આત્મધર્મમાં કે અધ્યાત્મમાર્ગમાં કોઈ જાત, ભાત, દેશ કે વેશને સ્થાન નથી. અધ્યાત્મમાર્ગ એ તો રાજમાર્ગ છે, જે એ માર્ગે ચાલે છે તે સ્વાભદશાને પામે છે.
હું એકેન્દ્રિયાદિ જાતિરૂપ તો નથી, તો નારકી, તિર્યંચ, મનુષ્ય કે દેવાદિ ગતિસ્વરૂપ પણ નથી અને હું સાધન કે સાધકરૂપ પણ નથી. કોઈ કાર્ય કરવા સાધનની જરૂર પડે છે. તે રૂપ પણ નથી. કારણ કે કોઈ કાર્યનો કર્તા હું નથી. વળી સ્વયંસિદ્ધ હું છું તેથી કોઈ સિદ્ધિ મેળવવા મારે સાધકરૂપ બનવું પડતું નથી. પણ હા, સાધનાકાળમાં સાધ્ય સ્વરૂપે હાજર રહું છું. વળી હું આકતુલિયા રૂ જેવો હળવો કે વજ જેવો ભારે પણ નથી, તો વળી હું પહાડ જેવો સ્થૂલ કે રજ જેવો સૂક્ષ્મ પણ નથી. શ્રી અખા ભગતે કહ્યું છે,
સ્થૂલતા દર્શન શરીરે, સહેજે થયો સમાસ, દેહ અધ્યાસે દોષ સઘળા, દેહ તે જ સંસાર
દેહ તેને સર્વ સાચું, પાપ પુણ્ય અવતાર. ૩ સૂક્ષ્મ કે સ્થૂલ એ દેહના અધ્યાસથી અનુભવાય છે. -
કવિશ્રીએ આ પદમાં આત્મસ્વરૂપની વાત નયને દૃષ્ટિમાં રાખીને કરી છે. વેદાંતદર્શનમાં જેમ પરમાત્મ માટે નેતિ-નેતિ કહેવાયું છે એ શૈલીએ અહીં આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. વસ્તુ પદાર્થ આકાર કે વર્ણાદિ બતાવી તે પૂછવામાં આવે કે આત્મા આવો છે? જવાબ છે ના'. આત્મા એવો નથી.
ચેતન કહે છે કે વ્યવહારથી મારું ગમે તે નામ આપો પણ એ સર્વ મારાં વિશેષણો છે પણ વસ્તુતઃ એ વિશેષણો પણ અયોગ્ય છે. કારણ કે એ બધા તો મારા ક્રમભાવી પર્યાયો છે તે મારા સહભાવી ગુણ ન હોવાને કારણે હંમેશાં મારી સાથે રહેતા નથી તેથી લોકોના આપેલાં સર્વનામો અયોગ્ય છે.
આ ભાવને સ્પષ્ટ કરતાં શ્રી આનંદઘનજી બીજી કડીમાં કહે છે, ना हम तातें ना हम शिरे, ना हम दीरध न छोटा।। ના હમ માર્ફિના હમ માની, ના હમલાપ ન વેદ... સવધ તા ૨ા.
Page #262
--------------------------------------------------------------------------
________________
૧૭૮
અનુભવ રસ
મારા શરીરના ધર્મને કારણે અને નામકર્મના ઉદયે મારા અધ્યવસાયના પરિણામે મેં ક્યારેક ઉષ્ણસ્પર્શવાળા પરમાણુ અધિક ગ્રહ્યા હોય તો કોઈ વખત શીતસ્પર્શવાળા પરમાણુ અધિક સ્પર્શયો હોય છે. તેથી કોઈ વખત શરીર ગરમ લાગે તો કોઈ વખત ઠંડું પણ તે મારો પોતાનો સ્વભાવ નથી. એ છે પુગલ ધર્મ હું લાંબો કે ટૂંકો પણ નથી. મારા આત્મપ્રદેશોને રહેવાનું જેવું ને જેવડું પાત્ર મળે તે પ્રમાણે હું રહું છું તેથી ક્યારેક હું કંથવા જેવડો નાનો જણાઉં છું તો ક્યારેક હાથી જેવડો મહાકાય જણાઉં છું પણ એ કર્મરૂપ પુદ્ગલનાં કાર્યો છે.
શ્રી પન્નવણાસ્ત્રમાં કહ્યું છે કે કેવળી જ્યારે કેવળ સમુદ્યાત કરે છે ત્યારે તે પોતાના આત્મપ્રદેશોને ચૌદ રાજલોકમાં ફેલાવે છે ત્યારે હું મોટામાં મોટો જણાઉ છું. જે જીવને કેવળજ્ઞાન પામ્યા પછી જો નામ, ગોત્ર અને વેદનીયકર્મની સ્થિતિ વધારે હોય અને આયુષ્યકર્મની સ્થિતિ ઓછી હોય તો બધાં કર્મની સ્થિતિ સમાન કરવાની હોવાથી અને વળી તે ચરમશરીરી હોવાને કારણે તેને કેવળ સમુદ્યાત થઈ જાય છે.
મહાવીર પ્રભુને ગૌતમ પ્રશ્ન પૂછે છે, कत्ति समतिए णं भन्ते! केवलि समुग्धाए पन्नते ? गोयमा। अठ्ठ समति ते पन्नते तंजहा, पढम समए दंडं करेति बीए समए कवाडं करेति, ततिए समए मंथं करेति, चउत्थे समए लोगं पूरेति, पंचमे समए लोयं पडिसाहरति, छठे समए मंथं पडिसाहरति, सत्तमए समए कवाडं पडिसाहरति, अतुमे समए दंडं पडिसाहरति, दंडं पडिसाहरेत्ता तओ पच्छा सरीरत्थे भवति।।
હે ભગવાન! કેવળી સમુદ્યાત કેટલા સમયનો છે? હે ગૌતમ! આઠ સમય પ્રમાણ કહ્યો છે. તે આ પ્રમાણે પ્રથમ સમયે દંડ કરે છે. બીજા સમયે કપાટ કરે છે, ત્રીજા સમયે મન્થાન કરે છે. ચોથા સમયે લોકને પૂરે છે એટલે કે લોકવ્યાપી થાય છે, પાંચમા સમયે લોક સંહરે છે. છઠ્ઠા સમયે મંથાન સંહરે છે. સાતમા સમયે કપાટ સંહરે છે, આઠમા સમયે દંડ સંહરે છે છેવટે દંડ સંહરી શરીરસ્થ થાય છે.
કેવળ સમુદ્યાત થતાં પહેલાં આત્મા મોક્ષ સન્મુખ થાય અને પછી સહજતાથી આત્માના પ્રદેશો શરીરમાંથી નીકળી પ્રથમ ઊદ્ગલોકના છેડાથી અધોલોકના અંત સુધી દંડાકારે થાય છે. ત્યાર પછી તે પ્રદેશો ચારેય
Page #263
--------------------------------------------------------------------------
________________
૧૭૯
અનુભવ રસ દિશામાં ફેલાય છે ને કપાટાકારે બને છે. જે દંડાકારે પ્રદેશો હતા તે કપાટાકારે બની લોકની દિશાઓમાં વિસ્તરે છે. પછી મંથાન અને ચોથે સમયે આત્માના પ્રદેશો ચૌદ રાજલોકમાં વ્યાપી જાય છે. કર્મસંયોગે જીવને આ દશા પ્રાપ્ત કરવી પડે છે. જે પ્રદેશો જે રીતે વિસ્તાર પામ્યા એ જ ક્રમથી સંકોચાતા છેવટે શરીર પ્રમાણે થઈ જાય છે. વિસ્તાર તથા સંકોચમાં સમય મર્યાદા સરખી જ છે પણ વાસ્તવમાં હું લાંબો-ટૂંકો નથી તો ભાઈ કે બહેન પણ નથી. શ્રી યોગેન્દુદેવ કહે છે,
जण्णी जण्णु वि कंत धरु पतु वि मित्तु वि दव्वु १
માતા, પિતા, સ્ત્રી, પુત્ર કે મિત્ર, ભાઈ કે બહેન વગેરે સંબંધો કર્મયોગે જોડાય છે. પણ તે બધા ક્ષણિક છે. અનિત્ય છે. શરીર સાથે સંબંધ રાખનારા છે. નામકર્મના ઉદયે શરીર મળે છે અને મોહનીય કર્મના ઉદયે એક-બીજા જીવો કોઈને કોઈ સંબંધથી જોડાય છે. પણ હું કર્મરૂપ નથી. કર્મ પૌગલિક છે ત્યારે હું તો ચેતનસ્વરૂપ છું. કર્મયોગે મારે અનેક ગતિયોનિઓમાં ફરવું પડે છે અને દરેક સાથે વિધવિધ સંબંધ બંધાયો. જેમકે કહ્યું છે,
न सा जाइ न सा जोणी, न तं कुलं न तं ठाणं ન ગાયા ન મુવા પલ્થ, સર્વે નવા વંતસો. સાવધૂ ૨ાા
અનાદિ અનંતસંસારનું પરિભ્રમણ કરતા કોઈ જાતિ, કોઈ યોનિ, કુળ કે સ્થાન એવું નથી કે જ્યાં હું ગયો ન હોઉં, જ્યાં ગયો ત્યાં મારો જન્મ થયો અને મૃત્યુ પણ થયું, વળી જ્યાં ગયો ત્યાં કોઈનો દીકરો, માબહેન કે ભાઈ રૂપે પણ થયો છતાં હું તો અમર સ્વભાવી છું. મારો જન્મ નથી તો મૃત્યુ પણ નથી. આ સંબંધો કર્મજન્ય હોવાથી લોકો મને એ સંબંધે પોકારે છે પણ હું એવો નથી. હવે કવિશ્રી ત્રીજી કડીમાં કહે છે,
ना हम मनसा ना हम शबदा,ना हम तनकी धरणी, નામ મેરા મેવધર નાદિ, નામ રતા રહી. સાવધૂતા રૂપા
સંસારમાં કર્માધીન જીવોને કર્મોદયે વિધવિધ સાધન સામગ્રી પ્રાપ્ત થાય છે. દરેક ગતિ અને જાતિમાં મનુષ્ય પ્રાણી શ્રેષ્ઠ ગણાય છે કારણકે તેને ભાવો વ્યક્ત કરવાનું સાધન, મન મળ્યું છે. સંજ્ઞી પંચેન્દ્રિયને મન હોય છે અને મનના આધારે વિચાર કરે છે અને વિચારને વ્યક્ત
Page #264
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૮૦ કરવાનું સાધન વચન છે અર્થાત્ શબ્દ છે. શ્રી મોતીચંદભાઈ કાપડિયા લખે છે, “આત્માને સહજ થાય છે તે અધ્યવસાય કહેવાય છે અને મન દ્વારા વ્યક્ત થતાં અધ્યવસાય તે વિચાર કહેવાય છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે, સંસારી જીવના બે ભેદ છે. મનગમનસ્વા: સંજ્ઞી અને અસંજ્ઞી. જેને મન હોય તે સંજ્ઞી અને મન ન હોય તે અસંસી. પંડિત સુખલાલજી લખે છે, મન સે હતે હૈ? નિસરે વિવાર વિરુય ની સવે જેસી आत्मिकशक्ति मन है और इस शक्ति से विचार करने में सहायक होनेवाले एक प्रकारके सूक्ष्म परमाणु भी मन कहलाता है। पहला भावमन और दूसरा द्रव्यमन कहा जाता है।।।।
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ કહે છે, “દ્રવ્યમન મનોવર્ગણાના પુગલોને અવલંબીને થતાં આત્માના ચળ-વિચળ પરિણામ એ ભાવમન છે. તેથી આત્મા મન સ્વરૂપ નથી તો મનોમય પણ નથી” “બારમા ક્ષીણમોહ ગુણસ્થાન પર્યત ભાવમન છે અને દ્રવ્યમન તેરમા સંયોગી ગુણસ્થાન પર્યત છે”. એટલે કે આત્મા દ્રવ્યમનથી પણ ભિન્ન છે. તેથી જ ચેતન કહે છે કે હું મનરૂપ નથી તો શબ્દરૂપ પણ નથી કારણકે શબ્દ પણ ભાષાવર્ગણાના પુદગલોનું જ કાર્ય છે. સંજ્ઞી જીવ શબ્દના માધ્યમથી વિચારો વ્યક્ત કરે છે. મનોવર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ તે દ્રવ્યમન. દ્રવ્યમનનું કાર્ય તે વિચાર અને વિચાર વ્યક્ત કરવા ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી છોડવારૂપ કાર્ય તે શબ્દ. પણ ચેતન કહે છે કે હું મન કે શબ્દ કાંઈ નથી. પુદ્ગલના કાર્યને જીવનું કાર્ય કહી દેવું તે નરી અજ્ઞાનતા છે. વળી પુદ્ગલોને ગ્રહણ કરવાની ક્રિયા હું કરું છું, તે ક્રિયારૂપ હું છું તેમ પણ નથી કારણકે નિયમ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં તો પછી પુદ્ગલનું કાર્ય હું કેવી રીતે કરી શકું? પુદ્ગલ પુદ્ગલનું કાર્ય કરે અને ચેતન ચેતનનું કાર્ય કરે. વળી હું કોઈના આધારરૂપ પણ નથી. જેમ પાણીનો આધાર પાત્ર તેમ શરીરનો સંબંધ આધાર-આધેયનો નથી. તો શ્વેત, ભગવો, કાળો કે પીળો વગેરે વેશને ધારણ કરનાર પણ હું નથી. ભલે મને કોઈ શ્વેતાંબર કહે કે દિગંબર, કોઈ ફકીર તો વળી કોઈ સંન્યાસી પણ એ બધા વેશને ધારણ કરનાર હું નથી. હું કોઈ ક્રિયા કરવાવાળો નથી તો ક્રિયા સાથે મારો ચિરસ્થાયી સંબંધ પણ નથી.
Page #265
--------------------------------------------------------------------------
________________
૧૮૧
અનુભવ રસ કેટલીકવાર આત્માને શુભક્રિયા કરતો જોવામાં આવે છે પણ એ વ્યવહારષ્ટિ છે. શુભાશુભ ક્રિયા કરનાર હું નથી. વ્યવહારમાં કરણીનો કર્તા આત્મા દેખાય છે. શ્રી બનારસીદાસ “સમયસાર નાટક” માં કહે છે,
___ जगमें अनादिको अग्यानी कहै मरौ कर्म
करता मैं याको किरिया को प्रति पाखी है।१। જગતમાં અનાદિથી અજ્ઞાની જીવ કહે છે કે મારા કર્મનો કર્તા હું છું અને હું જ ક્રિયા કરું છું પણ
ग्यानभाव ग्यानी करै, अग्यानी अग्यान,
દ્રવ્ય પુત્ર રે, વૈદ નિહરૈ પરવાના ૨ા. પદાર્થ પોતાના સ્વભાવનો કર્તા છે. જ્ઞાની આત્મા સ્વભાવ કર્તા છે. ત્યારે દ્રવ્યકર્મનો કર્તા પુદ્ગલ છે એ નિશ્ચયનયથી જાણવું. જ્ઞાયક સ્વભાવી આત્મા જ્ઞાયકભાવ સિવાય બીજું કાંઈ કરતો નથી. જે પોતાનામાં છે તે પ્રગટ કરવાનું છે.
ચેતન પોતાના સ્વરૂપ દર્શન કરાવતા પ્રસ્તુત પદની ચોથી કડીમાં કહે છે, ना हम दरशन ना हम परसन, रस न गंध कछु नाहि, आनंदधन चेतनमय मुरति , सेवक जन बली जाही- ।। अवधू।।४।।
ચેતન! પોતાની સ્થિતિની વાત કરતાં કહે છે કે હું જૈનદર્શન, બૌદ્ધદર્શન, સાંખ્યદર્શન કે વેદાંતદર્શન વગેરે દર્શન સ્વરૂપ નથી. એ દર્શન મારા વાસ્તવિક સ્વરૂપ જ્ઞાનના અભાવે ઊભા થયેલા છે. જે સત્ પુરુષાર્થ કરી, સત સ્વરૂપને પામે છે ત્યારે તેના સ્વરૂપાનુભવમાં સર્વ દર્શનનો લય પામી જાય છે માટે હું દર્શનરૂપ નથી વળી હું મારા સમભાવી સ્વભાવમાં સ્થિત રહેતા આઠ સ્પર્શમાંથી હું એક પણ સ્પર્શયુક્ત નથી. તો સુરભિ- દુરભિ ગંધયુક્ત પણ નથી. પાંચ રસ જેવા કે ખાટો, તીખો, મીઠો, કડવો, કસાયેલો તેમાંથી હું કાંઈ નથી. કાળો, રાતો, લીલો, પીળો કે ધોળો એ પાંચ વર્ણમાંથી હું કોઈ વર્ણનો નથી. એ ગુણો તો પુદ્ગલના છે અને તે પુદ્ગલના સહભાવી ધર્મ છે. ત્યારે હું તો આનંદરાશીરૂપ ચૈતન્યમય મૂર્તિ છું. આત્માની શુદ્ધદશા પ્રગટતા અનંતગુણોનું પ્રાકટય
Page #266
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૮૨ થાય છે તેમાં સર્વપ્રથમ અનંત જ્ઞાનગુણ પ્રગટે છે જેથી સંપૂર્ણ જાણવાનું કાર્ય થાય છે અને અનંતદર્શન પ્રગટતા પદાર્થનું વાસ્તવિક દર્શન થાય છે. ચારિત્રગુણની નિર્મળતા થતાં સ્વગુણમાં સ્થિરતા આવે છે. વીર્યગુણરૂપે અનંતશક્તિ પ્રગટ થાય છે. આ પ્રકારે સ્વભાવમાં સ્થિરતા થતાં જે આનંદ અનુભવાય છે એ જ મારો સહજાનંદ છે. એટલે મારું નામ પદાર્થરૂપ નથી. મારું નામ ભલે ગમે તે આપો પણ હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ છું. મારી આ સ્થિતિ ત્રિકાળાબાધિત છે. હું એક જ સ્વરૂપે હંમેશાં રહું છું. જે આનંદ સ્વરૂપ ચૈતન્યમૂર્તિની સેવા કરે છે તેને જગતના મુમુક્ષુ આત્માઓ બલિહારી જાય છે, તેનાં ઓવારણાં લે છે.
સંસારમાં જીવની જે સ્થિતિ છે તે કર્માવૃત ચેતનની છે. શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં દ્રવ્યદૃષ્ટિની વાત કરી છે. પર્યાય તો ક્ષણિક છે. પર્યાયને પકડતાં શુદ્ધ આત્મતત્ત્વને પકડી શકાય નહિ. દ્રવ્યદૃષ્ટિ આત્મા સત્ય સ્વરૂપને જાહેર કરે છે. જેમ પાણીમાં પડતાં ચંદ્ર પ્રતિબિંબને પકડવા પ્રયત્ન કરવો એ વ્યર્થ છે અથવા શિલા પર વાવેતર કરવું વ્યર્થ છે તેમ જેવું આત્માનું સ્વરૂપ નથી તેવું કલ્પવું તે પણ નરી અજ્ઞાનતા મૂઢતા નહિ તો બીજું શું કહી શકાય?
આત્માને બાહ્યદૃષ્ટિથી ઓળખવો, ભિન્ન-ભિન્ન નામ આપવા જે જડભાવ છે. કવિએ આ કડીમાં આત્માની મૂળસ્થિતિની વાત કરી છે. આ પદમાં કવિએ આત્મા પાસે જ સંભાષણ કરાવ્યું છે ને કહ્યું છે કે જ્ઞાન દર્શન સ્વરૂપ હું છું. ચાર કડીના આ પદમાં ગહન ગંભીર એવા સિદ્ધ સ્વરૂપી શુદ્ધાત્માનો પરિચય પરસ્પર વિરૂદ્ધ એવા કેટલાંક ગુણધર્મોનો નિષેધ કરીને કરાવ્યો છે. આત્મ સ્વરૂપની ઝાંખી કરાવતું આ એક ઉત્તમ પદ છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
૧૮૩
અનુભવ રસ
પદ-૩૦
ધો ભાડું સલા રંગ રમીનો” અધ્યાત્મરસના અનુભવીયોગી એ “આશાવરી રાગ'માં લખાયેલા આ પદમાં મમતાની માયાજાળમાં ફસાવાથી આત્માને શું નુકશાન થાય છે, તેમજ સમતારસના પાનથી કેવો આનંદ પ્રાપ્ત થાય છે તે ભાવ સરસ રીતે સમજાવ્યા છે. साधो भाई! समता रंग रमीजे; વધૂ મમતા સંત વડીને... સાથો સારું. संपत्ति नाहि नाहि ममतामें, ममतामां मिस मेटे રહદપાદતની નીરવ રવેદી, સંત વાર નૈ રે.. સાથો..ભા.
આ પદની શરૂઆત દેખીતી રીતે જ કવિએ “સાધો' શબ્દથી કરી છે. “સાધો' એટલે સાધુ, સાધના કરનાર સાધક. જે સમતામાં રહે તે સાધુ અને જે સમતાને છોડી મમતામાં રાચે તે સંસારી. કવિ સાધુને કહે છે કે “હે સાધક! તમે સમતાના રંગમાં રમજો. હે સાધુ! તારી સામે કોઈ શત્રુ હો યા મિત્ર પણ દરેક માટે તારા મનમાં સમભાવ જાળવી રાખજે. કદાચ! મૃત્યુને ભેટવું પડે તો પણ સમતા સ્વરૂપ શુદ્ધ સ્વભાવમાં જ વર્તજે.
ઘણાં સાધકો સ્વયં ભૂલમાં જ હોય છે. તેઓ એમ માનતા હોય છે કે અમે તો સમતાસાગરમાં જ ડૂબેલા છીએ. પણ ખરેખર આ એની ભ્રમણા હોય છે. ખરેખર તો મમતાના પાસામાં ફસાયા હોવા છતાં સમતાનો સ્વાંગ સજે છે. મમતા ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને આવે છે. દેશની, રાજ્યની, ગામની, જાતિની, કુટુંબની, માતાપિતાની, પુત્ર-પુત્રીની, શિષ્ય પરિવારની, શરીરની, જીવન જીવવા માટેનાં સાધનોની વગેરે અનેક પ્રકારની મમતા છે. * સાધકને કેટલીકવાર પોતાનાં ઉપકરણોની પણ મમતા હોય છે. જડ પદાર્થની મમતા રાખી મૂર્ધમાનવ અનેક પ્રકારનાં દુઃખો ભોગવે છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૮૪ विषयैः कि परित्यत्केंर्जागर्ति ममता यदि।
त्यागात्कञ्घुक मात्रस्य, भुजङ्ग न हि निर्विषः १
હૃદયમાં જો મમતા જાગતી રહે તો પછી વિષયોના બાહ્ય ત્યાગ માત્રથી શું? સર્પ કાંચળી ત્યાગી દે તેથી તે ઝેર વિનાનો બની જતો નથી. તેવી રીતે બાહ્ય કાંચળી છોડવા છતાં સાધકને પોતાની સાધનાનું મમત્વ હોય, ધ્યાનીને પોતાના ધ્યાનનું મમત્વ હોય, તપસ્વીને પોતાની તપસ્યાની મમતા રહે તો એ ક્રિયાઓ પણ કર્મબંધનું કારણ બની જાય છે. જે મુનિઓ ઘણું ત્યાગવા છતાં કાંઈ ત્યાગતા નથી તેની દશાનું વર્ણન કરતાં શ્રી યશોવિજયજી મહારાજ કહે છે:
कष्टेन हि गुणग्रामं, प्रगुणी कुरुते मुनि:
ममता राक्षसी सर्व, भक्षयत्येकहेलया २ ત્યાગ અને વૈરાગ્યથી મુનિ દુઃખો સહન કરી લે છે અને આત્મગુણોની પ્રાપ્તિ પણ કરી લે છે પણ મમતા રાક્ષસણી ક્ષણમાત્રમાં સર્વગુણોનો નાશ કરી નાખે છે. કષ્ટો સહન કરી લેવા માત્રથી સાધક જઈ જવાતું નથી. જેમ કસાઇને શરણે ગયેલો બકરો ગળા પર છરો ફરે છે તે સહન કરે છે તેથી શું તે સાધક છે? ના. કારણ કે તેને ન છૂટકે સહન કરવું પડે છે. તેણે હજુ જીવવાનું મમત્વ છોડ્યું નથી. રાક્ષસી જેમ બધાનું ભક્ષણ કરે છે તેમ મમતારાક્ષસી આત્મગુણોનું ભક્ષણ કરે છે. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે,
• व्याप्नोति महती भूमिं वटबीजा द्यया वटः।
तथैक ममता बीजा, त्प्रपग्धस्थापि कल्पना।।१।।
વડના નાના બીજમાંથી વડલો વૃદ્ધિ પામે છે. બીજ નાનું હોવા છતાં તેમાંથી વડલો ઘણો જ વિશાળ બને છે તેમ મમતાનું બીજ પણ ધીમે ધીમે વૃદ્ધિ પામતું જાય છે. છેવટે સર્વલોકમાં પ્રસાર પામે છે. નાના બાળકથી માંડી વૃદ્ધો સુધીના મનુષ્યોમાં મમતા સર્વત્ર વ્યાપ્ત છે. મમતા, માનવ-માનવ કચ્ચે કલેશ, ઝગડા તથા યુદ્ધ કરાવે છે. માટે સાધક! . આત્મસમૃદ્ધિ મેળવવા પ્રયત્નશીલ બને છે. આ સમૃદ્ધિ બે પ્રકારની છે. દ્રવ્યસમૃદ્ધિ અને ભાવસમૃદ્ધિ, પણ મમતાનો આશરો લેતા બેમાંથી એક પણ પ્રકારની સમૃદ્ધિ મળી શકતી નથી. મમતા પાપપ્રવૃત્તિ કરાવી આત્માને
Page #269
--------------------------------------------------------------------------
________________
૧૮૫
અનુભવ રસ મલિન બનાવે છે. મમતાથી કરોડો રૂપિયા એકઠાં કરવા છતાં અંતકાળે એક પાઈ પણ લઈ જવાતી નથી. બ્રહ્મદત્તના આત્માએ રાજઋદ્ધિ માટે તપ તથા સંયમનું ફળ માંગી લીધું પણ અંતે સાતમી નરકનો મહેમાન બની ગયો. જેમ પીપળાનું પાન પીળું થતાં ખરી પડે છે તેમ આયુષ્ય પૂર્ણ થતાં દેહ ઢળી પડે છે. જેમ કુંભારના વાસણને ફૂટતાં વાર નથી લાગતી તેમ શરીરરૂપી વાસણને ફૂટતાં વાર નથી લાગતી.
સહજાનંદીની સક્ઝાયમાં કહેવામાં આવ્યું છે, રાજી ગાજીને બોલતા, કરતા હુકમ હજાર રે; પોઢયા અનિમાં એકલા, કાયા રાખ સમાન રે; બ્રહ્મદત્ત નરક પ્રયાણ રે, એ ઋદ્ધિ અથિર નિદાન રે;
જેવું પીપળ પાન રે, મધરો જૂઠ ગુમાન રે; સહજાનંદી રે આત્મા, હસી હસી દેતા રે તાળીઓ, શમ્યા કુસુમની સાર રે; તે નર અંતે માટી થયા, લોક ચણે ઘરબાર રે; ઘડતાં પાત્ર કુંભાર રે, એહવું જાણી અસાર રે; છોડ્યો વિષય વિકાર રે, ધન્ય તેહનો અવતાર રે,
સહજાનંદી રે આત્મા... માનવ ધનસંપત્તિનો સંગ્રહ કરવામાં પોતાનો અમૂલ્ય સમય વ્યય કરી નાખે છે પણ આખર તેની ગતિ શું થાય છે તે આપણે આનંદઘનજીના | શબ્દોમાં જોઈએ.
धन धरतीमें गाडे बौरे, धुर आप मुख ल्यावे; મૂષક સાપ દોયો માર Gર, તાતેં નિછ દાવે... સાથો..૨
ધનની મમતા રાખનાર વ્યક્તિની દશા કેવી થાય છે તેનું માર્મિક દર્શન કવિએ આ કડીમાં કરાવ્યું છે. માનવ, ધનની સુરક્ષા માટે અનેક પ્રયત્નો કરે છે. ધન કોઈ લઈ ન જાય તેથી ધનને જમીનમાં દાટે છે. આ ક્રિયા કરવામાં તેનું મોટું તથા કપડાં ધૂળથી ખરડાય છે. આમ, ધનના મમત્વને કારણે માનવ આખર પોતાની દુર્ગતિ વહોરી લે છે અને છેવટે ધનના ઢગલા પર રાફડો કરી સાપ થઈ ફેણ માંડીને બેસે છે તેમજ ઉંદર બની દાટેલ ધન ઉપર દર કરીને રહે છે. ધનની મમતા આવી અધમ ગતિ
Page #270
--------------------------------------------------------------------------
________________
૧૮૬
અનુભવ રસ કરાવનાર છે અને જો તે એકેન્દ્રિયજાતિમાં જાય તો દાટેલા ધન ઉપર વૃક્ષ બને છે. આવી દશા કરાવનાર આ લક્ષ્મીને લક્ષ્મી કેમ કહેવાય? આ તો અલક્ષ્મી જ કહેવાય. “ન ની: વિદ્યતે યસ્ય સ: મનસ્મિ:' સાચી લક્ષ્મી તો છે આત્મગુણરત્નો. જેને કોઈ લઈ જઈ શકતું નથી. તેના મોહથી દુર્ગતિ થતી નથી. બાહ્ય લક્ષ્મીથી જીવન બરબાદ કરનાર, ધવલશેઠ અને નરકના મહેમાન બનનાર મમ્મણ શેઠ, શાસ્ત્રસંમત છે. સમતામાં રહેવું તે આત્મધન પામવા બરાબર છે. જે લક્ષ્મી વર્તમાન તથા ભવિષ્ય બગાડે તેને કયા અર્થમાં સારી કહી શકાય? પણ આત્મલક્ષ્મી કેવી છે તે કવિ આ પદની ત્રીજી કડીમાં કહે છે,
समता रतनाकरकी जाइ अनुभव चंद सुभाइ! વનસ્કૂદતની ભાવન્મે છે, આપ અમૃત ને ગાડું... IIધો ભા..રૂા.
આ કડીમાં કવિએ મત્સ્યપુરાણની કથાનો આશ્રય લઈ સુંદર રૂપક પ્રયોજ્યું છે. પૌરાણિકકથા પ્રમાણે દેવોએ જયારે સમુદ્રમંથન કર્યું ત્યારે તેઓએ સુમેરુની રવાઈ કરી, વાસૂકી સર્પનું દોરડું બનાવીને સમુદ્રમંથન કર્યું હતું ત્યારે સમુદ્રમાંથી નીચે મુજબનાં ચૌદરત્નો નીકળ્યાં હતાં.
(૧) લક્ષ્મી (૨) કૌસ્તુભ રત્ન (૩) પારિજાતક પુષ્પ (૪) સુરા (મદિરા) (૫) ધન્વન્તરી વૈદ્ય (૬) ચંદ્ર (૭) કામદુગ્ધાગાય (૮) ઐરાવત હાથી (૯) રંભા વગેરે દેવાંગના (૧૦) સાત મુખવાળો અથ (૧૧) વિષ (૧૨) ઈંદ્ર (૧૩) ધનુષ્ય (૧૪) અમૃત
આ ચૌદ રત્નોમાં સર્વપ્રથમ લક્ષ્મીજી નીકળ્યા.
કવિએ અહીં સમતારૂપ લક્ષ્મીની વાત કરી છે. વળી સમતાને રત્નાકરની દીકરી કહી છે. અનંતજ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણરત્નો, ચિદાનંદ ધન ચેતનમાંથી પ્રગટ થાય છે. તેથી ચેતન રત્નાકર છે. સમતા તેની દીકરી છે. સમતારૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરનાર તે આધ્યાત્મિકક્ષેત્રે સાચા લક્ષ્મીપતિ કહેવાય છે. શ્રી મોતીચંદ કાપડિયા લખે છે સઅસઃ વિવેક કરી વસ્તુ સ્વરૂપને તેના યથાર્થ આકારમાં બતાવનાર આ અનુભવજ્ઞાનરૂપ ચંદ્રમા પણ રત્નાકરમાંથી નીકળે છે તેથી રત્નાકરની પુત્રી સમતા અને પુત્ર અનુભવ એ બંને ભાઈ-બહેન થાય છે.
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૮૭
અનુભવ રસ વળી રત્નાકરમાં કાળકૂટ વિષ પણ છે. આ જીવ પણ મમતાને કારણે અશુભધ્યાનમાં જે ચાલ્યો જાય છે તે એને માટે વિષ સમાન છે. આવા આર્ત અને રૌદ્રધ્યાન પરિણામધારા, કર્મબંધન કરાવી જીવને સંસારમાં રખડાવે છે પણ સમતા અને અનુભવ અશુભધ્યાનરૂપ કાળકૂટ છોડાવી જીવને શુભધ્યાનમાં પ્રવૃત્ત કરે છે જેથી આત્મા પ્રમત્ત ગુણસ્થાનથી પ્રગતિ કરી અપ્રમત સ્થિતિમાં આવે છે. ત્યાંથી ધર્મ-ધ્યાનમાં ક્રમસર આગળ વધી આત્મશ્રેણીમાં તે દાખલ થાય છે. આ શ્રેણીએ ચડેલા જીવની સ્થિતિ એટલી બધી આનંદદાયક હોય છે કે કવિએ એ સ્થિતિને અમૃત સાથે સરખાવી છે. વસ્તુતઃ સહજાનંદમાં તો અમૃતના અનુભવથી પણ અનંતગણી મીઠાશ ભરી છે. જેમ ચૌદરત્નોમાં અમૃત શ્રેષ્ઠ છે તેમ આત્માનંદના અનુભવનું અમૃત ઉત્તમોત્તમ છે. અપ્રમત ગુણસ્થાનકની સ્થિતિ પ્રાપ્ત થયા પછી આવા અનુભવ અમૃતને સ્વયં અનુભવી શકાય છે. સંસારવૃદ્ધિના મૂળરૂપ એવા અનંતાનુબંધી ચાર કષાયનો સર્વપ્રથમ ઉપશમ કરે છે અને પછી દર્શનમોહનીય ત્રિકનો ઉપશમ કરે છે. આ સાત પ્રકૃતિનો ઉપશમ થતા જીવ અલૌકિક આત્માનંદનો અનુભવ કરે છે. ચોથા ગુણસ્થાન પછી જીવ અલૌકિક આત્માનંદનો અનુભવ કરે છે. ચોથા ગુણસ્થાન પછી જીવ ચારિત્ર મોહનીય કર્મનો ઉપશમ કરે છે તો દશમા ગુણસ્થાનના અંત સુધીમાં મોહનીયકર્મનો સર્વથા ઉપશમ કરી દે છે એટલે જીવ અગિયારમા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. જે સ્થિતિને વીતરાગ સ્થિતિ કહે છે. શાસ્ત્રકાર તેને ઉપશમ શ્રેણી કહે છે. ત્યારે જે જીવ ક્ષપક શ્રેણી કરવાનો હોય તે ચોથા ગુણસ્થાનથી લઈને આગળના ગુણસ્થાનમાં મોહનીય કર્મની પ્રકૃતિઓનો ક્ષય કરતો જાય છે. તેમાં સર્વ પ્રથમ અનંતાનુબંધી ચતુષ્ટક અને દર્શન ત્રિક આ સાત પ્રકૃતિઓનો ક્ષય કરે છે. આ રીતે પરિણામની વિશુદ્ધિ થતાં કર્મક્ષય કરતો આઠમા ગુણસ્થાનકે જીવ ક્ષપકશ્રેણી શરૂ કરે છે. આ શ્રેણીવાળો જીવ એ જ ભવમાં મોક્ષગતિ પામે છે.' ઉપશમશ્રેણી એક જીવ એક ભવમાં બે વખત કરી શકે છે અને આખા સંસારકાળ દરમિયાન એક જીવ વધારેમાં વધારે પાંચ વખત ઉપશમશ્રેણી કરે છે. મોક્ષપ્રાપ્તિ ક્ષપકશ્રેણી વિના થઈ શકતી નથી. ઉપશમ સમકિતી જીવ ઉપશમ શ્રેણી માંડે છે અને ક્ષાયિક સમ્યકત્વી જીવ ક્ષપકશ્રેણી
Page #272
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૮૮
માંડે છે. સમ્યક્ત્વીજીવ શાનદૃષ્ટિ ખુલતાં મોહનાશ કરે છે. હવે કવિ ચોથી કડીમાં કહે છે કે નાયક કોણ ? અને કેવો છે ?
लोचन चरण सहस चतुरानन, इनते बहुत डराइ;
आनंदघन पुरुषोत्तम नायक, हितकरी कंठ लगाइ... । । साधाभाई ।। ४ ॥
ઇન્દ્રને હજાર આંખો છે અને શેષનાગને હજાર પગ છે ત્યારે બ્રહ્માજી ચાર મોઢાંવાળા છે. આમ વિચિત્ર આકૃતિવાળી વ્યકિતઓને જોઇને સમતા ડરી જાય છે અને દૂર – દૂર ભાગી જાય છે. બ્રહ્માજીનું કાર્ય હિન્દુધર્મ પ્રમાણે સૃષ્ટિ-સર્જનનું છે. જૈનધર્મની માન્યતા પ્રમાણે જે વૃત્તિ તથા વાસનાથી સંસારનું સર્જન થાય છે તે વૃત્તિ અને વાસના એ જ બ્રહ્મા સમાન છે. વળી ક્રોધ, માન, માયા, લોભ તે એમના ચાર મુખ છે. તૃષ્ણાને હજા૨ આંખ તથા હજાર પગ છે. આ પ્રકારના કષાયોના કાળમુખ જોઈ સમતા ભયભીત થઈ જાય છે કારણકે જ્યાં કષાયો હોય ત્યાં સમતા રહી શકતી નથી. આવી મૃદુભાવી સમતાને પુરુષોત્તમ નાયક વિષ્ણુદેવે પ્રેમ કરી પોતાને ગળે વળગાડી દીધી. આ રૂપકનો આશય એ છે કે સમતાને વિષ્ણુભગવાન સ્વરૂપ આત્માએ અંગીકાર કરી. સમતા સત્ત્વગુણી હોવાને કારણે જ્યાં રજોગુણ કે તમોગુણ હોય ત્યાં ટકે નહીં માટે જ સમતા આનંદ સમૂહ પુરુષોત્તમ નાયક વિષ્ણુ ભગવાનના શરણે ચાલી ગઈ. વિષ્ણુ ભગવાને તેની સાત્ત્વિકતા જોઈ આલિંગ્ન આપ્યું. સ્વસ્થાનની પ્રાપ્તિ થતાં સમતાને આનંદ થયો.
આ રૂપક જૈનદૃષ્ટિએ આ રીતે ઘટાવી શકાય કે ચારમુખે દેશના દેતા શ્રી જિનદેવથી મમતા બહુ ડરી ગઈને ત્યાંથી ભાગી ગઈ. પ્રભુને કેવળજ્ઞાન દર્શનમાં અનંતજીવો તથા તેની અનંતઅનંત પર્યાયો દેખાય છે તથા જણાય છે. એ અપેક્ષાએ સર્વજ્ઞ પરમાત્માને હજારો આંખવાળા પણ કહી શકાય તેમજ હજા૨ પગે હજારો માઇલ ચાલી શકાય છે તેમ જ્ઞાન-દર્શનનું ક્ષેત્ર એટલું જ વિસ્તૃત છે ને તે હજા૨ો ચરણનું કામ કરે છે. તેથી જ સમતા જિનેશ્વરને ભેટે છે. મમતા તજી તથા સમતા સજી આત્મા નિજાનંદમાં મસ્ત બની જાય છે અને સ્વસ્થાને સિધાવે છે. સમતાથી ભગવાન મહાવીર, ગજસુકુમાર, મેતારજમુનિ વગેરે સિદ્ધિને પામ્યા. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે,
Page #273
--------------------------------------------------------------------------
________________
૧૮૯
અનુભવ રસ क्षणं चेतः समाकृष्य, समता यदि सेव्यते।
स्थात्तदा सुखमन्यस्य, यद्धकतुं नैव वार्यते ચિત્તને ક્ષણવાર માત્ર ખેંચીને સમભાવમાં સ્થિર કરવામાં આવે તો એ સમયે આત્મિક સુખ અનુભવાય છે. સમતાભાવીની દશાનું વર્ણન કરતા કહે છે કેઃ
नतिस्तुत्यादिकाशंसा, शरतीव्रः स्वमर्मभित्। समता वर्म गुप्तानां, नाति कृत्सोऽपि जायते।।
જેણે સમતાનું બખ્તર પહેર્યું છે તેને પર દ્રવ્યની ઈચ્છાના તીક્ષ્ણ બાણો પીડા કરી શકતા નથી. તેથી સાધકો પ્રથમ સમતા સાધી આત્માને સાધે છે.
આ પદમાં કવિ એ બતાવે છે કે ભૌતિક ધનસંપત્તિ સાધક માટે કેટલી નિરર્થક છે અને સમતાથી જીવ કયા સ્થાને પહોંચે છે. કવિએ જૈન અને હિન્દુનો વિનિયોગ આ પદમાં કર્યો છે.
ET SHEET REFEREER TET 1
ક
Page #274
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૯૦
ક
પદ-૩૧.
“વિત નનન દો પ્રાણનાથ” સંસારભાવોથી મુક્ત અને સાધકદશામાં અનુરક્ત એવા શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં, સાધકને મમતાથી મુક્ત કરવા સમતાસાધનાનું કેટલું મહત્ત્વ છે તે દર્શાવ્યું છે.
આ પદમાં સુમતિ ચેતનજીને સમજાવે છે. ચેતન હવે ક્યારેક સુમતિના મંદિરે પધારે તો છે પણ તેનું મન હજુ ચંચળ છે. ચેતનની આ દશા જોઈ સુમતિ પોતાના પ્રાણનાથને કહે છે કે, હે પતિદેવ! હવે તો
સ્વઘર તરફ દૃષ્ટિ કરો. હવે સ્વજન-પરિજન સાથે રહી શાંતિ અનુભવો. સુમતિ ચેતનને સ્વસ્થાને લાવવા વારંવાર સમજાવે છે પણ અનાદિથી પડેલી આ કુટેવને કારણે ચેતન એમ જલ્દી સમજે એમ નથી. ' કવિ આ એકત્રીસમા પદમાં “શ્રી રાગમાં કહે છે,
कित जानमतें हो प्राणनाथ!
ફુત માય નિફા ઘરો સાથ..વિરત.... શા. સુમતિ, ચેતનને કહે છે કે હે પ્રાણનાથ! તમે સંસારમાર્ગ અને મુક્તિમાર્ગ જાણ્યા પછી સંસારમાર્ગ તરફ શા માટે પ્રયાણ કરો છો?
માર્ગ ભૂલેલા પથિકની સામે બે માર્ગ છે. બંનેનું ભાન કરાવ્યું છે. પણ નિર્ણય એના ઉપર છોડી દીધો છે. જેમકે કહ્યું છે,
सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावर्ग।
उभयंपि जाणइ सोच्चा, जं सेयं तं समायरे।। છે મુમુક્ષુ! તું સાંભળ! ક્યો માર્ગ કલ્યાણની છે અને ક્યો માર્ગ પાપનો છે તે જાણી પછી તારું શ્રેય શેમાં છે તે માર્ગનું અનુસરણ કર.
આ રીતે ચેતના (સુમતિ) ચેતનને કહે છે કે, હે ચેતન! આત્મકલ્યાણનો માર્ગ અને સંસારનો માર્ગ ક્યો છે તે સાંભળી લીધા પછી તારું શ્રેય જેમાં થાય તે ગ્રહણ કર. આજ સુધી તે સંસારનાં કડવાં ફળનો અનુભવ કર્યો છે. તે રસ્તે મમતાએ તને મુંઝવ્યો છે અને સ્વઘરને જ તું ભૂલી ગયો છે.
Page #275
--------------------------------------------------------------------------
________________
૧૯૧
અનુભવ રસ
સ્થૂલિભદ્રજી બાર વરસ સુધી રૂપકોશાના રંગમહેલમાં રહ્યા અને તેમણે પોતાના ઘર કે પરિવાર સામું પણ ન જોયું તેમ તમે પણ મમતારાણીના સંગે રમતા પારકાના થઈ ગયા અને પોતાનાને પારકા માનવા લાગ્યા. જેમકે ક્ષમાદિ દસ યતિધર્મ તે આત્મીયજન છે તેને તો આપ ભૂલી જ ગયા છો. હે નાથ ! આપ મારી સામું તો નથી જોતા પણ આ આપના પરિવારે શો ગુન્હો કર્યો છે કે જેથી તેની પણ સંભાળ લેતા નથી. સંસારના આટલા કડવા અનુભવો થયા છે છતાં આંખ કેમ ઉઘડતી નથી ? બીજી તરફ વૃત્તિ કેમ વળતી નથી ?
શ્રી બુદ્ધિસાગરજી લખે છે કે સંસાર ચાર પ્રકારનો છે. (૧) નામ (૨) સ્થાપના ( ૩ ) દ્રવ્ય (૪) ભાવ. આમ ચાર પ્રકારના ચારગતિરૂપ સંસારમાં જીવો આડાઅવળા પરિભ્રમણ કરે છે પરંતુ એક સ્થાનમાં ઠરીને સહજ સુખ પામતા નથી.
સંસારમાર્ગમાં ચાર કષાય, ત્રણ દંડ, બે અશુભધ્યાન, અશુભલેશ્યા વગેરે અનેક રસ્તા છે. આ રસ્તે જતાં આત્મપરિણતિ અશુદ્ધતાને વરે છે. માટે કે ચેતન ! હવે તો અશુદ્ધ પરિણતિનો ત્યાગ કરી શુદ્ધ ધર્મરૂપ ઘરમાં પધારો. કવિ બીજી કડીમાં કહે છે,
उत माया काया कबन जात, यहु जड तुम चेतन जग विख्यात । उत करम भरम विषवेली संग, इत परम नरम मति मेलि रंग ।।
કે ચેતન ! વિભાવદશામાં જવાથી સંસારનું પરિભ્રમણ કદી પણ ઘટવાનું નથી. સંસારમાં માયા, મમતા, શરીર તથા તેના ભોગની જ વાતો કાને પડયા કરશે અને ભોગપ્રાપ્તિ માટે છળકપટ કરી, આત્મવંચના કરવી પડશે. આ રીતે શરીર સુશ્રુષા કરવી તે વિભાવ દશાનું કારણ છે.
તમે જે માયામમતાને સ્ત્રી માનો છો તે કઈ જાતની છે, તેની તમને ખબર છે ? તે સાવ ફુલકા કુળની તથા હલકી જાતિની છે. સંસારમાં દીકરા-દીકરીના લગ્ન કરવા હોય તો ખાનદાની જોવામાં આવે છે. કુળવાન પોતાની ખાનદાની કદી પણ છોડે નહીં અને હલકા કુળની સ્ત્રીને હલકા કામ કરવામાં શરમ આવે નહીં. આ માયા અને મમતા તો હલકાકુળની સ્ત્રીઓ છે. તે જડ જેવી છે. તેની મતિ પણ જડ છે. તેનો પરિવાર જડ છે, ત્યારે નાથ ! તમે તો જગત પ્રસિદ્ધ ચૈતન્યધન ચેતનરાજા છો. તમારો ધર્મ
Page #276
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૧૯૨ તો જ્ઞાનાદિ ગુણયુક્ત છે પણ વર્તમાનમાં જ્યારે તમારે પક્ષે જોઉં છું તો ઊલટું જ દેખાય છે. જડ પદાર્થ તમને ચાહતા નથી પણ તમે જડ પદાર્થને ચાહો છો. હે ચેતનદેવ! આપ જાણો છો કે જડ પદાર્થોનો સંગ્રહ કરી ભૂતકાળમાં તેના માલિકો ઘણા ચાલ્યા ગયા. વર્તમાનમાં જાય છે અને ભવિષ્યમાં ચાલ્યા જશે. એક પણ જડ પદાર્થ તેની સાથે કે પાછળ ગયો નથી. આ સત્ય હકીકત હોવા છતાં તમે તેનો સંગ છોડતા નથી. તમે ચેતન જડની સંગત કરો છો તે કોઈપણ રીતે યોગ્ય નથી. કાગડાનો સંગ કરનાર હંસ કદીપણ શોભા પામતો નથી. “શોમતે ન સમ મધ્યે વકો યથા” તેમ તમે પણ શોભાસ્પદ લાગતા નથી. આવી દયનીય તમારી સ્થિતિ છે. તેમાં જરા પણ શંકાને સ્થાન નથી. નિબીડ કર્મોથી જીવ એવો તો ભ્રમિત થઈ જાય છે કે તેને પોતાનું પણ ભાન રહેતું નથી. અરે! તમે તો તમારું નામ, ઠામ અને ગામ પણ ભૂલી જશો. જડની જાત અને જડનું નામ પણ તમે જ છો, એવો ભ્રમ પેદા થશે. એટલું જ નહીં આવા તો બીજા અનેક ભ્રમ ઊભા થશે.
વિભાવ તો વિષવેલ જેવો છે. જે ખાય તેને તો વિશ્વની અસર થાય પણ જે તેનો સ્પર્શ કરે તેને પણ વિષની અસર થયા વિના રહે નહીં. પ્રાચીન સમયમાં રાજામહારાજાઓ પોતાના શત્રુને મારવા પોતાના રાજ્યમાં વિષકન્યા રાખતા હતાં. કર્મ તથા વૈભાવિકવૃત્તિઓ વિષકન્યા જેવી હોય છે. તેનાં અંગમાં જ નહીં અણુએ અણુએ વિષ ભર્યું હોય છે. તેના સંગે રહેનારાઓને હળાહળ ઝેરની અસર થયા વિના રહેતી નથી. માટે જ હે દેવ! આપને હું વિનંતી કરું છું કે હવે આપ સ્વભાવ તરફ દૃષ્ટિપાત કરો અને વિભાવથી વેગળા બનો. માટે આ પ્રશસ્ત માર્ગે પ્રયાણ કરવા ફક્ત મોઢું ફેરવી દો. જો આટલું થશે તો સ્વરૂપ દર્શન થતાં વાર નહીં લાગે. હવે ચેતનનો પરિવાર કેવો છે તેનું અવલોકન કરવા કેવી રીતે વિનવે છે તે વાત કવિ ત્રીજી કડીમાં કહે છે. '
उत काम कपट मद मोह मान, इत केवल अनुभव अमृत पान। आली कहे समता उत दुःख अनंत, इत खेलहु आनंदघन वसंत॥३॥
વિભાવદશાને કારણે જીવમાં વિવિધ ભાવો ઉત્પન્ન થાય છે અને અનેક ઈચ્છાઓ પેદા થાય છે. ભોગરૂપ કામ ત્રણ પ્રકારના છે. સ્ત્રીવેદ,
Page #277
--------------------------------------------------------------------------
________________
૧૯૩
અનુભવ રસ પુરુષવેદ અને નપુંસકવેદ. કર્મગ્રંથ કહે છે કે પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકથી નવમા ગુણસ્થાનના ત્રીજા સમય સુધી ત્રણેય વેદની સત્તા રહે છે. સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદનો ઉદય નવમા ગુણસ્થાનના અંતિમ સમય સુધી જ હોય છે. તે
વેદનો ઉદય દેવ, દાનવને માનવ બધાને સતાવે છે પણ ક્યારેક કોઈક સાધુઓને પણ પડે છે. હે સ્વામી! તમે સંસારમાર્ગે જશો તો કામવાસનામાં ફસાઈ જશો. તે માર્ગે કપટનું ઘણું જોર છે. વિવિધ પ્રકારની વાસનાઓની પૂર્તિ માટે તમારે છળ-કપટ કરવું પડશે. ખોટી વસ્તુને સાચી ઠરાવતાં દંભ કરી ખોટું બોલવું પડશે. હૃદય આવું કરવા કબૂલ નહીં થાય છતાં પણ કાર્ય તો કરવું જ પડશે. તમે સ્વયં વિચારો, વાણી અને વર્તનમાં વિરોધાભાસનો અનુભવ કરશો, છતાં મમતાને કારણે પરને પોતાનું માની જાતિ, કુળ, રૂપ, તપ, ઐશ્ચર્ય વગેરેનો મદ કરી મદોન્મત્ત બનો છો. મોહ મદિરાથી ચારે બાજુ જ્યાં ત્યાં ભટકો છો. મોહરૂપ અજ્ઞાનને કારણે વિવેકચક્ષુ બંધ થઈ જાય છે. તમે માન કષાયનું પોષણ થાય એવા કાર્યો કરો છો. આ બધાં લુંટારાઓ સંસારમાર્ગે જવાથી નડે છે. પરંતુ હે નાથ ! સ્વભાવદશામાં તો માત્ર યથાર્થ સ્વરૂપના બોધરૂપ અનુભવ અમૃતનું જ પાન કરવાનું છે. વસ્તુ સ્વરૂપને યથાર્થરૂપે ઓળખી તેનાં વિચારમાં મગ્ન થવાથી અનુભવ જ્ઞાન વધતું જાય છે. જેમજેમ મગ્નતા આવતી જાય તેમ તેમ મીઠાશ વધતી જાય છે અને એ મીઠાસરૂપ અમૃતપાન કરવાથી આનંદની વૃદ્ધિ થતી જાય છે.
અહીં સમતા પોતાની સખી સુમતિને કહે છે કે હે સખી! વિભાવદશામાં અનંત દુઃખ છે. વળી જીવ નરકનિગોદમાં જઈ કાળી વેદના ભોગવે છે. આ જીવ નિગોદમાં તો એક અંતમુહૂતમાં ૬૫૫૩૬ વાર જન્મે છે અને મારે છે. ત્યારે હે સખી! અહીં તો આનંદઘન પ્રભુ પોતે જ વસંતોત્સવ ખેલે છે. વિલાસી લોકો વસંતઋતુમાં આનંદ-કલ્લોલ કરતાં અબીલ-ગુલાલ ઉડાડી આનંદ કરે છે તેમ આત્મભગવાન સ્વભાવદશામાં રહી વૈરાગ્ય રંગે રમે છે. તે આત્માનંદનું અબીલ અને ત્યાગનું ગુલાબ લઈ બધાને રંગી રહ્યા છે.
હે ચેતનજી! તમે શાંતરસનું સ્વરૂપ વિચારો અને પરિવાર તરફ
Page #278
--------------------------------------------------------------------------
________________
૧૯૪
અનુભવ રસ દૃષ્ટિપાત કરો. કવિશ્રી શાંતિનાથના સ્તવનમાં પણ કહે છે,
“આપણો ચેતન ભાવ જે, એક ચેતનાધાર રે અવર સવી સાથે સંયોગથી, એહ નિજ પરિકર સાર રે...”
શાંતિજિન એક મુજ વિનંતી હવે ચેતન બોલે છે કે મારો સ્વભાવ જ્ઞાન, દર્શનરૂપ છે. પરમ પારિણામિક મારો ભાવ છે. માત્ર શબ્દાર્થ જોતાં ચેતના આધાર અને ચેતન આધેય છે. પણ અહીં તો આધાર-આધેય ભાવનો તાદાભ્ય સંબંધ છે. બીજા બધા ભાવો પુદ્ગલ સંયોગી છે અને તેની સાથેનો સંબંધ સંયોગ સંબંધ છે. રાગ-દ્વેષ, ઈર્ષ્યા વગેરે આત્મસ્વભાવ નથી. મૃદુતા, ઋજુતા વગેરે મારો પરિવાર છે. હવે તું તેને ઓળખી લે.
આ પદમાં સમતા, સુમતિ સાહેલીને સ્વભાવ વિભાવનું અંતર શું છે તે બતાવે છે. સુમતિ એટલે શુભક્રિયા કરવાની રુચિરૂપ પરિણતિ. બારમા ગુણસ્થાન પછી ગુણસ્થાન ક્રમારોહમાં સમતા પ્રાપ્ત થાય છે. પછી પ્રવૃત્તિ કરાવનારી સુમતિ વિદાય લે છે અને સમતા તે સ્થાન ગ્રહણ કરે છે.
પન્યાસજી શ્રી ગંભીરવિજયજી કહે છે, રાગ-દ્વેષ કષાય હરત હૈ, સહે શીત ઉષ્ણ અવિકારી; યસી સુમતિ જિન વચન પીયત હૈ, કરે ગંભીર ભવોદધી પારીરે.
સુમતિનો રંગ કરવાથી તથા નિજ પરિવારને ઓળખવાથી આવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. સુમતિના સંગે વિભાવનું જોર ઘટતું જાય છે. ચેતન ! ધીમે ધીમે નરમ પડતો જાય છે. મમતાનું ચિત્ર ખડું કરતા શ્રી યશોવિજયજી મહારાજ સચોટ ભાષામાં લખે છે,
ચેતન મમતા છાંડ પરીરી, છાંડ પરીરી, દુર પરીરી..ચેતન પર રમણી શું પ્રેમ ન કીજે, આદરી સમતા આપ વરીરી.. ૧ મમતા મોહ ચાંડાલ કી બેટી, સમતા સત્ય નૈ૫ કુંવરીરી મમતા મુખ દુર્ગધ અસત્ય, સમતા સત્ય સુગંધ ભરીરી... ૨ મમતા કી દુર્મતિ હૈ આલી, ડાકિની જગત અનર્થ કરીરી સમતા કી શુભમતિ હે આલી, પર ઉપકાર ગુણે સમરીરી... ૩
ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે મમતાને ચાડાંલ જાતિની કહી છે. તેમ આનંદઘનજીએ મોહ-મમતાને હલકી જાતના ખપાવ્યા છે. સમતા તો સંયમરૂપ રાજાની દીકરી છે. તેનું કુળ ઉત્તમ છે. આ રીતે સમતા
Page #279
--------------------------------------------------------------------------
________________
૧૯૫
અનુભવ રસ ચેતનને કહે છે કે હવે તમે તમારા ઘર તથા પરિવાર સામું જુઓ અને નિજ સ્વરૂપને સંભાળો.
આ પદમાં કવિની અનુભૂતિની સ્પષ્ટતા તાદૃશ્ય થાય છે તથા મનની વૈજ્ઞાનિક ભૂમિકા ઉપસાવતું આ પદ માનવને મન સાથે વાતો કરતો કરી મૂકે છે. સ્વયંને સ્વયંબોધ પમાડે તેવું નાનું પણ સુંદર પદ છે.
Page #280
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
પદ-૩૨
૧૯૬
“પીયા તુમ, નિવુર ભયે ક્યું સે”
શ્રી આનંદઘનજીએ આ પદમાં સુમતિની અંત૨વેદના ઠાલવી છે. પતિભક્તિ સ્ત્રીનો પતિ જ્યારે તેની ઉપેક્ષા કરે છે ત્યારે તે કેવી વ્યાકુળતા અનુભવે છે તેનું નિરૂપણ આ પદમાં કર્યું છે.
ચેતન, સુમતિનો સાથ છોડી પરથ૨ે રખડી રહ્યો છે ત્યારે સુમતિ તેને સ્વસ્થાને લાવવા ઘણાં પ્રયત્ન કરે છે અને પોતાની વ્યાકુળતા વ્યક્ત કરતાં ચેતનને ઉદ્દેશીને કહે છે,
પીયા તુમ, નિપુર ભયે વયું...પેસે...નિવુર में तो मन वच क्रम करी राउरी; રાતરી રીત અનેંસે... પીયા તુમ...નિવુ...।। ।।
સુમતિ ચેતનને કહે છે કે કે શુદ્ધ ચેતન ! તમે આટલા નિષ્ઠુર કેમ થઈ ગયા છો ? તમે તો મારી સામું પણ જોતા નથી. હે નાથ ! આપને હું મન, વચન કાયાના યોગથી ચાહું છું. મારા મનમાં સતત આપનું જ રટણ તથા સ્મરણ છે. મારા મન-મંદિરમાં કેવળ આપની મનોહરમૂર્તિ જ છે. હું અનન્યભાવે આપનું જ ધ્યાન કરું છું ને આપનો જ જાપ કરું છું. સ્વપ્ન પણ આપના જ જોઉં છું. મારા સુખ અને દુઃખનો આધાર આપ છો. મેં આપની જ આજ્ઞા ધારણ કરી છે. હે નાથ ! વચનથી ‘પરા, પશ્યતિ, મધ્યમા અને વૈખરી આ ચાર ભાષા પણ આપની જ કરી દીધી છે. જ્યાં જાઉં ત્યાં આપની જ ચર્ચા, વાર્તાને ગુણોનું કથન કરું છું. કાયાથી હું આપને જ વરેલી છું. આપને હિતકારી સર્વ રીતોને મેં ધા૨ણ કરી છે. આપના સગા તે મારા સગા છે તેવી રીતે તેની સાથે વહેવા૨ કરું છું. વળી આપની ઈચ્છાનુસાર અનુસરણ કરું છું છતાં હે નાથ ! આપ મારાથી રીસાયેલા કેમ છો ? આપ મારી સાથે કોઈપણ પ્રકારનો પ્રેમ ભર્યો વહેવાર કેમ કરતા નથી ? એકપક્ષી પ્રેમ ક્યાં સુધી ટકી શકે ? જેમકે “ એક પખી કેમ પ્રીતિ વરે પડે, ઉભય મિલ્યા હુવે સંધી” ૧ એક વ્યકિત પોતાનો સ્નેહ કેટલો સમય જાળવી રાખે ? હું આપને પ્રેમ કરું અને આપ બેદરકાર રહો
Page #281
--------------------------------------------------------------------------
________________
૧૯૭
અનુભવ રસ તે કેમ ચાલે ? હે નાથ ! આપ માયા-મમતા જેવી હલકી સ્ત્રીઓની સોબત કરો છો તે ક્યાં સુધી યોગ્ય ગણાય ? લકા માણસની સંગતથી આપણે પણ હુલકી વૃત્તિના બની જઈએ. પાણીનો સંગ દૂધ કરે તો દૂધની કિંમત ઘટે પણ દૂધનો સંગ જો પાણી કરે તો પાણીની કિંમત વધે છે. તેવી રીતે સજ્જનને સારા માણસની સોબત સો ગણી કિંમત કરાવે.
હે નાથ !મારી સર્વઈચ્છાઓ તથા આકાંક્ષાઓ આપના શ્રી ચરણોમાં સમર્પિત છે. બસ હવે એ જ આશાએ જીવી રહી છું કે આપ મારી સામે જુઓ અને દર્શન આપો, જેથી મારા બોંતેર કોઠામાં આનંદના દીવા પ્રગટે. સુમતિ બીજી કડીમાં કહે છે,
फूल फूल भवर कीसी भाउंरी भरत हुं, निवहे प्रीत क्युं ऐसे ? तो पीते ऐसी मीलि आलि, कुसुम वाससंग जसे.. पीया तुम ।। २ ।।
સુમતિ કહે છે કે હે નાથ ! પુષ્પ પ્રેમી ભમરો જેમ ફૂલની આજુબાજુ ફર્યા જ કરે છે તેવી રીતે હું પણ આપની આજુબાજુ ફર્યા જ કરું છું. આપના ગુણ સુગંધથી આકર્ષાયેલી જ છું. હું જાણું છું કે આપ તો શુદ્ધ સ્વરૂપી છો. અનંતનિધાન છો તેથી જ મારો મનરૂપી ભ્રમર આપના ગુણ પુષ્પની આસપાસ ફર્યા કરે છે.
મુન્દ્રા.
સુમતિ સખી સમતાને કહે છે કે હે સખી, જેમ પુષ્પને પરાગ એકમેક છે તેમ હું તો મારા સ્વામીને મળી ગઈ છું. હું ચૈતન્યદેવનાં ગુણપર્યાયોરૂપ અંગોનું ધ્યાન કરું છું અને તેમના પ્રત્યેક ગુણોનું સ્થિર ઉપયોગથી સ્મરણ કરું છું. મારું ચિત્ત તેમાં જ સ્થિર થાય છે.
શ્રી મોતીચંદ કાપડિયા લખે છે સુમતિની આ વાત સાંભળી શ્રદ્ધા કહે છે કે તે કોઈ વખત તારા પતિ સાથે જુદાઈ રાખી હશેઃ ૧ નહીં તો તે વ્યકિત એવી નથી કે આટલો વખત રોષ રાખી શકે? સુમતિ કહે છે કે જુદાઈની વાત જ ક્યાં છે? જેમ સાકર ને મીઠાશ એક છે, જેમ પુષ્પને સુગંધ એકમેક છે તેમ હું પણ મારાપતિની સાથે એક છું. મારે મારા પતિ સાથે અભેદભાવ છે. મારામાં કદી દ્વિધાભાવ થવાનો નથી.
સુમતિ ચેતનને કહે છે,
ऐठी जान कहापर एती, नीर निवहिये भैंसे; गुन अवगुन न विचारो, आनंदघन कीजिये तुम हो तैसे ।। ३ ।।
Page #282
--------------------------------------------------------------------------
________________
૧૯૮
અનુભવ રસ
હે ચેતન! હે મારા નાથ ! તમે મારી વાત સાંભળો. માયા-મમતા સાથે તમારો ભોગ એ તો એંઠવાડ છે, કારણ કે માયા-મમતાને અનેક ભોગવી ચૂકયા છે. પાછી તે પણ ઠેકઠેકાણે ભટકે છે. બીજાનું ખાધેલું ખાવું અને બીજાનું છોડેલું ભોગવવું એ તો ભિખારીની દશા છે.
માયા ને મમતા તે હલકા કામ કરનારી સ્ત્રીઓ છે. જે તેની પાસે આવે તે બધા સાથે એ વિલાસ કરે છે. એવી એંઠથી આપ રાજી થાવ એ શું આપને શોભાસ્પદ લાગે છે? આવા ગંદા પદાર્થો તો ફેંકી દેવા યોગ્ય હોય તેનો ભોગ ન હોય.
શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે “સકલ જગત છે એંઠવત” આ આખું યે જગત એંઠ સમાન છે. અનેકનું ભોગવેલું ભોગવવાનું છે.
પન્નવણાસુત્રમાં કહ્યું છે, अणुस्साणं भन्ते! केवइया ओरालिय सरीरगा पण्णत्ता? गोयमा! दुविहा पण्णत्ता तंजहा! बध्देलगाय मुक्केलगायः।। અહો ભગવાન ! મનુષ્યને ઔદારિક શરીર કેટલાં કીધાં છે?
અહો ગૌતમ! ઔદારિક શરીર બે પ્રકારના કીધા છે. બંધેલગા અને મુશ્કેલગા.
આ જીવ જગતના જેટલા પણ પરમાણુઓ સ્પર્શે છે તે તાજા કે કોઈના ન સ્પર્ધાયેલ ભોગવે છે તેમ નથી. દરેક પરમાણુઓ અનેક જીવોના ભોગવેલા છે, તેણે છોડ્યા છે તે તું ભોગવે છે અને તે પણ મોહાસક્ત થઈ ભોગવે છે. કોઈનું ભોગવેલું અથવા ફેંકી દીધેલું ભોગવવું એ તો કાગડા અને ભિખારીની રીત છે.
પ્રભુ! આપ તો શુદ્ધ નિરંજન સ્વરૂપ છો. આપની પાસે બધું જ છે. શા માટે પોતાની સમૃદ્ધિનો ભોગ કરતાં નથી? આમ કરવું તે શું જ્ઞાનીજનોની શોભા છે? આપની સ્થિતિ જોતાં એવું લાગે છે કે આપ તો પખાલીના પાડા જેવું કાર્ય કરી રહ્યા છો. ભેંસને ડોબું કહેવાય છે કારણ કે અધિક બુદ્ધિનો અભાવ છે. તેમ તમે પણ કુસંગતિને કારણે અક્કલ હીન થઈ ગયા હો તેવું લાગે છે. પણ જ્ઞાનીજનોની સંગતિથી અજ્ઞાની જ્ઞાની બની શકે છે જેમ કે કહ્યું છે,
“સત્સંગતિ થય: વિ રોતિ પુસ” સત્સંગતિ માનવને
Page #283
--------------------------------------------------------------------------
________________
૧૯૯
અનુભવ રસ સન્માર્ગે લઈ જાય છે. તમે કોઈના ગુણ અવગુણ જ જોઈ શકતા નથી? જરા તે માર્ગનો વિચાર તો કરો. અવગુણી એવી માયા–મમતાને છોડવાનો વિચાર સુધ્ધાં કરતા નથી. હલકાં માણસો સાથે રહેવાથી શું ફળ મળે તે આપ સ્વયં અનુભવી રહ્યા છો છતાં તેને છોડવાનો વિચાર કેમ કરતાં નથી.
હે નાથ ! હું તો તમને લાભ થાય તેવી હિતકારી વાત જ કરું છું. હે સ્વામી! શુદ્ધ ચેતના તો તમને દસમા ગુણસ્થાનક પછી મળશે પણ મારો તમારો સંબંધ દસમા ગુણસ્થાન સુધી છે. માટે તમે મારા તરફ સ્નેહ ન રાખો તે કેમ ચાલે? શુદ્ધ ચેતના ન મળે તો સુમતિથી કામ ચલાવવું પડે. હે નાથ! તમારે તો કામથી કામ છે. આપને શુદ્ધ ચેતના ન મળે તો મારાથી કામ નિર્વહો અને આપની સ્વરૂપદશા પ્રાપ્ત કરવામાં જેટલી બની શકે તેટલી આપની સેવા કરવાનો લાભ આપો. આપ જાણો છો કે દસમા ગુણસ્થાન સુધી કષાયનો આવિર્ભાવ છે. તેને દૂર કરવા માટે સમતાભાવની જરૂર છે. આપ શુદ્ધ છો અને મને પણ આપના જેવી શુદ્ધબુધ્ધ દશાવાળી બનાવો. જેમ નદી સમુદ્રમાં મળી જાય છે તેમ મને પણ આપવામાં મિલાવી શરણે લઈ લો. મારો સ્વીકાર કરો.
સુમતિ અને શુદ્ધ ચેતના વચ્ચેનો તફાવત એટલો સૂક્ષ્મ છે કે તે અધ્યાત્મમાર્ગે આગળ વધેલા સાધકો જ વધારે સાચી રીતે અનુભવી શકે.
કવિશ્રી આનંદઘનજીએ આ પદમાં સુમતિએ, ચેતનને કરેલા ઉદ્ધોધનને અભિવ્યકિત આપી છે. એમાં સુમતિની વ્યાકુળતા તથા એણે ચેતનને આપેલા ઉપાલંભ સાથે ચેતન પ્રત્યેની નિષ્ઠા સચોટ રીતે વ્યક્ત થઈ છે. રૂપક કે દ્રષ્ટાંત પ્રયોજીને કવિએ પોતાના વક્તવ્યને સુચારુ બનાવ્યું છે.
Page #284
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૦૦
પદ-૩૩
“મિતાપી શાન મિજાગો રે" શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં સુમતિની અંતરવ્યથાનું દર્શન કરાવ્યું છે. ચેતનનાથને મળવા અતિ ઉત્સુક સુમતિ પોતાની સાહેલીઓ, પતિમિત્ર અનુભવ વગેરેની સહાય લે છે કારણ કે હવે વિરહ અસહ્ય લાગે છે તેથી કવિશ્રીએ “ગોડીરાગ”માં આ પદનો પ્રારંભ કર્યો છે. તેઓ કહે છે, मिलापी आन मिलाओ रे, मेरे अनुभव मीठडे मित्त...मिलापी चातल पीउ पीउ पीउ रहे रे, पीउ मिलावे न आन; जीव पीवन पीउ पीउ करे प्यारे, जीउ नीउ आन ऐ आन...मिलापी...।।१।।
સુમતિ, પતિના અનુભવમિત્રનો સંપર્ક સાધે છે અને પોતાનું હૃદય ખોલીને જેમ એક સાહેલીને વાત કરે એ રીતે પડદો રાખ્યા વિના અનુભવને વાત કરે છે. તે અનુભવ! તું તારો મિત્ર ચેતનને મને મેળવી આપ. તેના વિયોગે હું ઝૂરી રહી છું. તેની રાહ જોઈ હું રાત-દિવસ ધારે તથા ગોખે બેસી રહું છું. તેના ઉપર હું શુદ્ધ પ્રેમ રાખું છું. મેં મારું જીવન તેને સમર્પ દીધું છે. તેના વિરહે મારી તો ઊંઘ પણ ઊડી ગઈ છે. છતાં પણ ચેતન! મારે મંદિરે પધારતા નથી. હે અનુભવ! તું તો મારા સ્વામીનો ઘનિષ્ઠ મિત્ર છો. મને વિશ્વાસ છે કે તારું કહ્યું તે માનશે માટે જ આજે તારી પાસે આવી ખોળો પાથરી વિજ્ઞતિ કરું છું. તારે મારું આટલું કામ કરી જ આપવું પડશે. એક વખત ચેતનદેવ મારી પાસે આવ્યા પછી તો તેને મારામય કરી આનંદમગ્ન કરાવી દઈશ. પછી તો તેને મારાથી દૂર જવાનું મન પણ નહીં થાય પણ એક વખત તું તેને સમજાવી મારી પાસે મોકલ. તે આવશે એટલે તેને ધીરે-ધીરે સમજાવીને હું શુદ્ધ ચેતના પાસે મોકલી આપીશ.
ચાતક પક્ષી જેમ વરસાદની રાહ જોઈ પિયુ પિયુ બોલ્યા કરે છે. વર્ષાઋતુ નજીક આવતા બપૈયો તેની આતુરતાથી રાહ જુએ છે, તેમ હું પણ પતિ મિલનની આશામાં ઉત્સુકતા અને આતુરતાથી તેની રાહ જોઉં
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૦૧
અનુભવ રસ
છું. ચાતકની જેમ પતિના નામની જપ–માળા કર્યાં કરું છું. મારા મનમાં તેના જ વિચારો તથા સ્મરણ રહ્યાં કરે છે. મારી આંખો પતિ-દર્શનની કૃષિત થઈ ચારે બાજુ દોડયા કરે છે. મારા કાન તેના શબ્દો સાંભળવા ઉત્સુક છે.
મારા શ્વાસોશ્વાસે ચેતનસ્વામીનો જાપ ચાલે છે. મારા જાપની અસર જડ શ્વાસ ઉ૫૨ થઈ પણ મારા આત્મસ્વામી પર તેની કાંઈ અસર નથી. માટે હે અનુભવ ! મારી આવી દશા હોવા છતાં તું શા માટે તારા મિત્રનું મને મિલન કરાવી આપતો નથી? હું પતિવ્રતા સ્ત્રી છું આ જગતમાં તેના સિવાય મારું કોઈ નથી, છતાં તને પણ મારી દયા આવતી નથી. ચેતનને મમતાનો મોહ કેટલો છે તે ક્યાં તારાથી અજાણી વાત છે ?
જ્યારે કોઈપણ વ્યકિતની કોઈપણ બાબતમાં આતુરતા વધી જાય છે. ત્યારે સામી વ્યકિત આજ્ઞા કરવા લાયક છે કે હુકમ ચલાવવા લાયક છે તે જોવાની શક્તિ કે મતિ તેનામાં રહેતી નથી. તેથી આ કડીમાં ‘લાવ, લાવ' શબ્દ આજ્ઞાર્થમાં લેવામાં આવ્યો છે.
હવે સુમતિ ! પોતાની અંતરવ્યથા વ્યક્ત કરતાં શું કહે છે તે સાંભળીએ:दुखीयारी निशदिन रहुं रे, फिरूं सब सुधबुध खोय; तनकी मनकी कवन लहे प्यारे, कीसें देखाउं रोय ... मिलापी ।। २ ।।
હૈ પ્યારામિત્ર અનુભવ ! તું બધું જાણે છે છતાં પણ મારાથી કહ્યા વિના રહી શકાતું નથી. હું રાત-દિવસ તેના વિરહથી દુ:ખી છું. જેમ વિયોગી વ્યક્તિને સુખ પણ દુઃખરૂપ લાગે છે અને પૂનમના ચાંદની શીતળ ચાંદની આગ વરસાવતી જણાય છે, મખમલના ગાલીચા પણ કાંટાની જેમ ખૂંચે છે, તેમ મને પણ સંસારનાં સર્વ કાર્ય દુઃખપૂર્ણ લાગે છે. મને ક્યાંય ચેન પડતું નથી. આ વિવેદનામાં હું મારી શુદ્ધિ પણ ખોઈ બેઠી છું. મૂઢની માફક હું જ્યાં ત્યાં ફર્યા કરું છું. વિરહાગ્નિને કારણે મા૨ા મનની શાંતિ પણ બળીને રાખ થઈ ગઈ છે. મારું શરીર વેદનાથી પીડિત છે. મારું આ દુઃખ કોને કહેવા જાઉં અને કોની પાસે જઈ રોવું ? હવે તું મલ્યો છે તેથી આશા બંધાણી છે કે તું જરૂર ચેતનને સમજાવીશ. સુમતિ આગળની કડીમાં કહે છે,
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૦૨
અનુભવ રસ
निसि अंधियारी मोही हसे रे, तारे दांत दिखाइ; भादु काटु में कियो प्यारे, असूअन धान वहाइ...मिलापी।।३।।
હે અનુભવ! તું મારા મનની સ્થિતિ જાણે છે. મન જ્યારે દુઃખી હોય ત્યારે પ્રકૃતિ પણ રડતી જ દેખાય છે. રાત-દિવસ આ વિરહ વ્યથાથી મારું મન દુઃખી થઈ રહ્યું છે. તેમાં વળી અંધારી રાત્રી તો જાણે મારા દુઃખ પ્રત્યે હસી રહી છે તેથી તે મને બહુ વસમી લાગે છે. તેમજ આ આકાશમાં દેખાતા તારાગણ તો જાણે દાંત કાઢી કાઢીને ખડખડાટ મારા પર હસી રહ્યા છે ને મારી ઠેકડી કરી રહ્યા છે. એક તો હું દુઃખી છું અને તે બધા આમ કરીને મારા દુઃખ ઉપર ડામ દઈ રહ્યા છે.
હે મિત્ર! મેં ચેતનના વિયોગમાં આંસુની એટલી ધાર વહાવી છે કે આ ભાદરવા મહિનામાં બધે કાદવ થઈ ગયો છે. ચોમાસામાં વરસાદ પડે છે તે માટે કવિએ સુમતિના આંસુની કલ્પના કરી છે. કાચા રસ્તા પર વરસાદને કારણે ગારો તથા કાદવ થઈ જાય છે. કવિએ અહીં વ્યથાની અતિશયતા દર્શાવવા માટે પાણી અને કાદવની સરસ કલ્પના કરી છે.
વિરહીજનો માટે રાત્રી વધારે ભયાનક હોય છે કારણ કે રાત્રીના એકાંતસ્થાનમાં કામદેવ પોતાનું જોર વધારે ચલાવે છે. સંસારગ્રસ્ત સ્ત્રીઓ સંસારમોહમાં આસક્ત હોવાથી પતિ વિરહમાં અત્યંત વિલાપ કરે છે. આંસુડા સારે છે. પણ તેનું સાધ્ય ઈન્દ્રિયની વિષયની તૃમિ હોય છે પરંતુ અહીં તો સુમતિ બોલી રહી છે તે શુદ્ધ પ્રેમથી પતિ તરફ આકર્ષાય છે. તેનું સાધ્ય શુદ્ધ ચેતનત્વ પ્રગટ કરવાનું છે. વિરહીજનોને વ્યાકુળતા થવાનું કારણ તેની મોહદશા છે. અહીં અંધારી રાત એટલે અજ્ઞાન. આ આત્મજ્ઞાનનાં આવરણરૂપ દશા છે. તેમાં તારાઓ રૂપ દંત પંકિત તે મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાનાદિ ઉપરથી શ્વેત દેખાતા ખોટા ચમકારા સમજવા. અશ્રુની ધારા ચાલે છે તે વધારે ખેદયુક્ત સ્થિતિ બતાવે છે.
સુમતિ કહે છે કે હે મિત્ર! આ રીતે હું પતિવિરહમાં રડી રહી છું છતાં પણ મારા પતિ મારા ઉપર કૃપા કરી મંદિરે પધારતા નથી, માટે હે મિત્ર! તું મને તેને મેળવી આપ. કવિ કહે છે, चित्त चोरी चिहुं दिसे फीरे, प्राणमें दो करे पास; ઉનાઓં નોરાવરી થારે, તી ન છીને રીસ..મિલાપી...
Page #287
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
હૈ પ્યારા અનુભવ ! મારી ચિત્તરૂપી ચકવી પતિવિરહે હૃદયના દુઃખથી જાણે કે મારા હૃદયના બે ટુકડા થઈ જશે, માટે હૃદયને બંને હાથે દાબી દુનિયામાં ફરે છે. ચક્રવાક અને ચક્રવાકી નદીના સામેના તટ ઉપર હોય છે પરંતુ રાત્રિ થતાં ચક્રવાક તથા ચક્રવાકીનું મિલન થતું નથી તેથી ચક્રવાકી આખી રાત પિયુ પિયુનું રટણ કરતી ફર્યા કરે છે. તેમ ઢે મિત્ર ! મારી પણ એવી જ દશા છે કે મારું હૃદય હમણાં જ બેસી જશે. વિરહને કારણે મા૨ા હૃદયના ધબકારા પણ વધી ગયા છે. હવે તો હૈયું પણ હાથ રહેતું નથી. માટે તને કહું છું કે તું મારા પતિને મેળવી આપ. હે નાથ ! હવે તો તમે દર્શન આપો.
છેલ્લી કડીમાં કવિ કહે છે,
૨૦૩
आतुर चातुरता नहि रे सुनि समता टुंक बात;
9
आनंदघन प्रभु आय मिले प्यारे, आज धरें हरभात... मिलापी ।। ५ ॥
સુમતિ અનુભવ મિત્રને કહે છે કે આજ સુધી તે મારી ઢંગધડા વિનાની વાતો સમતાથી સાંભળી. તને ખ્યાલ છે ને કે જેને ઘણી આતુરતા હોય તેને ચતુરાઈ રહેતી નથી કારણ કે વ્યકિતને કાંઈક મેળવવાની ઝંખના જાગે છે ત્યારે તેની માનસિક સ્થિતિ ડોળાયેલી રહે છે. હે પ્યારા મિત્ર અનુભવ ! મેં તારી પાસે નિરર્થક ઘણો બબડાટ કર્યો, આવી વાતોથી કદાચ તને નારાજગી આવી ગઈ હશે. પણ ભાઈ ! તું તો વિવેકી છે. તું જાણે છે કે ગરજવાનને અક્કલ ન હોય તેમ તું મારી બધી વાતો પર ધ્યાન ન આપતો. અત્યાર સુધી તે ઘણી સમતાથી મારી વાતો સાંભળી. બસ ટૂંકમાં મારે એ જ કહેવાનું છે કે તું ગમે તેમ કરીને આનંદસમૂહ ચિદાનંદ સ્વરૂપ પ્રભુને મારે ઘરે લઈ આવ. મારા નાથ ઘરે આવતાં મારા આંગણીએ આનંદની રંગોળી પુરાશે.
અધ્યાત્મરસના અનુભવી આ સંતે આ પદમાં અદ્ભુત આધ્યાત્મિક ગાંભીર્ય ભર્યું છે. સાચા મુમુક્ષુની આવી જ સ્થિતિ સર્જાઈ છે. ઝુરણા વિના આત્માને મેળવી શકાતો નથી. અત્યંત ઝુરણા થાય, રાતદિવસ આત્મા સિવાય જેના તન, મન કે વાણીમાં બીજું કાંઈ ન હોય, આવી સ્થિતિ આવે ત્યારે આત્મા મળે જેને શાસ્ત્રીય પરિભાષામાં સમ્યગ્દર્શન કહેવાય છે. ભાવોમાં તીવ્રતા આવતાં વિકલ્પોમાંથી મુક્ત થવાય છે ને સ્વરૂપદશા
Page #288
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૦૪ તરફ પ્રગતિ થાય છે. જેમ વસ્તુ પ્રાપ્ત કરવા અતિ આતુરતા હોય છે અને પ્રાપ્ત થતાં આનંદાનુભૂતિ થાય છે તેવી સ્થિતિ મુમુક્ષુ આત્માની હોય છે. સુમતિની વેદના જાણે સાધકની વેદના બની જાય છે.
કવિના ચાતુર્યનું અને ભાવ દર્શાવવાની અદ્ભુત પ્રતિભાનું અહીં દર્શન થાય છે.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૦૫
અનુભવ રસ
૫૪-૩૪
" देखो आली नट नागरको संग"
સાધકને મોક્ષની વિરહવેદનાનો સાદેશ અનુભવ કરાવવાની અમોઘશક્તિ ધરાવનાર શ્રી આનંદઘનજી મહારાજે, આ પદમાં ચેતનાની વિ૨દશાનું સચોટ નિરૂપણ કર્યું છે. કવિએ અહીં સુમતિને શ્રદ્ધા પાસે મોકલી છે. સમ દુઃખી સખીઓ પરસ્પર કેવી વાતો કરે છે તેનું કવિએ ‘ગોડી રાગમાં’ સુંદર વર્ણન કર્યું છે. સુમતિ શ્રદ્ધા પાસે બેસી પોતાના પતિ વિષે કહે છે. બે સાહેલીઓ એકઠી થાય ત્યારે આવી વાતો કરે એ તદ્દન સ્વાભાવિક છે. સુમતિ શ્રદ્ધાને કહે છે.
देखो आली नट नागरको सांग, और ही और रंग; શ્વેતત તાતેં, જીા લાગત અંગ...વેલો...।। રૂ।। સુમતિએ અનુભવમિત્રને પોતાના દુઃખની વાત કરી એટલે અનુભવ ચેતનને સમજાવવા જાય છે. ત્યાર પછી સુમતિ પોતાની સાહેલી શ્રદ્ધાને કહે છે કે જો તો ખરી સખી, મારા સ્વામી ! કેવા કેવા ખેલ કરે છે. મારા નટનાગર તો નાટકિયાના ખેલ કરવામાં એવા તો પ્રવીણ બની ગયા છે કે તે નિત નવા-નવા વેશ ધારણ કરે છે. ક્યારેક તે હુકમ ચલાવનાર રાજા બને છે તો ક્યારેક હુકમ ઝીલનાર કોટવાળ બને છે. કોઈવાર મોટા ધનપતિ તો વળી કોઈવાર શેઠના દાસ બને છે. ક્યારેક ક્રોધે ભરાઈને બધાંને ધ્રુજાવે છે તો ક્યારેક અભિમાનના ઉન્નત આસને ચડી બેસે છે, કોઈ વખત છળ-કપટ કરી માયાચાર કરી હોંશિયારીથી બીજાને છેતરે છે તો વળી લોભને વશ બની ચારે બાજુથી ધન-સંચય પણ કરે છે. ક્યારેક ભિખારી બની ભટકે છે તો વળી ક્યારેક વનસ્પતિ બની લટકે છે તો કોઈ વખત નારઠીના મહાદુઃખને કારમી વેદના અનુભવે છે તો વળી કોઈવાર દેવગતિનાં મહાસુખમાં અટકે છે. ક્યારેક તિર્યંચગતિમાં ભટકે છે તો વળી કોઈ વખત મનુષ્ય બનીને મલકે છે. આવા વિધવિધ ખેલ તે કરે છે. અત્યારની તેની અવસ્થા જોતા લાગે છે કે તેમનાં અંગો કેવા શ્રમિત થઈ ગયા છે. માનવ વધારે પડતો ભોગી કે વિષયાસકત રહે તો તેનું શરીર
Page #290
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૦૬
પણ ફીકું રહે છે. માયા, મમતા, તૃષ્ણા વગેરે કુલટાઓ સાથેના અતિભોગને કા૨ણે તેમના અંગો કેવાં શિથિલ થઈ ગયા છે. તેમની આંખોમાં નબળાઈ દેખાય છે અને શરીર પર રતાશ તો જાણે ચાલી ગઈ છે. મારા એ આત્મસ્વામી અસંખ્યાત પ્રદેશે અનંત કર્મવર્ગણારૂપ મલિનતાથી મલિન બને છે. જેમજેમ મલિનતામાં વધારો થતો જાય છે તેમ તેમ તેનો રંગ ફીકો પડતો જાય છે હવે તેઓ સ્વરૂપ શુદ્ધ દેખાતા નથી. તેમને હવે સ્વપરિણતિ તરફ જોવાનું મન પણ થતું નથી. આ કડીમાં અંગ શબ્દનો અર્થ પરિવાર પણ લઈ શકાય. જ્યારે બાપ દુરાચારી થઈ જાય છે ત્યારે બાળકો જાણે નિરાધાર થઈ ગયા હોય તેવો અનુભવ થાય છે. તે દયાપાત્ર બની જાય છે. તે રીતે આત્મા જ્યારે ૫૨પરિણતિમાં ભટકે છે અને માયામમતાની કુસંગે ચડી જાય છે ત્યારે તે અધમ કાર્યો કરે છે એટલે ક્ષમા, સરલતા, મૃદુતારૂપ તેનો પારિવાર ઝાંખો પડી જાય છે. તેને ચેતનનાં આ કાર્યો જરા પણ રુચતા નથી પણ ચેતન વળ્યો વળે તેમ ન હોવાથી ચિંતાને કારણે તેઓ ફીક્કા પડી જાય છે.
ન
વળી સુમતિ શ્રદ્ધાને કહે છે,
औरहानो कहा दिनें बहुत कर, जीवित है इह ढंग ..... મેરે સૌર વિષ અંતર તો, ને તો છુપો
ડ્રાંન...વેપોરસા
સુમતિ કહે છે કે હે સખી ! મારા એ નાથ માટે કેટલું કહેવું ? વારંવાર કહેવા અને ઠપકો આપવા છતાં હજુ સુધી તે ઠેકાણે આવ્યા નથી. અનુભવમિત્ર સાથે આટલું કહેરાવ્યું છતાં તેને કોઈ અસર થઈ હોય તેવું લાગતું નથી. તેની આ કુટેવ કોઈ આજકાલની નથી. માયામમતાનો સંગ તો ઘણો જૂનો છે અને તેથી જ તેની સાથે રહી, વારંવાર અવનવા વેશ ધારણ કરે છે. તેની પાછળ બીજાને કેટલું શોષાવું પડે છે. તેનો તો વિચાર સુદ્ધાં કરતા નથી. અરે ! ઘણી વખત તો નજીક ઊભા હોય ત્યારે તે સાંભળે તેમ તેને હું મ્હેણાં મારું છું, ક્યારેક ઉપાલંભ પણ આપું છું અને કહું છું કે એ સ્ત્રીઓ અને મારા વચ્ચે અંતર તો જુઓ. તેની શું કોઈ ખાનદાની છે? જેટલું કથીર અને ચાંદીમાં અંતર છે તેવું મારાને એના વચ્ચે અંતર છે. હું શુદ્ધ રૂપા જેવી છું મારું કાંઈક મૂલ્ય તો કરો. સુમતિ કહે છે કે જેમ રૂપું અને રૂપાના શ્વેત રંગ વચ્ચે જરા પણ અંતર નથી તેમ મારા
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૦૭
અનુભવ રસ
અને મારા સ્વામી વચ્ચે જરાપણ અંતર નથી. તેમ છતાં મારા સ્વામી પરભાવમાં રમણતા કરે છે. તેઓ પોતાના શુદ્ધ ઉપયોગમાં રમણતા કરવાની પ્રવૃત્તિ આદરતા નથી, તેથી તેઓ સાચી વસ્તુને ખોટી અને ખોટી વસ્તુને સાચી જાણે છે ને પછી ફસાય છે. આ કારણે મારી વાત સાંભળવા તૈયાર જ નથી. અરે ! મારી સામું જોવા પણ તૈયાર થતાં નથી. પરઘરમાં શું છે અને નિજઘરમાં શું છે તેનો ચિતાર આપી નિજમંદિરે પધા૨વા વિજ્ઞપ્તિ કરી છે.
હવે સુમતિ કહે છે,
तनु शुद्ध खोय धूमत मन एसे, मानुं कुछ खाइ भांग;
તે પર આનંવધન નાવત, હા ગૌર વીને વાં? તેવો...રૂ।
હે શ્રદ્ધા ! મારા નાથે તો જાણે શરીરની કોઈ શુદ્ધ-બુદ્ધ રાખી જ નથી. જો તો ખરી કેવાં લથડિયાં ખાય છે. ગમે ત્યાં અથડાય છે. ગમે ત્યાં પડે છે. ફાવે તેમ બોલે છે. જાણે કે તેણે ભાંગ ન પીધી હોય ? દારૂ પીધેલાની દશા જેવી ચેતનની દશા થઈ રહી છે. જેની તેની લાતો ખાય છે. ઘરનાનો તિ૨સ્કા૨ સહે છે. અરે ! તેનું મન તો ક્યાંય ચકરાવે ચડયું હોય તેવું લાગે છે. તેના બોલવામાં કંઈ ઢંગધડો નથી તેનાં દિદાર તો જો કેવા વિચિત્ર લાગે છે. તેનું કોઈ ઠામ-ઠેકાણું જ દેખાતું નથી.
શુદ્ધ ચેતનમાં એક બાજુ અનંત ગુણો છે તો બીજી બાજુ વિષયકષાયરૂપી કર્દમમાં વિવિધરૂપે રાચવાપણું જણાય છે. ચેતનના વર્તનને એક ભંગેરીની પંકિતમાં મૂકવામાં સુમતિએ જરાપણ ખોટું કર્યું નથી છતાં પણ સુમતિ સતી સ્ત્રી છે. કોઈ પણ સ્ત્રી પોતાના પતિનું ખરાબ બોલે નહીં અને બોલે તો પણ તેને સંકોચ રહે છે.
સુમતિ અને શ્રદ્ધા બંને સાહેલીઓ છે. તેઓને ભવોભવનો સંગ છે. વળી બંને એક જ ઘ૨માં રહે છે તેથી સુમતિએ શ્રદ્ધાને વાત કરી છે. સુમતિ કહે છે કે ચેતનનાથને સમજાવવામાં કે કહેવામાં મેં કાંઈ બાકી નથી રાખ્યું છતાં પણ જો તે મારે મંદિરે ન પધારે તો મારે આ વાત કોને કોને કહેવા જવી ? મારૂં આ દુઃખ કોની પાસે જઈને રોઉં ? હવે તો હદ થઈ ગઈ છે. હવે તો એટલું જ બાકી છે કે ઢંઢેરો નથી પીટાવ્યો. શું હું વે બાંગ પોકારું ? ઘણી વખત અતિ વેદનામાં આવા શબ્દો સહજ સરી પડે છે. આ
Page #292
--------------------------------------------------------------------------
________________
અનુભવ ૨સ
૨૦૮
શબ્દો સુમતિની અંતરની દાઝના છે. ચેતનને ઠેકાણે લાવવાની પ્રબળ ઈચ્છા છે. આ ઈચ્છા પૂર્ણ ન થતાં નિરાશા વ્યાપી જાય છે, ત્યારે ગમે તે શબ્દો મોઢામાંથી સહજ સરી પડે છે. બુદ્ધિસાગરજી મહારાજે ચેતનાને બોલતી કરી છે. જે હોય તે આખરમાં ચેતનને વિભાવમાંથી કાઢી સ્વભાવમાં સ્થિર કરવાના જ બધા પ્રયત્નો છે. પછી સુમતિ હો, સમતા હો, કે ચેતના હો, એ બધા આત્મભાવો જ છે.
આ પદમાં કવિએ પરિણતિને એક વિયોગિની સ્ત્રી સાથે સરખાવી છે. જીવનમાં જો સુમિત આવે તો સારું કાર્ય થાય અને યોગોની શુભ પ્રવૃત્તિ થતાં શ્રદ્ધાનો સાથ મળે પરંતુ ચેતનને આ સંસારનો રંગ લાગ્યો હોવાને કા૨ણે સ્વભાવ-વિભાવનું ભાન નથી. તેમનામાં સ્વ-૫૨નો વિવેક નથી માટે સુમતિ, સમતા ગુરુ સ્થાને રહી આ કાર્ય કરી રહી છે. આ પદમાં સુમતિ પોતાની અંત૨ વેદના ઠાલવે છે. તેની વેદનાની ઉત્કૃષ્ટતા હૃદયને સ્પર્શી જાય છે.
10;
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૦૯
અનુભવ ૨સ.
ક
પદ-૩૫
જે નારે નારે નારે ના” માનવમાત્ર પોતાની બુદ્ધિ અનુસાર કાર્ય કરે છે. જેનામાં જેવી બુદ્ધિ તેવું તેનું કાર્ય. અનુભવીલોકો તેને મતિ કહે છે. બુદ્ધિ જો સુકાર્ય, સત્સંગ અને સન્શાસ્ત્ર વગેરેમાં વપરાય તો તેથી બીજાને પણ લાભ થાય છે. જેને સુમતિ કહેવામાં આવે છે. સુમતિનો સાથ આત્માને પ્રગતિ પંથે લઈ જાય છે. સુમતિ સમતાનો સાથ કરે છે જેથી તે છે, સાત ગુણસ્થાનક સુધી પહોંચી શકે છે. સમતા શ્રદ્ધાનો સાથ કરે છે તે વહેવાર નયે દસમા ગુણસ્થાન સુધી લઈ જાય છે અને પછી શુદ્ધચેતના ચેતનને સિદ્ધસ્થાન સુધી લઈ જાય છે.
અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં પણ સુમતિની વિરહવેદનાને ઉત્કટતાથી આલેખી છે. ચેતન, કુમતિ સંગે ચડ્યો છે તેથી સંસારરણમાં તે રખડે છે. ચેતનનો આ રઝળપાટ સુમતિને અસહ્ય લાગે છે. હવે આ પદમાં શ્રદ્ધા, સુમતિને આશ્વાસન આપી પોતાને ઘરે જવા સમજાવે છે. સુમતિ પોતાને ઘરે જાય છે છતાં તેને ચેતન સ્વામીના દર્શન થતાં નથી. “દીપક અથવા કાનડો' રાગમાં લખાયેલ આ પદમાં કવિ કહે છે,
करे जारे जारे जारे जा, सजि शिणगार बणाइ आभूषण, गई तभ...सूनी सेजा...करे॥१॥
જ્યારે સુમતિ શ્રદ્ધા પાસે આવી પોતાની દુઃખદ વાતો કરી રહી છે ત્યારે શ્રદ્ધા પણ સુમતિની આ વાતો પ્રેમથી સાંભળે છે. પછી શ્રદ્ધા કહે છે. કે હે સુમતિ! તે અનુભવમિત્રને ચેતનસ્વામી પાસે મોકલ્યો છે તે બહુ સારું કર્યું છે કારણ કે અનુભવ ઘણો જ ચાલાક અને બુદ્ધિમાન છે. વળી એક ક્ષણ પણ તે ચેતનથી દૂર જવા ઈચ્છતો નથી એવી ગાઢ મિત્રતા છે. ચેતન તેનાથી જરૂર સમજી જશે અને તારા મંદિરે પધારશે. મને વિશ્વાસ છે કે તે આવશે, માટે ઘરે જા અને તેના સ્વાગતની તૈયારી કર. '
સુમતિની ઈચ્છા ન હોવા છતાં શ્રદ્ધાના કહેવાથી તે પોતાને ઘરે
Page #294
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૧૦ જાય છે અને સુમતિ એક સૌભાગ્યવતીને શોભે એવો શૃંગાર સજે છે. હાથ, પગ, કાન, નાક ને ગળામાં આભૂષણો ધારણ કર્યા અને પતિને મળવાની ઉત્સુકતાથી શયનગૃહમાં ગઈ ત્યાં જઈને જુએ છે તો શય્યા સૂની પડી હતી. આ પંકિતનો ધ્વનિ એ છે કે બાહ્ય ક્રિયારૂપી શણગાર સરસ કર્યો હોય છતાં શુદ્ધ ઉપયોગ ન હોય તો શણગાર નિરર્થક છે. ધર્મ માટે ગમે તેટલાં કાર્યો કરવામાં આવે, ધામધૂમ કરવામાં આવે પણ જો તેમાં આત્માનો શુદ્ધ ઉપયોગ ન હોય તો તે ક્રિયાથી લાભ થાય તો પણ આત્મલાભ થતો નથી. શુભ લાભ અલ્પ પ્રમાણમાં થાય છે. તૃણ કે છાણના અગ્નિ સમાન થાય છે. શુદ્ધ ઉપયોગ વિનાની ક્રિયા વર વિનાની જાન અને પ્રાણવિનાના શરીર જેવી છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે,
ક્રિયા મૂઢમતિ જો અજ્ઞાની, ચાલતા ચાલ અપૂઠી જૈન દશા ઉનમેં હી નાહી, કહે સો સબ હી જુઠી..પરમ... પર પરનતિ અપની કરી માને,કિરિયા ગરબે ઘેહેલો,
ઉનકું જેન કહો કયું કહીએ, સો મૂરખ મેં પહેલો....પરમ.. - જૈનધર્મ એ આડંબરનો ધર્મ નથી. અજ્ઞાની, મૂઢ ને ગમાર લોકો ધર્મના નામે ધામધૂમ કરે છે, ને મોટા મોટા આરંભો કરી ધર્મના બહાને ઉત્સવો કરે છે. તેવી ક્રિયાઓ કરી આત્મસંતોષ માને છે. કવિ કહે છે કે તેને જૈન કેમ કહી શકાય? આ સ્તવનમાં કવિએ ક્રિયાનો નિષેધ નથી કર્યો પણ શુદ્ધ ઉપયોગપૂર્વકની ક્રિયા જ વધુ ફળવતી ક્રિયા બની શકે છે. આ વાત વિશેષ સ્પષ્ટ કરતાં શ્રી ઉપાધ્યાય મહારાજ કહે છે,
ક્રિયા વિના જ્ઞાન નહિ કબહું, ક્રિયા જ્ઞાન બીનું નહિ, ક્રિયા જ્ઞાન દોઉ મીલત રહત હૈ, જયૌ જલરસ જલમાંહી... પરમ
જ્ઞાન અને ક્રિયા સાપેક્ષ છે. જ્ઞાન વિના ન ક્રિયા હોય અને ક્રિયા વિના જ્ઞાન ન હોય. જ્ઞાન અને ક્રિયા એ બંને એક સિકકાની બે બાજુઓ છે. જેવી રીતે પાણીમાં પાણી અને પાણીનો રસ એકરસ છે. જીવ છે લક્ષણયુક્ત એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ લક્ષણયુક્ત જીવ છે. સમ્યગદર્શન વગર જ્ઞાન તે સમ્યજ્ઞાન નહીં, આમ સમ્યજ્ઞાન વડે આત્માના વીર્યને સ્કુરાયમાન કરી ઉપયોગને ચારિત્ર અને તપ રૂપી ક્રિયાવંત કરવું તે સમ્યક્રિયા. આમ છ–એ લક્ષણનું
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૧૧
અનુભવ રસ અન્યોન્ય અને પૂરક પરિણમનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રી ઉમાસ્વાતિજી કહે છે કે જ્ઞાનશિયાખ્યાન મોક્ષ જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ પ્રાપ્તિ થઈ શકે છે પણ જ્ઞાન સાથે શુદ્ધ ઉપયોગરૂપ ક્રિયા હોવી ઘટે.
સુમતિ, શુદ્ધચેતના અને શ્રદ્ધા એ બધા એક ઘરના જ સભ્ય છે. સુમતિને પતિનું મિલન ન થતાં તેની શી દશા થાય છે. તે વર્ણવતા કવિ આ પદની બીજી કડીમાં કહે છે,
विरहव्यथा कछु एसी व्यापती, मानु कोई मारती बेजा; अंतक अंत कहालुं लेगोप्यारे, चाहे जीव तुं ले जा. करे।।२।।
સુમતિએ પતિની સેજ ખાલી જોઈ એટલે તે અત્યંત નિરાશ થઈ ગઈ. તેને ત્યારે એવો આઘાત લાગે છે કે જાણે કોઈએ તેના પર અનેક બાણોની વર્ષા કરી ન હોય! પતિ વિરહથી પીડિત સુમતિ અસહ્ય વેદના ભોગવતા કહે છે કે હે કાળ! હવે તું મને ક્યાં સુધી હેરાન કરીશ. મારી સહનશક્તિની હવે હદ આવી ગઈ છે. હે નાથ! જેમ કામદેવ પોતાની બાણવર્ષા ચલાવે ને વ્યક્તિને ઘાયલ કરે છે તે રીતે હું પણ ઘાયલ થઈ ગઈ છું. ઘાયલની વેદના ઘાયલ જાણે. અહો અંત લેનારા ! તું મારો અંત ક્યાં સુધી લેશે? તું સિદ્ધ સ્વરૂપે અંતક એટલે અંત લેનાર છે પણ હાલ વિરહાવસ્થામાં રાખીને મારો અંત ક્યાં સુધી લઈશ? દુનિયાનો નિયમ છે કે કોઈનો અંત ન લેવો. આ પ્રકારની વિરહવેદના આપી તું તો મને પીડી રહ્યો છે. આના કરતાં તો તું મારા પ્રાણ હરી લે જેથી આવી વેદનામાંથી તો મારી મુક્તિ થાય. - હે ચેતન! મારું ચેતનાપણું અને સમતા એ બંને લઈ લે. એ બંનેનો અંત આવતાં ચેતના ચેતનમાં મળી જશે. હું તારામય બની જઈશ. પતિચરણમાં પ્રાણ ત્યાગ કરવો એ તો આર્યનારીનો ધર્મ છે. બસ તારે હવે જે કરવું હોય તે કર, પણ મારી આ સ્થિતિ દૂર કર.
અહીં કવિના જમાનામાં વિશેષપણે દેઢ બનેલી માન્યતાનું રૂપક છે. જે સમયે ભારતમાં સતીપ્રથા હતી. પતિના મૃત્યુ પછી પત્ની પતિની ચિતામાં બળી મરતી હતી કારણ કે ત્યારે એવી માન્યાતા હતી કે પતિ પાછળ સતી થનાર સ્ત્રીને બીજા ભવમાં એ જ પતિ મળે છે. એટલે ચેતના પણ કહે છે કે હું પ્રાણ દેવા તૈયાર છું. સુમતિ વિરહાનલમાં હોવાથી
Page #296
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
તેને પ્રકૃતિ પણ પીડા ઉપજાવી રહી છે. તે કહે છે,
कोकिल काम चंद चूतादि, चेतन मत है जेजा । नवल नागर आनंदघन प्यारे, आइ अमित सुख देजा... करे ।। ३॥ બીજી કડીમાં ‘બેજા’ ને બદલે ‘નેજા’ પાઠ લેવાથી “નેજા” એટલે ધોબી. જેમ ધોબી કપડાં ધોતી વખતે ધોકા મારે છે તેમ સુમતિને વિરહવ્યથાના પ્રહાર સખત લાગે છે તે સહન કરવા અતિ દુષ્કર છે.
સુમતિ, મનોમન દુઃખી થતાં મનોગતભાવે પતિને કહે છે કે હૈ ચેતન ! કોકિલનો કલરવ, કામદેવનો રતિ વિલાસ, ચંદ્રની શીતળ ચાંદની અને આંબાના મોર, આંબાની મીઠીછાયા, વર્ષાઋતુમાં મેઘગર્જના, વીજળીનો ચમકા૨ તથા ધીમે ધીમે વરસાદનું વરસવું એ બધાં આહ્લાદક તથા આનંદપ્રદ ત્યારે જ બને છે જ્યારે નાયક-નાયિકા સાથે હોય.
૨૧૨
વિભાવદશામાં જીવને એ બધાં સાધનો અતિ આનંદભૂત તથા શાંતિદાયક લાગે છે. વળી આવાં સ્થાનો કામોદ્દીપક બને છે. પરંતુ જો નાયક – નાયિકામાંથી કોઈ એક જ વ્યક્તિ હોય તો જે સુખનું સ્થાન છે તે દુઃખરૂપ લાગે છે. તેથી ચેતના કહે છે કે તમે તે વસ્તુઓ સુખનાં સાધન ગણ્યાં છે. તો તેને લઈને આપ મારા મંદિરે પધારો ને અસીમ સુખ, પ્રદાન કરો.
હે આનંદસ્વરૂપનાથ ! આપના મત પ્રમાણે જેમ કોયલ, ચંદ્ર, આંબો વગેરે સુખ આપનારા છે તે રીતે આપના શુદ્ધમતે આર્યક્ષેત્ર, શ૨ી૨નું આરોગ્ય, ઇન્દ્રિયોની પૂર્ણતા તેમજ દેવ, ગુરુ, ધર્મનો યોગ એ બધાં સાધનો જે આ ભવમાં મળ્યાં છે તે સ્વભાવરૂપ અનંત સુખ આપનારાં છે. સ્વભાવ-વિભાવનો ભેદ કરી વિવેક જાગૃત કરાવનાર બુદ્ધિ પણ તમને મળી છે. માટે જ કહ્યું છે કે વિભાવવશ બની, તમે અયોગ્ય સ્થાને ભટકી રહ્યા છો. માયા–મમતાના રાગમાં આસકત બની આપ વિવેકભ્રષ્ટ બની ગયા છો. આપને માટે યોગ્ય એવાં સાધનો લઈ મારે મંદિરે પધારો. મારા તથા આપના આનંદનું સ્થાન એક જ છે. આત્મપ્રદેશે પ્રદેશે રમણ કરવું એ જ આપનું ક્રીડાસ્થલ છે. આપ આપના સાથીઓને લઈને ત્યાં પધારો. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે કે અનાહત્ નિ તે અંતરમાં
કોકિલનો સ્વર છે. આત્મધ્યાને સ્વભાવે રમવું તે રૂપ કામ જાણવો.
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૧૩
અનુભવ રસ આંતરિક શાંતભાવરૂપ ચંદ્ર સમજવો અને ચારિત્રરૂપ આમ્રવૃક્ષની અનુભવ કલિકારૂપ મોર સમજવો. આ સર્વ હેતુઓ આપણાં મિલનમાં પ્રેરક બને છે. પરસ્વભાવમાં રાચવું અને માચવું, આનંદ માનવો એ જ બાહ્ય પ્રદેશાગમન છે. બાહ્યપ્રદેશ ગમનથી કદી પણ સુખ મળતું નથી. આત્મ સ્વભાવમાં રમણતા કરવી તે અંતરપ્રદેશ ગમન છે કે આનંદઘન પ્રભુ ! હવે આપ અંતરપ્રદેશમાં આવીને કે અંતરાત્મ નવલનાગર ! તું મને સુખ આપ, અંતરપ્રદેશગમનથી અનંત સુખ પ્રગટ થશે.
કવિનું આ પદ લાલિત્યસભર છે, અત્યંત સુંદર છે. કવિએ સુમતિની વિરહવેદનાની ઉત્કૃષ્ટતાનું અને મિલનની પ્રબળ આશાનું વર્ણન સાંસારિક વિરહિણીની વ્યથાના વર્ણનનો આશ્રય લઈ કર્યું છે.
મ
טל
Page #298
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૧૪
પદ-૩s
વારે નાદ સંગ મેરો” માનવહીરાના સાચાપારખુ શ્રી આનંદધનજી મહારાજે પોતાનાં આધ્યાત્મિક પદોમાં સુમતિના મુખે એની દશાનું વિધવિધ રીતે વર્ણન કર્યું છે. જેમ ગૃહજીવનમાં યુવાની ધન કમાવાની અવસ્થા છે તેમ સાધક માટે યુવાની એ આધ્યાત્મિક સાધના કરવાનો સમય છે. માટે યુવાનીને માનવ જીવનની સર્વશ્રેષ્ઠ અવસ્થા ગણવામાં આવે છે.
“માલસિરિ રાગમાં લખાયેલા આ પદમાં સુમતિ, એક જ અવસ્થામાંથી પસાર થતી હોય તેમ અફસોસ વ્યક્ત કરે છે.
वारे नाह संग मेरो, युहीं जीवन जाय; વિન ન રહેનન જે સાની, રોતે રેન વિદાય.વારે.. ? |
સુમતિ! ચેતનને વારંવાર સમજાવી રહી છે, તેણે અનુભવને ચેતન પાસે મોકલાવ્યો અને પોતે શ્રદ્ધા પાસે આવી. શ્રદ્ધાએ સુમતિને, પોતાને મંદિરે જવા કહ્યું અને ચેતનના સ્વાગતની તૈયારી કરવા ભલામણ કરી. સુમતિ સોળ શણગાર કરી શયનગૃહમાં ગઈ પણ ચેતનનાથ આવ્યા નથી તે ખ્યાલ આવતા ને શયનકક્ષ ખાલી જોતા નિરાશ થઈ ગઈ. તેથી શૈયા પાસે બેસી, શોક કરી પાછી તે શ્રદ્ધા પાસે આવે છે અને વાત કરવા લાગે છે.
હે સખી! મારા પતિ ચેતન તો મારી પાસે આવતા જ નથી. તેને મારો સંગ ગમતો નહીં હોય? હે સખી! યુવાનીના દિવસો મૂલ્યવાન ગણાય છે, આ અવસ્થામાં સ્ત્રી પોતાના પતિ સાથે કેવો આનંદપ્રમોદ કરે, પરંતુ મારે તો આ દિવસો રોઈ રોઈને કાઢવાના છે. યૌવનના આવા સોનેરી દિવસો, મારા તો આમ ને આમ ચાલ્યા જાય છે.
- શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે “આત્મા જ્યારે ક્ષયોપશમ ભાવ વર્તતો હોય ત્યારે તેની બાલઅવસ્થા ગણાય છે. કારણકે શુદ્ધ ચેતનને શુદ્ધચેતનાનું પ્રત્યક્ષમિલન તેરમા સયોગી ગુણસ્થાનકે થાય છે. ક્ષાયિકસમકિત અને ક્ષાયિકભાવ આવ્યા વિના આ ગુણસ્થાનક આવી
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૧૫
અનુભવ રસ શકે નહીં. જો ચોથા ગુણસ્થાનકે ક્ષાયિક સમ્યકત્વ હોય તો પણ બાલ ગણાય છે કારણકે પ્રાથમિક ભૂમિકાની અવસ્થા છે. ધીરે ધીરે ક્ષાયિકભાવની વૃદ્ધિ થતાં આત્મવિશુદ્ધિ થાય છે. ત્યારે ચેતનને નિજાનંદનો ખ્યાલ આવે છે માટે જ ચેતના કહે છે કે અનંત આનંદમાં રમવું તથા શુદ્ધ સ્વભાવમાં ખેલવું તેવી મારી ઈચ્છા પૂર્ણ ન થતાં મારા તો રોઈ રોઈને દિવસો વ્યતીત થઈ રહ્યા છે. રાત્રી તો મને કાળજાળ જેવી લાગે છે.
હે સખી! પતિ વિનાની શય્યા જોઈ યૌવનમત્ત સ્ત્રીની શી હાલત થાય તે શું તું નથી જાણતી?
ચેતનાનો યૌવનકાળ એટલે ધર્મના સાધકબાધક કારણો જે વિશિષ્ટ ફળ આપનાર હોય. આવી સમજણના અભાવે સર્વ સંસારી જીવો વિષયકષાય સેવન, ભોગવિલાસ, ધનસંચય તથા મોજશોખમાં યૌવન પૂર્ણ કરી નાંખે છે પરંતુ ધર્મ તથા ધર્માનુષ્ઠાનનો વિચાર સુદ્ધાં કરતા નથી.
ધર્મયૌવનકાળમાં નિમગ્ન સુમતિ, શ્રદ્ધાને કહે છે, नग भूषणसें जरी जातरी, मोत न कछु न सुहाय; રૂવ શુદ્ધિ નીયને ખેતી કાવત હૈ, નાનેરા, વિષ વાય.વારે... ૨ાા
પુરુષોની આંખો સૌંદર્યલક્ષી હોવાને કારણે દરેક સ્ત્રી પોતાના શરીર ઉપર અનેક અલંકારો પહેરે છે. સુંદર દેખાવું એ સ્ત્રીની સહજ પ્રકૃતિ છે. સતી સ્ત્રીઓનું લક્ષ હંમેશાં પોતાના પતિનો આનંદ તથા ઇચ્છા તરફ જ હોય છે. પતિનો આનંદ એ જ તેનો આનંદ બની જાય છે. માટે જ કવિ કહે છે કે સુમતિને હવે અલંકારો તો શંકરે ગળામાં વીંટાયેલ સર્પ સમાન ભાસે છે. પતિની ગેરહાજરીમાં મોતીની માળા બોજારૂપ લાગે છે. સુમતિને અલંકારો પહેરવાં ગમતાં નથી. તે વિચારે છે કે કોને રીઝવવા અને કોને મનાવવા આ અલંકારો પહેરવાં? અત્યારે સુમતિની વિરહ વેદના એટલી બધી ગઈ છે કે તેને સ્નાન કરવું કે સારાં વસ્ત્રો પહેરવાની પણ ઈચ્છા થતી નથી. તેના જીવનમાં નિરાશા વ્યાપી ગઈ છે, તેથી હતાશભાવે તે આ બધું બોલી રહી છે કારણકે ચેતનના આવવાના કોઈ ચિહ્ન દેખાતા નથી. સુમતિને જીવન પણ અકારું લાગે છે. તેથી તે કહે છે કે હે શ્રદ્ધા! મને થાય છે કે આ રીતે જીવવું એનાં કરતાં ઝેર ખાઇને મરી જવું વધારે સારું. દુનિયાની રીત છે કે જે સ્ત્રીને પતિ ન બોલાવતો હોય તે સ્ત્રી બધાથી
Page #300
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૧૬ તિરસ્કૃત થાય છે. આવી સ્ત્રીને જીવનમાંથી રસ ઊડી જાય છે. ક્યારેક તે આત્મઘાત કરવા તૈયાર થાય છે. માટે સુમતિ કહે છે કે હું ઝેર ખાઈને મરી જાઉં જેથી બધી વાતનો અંત આવી જાય. માનવને જ્યારે સહનશક્તિની હદ આવે છે ત્યારે મરવાનો વિચાર આવે છે. - કવિએ અહીં સ્ત્રીસ્વભાવનું દર્શન કરાવ્યું છે. સુમતિએ પાંચ મહાવ્રતનાં આભૂષણોમાં દશ યતિધર્મનાં નંગ જડયાં છે. કોઈ અગત્યના પ્રસંગે કિંમતી અલંકારો પહેરી શૃંગાર કરવામાં આવે છે. પરંતુ શુદ્ધ ઉપયોગ વગર મહાવ્રતનું પાલન, બાહ્ય તપ વગેરે પુણ્યબંધનું કારણ બને છે. વળી, આત્મા જ્યારે જ્યારે પૌલિક ભોગો તરફ દૃષ્ટિ કરે છે ત્યારે ત્યારે ઝેર પીવાની ક્રિયા કરી ભાવમરણ કરે છે. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે “ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો,” પતિ વિયોગે રાતના ઊંઘ ન આવવી, મનોમન પતિનાં સ્મરણમાં ખોવાઈ જવું કે જેથી સ્થળ કે સમયનું પણ ભાન ન રહે, સુમતિ પણ આવી સ્થિતિ ભોગવી રહી છે.
માનવમન અતિખેદજનક સ્થિતિમાં હોય ત્યારે ઊંડા – ઊંડા શ્વાસ લેવાઈ જાય છે, ને મોટેથી વિશ્વાસ નીકળી જાય છે. સુમતિ પણ નિશ્વાસ નાખી રહી છે. તેને ઊંઘ પણ આવતી નથી કારણકે માણસને ઊંઘ આવે તો દર્દ અધું થઈ જાય છે પણ ચિંતાની સ્થિતિમાં નિંદ્રા આવતી નથી. કોઈપણ વિચારોના પ્રવાહમાં પડેલું મન જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી નિદ્રા પણ આવે નહીં. ' સુમતિ અનિદ્રાથી પીડાતી, નિશ્વાસ નાખતી, મનોમન પ્રશ્ચાતાપ કરી રહી છે. તે વિચારે છે કે આટઆટલું સમજાવવા છતાં, આટલા સંદેશા મોકલવા છતાં તે જરાપણ સમજતા નથી. ને ઘરે આવતા નથી. પછી મારે આ ઘરમાં રહીને શું કરવું? હું ભગવા વસ્ત્ર પહેરી, જોગણ બની આ ઘર છોડી ચાલી નીકળું કારણકે ઘર તથા ઘરની બધી વસ્તુઓ અને ખાવા ધાય છે. હે સખી! તું આનંદઘન એવા મારાનાથને સમજાવીને કહે કે તમારા વિયોગે સુમતિ જોગણ બની જશે પછી તમારે પણ તેની પાછળ ભેખ ધારણ કરવો પડશે માટે સમજો અને ઠેકાણે આવો.
આ પદનો આધ્યાત્મિક અર્થ ઘણો માર્મિક તથા ગંભીર છે. જેમ
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૧૭
અનુભવ ૨સ
પતિપરાયણ સ્ત્રીને પતિ વિયોગે ઊંઘ આવતી નથી તેમ વિભાવદશામાં ૨ત જીવને યોગનિદ્રા આવતી નથી કારણકે વિભાવદશામાં ત્રણેય યોગનું અશુભ પ્રવર્તન ચાલતું હોય છે. ત્યારે યોગનિદ્રામાં ત્રણેય યોગની અશુભ પ્રવૃત્તિ અટકાવી બાહ્યદશામાંથી અંતરદશામાં જીવ આવે ત્યારે યોગનિદ્રા લઈ શકે છે. સંસારભાવમાં રચ્યોપચ્યો જીવ યોગનિંદ્રા તો શું તેનો ભાસ પણ પામી શકતો નથી. સ્વ તરફ દૃષ્ટિ કરતાં બાહ્યમાં ઊંઘ આવે છે અને અંત૨માં જાગૃતદશા પ્રગટે છે.
નીચો શ્વાસ શોકથી, ક્રોધથી અને અસ્થિરતાથી આવે છે. વિભાવદશામાં વર્તતો જીવ નીચ પરિણતિરૂપ નિસાસા મૂકયા કરે છે. પણ ઉચ્ચ પરિણતિરૂપ ઉચ્છવાસ લેતો નથી એટલે કે વિશુદ્ધતર જીવનની અપેક્ષાએ સર્વ નિસાસા જ છે.
આ પદમાં સુમતિના સ્ત્રીસહજ સ્વભાવનાં દર્શન થાય છે. જ્યારે સ્ત્રી કંટાળી જાય છે ત્યારે તે બોલી ઉઠે છે કે આના કરતાં તે હું મરી જાઉં તો સારું. આ અતિ પ્રેમની નિશાનીના શબ્દો છે.
હવે શ્રદ્ધા, ચેતનને કહે છે કે હે ચેતનજી ! તારા ઉ૫૨ અત્યંત પ્રેમ રાખનારી એક સાધ્વી જેવી તારી પત્ની તારા મંદિરેથી નીકળી જશે. તો તારે ભભૂતિ લગાવવાનો વખત આવશે. તું રાખમાં રગદોળાઇશ માટે કંઇક વિચાર કર. સુમતિ સતી છે. તું જો સ્વમંદિરે આવ તો નિરંતર તારા દુઃખનો છેડો આવી જશે. સર્વ ચિંતાથી મુક્ત બની જઈશ. સુમતિ કહે છે કે જો ચેતન સમજી જાય તો અમે બંને વિજન પ્રદેશમાં સાદિ-અનંત અવ્યાબાધ સુખ ભોગવશે.
આ પદમાં વિરહિણી સ્ત્રીની દશા અને તેના મનોભાવનું આબેહૂબ વર્ણન કર્યું છે. આનંધનજીએ દર્શાવેલ વિચારો પ્રૌઢ છે. પદનો ભાવ હૃદયને સ્પર્શી જાય એવો છે. વાચકને ગંભીર ભાવોથી ભરી દે છે તેમજ અધ્યાત્મના વિશાળ પ્રદેશમાં વિચરણ કરાવી મનને આનંદથી ભરી દે છે.
*
Page #302
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
પદ-૩૭
..
"
" ता जोगे चित्त ल्याओ रे'
૨૧૮
અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજે યોગ શું છે ? તથા તેનાથી શો લાભ થાય છે તેનું વાસ્તવિકદર્શન આ પદમાં કરાવ્યું છે. જેમ પીળું એટલું સોનું નહીં અને સફેદ એટલું રૂપું નહીં તેમ સંસારનો ત્યાગ કરી, લંગોટ લગાવીને ભભૂતિ લગાવી દેવા માત્રથી યોગી થઈ જવાતું નથી. યોગમાર્ગ ઉપલકદૃષ્ટિથી જોતાં સાવ સરલ અને સુગમ લાગે છે પરંતુ અધ્યાત્મદૃષ્ટિએ જોતાં, આ માર્ગ માનીએ છીએ તેવો સરલ તથા સુગમ નથી.
આ માર્ગને બાહ્ય વેશભૂષા સાથે સંબંધ નથી પરંતુ તે માનસિક, વાચિક તથા કાયિક પ્રવૃત્તિ સાથે સંબંધ રાખે છે. જેની વૃત્તિમાંથી સંસાર નીકળી જાય તે સંસારથી વિરક્ત બની યોગમાર્ગ અપનાવે છે. સુમતિ હવે વિરક્ત બની ગઈ છે. તે સંસારમુક્ત થઈ જોગણ થવા જઈ રહી છે. સુમતિ, શ્રદ્ધાને કહે છે કે તું ચેતનને સમજાવજે હું તો જોગણ બની મારા નાથને શોધવા નીકળી પડું છું. કવિ આનંદઘનજી મહારાજ ‘વેરાવલરાગ’માં આ પદમાં કહે છે,
ता जोगे चित्त ल्याओ रे, वहाला ता जोगे समकित दोरी शील लंगोटी, धुल धुल गाढ धुलाउं, तत्त्व गुफामें दीपक जोउं, चेतन रतन जगाउं रे वहाला । તા. નોને રૂ।
સુમતિએ શ્રદ્ધાને ભલામણ કરી અને કહ્યું કે ચેતન ઘરે આવે તો તું સમજાવજે. નહીં તો હવે જોગણ થઈને હું તો નીકળી પડું છે. મારો એ નાથ ! ક્યાં ક્યાં ફરે છે ? તથા કોની કોની સાથે ફરે છે ? તે શોધી તેનો હાથ પકડી તેને હવે ઘર ભેગો કરીશ. માટે તેની શોધ કરવા હું જાઉં છું. મીરાંબાઈ કહે છે,
“શોધવા ચાલી, પિયુને શોધવા ચાલી,
પિયુને શોધવા ચાલી, પ્રેમની જોગણ પિયુને શોધવા ચાલી”
આ પંકિતનો તથા કવિશ્રીના આ પદનો આશય સમાન જણાય છે.
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૧૯
અનુભવ રસ સુમતિ શ્રદ્ધાને કહે છે કે હું જાઉં છું, ચેતન આવે તો કહેજે મારા ઉપર ઉદાર દૈષ્ટિ રાખે અને કહેજે કે તમારા વિયોગથી ભૂલી પડેલી ભામિની તમારા ઉપર એકાંતહિત દૃષ્ટિએ જુએ છે. તેના યોગ કેવા છે તે જુઓ! તે તમારી પાછળ જોગણ બની ગઈ છે.
જે જોગ લે છે તે જોગણ. જોગયોગનો અર્થ છે જોડાવું. જેના વડે ચેતનાનું ચેતન સાથે જોડાણ થાય, સંયોગ થાય તેને જોગ અથવા યોગ કહેવાય છે. હવે અહીં સુમતિ પણ ચેતનને યોગમાં મનને જોડવા વિજ્ઞપ્તિ કરે છે. ચેતન જો એક વખત યોગમાં મન લગાવે તો હું તેની પાસે જ છું. સુમતિ તથા ચેતનના જોડાણ પછી વિકાસક્રમમાં શુદ્ધ ચેતનાનો પણ યોગ થઈ જશે. માટે જ આ પદમાં કહ્યું છે કે “હે વ્હાલા! તમે યોગમાં ચિત્ત લગાવો. યોગમાં ચિત્ત લગાવવા માટે વેશ પણ ધારણ કરવો પડશે. બાહ્ય આ વેશ ઉતારી કમરે લંગોટી લગાવવી પડશે તેને ટકાવી રાખવા કમરે દોરી બાંધવી પડશે પછી લંગોટી તથા દોરીની ગાંઠ લગાવવી પડશે.
કવિએ અહીં હઠાદિ યોગમાર્ગની વાત કરી નથી પરંતુ જે યોગ આત્માને વિશુદ્ધિમાર્ગે લઈ જાય તેવા યોગની વાત કરી છે. આ માર્ગે જવા પ્રથમ સાધકે માર્ગાનુસારી બનવું પડે છે. સતદેવ, સતગુરુ અને ધર્મ પર શ્રદ્ધાને સમ્યકત્વ કહેવામાં આવે છે. આ માર્ગ મળ્યા પછી જ સંસાર પરિમિત થાય છે. સાધ્યનું સામીપ્ય થાય છે, પરંતુ તે પહેલા એક વખત ચિત્તને યોગમાર્ગે લગાવવું પડે છે. યોગીઓ કમરે લંગોટી લગાવવા દોરી બાંધે છે તે સમતિના સડસઠ બોલની દોરી છે. તેને કમરના મધ્યભાગમાં બાંધવામાં આવે છે કારણકે તેમ કરવાથી અન્યત્ર ભાગતું મન સ્થિર થઈ જાય છે. જેમ ઘોડાને અંકુશમાં રાખવા માટે તેના શરીરના મધ્યભાગમાં પટ્ટો રાખવામાં આવે છે અહીં તે રીતે સમ્યકત્વરૂપ દોરાનો ઉપયોગ સમજવો.
યોગના અંગ તરીકે બધાં યોગદર્શનકારો બદ્ધકચ્છ થવાનો ઉપદેશ આપે છે. એનો અર્થ એ કે યોગમાર્ગમાં પ્રવેશ કરવા અખંડ બ્રહ્મચર્ય પાલન અનિવાર્ય છે. ત્રણેય યોગથી બ્રહ્મચર્ય પાલન કરવું તેને પાંચ પ્રકારના યમ કહેવામાં આવે છે. પાતંજલ યોગસૂત્રમાં યોગના આઠ અંગ બતાવ્યા છે. તે રીતે આચાર્ય હરિભદ્રસૂરિજીએ યોગદષ્ટિ સમુચ્ચયમાં પણ
Page #304
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૨૦ યોગની આઠ દૃષ્ટિ બતાવી છે. શ્રી હેમચંદ્રાચાર્યજીએ “યોગશાસ્ત્રમાં પણ આઠ અંગ બતાવ્યા છે. તેમાં પ્રથમ અંગ છે “યમ” કારણ કે યમ યોગમાર્ગનો પાયો છે. પાયા વિના ઈમારત બની શકે નહીં. મૂળ વિના વૃક્ષ થઈ શકે નહીં તે રીતે યમ એક પ્રકારનું બીજ છે માટે જ આ માર્ગે જનાર સાધકે બ્રહ્મચર્યનું પાલન અનિવાર્ય કરવું જ પડે છે, માટે જ કવિએ “શીલ લંગોટી” ની વાત કરી છે. શીલનો અર્થ શુદ્ધાચાર પણ થઈ શકે છે.
જૈનશાસ્ત્રકારે સાધુઓના શીલાંગના અઢાર હજાર ભેદ બતાવ્યા છે. શીલને યોગના અંગ તરીકે વર્ણવી નૈષ્ઠિક બ્રહ્મચારી માટે સ્ત્રીવિષયક વાતો, સ્મરણ, કથન, રહસ્યાત્મક વાતો, રાગપૂર્વક અવલોકન, સંકલ્પ, અધ્યવસાય અને સંભોગની નિષ્પત્તિ આ આઠ અંગવાળું મૈથુન વર્જય છે. ભાવ એ છે કે યોગમાં પ્રવેશ કરનાર વ્યકિતએ બ્રહ્મચર્ય પાળવું જોઇએ. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ સ્વરૂપ આત્મા અને ચર્ય એટલે રમણ કરવું. આત્મભાવોમાં રમવું અથવા આત્મામાં રમવું તે બ્રહ્મચર્ય છે. સત્ય શ્રદ્ધા પ્રગટતાં તત્ત્વના ઉંડાણમાં જઈ શકાય છે. યોગાંગની સાધનાથી બ્રહ્મરંધમાંથી સિદ્ધાવસ્થાનું દર્શન થાય છે, તેમજ પિંડOધ્યાન કરતાં છેવટે રૂપાતીત ધ્યાનની હદ સુધી ચેતનજી પહોંચી જાય છે ત્યારે તે ચિળુફામાં દીપક જુએ છે “જેને જૈનદર્શન સમ્યજ્ઞાનનો દીપક કહે છે.
યોગ મુખ્યતયા ત્રણ પ્રકારના હોય છે. રાજયોગ, ભક્તિયોગ, કર્મયોગ આ કોઈપણ પ્રકારનો યોગ કેમ ન હોય? ભૂમિકા બધાની સરખી જ હોય છે. પછી તેમાંથી જુદા જુદા માર્ગ નીકળી શકે છે. મકાનમાં પાયા તો બધાનાં સરખા હોય પણ દિવાલો ચણ્યા પછી દરેક મકાનનો આકાર જુદો જુદો હોઈ શકે છે તેમ યોગીઓ તત્ત્વરૂપ ગુફામાં પ્રવેશ કરી ચેતનતત્ત્વને જાગૃત કરે છે. - આ પદમાં આનંદઘનજીએ યોગીના દ્રવ્યશની નહીં પણ ભાવવંશની વાત કરી છે. સાધક સાધના માર્ગે જ્યારે સમ્યકત્વ પ્રાપ્ત કરે છે ત્યારથી તેને સાધ્યનું દર્શન થાય છે. ચિશ્ફાની શુદ્ધિ પછી વસ્તુતઃ શુદ્ધચેતના તથા શુદ્ધ ચેતનની સ્થિતિ સમજાય છે અંતે બંનેની અભેદ સ્થિતિનાં દર્શન થાય છે. પછી તો આત્મા, રત્નની જેમ પ્રકાશતો દેખાય છે. પ્રમાણનયતત્ત્વલોકમાં કહ્યું છે કે “જ્ઞાન સ્વ-પર પ્રકાશક છે”. રત્ન જેમ
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૨૧
અનુભવ રસ સ્વયં પ્રકાશિત છે તેમ આત્મા પણ સ્વયં પ્રકાશિત છે. આત્મા પર કર્મ મલિનતા લાગેલી છે. આત્માના અસંખ્યાત પ્રદેશોમાંથી આઠ રૂચક પ્રદેશને છોડી દરેક પ્રદેશ પર કર્મરજ લાગેલી છે. આત્મારૂપ રત્નને પ્રકાશનો કરવાનો યોગ હું તત્ત્વગુફામાં બેસીને ધારણ કરું છું આ ભૂમિકાએ પહોંચવા માટે અને અલક્ષ્ય સ્વરૂપને પ્રગટ કરવા કેટલાક સંપ્રદાયના યોગીઓમાં ધૂણી સળગાવવાની પરંપરા છે જેથી તેઓ ધ્યાનમાં એકાગ્ર થઈ શકે. વાસ્તવમાં ચેતન તો શુદ્ધ, બુદ્ધ, નિરંજન સ્વરૂપી છે. વર્તમાન સ્થિતિ એ તેને કર્મનું આવરણ આવી ગયું છે તે દૂર કરવા અધ્યાત્મ માર્ગના સાચા યોગીઓ વિશુદ્ધ ધૂણી જગાવે છે. કવિ આ ધૂણીની વાત બીજી કડીમાં કરે છે તે આપણે જોઈએ.
अष्ट कर्म कंडेली धूनी, ध्याना अगन जगाउं उपशम छनने भसम छणाउं, मली मली अंग लगाउं रे...वहाला...॥२॥
જોગીઓ પોતાના આંગણામાં ધૂણી જગાવે છે. તેની ભસ્મ કપડે ચાળી પછી શરીર પર લગાવે છે.
કવિએ અહીં ભાવયોગીની વાત કરી છે. ભાવયોગી પોતાના ચેતન આંગણમાં અષ્ટકર્મની ધૂણી જગાવે છે. જ્ઞાનાવરણાદિ અષ્ટકર્મ આત્માના પ્રદેશે પ્રદેશ દૂધપાણીની જેમ એકમક થઈ ગયા છે. જેને જૈનશાસ્ત્ર સત્તા કહે છે. જે કાર્મણ વર્ગણાના પુદ્ગલો રાગદ્વેષાદિ પરિણામથી ખેંચાઈને આત્મામાં આવે અને અભિન્નપણે રહે તેને કર્મબંધ કહેવામાં આવે છે.
જે કર્મ આત્મા સાથે રહે પણ ફળ આપવા યોગ્ય હજુ થયું ન હોય તેને સત્તા કહેવામાં આવે છે. જે કર્મ ઉદયમાં આવી ફળ આપી ખરી જાય તે ઉદય અને જે કર્મ લાંબે સમયે ઉદયમાં આવવાનું છે તેનો ઉદયાવલિકામાં પ્રવેશ થયા પછી તપશ્ચર્યા વડે ઉદયમાં લાવી વહેલું ભોગવી લેવું તેને ઉદીરણા કહેવાય છે.
આ આઠેય કર્મના બંધને પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, પ્રદેશબંધ અને અનુભાગબંધ એવા પ્રકારો છે. પણ આ આઠેય કર્મોનો કચરો અનિ વિના બળતો નથી માટે સાધકો અકર્મરૂપ છાણામાં ધ્યાનની અગ્નિ લગાવી ધૂણી જગાવે છે.
જીવ અનાદિકાળથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનરૂપ અશુભધ્યાને
Page #306
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૨૨
કર્મબંધ કરે છે અને શુભધ્યાને કર્મથી મુક્ત બને છે. આવા ધર્મધ્યાન અને શુક્લધ્યાનરૂપ અગ્નિમાં કર્મરૂપી છાણાને બાળી પછી તેની રાખ ઉપશમ ગળણાથી ચાળીને તે ભસ્મ શરી૨ ઉપ૨ ઘસી ઘસીને લગાવવામાં આવે છે. રાખમાં કચરો કે નાના કાંકરા, કાંકરી વગેરે રહી જાય છે. માટે કવિએ ચાળવાની વાત કરી છે. ઉપશમ ચાળણી એટલે નિવૃત્તિ ભાવરૂપ ચાળણી.
આ કડીમાં કવિએ ઉપશમને ચાળણીનું રૂપક આપ્યું છે. નિવૃત્ત ભાવની ચાળણી વડે કર્મ છાણની રાખને ચાળી શરીર પર મસળી મસળીને લગાવવી તેનો અર્થ એ છે કે જે કર્મનો હજુ વિપાકોદય થયો નથી પણ પ્રદેશો વડે ઉદીરણા કરી કર્મ ભોગવી લેવાં જેથી ચેતન કર્મમલરહિત બની જાય છે એટલે કે જન્મમરણ રહિત થઈ જાય છે. આ પ્રકારની સાધનાથી ભવની ભાવઠ ભાંગી જાય છે. ચેતન તથા ચેતનાનો અભેદ સંબંધ સ્થાપિત થાય છે. વાસ્તવમાં ચેતન-ચેતનાનો અભેદ સંબંધ તો છે જ પણ કર્મોની દિવાલ આવી જતાં ચેતન-ચેતનાની ભિન્નતા વ્યવહારદૃષ્ટિએ લાગે છે. પુદ્ગલરૂપ કર્મ ચેતનને સંસાર પરિભ્રમણ કરાવે છે. આ કર્મ નાશની ચાવી સદ્ગુરુ પાસે છે. ગુરુ વિના જ્ઞાન નહીં માટે સદ્ગુરુના ઓથે કર્મથી મુક્ત થવાય છે. હવે ગુરુનો મહિમા કવિ કેવો વર્ણવે છે તે જોઈએ.
आदि गुरुका चेला होकर, मोहके कान psis; ઘરમ શુલ વોય મુદ્રા સોહે, બાનાવ વખાણું રે વહાલા!તા નો.. રૂ ॥ આ કડીમાં ગુરુને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. વળી
યોગાભ્યાસ માટે ગુરુ શરણ અતિ આવશ્યક છે. કબીર કહે છે,
गुरु गोविंद दोनो खडे, किसको लागुं पाय; बलिहारी गुरु आपकी, जिसने गोविंद दियो बताय। ' કબીરે ગોવિંદ કરતાં ગુરુની મહત્તા બતાવી છે, કારણકે ગોવિંદને ઓળખાવનાર ગુરુ છે માટે ગુરુનો પ્રથમ ઉપકાર છે. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે,
‘પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર”
જિનેશ્વરનો માર્ગ ઉત્તમ હોવા છતાં માર્ગ બતાવનાર ગુરુ પ્રથમ
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૨૩
અનુભવ રસ સ્થાને છે તેથી તેનો પ્રત્યક્ષ ઉપકાર છે, પછી જિનેશ્વરનો માર્ગ છે. નવકાર મહામંત્રમાં પ્રથમ “નમો અરિહંતા” પછી “નમો સિદ્ધા” છે. પ્રથમ અરિહંત પ્રભુને નમસ્કાર અને પછી સિદ્ધ ભગવાનને કારણકે અરિહંત પ્રભુને ગુરુસ્થાને ગણવામાં આવ્યા છે. આ રીતે સંતો-મહર્ષિઓએ ગુરુની વિશેષતા બતાવી છે. તેથી કવિ કહે છે કે મારિ ગુરુ વેના હે ચેતન! તું આદિનાથ પ્રભુનો શિષ્ય થઈને હવે મોહનો તો કાન વીંધી નાખ. કવિએ અહીં ગુરુસ્થાને કોઈ સામાન્ય માનવને સ્થાપ્યા નથી. તીર્થકરોમાં આદિ તીર્થકર એવા મહાન ગુરુનો ચેલો થવાથી તો સર્વપ્રથમ.
“માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય,
જાતા સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય” સદ્ગુરુના શરણવિના માનાદિક શત્રુઓને હણી શકાતા નથી. ગુરુના આધાર વિના, પોતાની ઈચ્છાથી તો આ કષાયો વધતા જાય છે. પણ ગુરુના શરણ માત્રથી આ કષાયો અલ્પ પ્રયત્ન માત્રથી ચાલ્યા જાય છે. જે સાધકના કષાયો મંદ પડી ગયા હોય તે સાધકની મુખમુદ્રા પર અલૌકિક આભા ઝળકી ઊઠે તે સ્વાભાવિક છે. તેથી જ કવિ કહે છે “ઘરમશુવન તોય મુદ્દા સોદે”
| ધર્મધ્યાન અને શુક્લધ્યાનની મુદ્રાથી હું શોભતો કરૂણાનાદ બજાવીશ. યોગીઓ કાન વીંધે છે અને તેમાં મુદ્રા પહેરે છે એ યોગીઓની નિશાની હોય છે. તેમ ચેતનને કર્મભારથી હળવો કરવા સુમતિ કહે છે કે હું ધર્મ અને શુક્લધ્યાનની મુદ્રા ધારણ કરીશ. સાધ્યના સામીપ્ય માટે મુદ્રાઓ પહેરવામાં આવે છે. ધર્મધ્યાનના ચાર પાયા છે. તેમાં પિંડી વગેરે ચાર પ્રકારના ધ્યાન, મુદ્રાનું સ્વરૂપ ખડું કરે છે. તેવી રીતે ધર્મધ્યાનના ચાર પાયામાંથી ત્રણ પાયા, મુદ્રાનો ઉપયોગ બતાવે છે. શુક્લ ધ્યાનમાં મુદ્રા અલ્પ હોય છે કારણ કે એ ધ્યાનમાં અંતરાત્મ પ્રદેશના ઊંડા પ્રવાહમાં અવગાહન કરવાનું છે. છતાં તેને પણ મુદ્રામાં સરખાવવામાં વાંધો નથી. પરંતુ ધ્યાન વિષયનો અભ્યાસ ગુરુના સાનિધ્યમાં કરવાથી લક્ષ્ય પ્રાપ્ત થઇ શકે છે.
પ્રત્યક્ષ સદ્દગુરુ યોગથી, સ્વછંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયઃ બમણો થાય,
Page #308
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૨૪ જે સાધક પોતાના બુદ્ધિબળથી સાધના માર્ગે આગળ વધે છે અને સદ્ગના યોગને ઈચ્છતા નથી તેમજ ગુરુકુળવાસનો સ્વીકાર કરતા નથી તેનો સ્વછંદ રોકાતો નથી પણ પોષાય છે માટે આત્માર્થીઓ ગુરૂકુળવાસ કરે છે.
કવિ આગળ વધીને કહે છે કે યોગીઓ શંખનાદ અથવા બીજા વાજિંત્રો વગાડે છે તેમ હું પણ કરૂણાનાદ કરી “મા હણો, મા હણો” નો અવાજ ફૂકીશ.
ઈશ્વર કરૂણાસિંધુ છે. તેમાંથી એકાદ કરૂણાનું બિન્દુ લઈ હું પણ ઘરે ઘરે દરેકમાં તન-મનમાં અને જન-જનમાં અહિંસાનો સંદેશ ફેલાવીશ. જે બીજાને હણે છે તે સર્વ પ્રથમ પોતે જ પોતાને હણે છે. દ્રવ્યહિંસામાં ભાવહિંસા સમાઈ છે માટે જ કરૂણાનાદ બજાવવાની વાત કરવામાં આવી
સુમતિ, ચેતનને કહે છે કે હે વ્હાલા! આવા મહાપુરૂષનો ચેલો બની મોહરાજાના કાન વીંધી ઉત્તમધ્યાનની શ્રેણીએ ચડી જગતમાં જીવોને “મા હણો મા હણો' નો ઉપદેશ આપો અને મારા મંદિરે પધારી મારી વિરહવ્યથાને દૂર કરો. મારા પર કૃપાદૃષ્ટિ કરી, રસરંગમાં રેલી કરો. હે નાથ! પધારો... પધારો પધારો....
કવિ આગળ શું કહે છે તે જોઈએ. इह विध योग सिंहासन बैठा, मुगति पुरी कुं ध्याउं; आनंदघन देवेन्द्रसे योगी, बहुर न कलिमें आउं रे वहाला।
તા ના... | ક | હવે શુદ્ધ ચેતના કહે છે કે ચેતનનું મન તો હવે યોગમાં આસકત થઈ ગયું છે. તે યોગ સિંહાસને બેસી અજરામરપદનું ધ્યાન કરે છે.
સાધક, સર્વપ્રથમ સાલંબન ધ્યાન કરે છે. જેમાં ધ્યાનનો ક્રમિક વિકાસ થાય છે. પછી ધીરે ધીરે માનસિક પ્લાન થાય છે. ત્યારબાદ શુભધ્યાનમાં લીન બની ધ્યાતા–ધ્યેય તદાકાર બની જાય છે. ત્યારબાદ શુભધ્યાનમાં લીન બની ધ્યાતા-ધ્યેય તદાકાર બની જાય છે. ચેતન જે સમતા સ્વરૂપ હતો તે હવે શાંતિ સ્વરૂપ દેખાય છે. માટે જ શાંતિનાથ પ્રભુના સ્તવનમાં કવિએ કહ્યું છે,
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૨૫
અનુભવ રસ મુગતિ સંસાર બેઉ સમજાણે” - સાધક! સંસાર અને મોક્ષ બંનેને સમાન ગણે છે. આમ પ્રગતિ કરતાં કરતાં જે રૂપસ્થ ધ્યાની રૂપાતીત ધ્યાનમાં પ્રવેશ કરે છે. પહેલાં તે પ્રભુને અને પોતાને જુદો ગણતો હતો પણ હવે પોતે જ ઈશ્વર સ્વરૂપ છે તેવું અનુભવે છે. પહેલા તે ઈશ્વરને પૂજતો હતો, ભમતો હતો પણ હવે મોઢામાંથી શબ્દો સરી પડે છે કે અહો-અહો હું મુજને કહ્યું “નમો મુજ નમો
મુજ રે”
આ શબ્દો પોતાનું મહત્વ વધારવા માટે કે પૂજા ભક્તિ માટે બોલવામાં આવ્યા નથી પણ સાધકની આ ચરમ અવસ્થા છે. આ સ્થિતિએ સાધક સ્વયંને ઈશ્વર સ્વરૂપ જુએ છે. તેથી કહે છે કે હું મને જ નમસ્કાર કરું છું. ઈશ્વર બીજો કોઈ નથી પણ હું પોતે જ ઈશ્વર સ્વરૂપ છું. ગપ્પા સો પરમMા” આત્મા જ પરમાત્મા છે. ધ્યેયનું ધ્યાન કરતો હતો પણ મારો અને તેનો તો અભેદ સંબંધ છે. હું અને ધ્યેય સરખા જ છીએ. શક્તિ – વ્યકિતમાં ફેર પડે પણ યોગ્ય પ્રયાસથી શક્તિગત જે ગુણો છે તે વ્યક્ત થઈ જાય છે.
આવી સ્થિતિએ પહોંચ્યા પછી શુદ્ધ ચેતના તથા ચેતનાનો એવો સહયોગ થઈ જાય છે કે આ વાક્ય ચેતના બોલે છે કે ચેતન એ પ્રશ્ન જ રહેતો નથી. યોગીઓ યોગસાધના કરતાં કરતાં કદાચ અધૂરી સાધના સાથે આયુષ્ય પૂર્ણ કરે તો તે શ્રીમદ્ ભગવતગીતા કહે છે કે “શુવીનાં શ્રીમતાં નેદે યોજમ્રોડમિનીયતે” “યોગભ્રષ્ટ જીવ યોગીના ઘરે અથવા શ્રીમાનના ઘરે જન્મ ધારણ કરે છે. જૈનશાસ્ત્ર કહે છે કે “ટિન સેg. નવસત્તમાં” સાધક સાધના કરતાં આયુષ્ય પૂર્ણ કરે તો સર્વાર્થ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે. જો ફકત સાતલવનું આયુષ્ય હોત તો અવશ્ય મોક્ષપદ પામતા પરંતુ એટલું આયુષ્ય અલ્પ હોવાને કારણે તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળાદેવ બનવું પડે છે પણ તે દેવભવ પછી એક મનુષ્યનો ભવ કરી અવશ્ય મોક્ષ મેળવે છે. પણ સંસારમાં અથડાતો નથી. તેથી ચેતના કહે છે કે મારો ચેતનરામ જો યોગ સિંહાસન પર આરૂઢ થાય તો નિરંજનપદનું ધ્યાન કરતાં તેવા પદને પામે છે નહીં તો દેવેન્દ્ર તો અવશ્ય થાય છે. તે આસનસિદ્ધ બની અનુત્તરવિમાનમાં જાય છે પછી
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૨૬
અનુભવ રસ માનવભવ પામી અધૂરી સાધના પૂર્ણ કરી પૂર્ણપદ પામે છે. તેથી સમકિત દોરી અને શીલ લંગોટી વડે તે યોગમાર્ગમાં પ્રગતિ કરે છે. પછી તે પાપરૂપ કાદવમાં ફસાતો નથી.
કવિશ્રી આનંદઘનજી સ્વાનુભવ દ્વારા કહે છે કે ઉત્તમ યોગબળ મળ્યું હોવા છતાં ગુરુ વિના તેની પ્રાપ્તિ થતી નથી. ગુરુની કૃપાથી કેવી દશા પ્રાપ્ત થાય છે તે શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે,
“સદ્ગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન; નિજ પદ નિજમાંહી લહ્યું, દૂર થયું અશાન,
સદ્દગુરુના ઉપદેશથી અપૂર્વ ભાન થાય છે. જેમાં જિનપદ પોતામાં જ દેશ્યમાન થાય છે. અનાદિનું અજ્ઞાન દૂર થતાં ધ્યાતા – ધ્યાન – ધ્યેયની એકતા સધાય છે. આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. કવિએ ભાવવંશની વાત કરી છે.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ પણ કહે છે, "अनुभव अमृत भिक्षा मागु, हुं तो धूणी संयमनी जगाउँ रे... जोगी अंतर आतम परमातमनी, ऐकय भावना भांग घुटावं रे... जोगी मन प्यालामां भरीने पीतां, देखें उलटी आंखे सुख पावू रे... जोगी बुद्धिसागर योग महोदय, पामी निश्चय निर्भव थाउँ रे... जोगी
કવિએ આ પદમાં યોગીઓનાં ઉપકરણોને, આધ્યાત્મિક અર્થમાં ઘટાવ્યાં છે. આ એમની ઉન્નતિ કલ્પનાશક્તિ અને દૃષ્ટિનો પરિચય કરાવે
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૨૭
અનુભવ રસ
પદ-૩૮
'मनसा नट नागरसूं जोरी हो"
અધ્યાત્મની ઉન્નત ટોચને સ૨ કરી, જ્ઞાનગરિમા વધારી, કર્મ જંજીરને તોડવા કટિબદ્ધ થયેલા એવા શ્રી આનંદઘનજી મહારાજે ચેતન અને ચેતનાના સંબંધનું વાસ્તવિક દર્શન કરાવ્યું છે. ચેતન અને ચેતનાનો સંબંધ, દીપક અને પ્રકાશ જેવો છે.
આજ સુધી સુમતિ, ચેતનને સમજાવતી હતી પણ હવે ચેતનમાં વાસ્તવિક સ્વભાવભાન આવતાં સુમતિ તથા શ્રદ્ધા એક થઈ શુદ્ધ ચેતનામાં મળી જાય છે. જેમ પ્રયાગમાં ગંગા, યમુના અને ગોદાવરીનો ત્રિવેણીસંગમ રચાય છે તેમ બારમા ગુણસ્થાનકના અંતે સુમતિ, શ્રદ્ધા અને શુદ્ધચેતનાનો ત્રિવેણીસંગમ થાય છે. બારમા ગુણસ્થાનકનો છેલ્લો સમય અતિ પવિત્ર ગણાય છે કારણકે ચેતન ત્યાં સ્નાન કરી ઘાતીકર્મોની મલિનતાથી, મુક્ત બની પરમપવિત્ર બની શુદ્ધ આત્મ મંદિરમાં પ્રવેશ કરે છે. જ્યાં દુઃખ કે શોકની કાળીઘેરીવાદળી સ્પર્શી શકતી નથી પણ ચેતન તથા ચેતનાની એકરૂપતા થતાં આનંદ વર્તે છે.
*
“મારૂ રાગ”માં લખાયેલ આ આડત્રીસમા પદમાં કવિ કે છે, मनसा नट नागर सूं जोरी हो, मनसा नट नागरसूं जोरी हो, नट नागरसूं जोरी सखी हम, और सबनसँ तोरी हो... मनसा । । १ ॥
હવે શુદ્ધચેતના પોતાની વાચા ખોલે છે ને કહે છે કે હે સખી ! શુદ્ધ ચેતન એવા આત્મદેવ સાથે હવે મેં તો મન જોડી દીધું છે. હવે મને તેની માયા લાગી છે. એકની સાથે પ્રીત બાંધ્યા પછી બીજે ક્યાંય બાંધવાની રહેતી નથી. પછી તો જગત ઝેર સમાન કડવું – કડવું લાગે છે. મીરાં કહે
છે,
મુખડાની માયા લાગી રે... મોહન પ્યારા
મુખડું મેં જોયું તારૂં, સર્વ જગ થયું ખારું, મન મારું રહ્યું ન્યારૂં રે... મોહન પ્યારા મીરાંને મોહનની પ્રીત લાગી છે. મોહનનો પ્રેમ લાગ્યા પછી તેનું
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૨૮
અનુભવ રસ બીજે ક્યાંય ચિત્ત લાગતું નથી. એ રીતે ચેતનાને, ચેતન મળી ગયા પછી બીજુ કાંઈ તેને જોઈતું નથી. ચેતનને પણ સ્વરૂપદર્શન થયા પછી હવે જડ પૌદ્ગલિક પદાર્થોમાં તેનું મન ચોટતું નથી. આજ સુધી પુદ્ગલનું જ દાસત્વ સ્વીકાર્યું હતું અને તેને કારણે દુઃખી થતો હતો. પણ હવે સમજાયું કે સર્વ દ્રવ્ય, સ્વતંત્ર છે. મારા સુખનું અસ્તિત્વ જડ દ્રવ્યોમાં નથી.
આ પ્રકારનું ચિંતન કરતાં શુદ્ધ ચેતના, સુમતિને કહે છે કે હે સખી! હવે મેં મારું મન ચેતનજીમાં જોડી દીધું છે. ચેતનનો ઉપયોગ તો કોઇવાર આત્મિકદ્રવ્ય પર તો કોઈવાર પૌદ્ગલિકદ્રવ્યો પર ચાલે છે. ચેતન જ્યારે યોગમાં ચિત્ત પરોવે છે ત્યારે તેનું મન સ્વવિષયક આત્મદ્રવ્યમાં જોડાય છે. શુદ્ધદશામાં શુદ્ધ ચેતનાનો ચેતન સાથે અભેદ છે અને પૌલિક દ્રવ્યનો સંયોગ સંબંધ છે.
ચેતનાને પદાર્થ સાથેનો આદિ-અંતવાળો સંબંધ સમજાવે છે. શુદ્ધચેતના કહે છે કે હવે મને એક ચેતન સિવાય બીજે ક્યાંય પ્રીતિ નથી. મારા સ્વામી તો અનંત જ્ઞાનાદિક પારમાર્થિક સુખનિધાન છે. હવે હું આત્મદેવને છોડી ક્યાંય પણ જવા ચાહતી નથી.
કવિએ આ પદમાં ચેતનને નટનાગર કહ્યો છે. નટનાગર એટલે ખેલ કરનાર નહીં પણ સૂત્રધાર એવો અહીં અર્થ છે. ચેતન હવે ખેલ કરતો નથી પણ ખેલ ગોઠવવાનું કાર્ય કરે છે. સૂત્રધારનું કામ ઘણું મુશ્કેલ છે પણ સૂત્રધાર વગર ખેલ સારો થાય નહીં, તેથી ખેલ કરનારાઓ કરતાં સૂત્રધાર વધુ કમાણી કરે છે. તેમ શુભાશુભ કર્મની કમાણી ચેતનને ભોગવવાની રહે છે. જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગની વિશુદ્ધિમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયની બાજી સિદ્ધ પરમાત્મા પણ એક અપેક્ષા ભેદથી ખેલી રહ્યા છે. ખરેખર નટનાગર તો કેવળજ્ઞાનીઓ છે. સર્વ દ્રવ્યોમાંથી ઉપયોગ ખેંચી લીધા પછી દુનિયાની તેને કાંઈ પડી નથી. પછી તેની ખુમારી કોઈ જુદી જ હોય છે. તે કેવી છે એ વાત કવિ પ્રસ્તુત પદની બીજી કડીમાં કહે છે,
लोक लाज नहि काज, फुल मरजाया छोरी; નવા વરાહ હસો વિરાનો, અપનો હત ન વહોરી.. મનસા ૨ાા .
શુદ્ધ ચેતના કહે છે કે મેં તો હવે લોક – લાજ પણ છોડી દીધી છે. કારણકે લોકલાજથી આત્મ સ્વામીનો પૂર્ણ પ્રેમ મળતો નથી. મારી આંતરિક
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૨૯
અનુભવ રસ સ્થિતિ જોતાં લાગે છે કે દુનિયા સાથે મારો હવે મેળ જામશે નહીં કારણકે દુનિયાનો પ્રેમ જડ પદાર્થો સાથે છે. તેઓ તો કૃત્રિમતામાં રચ્યા-પચ્યા છે ત્યારે મને તો વાસ્તવિકતાનો રંગ લાગ્યો છે અને સતની લગની લાગી છે. જેને લોકો ઇષ્ટ ગણે છે તેને હું અનિષ્ટ ગણું છું. માટે જ મારો દુનિયા સાથે મેળ જામશે નહીં તેથી આવું પરસ્પર વિરુદ્ધનું કાર્ય છોડી મેં તો સર્વસંગ પરિત્યાગ કરી, મારા આત્મસ્વામી સાથે પ્રીત જોડી છે.
ચેતના કહે છે કે, મારા આ પ્રકારના વર્તન પર દુનિયા મારા પર હસશે તેમજ ઈચ્છાનુસાર બોલશે. અરે! મહેણાં મારી મને મૂર્ખ પણ કહેશે. ભલે જેને જેમ કહેવું હોય તેમ કહે પણ હું મારા માર્ગથી હટવાની નથી. દુનિયા તો પારકી પંચાત કરવામાં શૂરવીર છે. તેઓ તો પૂરી જિંદગી તેમાં જ ખર્ચી નાખે છે તેથી મારે કોઈ નિસ્બત નથી. સારી સ્ત્રીઓ નાટક્યા ઉપર પ્રેમ કરે નહીં પણ કોઈ વખત નાટકિયાને ચાહતા પરિણામ સારું જ આવે છે.
ઈલાયચીકુમારે નટડીને પ્રેમ કર્યો અને તેને મેળવવા લોકલાજ કુળમર્યાદા બધું છોડી દીધું. નટડી સાથે નટ બનીને નાચ્યો પણ પરિણામ ત્યાગરૂપ આવ્યું, વાસના અગ્રભાગ નાચતાં કેવળજ્ઞાન લંઈ - લોકાગ્રે પહોંચવાની પૂર્ણ તૈયારી કરી લીધી. આમ, ધર્મસંન્યાસ લેવાની ચેતનની ઈચ્છા થાય તો શુદ્ધ ચેતના અને ચેતનનો સંયોગ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય.
ભર્તુહરિએ સંસારત્યાગ કરી સંન્યાસ લીધો અને નદી કિનારે રેતનું ઓશીકું કરીને સૂતાં હતાં ત્યાં રસ્તે જતી પનિહારીઓ કહે છે જોયું! રાજ્ય છોડયું પણ રાજાની ટેવ થોડી છોડી છે? સુવિધા બધી જ જોઈએ છે. તેણે રૂના તકિયા તો છોડ્યા તો રેતીના તકિયા સ્વીકાર્યા. આ સાંભળી ભર્તુહરિએ રેતીના ઢગલાને પહોળો કરી નાખ્યો ને સૂતા રહ્યા. ત્યાં પાણી ભરીને પાછી ફરતી સ્ત્રીઓ જુએ છે ને કહે છે કે જોયું! ભગવાં વસ્ત્ર પહેર્યા છે. સંસાર છોડ્યો છે પણ ક્રોધ થોડો છોડ્યો છે. એક જરાક ગાદીતકિયાનું આપણે બોલ્યા ત્યાં તો રીસ ચડી ગઈ. એટલા માટે જ ચેતના કહે છે કે દુનિયા, દુનિયાની રીતે જ ચાલે છે. તેના બોલવા સામું જોતા કોઈ કાર્ય ન થાય માટે જ લોકલાજ છોડી હું તો નટ-નાગરને ચાહું છું. શુદ્ધ ચેતના કહે છે,
Page #314
--------------------------------------------------------------------------
________________
અનુભવ ૨સ
मात तात सज्जन जात, बात करत है भोरी ! चाखें रसकी क्युं करी छूटे ? सुरिजन सुरिजन होरी हो... मनसा ।।३।। સુમતિ, આપણે ત્યાગમાર્ગે જઈએ તો રોકનારા ભોળા માણસોનો આ સંસારમાં તોટો નથી. માતા-પિતા, સગા-સંબંધીઓ આપણને એ માર્ગે જતાં અટકાવે છે તથા તે માર્ગની કઠિનતા આપણી સામે ૨જૂ ક૨ે છે. તેમ છતાં ન માનીએ તો કર્તવ્યધર્મની વાતો કરે છે. સંસારી લોકો વૈરાગ્યવાસિત માનવને ત્યાગમાર્ગથી રોકવા કેવા કેવા પ્રયત્નો કરે છે તે વાત ઉત્તરાધ્યયનસૂત્રમાં મૃગાપુત્ર દીક્ષા લેવા તૈયાર થાય છે ત્યારે મા– બાપ તેને સંયમની દુષ્કરતા કેવી છે તે સમજાવતા કહે છે કે બેટા ! તારૂં શરીર તો સુકોમળ છે આ ભયંકર ગરમીમાં તું ખુલ્લે પગે કેમ ચાલીશ ? ત્યારે મૃગાપુત્ર કહે છે,
जहा इहं अगणी उण्हो, इतो अनंत गुणो तहि नरसु वेपणा उण्हा, असाया वेइया मए "
૨૩૦
હે મા ! અહીં કરતાં અનંતગણી અગ્નિની વેદના મેં નરકમાં ભોગવી છે. તો મા કહે છે કે પણ બેટા ! આ કડકડતી ઠંડીમાં ખુલ્લે શરીરે કેમ જીવી શકાશે. તારાથી એ કેમ સહન થશે ? મા ! નહા ફĒ રૂમ સીયં, yતોડનંત ાળે તર્દિ' અહીંથી અનંતગણી ઠંડી પણ એકવાર નહીં અનેકવાર નરકભૂમિમાં ભોગવી છે. આવી જ રીતે જ્યારે નમિરાજર્ષિ રાજ્યત્યાગ કરી દીક્ષા લઈ જંગલવાસ કરે છે ત્યારે સ્વજનો તથા મિથિલા નગરીનાં લોકો શોકગ્રસ્ત બની જાય છે. એવા સમયે ઇન્દ્ર મહારાજ નમિરાજર્ષિને સમજાવવા આવે છે અને કહે છે,
एस अग्गी य वाऊय, एयं डज्झई मंदिरं । भगवं अंते उरं तेणं, कीसणं नाव पेक्खह ।।
હે ભગવાન ! અગ્નિ અને પવનથી આ મંદિરે ( શરી૨ ) બળી રહ્યું છે વળી મિથિલાનગર તથા અંતઃપુર પણ બળી રહ્યું છે. તમે તેના તરફ દૃષ્ટિ કરતા નથી તેનું શું કારણ ? નમિરાજર્ષિ કહે છે, ‘નિહિતાÇ કામાળÇ, 7 મે હાફ વિળ “હે દેવેન્દ્ર ! મિથિલાનગરના બળવાથી તેમાં મારું કાંઇપણ બળતું નથી. જ્યારે નમિરાજર્ષિ કોઈપણ રીતે માનતા નથી ત્યારે પાછો ઇન્દ્ર કહે છે કે હે રાજન ! જે રાજાઓ તમને આજ સુધી નમ્યા નથી
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૩૧
અનુભવ રસ તેને પહેલાં વશ કરો પછી સંયમમાર્ગે જજો. ત્યારે નમિરાજર્ષિ કહે છે,
जो सहस्सं सहस्साणं, संगमे दुज्जइ जिणे।
નિષ્ણ અMTS, ઈસ સે પરમો : દુર્જયસંગ્રામમાં દશ લાખ અને સહસ્ત્રો સુભટોને જીતવા કરતાં એક આત્માને જીતવો વધારે ઉત્તમ છે. આત્મવિજય એ સર્વોત્તમ વિજય છે. આ પ્રમાણે ત્યાગમાર્ગની કઠિનતા તથા કર્તવ્ય તરફ કટિબદ્ધ કરવા સંબંધીઓ વગેરે અનેકાનેક પ્રયત્નો કરે છે. પરંતુ ભોળા લોકો સમજતા નથી એ જ એનું ભોળપણ છે. પણ જેણે એક વખત સત્સંગનો રસ પીધો હોય તેને અન્યરસ મીઠો ક્યાંથી લાગે? શ્રી યશોવિજયજી મહારાજ કહે છે,
લોકલાજ મેં જો ચિત્ત ચોરે. સો તો સહજ વિવેક હી સુના પ્રભુગુન ધ્યાન વગર ભ્રમ ભૂલા, કરે કિરિયા સો રાતે રૂના,
ધાડેધાડે સાંભરે સાંઈ સલુણા.... લોકલાજમાં જેનું ચિત્ત ચોરાયેલું છે તે વિવેકરહિત બને છે, પણ પ્રભુગુણ ધ્યાનમાં જેનું ચિત્ત લાગેલ છે તેનો ભ્રમ ભાંગી જાય છે. ઉપયોગ વિનાની ક્રિયા નિષ્ફળ છે. જેણે પ્રભુગુણનો રસ એકવાર ચાખ્યો છે તેને જડ પદાર્થોમાં પ્રેમ ક્યાંથી આવે? તેને એ બધું શેરડીના કૂચા જેવું લાગે છે. જેમાં રસ બિલકુલ નથી. માટે જ કવિ કહે છે કે સર્વ સંબંધોનો ત્યાગ કરી સાચા સ્નેહને પિછાણી હું મારા આત્મદેવને પ્રેમ કરું છું. હવે ચેતના તથા ચેતનનો પ્રેમરસ કેવો છે તે વર્ણવતાં કવિ કહે છે, ओराहनो कहा कहावत ओर, नाहि न कीनि चोरी; काछ कछयो सो नाचत निवहेई, और चाचरी चरी कोरी - मनसा।।४।।
શુદ્ધ ચેતના, સમતાને કહે છે કે હું મારી અંગત વાત બીજાને શા માટે કરું? ચેતન સાથે મેં જે સંબંધ બાંધ્યો છે તેમાં મેં કાંઈ થોડી ચોરી કરી છે? મને તેનાં પ્રેમરસનો રંગ લાગ્યો છે અને તેમાં જ આનંદનો અનુભવ થાય છે. પ્રેમ કદી છુપાવ્યો છુપાવી શકાતો નથી. જેમ સાકર જે ખાય તેને તેનો સ્વાદ આવે તેમ જે પ્રેમરસ ચાખે તેને જ આત્મપ્રાપ્ત થાય. સંત કબીરે પણ કહ્યું છે કે
પ્રેમ છુપાયાના પે, જિસ દિલમેં સચ્ચા હોય, પ્રીતિ મુખ સે ના કહે, પ૨ નૈ નોં પે મસે રોય:
Page #316
--------------------------------------------------------------------------
________________
અનુભવ ૨સ
૨૩૨
ચેતના કહે છે કે પ્રેમની આ રીતથી હું આત્મસ્વામી સાથે બંધાયેલી છું. સ્વામી બે પ્રકારના છે. (૧) દ્રવ્યસ્વામી (૨) ભાવ સ્વામી. જે દેહધારી છે તે દ્રવ્યસ્વામી અને આત્મરૂપ ભાવી તે ભાવ સ્વામી ગણાય છે. આત્મસ્વામીનો સંબંધ સહજ નિત્ય સુખ સમર્પે છે માટે મેં તો આત્મસ્વામી સાથે જે સંબંધ જોડયો છે તે કોઈ કાળે પણ છૂટવાનો નથી. હું સમજુ છું કે તેમણે આજ સુધી ઘણી ભૂલો કરી છે અને તેથી જ તેણે પોતાનું આત્મધન લૂંટાવી દીધું છે. તેણે ઘડીએ ઘડીએ રાગદ્વેષ, પ્રમાદ, વિકથા, કષાય વગેરે ભાવો કર્યાં છે પણ હવે તેને પોતાની ભૂલો સમજાણી છે. હવે તો તેણે ચ૨માવર્તમાં પ્રવેશ કર્યો છે. જેને કારણે હવે તેને સ્વ૫૨નો ભાસ થવા લાગ્યો છે. હવે તેણે પ્રબળ પુરુષાર્થ પ્રારંભવો પડશે. ત્યારે જ તેની નિશ્ચયથી શુદ્ધિ થશે. જેમ કુસ્તીબાજ કુસ્તી ક૨વા કમરે કચ્છ બાંધે છે કારણકે કુસ્તી કરતાં તેનાં કપડાં અવ્યવસ્થિત થઈ ન જાય. તેમ મોક્ષગામી થવા માટે પણ એવી જ તૈયારી કરવી પડશે. હે ચેતન ! સર્વવિરતિનો વેશ પહેરી, યોગ્ય રીતે ભજવી બતાવ એમાં જ તારી શોભા છે. જેમ નટનાગરની સાથે વાજા વગાડવાવાળા, તબલચી, શરણાઈવાળા વગેરે અનેક હોય છે પણ મુખ્ય નાચનાર તો એક જ હોય છે તે રીતે મુખ્ય કાર્ય એક જ હોય અને લક્ષ્ય તે તરફ મંડાયેલ રાખવાનું હોય છે. સાધ્ય તો એક મોક્ષ છે. અન્યકાર્ય સ્વર્ગાદિરૂપ છે. ચેતન લક્ષ્યને પકડી કાર્ય કરશે તો પાર પામશે નહીં તો આવા વેશ તેણે અનેકો વાર ધાર્યા છતાં કાંઈ ફળ મળ્યું નહીં. ચેતન યોગ્ય સાધન ગ્રહણ કરી, સાધ્યપ્રતિ પ્રયાણ કરે. કવિ કહે છે.
જ
ग्यानसिंधू मथित पाई, प्रेमपीयूष कंटोरी हो,
मोदत आनंदघन प्रभु शशिघर देखत दृष्टि चकोरी - मनसा ।। ५ ।।
મુમુક્ષઓ શ્રુતજ્ઞાનરૂપ સતશાસ્ત્રનું મંથન કરે છે ત્યારે તેમાંથી જે સત્ત્વ ને તત્ત્વ મળે છે તે જ શાસ્ત્રનો સાર છે. પછી તેને સમજાય છે કે જડ અને ચેતન બંને જુદાં છે. હું શાયક સ્વભાવી આત્મા છું. હું રૂપી કે અરૂપી ગમે તે હોઉ પણ જ્ઞાનગુણ જે મારા છે તે જડમાં નથી. જોવા જાણવાની શક્તિ જડમાં નથી માટે હું મારા સ્વભાવમાં રહું એ જ યોગ્ય છે. જ્યારે આત્મા આવી જાગૃતઅવસ્થામાં આવી જાય છે ત્યારે શુદ્ધ
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૩૩
અનુભવ રસ ચેતનારૂપ ચકોરી આનંદઘન એવા ચંદ્રને જોઈ અત્યંત હર્ષઘેલી બની આનંદમગ્ન બની જાય છે. પુરાણની વાત છે કે દેવોએ સમુદ્રમંથન કર્યું હતું. ત્યારે તેમાંથી ચૌદ રત્નો નીકળ્યાં હતાં તેમાં એક ચંદ્ર પણ હતો અને અમૃત પણ નીકળ્યું હતું. પછી પ્રશ્ન થાય છે કે અમૃત કોને આપવું? તુરંત ચંદ્ર હાજર થયો અને ચંદ્રને અમૃત આપી દીધું. ચંદ્ર અમૃત આરોગી ગયો અને અમર બની ગયો. ચંદ્ર અમૃતપાન કર્યું હોવાથી તેમાંથી હંમેશાં અમૃત ઝરતું રહે છે. ચંદ્રની ચાંદની સર્વજનપ્રિય છે.
કવિએ આનંદઘન એવા પ્રભુને ચંદ્ર તરીકે વર્ણવ્યા છે. શુદ્ધ ચેતનાને ચકોરી કહી છે. ચેતનરૂપ ચંદ્રને જોઈ શુદ્ધચેતનાની દૃષ્ટિરૂપ ચકોરી પ્રેમરસ પાન કરી હર્ષઘેલી બની જાય છે. તેમજ શુદ્ધચેતના આત્મપતિના સ્વરૂપને નિહાળે છે અને કર્મની નિર્જરા કરે છે. શુદ્ધ ચેતના ચંદ્રસ્વરૂપ આત્માને ચકોરીની દૃષ્ટિથી નિહાળે છે અને આનંદ પામી પ્રફુલ્લિત થાય છે.
આત્મા જ્યારે સર્વ પદાર્થો પરથી પોતાનો ઉપયોગ હટાવી સ્વનો ઉપયોગ સ્વમાં જોડી દે છે ત્યારે નટનાગરના ખેલ સમાપ્ત થઈ જાય છે. આત્મા આત્મામાં જોડાઈ, ચેતન જેમ જેમ ઊપયોગની સ્થિરતા સાધતો જાય છે તેમ તેમ આત્મવિશુદ્ધિ થતાં ગુણસ્થાનકનું આરોહણ કરતો જાય છે.
- કવિ આનંદઘનજી મહારાજે આ પદમાં પોતાની અનુભૂતિના ઉલ્લાસને ચેતનાની ઉક્તિ તરીકે અભિવ્યક્ત કર્યો છે. આવી અનુભૂતિવાળી વ્યક્તિઓને લોકવ્યવહારની સમજ ક્યારેક ઓછી પડે છે તો બીજી બાજુ લોકોની નિંદા-ટીકાની પણ એમને કોઈ પરવા હોતી નથી કારણકે તેઓ તો પોતાની ધૂનમાં જ મસ્ત હોય છે.
કવિને પોતાને જે સ્વરૂપ પ્રાપ્તિ થઈ છે તેમાં જ આગળ વધવાના પોતાના દેઢ નિશ્ચયને જાહેર કરી દીધો છે. કવિનો આત્મવિશ્વાસ કેટલો દૃઢ છે એની પ્રતીતિ આ પદ કરાવે છે.
Page #318
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૫૪-૩૯
૨૩૪
“તરસ હી ગડું - વઘુ ળો વળી સવારી રી”
કવિશ્રી આનંદઘનજી કહે છે કે ચેતનની હવે આંખ ઉઘડી છે. તેણે હવે સ્વઘરે પધારવા પ્રયાણ કર્યું છે. ચેતના, ચેતનને સમ્યગ્દષ્ટિથી ચકોરી માફક જોઈ રહી છે. ચેતન જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ ચેતનાની ઈન્તેજારી વધતી જાય છે. પણ અનુભવી કહે છે કે આવા ઉત્તમમાર્ગો ઘણી વખત લપસણા હોય છે. ક્યારે ગબડી પડીએ તે કહી શકાય નહીં. આ વાતને લઈને શુદ્ધ ચેતના, શુદ્ધ ચેતનને અનુલક્ષીને સમતાને વાત કહી રહી છે.
માનવમાત્રનો સ્વભાવ છે કે તેની આદત કોઈ પણ નિમિત્ત મળતાં છૂટી જાય છે. પણ સંસ્કાર પાછા જાગૃત થઈ જાય છે. મન ગુલાંટ ખાઈ જાય છે. મનની વૃત્તિઓ ક્યારે ઉછાળો મારે છે તે કહી શકાય નહીં, માટે કવિએ આ ઓગણચાલીસમા પદમાં કહ્યું છે,
तरस की जई दइ कौ दइकी सवारी री
तीक्षण कटाक्ष छटा लागत कटारी री... तरस...।।३।। શુદ્ધચેતના સમતાને કહી રહી છે કે હે સખી ! હું તો મારા પતિને તરસી રહી છું તથા તેની રાહ જોઈ રહી છું અને તેના વિયોગે બળી રહી છું. ચેતન જ્યારે સ્વ સ્વરૂપમાં સમાઈ જાય છે પછી તો કાંઈ ચિંતા નથી પણ જ્યાં સુધી મન ઠેકાણે ન હોય ત્યારે મોહનીયકર્મ તો જોર કરવાનું જ. ચેતનની આંતરવૃત્તિ સ્વરૂપમાં જોડાતા મોઢુ મોળો પડી જાય છે. પણ ચેતન જ્યાં સુધી વ્યવહારર્દષ્ટિમાં હોય ત્યાં સુધી તો તેને પૌલિક સુખની આકાંક્ષા રહે જ છે. પાંચેય ઇન્દ્રિયોનાં સુખભોગની કામના થયા કરે છે. પણ ચેતન જો પોતાને સંભાળી લે તો કર્મ ઉદયમાં આવીને ચાલ્યા જાય છે પણ કર્મ સામે નજર કરતાં તો કર્મની મોટી ફોજ ઊભેલી દેખાય છે. મોહરાજા તો ઘણું મોટું લશ્કર લઈને આવ્યા છે. આ જોતાં મારો ભ્રમ ભાંગી ગયો. આ મોહરાજા ચેતનને કામબાણથી ઘાયલ કરતાં કાંઈવાર લાગતી નથી. યુવાન સુંદરીનાં નયન કટાક્ષ પુરુષ હૃદયને આરપાર ભેદી
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૩૫
અનુભવ રસ
નાંખે છે. માનવને એક બાણથી જો ઘાયલ કરી શકાતો હોય તો જેનાં ઉપર પાંચ ઇન્દ્રિય અને મનના કામબાણની વર્ષા થાય તેની તો શી દશા થાય ? ચેતન માટે પણ મારા મનમાં એવો જ ભય છે. મોહને મહાત કરવો ઘણો મુશ્કેલ છે.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ કહે છે,
-
રાગ કેશરી છે વડ રાજા રે, વિષયાભિલાષ તે મંત્રી તાજારે, જેહુના છોરુ ઇન્દ્રિય પંચોરે, તેહનું કીધો એ સફળ પ્રપંચો રે. મોહરાજાનો સૌથી મોટો પુત્ર તે રાગ કેશરી છે. તે બાપની ગાદી ૫૨ આવી બેઠો છે. આ રાગ એવો તો ચપળ અને ચંચળ છે કે તેની નજરમાં જે કોઈ એક વખત આવે તે ભોગપંકમાં ફસાઈ જાય છે. વિષયની તૃષ્ણા તે મોહ કટક દળ છે. તેને વશ કરવા પ્રબળ પુરુષાર્થ જરૂરી છે. મોહનીયકર્મ બધાંને ઊંધા ચશ્મા ચડાવી દે છે. જેમ કૂતરો હાડકાંને – લઈને ચાવે છે. હાડકામાં કોઈ ૨સ નથી, પણ હાડકું ચાવતાં – ચાવતાં તેના મોઢામાંથી લોહી નીકળે છે. કૂતરો પોતાના જ લોહીના ભ્રમથી હાડકાંનો સ્વાદ માની લે છે. બસ, સર્વ સંસારી જીવોની કૂતરા જેવી દશા છે. પુદ્ગલસુખની ઈચ્છા તે હાડકાંને બટકાં ભરવા સમાન છે. માટે કે સમતા! હવે તું મારા સ્વામીને સમજાવી ઘરે લાવ, કારણકે હવે હું પ્રમત્તદશા છોડી અપ્રમત્તદશા વડે મારા સ્વામીની આજ્ઞા ઉઠાવવા તત્પર બની છું. સ્થિરતારૂપ ઘ૨માં સ્વામીનો પ્રવેશ નહીં થાય ત્યાં સુધી મને ચેન પડશે નહીં. હવે શુદ્ધચેતના ચેતનને વિનવે છે. તે કેવી રીતે એ બીજી કડીમાં જોઈએ.
सायक लायक नायक, प्रानको पहारीरी
વાનર ા બનનાન, વાળ ન દું વારી રી...તરસી...।।૨।।
ચેતન ૫૨ જ્યારે ભોગ તૃષ્ણા ઘેરો ઘાલે છે ત્યારે પાંચેય ઇન્દ્રિયોનાં વિષયાદિ બાણો તેને વીંધી નાખે છે. આવું તીક્ષ્ણ શસ્ત્ર તેનાં પ્રાણ હણનાર નીવડે છે. પુરાણકાળમાં અભ્યસ્ત્ર, વાયવાસ્ત્ર વગેરે શસ્ત્રો હતાં જે શત્રુઓનાં શિરને ઊતારીને જ આવતાં એ રીતે કામબાણ જેને લાગે તેની પણ દુર્દશા થાય છે. ચેતન, વિષય સુખની લાલસાથી લલચાય છે ને પછી દુઃખી થઈ નિજ સ્વરૂપને ભૂલી જાય છે. વિષયાંધ બનેલ
Page #320
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૩૬
ચેતનને પોતાની અનંત શક્તિનાં જાણે દર્શન જ થતાં નથી. જ્ઞાન, દર્શન સુખને અનંતવીર્ય જેવી મહાન શક્તિઓ પડી હોવા છતાં તેનું તો તેને જ્ઞાન કે ભાન જ નથી. વાસ્તવમાં ચેતન નાયકને લાયક છે. ષટદ્રવ્યને જાણનાર તથા જોનાર ચેતન છે અને તેની સાથે સંબંધ સ્થાપિત કરનાર પણ ચેતન જ છે. ૫૨ને પ્રકાશતો ચેતન સ્વદૃષ્ટિ કરે તો નાયકના બિરૂદને શોભાવે તેવો છે વળી અનંત ગુણનો ધણી હોવાને કા૨ણે તેને નાયકને લાયક કરી શકાય. અરે ! એ તો સ્વભાવતઃ લાયક નાયક છે. છતાં પણ તે જ્યારે ભોગતૃષ્ણાને આધીન હોય ત્યારે કર્મ સ્વામીત્વ વ્યક્ત છે અને તેનું ગુણ સ્વામીત્વશક્તિમાં અવ્યક્તરૂપે પડેલું જ છે. ચેતન તો ઉત્કૃષ્ટ આનંદ ભોગવવાને લાયક છે. પણ અત્યારે તો તેને ભોગ – તૃષ્ણાના એક એક બાણ હણી રહ્યાં છે. અનંતશક્તિપુંજ ચેતન અત્યારે તો બિચારો બાપડો થઈ ગયો છે.
जीर्यन्ति जीर्यत, केशा, दंता जीर्यन्ति जीर्यतः । योवनाशा धनाशा च जीर्यतोऽपि न जीर्यंति।। માનવના વાળ સફેદ થઈ જાય, દાંત પડી જાય, વૃદ્ધાવસ્થા આવી જાય તો પણ તેની ભોગેચ્છા કે ધનેચ્છાને જાણે ઘડપણ આવતું નથી. સાધકજીવનમાં પણ આ ભોગેચ્છા ભાન ભૂલાવે છે.
સ્થૂલિભદ્રે લોકલાજ છોડી અને અણિક મુનિએ સાધુજીવનનો ત્યાગ કર્યો. ભોગની અસર તળે માનવ અધમાધમ કામ કરે છે. ભોગવૃત્તિના નિરંકુશથી પોતાનું જોર બરાબર જમાવે છે. તેથી ચેતના કહે છે કે હૈ સમતા ! મને મારાસ્વામીને મળવાની તીવ્ર ઈચ્છા છે. મારા તન, મનમાં તેનું જ રટણ છે.
ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી ચેતનાની શુદ્ધિ થતી જાય છે. જેમ જેમ ગુણસ્થાનની શ્રેણી વધતી જાય છે તેમ તેમ અનંતગણી શુદ્ધિ થતી જાય છે. જેમ જેમ સ્વરૂપસ્થ થવાય તેમ તેમ ગુણસ્થાનક આરોહણ વધતું જાય છે.
ચેતના, પોતાના સ્વામીનું સ્વરૂપ વારંવાર વિચારે છે તેથી આઠમા નિવૃત્તિબાદર ગુણસ્થાનકથી ક્ષપકશ્રેણીનો અને શુક્લ ધ્યાનનો પ્રારંભ થાય છે. શુક્લ ધ્યાનમાં શુદ્ધચેતના પોતાનાં સ્વામીની સાથે ઐકય અનુભવે
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૩૭
અનુભવ રસ છે. તો પણ તેરમા સયોગી કેવળી ગુણસ્થાનક વિના ચેતન સ્વામીને પ્રત્યક્ષ મળી શકતી નથી અને ચેતનનો સાક્ષાત્કાર થયા વિના ચેતના ઠરીને ઠામ બેસતી પણ નથી.
આવી સ્થિતિમાં ચેતનાના ઉદ્ગારો કેવા સરી પડે છે તે કવિશ્રી ત્રીજી કડીમાં વર્ણવે છે. __ मोहनी मोहन ठग्यो जगत ठगारी री।
કી ની શાનંદન, લાદ મારી છે...તરસવી..પારૂ ા.
શુદ્ધ ચેતના કહે છે કે ભોગતૃષ્ણા (તૃષા) એવી તો ભૂંડી અને ઠગારી છે કે તે આખી દુનિયાને ઠગે છે. તે તો નિત્યપ્રતિ નવયૌવના સમ રહે છે અને તેની પાસે આવનારાઓ યુવાન છતાં વૃદ્ધ દેખાય છે. સબળ – નિર્બળ જણાય છે. કારણ કે ભોગેચ્છા તેનું સર્વ સત્ત્વ હણી નાંખે છે. ભોગતૃષ્ણાનું રાજ્ય નાના, મોટા, યુવાન, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ, ગરીબ, તવંગર, રાજા, પ્રજા, ગામડું, શહેર કે જંગલ ભણેલા કે અભણ બધાનાં હૃદય પર તેનું રાજ્ય વિસ્તરેલું છે તથા હૃદય સિંહાસન પર બેસી આરામથી રાજ્ય ભોગવે છે. બિચારો ચેતન તેના તરફ ખેંચાય છે અને દુઃખી થાય છે. અરે ! ભોગની ભૂતાવળ તો સાધુને પણ ચોંટી જાય છે. વિશ્વામિત્ર પણ તેની છાયામાં આવી ગયા હતા. ખુદ ભોગેચ્છા મેનકાનું રૂપ લઈને તપસ્યા કરવાં વિશ્વામિત્ર પાસે નૃત્ય કરવા લાગીને છે વટે તપસ્યાનો ભંગ કરાવ્યો.
હે આનંદઘન પ્રભુ! મારો ચેતનનાથ પણ ઠગારી ભોગતૃષામાં ઠગાઈ ગયો છે. પણ જો તેની પાસે સ્વરૂપજ્ઞાન હોત તો આ ઝંઝટ ઊભી જ થાત નહીં. પણ હવે તો એને આ બધું બહુ ફાવી ગયું છે. માટે હે સમતા! તું મારું આ અગત્યનું કામ કરી આપ. ઉત્તરાધ્યયનસૂત્રના બાવીસમા અધ્યયનમાં કહ્યું છે,
रहनेमी अहंभये, सुखे चारुभासिणी
ममं भयाहि सुयणु, न ते पिला भविस्सई।। રહનેમિને ભોગવાસના એ ભરમાવ્યા તેથી પોતાની સાધ્વી ભાભી ઉપર આસકત થયા, પોતે સાધુ છે સામે સાધ્વી રાજમતી છે. તેનું પણ ભાન ભૂલ્યા અને કહે છે કે અત્ત મોરી તો પછી નિખ માં વરિરસામો!
..
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૩૮
અનુભવ રસ હે રાજમતી! તું આ યુવાનવયમાં મળેલ સુખભોગ ભોગવી લે પછી આપણે બંને જિનેશ્વરના માર્ગે જઈશું. આ શબ્દો સાંભળતા રાજમતીનું ક્ષત્રિય લોહી ઉકળી ઉઠયું ને સિંહણની માફક ગર્જના કરતાં રાજમતી કહે છે
धिरत्थु तेऽजसोकामी, जो तं जीविय कारणा।
वंतं इच्छसि आवेळ सेयं ते मरणं भवे।। ।। રાજમતી રહનેમિને કહે છેકેધિક્કર તમારા જીવનને જો સાધુવેશમાં આવા ભાવ જાગતા હોય તો તમારા માટે મૃત્યુ વધારે શ્રેષ્ઠ છે.
રાજમતીના આવા કઠોર ને નિર્વિકારી શબ્દોથી માર્ગ ભુલેલ રહનેમિ સાચા માર્ગે આવ્યા ને સ્થિર થયા.
ચેતનસ્વામી પણ સાવ ભોળિયા છે. તે પણ જેને તેને રવાડે ચડી જાય તેવા છે. માટે હે સમતા! તું તેને સમજાવી મારી પાસે મોકલ. ભોગ તૃષા, ચેતનને ભૂલાવામાં નાખી દેશે. યુક્તિ-પ્રયુક્તિ કરવામાં તે બાહોશ છે. ચેતન, આવી અધમ સ્ત્રીઓ સાથે ભટકયા કરે છે અને અમે બેઠાં બેઠાં જોયા કરીએ ને મનમાં ને મનમાં બળ્યા કરીએ, આવું ક્યાં સુધી ચાલશે?
હે આનંદઘન, ચેતન, સ્વામી! આપ હવે મોહિનીની માયાજાળ તોડી નાંખો. મારા હૃદયમાં આપના પરોક્ષપણાથી વિયોગરૂપ દાહ ઉત્પન્ન થયો છે. તેની શાંતિ માટે પુષ્પરાવર્તના મેઘસમાન આપનું દર્શન આપો. કે જેથી મારા હૃદયનો દાહ શાંત થાય અને આનંદની છાયા છવાઈ જાય.
આ પદમાં શુદ્ધચેતનાની અંતરવેદના વ્યક્ત થાય છે. કવિએ આ પદમાં બે મુખ્ય કાર્ય કર્યા છે. ચેતનની ભોગતૃષા અને શુદ્ધચેતનાની ફરિયાદ ચેતનને ઉપદેશ દેવામાં આવ્યો છે કે ત્યાગ અને વૈરાગ્યથી આનંદધામની પ્રાપ્તિ થાય છે.
વિષયવાસનાથી વાસિત મન નથી શાંતિ લેતું કે નથી શાંતિ લેવા દેતું. શુદ્ધચેતના આનંદઘન પ્રભુને વિનંતી કરે છે કે અમને અમારા પ્રભુનો સુયોગ ગોઠવી આપો, કહ્યું છે,
“સાચો સંગમ પ્રભુ સાથે હજુએ ના થયો,
એ દિશામાં રેલો મારો, હજુએ ના ગયો. શુદ્ધચેતનાને શુદ્ધ ચેતનનો સંગમ આજ સુધી થયો નથી. ચેતન
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૩૯
અનુભવ રસ સ્વામી જાગશે ત્યારે ચેતનાની સર્વ ઉપાધિઓ ભાગશે. ચેતન જ્યારે શુદ્ધચારિત્રનો આરાધક બનશે ત્યારે વાસનારૂપી વેલી ભસ્મ બની જશે. એવી અલૌકિક ભાવના ઓ પદમાં વર્ણવવામાં આવી છે. સાધનાના પ્રશસ્ત માર્ગે આત્મપરિણતિનું પરિણમન થતાં આત્મિક વિકાસક્રમ થાય છે. પરિણામે તે ત્યાગમાર્ગે આગળ વધે છે. એવી ઉદાત્તભાવના આ પદમાં છે. આ પદમાં યુદ્ધનું રૂપક પ્રયોજીને મોહરાજા પોતાના લશ્કર વડે આત્મા ઉપર કેવું ભયંકર આક્રમણ કરે છે તેનું સચોટ બયાન આપ્યું છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૪૦
(
પદ-૪)
નીકો ના વતતો ને” - વ્યાપકવિશ્વમાં વિધવિધ પ્રકારની શક્તિઓ છે. દરેક શક્તિ પોતાના ક્ષેત્રમાં રહી કામ કરે છે તેમ એકબીજા પ્રાણીઓ પોતાની ઈચ્છા વ્યક્ત કરી શકે તથા સંવેદના દર્શાવી શકે તેવી શક્તિ છે તે છે શબ્દ.
વૈયાકરણોએ ત્રણ પ્રકારની શબ્દશક્તિ બતાવી છે. (૧) અભિધા (૨) લક્ષણા અને (૩) વ્યંજના.
સાંસારિક સંબંધોમાં પતિ-પત્નીનો સંબંધ અનોખો છે. એના પાયામાં પ્રેમ રહેલો છે. આધ્યાત્મિક જગતમાં ચેતન અને ચેતનાનો સંબંધ પ્રિયતમ અને પ્રિયતમા જેવો છે.
ભૂલ દામ્પત્યપ્રેમ સંબંધમાંથી સૂક્ષ્મ આત્મચેતનાના વિકાસ સુધી પહોંચવાનું છે. સ્થૂલસાંસારિક સંબંધની વાત કરીએ તો આખો સંસાર એના વડે જ ચાલે છે. રામ કે કૃષ્ણ. આદિનાથ કે શંકર બધાના જીવનમાં પત્નીનો યોગ હતો પરંતુ એ યોગે અંતે તેઓને આત્મભાવમાં સંયોજી દીધા. મુનષ્ય હો યા પશુ-પક્ષી, દેવ હો યા ઇન્દ્રદરેકના જીવનમાં આવાયોગ સંયોગ છે. પત્નીને મન પોતાના પતિથી કશું જ વિશેષ નથી. પતિ વિયોગે સબળા લાગતી સ્ત્રી અબળા બની જાય છે. પતિ-પત્નીના સંબંધો જેવાં સંબંધ અન્ય જીવો સાથે હોઈ શકે નહીં. ચેતના તથા ચેતનનો પણ આવો જ સંબંધ છે. “આશાવરી” રાગમાં કવિ આ ચાલીસમા પદમાં કહે છે,
मीठो लागे कंतडो ने खाटो लागे लोक, દંત વિદુખી જોવી તે, તે રણમાંદિ પો. મીહો. કા.
આર્યસન્નારીનું ખાસ લક્ષણ છે કે પતિ જ તેને માટે પરમેશ્વર સમાન છે. એ જ તેના પ્રભુ છે. તેથી પતિ તેને મીઠો, મધુરો જ લાગે છે અને જગતનાં અન્ય પ્રાણીઓ ખારા લાગે છે.
કવિએ આ પદમાં લોક શબ્દ મૂક્યો છે. જૈનદૈષ્ટિએ લોક એટલે જ દ્રવ્યનું જ્યાં અસ્તિત્વ હોય તે લોકમાં સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે “ો તો' –લોક એક છે. જેટલા આકાશમાં જીવાદિ દ્રવ્યો રહી શકે છે તેને લોક
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૪૧
અનુભવ ૨સ કહેવાય છે.
પંચાસ્તિકાયમાં કહ્યું છે, समवाओ पंचणहं समउत्ति जिणुचमेंहि पण्णतं। सो चेव हवदि लोओ, तत्तो अभिओ अलोओ एवं ।।
પંચાસ્તિકાયનો સમૂહ તે સમય છે. આ રીતે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે અને જ્યાં પંચાસ્તિકાયનો સમૂહ છે તે લોક છે. જ્યાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય અને કાળ આ છ દ્રવ્યોનું અસ્તિત્વ હોય, જ્યાં ચાર ગતિ, પાંચ જાતિ, સિદ્ધ અને સંસારી અવસ્થાઓ હોય તેને લોક કહેવાય છે.
આ લોકમાં પાંચ અજીવ અને એક જીવ વગેરે પદાર્થો છે. તેમાંથી શુદ્ધચેતનાને ચેતનદ્રવ્ય સિવાય બીજા એક પણ ગમતા નથી કારણ કે હવે તેનું મન તે બધાથી ખાટું થઈ ગયું છે. એક વાત તો નિર્વિવાદ છે કે જ્યાં રાગ હોય ત્યાં દ્વેષ તો હોય જ છે પણ ચેતનનો મૂળ સ્વભાવ રાગ-દ્વેષ રહિતની દશા વીતરાગ અવસ્થા. આ વીતરાગભાવમાં સ્થિર થવું એ જે સંસારની ચરમસીમા છે એટલે શુદ્ધ ચેતનાને ચેતન પ્રત્યે પ્રેમ છે. તેથી અન્ય લોકો તેને ખાટા લાગે તે સ્વાભાવિક છે.
વળી સ્ત્રીનો સ્વભાવ છે કે પોતાને જે વાત કરવી હોય તે પતિને જ કરે. પતિને વાત કરવામાં જેટલો આનંદ અનુભવે છે તેવો આનંદ અન્ય સાથે થતો નથી. તેથી કવિ કહે છે કે અન્ય સાથે વાત કરવી એ તો અરણ્યમાં રુદન કરવા જેવું છે. ત્યાં રુદન કોણ સાંભળે? કોણ આશ્વાસન આપે? તેથી પતિ સાથે વાત કરતાં આનંદરસ ફેલાય ને મનની બધી ભાંજગડ ભાંગી જાય છે. વળી મનનાં બધાં મનોરથો પૂર્ણ થાય છે. તેથી જ ચેતનાને ચેતન સાથે વાત કરવી અધિક પ્રિય લાગે છે. માટે જ ચેતના કહે છે કે મને મારા સ્વામી સિવાય બીજા શેમાંય રસ નથી. તેના વિના ક્યાંય ગમતું નથી.
કવિએ આ પદમાં ઘણી ગૂઢ વાત કરી છે. જેમાં ચૈતન્ય લક્ષણ હોય તે ચેતન. જે સર્વ દ્રવ્યોથી જુદો છે. પ્રત્યેક દ્રવ્ય સ્વ સ્વરૂપે સ્વતંત્ર છે. કોઈ કોઈનો અંશ નથી એ પ્રત્યેક આત્મવાદ છે. દરેક શરીરે પૃથક પૃથક્ આત્મા છે. કોઈ સર્વ વ્યાપી આત્માનો અંશ નથી પણ પ્રત્યેક વ્યકિત છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૪૨ સિદ્ધાવસ્થામાં પણ પ્રત્યેક આત્માનું ભિન્નત્વ પૃથક પૃથક્ અવગાહનરૂપે સ્પષ્ટ વ્યક્ત અને ભિન્ન રહે છે. આ પૃથક આત્મવાદ છે. પૃથક આત્મવાદરૂપ પતિ મને અતિ પ્રિય છે. બીજાં દર્શનોમાં આત્મા સંબંધી વાતો મને ઈષ્ટ લાગતી નથી. આ રીતે શુદ્ર ચેતના કહે છે. આત્મા વિષે સર્વ દર્શનકારોની ભિન્ન-
ભિન્ન માન્યતા વર્તે છે. વિશ્વમાં પર્દર્શન બતાવ્યાં છે તે બધાં તત્ત્વોથી જુદા પડે છે. જૈનદર્શનનાં પ્રણેતા સર્વજ્ઞ પરમાત્મા આત્માને નિત્યાનિત્ય કહે છે. જગતના સર્વ દ્રવ્યોથી ભિન્ન તથા જ્ઞાતા-દૃષ્ટાભાવ જેનો અસાધારણ ગુણ છે. જેનો કદી પણ લય થતો નથી. એવા ગુણયુક્ત આત્મા પ્રત્યેક શરીરે દેહ પ્રમાણ છે તથા સ્વતંત્ર છે. તે કોઈનો અંશ કે અંશી નથી. ગુણ અને પર્યાયથી યુક્ત એ આત્મ દ્રવ્ય છે. પર્યાયમાં ક્ષણે-ક્ષણે પરિવર્તન થતું હોવાથી તે અનિત્ય છે અને મૂળ જીવદ્રવ્યમાં કદી પણ ત્રણ કાળમાં પરિવર્તન થતું નથી માટે આત્માને નિત્ય કહ્યો છે. સર્વકર્મમળ દૂર કરી મોક્ષમાં જાય ત્યારે પણ તેનું અસ્તિત્વ સુસ્પષ્ટ જ રહે છે. એક વખત કર્મમળ દૂર થયા પછી ફરીવાર તેને કર્મ લાગતા નથી. એટલે મોક્ષમાં ગયા પછી ચેતનનું પુનઃ અવતરણ થતું નથી. કર્મને કારણે ચાર ગતિરૂપ સંસારમાં આત્મા પરિભ્રમણ કરે છે તથા પાંચ જાતિનાં વિધવિધ શરીરધારી બની જીવ વિચિત્ર અવસ્થાઓ ધારણ કરે છે. મોક્ષમાં સર્વ સિધ્ધો સમાન છે. જેમ અનંત સિદ્ધો સિદ્ધબુદ્ધમુક્ત અને નિર્વિકારી છે તેમ આ શરીરમાં વસનારો આત્માપણ એવો જ છે. છતાં પણ એક કર્મ સંયોગી છે તો બીજો કર્મ વિજો છે. એક કવિ કહે છે,
તેરે મેં તન્મય રોવર, તેરા ન હોતા __ तुं विमल समल बस मैं हूं यह अंतर मिटादोजी।।
મલિનતા અને વિમલતાનો ભેદ કર્મને કારણે છે. એક શરીરનાં બંધનમાં છે તો બીજો શરીર રહિત અવસ્થામાં છે. આ રીતે આત્માની નિત્યાનિત્યતા પ્રગટ છે. ઈશ્વર એક અંશ છે અને આત્મા તેનો અંશી છે.
આ વાતનો સ્વીકાર જૈનદર્શન કરતું નથી. આત્મા જગતવ્યાપી નથી પણ દેહવ્યાપી છે. તે આ શરીરમાં ક્ષીર-નીરની માફક રહેવા છતાં દેહથી જુદો છે. જેમાં માનવ મૃત્યુ પામે છે ત્યારે ચેતન ચાલ્યો જાય છે અને દેહ પડ્યો
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૪૩
અનુભવ રસ રહે છે. જેમકે ગરમ કરેલ લોખંડ અગ્નિમાંથી કાઢયા પછી ધીરે-ધીરે અગ્નિ નીકળી જાય છે ને લોખંડ રહી જાય છે તે રીતે દેહ તથા દેહીનો સંબંધ છે.
આત્માને જીવ શબ્દથી પણ સંબોધવામાં આવે છે. પણ જીવતત્ત્વમાં જીવના પાંચસોત્રેસઠ ભેદ બતાવ્યા છે. તે કર્મ સાપેક્ષ છે. કવિ આનંદઘનજીએ આ પ્રથમ કડીમાં પ્રિયતમનપ્રિયતમાનું રૂપક પ્રયોજયું છે. તે જૈનદર્શનની દૃષ્ટિએ છે. આ રૂપક અન્ય દર્શનોની દૃષ્ટિએ ઘટાવવામાં આવે તો વિઘ્નો આવવાનો સંભવ છે. અન્ય દર્શનોના મત કેવા છે તે જાણવાથી આ વાત વધારે સ્પષ્ટ થશે.
વેદાંતદર્શન એકેશ્વરવાદી છે. તે ઈશ્વરના અંશને માને છે. સર્વ જીવો તેનાં અંશી છે. જેમ સૂર્ય એક છે પણ તેનાં સહસ્ત્ર કિરણો જુદાં-જુદાં છે. સૂર્ય વગર કિરણો સંભવી શકે નહીં એ રીતે ઈશ્વર વિના જીવનું અસ્તિત્વ નથી. સૃષ્ટિનો ઈશ્વર કરતા માનનારા દર્શનકારો ઈશ્વરને સર્વ શક્તિમાન ગણે છે. સૃષ્ટિના કર્તા, ધર્તા અને નિયામક પરમાત્માને માનવામાં આવે છે તથા સૃષ્ટિનો તમામ આધાર ઈશ્વર પર જ છે. એ જ બ્રહ્મા, વિધાતા અને પરમ પિતાના નામોથી ઓળખાય છે. પૃથ્વી પર જ્યારે ધર્મની ગ્લનિ થાય છે ત્યારે ઈશ્વર અવતાર ધારણ કરે છે અને દુષ્ટોનો નાશ કરે છે અને સૃષ્ટિનું સંરક્ષણ કરે છે. આમ તેઓ ઈશ્વરને પ્રધાનતા આપે છે. જેને વેદાંત માયા કહે છે તેને જૈનદર્શન કર્મ કહે છે. આત્મશક્તિ પાસે કર્મશક્તિ નહિવત છે. સર્વશ્રેષ્ઠશક્તિ આત્મામાં છે. ભારતીય પરંપરામાં સાંખ્ય, વૈશેષિક, નૈયાયિક, મીમાંસક, ચાર્વાક, બૌદ્ધ ઇત્યાદિ દર્શનોની આત્મા વિષેની માન્યતા ભિન્ન-ભિન્ન પ્રકારની છે. ઉપનિષદમાં આત્મા વિષે કહ્યું છે,
अजो नित्यः शाश्वतोऽपुराणो।
न हन्यते हन्यमाने शरीरे॥ શ્રી ભગવદ્ ગીતામાં કહ્યું છે કે
नैनं छिदन्ति शस्त्राणि, नैनं दहति पावकः।
न चैनं कलेदयन्त्यापो न शोषयति मारुतः।। આત્માને શસ્ત્ર કાપી શકતું નથી. અગ્નિ બાળી શકતી નથી, પાણી
Page #328
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૪૪ ડૂબાડી શકતું નથી તો પવન સૂકવી શકતો નથી. તેથી સાચો ધર્માત્મા આત્માને શરીરથી ભિન્ન અજર અમર અવિનાશી માને છે. જગતનો દરેક ધર્મ આત્માનો સ્વીકાર કરે છે.
કવિ કહે છે કે ચેતનાને ચેતનને મળવાની તડપ લાગી છે. તે કહે છે કે મને તો મારા સ્વામીમાં રસ છે. તેના સિવાય કોઈ સ્થાને મારું હૃદય રમતું નથી તેથી શુદ્ધ ચેતના કહે છે,
कंतडा में कामण, लोकडामें शोक।
एक ठामे किम रहे, दूध कांजी थोक...मीठडो।।२।।
મારા પતિમાં એવું કામણ છે કે એક વખત તેની સાથે દેષ્ટિ મિલાવ્યા પછી બીજે ક્યાંય ગમતું નથી. બસ પછી તો તેમાં લીન થઈ જવાય છે ને આનંદની છાયા છવાઈ જાય છે. આ ચામડાની જીભે તેનું વર્ણન શું કરું?
પતિનાં ચરણોમાં જે આનંદ અનુભવાય છે તે અન્યત્ર નથી. દુનિયામાં જ્યાં જોઉં છું ત્યાં દરેક સ્થાને શોકની ઘેરી વાદળી ફરી વળી છે. ઇષ્ટ વિયોગે શોક અને અનિષ્ટ સંયોગે શોક છે. આવા અશુભ સંયોગ વિયોગમાં શોક મગ્ન થઈ જવાય છે, તેથી આવી દુનિયાથી દૂર રહીને મારે આત્મસ્વામીની સેવામાં તત્પર બની તેમાં જ ઐકયતા અનુભવવી છે. પણ સ્વામીની સેવા અને દુનિયાના પ્રપંચો આ બંને કાર્ય એક સાથે થઈ શકે નહીં. જેમ દૂધ અને છાશ એક સાથે રહી શકે નહિ. દૂધમાં છાશનું ટીપું પડી જાય તો દૂધ બગડી જાય. તેવી રીતે આત્મસ્વામીની સેવા કરતાંકરતાં જો દુનિયાનાં કાર્યો કરીએ તો સેવાધર્મમાં વિકૃતિ પેદા થાય. તેથી આત્મસ્વામી જ આ જગતમાં મારે માટે એક જ છે. જેમ હજારોનાં ટોળામાં પણ સ્ત્રી પોતાના પતિને ઓળખી લે છે તથા તેને જ જોયા કરે છે એ રીતે વિધવિધ સ્થાનોમાં ફરતા અને વેશ ભજવતાં ચેતનને ચેતના ઓળખી લે છે ને વારંવાર જોયા કરે છે. પણ ચેતન હજુ ચેતના સામું જોતો નથી માટે જ ચેતનાની વ્યાકુળતા વધતી જાય છે.
પ્રત્યેક આત્મવાદમાં કામણ છે. જેમ કોઈ સ્ત્રીએ પતિ પર કામણ કર્યું ન હોય તેવી રીતે ચેતના પણ કહે છે કે ચેતન પતિમાં કામણ છે. તેથી મને તેના પર અત્યંત રાગભાવ વર્તે છે. શુદ્ધ ચેતના તેની સ્વયંની દશા
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૪૫
અનુભવ રસ વ્યક્ત કરતાં કહે છે,
कंत विण चो गति, आणु मानुं फोक। उघराणी सिरड किरड, नाणुं खरं रोक...मीठडो।। ३।
પતિવ્રતા સ્ત્રી પતિની ગેરહાજરીમાં ગમે ત્યાં ગમનાગમન કરે તે યોગ્ય ન ગણાય. પતિ ઉઘરાણી પાથરીને ગયો હોય તો વિધવા સ્ત્રી ઉઘરાણી પતાવી શકતી નથી. કારણ કે કોઈ પૈસા આપતું નથી. ફોગટ ધક્કા ખવરાવે અને ઉઘરાણી સૂઈ જાય. તેનાં કરતાં કવિ કહે છે કે “ના રવજું રો” રોકડું નાણું સારું. જ્યારે જરૂર પડે ત્યારે વાપરી તો શકાય. તેમ ચેતના કહે છે કે આત્મસ્વામીની જ્યાં સુધી પ્રપ્તિ ન થાય ત્યાં સુધી ચારે ય ગતિમાં ધકકા ખાવાના છે. પર દ્રવ્ય પાસે સુખની આકાંક્ષા ખોટી છે. હે દેવ! મને મારી મૂડી મળી જાય પછી ક્યાંય ઉઘરાણી કરવાની જરૂર નથી.
ધર્મની મોટી-મોટી વાતો કરવાથી આત્મધનની પ્રાપ્તિ થતી નથી. એ તો કથની કથે સહુ કોઈ, રહેણી અતિ દુર્લભ હોય.
જબ રહેણીકા ઘર પાવે, તબ કથની લેખે આવે.
ધર્મકથની કરનારા આ દુનિયામાં ઘણાં છે. પણ કથની અનુસાર કરણી કરનારા મળવા દુર્લભ છે. મોક્ષની, શુદ્ધાત્માની, શુદ્ધભાવની તથા શુભાશુભભાવ કર્મ બંધરૂપ છે. તે ભાવ હેય છે. તેવું કહેનારા ઘણાં છે પણ શુદ્ધાત્માને પામનારા, શુદ્ધભાવમાં સ્થિર થનારા તથા અશુભભાવને છોડનારા વિરલાત્મા કોઈક જ હોય છે. જો કથન-કરણી એક ન હોય તો તે પોપટિયું જ્ઞાન કહી શકાય. દવાની વાતો કરવા માત્રથી દેહનું દર્દ ચાલ્યું જતું નથી પણ દવાનું સેવન કરવાથી દર્દ દૂર થાય છે. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ કહે છે,
કહણી તો જગત મજૂરી, રહણી હે બાંધી હજુરી, કહણી સાકર સમ મીઠી, રહણી અતિ લાગે અનિઠી..
કથની કરવી એ તો દુનિયાની મજૂરી સમાન છે. તે સાકર જેવી મીઠી તો લાગે છે પણ કહેવા પ્રમાણે કરવું તે અતિ કઠિન છે.
શુષ્કજ્ઞાની બની, વાતો કરી, જન સમુદાયને મનોરંજન કરાવી શકાય, પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ પ્રબળ પુરુષાર્થ વિના શક્ય નથી. તેના
Page #330
--------------------------------------------------------------------------
________________
અનુભવ ૨સ
૨૪૬
માટે સ્વાધ્યાય, ધ્યાન, ચિંતન, મનન અતિ જરૂરી છે અને એ જ રોકડું નાણું છે અને વિષયસુખની ભોગેચ્છા તે ઉઘરાણી છે. આત્માનાં સહજ સુખને પ્રાપ્ત કરવા જ્ઞાનધ્યાનમાં રમણતા કરવી એ રોકડો ધર્મ છે. આત્મા જ સર્વ સંસારનું મૂળ છે તો મોક્ષનો માલિક પણ આત્મા જ છે. ધર્મવિહોણો આત્મા ચારેય ગતિમાં પરિભ્રમણ કરે છે. ચાર્વાકો તો આત્મા જેવી વસ્તુને માનતા જ નથી. ત્યારે કોઈ ઈશ્વરવાદીઓ એમ પણ કહે છે કે આપણું ધાર્યું કાંઈ થતું નથી, ધણીએ ધાર્યું હશે તેમ થશે. હજા૨ હાથવાળો જેમ રાખશે તેમ રહેશું એટલે હજાર હાથવાળા આગળ લાગવગ લગાડી ભૌતિક સુખની તથા મોક્ષની ઉઘરાણી કરી યાચના કરે છે ને કહે છે, એ અર્થી હું અર્થ સમર્પક, એમ મત કરજો હાંસું.
પ્રગટ ન હતું તુમને પણ પહેલા, એ હાસાનું પાસું... પ્યારા
ભક્ત ભગવાન પાસે યાચના કરે છે પણ આ રીતે ઉઘરાણી કરવી તે ઘણી કપરી છે. વળી ઉઘરાણી શેની થાય ? આપણે જો તેને કાંઈ આપ્યું હોય તો તેની ઉઘરાણી થાય. આપણે ઈશ્વરને કાંઈ આપતા નથી ને ઉઘરાણી કરવી છે. આ અસત્ વ્યવહાર છે. વળી તે દેવા માટે બંધાયેલ નથી. આપવું કે ન આપવું એ તો તેની મરજીની વાત છે. જે તારી પોતાની ચીજ છે તેના પર જ તારો હકક છે તે તને તારી પાસેથી જ મળશે. પોતાની વસ્તુનો ઈચ્છીએ ત્યારે ઉપયોગ કરી શકીએ. તેમ આત્મધન આપણું છે. તેના પર આપણો પૂર્ણ અધિકાર છે. તે ધનને પ્રગટ કરવાનું છે. સત્ પુરષાર્થ દ્વારા તેની પ્રાપ્તિ સહજ થાય છે. કર્મનો વિલય થતાં સચ્ચિદાનંદ પ્રગટ થશે. પણ જે પાસે જ છે તેની ઓળખાણ પણ નથી. ચેતનનાં અનંતજ્ઞાન, દર્શન, ચારિત્રાદિ સ્વરૂપ ધન પડયું જ છે તેને પ્રાપ્ત કરી આનંદ લૂંટવાનો છે.
કવિશ્રી ચોથી કડીમાં કહે છે,
कंत विण मती माहरी अवाहडानी बोक,
ધોળ છું આનંવધન, અવર ને ટોળ...મીવડો... ||૪||
ચેતના કહે છે કે હે સખી ! પતિ વિના મારી બુદ્ધિ તો સાવ બહેર મારી ગઈ છે. જાણે કે મતિ કાંઈ કામ કરતી જ નથી. મારું મગજ ખાલી ખાલી લાગે છે. બુદ્ધિ તો જાણે હવાડાનો ખાળિયો જોઈ લ્યો. નાના
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૪૭
અનુભવ રસ ગામોમાં ઢોરને પાણી પાવા માટે હુવાડા બનાવવામાં આવે છે અને તે હવાડામાં પાણી આવવા જવા માટે એક ખાળિયો હોય છે. હવાડામાં કૂવાનું પાણી ભરવામાં આવે છે અને ક્યારેક હવાડામાં પાણી ખૂટી જાય પણ ખાળિયામાં થોડું પાણી રહી જાય છે તેમ મારી બુદ્ધિ પણ ટૂંકી થઈ ગઈ છે. બોકનો એક અર્થ ચામડાની બોખ થાય છે જેના વડે કૂવામાંથી પાણી કાઢવામાં આવે છે.
આત્મસ્વરૂપની જેનાથી પ્રાપ્તિ થાય એવા અનુભવજ્ઞાન વિનાની મતિ તે હવાડાની બોક સમાન જ છે. આત્માનું પ્રત્યક્ષ દર્શન થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. જે જ્ઞાનમાં લોકાલોકનું સ્વરૂપ એક સમય માત્રમાં ભાસે છે. બધાં દ્રવ્યો તથા તેની પર્યાયો એક સમય માત્રમાં કેવળજ્ઞાનમાં પ્રતિભાસે છે. ક્ષાયિકજ્ઞાન તે કેવળજ્ઞાન, બીજા ચાર જ્ઞાન ક્ષયોપશમભાવી છે. જે બુદ્ધિમાં આત્મજ્ઞાન આવ્યું નથી તે બુદ્ધિ હવાડાની બોક જેવી છે. શ્રુતરૂપ બુદ્ધિનો પાર આવતો નથી. શાસ્ત્રમાં જેટલું જ્ઞાન છે તેટલું જ્ઞાન જેને હોય તેને શ્રુતકેવળી કહેવાય છે. કેવળજ્ઞાની જેટલું જ તેનું જ્ઞાન હોય પણ શ્રુતના આધારે છે. ક્ષયોપશમભાવી જ્ઞાન છે. શ્રુતજ્ઞાન સાધન છે તો કેવળજ્ઞાન સાધ્ય છે. આવું શ્રુતજ્ઞાન જ્યારે અનુભવયુક્ત હોય છે ત્યારે અનંતજ્ઞાન સાગર કહેવાય છે. જેમ પાતાળ કૂવાનું પાણી ખૂટતું નથી તેમ આ જ્ઞાનનો પાર આવતો નથી. આ જ્ઞાન દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતું રહે છે. કહ્યું છે,
नादंसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरण गुणा। अगुणिस्स नत्थि मोकखो, नत्थि अमोकखस्स निव्वाणं।।
સમ્યગ્દર્શન વિના નવપૂર્વનું જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય છે. દર્શન વિના જ્ઞાન નહિ અને જ્ઞાન વિના ચારિત્ર ન હોય ને ચારિત્ર વિના મોક્ષ નથી. તેથી સત્યાનુભૂતિરૂપ શ્રદ્ધા પ્રગટ કરવા ચેતના તેની સખીને કહે છે કે મને મારા સ્વામી વિના ક્યાંય ચેન પડતું નથી. મારી મતિ મૂંઝાઈ ગઈ છે. પતિ વિના બધું મને અહિતકર, દુઃખકર તથા ઉપાધિરૂપ લાગે છે, માટે બધાને છોડી એક આત્મામાં રમણ કરવા ઈચ્છા રહે છે. તેમાં જ મારું હિત તેમજ શ્રેય છે. તેમાં જ મારો અનંત સુખ-સાગર લહેરાતો અનુભવાય છે. એટલે એને જ પોકાર કરી-કરીને કહું છું કે હે નાથ! મારા મંદિરે પધારો.
Page #332
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૪૮ મારી હૃદયગુફામાં પધારો.
કવિએ આ પદમાં તો ગાગરમાં સાગર સમાવી દીધો છે. બિન્દુમાં સિન્હ ભરી દીધો છે. દરેક દર્શનનું મૂળ આ પદમાં જણાય છે. આ પદ આત્મતત્ત્વ પામવા પ્રબળ પ્રેરણારૂપ છે. આત્મા એવો કામણગારો છે કે બધાં ધર્મ તથા દર્શનોની દૃષ્ટિ તેના ઉપર છે. દરેક વ્યકિત આત્માને પામવા જુદા-જુદા માર્ગોનો આશ્રય લે, પણ દરેકનું લક્ષ્ય એક છે. સત્યમાર્ગના આશ્રય વિના જીવ કાંઈ મેળવી શકતો નથી પણ અનંત સંસાર પરિભ્રમણ વધે છે.
આ પદમાં કવિશ્રી આનંદઘનજીએ વાસ્તવિક જગતનાં વહેવારુ દૃષ્ટાંતો આપીને ચેતનાની પોતાના સ્વામી, ચેતનને પ્રાપ્ત કરવાની લગની તત્ત્વદર્શનયુક્ત કવિત્વમય શૈલીએ રજૂ કરી છે. જેની અસર ભાવકના ચિત્ર ઉપર સચોટ થાય છે.
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૪૯
અનુભવ ૨સ .
પદ-૪૧
પયા વિન શુદ્ધ યુદ્ધ મનિ કો” મોક્ષમાર્ગના સત્યસાધક જ્ઞાનયોગી શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં ચેતનચેતનાની વર્તમાનદશાનું આલેખન કર્યું છે. તેઓશ્રીએ આર્ય સન્નારીના ધર્મનો ઉપદેશ આપી અધ્યાત્મમાર્ગ દર્શાવ્યો છે. જેમ મા પોતાના બાળકને ફોસલાવી રમાડતાં-રમાડતાં જમાડે છે તથા રસિકવાર્તાઓ દ્વારા બીજારોપણ કરી સંસ્કારનું સિંચન કરે છે.
કવિશ્રી આનંદઘનજી ચેતનના સ્વભાવની ચર્ચા કરતા જાય છે ને વર્તમાનમાં ચેતના કેવા-કેવાં દુઃખો ભોગવે છે તે વ્યાવહારિક દૃષ્ટાંતો દ્વારા સમજાવે છે.
“વેરાવલ અથવા મારુ રાગ' માં આ પદની શરૂઆત કરતા કવિ કહે છે,
पीया बिन सुध्ध बुध्ध भूलि हो, आंख लगाई दुःख महेल के --- .. .
નક્ષે ની દો..વીયા..is શુદ્ધ ચેતના, સખી શ્રદ્ધાને કહે છે કે હે શ્રદ્ધા! આ જગતમાં પતિ વિના સ્ત્રીની કેવી દશા થાય છે તે તું ક્યાં નથી જાણતી? સ્ત્રીને મન પતિ પરમેશ્વર છે. તેનાં જીવનના તે શ્વાસ અને પ્રાણ છે. આવા મારા નાથ
જ્યારે મને મૂકીને બહાર રખડતા થઈ જાય ત્યારે મારા હૃદયની શી દશા હોય તેનો તું જ વિચાર કર. મારા નાથ વિના હું આજે ભાનસાન ભૂલી ગઈ છું. મને મારો પણ ખ્યાલ રહેતો નથી. હું શ્વાસ લઉં છું કે નહીં તેનું પણ મને ભાન નથી. નળરાજા દમયંતીને ભયંકર અટવીમાં એકલી મૂકીને ચાલ્યા જાય છે પણ દમયંતી જેવી જાગૃત થાય છે ને પતિ નજરે ન પડતાં પતિવિરહે બેબાકળી બની ઓ નળ ઓ નળની બૂમો લગાવે છે, ને ચારે બાજુ ખુલ્લે પગે દોડધામ કરે છે. ખુલ્લાં પગમાં કાંટાને કાંકરા વાગે છે. પગમાંથી લોહીની ધાર વહે છે તો પણ તેને ભાન નથી કે પોતાનાં પગમાં શું થઈ રહ્યું છે. રડે છે! આજંદ કરે છે! મૂચ્છ આવે છે તે બેભાન બની
Page #334
--------------------------------------------------------------------------
________________
અનુભવ ૨સ
૨૫૦
પડી જાય છે. આવી રીતે એક સતી દમયંતીની સ્થિતિ થઈ તો ચેતનાની દશા કેવી હશે ? ચેતના કહે છે કે ચેતનના વિરહે હું દુઃખ મહેલના ઝરૂખે બેઠી–બેઠી રાહ જોઉં છું. જ્ઞાન, ભક્તિ, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે અનેક રસ્તાઓ છે, તે ક્યાંથી આવશે એ જ હું જોઈ રહી છું. તેના વિયોગમાં મેં મારી શુદ્ધિ ખોઈ નાંખી છે. કૃષ્ણ વ્રજભૂમિ છોડી જ્યારે મથુરા ચાલ્યા જાય છે ત્યારે પાછળથી ગોપીઓની જે દશા થાય છે તેવી દશા ચેતના, ચેતન વિયોગે ભોગવી રહી છે.
વિરહવ્યથાથી પીડિત ગોપીઓની દશા દયનીય છે. ચેતના પણ પોતાની સખીઓને ચેતનના વિયોગની વાતો કરે છે. ગોપીઓ કૃષ્ણ પાછળ કેટલી ઘેલી હતી ! ગોરસ વેચવા નીકળેલી કૃષ્ણઘેલી ગોપી કોઈ ગોરસ લ્યો, કોઈ ગોરસ લ્યો... ગોરસ લ્યો એમ બોલવાને બદલે કોઈ માધવ લ્યો, માધવ લ્યો એમ બોલવા લાગે છે. ચેતના પણ ચેતનની જ રાહ જોતી બેઠી છે. જુઓ વિયોગીની મીરાંના શબ્દો....
ધાન ન ભાવૈં, નીંદ ન આવે, વિરહ સતાવે સોય, ઘાયલ સી ઘૂમત ફિરૂં રે, મેરો દરદ ન જાણે કોય, પંથ નિહારૂં ડગર બહારૂં, ઊભી મારગ જોય, મીરાં કે પ્રભુ કબરે મિલોગે, તુમ મિલિયા સુખ હોય... ચેતને અનાદિના અજ્ઞાનને લીધે આત્મ સ્વરૂપને સમજવાની શક્તિ ગુમાવી દીધી છે.
ચેતના ! શ્રદ્ઘા સાહેલીને કહે છે કે અશુદ્ધ ઉપયોગી એવા ચેતનામને મળવું કે નહિ ? તે પણ હું ભૂલી ગઈ છું. શુદ્ધોપયોગી આત્માના વિયોગે અને અશુદ્ધોપયોગી આત્માના સંયોગે હું તો સુબુદ્ધિ મટી, કુબુદ્ધિરૂપ થઇ ગઈ છું. અશુદ્ધોપયોગી આત્માને સ્ત્રીપણે મળીને પછી તેના વિદેશગમનરૂપ વિયોગ, વિદેશગમન તે પ૨ પરિણતિમાં રમણ, તેનું ચિંતનમનન રૂપ ઝરૂખો જે આવવા-જવારૂપ છે. અશુદ્ઘ ઉપયોગમાં પ્રવર્તનરૂપ તે અશ્રુપાન. ઝુલી એટલે નાહાઈ. ૫૨ પરિણતિરમણ અને અશુદ્ધ ઉપયોગમાં પ્રવર્તનમાં જાણે હું નહાઈ હોઉં તેવું લાગે છે. સુબુદ્ધિને રોવાનું કારણ છે કે ચેતનજી પરમાં લપટાઈ ગયો છે કે જાણે સુમતિ પણ તેમાં તરબોળ થઈ ગઈ છે. સુમતિ અશુદ્ધ પરિણતિમાં ચેતન સાથે એવી તદાકાર થઈ ગઈ છે
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૫૧
અનુભવ રસ કે જાણે તેનું સ્વરૂપ પણ તેવું હોય. જેમ દર્પણમાં દેખાતો ધોધમાર વરસાદ. તે તેનું પ્રતિબિંબ છે તેમ સુમતિમાં પતિનું પ્રતિબિંબ પડે છે. વાસનાવિકારથી બૂરી હાલત ભોગવતો ચેતન દુઃખી થાય છે ત્યારે સુમતિ પણ દુઃખી દેખાય છે કારણ કે સુમતિ ચેતન સાથે તદ્રુપ છે. સુમતિ સ્વભાવે તો શુદ્ધ જ રહે છે. પણ કવિએ પતિ સાથે તેનો એકાકાર બતાવવા દુઃખ મહેલના ઝરૂખાની કલ્પના કરી છે. વાસ્તવમાં ચેતન પ૨પરિણતિમાં તરબોળ થઈ ગયો છે. જેમ કહેવાય છે કે સતી એ જ છે કે પતિને સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી, એ રીતે કવિ ચેતનાનો પણ ભાવ બતાવે છે. હવે ચેતનાની આ સ્થિતિમાં શી દશા થાય છે તે બતાવતા બીજી કડીમાં કહે છે,
हस्ती तब हुं विरानीया, देखी तन मन छीज्यो हो। સમની તવ હતી વહી, વો નેદ વળ્યો રોપાયા...સારા
જેને રામબાણ વાગ્યા હોય તે જાણે ! એ રીતે વિરહવેદના જ્યાં સુધી અનુભવી ન હોય ત્યાં સુધી શું ખબર પડે કે વિયોગિનીની દશા કેવી હોય છે. સૌભાગ્યવતી સ્ત્રી વિધવાની વેદના શું જાણે? વંધ્યા પ્રસૂતિની વેદના શું જાણે! તે તો એના પર હસે કારણ કે તેને અનુભવ નથી. તેમ ચેતના કહે છે કે વિયોગીની સ્ત્રીઓને જોઈ હસતી હતી પણ હવે મને સમજાય છે કે તે લોકો શામાટે રડતા હશે. ચેતન અજ્ઞાનથી એવો ઘેરાઈ ગયો છે કે તેને પોતાના માણસોની સંભાળ લેવાનું પણ સૂઝતું નથી. તેથી વિરહવેદનાએ હું સીઝી રહી છું પણ હવે મને સમજાયું છે કે ચેતના મિલનથી આનંદની રેલમછેલ થશે. શુદ્ધચેતના પ્રેમના યોગે આ પ્રમાણે કહે છે. ચેતનાએ પોતાના સ્વામીનું સ્વરૂપ ઓળખ્યું ત્યારે તેને શુદ્ધાત્મા પતિ પર પ્રેમ પ્રગટ થયો, પરંતુ પરોક્ષ દશામાં સાક્ષાત્ આત્મસ્વામી દેખાતો નથી. તેથી સ્મૃતિરૂપ ઝરૂખામાં બેસીને આત્માને સાક્ષાત્ જોવા માટે રાહ જોતી બેઠી છે. ચેતના એટલા બધા સ્થિર ઉપયોગમાં રહીને દેખે છે કે તેને તેથી થાક લાગે છે. સાક્ષાત્ આત્માને દેખવાના અભાવરૂપ વિયોગથી ચેતના ઝૂર્યા કરે છે.
મહારાજ બિંબિસારની પત્ની ચલણાને બિંબિસારની છબી જોઈ પ્રેમ જાગ્યો. પ્રત્યક્ષ મિલન થયું ન હોવા છતાં પ્રેમ કટારી લાગી અને ઘાયલ થઈ ગઈ. શ્રેણિકને મેળવવા ચેડારાજાથી છાનું પોતાના મહેલથી
Page #336
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૫૨ રાજગૃહી સુધીનું ભોયરું કરાવ્યું અને ભોયરામાંથી શ્રેણિક સાથે ભાગી ગઈ પણ પરોક્ષ પ્રેમ પ્રગટે તો પણ વિરહની અત્યંત પીડાની અનુભૂતિ થાય છે.
, પ્રેમીને પોતાના પ્રેમનું પોષણ ન થતાં તેનાથી દુઃખને કારણે કઠોર શબ્દપ્રયોગ સહજમાં થઈ જાય છે. ટબાકાર આનો અર્થ બીજી રીતે કરે છે. તેઓ કહે છે કે કુબુદ્ધિરૂપી સ્ત્રી માયા, ચેતન જ્યારે તૃષ્ણા પાસે હોય ત્યારે માયા ઝૂરે છે અને ચેતન જ્યારે મમતા પાસે હોય ત્યારે તૃષ્ણા ઝુરે છે. આ સ્ત્રીઓની આવી દશા જોઈ ચેતના તેના પર હસતી હતી પણ હવે તેને સ્વયંને અનુભવ થાય છે, તેથી કહે છે કે પતિ વિરહે મારું શરીર સાવ સુકાઈ ગયું છે. કારણકે આ દશામાં ખાવું, પીવું, આરામ તો હરામ થઈ ગયા છે. ઊંઘ તો જાણે રીસાઈ ગઈ છે. આ માનસિક દશાની અસર શરીર પણ થાય છે. હું તો પ્રેમ કરીને પસ્તાણી છું પણ આ બોલવામાં ચેતનાનો ભારોભાર પ્રેમ ટપકે છે, હવે કવિશ્રી ત્રીજી કડીમાં કહે છે,
प्रीतम प्रानपति बिना, पिया कैसे जीवे होय ? પ્રાન પવન વિરદા શા મુર્યને પીવે દોયા. રૂા.
સ્ત્રીઓનો આધાર હંમેશાં પુરુષ ગણાય છે. તે નાની હોય ત્યારે માબાપનો આધાર, કદાચ બાપ મૃત્યુ પામે તો નાના મોટાભાઈનો આધાર, સાસરે જાય તો પતિનો આધાર અને પતિ મૃત્યુ પામે તો દીકરાનો આધાર. આ રીતે નારીના જીવનમાં નરનું સ્થાન મુખ્ય છે. પરણિત સ્ત્રી માટે પતિ સર્વસ્વ છે. તે જ તેના પ્રાણનો આધાર છે. જેમ પ્રાણ વિના શરીર હાડપિંજર છે તેમ ચેતના કહે છે કે હે ચેતન ! તારી સાથે પ્રેમ કર્યા પછી હવે મને આખું જગત શૂન્ય ભાસે છે. એની સાથે સરખાવો કૃષ્ણ ભક્ત મીરાંની પંકિતઓઃ “ચરણ બિના કછુ વૈ નહિ ભાવૈ, જગ માયા સબ સપનન કી... મોહી.” કોઈ સ્થાને ચિત્ત ચોટતું નથી. આ જગતની માયા, સ્વપ્ન જેવી લાગે છે અને આપ મારી સામું પણ જોતા નથી. હે નાથ! આપ મંદિરે પધારો તો મારે મન આખું જગત મારે ત્યાં વસી ગયું લાગે છે. સ્વર્ગના તો શું અપવર્ગના શાશ્વત સુખ પણ આપના સંયોગે જ પ્રાપ્ત થશે. ચેતના પોતાની જાગૃતિ ગુમાવી દે છે. એટલે કે શુદ્ધચેતના પ્રગટ થતી નથી. અશુદ્ધોપયોગી આત્માનું જીવન નિરર્થક થઈ જાય છે.
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૫૩
અનુભવ રસ સંસારમાં રખડાવનારું બની જાય છે. ચેતન જ્યારે મિથ્યાજ્ઞાનમાં ઓતપ્રોત થઈ જાય છે ત્યારે તેનાં ભાવપ્રાણ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય ખવાતા જાય છે. કારણકે ચેતના આ પ્રાણને આધારે ટકી છે. જો પ્રાણ જ ન રહે તો જીવન કોના આધારે ટકે?ચેતનની ચૈતન્યશક્તિ એ જ ચેતના છે. ચૈતન્યપ્રાણને ધારણ કરીને આત્મા જીવે છે એટલે તેનું જીવન ચૈતન્યથી ભરપૂર છે ને જડપણું તેનામાં જરાય નથી. જડતાના અભાવરૂપ એટલે અજડત્વસ્વરૂપ એવી ચૈતન્યશક્તિ આત્મામાં છે. ચૈતન્યશક્તિ એટલે ચેતના તેને કહેવાય કે જે પોતાને ચેતે-જાણે. ચેતનના પ્રાણ તે ચેતનાના પ્રાણ છે. દશ યતિધર્મને દશ પ્રાણ સમજવા. દશયતિધર્મનો તિરોભાવ છઠ્ઠા ગુણસ્થાનકે થાય છે. ત્યારે ચેતન ચેતનાનું મધુર મિલન ચોથા ગુણસ્થાનકે થતાં તેનામાં પ્રાણસંચાર થયો હોય તેવું લાગે છે. વળી દ્રવ્યપ્રાણ અને ચેતનાને પારમાર્થિક દૃષ્ટિએ કાંઈ લાગે વળગે નહીં પણ પ્રાણ તો પ્રાણ જ છે. ધર્મ અને પ્રાણ જુદા છે. તેથી ભાવપ્રાણમાં જ્ઞાન, દર્શન સુખ અને વીર્ય ગણાય છે, પણ ચેતનાની શ્રદ્ધામાં તથા જ્ઞાનમાં મલિનતા આવતા ભાવપ્રાણ ખવાઈ રહ્યા છે અથવા પી રહી છે. ભાવપ્રાણને નુકશાન થતાં શુદ્ધચેતનાનું જીવન સત્ત્વ સુકાઈ જાય છે. સાથે તે અતિ અવ્યક્ત થતી જાય છે. તેમજ પ્રાણ ટકવાની અશક્તિને કારણે સુધ બુધ ખોઈ બેસે છે પછી તેની દશા કેવી છે તે ચોથી કડીમાં બતાવતા કહે છે,
शीतल पंखा कुमकुमा-, चंदन कहा लावे हो? નન ન વિરદાનન ય હૈ, તા તાપ ઉતાવે દો..યા...૪
શુદ્ધચેતના તેની સખીઓને કહે છે કે હે સખીઓ! તમે મારો વિરહાગ્નિ શાંત કરવા ઘણા-ઘણા ઉપચાર કરો છો. તમે આ શરીર પર શીતલ પદાર્થોનો લેપ કરો છો. ચંદન, કપૂર વગેરે લગાવો છો. પંખો નાંખો છો. તે સિવાય અનેક પ્રયત્નો કરો છો પણ મારે માટે તે બધું નિરર્થક છે. તે શીતળ પદાર્થો મારી વિરહાગ્નિમાં વધારો કરે છે કારણ કે આ કોઈ બાહ્ય અગ્નિ નથી. બાહ્ય અનિ બાહ્ય ઉપચારથી શાંત થાય ત્યારે આ તો અંતરંગ અગ્નિ છે. વિરહીજનો માટે આવા ઉપચાર અગ્નિમાં ઘી નું કામ કરે છે. તેનો કામાગ્નિ વધારે ઉદ્દીપ્ત થઈ જાય છે. માનવમન જે
Page #338
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૫૪ સ્થિતિમાં હોય તે પ્રમાણે તેને પ્રકૃતિ લાગે છે. વિરહી માનવને સૂર્ય તો બાળે છે પણ ચંદ્રની ચાંદની પણ અગ્નિ વરસાવતી લાગે છે. ચેતનાને પણ આ બધું દુઃખની વૃદ્ધિ કરનાર લાગે છે માટે તેના આ બધા ઉપચારો નકામા લાગે છે. ચેતન શાંતિ માટે વારંવાર બાહ્ય ઉપચાર તો કરે છે પણ શુદ્ધ ચેતનાને તેથી વધારે દુઃખરૂપ લાગે છે. વિરહાગ્નિ શાંત કરવાનું ઉત્તમ ઔષધ છે સંયમ. મહાવ્રતાદિનું પાલન તથા દશયતિ ધર્મ આ અંતરંગ કાર્યોથી અગ્નિ શાંત થાય છે.
શ્રી આનંદઘનજી મહારાજે કેટલીક જગ્યાએ વ્યવહારને લક્ષ્યમાં રાખી નિશ્ચયને પોષણ આપ્યું છે. એમ જે કહેવામાં આવ્યું છે તેનો આ નમૂનો છે. બાહ્ય ઉપચાર, ચેતનાની વ્યાધિને વધારનાર છે તેમ કહેવામાં બહુધા તાત્ત્વિક અપેક્ષા ધ્યાનમાં રાખવામાં આવી છે. સખીઓએ ચેતનાના પ્રાણ જતા જાણીને તેનો વિરહાનલ બુઝાવવાને શીતલોપચાર કરવા માંડયા એટલે અનાદિ મિથ્યાત્વી જીવ યથાપ્રવૃત્તિકરણે આવ્યો અને કદાચ તે ઉપચાર ચાલુ રાખે તો તે અપૂર્વકરણે પણ આવે. આવા બાહ્ય ઉપચાર કરતી સખીને ચેતના કહે છે કે હે ભોળી સખી! તું ચંદન, બરાસનું વિલેપન શા માટે કરે છે? એ તો બાહ્ય અગ્નિના ઈલાજ છે. જ્યાં સુધી સમય સ્વરૂપી આત્માનું મિલન નહીં થાય ત્યાં સુધી આ સાધનો બંધનરૂપ અને પીડાકારક બને છે. ટબાકારે બાહ્ય ઉપચારને યથાપ્રવૃત્તિકરણ સુધી કહ્યાં છે અને ચેતનજીનો મેળાપ સમ્યકત્વ પ્રાતિથી થાય છે. તેઓએ વિરહકાળ અપૂર્વકરણ સુધી ગણ્યો છે. એટલે ચેતના અનંતથી પતિ વિયોગે ઝૂરી રહી છે. આ દિશામાં તેનો આધ્યાત્મિક ભૂમિકાનો પ્રારંભ થાય છે. તે કવિ આ પદની પાંચમી કડીમાં વર્ણવે છે. फागुण चाचर एक निसा, होरी सीरगानी हो। રે મન નવ નિ નરે, તને વાર ઉડાની દો.. યા...જાફા
દરેક માનવ કોઈને કોઈ કારણથી તહેવાર મનાવે છે. તેમાં કોઈ ધાર્મિક દૃષ્ટિએ હોય છે તો વળી કોઈ સામાજિક દૃષ્ટિએ હોય છે. કોઈ વખત કોઈ સત્ય ઘટનાને આધારે પર્વોનું આયોજન થાય છે. ફાગણ માસમાં લોકો હોળીથી રમે છે અને પછી હોળી સળગાવે છે. બીજે દિવસે ધૂળી પડવાને દિવસે સળગાવેલી હોળીની રાખ ઉડાડવામાં આવે છે. તેવી
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૫૫
અનુભવ રસ રીતે ચેતના કહે છે કે હે હોળી રમનારા માનવ બંધુઓ! તમે તો એક જ રાત હોળી સળગાવો છો પણ મારા શરીરમાં તો અનાદિકાળની હોળી સળગી રહી છે. મારો વિરહદાહ બૂઝવનાર કોઈ નથી. મારા ચેતન પ્રભુના મિલન વિના આ હૈયાની હોળી શાંત થશે નહીં. બીજે દિવસે તો તેની રાખ ઉડાવી દો છો તેમ મારા અંતરપ્રદેશમાં લાગેલી હોળીથી તો મારા શરીરની યે રાખ થઈ રહી છે.
હોળી ખેલનારા લોકો તો એક રાત હોળી ખેલે છે પણ ચેતનાને તો દીર્ઘકાળથી આ હોળી સળગી રહી છે અને તેને લીધે શુદ્ધ ચિંતનરૂપ શરીર પણ બળી રહ્યું છે. તેની રાખ પણ રહી નહીં તે પણ હવામાં ઊડી ગઈ.
કવિ આ પદની છઠ્ઠી કડીમાં કહે છે, समता महेल बिराज है, वाणी रस रेजा हो। વતિ નો આનંર્વધન પ્રમુ, જેણે નિકુર ન જેના દો.પીયા..દા.
શુદ્ધચેતના કહે છે કે હે પ્રભુ! માયા-મમતાના સંગમાં રહી રસપૂર્વક વિષયભોગી વાતો કરો છો તેનાં બદલે હવે સુમતિના મંદિરે પધારો અને તમારા જ્ઞાનમાં પ્રત્યક્ષ દેખાતાં નરક, નિગોદ, દેવલોક વગેરેની વાતોનો વાણીપ્રવાહ વહેવડાવો અને શુદ્ધ સ્વરૂપની વાતોમાં સહુ કોઈને તરબોળ કરો. જ્યારે હું આપની આ પ્રકારની ઉચ્ચ વાતો સાંભળીશ ત્યારે તમારા હું ઓવારણાં લઈશ. અત્યારે એવા વિચાર માત્રથી મારા દિલમાં એટલો બધો આનંદ થાય છે કે જાણે ભવિષ્યની વાતોએ વર્તમાનરૂપ ધારણ કરી લીધું. મને લાગે છે કે જાણે મારા ચેતનરામ મારા મંદિરે પધાર્યા છે. હું ઓવારણાં લઈ મીઠો ઠપકો આપું છું અને કહું છું કે તમે આજ સુધી મારી જે દશા કરી છે તેવી દશા હવે પછી કોઈ દિવસ કરતાં નહીં તથા આપની આ અનુપ્રિયાને વેગળી પણ કરશો નહીં. આપ સમતા મંદિરે પધારો કે જેથી મારો વિરહકાળ ભાગી જાય.
ચેતન કહે છે કે હે સુમતિ, સમતા ને શુદ્ધચેતના અમે તારા મંદિરે જરૂર આવશું કારણ કે હું ભવ્ય છું અને મોક્ષનો કામી છું પણ હજુ મારું આત્મવીર્ય ફુરણા પામ્યું નથી. તેથી અહીં રખડ્યા કરું છું. હવે આ રખડપટ્ટીનો જરૂર અંત આવશે. હું તારા મંદિરે આવીશ અને સ્થિરતા પકડીશ પછી કેવળજ્ઞાનનો ભાસ્કર ઉદય પામશે. જેમાં જગતની સર્વ
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૫s
અનુભવ રસ દ્રવ્યની ત્રિકાલવર્તી પર્યાય જણાશે. પછી તો તે સ્વરૂપની નય-નિક્ષેપ દ્વારા કહેવાની તથા શુદ્ધ સ્વરૂપની વાતો કરવામાં અનેરો આનંદ આવશે. તારી વિરહ વેદના ભાગી જશે. અત્યાર સુધી જે દુઃખ સહન કર્યું છે તેનો બદલો વળી જશે. ત્યારે સુમતિ કહે છે શુદ્ધદશામાં અપૂર્વઆનંદ આપનારા હે પ્રભુ! હું આપના ઓવારણાં લઉં છું. આપની એવી સ્થિતિ આવતા મારા તન-મનનાં તાપ દૂર થશે. આપની આટલી વાત સાંભળવા માત્રથી મને હર્ષ થાય છે તો પધાર્યા પછી તો કેટલો આનંદ થશે? પણ નાથ! ખાસ વાત એ કરવાની છે કે પાછા કઠોર બની જતાં નહીં, નિર્દય દિલના ના થઈ જતાં આ રીતે સુમતિ દ્વારા ચેતના, ચેતનને વિનંતી કરી રહી છે. ટબાકાર કહે છે કે હે શ્રદ્ધ! મતિના મહેલમાં શુદ્ધ આત્મદેવ બિરાજે છે ત્યારે હું કુમતિની સુમતિ થઈ ગઈ છું. અત્યાર સુધી ચાર ગતિરૂપ મહેલ હતો તેને બદલે હવે મોક્ષ મહેલ થઈ ગયો છે. શુદ્ધ સ્યાદ્વાદસ્વરૂપચારિત્ર દ્વાર પ્રવેશે મુગતિ મહેલમાં સહેલ કરીશ જ્યાં અરિહંત ભગવાનની વાણી રસનાં તરંગો ઊઠે છે. એવા આનંદઘન પ્રભુ! હું તમારી આ વાત સાંભળીને તમારા પર બલી–બલી જાઉં છું અર્થાત્ ઓવારણાં લઉ છું. અત્યાર સુધી અશુદ્ધ ઉપયોગની ઘણી-ઘણી વાતો અને વર્ણન કર્યા હવે તેવી વાતો ના કરશો.
શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં વ્યાવહારિક વાતોમાં આધ્યાત્મિકભાવોનો પ્રાણ પૂરી, સામાન્ય બુદ્ધિવાળા વાચકવર્ગના મગજમાં ઊતારી બધાને ભાવવિભોર બનાવી દીધાં છે. ચેતના ઘણી વ્યાકુળ હતી પણ ચેતનના થોડા આશ્વાસનથી ચેતના આવ્યાસિત થઈ ગઈ. હવે તન-મનમાં શાંતિ થઈ તેથી તે કહે છે કે હે નાથ ! આપ મારા મંદિરે પધારશો તેની મને ખાતરી જ છે. આ એક વખત તેના તરફ જોઈ લો પછી આપને ખ્યાલ આવી જવો જોઈએ કે આપ જ્યાં છો તે આપનું સ્થાન નથી. આપનું ચિરસ્થાયી સ્થાન સિદ્ધક્ષેત્ર છે. આટલું જાણી લો પછી આપ વહેલા કે મોડા જરૂર ત્યાં પધારો તેની મને ચિંતા નથી. ચેતનાની વાત સાંભળી આજ સુધી ચેતને મોટું ખોલ્યું નહોતું તે ખોલી નાખ્યું. ચેતનાની વાતો, તેનો મીઠો ઠપકો, તેની કઠોરવાણી, તેની ધમકી બધું જ આજ સુધી ચેતને સાંભળ્યું ત્યારે આજે ચેતના સાથે વાતો કરતાં
Page #341
--------------------------------------------------------------------------
________________
૨૫૭
અનુભવ રસ કહે છે કે હે ચેતના! હું ગમે ત્યાં ભલે હોઉં પણ આખર તો મારે ને તારે સાથે જ રહેવાનું છે ને? સાદિ-અનંતકાળ સુધી આપણો યોગ સર્જાશે. આપણે સિદ્ધક્ષેત્રમાં જઈને સહેલ કરીશું. અનંત સિદ્ધોની સાથે આત્મભાવમાં રમણ કરશું ચેતન તથા ચેતના શાશ્વત સુખ, સહજાનંદ, નિજાનંદની મસ્તીમાં મસ્ત બને છે.
આમ, કવિ આનંદઘનજીએ આ પદમાં ચેતનાના વિરહની વેદનાનું અને ચેતન સાથેના મિલનનાં આનંદનું હોળીના વ્યાવહારિક દૃષ્ટાંત દ્વારા સરસ વર્ણન કર્યું છે.
કવિ આનંદઘનજીનાં ઉત્તમ પદોમાંનું આ એક પદ છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૫૮
-
પદ-૪૨
• “વ રૂમ અમર ભયે ન મરે” સમ્મસાધનામાર્ગના સોદાગર, આત્મધર્મના ઉજાગર શ્રી આનંદઘનજી મહારાજે અધ્યાત્મતત્ત્વરસ વહેવડાવી સ્વપર ઉપકાર કર્યો છે. ચેતના તથા ચેતનના અર્થ ગંભીર રહસ્યોને લાલિત્યભરી ભાષામાં વ્યક્ત કરી મુમુક્ષુ આત્માને માટે ભાથું પૂરું પાડયું છે.
' “સારંગ અથવા આશાવરી રાગમાં લખાયેલ આ પદમાં ચેતનને પોતાના સ્વરૂપનો ખ્યાલ આવે છે. સ્વશક્તિનો ખ્યાલ આવતા તે સ્વયં નિર્ભય બની કહે છે,
अब हम अमर भये न मरेंगे... अब યા છારા મિથ્યાત્વ વીયો તન, વર્ષ ર વેદ ઘો?... શા
ચેતન કહે છે કે સમજણના અભાવે મેં આ સંસારમાં અનેકવાર જન્મમરણ કર્યા. નિગોદમાં રહી એક મુહૂર્તમાં પાંસઠ હજાર પાંચસો છત્રીસ વાર જન્મમરણ કર્યા અને ત્યાર પછી ચાર ગતિમાં રખડયો પણ મારા જન્મ-મરણનો હજુ સુધી અંત ના આવ્યો. નવું શરીર ધારણ કરું ત્યારે આનંદ પામું અને છોડવાનો સમય આવે ત્યારે દુઃખ થાય. શરીરને ટકાવવા મેં તો કેટકેટલા ઉપાયો કર્યા. અરે! શરીર છોડવું પડશે? આટલા વિચાર માત્રથી કંપારી છૂટી જાય છે. પણ હવે હું નિર્ભય થઈ ગયો છું કારણ કે હવે મને સમજાયું છે કે જન્મમરણનું કારણ શું છે? “મૂળ નાશે વૃક્ષ નાશ' તેમ અનંત સંસારનું કારણ મિથ્યાત્વ છે. તેનો ખ્યાલ આવ્યો એટલે “કારણ નાશે કાર્ય નાશ' એમ જાણીને મિથ્યાત્વને મેં તજી દીધું છે. આજ સુધી પૌગલિક ભાવને હું મારો માની તેમાં જ રચ્યોપચ્યો રહેતો હતો પણ મિથ્યાત્વ જતાં પૌદ્ગલિક સુખ એ તો ધુંવાડાના બાચકા જેવું લાગે છે અને આત્મચિંતનથી હવે મને મૃત્યુનો ભય પણ રહ્યો નથી. કારણ આ શરીરને આજ સુધી હું મારું માનતો હતો પણ હવે સમજાયું છે કે તે પુગલનો પિંડ છે. જડ સ્વભાવી છે. તેથી તે પરાયું છે. આ શરીરના મોહને કારણે હું સુખી છું, દુઃખી છું, હું મરી રહ્યો છું તેવું લાગતું હતું પણ
Page #343
--------------------------------------------------------------------------
________________
૨૫૯
અનુભવ રસ હવે સમજાયું છે કે આ શરીરથી હું જુદો છું હું તો અસંખ્યાતપ્રદેશી આત્મા છે. દ્રવ્યથી તો હું નિત્ય છું. મારો એક પણ પ્રદેશ ઓછો થતો નથી તો વૃદ્ધિ પણ પામતો નથી. હું અનંતકાળથી જેવો છું તેવો જ છું અને અનંતકાળ સુધી તેવો જ રહેવાનો છું. મરણ દેહનું થાય છે મારું નહીં. કર્મને કારણે એક દેહ છોડી નવા દેહુને ધારણ કરવો પડે છે. પણ મારો કદી પણ નાશ થતો નથી. આવી અલૌકિકશક્તિ ધરાવતા મારા આત્માનો કોઈપણ સ્થિતિમાં ક્યારેય પણ નાશ થતો નથી. હું મારી રહ્યો છું એવું લાગે છે એ તો એક ભ્રાંતિ છે. હવે એ ભ્રાંતિ ભાંગી ગઈ છે. મારો આત્મા “સે ન સદ્ધ, ને વે, ન ધે, ન રસે, ન પાસે, રૂત્વેવ તિવેનિ' હું શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ સ્વરૂપ નથી. હું અરૂપી, નિત્ય છું. આત્મા માર્યો મરતો નથી. પાણીમાં ડૂબતો નથી, અગ્નિમાં બળતો નથી. વાયુથી વિંજાતો નથી, આપણી નજરે આવતો નથી તેવો અરૂપી અવિનાશી આત્મા છે. અહીં જન્મ-મરણનું કારણ મિથ્યાત્વ કહેવામાં આવ્યું છે. કવિ કહે છે કે ચેતનને તે કારણનો નાશ કર્યો છે પછી દેહ ધારણ શા માટે કરે
કવિના આ વચનનો પારંપારિક અર્થ લેવાનો છે. કારણકે મિથ્યાત્વના નાશથી જન્મમરણનો નાશ થઈ જતો નથી પણ જન્મ-મરણથી થતાં દુઃખનાં નાશ થાય છે. જન્મ-મરણનું કારણ કષાય છે. કષાયભાવ સંપૂર્ણ નાશ પામતાં જન્મમરણનો અંત આવે છે. જન્મમરણનું મૂળ મિથ્યાત્વ હોવા છતાં તેનાં સહાયક કારણો બીજા પણ ઊભાં જ છે. જેમ કુંભાર દંડ વડે ચાકડો ચલાવે છે પણ દંડ કાઢી નાખ્યા પછી પણ ચાકડો તરત જ ફરતો બંધ પડી જતો નથી પણ ધીરે-ધીરે બંધ પડે છે તેમ મિથ્યાત્વનો દંડ જવાથી સંસારચક્રનો અંત આવી જતો નથી પણ નદી ગોલ પાષાણ ન્યાયે જીવ મિથ્યાત્વમાંથી મુક્ત બની સમકિત પ્રાપ્ત કરી આગળ વધે છે. દેહ ધારણ કરવાનું એક કારણ નાશ પામ્યું પણ બીજા ક્યાં કારણો છે તે બીજી કડીમાં કવિ બતાવે છે.
राग दोस जग बंध करत है। ईनको नास करेंगे। મર્યો અનંત વાત તેં પ્રાણી, સો દમ વાત દરે;વ મ...ારા
અનંતસંસારમાં પરિભ્રમણ કરાવનાર તથા સંસારમાં આ જીવને બાંધી રાખનાર બે મહાશત્રુ છે તે રાગ અને દ્વેષ બંધનરૂપ આ બને છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
૨S૦
અનુભવ રસ
रागो य दोसोऽवि य कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयन्ति। कम्मं च जाइ मरणस्स मूलं, दुक्खं च जाइ मरणं वयन्ति।।
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આ રાગ અને દ્વેષને કર્મના બીજ કહ્યાં છે. રાગ-દ્વેષને કારણે મોહનીય કર્મનો બંધ થાય છે એટલે કે જન્મ મરણનું મૂળ કર્મ છે. આ કર્મને કારણે જીવ જન્મમરણનું દુઃખ ભોગવે છે. જ્યાં જન્મમરણ થાય અથવા આવવા-જવાનું થાય તે જગત.
અજ્ઞાનદશાને કારણે પૌદ્ગલિક વસ્તુ પ્રત્યે જીવને રાગ અને દ્વેષ થાય છે. આ કારણે જીવન મોહનીયકર્મનો બંધ કરે છે. રાગ અને દ્વેષ મોહનાં બે સંતાન છે. આ બંને મહાશત્રુઓ જીવને બારમા ગુણસ્થાનક સુધી હેરાન કરે છે. આ રાગ-દ્વેષને છોડવા સમતાભાવમાં રહેવું જેટલા અંશે રાગદ્વેષની મંદતા થશે તેટલા અંશે મિથ્યાત્વનાં મૂળિયા ઢીલાં પડી જશે. મૂળ ઢીલું પડતાં તેને ઊખેડી નાખતાં વાર ન લાગે. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે,
“રાગે પડીયા તે નર ખૂતા રે, નર ય નિગોદે મહાદુઃખ જુત્તારે”
રાગ આત્માને નરક-નિગોદની રાહે લઈ જાય છે અને અધમ સ્થિતિમાં મૂકી દે છે. ઉદાહરણથી જેમકે ભમરામાં કઠણ લાકડાંને કાપવાની શક્તિ છે પણ કમળ પ્રત્યેના રાગને કારણે કમળમાં પુરાયેલ ભમરો કોમળ કમળની પુષ્પ પાંખડી તોડી પોતાના પ્રાણ બચાવી શકતો નથી. ચમરીગાય, પારધીના સકંજામાંથી છટકવા ચાર પગે છલાંગ મારતી ભાગે છે પણ તેનું રેશમ જેવું ને ચાંદી જેવું ચમકતું પૂછડું જો ઝાડીમાં ભરાઈ જાય તો ગાય પૂંછડાનો મોહ છોડી શકતી નથી પણ શિકારીનો ભોગ બની જાય છે. માટે જ કહે છે કે રાગ અને દ્વેષ આત્માની વીતરાગ દશાના ઘાતક છે. આ બંનેનું જ્યાં સુધી સામ્રાજય હશે ત્યાં સુધી આત્મા મુક્તિ મહેલમાં મહાલી શકશે નહીં. એક અનુભવીએ કહ્યું:
રાગ-દ્વેષ ત્યા વિન, મુ િવ પ નાંદો
कोटी कोटी जप-तप करे, सबे अकारज पाई ।। માનવ મોક્ષ માટે ગમે તેટલો ત્યાગ કરે, કઠોરમાં કઠોર ચારિત્રનું પાલન કરે અથવા કરોડો વર્ષ સુધી જપ, તપ કરે પણ જો આ બંને મહાકારણ ઊભા છે એટલે કે રાગ-દ્વેષ ઊભા છે તો જે કાંઈ કર્યું છે તે ન
Page #345
--------------------------------------------------------------------------
________________
૨૬૧
અનુભવ રસ કર્યા બરાબર થશે. રાગ-દ્વેષના ત્યાગ વિના મોક્ષપદ મળી શકે નહીં. કવિ આનંદઘનજીએ અન્યપદમાં પણ કહ્યું છે,
राग ने रीसा दोय खवीसा, ओ तुम दुःखका दीसा। जब तुम उनको दूर करीसा, तब तुम शिवका इसा
आप स्वभाव में रे, अवधू सदा मगन में रहेना।। રાગ અને દ્વેષ આ બંને ચાંડાલ છે. હે આત્મા! તને એ ચાંડાલો જ દુઃખી કરે છે. એને જ્યારે દૂર કરવામાં આવશે ત્યારે તું શિવ સ્વરૂપ બની જશે. આત્માની વીતરાગ અવસ્થાને રોકનાર તથા તેને આડે આવનાર બે મોટી દીવાલો છે. તે તોડ્યા વિના સંસાર છૂટશે નહીં. સમભાવની સ્થિતિમાં આ બંને શત્રુઓ મોળા પડી જાય છે. શત્રુ-મિત્ર પ્રત્યે સમભાવની સ્થિતિ આવે જ્યારે સ્વભાવમાં સ્થિરતા આવે ત્યારે. શત્રુ-મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માનઅપમાને વર્તે તેજ સ્વભાવજો, જીવિત કે મરણે નહીં ન્યનાધિકતા, ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સમભાવ જો...
આત્મા પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વભાવને પામે પછી પૌદ્ગલિક પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષાદિ ભાવમાં મંદતા આવી જાય છે. પછી તેને સોનાનું સિંહાસન મળે કે કાંટાનો તાજ કોઈ પહેરાવે. આ બંને સ્થિતિ તેને માટે સમાન છે. જીવન પર પદાર્થ પ્રત્યે જ રાગાદિ ભાવ થાય છે. પણ સાચું સમજાય પછી પદાર્થ તેને પીડી શકતા નથી.
જ્ઞાની પુરુષોની દૃષ્ટિમાં માટીનું ઢેકું કે સુવર્ણ કે હીરા-માણેક બધું સમાન છે. બંને પુદ્ગલધર્મી છે. જ્ઞાની પુરુષોની દષ્ટિનું દર્શન કરાવતા કવિ ચેતનનાં મુખે કહેવડાવે છે કે અનંતકાળથી યમરૂપી કાળ મને મારી રહ્યો છે. પણ હવે તો અમે તે કાળનો પણ નાશ કરશું, મારા મૃત્યુનું કારણ જે કાળ છે તેનો નાશ રાગ-દ્વેષનાં નાશથી થઈ જશે. અમે તો કાળના પણ કાળ બની જઈશું.
કવિ ત્રીજી કડીમાં કહે છે, देह विनाशी हुं अविनाशी, अपनी गति पकरेंगे। નાની નાની દમ થીરવાણી, વો હૈ નિરવને... ..રૂ
શરીર નાશધર્મી છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં શરીર પાંચ પ્રકારનાં કહ્યાં છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. આ પાંચેય શરીર
Page #346
--------------------------------------------------------------------------
________________
૨૩૨
અનુભવ રસ કાર્મણ વર્ગણાનો માળખો છે. શરીર તો સડન, પડન, ગલન અને વિધ્વંસ સ્વભાવવાળું છે. તે ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે તેમજ દરેક શરીરમાંથી ક્ષણે-ક્ષણે પરમાણુઓ છૂટા પડે છે અને નવા આવીને મળે છે. પણ હું તો અવિનાશીઆત્મા છું. મારા અસંખ્યાત પ્રદેશમાંથી એક પણ પ્રદેશ નથી છૂટો પડતો કે નથી નવો આવીને મળતો. મારો અસંખ્યાત પ્રદેશી આત્મા અખંડ સ્વરૂપી છે. અરૂપી આત્માનાં ત્રણ કાળમાં પણ ટુકડા થતા નથી માટે તે ખંડરૂપ નથી. પુદ્ગલધર્મી શરીરને કેટલીકવાર કાગડા, કૂતરાં, ગીધડાં ખાઈ જાય છે તેવી સ્થિતિ નજરે જોયેલી હોય છે. માટી માટીમાં મળી જાય છે પણ દેહમાં પુરાયેલ અનંત શક્તિપુંજ આત્મા તો અક્ષય, અખંડ, શાશ્વત, સંપૂર્ણ છે. તેવા પરમ શક્તિપુંજને પામી તેમાં જ મારે સ્થિરત્વ પામવું છે.
દેહની ક્ષણભંગુરતા માટે ચિદાનંદજી મહારાજ કહે છે, ઓ ઘટે વિણસત વાર ન લાગે, ચાકે સંગ કહા અબ મૂરખ, છિન્ન-છિન્ન અધિકો પાગે. ઓ કાચા ઘડા કાચકી શીશી, લાગત ઠણ કા ભાંગે, સડણ-પડણ વિધ્વંસ ધરમ જસ, તસથી નિપુણ નિરાગે... ઓ
હે જીવ! તું તારા અવિનાશી ધર્મને સંભાળી લે. શરીર પરથી પોતાપણાનો ભાવ હટાવી નિજમાં જોડ એ જ આત્મધર્મ છે. પર દૃષ્ટિ મૂકી સ્વદૃષ્ટિ કેળવવા શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે,
તે તો અવિનાશી, કાયા પ્રગટ વિનાશી અરું, તું તો હૈ અરૂપી એ તો રૂપી વસ્તુ જોઈએ, મલકેરી કયારી મોહરાયકી પિયારી એ તો,
હોયગી નિયારી એ વૃથા ભાર ઢોઈએ. આમ શરીરની નાશવંત સ્થિતિનું વર્ણન સંત મહાત્માઓએ વિધવિધ રીતે કર્યું છે. શ્રી વિનયવિજયજી મહારાજ ફરમાવે છે,
सच्छिदो मदिरा घटः परिगलतल्लेश संगा शुचिः शुच्यामृद्य मृदा वहि: स बहुशो धोतोऽपि गंजोदकैः नाधः शुचितां यथा तनुभृतां कायो, निकायो महा-विभत्सा स्थिपुरीष मूत्र रजसां नायं तथा शुद्धयति क।
Page #347
--------------------------------------------------------------------------
________________
૨૬૩
અનુભવ રસ કાણું પડેલો દારૂનો ઘડો ગળતો હોય અને ચારે તરફ ઢળતાં મદિરાનાં ટીપાંઓથી અપવિત્ર થયો હોય તેને બહારથી સારી મજાની માટીથી મર્દન કરવામાં આવે અને ગંગાના પાણીથી અનેકવાર ધોવામાં આવે તો પણ તે જેમ પવિત્રપણું ધારણ કરતો નથી એ જ પ્રમાણે હાડ, મળમૂત્ર અને લોહીના ઢગલા જેવું આ મનુષ્ય શરીર પવિત્ર થતું નથી. શરીરની મલિનતાના ચિંતનથી શરીર મમત્વ છૂટી જાય પણ સાથે એ પણ વિચારવું ઘટે કે આ શરીર અતિ મેલવાળું છે. એમ હે ચેતન ! વિચાર અને તારા મનોમય કમળને ઉઘાડ. ત્યાં જે સર્વવ્યાપી એક પ્રકાશવાન, મહાપવિત્ર આત્મતત્ત્વ છે તેનું ધ્યાન કર.
ચેતન કહે છે કે હે ચેતના! હવે મને મારું સ્વરૂપ સમજાયું છે. જે નાશવંત છે તે તો લાખ ઉપાયે પણ નાશ પામવાનું જ છે. માટે તેને ન વળગતા હું મારી અનંતસુખસમૃદ્ધિમાં સ્થિર થાઉં. સ્થિર સ્વભાવ એ જ મારી ગતિ છે. તેને પકડતાં રાગાદિ ભાવોથી થતું મૃત્યુ નાશ પામી જશે. જ્ઞાતા-દેષ્ટાભાવને પકડી લઈશ. જેથી કર્મબંધન અટકી જશે. છેવટે ચૈતન્ય સ્વભાવી આત્મા બચી જશે. અમે તો આત્મગુણમાં રમનારાને મોક્ષ મહેલમાં વસનારા છીએ. ચેતન પોતાને સર્વગુણો અને સર્વ પર્યાયોથી શુદ્ધ કરે એટલે પરમપદને પામે, તે માટે કેવું ચિંતન કરવું એનો ભાવ કવિ છેલ્લી કડીમાં બતાવે છે. मर्यो अनंत वार बिन समज्यो, अब सुख दु:ख विसरेंगे। आनंदघन निपट निकट अक्षर दो, नहि समरे सो मरेंगे...अब।।४।।
ચેતન કહે છે કે આજ સુધી હું મારા સ્વભાવને ઓળખી શક્યો નથી અને તે કારણે જ અનંતવાર મરવું પડે છે. આત્મસ્વભાવના અજ્ઞાનને કારણે જ બાહ્ય પુગલોને મારું મારું કરીને દુઃખી થતો રહ્યો ને સંસારમાં ભટકતો રહ્યો. ત્યારે મને મારું પોતાનું ભાન નહોતું કે હું કોણ છું? આજ સુધી શરીરને જ મેં મારું માન્યું હતું. મને મારી અમરદશાનો વાસ્તવિક ખ્યાલ નહોતો. “અમર” શબ્દ ઘણી વાર બોલ્યો પણ અમરત્વને પામવા કદી પ્રયત્ન કર્યો ન હતો. શરીરના સુખ-દુઃખ તે મારા છે તેમ માનતો હતો પણ હવે સમજાયું કે સુખદુઃખ એ તો શાતા-અશાતા વેદનીય કર્મનું ફળ છે. કર્મ તો પારકા છે. તે તો બહારથી આવીને મારી સાથે વસ્યા છે. તેનું
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૬૪
અનુભવ રસ ચિંતન કરતાં-કરતાં જ્ઞાનદીપક પ્રગટી જશે. જેમાં પોતાનો માર્ગ સ્પષ્ટ જણાય છે. છ દ્રવ્યમાંથી પાંચ દ્રવ્ય-ધર્માસ્તિકાય-ગતિ પ્રદાન કરવાના સ્વભાવવાળું, અધર્માસ્તિકાય-સ્થિરતા પ્રદાન કરવાના સ્વભાવવાળું, આકાશસ્તિકાય-જગ્યા (આધાર) પ્રદાન કરવાના સ્વભાવવાળું પુદ્ગલાસ્તિકાય–સડન-ગલનપઠન કે રૂપ, રસ, ગંધ, સ્પર્શ ને શબ્દ સ્વભાવવાળું ને કાળ ક્યારેય પોતાના સ્વભાવને છોડતા નથી, પરના સ્વભાવમાં હસ્તક્ષેપ કરતા નથી કે પોતાના સ્વભાવમાં હસ્તક્ષેપ થવા દેતાં નથી તો હું (જીવાસ્તિકાય) મારા સ્વભાવને શા માટે છોડું તેમાં જ સ્થિરતા અને રમણતા શા માટે ન કરું તેવા ચિંતન કરતાં-કરતાં જ્ઞાનદીપક પ્રગટી જશે.
હવે ચેતન કહે છે કે હે આનંદઘન પ્રભુ! મારી નજીક જે બે અક્ષર છે તેને મેં ઓળખી લીધા છે. તેને ઓળખી લીધા પછી તો પડછાયો પણ ન લેવાય કારણકે તે વિકારી સ્થાનના બે અક્ષર છે. પણ હું તો અવિકારી છું. હવે તે અવસ્થાને પામવા હે પ્રભુ! મને બે અક્ષરનું સ્વરૂપ સમજાવો. ત્યારે આનંદઘન પ્રભુ કહે છે કે અવિનાશી અને અયોગી એ બે તારા સ્વરૂપ છે. જ્ઞાતા-દષ્ટાભાવ તારો સ્વભાવ, સત્ત-ચિત્ત-આનંદ તારો મૂળભૂત સ્વભાવ છે. માટે આ બે શબ્દનું રટણ કરવાનું છે. જ્ઞાતા-દષ્ટાભાવને કેળવવાનો છે. જેથી શાશ્વત સિદ્ધસ્થાન પ્રાપ્ત થશે.
કવિએ આ પદમાં સંસારી છતાં સિદ્ધ અને રાગી છતાં વીતરાગી આવી ઉચ્ચદશાનું નિરૂપણ કર્યું છે. જ્યારે સત્ય સ્વરૂપ સમજાય છે ત્યારે પોતાને જ પોતાની દયા આવે છે. તેને લાગે છે કે રાગ-દ્વેષ તો વિદેશી છે. તે પોતાના માલિક થઈ બેઠા છે. પણ તે બધા ક્ષણ-ક્ષણ વિનાશી છે. એક પોતાનું સ્વરૂપ સમજાતા બધું સમજાય છે. જેમકે કહ્યું છે,
जो जीवेऽवि विणायइ, अजीवेऽवि वियाणइ।
जीवाजीवे वियाणन्तो, सो हु नाहि उ संजम।। જીવને પોતાનું જ્ઞાન થતાં, અન્ય પદાર્થોનું પણ જ્ઞાન થાય છે. આ પદમાં ચેતનને પોતાનું સ્વરૂપનું ભાન થાય છે કે હું અવિનાશી છું. અખંડ આત્મદ્રવ્ય છું. મારાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય કદી કોઈપણ હાલતમાં નાશ પામતા નથી. વીતરાગદશા એ જ મારી દશા છે. આ જાગૃતિ આવતા
Page #349
--------------------------------------------------------------------------
________________
૨૬૫
અનુભવ રસ પરમપરિણામિક ભાવ જાગે છે.
કવિ આનંદઘનજીનું આ પદ અત્યંત લોકપ્રિય છે. એમાં અમરત્વ, અજરત્વ પ્રાપ્ત કરવાનો, મોક્ષગતિ પ્રાપ્ત કરવાનો, જન્મ-મરણના ચક્રમાંથી નીકળી જવાનો દઢ નિર્ધાર છે. કવિની વાણી એવી બળવાળી છે કે આ પદ સાંભળનારનો પણ આત્મવિશ્વાસ વધી જાય છે. એમાં ઉલ્લાસ છે. મિથ્યાત્વત્યાગની પ્રતિજ્ઞા છે. ભૂતકાળની ભૂલો ન કરવાનો સંકલ્પ છે અને મોક્ષ પ્રાપ્તિ માટેની તમન્ના છે માટે જ મુમુક્ષુ જીવના હૃદયમાં વસી જાય એવું આ ગીત છે.
Page #350
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨gs
પદ-૪૩
“મેરી તું મેરી તું વાદે કરી? કેરી” અખંડના આરાધક, પૂર્ણતાની પ્રતિમા સમા શ્રી આનંદઘનજી મહારાજની સ્વાનુભૂતિભરી વાણી સાંભળતાં અનેરો ઉલ્લાસ અનુભવાય છે. આ પદનું ચિંતન કરનાર અંતરના ઊંડાણમાં ઊતરી જાય તો તે દેહી મટી વિદેહી બનવાની ક્ષમતા ધરાવે. ચેતને મિથ્યાત્વનાં મૂળ ઉખેડી રાગષને મારી ભગાડવા પુરુષાર્થ કર્યો છે. આટલું થવા છતાં સુમતિના મનમાં તો ભય જ છે કે માયા-મમતા રખેને પાછો ફસાવે. मेरी तुं मेरी तुं काहे डरेरी ? मेरी कहे चेतन समता सुनी आखर, और दोढ दीन जुढी लरेरी...मेरी...।।३।।
ચેતનજી છેવટે ચેત્યા ખરા. મિથ્યાત્વને જડમૂળથી ઉખેડી રાગદ્વેષનો હવે સંગ છોડી દેવાનો ચેતને નિર્ણય કર્યો. આજ સુધી તો ચેતને ચેતના સામે જોયું જ નહોતું. તેને બદલે ચેતન હવે કહે છે કે હે ચેતના! આજ સુધી તે જે જે સંદેશા મોકલ્યા છે તે બધા મને મળી ગયા છે. હું બધું સમજુ છું. તારું કહેલું મને યાદ છે. હવે તારે ડરવાનું કોઈ કારણ નથી. તું જ મારો શ્વાસ અને પ્રાણ છો. તું જ મારી સાચી પ્રિયા છો આ સ્થિતિમાં પણ તે તારી ખાનદાની છોડી નથી. તું જાણે છે કે મારામાં કે તારામાં કોઈ ભેદ નથી. શું તને હજુ પણ માયા-મમતાની બીક છે? હવે તેનાથી ડરવાનું કોઈ કારણ નથી. હું તને દિલથી ચાહું છું અને વિશ્વાસપૂર્વક કહું છું કે તું જ મારી છે! માયામમતા અત્યારે ભલે તારી શોકય જેવી લાગતી હોય પણ હવે તો તે દોઢ દિવસની મહેમાન છે તેને અહીંથી જવું જ પડશે. તેને જવું ગમશે નહીં માટે જતાં પહેલા થોડો ચડભડાટ કે તડફડ કરશે. મને પ્રલોભન આપી ખેંચવા પુરુષાર્થ કરશે. તે રડશે. માથા પછાડશે. આજંદ કરશે છતાં પણ હું તને કહું છું કે બધું થવા છતાં હું તારા મહેલમાં હંમેશ માટે આવવાનો છે. આ પદમાં દોઢ દિવસની મુદત આપવામાં આવી છે તે વ્યાવહારિક ભાષા છે. તે લક્ષણાથી સમજવાની છે. ભવ્યજીવની ગતિ શુદ્ધ આત્મભાવ પ્રકટ કરવા તરફ વહી રહી છે છતાં પણ અનાદિના
Page #351
--------------------------------------------------------------------------
________________
૨૬૭
અનુભવ રસ મિથ્યાત્વના અભ્યાસને કારણે ચેતન વારંવાર વિભાવ તરફ ખેંચાઈ રહ્યો છે. હવે ચેતન સુમતિને કહે છે કે અનાદિના ભવભ્રમણને ટાળવાનો હવે કાળ પાકી ગયો છે. જે અનંત ભૂતકાળ હતો તે એક છે કારણ અનંતા એક છે અને જે દિવસે અથવા રાતે માયા-મમતાને ઘર બહાર કાઢી મૂકીશ તે અર્થો દિવસ આ રીતે કુમતિ હવે દોઢ દિવસ જ ફોગટ લડશે. આ રીતે દોઢ દિવસની ગણતરી કરી છે.
હવે ચેતન, સુમતિને ભય ન રાખવા બાબત સમજાવતા બીજી કડીમાં શું કહે છે તે આપણે જોઈએ :
एती तो हुँ जानुं निहचै, रीरी पर न जराउ जरैरी जब अपनो पद आप संभारत, तब तेरे परसंग परी...मेर...।।२।।
સ્ત્રી ગમે તેટલી હોંશિયાર કે ચાલાક હોય પણ જો તેનો પતિ બીજી કોઈ સ્ત્રીના પ્રેમમાં પડી જાય તો, કોઈ પણ સ્ત્રી તેવું સાંખી શકે નહીં કારણ કે તેણે પતિમાં જ પોતાનું સર્વસ્વ સુખ જોયું છે ને માન્યું છે. આથી જ સુમતિ, સમતા વગેરેને માયા-મમતાનો ડર લાગે છે.
આ કડીમાં ચેતનની જાગૃતિ અને વિકાસ દર્શાવ્યો છે. ચેતનને પોતાની શક્તિનો ખ્યાલ આવી ગયો છે. પોતાનો મૂળભૂત સ્વભાવ શું છે તે પણ તેને સમજાઈ ગયું છે પણ વાતો કરવી જેટલી સહેલી છે તેટલું કાર્ય કરવું સહેલું નથી. ચેતનનો આ અનાદિનો સ્વભાવ એમ જલ્દીથી કેમ બદલાઈ જાય? તે માયા-મમતાનું આકર્ષણ છોડી શકતો નથી. તેથી સુમતિને ખુશ રાખવા કહે છે કે હે પ્રિયા, તું મારી છો તારે જરા પણ ડરવાની જરૂર નથી ભલે હું માયા-મમતા સાથે ભળેલો હોઉં પણ એથી કાંઈ વળવાનું નથી. કોણ એવો મૂર્ખ હોય કે સાચા હીરાને પિત્તળમાં જડે?
તેમ હે સુમતિ, હું હીરા જેવો છું ને માયામમતા તો પિત્તળ સમાન છે. તેની સાથે રહેતાં તો કિંમત ગુમાવવા બરાબર થાય. તું મારા પર વિશ્વાસ રાખ. હું મારી આબરૂ ગુમાવીશ નહીં. પણ આ લોકો સાથે એમ જલ્દીથી સંબંધ છોડી શકાતો નથી. તું શ્રદ્ધા રાખજે મને તારા પર અખૂટ પ્રેમ છે. છતાં પણ આજ સુધી મેં તને ઘણો અન્યાય કર્યો છે. મારા તરફથી તારે ઘણું સહન કરવું પડ્યું છે પણ જ્યારે હું મારું પદ સંભાળીશ, મને
Page #352
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૬૮ મારા સ્વરૂપનું વાસ્તવિક ભાન થશે ત્યારે હું તારી સંગતમાં પડી જઈશ અને તને આનંદથી ભેટીશ. મારાં જ્ઞાનચક્ષુ હવે ખુલી ગયાં છે. મને હવે ખ્યાલ આવ્યો છે કે પિત્તળ કદી સોનું થતું નથી. પિત્તળ તો પિત્તળ જ રહે છે ને સોનું તે સોનું જ રહે છે. સોનાને અગ્નિમાં નાખવાથી સોનાની કિંમત વધે છે તે પ્રમાણે હે ચેતના! તું તો સોના જેવી છો. અત્યારે તારી અગ્નિપરીક્ષા થઈ રહી છે. તું સુવર્ણ બની મારી સામે હાજર થઈ રહી છો તેથી તારી સાથે રહેતા મારી પણ શોભા વધશે. માયા-મમતાના સંગે મારી શોભા ઘટે છે. હવે હું મારું સ્વરૂપ સંભાળીશ.
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મ્હારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરહરું?
જ્યારે આ પ્રકારનું ચિંતન કરી, હું મને પામીશ ત્યારે તારો સંગ જરૂર કરીશ પણ હજુ એ અવસર આવ્યો નથી. મારી સામે ઘણી મુશ્કેલીઓ છે. તારી સાથે હંમેશાં રહેવાની ઈચ્છા હોવા છતાં મારો હજુ યોગ પાક્યો નથી. ચેતનનો અહીં ઉત્ક્રાન્તિનો સમય છે પણ હજુ જ્યાં છે તે સ્થાન છોડયું નથી. - ચેતન કહે છે કે હે સમતા! મારી કાળસ્થિતિ પરિપકવ થઈ છે કે નહીં તે કોઈ જ્ઞાની પુરુષ પાસેથી જાણીને પુરુષાર્થ કરીશ અને જ્યારે એ માર્ગે જઈશ ત્યારે તારે સંગે રહીશ. પછી પેલી સ્ત્રીઓનો સંગ છૂટી જશે.
ચેતન હજુ ગુણસ્થાનક આરોહમાં બહુ આગળ વધ્યો નથી છતાં એનું સાધ્ય શુદ્ધ માર્ગ તરફ છે. તેને એક ઉત્તમ નિમિત્ત મળતા માર્ગ પર આવી જવાનો સંભવ છે. એને એક માનસિક ભવ્યદશામાંથી વ્યાવહારિક વિમળદશામાં આવી સુમતિને ભેટવાનો સુંદર પ્રસંગ છે. જરા વિશેષ આત્મવીર્યની ફુરણા થતાં તે વિશુદ્ધ માર્ગને આદરશે, એમ એના આંતરિક જ્ઞાનથી જણાય છે. આ રીતે ચેતન પરમાર્થમાર્ગે જવા માનસિક તૈયારી કરી આગળ વધે છે.
ટબાકાર કહે છે કે ચેતન જેવા સુંદર અમૂલ્ય ગુણરત્નાકરને બે બદામની બૈરાઓ સાથે વાત કરવી પણ ન ઘટે તો પછી તેનો પ્રસંગ તો કેમ જ ઉચિત ગણાય. કવિ ત્રીજી કડીમાં કહે છે,
Page #353
--------------------------------------------------------------------------
________________
૨૬૯
અનુભવ રસ
.
ओसर पाय अध्यातम सेली, परमातम निज योग धरेरी; सकती जगाइं निरूपम रूपकी, आनंदघन मिलि केलि करेरी... मेरी... ।। ३ ।। સંસારમાં માનવને જેમાં રસ હોય તેમાં જ તે રચ્યો પચ્યો રહે છે. જેમકે ભોગીભોગમાં, ધનીધનમાં અને સ્ત્રી આસકત માનવ સ્ત્રીઓની પાછળ ગાંડા હોય છે. રસાસકત જીવ ખાવા-પીવામાં મસ્ત રહે છે. આ રીતે દરેક માનવ પોત-પોતાની રુચિ અનુસાર રસ્તો ગ્રહણ કરે છે.
કવિએ અહીં આત્માનું શુદ્ધ સ્વરૂપ જાણવાની રીત, જડ અને ચેતનના ભેદ વિજ્ઞાનની રીત, આત્મધર્મ અને પુદ્ગલધર્મ જાણવાની રીત એટલે કે અધ્યાત્મ શૈલીની વાત કરી છે.
અધ્યાત્મશૈલી એટલે શું ? તે વાત અહીં ખાસ વિચારવાયોગ્ય છે, આત્મા અને પુદ્ગલ વચ્ચેનો તફાવત શું છે ? આત્મિક કાર્ય કયા કયા છે ? શું કરવાથી આત્માની ઉચ્ચદશા પ્રાપ્ત થાય (પ્રગટ થાય ) ? આવી દશા પ્રાસ કરવાથી આત્માને શું લાભ થાય ? વર્તમાન દશાનું કારણ શું ? વગેરે બાબતનો નિર્ણય કરી તદ્નુસાર વર્તવું તેને અધ્યાત્મશૈલી કહેવામાં આવે છે.
ન
સ્થિતિ પરિપાક થયા વિના આવી રુચિ પેદા થાય નહીં જેને શાસ્ત્રમાં કાળલબ્ધિ કહે છે. જૈન શાસ્ત્રાનુસાર પાંચ સમવાય મળે ત્યારે કાર્ય થાય છે. તે છે સ્વભાવ, કાળ, પ્રારબ્ધ, પુરુષાર્થ અને કર્મ આ પાંચેયના યોગે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. પુરુષાર્થ કરવા છતાં જો કાળ લબ્ધિ ન પાકે તો સતપુરુષાર્થ થઈ શકતો નથી. તેથી ચેતન કહે છે કે જેમ આટલો કાળ ચલાવ્યું તેમ હજુ થોડો સમય ચલાવી લે. મારી ઈચ્છા અત્યારે કામ લાગતી નથી કારણ કાળ પાક્યો નથી. કાળ પાકયા પછી હું મારી સર્વસ્વશક્તિને તારા માર્ગે જ વાપરીશ. કર્મ તો બિચારા બાપડા થઈ જશે. જેમ કોઈ સશકત યુવાનને બાંધી હાથ-પગમાં બેડી નાખી દેવામાં આવે તો તે નિરાધાર થઈ જાય છે તેવી સ્થિતિ કર્મની થઈ જશે પણ અત્યારે તો કર્મની બેડી મારા પગમાં પડી છે તેથી હું કાંઈ કરી શકતો નથી. મને મારી સર્વ શક્તિનો ખ્યાલ છે કે મારામાં શું છે? જેમ એક અનુભવીએ કહ્યું છે,
जैसे तिलमें तेल हैं, जैसे चकमक में आग । तेरा प्रभु तेरे मे हैं जाग सके तो जाग ।।
Page #354
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૦૦
પોતાની શક્તિ પ્રગટાવવાની શક્તિવાળો જીવ સામર્થ્ય યોગી બને છે અને આનંદઘન સ્વરૂપ ચેતન ૫રમાત્મા સાથે આનંદ માણે છે. ચેતનને ૫૨માત્મ સ્વરૂપ પ્રગટ કરી પરમાત્માપદ પ્રાપ્ત કરવાની ભાવના થઈ છે. તેનાં ૫૨ ચિદાનંદજી મહારાજે છત્રીસીમાં કહ્યું છે કે રાગદ્વેષ કે નાસતેં, ૫૨માતમ પ૨કાસ,
રાગ-દ્વેષ કે જાગતે, ૫૨માતમ પદનાશ... ૨૩ લાખ બાતકી બાત યહ, તો હું દેય બતાય, જો ૫૨માતમ પદ ચહે, રાગ-દ્વેષ તજ ભાય... ૨૪ દેહ સહિત ૫૨માતમા, એહ અચરજકી બાત, રાગ-દ્વેષ કે ત્યાગ તેં, કર્મ શક્તિ જરી જાત... ૨૫ ભાઈ એક ૫૨માતમા, સો હૈ તુમ મેં યાંહિ, આપણી શક્તિ સંભાર કે, લિખાવત દે તાહિં... ૨૬
પરમાતમ પદ દૂર નથી. તારી પાસે જ છે. જેમ તલમાં તેલને પત્થરમાં આગ, દૂધમાં ઘી તે તારામાં પણ પરમાત્મશક્તિ છે. તેને પામવાનો પુરુષાર્થ તારે પોતે ક૨વાનો છે. રાગ અને દ્વેષનો નાશ થતાં ૫૨માત્મપદ પ્રાપ્ત થાય છે. સદેહ અવસ્થામાં પણ તે પરમપદની પ્રાપ્તિ શક્ય છે. એ જ આશ્ચર્યની વાત છે. ચેતનમાં બધી શક્તિ છે પણ કર્મોદયે તે કાંઈ કરી શકતો નથી છતાં તેને પોતાની શક્તિનો ખ્યાલ છે, વળી તેને સમજાવું છું કે આ કર્મ પરિણતિ મારી નથી. ચેતના મારી છે. એ રીતે બોલવું-વિચારવું તે ઈચ્છાયોગ છે.
જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને લીધે સાંભળેલી વાતનું અર્થજ્ઞાન મેળવી લે, કાર્ય કરવાની ઈચ્છા પણ થાય પણ કરી શકે નહીં તેને ઈચ્છાયોગ કહે છે. ઈચ્છાયોગ આ જીવે ઘણીવાર કર્યો પણ કાર્ય કરવા સમર્થ થયો નહીં. યોગદૃષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે,
द्विधायं धर्म संन्यास, योग संन्यास संज्ञितः । क्षयोपशमिकाधर्मा, योगाः कायादि कर्म तु ॥
મોહનીય કર્મનાં ક્ષયોપક્ષમરૂપ ધર્મ સંન્યાસ યોગ છે. અપૂર્વકરણ ગુણસ્થાનથી ધર્મ સંન્યાસ સામર્થ્યયોગ થાય છે ને ચૌદમેં ગુણસ્થાનકે યોગરૂંધનરૂપ યોગ સંન્યાસ થાય છે. ધર્મ સંન્યાસયોગમાં સંન્યાસયોગ
Page #355
--------------------------------------------------------------------------
________________
૨૭૧
અનુભવ રસ પછી વિશેષ ગુણની પ્રાપ્તિ થતી જાય છે. સર્વ વિરતિભાવમાં પ્રગતિ કરતો જીવ વિશિષ્ટ યોગ સંન્યાસ વડે સામર્થ્ય યોગી બને છે. જ્યાં તેની નિરૂપમ શક્તિ જાગૃત થતાં પરમાત્મ સ્વરૂપ નિજયોગ ધારણ કરી યોગસંન્યાસ સામર્થ્ય યોગી બને છે. જ્યાં તેની નિરૂપમ શક્તિ જાગૃત થતાં પરમાત્મા સ્વરૂપ નિજયોગ ધારણ કરી યોગસંન્યાસ સામર્થ્યયોગી બને છે. આ પ્રકારે ચેતન ! ચેતનાને સમજાવી રહ્યો છે, ભોળી ચેતના સમજી જાય છે. ઈચ્છાયોગથી ચેતનાને મળવા ઈચ્છતો ચેતન જો પુરુષાર્થ ન કરે તો ધર્મ સંન્યાસયોગને ધારણ ન કરે. પતિ તરીકેનો ધર્મ બજાવી શકે નહીં. અંતમાં જે વ્યકિત જે સ્થાને હોય તે વ્યકિતઓએ ત્યાંનું કર્તવ્ય બજાવવું જ જોઈએ.
- આ પદમાં ચેતને પોતાની એક નબળાઈ દેખાડી છે તે એ છે કે તે ચેતનાને કહે છે કે તું મારી છો, હું તારો છું પરંતુ હમણાં તારી સાથે રહી શકીશ નહીં કારણકે હજુ એવો યોગ પ્રાપ્ત થયો નથી. કાળલબ્ધિ પાકયા વિના તને ચાહવા છતાં કાર્ય બની શકશે નહિ. અહીં ચેતને કાળ પર પોતાનો આધાર રાખ્યો છે. ચેતનમાં અગાધશક્તિ છે. પુરુષાર્થ દ્વારા તે શક્તિ પ્રગટ કરી શકાય છે. કાળ તો જડ છે. ચેતનને તે શું કરી શકે? ચેતન જો પુરુષાર્થની ધૂણી જગાવે તો કાળલબ્ધિ સલામ કરતી આવે પણ કાળને વિશેષ મહત્ત્વ આપી, હાથ નીચા કરી નાખવા તે કાયરતાની નિશાની છે. પુરુષાર્થ ઉપડતાં બધાં સમવાય સાથે મળી સામૈયું કરવા આવશે ને સ્વાગત કરશે. સ્વપરિણતિ વરમાળા પહેરાવશે. જ્ઞાની ભગવંતો મંત્રોચ્ચાર કરશે. ચાર ભાવપ્રાણ સ્વરૂપ ચાર ફેરા ફેરવી, ચેતનને પરમાત્મા પદ પર બિરાજમાન કરશે તથા મોક્ષ-મહેલમાં અનંતકાળ સુધી આનંદ કરાવશે.
આ પદમાં કવિશ્રીએ ચેતનની જાગૃતિ તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. હવે ચેતનનાં જીવનનું પરોઢ થયું છે. તે આળસ મરડી બેઠો થવા વિચારી રહ્યો છે. તેને પરમપદ પામવાનો નિર્ધાર અને ઉલ્લાસ પ્રગટ થયો છે. આ પદ આધ્યત્મિક ગહનતાના ભાવવાળું વિશેષ આકર્ષક બનાવ્યું છે.
Page #356
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૭ર
પદ-૪૪
“તેરી હૈં તેરી હું પતી દુરી” પ્રબળ પુરુષાર્થ કરી સાધનાના ઉન્નત શિખરને સર કરવા માટે અંતરપટ ખોલનાર તથા સૂતેલા ચેતનને ઢંઢોળી જગાડનાર એવા શ્રી આનંદઘનજી મહારાજે આ પદ, ચેતનાની ઉક્તિ તરીકે “ટોડી રાગમાં લખ્યું છે. ચેતના મૂંગી રહી શકતી નથી. પોતે કેવી છે તેની ખાતરી આપવા તે ચેતનની સાથે વાતો કરે છે. ચેતનની વાતથી ચેતનાને હજુ સંતોષ થયો નથી. તેના મનમાં અનેક શંકાઓ જાગે છે. તેથી ચેતનને પોતાના પર શ્રદ્ધા બેસી જાય તેવા પ્રયત્ન કરે છે. કવિશ્રી લખે છે,
तेरी हुं तेरी हुं एती कहुरी" इन बात न में देगो तुं जाने, तो करवत काशी,
ગાય દુરી....તેરી હું. રૂા ચેતનાના પ્રયત્નોથી ચેતન થોડો ઠેકાણે તો આવ્યો પણ હજુ માયાના રંગમાંથી તે મુક્ત થયો નથી. તે મનથી તો સમજે છે કે પોતે જે ' કાંઈ કરે છે તે ખોટું છે પણ ખોટો રસ્તો તેને ફાવી ગયો હોવાથી છોડવો મુશ્કેલ છે. તેથી ચેતને ચેતનાને આશ્વાસન આપ્યું હતું પણ ચેતનાને એમાં શાંતિ થતી નથી. વળી ચેતનાને લાગે છે કે ચેતનને મારામાં કોઈ શંકા થઈ લાગે છે. તેથી તે ચેતનને કહે છે કે હે સ્વામી! હું તમારી છું અને તમારી જ રહેવાની છું. મેં આજ સુધી અન્ય પુરુષ તરફ દૃષ્ટિ સુદ્ધાં કરી નથી. અરે મનમાં બીજા કોઈનો વિકલ્પ સુધ્ધાં આવ્યો નથી. પછી દેહની તો વાત જ ક્યાં રહી? તમારી રાહ જોઈ આશામાં ને આશામાં મેં દીર્ઘકાળ વ્યતીત કરી નાખ્યો. આપના માટે મેં પ્રાર્થના કરી. તપ, જપ, ક્રિયા. અનુષ્ઠાનો કર્યા. રાત-દિવસ આપનું રટણ કર્યું. મારા રોમરોમમાં આપના સિવાય બીજા કોઈનું નામ નથી. હું આપને જ ઝંખું છું. કહ્યું છે,
રોમે રોમ (૨) હું તારી થાતી જાઉં છું, તારા પ્રેમમાં પાળ ભિં જાઉં છું...
Page #357
--------------------------------------------------------------------------
________________
૨૭૩ -
અનુભવ રસ હે ચેતનદેવ ! હું રોમ રોમથી તારી છું અને તારી જ રહેવાની છું. તું મને ચાહે કે ન ચાહે પણ હું તો તને ચાહું છું. તારા હૃદયમંદિરમાં માયામમતા હોવાને કારણે હું તારી પાસે આવતી નથી અને તે કારણે તને મારા પ્રત્યે કોઈ શંકા હોય તો હું તને ખાતરી આપું છું કે હું તારી જ છું. મારી આ વાતમાં જો અસત્યનો ભાસ તને જણાતો હોય તો હું સોગન ખાઈને કહું છું કે હું મન, વચન, કાયા એ ત્રણે યોગથી શુદ્ધ પતિવત રહી છું.
રામે સીતાના સતીત્વની પરીક્ષા કરવા અગ્નિપરીક્ષા કરી તો શું મારા ચેતનરામને પણ મારી પરીક્ષા કરવી છે? જે કરવું હોય તે કરો. હું વિશ્વાસથી કહું છું કે હું દરેક વાતમાં સફળ થઈશ, કારણકે મને મારામાં પૂર્ણ શ્રદ્ધા છે.
- આ પદમાં ચેતનાએ જે કાશીએ કરવત મૂકવાની વાત કરી છે તે વાત પુરાણાયુગની છે. વ્યવહારમાં બીજા માણસને દેઢ પ્રતીતિ કરાવવા એવી વાત કરાતી હોય છે કે તમે કહો તો કાશીએ કરવત મૂકાવું? વળી તે સમયે અંધશ્રદ્ધાળુ માણસો કાશીએ જઈ કરવત મૂકાવી ઈચ્છાપૂર્તિની ભાવના રાખતા હતા કે ઈચ્છાનુસાર બીજા ભવમાં જન્મ મળે. એ આકાંક્ષાએ કાશીએ જઈ પોતાના ઉપર કરવત મુકાવતા. કેટલાક લોકો ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે નિયાણું કરી ગિરનાર પર્વતના ભૈરવ શિખર પરથી પડતું મૂકી આત્મઘાત કરે છે તો કોઈ ભગવાનના રથ નીચે કચરાઈ જવામાં પોતાની જાતને ભાગ્યશાળી માને છે. સ્ત્રીઓ મૃત્યુ પામેલા પતિ સાથે ચિત્તમાં બળી મરવાથી પછીનાં જન્મમાં એ જ પતિ મળશે એ આશાથી પતિ પાછળ સતી થતી હતી. અંધશ્રદ્ધાયુક્ત પ્રણાલિકાગત આવી ક્રિયાઓ કરી માનવ મોતને ઘાટ ઉતરી જતો હતો.
કવિની આ કડીમાં તે સમયના યુગનો પ્રભાવ જણાય છે. તે સમયે લોકોમાં કેવી અંધશ્રદ્ધા હતી તેનું ચિત્ર ખડું થાય છે. કવિએ અહીં વ્યાવહારિક વાતને ચેતનાના મુખમાં મૂકીને પોતાની બુદ્ધિ પ્રતિભાનો પરિચય કરાવ્યો છે.
ચેતન માર્ગાનુસારીપણાથી આગળ વધ્યો છે. તેથી તે સુમતિને સહજ મળ્યો છે. પણ વચ્ચે ક્યારેક અનાદિ મિથ્યાત્વ તેના ઉપર જોર કરે
Page #358
--------------------------------------------------------------------------
________________
અનુભવ ૨સ
૨૭૪
-
છે. તેથી પાછો વળી માયા – મમતાના સંગે ચડી જાય છે. ત્યારે ચેતનને પ્રતીતિ કરાવવા શુદ્ધ ચેતના આવા ઉદ્ગારો કાઢે છે. ઉદ્ગારો દ્વારા ચેતના માયામમતા પર પ્રહાર કરે છે.
ચેતના પણ એજ કહેવા માંગે છે કે મેં આજ સુધી બીજા કોઈને ચાહ્યા નથી ત્યારે માયા મમતાતો ઘરે ઘરે ભટકનારી સ્ત્રીઓ છે.
ચેતનને શુદ્ધ સ્વરૂપનો યથાસ્થિત બોધ થયા પછી પણ ચેતન પ્રમાદને કા૨ણે વિભાવમાં પડી જાય છે. શુદ્ધબોધ પર આવરણ આવી જતાં ચેતન શુદ્ઘમાર્ગથી કંટાળી જઈ મિથ્યાત્વના કુમાર્ગે ચડી જાય છે અને પ્રાપ્ત સંપત્તિને ગુમાવી બેસે છે. વળી તેને સદ્ગુરુ સુમતિ આપી ઠેકાણે લાવે છે. આ પ્રસંગને અનુલક્ષીને આ પદ છે. ચેતના જેવા પતિ પામીને પોતાની જાતને કેટલી ભાગ્યશાળી માને છે.
તે આ પદની બીજી કડીમાં બતાવે છે.
वेद पुरान कतेष कुरान में आगम नगम कछु न लहुंरी
वाचा रे कोर शीखाइ सेवनकी में ते रसरंग रहुंरी... तेरी... ।।२।।
શુદ્ધચેતના, ચેતનને પ્રતીતિ કરાવવા કહે છે કે હે નાથ ! તમારા હું કેટલા વખાણ કરું ? જ્યાં હું જાઉં ત્યાં આપ જ નજરમાં આવો છો તથા આપની જ વાતો કાને પડે છે. મેં ચારવેદ, અઢાર પુરાણ, કુરાન વગેરે ગ્રંથો જોઈ લીધા. સર્વજ્ઞ પરમાત્મા કથિત આગમો જોયા, બૌદ્ધ ગ્રંથોના પાને પાના ઉથલાવી નાખ્યાં પણ જ્યાં જોઉં ત્યાં બધે જુદી જુદી રીતે આપ જ બિરાજો છો તેમાં આપના સંબંધી જ વાતો છે તથા આપને પામવા માટેના પ્રયત્નો બતાવ્યા છે. આપને કોઈ વિનાશી કહે છે તો કોઈ અવિનાશી, કોઈ એક કહે છે તો કોઈ અનેક, કોઈ અંશ કહે છે તો કોઈ અંશી કહે. ગમે તે રીતે પણ દરેક સ્થાને આપની વાતો જ મારા મગજમાં આવે છે. હે નાથ ! આપ એટલા બધા પ્રસિદ્ધ છો કે જગતમાં આપના સિવાય આખું જગત શૂન્યવત્ બને છે. દશે દિશામાં આપની જ પ્રસિદ્ધિ છે. આવા પતિને પામી હું ગૌરવ અનુભવું છું. આ પ્રકારે કવિએ શુદ્ધ ચેતનાના મુખેથી ઘણી ચતુરાઈપૂર્વક વાત કરાવી છે. હે નાથ ! આપ આવા મહાન છો. તો આપજ આપની વાણી ફોરવીને સેવન કરવાની વિધિ શીખવો. જેથી હું હંમેશાં આપના જ ૨સરંગમાં રહું.
Page #359
--------------------------------------------------------------------------
________________
૨૭૫
અનુભવ ૨સ હે ચેતન દેવ ! આપનું સ્વરૂપ શબ્દથી પરે છે. તેને અમારા જેવા સામાન્ય લોકો શબ્દજાળમાં કે વાચાના માળખામાં કેમ બાંધી શકે. માટે જ કહું છું કે તું શાસ્ત્રો વડે પ્રાપ્ય નથી. કહ્યું છે,
“શબ્દમાં સમાય નહીં એવો તું મહાન,
કેમ કરી ગાવું પ્રભુ તારા ગુણગાન.” છતાં પણ શાસ્ત્રનું અધ્યયન, ચિંતન કે મનન કરવાથી અનુભવ દૃષ્ટિ ખુલી શકે છે અને દૃષ્ટિ ખુલતાં તારા સત્ય સ્વરૂપનું જ્ઞાન અને ભાન થાય છે. આગમો તારા સ્વરૂપનો સંકેત કરશે પણ આગમો વાંચવા માત્રથી અનુભવ નહીં થાય. આ રીતે મેળવેલું આગમજ્ઞાન ભારરૂપ થશે. નવપૂર્વનાં ભણવાવાળા (જ્ઞાનવાળા) સંસારથી પર થઈ શક્યા નથી. કારણકે સ્વરૂપાનુભવ થયો નથી અને અનુભવ જ્ઞાન વિના તારા સ્વરૂપનો નિશ્ચય થઈ શકતો નથી. માટે તારા સ્વરૂપમાં જ છું તેમાં જ લયલીન બની જાઉં તેથી જ મને આનંદની પ્રાપ્તિ થશે. પણ હવે તારી પાસે આવવા શું કરવું એ જ વિચારવાનું છે.
ચેતના આજ વાતને આગળ વધારતાં ત્રીજી કડીમાં કહે છે, मेरे तो तुं राजी चाहिए, औरके बोलमें लाख सहुंरी. માનંવધન કમુ વે મિના વારે, નદિ તો બંને તરંગ વદુરા.તેરી...રૂા
ચેતના ચેતનને કહે છે કે હે નાથ ! આ જગતમાં મારે બીજા કોઈનું કામ નથી. એક તું રાજી એટલે મારે મન આખું જગત રાજી છે. ભારતની કોઈપણ સ્ત્રી એમ જ ઈચ્છતી હોય છે કે તેનો પતિ રાજી રહે. પછી ભલે તેને પતિ ઘણું દુઃખ આપતો હોય, પણ પતિની પ્રસન્નતામાં પોતાની પ્રસન્નતા છે. દુનિયા ભલે મને પતિ ઘેલી કહે તેની મને કોઈ પરવા નથી. મારાથી એ બધું સહન થશે પણ આગમ, શાસ્ત્રો તથા ગ્રંથોમાં પ્રસિદ્ધ એવા મારા નાથને હું ક્યારે મેળવીશ તથા તેને કેમ રાજી કરવા એ જ વિચારમાં હું ડૂબી રહું છું. શ્રી બુદ્ધિસાગર મહારાજ સાહેબ કહે છે કે હે આત્મન્ ! તું સદાકાળ મારા ઉપર રાજી હોય તો પછી કરોડો દુશ્મનોનું પણ કાંઈ ચાલવાનું નથી. કર્મની પ્રકૃતિઓરૂપ શત્રુઓ પણ અંતે પરાજય પામીને તારી પૂંઠ છોડી દેશે.
જગતના લોકો જ્ઞાનીના વર્તનને, ગાંડા માણસના વર્તનની જેમ
Page #360
--------------------------------------------------------------------------
________________
અનુભવ ૨સ
૨૭૬ ગણે છે. તેને ત્યાગ કરતાં, ધ્યાન કરતાં, કે મનોનિરોધ કરતાં જોઈ લોકો હસે છે. વ્યવહારમાં ક્યાંય રસ ન લે તો દુનિયા તેને મૂર્ખ, મૂઢગણી મશ્કરી કરે છે. પણ હું તે બધું સાંભળી લઇશ. બસ તમે આવો એટલું જ હું માગું છું. હવે જો ઢીલ કરશો તો અવસર ચાલ્યો જશે. કારણકે અત્યારે માયા-મમતા તમારાથી દૂર છે અને તમે ઘરના આંગણાંમાં ઊભા છો. દેવ, ગુરુ, ધર્મનો યોગ છે. બધી અનુકૂળતા છે છતાં પણ જો આપ નહીં મળો તો હે આનંદઘન ! હે મારા પ્રભુ! હું આ સંસારરૂપ ગંગામાં તણાઈ જઇશ. પછી લાંબે ગાળે પણ મારો તમારો યોગ થવો મુશ્કેલ છે. માટે હે આનંદઘન પ્રભુ! આવેલ અવસરને વધાવી લો અને આપના ઉરમાં સમાવી દો.
આ કડીમાં ચેતના ગંગામાં તણાવવાની વાત કરે છે. એમાં અર્થપત્તિ રહેલી છે કારણકે ચેતન પણ ચેતના સાથે તણાશે, કારણ ચેતન ચેતનાનો અભેદ સંબંધ છે, માટે જ કહે છે કે આવેલ અવસર ગુમાવવા જેવો નથી.
ઉપરોક્ત કથન જડસંગી આત્મારામ પ્રત્યે સુમતિએ કહેલું છે. સુમતિ ચેતનને કહે છે કે અત્યારે તમારી પાસે માયામમતા નથી માટે તક ઝડપી લો નહીં તો હું શુદ્ધચેતનના ઉજ્જવળ તરંગોમાં મળી જઈશ ને બારમે ગુણસ્થાનકે ચાલી જઈશ. આ પ્રકારે આ પદમાં કવિએ સુમિતિ કુમતિની હદ મર્યાદા બતાવી છે. કુમતિની હદ ત્રીજા ગુણસ્થાનકના અંત સુધી, ચોથા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી સુમતિની હૃદ પછી શુદ્ધ ચેતના તથા શુદ્ધચેતનની જોડી જામે છે તે સાદિ અનંતકાળ સુધી ટકી રહે છે. સુમતિ મળ્યા પછી થોડો જ કાળમાં શ્રેણી શરૂ થઈ જાય છે.
આ પદ પ્રમાણે શુદ્ધચેતના પ્રજ્ઞાશિલા અને સતી છે. ચેતના પોતાનું સતીત્વ પ્રગટ કરવા અને ચેતનને ખાતરી કરાવવા બોલી રહી છે. ચેતના કહે છે કે ગંગામાં હું તણાઈ જઈશ. ચેતનને ચેતના મીઠો ઠપકો આપે છે પણ જો ચેતન ચેતનાને મળે તો સુમતિની ભેદરેખા ભૂંસાઈ જાય અને ઉજ્જવળ શુદ્ધ પરિણતિમાં સુમતિ સમાઈ જાય. પણ કુમતિનાં રંગ તો સુમતિનો નાશ થઈ જાય ને ચેતનને સંસારસાગરમાં ડૂબવાનો વારો આવે છે. “ગંગ તરંગ બહુરી” નો અર્થ થાય છે કે ગંગાનું જળ શુદ્ધિ અને
Page #361
--------------------------------------------------------------------------
________________
૨૭૭.
અનુભવ રસ પવિત્રતાનું પ્રતીક છે એટલે ચેતનના મિલનથી ઉચ્ચ ભૂમિકાની શુદ્ધ પવિત્ર આધ્યાત્મિક અનુભૂતિ કરવી. આ પદમાં શુદ્ધ સ્વરૂપાનુભવનું મૂલ્ય અનેક ગ્રંથોના શુષ્ક અધ્યયન કરતાં કેટલું વધે છે તે મધુર બાનીમાં રજૂ કરેલ છે.
Page #362
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૭૮
Iક
પદ-૪૫
“સોરી મોરી તોરી ગોરી" શ્રી આનંદઘનજી મહારાજે “ટોડીરાગ' માં લખેલા આ પદમાં ચેતનમાં જાગૃતિ આવતાં તેની પરમપદ માટેની લગનીનું વર્ણન કર્યું છે.
" ચેતનને આજ સુધીમાં જે સાંસારિક વિષયોમાં આનંદ આવતો હતો તે હવે દુઃખરૂપ લાગે છે કારણ કે હવે તેને સ્વ સ્વરૂપનો અનુભવ થયો છે હવે તેની આંખો ખુલી ગઈ છે. એટલા માટે તે હવે માયા – મમતાને છોડવા દેઢ સંકલ્પ કરે છે. કવિ લખે છે, ठगोरी भगोरी लगोरी जगोरी .. મમતા માયા સાતમ મતિ, અનુમવ મેરી ગૌર વોરી. સોરી... ?
'ચેતન, માયા-મમતાને કહે છે કે હે ઠગોરીઓ! તમે ભાગો. હવે મને મારી શક્તિનું ભાન થયું છે. જેમ સિંહનું બચ્ચું ઘેટાનાં ટોળામાં હતું ત્યારે તેને પોતાની જાતનું જ્ઞાન કે ભાન ન હતું પણ જ્યારે તેને સામેના પહાડ પર બીજા સિંહની ગર્જના સાંભળી તથા તેણે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું ત્યારે તેને સમજાયું કે મારું અને સામેના પ્રાણીનું શરીર સરખું છે. તે જો આટલો મોટો અવાજ કરી શકે તો હું કેમ ન કરી શકું? પછી તો પોતાની સર્વશક્તિ એકઠી કરી તેણે ગર્જના કરી તો સિંહ – બચ્ચાની આવી ગર્જના સાંભળી બધા જ ઘેટાં તથા ગોવાળ જીવ લઈને ભાગ્યા. . "
ચેતનની પણ આવી જ દશા છે. તેણે આજ સુધી અવળી ગણતરી કરી હતી તેથી તે છેતરાઈ ગયો. તેણે જે માન્યું હતું તેમાં મોટો ભ્રમ હતો. આમ ખોટી ગણતરીને સાચી ખતવી નાખવી તેનાં જેવી બીજી કઇ મોટી ભૂલ હોઈ શકે? જ્યાં ગણતરી જ ખોટી હોય પછી તેનો જવાબ ખોટો જ આવે એમાં નવાઈ શી? પણ હવે ચેતનને તેની ભૂલ સમજાય છે. - ચેતનની પર દૃષ્ટિ ખસી ગઈ છે. સાચી દૃષ્ટિ પ્રાપ્ત થઈ છે.
અનુભવદેષ્ટિ એ જ સાચી દૃષ્ટિ કદાચ તેને આપણે જ્ઞાનદેષ્ટિ કહીએ તો પણ ચાલે. આ દૃષ્ટિ મળ્યા પછી જે ગણતરી થાય તે સાચી હોય ને તાળો
Page #363
--------------------------------------------------------------------------
________________
૨૭૯
અનુભવ રસ પણ સાચો આવે. અનુભવ વિનાની ગણતરી ખોટી જ ઠરે. અનુભવે ભૂલ સમજાય ને પ્રશ્ચાતાપ પણ થાય. પછી બીજીવાર તેવી ભૂલ ન થાય તો ચેતનનું કામ થઈ જાય. આ રીતે ચેતનાની વાતો સાંભળી તે પછી તેને સ્વ સ્વરૂપનું ભાન થયું એટલે જ ચેતન હવે માયામમતાને ઠગારી રહે છે ને તેનો તિરસ્કાર કરી ભગાડે છે. બીજી બાજુ ચેતનાને તે કહે છે કે તમે મારી પાસે આવો. હું હવે જાગૃત થઈ ગયો છું. આજ સુધી હું માયામમતામાં આસક્ત થઇ ફરતો હતો પણ હવે સમજાયું છે કે તે સંબધો દગો દેનારા હતા. આત્મ વિચારણા થતાં જ્ઞાનચક્ષુ ખુલે છે. હવે બીજી કડીમાં કવિ શું વિચારે છે તે જોઈએ. भ्रात न मात न तात न गात न, जात न वात न लागत गोरी मेरे सब दिन दरसन फरसन, तान सुधारस पान पगोरी... ठगोरी २॥
ચેતન માયા-મમતાને કહે છે કે હે માયાવતી નારીઓ? આજ સુધી તમારા સંગમાં રહીને મા-બાપ, ભાઈ-બહેન, પત્ની-પતિ, પુત્ર, કુટુંબીજનો જ્ઞાતિજનોમાં જ હું આસકત હતો. તેનું સુખ તે મારું માની હર્ષ ઘેલો થતો હતો પણ હવે જ્ઞાનદષ્ટિ મળતા સમજાયું કે આ બધું ખોટું હતું. જગતમાં કોઈ કોઈનું નથી. આખો સંસાર માયાની જાળ છે. જગતના તમામ પદાર્થો અસ્થિર તથા અશાશ્વત છે. તે કોઈ ચિરસ્થાયી નથી. જ્યાં સંયોગવિયોગના ખેલ થતાં હોય, જ્યાં દુઃખની પ્રચૂર માત્રા હોય એવા આ સંસારને મારો કેમ કહી શકાય? શ્રી સર્વજ્ઞ પરમાત્મા કહે છે,
“ધુવે અસારસંમિ, સંસારભિ ટુર્વ પ૩રાણ”
અધુવ અને અશાશ્વત સંસારમાં દુઃખ પ્રચુરમાત્રામાં છે, એવો આ સંસાર મારાથી તો પર છે. તેના રહેવા પર મને સુખનું સ્વપ્ન પણ નહીં આવે. આવું જાણ્યા પછી ખોટાઓની તો વાત સાંભળવી ગમતી નથી. આ રીતે ચેતનને હવે મોહ-માયાને કારણે રાગના બંધનોથી પ્રાપ્ત થયેલા મા-બાપ તથા જ્ઞાતિજનોમાં રસ નથી. મારી સાચી માતા જ્ઞાનદૈષ્ટિ છે, કારણકે જે દુઃખમાંથી બચાવે તે માતા. એમ જ્ઞાનદૃષ્ટિએ મને દુઃખ મુક્ત કર્યો. બસ હવે હું મારા સ્વભાવમાં રહું તેની સ્પર્શના કરું, સમ્યગ્દર્શની માટે શાસ્ત્ર વચન છે કે “સરહદે વરૂપે” જેને સર્વજ્ઞપ્રણિત વાણીમાં વિશ્વાસ બેસી ગયો છે તેને માટે સદામિ, પતિયામિ, રોયેમિ, ફાસેમિ,
Page #364
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૮૦ : પાલેમિ. સ્વરૂપગુપ્તા આત્મા બોલે છે કે હે પ્રભુ! મને આપની વાણી પર શ્રદ્ધા છે. તેની મને પ્રતીતિ થાય છે. હું આપની વાણીમાં રુચિ ધરાવું છું તેની મને સ્પર્શના થાય છે અને હું તેનું પાલન પણ કરું છું. મુમુક્ષુ આત્મા આ પ્રકારે અનુભવે છે એ રીતે ચેતન કહે છે કે મને તો મારા દર્શનમાં આનંદ આવે છે. હવે તો તેની સ્પર્શના કરવાની તાલાવેલી જાગી છે. હું મને પામી, મારામાંજ એકતાન બની જાઉં જેથી તેનું જ અમૃતપાન કર્યા કરું. હવે મારે મારા સુખ સિવાય બાહ્ય કોઈપણ પદાર્થોની રુચિ નથી. આ શરીર સાથે સંબંધ રાખનારામાં મને ક્યાંય ઉજ્જવળતા દેખાતી નથી.
ચેતનના વિવેકચક્ષુ ખુલતાં વાસ્તવિક સ્થિતિનો બોધ થયો છે. વસ્તુ સ્થિતિ સમજ્યા વગર ઉપર ઉપરથી જે વાત થાય તે વસ્તુગત ધર્મોની અવાંતર સ્થિતિનાં હાર્દમાં વગર તેઓનું સ્વરૂપ વિચારવામાં કે ચીતરવામાં આવે તો તેનો વાસ્તવિક ભાવ હૃદયમાં સ્કુરે નહીં, ત્યાં તેને સ્પષ્ટ સ્વરૂપ સમજાતું નથી. તેથી તે વાત ચોકખી હોવાની શક્યતા બહુ ઓછી છે.
આ પદમાં “ગાત' શબ્દનો પ્રયોગ કર્યો છે. જો કે શરીરને પણ ગાત્ર કહેવાય છે. માનવને શરીર પરનો મોહ ત્રાસ આપે છે અને ત્યારપછી છે જાત જેનો બીજો અર્થ થાય છે. જ્ઞાતીઓ જ્ઞાનદષ્ટિ ખૂલતાં આ બધું બોજારૂપ લાગે છે. સાંસારિક વિષયો પરત્વે ચેતનને વૈરાગ્ય આવી જાય છે એટલે તે તેમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે.
જીવને જ્યારે શુદ્ધાવબોધ થાય છે ત્યારે જીવની આવી દશા થાય છે. આખા મનુષ્યજીવનમાં એકાદ વખત જો એવો પ્રસંગ બની જાય તો તે વખતે પોતાની યોગ્યતા સમજી યોગ્ય ગુરુની નિશ્રામાં યોગ્ય નિશ્ચય થઈ જાય તો ઉત્તમ કાર્ય થયું ગણાય.
આ સમયે વીજળીના ઝબકારા જેવી આકારની સ્પર્શના થાય છે અને વારંવાર ચિરકાળ લાભ મળતો રહે છે. અહીં ચેતનની દશા ઈચ્છાયોગ સુધી જ છે છતાં પણ આટલું પરિવર્તન થાય તો જ્યારે વિવેકજ્ઞાન થાય પછી તેની દૃષ્ટિ કેવી બદલાઈ જશે.
હવે ચેતન વિશેષ શું બોલે છે તે કવિના શબ્દોમાં જોઈએ.
Page #365
--------------------------------------------------------------------------
________________
૨૮૧
અનુભવ રસ प्रांननाथ विछुरेकी वेदन, पार न पावू अथाग पगोरी માનંઘન કમુ અશન ગોપટ, ઘાટ ઉતારા નાથ મોરી...તારી..રૂા.
ચેતન કહે છે કે અનુભવદૃષ્ટિ જ મારા પ્રાણની રક્ષા કરશે. તે જ મને સાચું જીવન આપશે, પણ આ દૃષ્ટિનો માર્ગ વિષમ છે. તેના ઉંડાણનો પાર પામી શકાય તેમ નથી, જેમ સમુદ્રના પાણીનો તાગ નીકળી શકે નહીં એ રીતે અનુદૃષ્ટિનો ભાગ મળી શકે નહીં.
જેમ સમુદ્રના ઊંડા જળમાં પડેલી વસ્તુ પાછી હાથ લાગવી મુશ્કેલ છે એ રીતે અનુભવ વિના જીવ, સંસારસમુદ્રમાં ખોવાઈ જાય છે. બીજી રીતે સ્વરૂપાનુભવમાં ડૂબેલો આત્મા સંસારમાંથી નીકળી જાય છે. ચેતન કટ્ટે છે અને અનુભવ માર્ગનો વિરહ પડયો છે. આ વિરહકાળ અથાગ છે. મારા પ્રાણ તો મારી પાસે જ છે તેને જાગૃતદશામાં લાવવાની સ્થિતિનો વિરહ પડયો છે. એ જ મોટી પીડા છે. આ પીડા કોઈ બહારની નથી પણ 'મારી પોતાની છે.
ચેતન કહે છે કે મારું વાસ્તવિક સ્વરૂપ આનંદઘનરૂપ છે. તે સ્વરૂપનાં દર્શન કરી મારે તેનો અનુભવ કરવો છે. પણ એ માર્ગ ઘણો વિષમ ને વિકટ છે. હે આત્મ વિભુ! આપના દર્શન કરવાના માર્ગનું મને જરાપણ જ્ઞાન ન હોવાથી એ માર્ગ મને વિષમ તથા મુશ્કેલ લાગે છે. તેથી આ દુર્ગમ માર્ગ સરળ બને માટે જ અનુભવરૂપી નૌકા મને આપો જેથી હું મારા સાધ્ય સ્થાને પહોંચી શકું, હે નાથ! મારા પૂર્વકાળના દોષોની મને ક્ષમા આપો. આપ મારા પર કૃપા કરો. મારો હાથ ઝાલી મને સામે કિનારે પહોંચાડી દો.
ઉપરનું કથન જેમ ચેતન કહે છે તે પ્રમાણે ચેતના પણ કહે છે કે મારા પિતા ચેતનત્વ તેરમે ગુણસ્થાનકે ચાલ્યા ગયા અને શુદ્ધ ચેતનતા મારી માતા પણ પિતાજીની પાછળ તેરમે ગુણસ્થાનકે ચાલી ગઈ. અરે! બીજું તો શું મારો પેટનો એકનો એક પુત્ર કેવળજ્ઞાન! તે પણ તેરમે ગુણસ્થાનકે ચાલ્યો ગયો. હું માર્ગમાં ભૂલી પડી ગઈ છે. તે કોઈ મને મળતા નથી અને બધા મારાથી વેગળા થઈ ગયા છે. બસ મારે તો બધા દિવસ હે શુદ્ધ દર્શન! તારું જ સ્મરણ ને રમણ છે. એમાં જ હું રંગાઈ ને ગરકાવ થઈ ગઈ છું. અહો! વિશુદ્ધ દર્શન! હવે મને તારો જ આધાર છે.
Page #366
--------------------------------------------------------------------------
________________
-
૨૮૨
અનુભવ રસ મારા ચેતનજી જે થોડા ઘણા જાગૃત થયા છે તેનો મેળાપ કરાવી આપવામાં સમર્થ હોય તો તું જ એક છે, મને એવો વિશ્વાસ છે.
આનંદઘનજીનું આ પદ ગહનગંભીર છે, તે ચેતનની ઉક્તિ તરીકે તથા ચેતનાની ઉક્તિ તરીકે એમ ઉભય રીતે ઘટાડી શકાય એમ છે. મહાકવિઓની એ જ ખૂબી હોય છે. એમની પંક્તિઓમાંથી એક કરતાં વધુ ગહન-ગંભીર યોગ્ય અર્થ નીકળી શકે છે. આ પદ કવિના અસાધારણ શબ્દપ્રભુત્વની પ્રતીતિ કરાવે છે.
Page #367
--------------------------------------------------------------------------
________________
૨૮૩
અનુભવ ૨સ
'
પદ-૪૬
- “વેતન વંતુર વોન નારીરી કર્મનું નિકંદન કાઢવા, કમર કસી, કાયાની માયા છોડીને જંગલવાટે વિચરનારા શ્રી આનંદઘનજી મહારાજે, મુમુક્ષુ આત્માએ મોક્ષ માટે કેવી સાધના કરવી તથા તે માટે આત્મવીર્યની ફુરણા કેમ કરવી તેની સુંદર પ્રક્રિયા આ પદમાં બતાવી છે.
સંસારમાં બે શક્તિનું યુદ્ધ ચાલે છે. એક કર્મશક્તિ અને બીજી આત્મશક્તિ. વિશ્વમાં કર્મશક્તિનું સામ્રાજય ઘણું વ્યાપક છે પણ મુમુક્ષુઆત્મા એ શક્તિને ક્ષીણ કરી, આત્મશક્તિને પ્રગટ કરે છે કર્મશક્તિ ને કેવી રીતે મારી હટાવવી તે “ટોડી રાગ' માં લખે છે. चेतन चतुर चोगान लरीरी... चेतन जीत लै मोहराय को लसकर, मिसकर छांड अनादि धरीरी...चेतन...।।।।
ચેતના, ચેતનને કે છે કે હે ચેતનરાય! હવે જાગૃત થાવ, ખુલ્લા મેદાનમાં પડવાનો સમય પાકી ગયો છે. ઘરમાં બેસી વાતો ન કરતાં મેદાનમાં જઈ લડો, કારણકે ક્ષત્રિયનો ધર્મ યુદ્ધ કરવાનો છે. યુદ્ધ કરી શત્રુ પર વિજય મેળવે તે ક્ષત્રિય. જેમ કે કહ્યું છે,
બ્રાહ્મણ કર્મથી થાયે, થાયે ક્ષત્રિય કર્મથી
વૈશ્ય કર્મ થકી થાયે, થાયે શુદ્ર સ્વકર્મથી. ઘરમાં બેસી રહેવાથી ક્ષત્રિય બનાતું નથી પણ સમય આવ્યે જેનું લોહી ગરમ થઈ જાય ને કાર્ય કરવા તત્પર કરે તથા યુદ્ધના સમયે જેનું હૃદય થનગની રહ્યું હોય, આવા કર્મયુક્ત જે હોય તેને ક્ષત્રિય કહેવાય છે. ક્ષત્રિય રણ સંગ્રામમાં લડે અને વિજય વરમાળા પહેરી સ્વઘર સિધાવે.
ચેતન પર અનાદિકાળથી મોહરાજાએ રાજ જમાવ્યું છે. ચેતન પોતાની શક્તિને જાણે સાવ વિસરી ગયો છે. પુગલ સંગે રહી, ચેતન પુગલ જેવી ચેષ્ટા કરવા લાગ્યો. ચેતન સાથે અનાદિકાળમાં ક્યારેય કર્મ નહોતા એમ નથી. એક કવિએ કહ્યું છે,
જડને ચૈતન્યની પ્રીતિ રે પુરાણી, અનંત જન્મારામાં કરી શું કમાણી,
Page #368
--------------------------------------------------------------------------
________________
૨૮૪
મતિ માયામાં મુંઝાણી, આત્મ શક્તિ રે ટાણી, શાંતી નહીં રે મળે, ચેતન ચાલોને હવે સુખ નહીં ૫૨માં મળે.
ચેતન, આવા જડ કર્મનો સંગ દીર્ધકાલીન હોવાને કારણે પામર થઈ મોહરાજાને વશીભૂત થઈ જાય છે. ત્યારે કવિ કહે છે કે ખુલ્લા મેદાનમાં આવો. ગઢમાં રહી લડવું એ તો કાયરોનું કામ છે. જેની પાસે લશ્કર ન હોય, શસ્ત્રો ન હોય અગર તો હિંમત કે શૌર્ય ન હોય તેવા માણસો બાયલા બની કિલ્લામાં રહી લડે છે.
અનુભવ રસ
ક્ષત્રિયાણી પોતાનો પતિ કાય૨ હોય તો તેને કલંક માને છે. તે યુદ્ધ લડે ને વિજય મેળવે, વિજય ન મળે તો શહીદ થઈ જાય પણ યુદ્ધમાંથી પાછો પગ કરે તો ક્ષત્રિયાણી માથું અને છાતી કુટીને રડે છે. માતા કહે છે કે હે પ્રભુ! મેં આવા કાયરને શા માટે જન્મ આપ્યો, આના કરતાં હું વાંઝાણી રહી હોત તો સારું હતું. માટે જ કહ્યું છે,
~ “જનની જણ તો ભક્ત જણ, કાં દાંતા કાં શૂર, નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર.”
ચેતના, ચેતનને કહે છે કે તમે મોહરાજા સાથે યુદ્ધ કરો. ભલે તેનું લશ્કર મોટું છે પણ તમારું લશ્કર કાંઈ નાનું નથી. કૌરવોનું લશ્કર ઘણું જ મોટું હતું તેની સામે પાંચ પાંડવોની શી વિસાત ? છતાં પણ પાંડવોએ પોતાની શક્તિ દેખાડી તો તેનાં નામનો વિજય ડંકો વાગ્યો ને કૌરવો રણ મેદાનમાં રોળાઈ ગયા.
આ રીતે આ પણ અસતિરૂપ મો૰રાજા સામે સવૃત્તિઓનું એક કુરુક્ષેત્રનું યુદ્ધ છે. કે ચેતન ! તારી પાસે તો અનંતશક્તિ છે. તારા એકલામાં એ બધાંને ભગાડી મૂકવાની શક્તિ છે. વાસ્તવમાં તું બાહુબલિ છો. મોહરાજાના કામ, ક્રોધ, લોભ વગેરેનો સર્વ પ્રથમ ધીરે ધીરે નાશ કર. એમ કરતાં કરતાં આખા લશ્કરને તું ઉડાડી દે. તું એક વખત મોહ્રરાજા તરફથી દૃષ્ટિ ફેરવી લે અને શત્રુઓનો સામનો કરવા કેશરીયા કર. હે ચેતન ! હું તને વિજયતિલક કરવા આંગણાંમાં જ ઊભી છું. ઉત્તરાધ્યયનમાં કહ્યું છે,
જ
जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिणे । एगं जिणेज्ज अप्पाणं, एस से परमोजओ ।।
Page #369
--------------------------------------------------------------------------
________________
૨૮૫
અનુભવ રસ
જેમ દુર્જીયસંગ્રામમાં હજારો યોદ્ધાઓને જીતી શકાય છે પણ તેનાથી સર્વશ્રેષ્ઠ તો એ જ કે જે એક આત્માને જીતી લે. માટે સર્વજ્ઞ ૫૨માત્મા કહે છે કે આત્મા સાથે યુદ્ધ કરો,
अप्पाणं मेव जुइजाहि, किं ते जुइजेण बज्झओ । अप्पणां मेव मप्पाणं, जइता सुह मेहए । આત્માથી આત્માનું યુદ્ધ કરો, બહાર યુદ્ધ કરવાથી શું ફાયદો ? જે એક આત્માને જીતી લે છે તે સાચું સુખ મેળવે છે.
આત્મા સાથે યુદ્ધ કરવાનો આશય એ છે કે આત્માને લાગેલા વિકારી ભાવો તેમજ કષાયો સાથે યુદ્ધ કરો અને તેમાં વિજય મેળવો. અંદર યુદ્ધ કરવું અતિ કઠિન છે.
पंचिन्द्रियाणि कोहं, माणं, मायं तहेव लोहं च । दुज्जयं चेव अप्पाणं, सव्वं अप्पे जिए जियं । । આત્મસંગ્રામમાં પાંચ ઇન્દ્રિયો તથા ક્રોધ, માન, માયા અને લોભને જીતવા મુશ્કેલ છે. વાસ્તવમાં મોહકર્મના ઉદયથી ઉઠતી જે જે વૃત્તિઓ છે તે વૃત્તિઓને જીતવાની છે. તે દુર્જોય છે અને તેનાથી દુષ્કર અને કઠિન આત્માને જીતવો છે, સ્વભાવમાં રહેતા સંગ્રામની સમાપ્તિ થઇ જાય છે અને કંઠે વિજય વરમાળા આરોપિત થાય છે.
ચેતન, મોહ્રરાજા સાથે યુદ્ધ કરતો જેમ જેમ મોહના લશ્કરને ઠાર કરતો જાય છે અથવા ભગાડતો જાય છે તેમ તેમ તેનાં ગુણસ્થાનક વધતાં જાય છે. પછી તે એક પછી એક ગુણસ્થાનના કિલ્લાને સ૨ કરતો જાય છે. અંતે બારમા ગુણસ્થાનકના અંતે મોહરાજા સર્વથા નાશ પામે છે. તેથી એ ગુણસ્થાનકને ક્ષીણમોહગુણસ્થાનક કહેવામાં આવે છે. “મિસ" નો અર્થ કાળાશ થાય છે. અનાદિકાળથી ધારણ કરેલી કર્મમળરૂપ શ્યામતા તેને લાગેલી છે. તેને દૂર કરી કે ચેતન! તું મોહરાજાને મારી હઠાવ, મિથ્યાત્વરૂપ અજ્ઞાન ફુટતાં ચેતન આગળના ગુણસ્થાનકે આગળ વધતો જાય છે. ચેતના, ચેતનને મોહરાજા સાથે તુમુલ યુદ્ધ કરે તેવી ભલામણ કરે
છે.
ચેતના કહે છે કે હે ચેતન તને ખોટી લડાઈઓ કરવાની ટેવ પડી છે. તે છોડી હવે તારા સ્વરૂપ યોગ્ય ગંભીરતા ધારણ કરી લે. યુદ્ધ કરવાની
Page #370
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
કળા હોવી જોઈએ. યુદ્ધ કેમ કરવું તે ચેતના બીજી કડીમાં કહે છે,नांगी काढल ताडले दुश्मन, लागे काची दोइ धरीरी । अचल अबाधित केवल मनसुक, पावे शिव दरगाह भरीरीर... चेतन... ।।२।। મ્યાનમાંથી બહાર કાઢેલી તલવાર તથા ખંજર લઇને દુશ્મનોનું મસ્તક વાઢી નાંખ. અહીં મોક્ષપામવાની ઈચ્છારૂપ તલવાર અને સ્વરૂપ પ્રાપ્તિનું ખંજર લઈને મોહરાજાને ભગાડી દે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છેઃ
निसग्गुवए सुरुई, आणारुई सुत्त बीयरुइमेव। अभिगम वित्थाररुई, किरिया संखेज धम्मरुई ||
૨૮૬
આત્મયુદ્ધ કરવા માટે દશ પ્રકારની રુચિ કેળવવી જોઈએ. તે આ પ્રમાણે છે. ( ૧ ) નિસર્ગ (૨) ઉપદેશ (૩) આજ્ઞા (૪) સૂત્ર (૫) બીજ (૬) અભિગમ (૭) ક્રિયા ( ૮ ) વિસ્તાર (૯) સંક્ષેપ (૧૦) ધર્મ. આત્મા જ્યારે આ પ્રકારે રુચિ કેળવે છે ત્યારે ઇન્દ્રિયોના વિષયો વિરામ પામી જાય છે અને સ્વસન્મુખ થઈ સ્વરૂપસ્થ થવા પોતાની સર્વરુચિને સ્વ તરફ વાળે છે. જેથી મોહરાજા પોતાના સૈન્ય સાથે આત્મપ્રદેશનાં એક ક્ષેત્ર અવગાહનને છોડી જોય છે. જૈન વૈભવ અને વિલાસ જ પ્રિય છે તેને તેનો ખોરાક ન મળતાં ઊભી પૂંછડીએ ભાગે છે. કવિ કહે છે કે આત્મધર્મ એ તો ક્ષત્રિયનો ધર્મ છે. આ માર્ગ શૂરવીરનું કામ છે. શત્રુ ૫૨ દયા ખાવાનો આ ધર્મ નથી. માટે હે આત્મન્ ! તું ક્ષત્રિય થઈ મોહને મારી નાખ. જેમ શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કરી ક્ષત્રિયત્વને પ્રગટાવવા બોધ આપતાં કહે છે,
स्वधर्ममपि चाविक्ष्य न विकम्पितुमर्हसि। धर्माधम्याध्दि युद्धच्छेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते ॥
હે અર્જુન ! તારા ક્ષત્રિયધર્મનો વિચાર કરીને પણ તારે લડતાં અચકાવું યોગ્ય નથી. કારણ કે ધર્મને અનુસરતા યુદ્ધ કરતાં ક્ષત્રિયને માટે બીજું કાંઈ વધારે કલ્યાણકારક નથી. માટે શત્રુઓની દયા ન ખાતાં તું તારું ધનુષ્ય તૈયાર કર.
ચેતના કહી રહી છે કે કર્મ તો તારા શત્રુઓ છે. તેની દયા ન ખાવાની હોય. હે આત્મન્ ! તારી વીતરાગદશાને પ્રગટ કરવા તારે રાગ
Page #371
--------------------------------------------------------------------------
________________
૨૮૭
અનુભવ રસ -લેષાદિ શત્રુઓ સાથે યુદ્ધ કરવું પડશે. હે ચેતન!પૂર્વે અનંત તીર્થકરો થઈ ગયા. તેના માર્ગે તારે ચાલવાનું છે. ચાર ઘાતી કર્મોરૂપ મહાશત્રુઓ તને પીડી રહ્યાં છે માટે હાથમાં તલવાર તથા ઢાલ લઈ શૌર્યવાન બની સંગ્રામ રમી લે. જ્યારે મોહરાજા જીતાઈ જશે ત્યારે તારી અનેક શક્તિઓ ખીલી ઉઠશે. આઠમા ગુણસ્થાનકને અંતે ક્ષપકશ્રેણી શરૂ થતાં અંતર્મુહૂતમાં આત્મા તેરમે ગુણસ્થાનકે જઈ કેવલ જ્ઞાન-દર્શન પ્રગટ કરે છે. બારમાં ગુણસ્થાન સુધી એક મોહ ઉપર જ જીવનું ધ્યાન હોય છે. તેને ઉડાવતો આગળ વધે છે. સાથે બીજી પ્રકૃતિઓ આવે તેનો ક્ષય કે ક્ષયોપશમ કરતો જાય છે, આટલા નાના સમયમાં આટલા મોટા મોહનીયકર્મને ઉડાડવાની તારામાં તાકાત છે. કર્મના મોટા સમૂહને પ્રદેશોદયથી વેદી નિર્જરા કરીને તું દુશ્મન વગર થઈ જાય એવી તારામાં શક્તિ છે. કાચી બે ઘડીમાં તો તું કેવળજ્ઞાન લઈ શકે છે. જેમ બહારમાં વિજયી બનતાં અધિકાર, સેના, ધનભંડારો વગેરે પ્રાપ્ત થાય છે તેમ આત્મવિજયી બનતા તું સર્વ વસ્તુના બોધરૂપ કૈવલ્યજ્ઞાનને પ્રગટ કરીશ તથા અનંત ગુણરત્નોનો ભંડાર ખુલી જશે. એટલું જ નહીં તું, ત્રિલોકનાથ ત્રિભુવન સ્વામી બનીશ. શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે,
શ્રી સુપાસ જિનરાજ, તું ત્રિભુવન શિરતાજ
આજ હો છાજે રે ઠકુરાઈ, પ્રભુ તુજ પદતણીજી. - આ રીતે ત્રણલોકની સર્વ પદવીનો તું માલિક બનીશ. આ પદની કડીમાં “મુનસફ' શબ્દ કવિએ રાખ્યો છે તેનો અર્થ છે હે ચેતન ! તું સર્વ જગતનો વડો થઈ સર્વદ્રવ્યને જાણનાર અને જોનાર બનીશ. “શિવદરગાહ નો અર્થ છે તું મોક્ષ દરબારમાં પહોંચી જશે. અહીં મોક્ષરૂપ દરગાહની વાત કરેલ છે. જીવનું ચરમ ને પરમ લક્ષ્ય છે મોક્ષ. જેને સર્વોત્કૃષ્ટ સ્થાન કહેવાય છે. દરગાહ તે ફારસી શબ્દ છે તેનો બીજો અર્થ થાય છે મહંત પુરુષોનું અંતિમ નિવાસસ્થાન, પીર અથવા મોટા સંતનું નિવાસસ્થાન એટલે કે જ્યાં તેને ભૂમિદાહ દીધો હોય તે સ્થાનને મુસલમાન લોકો દરગાહ' કહે છે. બૌદ્ધ લોકો સૂપ કહે છે. જૈન લોકો શિવસ્થાન એટલે મોક્ષસ્થાન અથવા સિદ્ધગતિ પામેલા લોકો (આત્માઓનું) સ્થાન તે
Page #372
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૮૮ સિદ્ધશિલા એ અર્થમાં અહીં “શિવ દરગાહ” કહેવામાં આવી છે. વળી દરઘા'નો અર્થ કચેરી પણ થાય એટલે “મુનસફ દરગાહ એટલે વડાની
કચેરી.
આત્મશત્રુને ઓળખનાર સદ્ગુરુ હોય છે. ગુરુના યોગે અને તેના સત્સંગથી શત્રુને ઓળખી સંગ્રામ રમવામાં આવે તો તેમાં સફળતા સાંપડે છે. ગુરુ વિના શત્રુને નાથવા અશક્ય અને અસંભવિત છે. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે,
પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છેદ તે રોકાય,
અન્ય ઉપાય કયાં થકી, પ્રાયે બમણો થાય. આત્મપ્રદેશ પર કષાયરૂપ શત્રુઓ સ્વછંદપણે ફરી રહ્યા છે. તેને સદ્ગુરુના યોગ વડે રોકી શકાય છે. પણ જો સગુનો યોગ ન મળે તો રાક્ષસી માયાની જેમ તે બમણા થઈ બમણું જોર બતાવે છે. માટે આવ્યંતર શત્રુને જીતવા યુદ્ધ કરવા કવિનો આદેશ છે. આ પદની ત્રીજી કડીમાં કવિ બતાવે છે,
और लराइ लरे सो बोरा, सूर पछारे भाउअरिरी, धरम मरम कहा बुझे न और, रहै आनंदघन पद पकरीरी चेतनकी...।।३।।
આ કડીમાં લડાઈની વાત છે. કવિ કહે છે કે સાધારણ માણસ સાથે યુદ્ધ કરવું તે કોઈ બહાદુરી નથી. બીજા સાથે યુદ્ધ અને સંઘર્ષ કરવાથી માનવ વધારે દુઃખી થાય છે. વાતાવરણ કલુષિત બની જાય છે. એક સાથે યુદ્ધ કરતાં બીજા અનેક શત્રુઓ ઊભા થાય છે. એક નાનું રાજય મેળવી લેવું તે કોઈ મોટી બહાદુરી નથી. બહાદુર તો તેજ છે કે જે ભાવ દુશ્મનોને મારી ભગાડી મૂકે. બહાદુર રજપૂતો સ્ત્રીઓ સાથે, વૃદ્ધો સાથે કે નિઃશસ્ત્ર માનવ સાથે યુદ્ધ કરતાં નથી. તે રીતે સાચો મુમુક્ષુ પોતાના ભાવશત્રુ સાથે યુદ્ધ કરી સ્વરાજય મેળવે છે. રાગ-દ્વેષને કારણે માનવ-માનવ વચ્ચે યુદ્ધ થાય છે. સ્વાર્થ તથા ઈર્ષાને કારણે પણ યુદ્ધ થાય છે. આ પ્રકારની લડાઇ અનંતસંસારની વૃદ્ધિ કરે છે. તેથી આવું કાર્ય કરવું તે બુદ્ધિમત્તાનું કામ નથી. મૂર્ખ માણસ આવું કરે છે. ત્યારે ભાવયુદ્ધ તો સંસાર ઘટાડનારૂ છે. આ યુદ્ધનું પરિણામ હંમેશાં સારું આવે છે. અને તેથી જ આત્મા અચલ, અવ્યાબાધ કૈવલ્યલક્ષ્મીને પ્રાપ્ત કરે છે, પર પરિણતિથી
Page #373
--------------------------------------------------------------------------
________________
૨૮૯
અનુભવ રસ બાહ્ય લડાઈ થાય છે. ત્યારે સ્વપરિણતિમાં સ્થિરતારૂપ આત્મ લડાઈ શરૂ થાય છે.
હે ચેતન ! તું તો શૂરવીર છો. તું તારા શત્રુઓનો એવી રીતે નાશ કરજે કે જે ફરી વખત ઊભા જ ન થાય. ચેતનને અહીં શંકા થાય છે કે આપણા પૂર્વજો તો હિંસા પરમો ધર્મ કહેતા ગયા છે ત્યારે અહીં તો હિંસાની જ વાતો છે. વળી કહ્યું છે કે “દયા ધરમકા મૂલ હૈ પાપ મૂલ
અભિમાન” તો અહીં તો દયાને કોઈ સ્થાન જ રહેતું નથી. આવો તે કોઈ ધર્મ હોઈ શકે ખરો ? શાસ્ત્ર કહે છે કે તમે તમારા દુશમનને પણ પ્રેમ કરો તો બીજી બાજુ એમ કહે છે કે શત્રુનો સંહાર કરવો એ તારો ધર્મ છે.
હે ચેતન! શાસ્ત્રમાં ભાવદયા તથા દ્રવ્યદયાની વાતો કરી છે. ત્યારે બીજી રીતે ભાવદયા તથા સ્વરૂપદયા શબ્દ પણ છે. આ રીતે ધર્મ કરતાં હે ચેતન ! તને અવશ્ય શાંતિ, સમાધિ પ્રાપ્ત થશે.
આ પદમાં કવિએ આનંદઘન સ્વરૂપ પરમાત્માના પગ પકડી લેવાની વાત કરી છે. જેમાં દાસત્વભાવ પ્રગટ થાય છે. જેનામાં આવે ભાવ પ્રગટે તે પગ પકડવાનું કામ કરે છે. બીજું કે દાસત્વભાવ નમ્રતા સૂચક છે. અભિમાની કદી દાસ બની શકે નહીં. જો દાસ ન બની શકે તો મોક્ષનો અધિકારી ક્યાંથી થાય? ગુરુના દાસ બનીને રહેતા ધર્મનો મર્મ જાણી શકાય છે, સ્વરૂપદશારૂપ ધર્મ ગુરૂગમ વિના જાણી શકાતો નથી અને ભાવ લડાઈ પણ સમજી શકાતી નથી. કવિએ આ આખા પદમાં ભાવ લડાઈની વાત કરી છે.
આ જીવને અનાદિ કાળથી લડાઈ કરવાની તો ટેવ છે જ પણ આ પદમાં દિશા પરિવર્તન કરેલ છે. માટે જ કવિ ચેતનને ચોગાનમાં આવી યુદ્ધ ખેલવા આહ્વાન કરે છે. ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા ગુણસ્થાન સુધી જીવ નાના રાજ્ય મેળવે છે. આવા રાજ્ય મળે અને ચાલ્યા જાય પણ એક વખત વિશ્વ વિજયી બન્યા પછી હારનો પ્રશ્ન ઊભો રહેતો જ નથી. માટે યુદ્ધકળા તો ગુરૂગમ વિના શક્ય નથી.
કવિશ્રીએ આ પદમાં આંતરિક યુદ્ધમાં વિજયી બનનારને છેવટે મોક્ષગતિરૂપી કેટલો બધો લાભ થાય છે. તેનો મહિમા સમજાવી ભવ્યાત્માને
Page #374
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૯૦ યુદ્ધ માટે તૈયાર કર્યા છે અથવા તો રણભેરી વગાડી લડવૈયાઓને સજ્જ થવા, જાગૃત કર્યા છે, તથા વીરત્વ જગાડવા વીરરસ પીરસી અનોખું કામ કર્યું છે.
આ પદ આત્મજાગૃતિનું પદ છે.
Page #375
--------------------------------------------------------------------------
________________
:
૨૯૧
અનુભવ રસ
૫૪-૪૭
'पिय बिन निशदिन झुरू खरीरी'
યોગી શ્રી આનંદઘનજી મહારાજે વિવિધ પાસાથી માનવમનને તથા ચેતનની શુદ્ધદશાને પામવાનો પ્રયત્ન કર્યો છે. પૌદ્ગલિક મન ચેતનને પુદ્ગલ તરફ ખેંચે છે ત્યારે બીજી બાજુ શુદ્ધચેતના ચેતનને પોતા ત૨ફ ખેંચે છે. અનાદિકાળથી આ લડાઈ તો ચાલતી આવી જ છે. પણ જ્યારે ચેતનનો પુરુષાર્થ નબળો પડે ત્યારે પૌદ્ગલિક કર્મોનો વિજય થાય છે અને ચેતનને બંદીવાન બનાવી પોતાને તાબે કરી લે છે અને ચેતન જો પોતાનું શૌર્ય જાગૃત કરે તો કર્મ જંજીર તોડી ચેતના પાસે જવા દોડી શકે છે, પણ તેમ થતું નથી.
કવિશ્રી આનંદઘનજીએ ‘ટોડી રાગ’માં આ પદમાં કહ્યું છે,
पिय बिन निशदिन झुरू खरीरी... पिय
लहुकी वडीकी कांनि मिटाइ, द्वार ते आंखे कब न हरीरी पिय ।। १ ।। શુદ્ધચેતના શ્રદ્ધાને કહે છે કે હૈ સખી! મારો ચેતનપતિ પાછો આવીશ એમ કહીને ચાલ્યો ગયો છે. ખબર નથી કે તે ક્યારે આવશે ? તેની રાહમાં ને રાહમાં હું રાતદિન ઝૂર્યાં કરું છું. મારી ઊંઘ વેરણ થઈ ગઈ છે. ખાવાનું પીવાનું બોલવાનું હરામ થઈ ગયું છે. શોકમાં ને શોકમાં નાના- મોટાની શરમ પણ છૂટી ગઈ છે. મારા એ પિયુની રાહ જોતી આંખો દ૨વાજા ૫૨ સ્થિર થઈ ગઈ છે. તે ત્યાંથી ખસતી જ નથી.
આર્યાવર્તની કુલીન સ્ત્રીઓ સંયુક્તકુટુંબમાં રહેતી હતી એ સમયે કુળવધૂઓ ઘુંઘટ કાઢતી હતી. તે પોતાના પતિનું મોઢું ઘૂંઘટમાંથી જોતી. વડીલોની હાજરીમાં તે ઘૂંઘટ ઊંચો કરી પતિ સાથે વાતો કરી શકતી ન હતી. આ પ્રથા આજે લુપ્ત પ્રાયઃ થઈ ગઈ છે. કવિ પોતાના સમયનું ચિત્ર ખડું કરી આ પ્રથાનો નિર્દેશ કરે છે. ચેતના કહે છે કે ચેતનના દર્શન કરવા માટે પોતે એટલી બધી ઘેલી થઈ ગઈ છે કે નાના – મોટાની શ૨મ પણ જાળવી શકતી નથી.
આ કડીમાં કવિએ વ્યવહારષ્ટિથી અધ્યાત્મભાવો સમજાવવા પ્રયત્ન
Page #376
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૯૨
કર્યો છે. ચેતના, જ્ઞાનદૃષ્ટિથી ચેતનની રાહ જોયા કરે છે ને એમ થાય છે કે ચેતનજી હવે ક્યારે સ્વભાવ દશામાં આવશે.
શુદ્ધસ્વભાવને પ્રગટ કરવાનો માર્ગ સરલ છે પણ ચેતનનો વિભાવમાંથી રસ છૂટતો નથી. હમણાં જ તેઓ તો કહી ગયા કે હું અમ૨ છું તે મને હવે સમજાયું છે. માટે હમણાં જ આવું છું અને તેથી હું પ્રમત્ત - અપ્રમત્તમાં દરવાજા પર અનિમેષ નજરે મારા નાથની રાહ જોયા કરું છું. પણ કુમતિ મારા નાથને મારા મંદિરે આવવા દેતી નથી. છતાં પણ સંયમરૂપ દરવાજે હું મારી જ્ઞાનચક્ષુથી નિહાળી રહી છું. જો તે આવે તો પ્રમત્ત – અપ્રમત્ત ગુણસ્થાનકથી આગળ વધી પ્રગતિ કરી શકે. પણ કુમતિ પોતાનો પ્રભાવ પાછો પાડે છે ને ચેતનને પોતાના પ્રમત્તરૂપ ઘરમાં ભરમાવીને લઈ જાય છે. ચેતના કહે છે કે તે મારા સ્વામીને મૂર્છારૂપ મદિરાનું પાન કરાવે છે. મિથ્યાત્વરૂપ ધતૂરાનું ભક્ષણ કરાવી અવિવેકરૂપ ગાંજાની ચલમ ભરી આપે છે જેથી ચેતનનું ભાન ઠેકાણે રહેતું નથી. તેથી પતિ વિયોગે ઉદાસ થઈને હું ફરી રહી છું.
કુમતિની દશાનું વર્ણન કરતાં કવિ કહે છે,
-
पट भूखन तन भौक न ओढे, भावे न चोकी जराउ जरीरी । સિવ મના ગાતી! મુષ નળ પાવત, જૈન બિનત નાત અમરીરી... પિયાર।। શુદ્ધચેતના, ચેતનના વિ૨૭માં એવી ડૂબી ગઈ છે કે તેને પોતાનાં કપડાંનું પણ ભાન રહ્યું નથી. તેને ઉઠવું – બેસવું – ખાવું કે પીવું તેવી કોઈપણ શારીરિક ક્રિયા પ્રત્યે લક્ષ રહ્યું નથી. પહેરલાં કપડાં સારા છે કે નહીં ? માથે ઓઢયું છે કે નહિ? એવી પણ સૂઝ તેને રહી નથી. શરીર પરનાં આભૂષણો હીરાનાં છે કે ચોકીના તે જોવા પણ તે અટકતી નથી, કારણકે અત્યારે તેની નજર પતિના સિવાય અન્ય કોઈ સ્થાને નથી. સંસારીલોકો જેને પતિઘેલી કહે છે તે પ્રમાણે ચેતના પતિઘેલી બની ગઈ છે. તેને શરીર પર પહેરેલાં વસ્ત્રો પણ બોજારૂપ લાગે છે. આભૂષણો વીછીનાં ડંખ જેવી વેદના આપે છે. શોકાતુર હૃદયની આવી દશા થાય તે સ્વાભાવિક છે. ત્યારે બીજી રીતે જોતાં સમ્યક્દશા પ્રગટ થયા પહેલાં દરેક વ્યકિત આવી દશામાંથી પસાર થાય છે અથવા તેને ઉત્તમદશા પ્રાપ્ત કરવા ઝૂરણા આવ્યા વિના ઉચ્ચદશાને પામી શકાતી નથી. દરેક મુમુક્ષુએ આવી
Page #377
--------------------------------------------------------------------------
________________
૨૯૩
અનુભવ રસ ઝૂરણા પ્રગટાવવી પડે છે. વેદનાથી વ્યાકુળ થવું પડે છે.
કવિનો અહીં સંકેત છે કે સ્ત્રીઓની ચોસઠ કળામાં વસ્ત્ર તથા આભૂષણોની સજાવટ પણ એક કળા છે. સ્ત્રીઓ પતિને પ્રસન કરવા શણગાર સજે છે. પરંતુ જો પતિ તે સ્ત્રીની સામે પણ જુએ નહીં તો શૃંગાર કોના માટે સજવો?
ચેતના કહે છે કે આવા આભૂષણો તો દેવાંગનાઓ પણ પહેરે છે. મારે આભૂષણોનાં સુખ જોઈતાં નથી. મારે જોઈએ છે મોક્ષપુરીના શાશ્વત સુખ. એ સુખ આગળ દેવાંગનાઓના સુખની કોઈ કિંમત નથી કારણકે પૌદ્ગલિક છે. જેને એક વખત ઇન્દ્રિયાતીત સુખનો અનુભવ થયો હોય તે જ તેની કિમત જાણી શકે. વિશેષતા તો એ છે કે આવું સુખ મલ્યા પછી દુઃખ ઘેરી વાદળી તેને સ્પર્શી શકતી નથી. ઇન્દ્રિયજન્યસુખ તો દેવગતિમાં ઘણાં ભોગવ્યાં. જૈનશાસ્ત્રોમાં એનું આબેહૂબ વર્ણન છે. દેવતાઓને ઉત્પન્ન થવાના ઢોલિયાને રાતા સોનાના પાયા છે. મણિરત્નના પડવાયા છે. લીલા સોનાનાં ઈસ ઉપળા છે. રાતા સોનાની સાંધું જડી છે. વજ હીરામય ખીલા પડયા છે. મણિરત્નની પાટીથી તે ઢોલિયો ભર્યો છે. તુલમાની તળાઈ છે. રાતા સોનાનો ગાલીચો છે. સફેદ સોનાની સોડ છે. લાલ સોનાનાં પાથરણાં છે. જાંબલી રંગના સોનાના ઓશીકાં છે. ગેડવી રંગ સોનાના ગલ મસુરીયા છે. મણિરત્નના ઓછાડથી તે ઢોલિયો બીછાવેલ છે અને પંચવરણો પંખો ઝુલી રહ્યો છે. આવાં સુખો હવે મારે જોતાં નથી પણ મારે જોઈએ છે મોક્ષનગરનાં સુખ. જેના શિખરે બેસી મારો આત્મારૂપી મોર ટહુકા કરે. વળી ચેતના કહે છે કે હે સખી શ્રદ્ધા! મને એકપણ વસ્ત્ર ગમતું નથી. મારા પતિ, કુમતિની સોબતમાં એવા પડી ગયા છે કે તેથી મારા દિલમાં ભારોભાર દુઃખ છે. આવા દુઃખથી ઘેરાયેલી મને પ્રભુપ્રેમરૂપી સાડીને ધ્યાનરૂપી આભૂષણો પહેરવા રુચતાં નથી. જ્યારે ધણી જ ઘરમાં ટકતો ન હોય તો પછી આભૂષણો પહેરવાનો શું અર્થ છે? ચેતનને જો મારામાં રસ કે રુચિ ન હોય ત્યાં વળી શિવલક્ષ્મીની વાત જ ક્યાં રહી? તેને તો એવી વાતો સાંભળવી પણ ગમતી નથી.
આ કડીમાં જે ચોકીના દાગીનાનો નિર્દેશ છે તે ધ્યાનના ચાર પાયારૂપ ચોખંડા નંગથી જડેલ ધ્યાનસ્થ ચિત્ત સ્થિતિરૂપ દાગીના પહેરું
Page #378
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૯૪ છું, તો તેથી પણ મને ખેદ થાય છે. અરે! મોક્ષકમળા પણ મને સુખ આપી શકતી નથી. ચેતના શ્રદ્ધાને આ રીતે દિલ ખોલીને વાત કરે છે.
હવે ચેતનાની આંતરિક સ્થિતિ કેવી છે તે આપણે આ પદની ત્રીજી કડીમાં જોઈએ: सास विसास उसास न राखें, नणंदी नीगोरी भोरी लरीरी; ओर तबीब न तपति बुझावे, आनंदघन पीयुष झरीरी; पिय।।३।। - કવિએ આ કડીમાં સંસારીસંબંધોનું રૂપક પ્રયોજીને અધ્યાત્મના ઊંડા રહસ્યને પ્રગટ કર્યું છે. ચેતના કહે છે કે મારી સાસુ તો મારા પતિનો એક શ્વાસોશ્વાસ જેટલો પણ વિશ્વાસ કરતી નથી.
અહીં આયુસ્થિતિરૂપ સાસુ ગણવામાં આવી છે. જીવ આયુષ્યકર્મના આધારે ચારગતિમાં ફર્યા કરે છે. જીવ દરેક ગતિને યોગ્ય શરીર ધારણ કરે છે. પણ આયુષ્ય બળના આધારે જીવ એ શરીરમાં એટલો વખત જ રહી શકે. આયુષ્ય પૂર્ણ થતાં એક ક્ષણ પણ ચેતન આ શરીરમાં રહી શકતો નથી. એટલે ચેતના કહે છે મારી સાસુ તો મારા પતિનો એક શ્વાસ લેવા જેટલો પણ વિશ્વાસ રાખતી નથી. ચેતનની વિભાવદશાને લઈને આયુષ્ય સ્થિતિ મારી સાસુ થાય છે. અને તેથી ચેતન પોતાના સાચા સગાને
ઓળખી શકતો નથી, બીજી રીતે જોતા એ અર્થ ફલિત થાય છે કે પતિ વિના એક શ્વાસો શ્વાસ જેટલા કાળનો પણ વિશ્વાસ રહેતો નથી. વળી આ નાગોરી નણંદ પણ એવી છે કે સવારથી રાત સુધી મારી સાથે લડયા જ કરે છે. તે સાવ નાના બાળક જેવી ભોળી છે. જેમ બાળકને બહાર લઈ જઈએ તો જે વસ્તુ જુએ તે લેવાનું મન થાય ને ન મળે તો રડવા લાગે, પછડાટી ખાય એવી અનેક ક્રિયાઓ તે કરે છે. એ રીતે તૃષ્ણારૂપી મારી નણંદ પણ એવી છે કે જે પદાર્થ જુએ તે લેવાનું મન થઈ જાય હું પદાર્થના સ્વરૂપને જાણું છું તેથી ના કહું છું તો પણ તે મારી સાથે લડયા જ કરે છે. તેને ગમે તેટલું આપવામાં આવે તો પણ તે ધરાતી નથી. મારી પાસે ન ચાલે તો તેના ભાઈ પાસે જઈ મીઠું મીઠું બોલી તેની પાસેથી ધાર્યું કામ કરાવી લે છે. નણંદ એવી જબરી છે કે ભાઈ – બહેન એક થઈ જાય છે અને મને એકલી અટુલી કરી નાખે છે. તેથી પતિ વિરહ મને દાહજવર જેવો લાગે છે. હું તો અંદર બહાર બધેથી બળ્યા કરું છું. મારી વેદના મટાડનાર
Page #379
--------------------------------------------------------------------------
________________
૨૯૫ '
અનુભવ રસ આ જગતમાં કોઈ વૈદો કે હકીમો નથી. કારણકે એ તો શરીરનાં દર્દો દૂર કરી શકે છે. પણ મારા હૃદયની આગ કોણ શાંત કરી શકે? પણ જો આનંદઘન રસનો વરસાદ પડે તો મને શાંતિ થાય આ વિરહાગ્નિરૂપ દાવાનળને શાંત કરવા આનંદરસના પ્રવાહની જરૂર છે. આ રોગની દવા આનંદઘન વૈધ કરે તો જ શાંતિ મળી શકે.
ચેતનની આ દશા પલટાવવા તે જાતનાં સાધનો એકઠાં કરવા, તથા દ્રઢ નિશ્ચય કરવો તે આવશ્યક છે. આનંદરસનો વરસાદ માણવા જેમ જેમ નિર્ણય થશે તેમ તેમ કુમતિનો સંગ છૂટી જશે.
બીજી રીતે અર્થ વિચારતાં તૃપ્તિ નણંદ, સદ્ગુરુ વૈધ, કાળલબ્ધિરૂપ પુરુષાર્થની દવા અથવા ઈલાજ કરવાથી સુમતિની ઈચ્છા પૂર્ણ થાય છે. વળી નણંદનું કાર્ય મિલન કરાવવાનું હોવાથી પુરુષાર્થને આધારે ચેતનચેતનાનું મિલન થયા પછી નણંદ તો ખસી જાય. ચેતન-ચેતનાનું મિલન થતાં કેવળજ્ઞાનરૂપ બેટડાનો જન્મ થાય છે. અનંતકાળ સુધી સુખમાં બિરાજમાન થાય છે.
Page #380
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૯s
ક .
પદ - ૪૮
-
“માયરી મુને નિરપર વિપદી ન મૂવી" પડદાની પાછળ રાખેલા પ્રતિમાના દર્શન માટે દર્શનાર્થીઓ અત્યંત ઉત્સુક હોય છે. જ્યારે પડદો હટે છે ને દર્શન થાય છે ત્યારે ભક્તજનોનાં હૈયા શ્રદ્ધા, ભક્તિ વડે ભાવવિભોર બની જાય છે. તેમ આ પદમાં કવિ આનંદઘનજીએ રહસ્યદર્શન કરાવ્યું છે. જેમ પાષાણમાંથી પ્રભુ પ્રગટ થાય તેમ આ પદમાં શબ્દદેહે ચેતના પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે.
મારું જંગલો” નામના રાગમાં ગાયેલ આ પદમાં કવિ કહે છે, માયતી અને નિરપર વિપદી ન મૂવી, [૨] નિરપર રહેવા ઘણું ફુરી, ઘીમે નિગ મતિ કુંવર...માયાદા
ચેતન તથા ચેતનાનો અભેદ સંબંધ છે. ચેતના કદી પણ ચેતનથી અલગ સંભવી શકે નહીં ત્યારે તે શુદ્ધ ચેતનાના નામથી ઓળખાય છે.
અહીં ચેતનાએ જે ભાવ બતાવ્યો છે તે તેની શુદ્ધદશાની સાપેક્ષવૃત્તિને આધારે છે. ચેતના અને સુમતિને ઘનષ્ઠિ સંબંધ છે. આજ સુધી સુમતિએ ચેતનને સમજાવવા પ્રયત્ન કર્યા તે ચેતનાને લઈને કર્યા છે. વિભાવદશામાં ચેતના અને સુમતિ જાણે એક જ વ્યક્તિનાં બે પાસાં હોય તેવું લાગે છે. છે. બીજી દૃષ્ટિએ વિચારતાં અને અત્યંત ગાઢ સખીઓ હોય અને બંને પરસ્પર દુઃખે દુઃખી થતી હોય તેવું લાગે છે. તેથી જ કવિએ આ પદમાં “માયડી' શબ્દનો પ્રયોગ કર્યો છે.
ચેતના સુમતિને કહે છે કે હે માડી હું આજ સુધી ચેતનની સાથે છાયાની જેમ ફરતી રહી કારણકે પતિની સાથે રહેવું તે પત્નીનો ધર્મ છે.
જ્યાં પતિ ત્યાં સતી. રામની સાથે સીતા રાજમહેલની રાણી બનીને રહી તો જંગલની વાટે પણ તે જ સાથે ચાલી. તેમ હું પણ મારા પતિની સાથે સાથે જ રહી છું પરંતુ મારે જ્યારે નિષ્પક્ષ રહેવું ત્યારે ચેતનની ઈચ્છાનુસાર મારે પક્ષ લેવો પડે છે. ચેતનને નય-પ્રમાણનું જ્ઞાન ન હોવાથી તે વારંવાર એક બાજુ ઢળી જાય છે. આવા વખતે જો સુમતિનો સુયોગ હોય તો ચેતનને સત્ય સ્વરૂપનું ભાન થાય છે. નહીં તો પોતે તો ઢળે છે અને મને
Page #381
--------------------------------------------------------------------------
________________
૨૯૭
અનુભવ રસ પણ સાથે ઘસડતો જાય છે. હું શુદ્ધ રહેવા પ્રયત્ન કરું છું તો પણ તે મને ધમકાવે છે. “નિજમતિ ફંકી” જેમ કોઈ માનવ સામી વ્યક્તિ ઉપર કામણ ટ્રમણ કરી અથવા તો મંત્ર જંત્ર કરી વશ કરે અને પોતાની ઈચ્છાનુસાર તેની પાસે કાર્ય કરાવે છે. એ રીતે ચેતન મારા ઉપર પોતાની મતિની સૂંક મારે છે અને મને તેના ઈશારે ચલાવે છે. દુર્યોધનના હાથમાં ગયેલી સતી દ્રૌપદીનાં જેમ ભરી સભામાં ચીર ખેંચાયા તેમ વૈભાવિકદશારૂપ દૂર્યોધનના હાથમાં મને નાખી દીધી છે.
અધ્યાત્મના ક્ષેત્રમાં જીવે નિષ્પક્ષ રહેવું જોઈએ. કોઈપણ મત કે પંથના વાડાઓ બહુધા એકપક્ષીય હોય છે. ચેતન આવા વાડામાં પૂરાઈ ગયો છે. કોઈ આત્માને વ્યાપક માને છે તો કોઈ એક જ આત્મા માને છે. કોઈ ઈશ્વરનો અંશ કહે છે તો કોઈ પંચભૂતથી ઉત્પન્ન થતો આત્મા માને છે.
ચેતના કહે છે કે મારા શુદ્ધ સ્વરૂપને અને ચેતનના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા પછી કોઈપણ વાડાબંધી રહે નહીં.
શ્રી ચિદાનંદજી મહારાજે આવા જ ભાવનું સરસ વર્ણન કર્યું છે. અવધ નિરપેક્ષ વિરલા કોઈ, દેખ્યા જગ સહુ કોઈ, સમરસ ભાવ ભલા ચિત્ત જા કે, થાય - ઉથાપ ન હોઈ.
અવિનાશી કે ઘરકી તાં, જાનેંગે નર સોઈ.. અવધૂ... આખા જગતમાં દૃષ્ટિ કરતાં નિષ્પક્ષ કોઈ વિરલ માણસ જ હોય છે. જેના ચિત્તમાં બધા જ ધર્મ તથા દર્શન માટે સમરસ ભાવ વર્તતો હોય તે કોઈનું થાપે કે ઉથાપે નહીં, તેવી વાતોમાં રસ પણ ન લે. જ્યાં અવિનાશી આત્મ સ્વરૂપની વાત હોય ત્યાં પ્રેમપૂર્વક જાય ને વાતો સાંભળે.
શ્રી ચિદાનંદજી કહે છે, નિંદા સ્તુતિ શ્રવણ સુણીને, હર્ષ શોક નવિ આણે, તે જગમેં જોગીસર પૂરા, નિત્ય ચઢતે ગુણઠાણે, ચંદ્ર સમાન સૌમ્યતા જાકી, સાય૨ જેમ ગંભીરા,
અપ્રમત્ત ભારંડ પરે નિત્ય, સુરરિસન મુવિ ઘRT.... સંત પુરુષો નિંદા કે સ્તુતિમાં હર્ષ કે શોક કરતા નથી. આવા
Page #382
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૨૯૮
સમભાવી સાધકો હંમેશાં ઉપ૨ ઉ૫૨નાં ગુણસ્થાનકોમાં આરોહણ કરતાં રહે છે. તેનાં આત્માની શીતળતા મુખમુદ્રા ૫૨ છવાઈ જાય છે. તેઓ ચંદ્ર સમાન સૌમ્ય, સાગર જેવા ગંભીર, ભારડ પક્ષી જેવા અપ્રમત્ત અને સુરિગિર જેવા ધીર હોય છે.
આવા વીરલા પુરુષો ૫૨મત સહિષ્ણુ હોય છે. અમુક મત કે દર્શન પોતાને માન્ય છે તેથી તેનો પક્ષ કરવો જોઈએ પણ જે સત્ય હોય તેના ગ્રાહક બની, પક્ષપાતરહિત બની, ૫૨મતસહિષ્ણુતા કેળવવી જોઈએ, નિષ્પક્ષનો અર્થ આધ્યાત્મિક દૃષ્ટિએ જોતાં મનને સમભાવમાં રાખવું તથા મનને સ્થિતિસ્થાપકતામાં રાખવું. કોઈપણ સ્થિતિમાં ચિત્તને ડહોળી દેવું ન જોઈએ. ચેતના પણ નિષ્પક્ષ રહેવા ઈચ્છી રહી છે પણ ચેતનને કા૨ણે તે આવી દશા પામી છે. ચેતનાના કેવા બૂરા હાલ થાય છે તે કવિના શબ્દોમાં જોઈએ–
जोगीए मिलीने जोगण कीधी, जतीए कीधी जतणी; भगते पकडी भगताणी कीधी, मतवासी कीधी मतणी मायडी ॥ २ ॥
યોગમાર્ગે ચાલનારા જોગીએ પોતાનો માર્ગ જ સાચો છે તેમ માની મને જોગણી બનાવી દીધી. તેઓ જોગણીના ઉપાસક હોય છે. તેઓ ચંડિકા, મહાકાળી, મહામાયા, ભદ્રેશ્વરી વગેરે જુદી જુદી દેવીઓને માને પૂજે છે. આવા કેટલાક જોગીઓ કાનકટા તેમજ કોઈ ડોકમાં પથ્થરની માળા પહેરે છે. તેઓ જગતને માયારૂપ માને છે. માટે માયા સ્વરૂપ દેવીઓની પૂજા – ઉપાસના કરી તેને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે છે. ચેતન જ્યારે તેમાં ઢળી ગયો ત્યારે જોગીઓની જમાતમાં મને પણ જોડી દીધી ને મને જોગણ બનાવી દીધી પછી મારી પૂજા – ઉપાસના કરવા લાગ્યો પણ મારૂં સત્ય સ્વરૂપ કોઈ સમજતા નથી. તેઓ પોતાના પક્ષ સિવાય અન્યત્ર સત્યદર્શન કરી શકતા નથી. તેઓ તો પોતાથી વિરુદ્ધ વિચારના લોકોને મહાઘાતકી, મહાપાતકી સમજે છે. તેને જુદાં જુદાં નામોથી જાણે છે જેમકે નાસ્તિક, મિથ્યામતિ, કાફર વગેરે. તિરસ્કા૨ભી દૃષ્ટિથી જુએ છે. અરે ! આશ્ચર્યની વાત તો એ છે કે ખુદ ચેતન પણ મને જોગણી માની મારી પૂજા કરે છે હું ક્યાંય બહાર નથી, તેની પાસે જ છું છતાં અજ્ઞાનમાં ઘેરાઈ તે મને જોઈ શકતો નથી. આવી દયનીય મારી દશા છે.
',
Page #383
--------------------------------------------------------------------------
________________
૨૯૯
અનુભવ રસ વળી કોઈ યતિઓ મને યતણી બનાવે છે. બૌદ્ધો યતિઓ કહેવાય છે. સંન્યાસીઓ ભગવા વસ્ત્રધારી, કોઈ રામભક્ત તો કોઈ શિવભક્ત હોય છે. જોગી અને યતિમાં એટલો ફેર છે કે જોગીઓ દેવ-દેવીઓના ભક્ત હોય છે ત્યારે સંન્યાસીઓ ઘણું કરીને અભેદ માર્ગને અનુસરનારા અને શિવભક્ત તો કોઈ પરબ્રહ્મને માનનારા હોય છે. ભક્તિમાર્ગને અનુસરનારા કેટલાક હોય છે. જ્ઞાન, ધ્યાન, તપ, જપ કે વ્રત કાંઈ કરવાની જરૂર નથી, ભગવાનની ભક્તિથી ભગવાન મળી જાય છે. ભક્તિમાર્ગીઓ જ્ઞાનયોગ અને કર્મયોગને ગૌણ કરી નાખે છે. તેઓ એમ માને છે કે મુક્તિ તો ભક્તિમાર્ગથી પ્રાપ્ત થાય છે. ભક્તિમાર્ગીઓ પ્રભુના ગુણાનુવાદ કરતાં કરતાં તેનાં ચરણોમાં સમર્પિત થઈ જાય છે. ભક્તિનાં તાનમાં ગાવું - બજાવવું- નાચવું કૂદવું, તાળીઓ પાડવી વગેરે ક્રિયાઓ કરે છે. તેઓ ભક્તિમાર્ગને એટલું બધું મહત્વ આપે છે કે ભક્તિ સિવાય મોક્ષ માટે બીજું કશું જ કરવા જેવું નથી. આ એકાંતવાદી છે.
આ રીતે જુદા જુદા મતને માનનારાઓ મેં તેના માનેલા મતમાં આસક્ત કહે છે. કોઈ ૐ નો ઉચ્ચાર કરે છે તો કોઈ શિવોડદ્ધને માને છે. કોઈ રાખ લગાવી, હાથમાં ચીપીઓ રાખી અલખમાં મગ્ન રહેનારા છે. આ રીતે ચેતન જેના જેના સંગમાં ગયો તેના તેના રંગમાં રંગાયો અને મને પણ તેવા જ રંગે રંગી દીધી. સ્વમતાગ્રહથી વિકળ થયેલી આંખો અન્યદર્શનની વાતો સાંભળવા કે જાણવા પણ તૈયાર નથી. માટે જ ચેતના કહે છે કે જ્યાં જ્યાં ચેતન સાથે હું ગઈ ત્યાં મારું એકાંત સ્વરૂપ થતું ગયું ને મારામાં મલિનતા વધતી ચાલી. ચેતનની પણ આવી જ દશા થઈ છે.
કવિ આનંદઘનજી વર્ણવે છે: राम भणी रहेमान भणावी, अरिहंत पाठ पढाई, घर घरने हुं धंधे विलगी, अलगी जीव सगाई...मायडी।।३।।
લોકોએ મને પોત પોતાની માન્યતા અનુસાર રામ, રહેમાન, અરિહંતનો પાઠ ભણાવ્યો. જાપ કરાવ્યા પણ તેનો સાચો ભાવાર્થ હું સમજી શકી નહીં. જે આત્મભાવમાં રમે તે રામ અર્થાત્ સ્વભાવમાં રમણ કરે તે રામ. જેણે પોતાના બાહ્ય-અત્યંતર શત્રુઓને જીતી લીધા છે તે
Page #384
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૩૦૦ અરિહંત. જે વ્યક્તિ એવા શત્રુઓને હણે છે અથવા હણવા પુરુષાર્થ કરે છે તે વાસ્તવમાં અરિહંત ભક્ત છે. તેના નામની જો માળા ફેરવવામાં આવે તો તે વ્યક્તિને સાર્થક છે. આ રીતે ચેતના કહે છે કે જુદા જુદા મતાધિકારીઓએ મને આ રીતે યંત્રવત્ પાઠ કરાવ્યા પણ કોઈએ તેનો હેતુ કે સાધ્ય સમજાવવા પ્રયત્ન ન કર્યો.
ચેતન સ્વયં રામ સ્વરૂપ છે. અરિહંત સ્વરૂપ છે પોતે જ ભગવાન છે પણ એ સ્વરૂપ પ્રાપ્તિની રીત કોઈએ બતાવી નહિ. દરેકે પોતાના સ્વાર્થ ખાતર મારી પાસે ઘર ઘરના કામ – ધંધા કરાવ્યા. કોઈએ ધન માટે તો કોઈએ શરીરના સ્વાસ્થ માટે. કોઈએ સંતાન – માટે તો કોઈએ શારીરિક સુખ માટે આ પ્રમાણે વિધવિધ જાતનાં નામોચ્ચારણ કર્યા ને કરાવ્યાં પણ કોઈએ પરમાર્થ માટે કાંઈ કર્યું નહીં જેથી હું મારા સ્વરૂપને તો ભૂલી પણ આત્મા સાથે મારે શું સગાઈ છે તેવા જ્ઞાનથી પણ વંચિત કરી નાખી.
આ પ્રકારના કાર્યમાં હું એકલી દોષિત નથી. પહેલાં તો ચેતન દોષિત છે. તે ઢળે છે ને મને પણ ઢાળે છે. તેથી જ તો ધર્મના બહાના નીચે આજે કેટલાય ગચ્છ, પંથ, વાડા વગેરે વધી ગયા છે. માટે જ શ્રી આનંદઘનજીએ ચૌદમાં પ્રભુનાં સ્તવનમાં કહ્યું છે, ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મોહ નડિયા કાલિકાલ રાજે, - ધાર તરવારની....
ધર્મના નામે સ્વચ્છંદ સેવનારાઓ પોતાના મત વિસ્તાર માટે અનુયાયીઓની સંખ્યા વધારી, અહમ્રનું પોષણ કરે છે. તેઓ તત્ત્વની મોટી મોટી વાતો તો કરે છે પણ એ તત્ત્વને જીવનમાં ઉતારતા નથી.
, શ્રી આનંદઘનજી ચોથી કડીમાં કહે છે, कोईए मुंडी कोईए लोची, कोईए केश लपेटी, વરો નવી વોર્ડ સુતી છોડી, વેતન વિદી ન મેડી....માયડી. ઝા
ચેતના કહે છે કે હે માડી ! મારા જે હાલ – હવાલ થયા છે તેની હું શું વાત કરું? એ લોકોએ મારા પર કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી, કોઈએ મારા પતિનું મસ્તક મુંડાવ્યું, તો વળી કોઈએ દાઢી, મૂછને મસ્તકના વાળનો લોચ કર્યો તો કોઈએ વળી વાળ બાંધી દીધા. જૈન સાધુઓ લોચ
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૦૧
અનુભવ રસ કરે છે. સંન્યાસીઓ માથું મુંડાવે છે. તો કોઈ સાધુઓ વાળ વધારી જટાધારી બને છે ને માથે મોટો અંબોડો રાખે છે. દરેક પોતપોતાના ધર્માનુસાર ક્રિયાઓ કરે છે. પણ ક્રિયાઓ પાછળનો ભાવ સાવ ભાંગી પડ્યો છે. ફક્ત ક્રિયાઓ રહી ગઈ છે. “સાપ ગયા ને લીસોટા રહ્યા” જેવી દશા છે. ફકત લોચ કરવાથી કે મસ્તક મુંડન કરવાથી સાધ્ય સિદ્ધ થતું નથી.
શ્રી યશોવિજયજી મહારાજ લખે છે કે – મુંડ મુંડાવત સબહી ગડરીયા, હરિણરોઝ બનધામ, જટાધાર વટ ભસ્મ લગાવત, રાસલ સહતું હું ધામ... એ તે પર નહિ યોગ કી રચના, જો નહિ મન વિશ્રામ, ચિત્ત અંતર પટ છવવેકું ચિંતવત્ કહા જપત મુખરામ.
જબ લગ આવે નહિ મન ઠામ... જો માથું મુંડાવવાથી જ કલ્યાણ થતું હોય તો ઘેટાં વારંવાર વાળ કપાવે છે. ભૂંડના શરીરના વાળનો લોચ કરવામાં આવે છે. તો તેનું જલ્દી કલ્યાણ થઈ જવું જોઈએ. વળી જટા વધારવાથી ધર્મ થતો હોય તો વડલો તો વડવાઈઓની જટા વધારીને ઊભો છે પણ તેથી આ જીવને શું લાભ? હરણ, રોઝ વગેરે વનમાં જ વસે છે તો વનમાં રહેવા માત્રથી શું? આ બધી ક્રિયાઓ સાથે યોગ ભળે તો ક્રિયા લાભદાયી નીવડે છે. યોગની સ્થિરતા સાધવી તે યોગીઓનો ધર્મ છે. જ્યારે ચિત્ત અને મનની સ્થિરતા આવે ત્યારે સર્વ ક્રિયાઓ સફળ થાય છે. મૌન ધારણ કરી લેવા માત્રથી કાંઈ વળતું નથી. જો વચનગુપ્તિ થઈ ન હોય તો મૌન કરીને મનમાં ગુસ્સો આવે છે. મલિન વિચારો આવે છે તો મૌનરૂપ ક્રિયા કરવાથી કોઈ લાભ થતો નથી. મૌનમાં ભાષા સમિતિ અને મનગુતિ હોવી આવશ્યક છે. પણ અત્યારે તો ચેતનજીએ મૌનમાં, લોચમાં પરિપૂર્ણતા માની લીધી છે. જો મન, વચન, કાયાના યોગની લગામ, હાથમાં ન રહે તો મહાઅનર્થ સર્જાય જાય છે. ચેતન માટે આમ જ બન્યું છે.
આ રીતે ધર્મના નામે વેશધારીઓ તથા ક્રિયાકાંડીઓ એમાં ધર્મ માને છે પણ એવા બાહ્ય વેશથી શું? નાટકિયા જેમ રાજાના, શેઠના, ભિખારીના વેશ ધારણ કરે છે પણ વાસ્તવમાં તે રાજા કે શેઠ કે ભિખારી
Page #386
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૩૦૨ નથી તેમ ભાવવિનાની કોઈપણ ક્રિયા-અનુષ્ઠાન ફળદાયી બનતા નથી. કોઈએ અલખ જગાવવાને ધૂણી પ્રગટાવવા મને જગાડી, કોઈએ દુઃખ ગર્ભિત વૈરાગી બની મને જાગૃત કરી. પણ કોઈએ મારી શુદ્ધ દશા જગાડવા મને જગાડી નહીં.
શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે
आर्तध्यानारव्यमेकं , स्यान्मोहगर्भ तथाऽपरम।
सज्झान सङ्घातं चेति, वैराग्यं त्रिविधं स्मृतम्।। વૈરાગ્ય ત્રણ પ્રકારના છે.
(૧) આર્તધ્યાન નામક(૨) મોહગર્ભિત અને (૩) સજ્ઞાનયુક્ત વૈરાગ્ય.
વસ્તુતઃ જ્યાં સુધી શુદ્ધજ્ઞાનપૂર્વક વૈરાગ્ય ન આવે ત્યાં સુધી વાસ્તવિક લાભ થતો નથી. આ રીતે અધકચરા વૈરાગ્યથી કોઈએ મને જગાડી તો કોઈએ મને સુવરાવી દીધી. આવું બધું કરવા છતાં મારી પતિ વિરહની વેદના ઓછી ન થઈ.
ચેતના, પોતાની અંતરવેદના સુમતિને કહીને હૃદય હળવું કરે છે. ચેતનાને એવું લાગે છે. કે પોતાની વાત સાંભળનાર આ જગતમાં કોઈ છે ખરું! તેથી કહે છે કે હે સખી! મેં કેટલાય વેશ ભજવ્યા તને વધારે શું કહું? મારી વાત સાંભળ ચેતના કે છે, कोई थापी कोई उथापी, कोई चलाती कोई राखी। રમનો મેં વોર્ડ ન વીડી, વોર્ડનો વોર્ડ નવિ પરવી.નાયડી...ફા
મારી હાલત તો એવી થઈ છે કે સહુ કોઈ મને પોતાના મતાનુસાર થાપે-ઉથાપે છે. રામાનુજ અને વલ્લભાચાર્ય શુદ્ધદૈતવાદી હોવાને કારણે પુરુષ અને પ્રકૃતિમાં ભેદ સ્વીકારે છે. પુરુષ એટલે ઈશ્વર. ઈશ્વરને ઈચ્છા થવાથી અણુમાં પ્રકૃતિ ક્ષોભ થાય છે. એમ કહી બંને ભિન્ન છે. તેમ માને છે. ચેતનમાં ઇશ્વરનો અંશ છે માટે કોઇ સમયે પુરુષને અને કોઈ સમયે પ્રકૃતિને સ્વીકારે છે. ભેદમાર્ગ સ્વીકારનારા મારી એક અંશે સ્થાપના કરે છે. પરંતુ મારું સત્ય સ્વરૂપ તો તેઓ સમજી શક્યા નથી. છતાં મારી સ્થાપના કરી. ત્યારે નાસ્તિક મતવાળા તો મારું ઉત્થાપન કરી નાખે છે. અદ્વૈત, શુદ્ધાદ્વૈત ને વિશિષ્ટાદ્વૈતવાદીઓએ મને દૂર ફેંકી દીધી. તેણે તો મારું
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૦૩
અનુભવ રસ અસ્તિત્વ જ રહેવા દીધું નથી.
અદ્વૈતવાદી = મીમાંસકો શુદ્ધાદ્વૈતવાદી = શંકરાચાર્ય છે. ક્ષણિકવાદી = બૌદ્ધ અનુયાયીઓએ સ્વીકાર્યો છે.
આ રીતે એ બધાએ મારા વ્યકિતત્વનું ઉત્થાપન કરી નાખ્યું ત્યારે જે ભેદવાદીઓ છે તેઓ ચેતનાને સ્વીકારે તો છે પણ પ્રલયકાળે સર્વ વિનાશ થઈ જાય છે પછી શુભાશુભ કર્મફળનો ભોક્તા કોણ? તેઓ ગોટાળાવાળી ચલાવ્યે રાખે છે. આ રીતે ભેદવાદીઓએ મને ચલાવી.
વળી કોઈ કહે છે કે ચેતના અનાદિ છે. તે ઈશ્વરકૃત છે ને ઈશ્વરનો અંશ છે. અંશ—અંશીમાં મળી જાય છે. આ રીતે મને રાખી ને પણ મારું ઉત્થાન કર્યું નહીં.
ચેતના સુમતિને કહે છે કે હે માડી ! આ રીતે હું અનેક જગ્યાએ ગઈ. પરંતુ ક્યાંય એક મનવાળા કે એકમતવાળા મેં જોયા નથી. બધાના મત જુદાં છે. કોઈના વિચારો કે શબ્દની એકતા નથી. જેથી આ જગતમાં મારે માટે તટસ્થ રહી સાચો ન્યાય આપનાર નથી. દરેકમાં સત્ય સમજણનો અભાવ છે. સ્વમત સ્થાપના માટે ઘણા પ્રયાસો થાય છે. પણ પરમત સહિષ્ણુતાનો અથવા સત્યાંશના સ્વીકારનો અભાવ જોવામાં આવે છે. ચેતન આ વાતનો ઉપર ઉપરથી ખેદ કરે છે, પણ વસ્તુધર્મનો સ્વીકાર કરવા કે સમજવા ઉંડાણમાં પ્રવેશ કરતો નથી. સહુ કોઈ પોતપોતાની વાત લઈને બેઠા છે. એમાં નથી ક્યાંય ન્યાય કે નથી કોઈ સાક્ષી. દૂરાગ્રહને કારણ કે માવડી! હું તો નિષ્પક્ષ રહી શકી નથી. આવી અંધાધૂંધીભરી સ્થિતિમાંથી હું પસાર થઈ રહી છું. અહીં બળિયા-બળિયા લડી રહ્યા છે. તેમાં મારી તો શું સ્થિતિ હોય તે આપ જ કહો.
કવિ આવી સ્થિતિ વર્ણવતાં કહે છે, धांगो, दुरबलने ढेलीजें , ढींगें ढींगो बाजे। સવના તે વિક્રમ યોજી શકી, વહ જોદ્ધાને ને...માયડી. દા
જગતમાં શબ્દની, શસ્ત્રની, હસ્તની, બાહુની મુઠ્ઠીની વગેરે ઘણી લડાઈઓ હોય છે જેમાં સબળ અને નિર્બળ વચ્ચેના યુદ્ધમાં તો ખાતરી જ હોય છે કે સબળ જીતશે. પણ જ્યારે સબળ – સબળનું યુદ્ધ થાય ત્યારે જોનારાને વિશેષ મજા આવે છે. એ લડાઈ જોવા જેવી હોય છે. કારણ
Page #388
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૩૦૪ પરિણામ જાણવાની દરેકને ઉત્સુકતા રહે છે. રસાકસી કઈ બાજુ ઢળે છે તે જોવાનો આનંદ આવે છે, પણ અહીં તો મોહરાજા પોતાના પ્રબળ પરિવાર અને મહારથી યોદ્ધાઓ સાથે બહાર આવે છે. ચેતનજી સાથેની આ લડાઈ કમનસીબે સબળ – નિર્બળની લડાઈ છે, મોહરાજા ચાર કષાય, નવ નોકષાય, પાંચ ઈન્દ્રિયો વગેરે પ્રકારના મહારથીઓનું લશ્કર લઈને ચેતન સાથે યુદ્ધ કરવા આવ્યો છે. પણ ચેતન એવો દુર્બલ છે કે તે માયા–મમતાને દાસ થઈ ગયો છે. અત્યારે તેની એવી સ્થિતિ છે કે તે પોતાના પરિવારનું નામ સુદ્ધાં ભૂલી ગયો છે. અત્યારે તેની એવી સ્થિતિ છે કે તે પોતાના પરિવારનું નામ સુધ્ધાં ભૂલી ગયો છે. આવા સંજોગોમાં લડવું તો બાજુ પર રહ્યું પણ આવા મોટા મોટા યોદ્ધાઓ વચ્ચે મારા જેવી અબળા સ્ત્રીને બોલવું તે પણ યોગ્ય ન કહેવાય.
ચેતનમાં અચિંત્યવીર્ય છે. તે ધારે તો બધાને એક ઝાટકે ઉડાડી દે પણ તે પોતાની શક્તિનો વિચાર કરતો નથી. અરે! ઘણી વખત તો ચેતન માર ખાઈને ઘરે આવે છે. છતાં ચેતનની આંખ ઉઘડતી નથી. તેની અજ્ઞાનદશાનાં ફળ મારે પણ ભોગવવાં પડે છે.
હે માડી! હું તને કેટલી વાતો કરું? મને તો હવે આવી વાતો કરવામાં પણ શરમ આવે છે. મારે આ વરાળ કાઢવી ન જોઈએ પણ નીકળી જાય છે. મારી હૈયાવરાળ મારા હૈયામાં સમાતી નથી. ચેતનને કારણે મારે કેવાં કેવાં કામો કરવા પડે છે તે સાંભળીશ તો તારું હૃદય ધ્રુજી ઉઠશે. મારી વાત સાંભળઃ
जे जे कीधुं जे जे कराव्यु, ते कहेता हुं लाजु, થોડે રે ઘણું છો તેનો, ઘર સતર નાદિ નું.નાયડી...પાછલા
હે મારી વ્હાલી સખી સુમતિ! તને હું મારી કરમ કથની દિલ ખોલીને કહી રહી છું, વિભાવને વશ થઈને મેં કેવાં કેવાં કાર્યો કર્યા તે સાંભળ તો તારી આંખોમાં પણ પાણી આવી જાય. મેં ધર્મને નામે હિંસાજૂઠું ચોરી–પરિગ્રહ, સંચય, માયાચાર વગેરે ઘણું કર્યું. ધનના ઢગલા કર્યા, કન્યાદાન દીધાં, પીપળે તુલસીના કયારામાં પાણી રેડયું, મહામાયાને તૃપ્ત કરવા મદિરા પીધી, કાલિકાને સંતોષવા બત્રીશો ચડાવ્યો. અંબિકાને આરાધવા બોકડાનું બલિદાન આપ્યું, શક્તિને સંતોષવા મધ – માંસ ને
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૦૫
અનુભવ રસ રૂધિરનું પાન કર્યું. પરભવમાં ઈચ્છિતસ્થાન મળે માટે કાશીએ જઈ કરવત મુકાવી. પ્રભુના નામે લાખો રૂપિયાની પેઢીઓ ચલાવી. ગુરુપદે રહી ખોટા ઉપદેશ આપ્યા, અનુયાયીઓને લૂંટયા, છેતર્યા, અભિમાન કરી આડંબર વધાર્યો. યોગ્યતા વિના પધરામણીઓ કરાવી. પરભવમાં ઈચ્છિત વસ્તુઓ મળવાની ચિઠ્ઠીઓ લખી આપી. ધર્મના અધ્યક્ષ બની આવકમાં હિસ્સો માંગ્યો. અન્યધર્મનું સ્વરૂપ સમજ્યા વગર તેમાં રહેલા સત્યાંશનું
અસ્તિત્વ જાણ્યા - વિચાર્યા વગર પરધર્મનું – પરતીર્થનું અને તેના અનુયાયીઓની નિંદા કરી.
આ રીતે યથાર્થ ધર્મના સ્વરૂપને ન ઓળખી મેં ઘણાં અધમ આચરણો કર્યા છે. હું મારી અધમતાની તને કેટલી વાત કરું? આવી વાતો કરતાં પણ મને શરમ આવે છે. કોઈએ મને જોગણ તો કોઈએ મને જતિયણ બનાવી અને તેમાં હું એવી તો એક થઈ ગઈ હતી કે મને લોકો કહે એ જ સત્ય લાગતું હતું. બીજે સત્યના દર્શન થતાં જ નહોતાં. એવી તો સંકુચિત દૃષ્ટિ થઈ ગઈ હતી. આવાં કામો મેં કર્યા અને કોઈએ મારી પાસે કરાવ્યાં. વિપરિત માન્યતાને કારણે હું નિષ્પક્ષ પણ રહી શકી નહીં કારણકે ચેતનની વિપરીતદશાની છાયા મારા પર હતી. *- -
હું નિષ્પક્ષ રહેવાને બદલે મતાગ્રહી બની બેઠી હતી. આવી મારી વિચિત્ર પરિસ્થિતિ હતી. ટૂંકમાં કહું તો મારું ઘર સાજુ નથી. પુરુષની દૃષ્ટિએ ન ૬ ગૃહનિત્યીકુહિણી ગૃહમુચ્યતે” ઘર એ ઘર નથી પણ સ્ત્રીએ ઘર છે તેમજ સ્ત્રીની દૃષ્ટિથી પતિ તેનું સર્વસ્વ હોય તેને ઘર કહેવાય. જે ઘરમાં સંપ, સંગઠન, સ્નેહ, પ્રેમ તેમજ પતિ - પત્ની એકબીજા પોતાના ધર્મનું પાલન કરે. ઘરમાં બીજું કોઈ ઘૂસી, તોડ-ફોડ ન કરી શકે તેનું નામ ઘર. ચેતના કહે છે મને મારા રોદણાં રોતા પણ લાજ આવે છે. અનુભવીઓએ તો ઘરને તીર્થ કહ્યું છે. તીર્થ એટલે પવિત્ર સ્થાન તીર્થ
જ્યાં જવાથી પવિત્ર થવાય અથવા જેનાથી તરી જવાય તે તીર્થ. આવા તીર્થસ્થાનોમાં જનારાઓ તીર્થી કહેવાય છે. ચેતના કહે છે કે આવા તીર્થીઓએ જ મને હેરાન કરી દીધી. ઘણી રખડપટ્ટી કરાવી. મારી આવી ' વાતો હું કોને કહેવા જાઉં? વળી મને એમ પણ સમજાવવામાં આવ્યું છે કે ઘર સિવાય અન્ય ક્યાંય તીર્થ નથી. આવી વાતો કરી મને નિષ્પક્ષ
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૦S
અનુભવ રસ રહેવા દીધી નથી. કવિ આ પદની છેલ્લી કડીમાં કહે છે,
आपवीती कहेता रीसावे, तेहसुं जोर न चाले। માધન વાંકી , વીની સઘની પાને.માયડી. ૮ાા
“ચેતના કહે છે કે હે માડી! મારે જે કષ્ટ ભોગવવા પડે છે ને જે દુઃખી થઈ રહી છું તેની વાતો મારા સ્વામીને કરવા જાઉં તો તે મારા ઉપર ગુસ્સે થઈ જાય છે. આનંદઘન પ્રભુ મને જો જ્ઞાન ને ક્રિયાનો અનેકાંત માર્ગ સમજાવે અને ચેતન પણ તે સમજી જાય તો પછી મારે કોઈ ચિંતા ન રહે. તે સમજે તો મને પણ સમજાઈ જાય. અત્યારે તો તે લોકપ્રવાહમાં ખેંચાઈ રહ્યો છે. કોઈ જ્ઞાનમાર્ગી છે તો વળી કોઈ ક્રિયામાર્ગી છે. જો એકાંતમાર્ગ છોડી અનેકાન્ત માર્ગ પકડવામાં આવે તો મુક્તિ હાથવેંતમાં જ છે. એકાંત માર્ગ તો રખડપટ્ટી જ છે.
વળી ઘણા તો “સર્વ ધર્મ સમાન” ને સાચો અર્થ સમજ્યા વગર બધા જ ધર્મમાં અહિંસા, સત્ય, અચૌરી, બ્રહ્મચર્ય ઇત્યાદિની જ વાતો છે તેથી બધા જ ધર્મ સમાન છે તેવી માન્યતા અનુસાર, મતાનુસાર વર્તે છે. પણ “છ” એ દ્રવ્યમાંથી જે જીવ દ્રવ્ય છે તેના બધા જ ધર્મ–ગુણ લક્ષણ સમાન છે, જે પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય છે તે બધાના જ ધર્મ સમાન છે, તેવી રીતે બીજા ચાર દ્રવ્યના પણ ધર્મ સમાન છે તેમ જાણતા નથી અને વિપરીતદશામાં, વિભાવદશામાં ચેતન ઘસડાય છે અને મને ના છૂટકે ઘરડાવું પડે છે.
- કવિએ આ પદમાં ઘણી માર્મિક વાતો કરી છે. આવી જ વાતો શ્રી યશોવિજયજી મહારાજે કરી છે. શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં તીર્થદર્શનોના નિષ્પક્ષપણાની વાતો કરી છે. ચિદાનંદજી આધ્યાત્મિક નિષ્પક્ષપણાની વાત કરે છે. તો શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ “યશ વિલાસ' માં કહે છે,
અબ મેં સાચો સાહિબ પાયો. પક્ષપાત તો પરસે હોવે, રાગ ધરત હું ગુનકો. અબ.... ભાવ એક હૈ સબ જ્ઞાની કો, મુરખ ભેદ ન પાવે, અપનો સાહિબ જો પહચાનો, સો “જશ” લીબા પાવે.. અબ શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે મને તો સાચો સાહેબ મળી
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૦૭
અનુભવ રસ ગયો છે. મારો નાથ પક્ષપાત રહિત છે. પક્ષપાત પારકા સાથે થાય પણ મારો સાહિબ તો ગુણાનુરાગી છે. વળી મારો સાહેબ એક ભાવધારી છે. દરેક પાસે આ સાહિબ છે પણ તેને તેની ઓળખાણ થવી જોઈએ. જેણે પોતાના સાહેબને ઓળખી લીધો છે તે તો મોક્ષ પામે છે. યથાર્થદૃષ્ટિથી જોતાં જ્ઞાનનો ભેદ ઓળખાય છે, વાત અનેક પણ તત્ત્વ એક છે.
શ્રી ચિદાનંદજી લખે છે, બાહ્ય ક્રિયા કરે કપટ કેળવે, ફિરકે મહંત કહાવે, પક્ષપાત કબહું નવિ છોડે, ઉનકું કુગતિ બોલાવે.
જબ લગે સમતા ક્ષણું નહિ આવે, કપટમુક્ત બાહ્ય આચરણો અથવા ક્રિયાઓ કરવામાં આવે પણ પક્ષપાતનો ત્યાગ ન થાય તો મુક્તિ ક્યાંથી મળે? અરે દુર્ગતિ જ મળે.
જ્ઞાનવિમલસુરિજી પણ કહે છે,
જગગુરુ નિરપક્ષ કો ન દિખાય, નિ૨૫ખ.. * અપનો અ૫નો હઢ સહુ તાણે, કૈસે મેલ મિલાય..
વેદ, પુરાના સબહી થાકે, તેરી કવન ચલાય... જગગુરુ
પોતાની જાતને જગતગુરુ કહેવરાવાવાળાપણ નિષ્પક્ષ દેખાતા નથી. સહુ કોઈ પોત પોતાના મત અથવા હઠ પ્રમાણે વર્તે છે. આમ કરતાં તારી સાથે મેળ કેમ બેસે.? છે. શ્રી જ્ઞાનાનંદજી કહે છે,
સબ જગ નિજ ગુરુતા કે કારણ, મદગજ ઉપર ઠાય, ગ્યાન, ધ્યાન કછુ જાને નહિ, પોતે ધર્મ બતાય.. જગગુરુ ચાર ચોર મિલ મુલકને લૂટયો, નહિ કોય નૃ૫ દિખલાય, કિનકે આગળ જાય પુકારે, અંધો અંધ પલાય.. જગગુરુ
જગતના માનવી પોતાની ગુરુતાને કારણે મદોન્મત્ત બની બેઠા છે. ધર્મ ધુરંધરો વાસ્તવિક જ્ઞાન, ધ્યાન જાણતા નથી. જેથી ક્રોધાદિ ચાર ચોર આવી શાંતિ સામ્રાજય જીતી લે છે. હૃદયની આ વેદના કોને જઈને કહેવી. આખું વિશ્વ અંધાનુકરણ કરી રહ્યું છે.
આજના ધર્મનેતાઓ તથા તેના અનુયાયીઓ આવી દયનીય દશામાં જીવી રહ્યા છે. હે પ્રભુ! તું તો દયાસાગર છો. તું હવે મારો હાથ ઝાલ અને
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૦૮
અનુભવ રસ આ દુઃખની ગર્તામાંથી ઉગારીને મારી નાવડી પાર ઊતાર. મારી બાજી તું સંભાળી લે, તો અવળી બાજી સવળી થઈ જશે. હે પ્રભુ! પધારોને બાજી સુધારી!
આનંદઘન પ્રભુ હાથ પકડે એ આ પદનું રહસ્ય છે.
ચેતના જ્યાં સુધી અશુદ્ધદશામાં છે ત્યાં સુધી તેને સુમતિ માટે માન છે. પોતે ગમે તેટલી અશુદ્ધ હોવા છતાં પોતાની વાસ્તવિકદશાને જાણતી હોવાથી આ પદમાં તેણે સુમતિને “માયડી” કહેલ છે. - ચેતનની અશુદ્ધદશા તે ચેતનાની અશુદ્ધિ છે. મૂળ સ્વરૂપે બંને શુદ્ધ
છે. એ દશાને પણ જાણે છે. પણ પર્યાયની અશુદ્ધિને કારણે તે દુઃખી છે. ચેતન તથા ચેતનાના માધ્યમથી કવિએ વર્તમાન સ્થિતિ પર પ્રકાશ પાડયો છે. દરેક ધર્મમાં ચાલતી અંધાધૂંધીને તેઓશ્રીએ ખોળી ખોળીને દૃષ્ટિ સમક્ષ રાખી છે. ધર્મ ખોટો નથી, ધર્મ તત્ત્વમાં કોઈ ફરક નથી. ફરક છે માન્યતામાં. - કવિએ આ પદમાં નગ્ન સત્ય કહ્યું છે. મત, દર્શન અને તીર્થોનું રહસ્યોદ્ઘાટન કરી કવિ બતાવવા માંગે છે કે પરમત સહિષ્ણુતા અતિ જરૂરી છે. આવી સુંદર રહસ્યાત્મક વાતો કરી કવિએ ગચ્છપંથમાં સડાનું ઓપરેશન કરી સડો દૂર કરવા પ્રયાસ કર્યો છે.
કવિ આનંદઘનજીએ આમ તો જાણે પોતાના જમાનાનું વાસ્તવિક ચિત્ર વર્ણવ્યું છે પણ વસ્તુતઃ આવી વિષમ, વિચિત્ર સ્થિતિ તો ધર્મ અને ઉપાસનાના ક્ષેત્રે અનાદિકાળથી ચાલી આવે છે.
કવિએ આ વાસ્તવિક ચિત્ર પૂરી તટસ્થતાથી દોર્યું છે. અનુપ્રાસ યુક્ત યથાર્થ ઔચિત્યપૂર્ણ શબ્દોના લય સાથે કવિએ આ પદને એવું અર્થગાંભીર્ય આપ્યું છે કે જો ભાવ શાંત ચિત્તે વિચારવામાં આવે તો અર્થ બરાબર સમજીને એનો આસ્વાદ કરે તો કવિના મર્મને બરાબર પકડ્યા વિના ન રહે.
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૦૯
અનુભવ રસ
પદ-૪૯
.
“રંવ વરણો નાદ રે” યોગીશ્રી આનંદઘનજી મહારાજે ચેતના તથા ચેતનના વાર્તાલાપ દ્વારા ચેતનનું શુદ્ધ સ્વરૂપ આ પદમાં જણાવ્યું છે. ચેતના પતિ વિયોગે અત્યંત દુઃખી છે. તે પોતાના દુઃખની કહાણી સુમતિને સંભળાવી રહી છે. સર્વજનના હૃદયને સ્પર્શી જાય તેવી ઘણી જ ઉત્તમ અને રહસ્યભરી વાતો કવિએ પદ સાહિત્ય દ્વારા લોકોની આગળ રજૂ કરી છે. દૈનિક જીવનની વાતોને આટલી ઊંચી ભૂમિકા પર લઈ જઈ કવિએ પોતાની ઉચ્ચદશાનાં પણ દર્શન કરાવ્યાં છે. “સોરઠી રાગ' માં કવિ આ પદમાં કહે છે,
कंचन वरणो नाह रे, मोने कोई मेलावो, अंजन रेख न आंखडी भावे, मंजन शिर पडो दाह रे...मोने...।।
ચેતન, સુમતિને વિજ્ઞપ્તિ કરે છે કે તે પતિ મિલન માટે ઘણાં પાસે ગઈ, બધાને વાત કરી પણ હજુ કાંઈ પરિણામ આવ્યું નથી. વળી બધે નિષ્પક્ષ રહેવા મથી રહી છે પણ તેનું કાંઈ ચાલતું નથી. ચેતના કહે છે કે મારા પતિ તો શુદ્ધ સુવર્ણ જેવા મલરહિત છે. મારે તેને મળવું છે. તેના વિરહે તો મને આંખોમાં અંજન આંજવું પણ ગમતું નથી. શરીરમાં વિરહદાહ એવો લાગ્યો છે કે સ્નાન કરવાથી શરીરની ગરમી શાંત થવાને બદલે તે વધારે દઝાડે છે. હવે મને શારીરિક કોઈ કામમાં રસ રહ્યો નથી. સ્નાન કરવું. વસ્ત્રો પહેરવાં કે શુંગાર કરવો મને એ બધું જ અપ્રિય લાગે છે. જ્યારે સીતાનું અપહરણ કર્યું ત્યારે રામે જે વિરહ અનુભવ્યો હતો તે સહુ જાણે છે. રામે જંગલનાં પશુ-પક્ષીને જ નહિ, અરે! ઝાડ, પાન, ફળ, ફૂલને પણ પૂછયું હતું કે કોઈએ સીતાને જોઈ છે? રામ “સીત' કરતાં ચારે બાજુ ફરતા હતાં. અહીં ચેતના પણ આવી જ સ્થિતિ અનુભવી રહી છે.
આ પદમાં ચેતનને કંચન વરણો કહ્યો છે એટલે જેમ સુવર્ણ શુદ્ધ છે તેમ ચેતન સ્વભાવે તો શુદ્ધ જ છે. તેના આત્મદ્રવ્યનું સ્વરૂપ ત્રણ કાળમાં પણ ફરતું નથી. આત્મસ્વામીની આંખમાં અંજનની રેખા નથી. તેમની આંખોનું તેજ પણ જુદા જ પ્રકારનું છે. તેની આંખો વડે સર્વ વસ્તુ જોઈ
Page #394
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૩૧૦
શકાય છે પણ માયા – મમતાના યોગે તે મલિન જણાય છે. જેમ જેમ રાગ-દ્વેષની પરિણતિ મંદ થતી જાય છે તેમ તેમ ચેતનસ્વામીનું તેજ પ્રગટતું જાય છે. તેથી ચેતના કહે છે કે હે ધર્મધ્યાન તથા શુક્લધ્યાન ! પતિને ધ્યાનમાં લઈ આવો. હે મહાવ્રતો ! યમ –નિયમ આદિકથી પતિને વિશુદ્ધ કરી મને પતિ સાથે બેસાડો. હે ક્ષાયિક સમ્યક્ત્વ ! તું મારા પતિને અહીં ઘસડી લાવ. આ રીતે જે મળે તે દરેકને ચેતના વિજ્ઞપ્તિ કરે છે. ઠે સખી ! ચેતન વિના જ્ઞાનની વાતો કે જ્ઞાનનો ઉપદેશ મને જરા પણ રુચતો નથી. શ્રી મોક્ષમાર્ગમાં પ્રથમ સમ્યગ્દર્શન અને પછી સમ્યજ્ઞાન કહ્યું છે. જેમ કે સમ્પાવર્શન જ્ઞાન ચારિત્રાળી મોક્ષમાર્ગ: માટે ચેતના કહે છે કે મને જ્ઞાનની રેખા જેટલી વાતો પણ પસંદ નથી. કારણકે તે ઘણું કરીને નીચે પાડવાનું કામ કરે છે તો કોઈ વખત જ્ઞાનની વાતો શબ્દશાની બનાવી દે છે. માટે સર્વ પ્રથમ ચેતનનું મિલન થાય તો મને શાંતિ થાય. શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે,
જાશુ જાઈ પૂછીએ તો તે અપની અપની ગાવે, મારગ સાચા કોઉ બતાવે ? જેની પાસે જઈને પૂછું છું તે બધાં પોત-પોતાની વાતો કરે છે. મારો કોઈ વિચાર કરતું નથી. ધર્મના વાડામાં લોકો બંધાઈ ગયા છે.
જ્યારે ભરત ચક્રવર્તીને ચક્રરત્નની પ્રાપ્તિ થાય છે ત્યારે એક બાજુ રિદ્ધિ પ્રાપ્ત થાય છે તો બીજી બાજુ ભગવાન ઋષભદેવ વનિતા નગરીમાં પધાર્યા છે. સમવસરણ રચાયું છે. બંને બાજુ લાભનું કારણ હોવા છતાં રાજા નિર્ણય કરે છે કે પહેલાં પ્રભુના દર્શન પછી સંસારના લાભની વાત. આ રીતે ચેતના પણ ચેતનના મિલનના લાભને ઝંખે છે.
કવિ બીજી કડીમાં કહે છે,
कोई सण जाणे पर मननी, बेदन विरह अथाए
थर थर देहडी धुजे माहरी, जिम वानर भरमाह रे ... मोने... । । २ । ।
ચેતના કહે છે કે હે સખી ! મારા મનમાં અથાગ વેદના છે. તે કોણ જાણી શકે ? જે કોઈ સ્વજન હોય, બીજાના મનને પારખવાની જેની પાસે કળા હોય તે પારકાના મનની વાત જાણી શકે છે. પરંતુ મારી દશા જાણનારા કોઈ નથી. વિવેદનાથી મારું શરીર તો ધ્રુજી રહ્યું છે પણ મારી આ દશાને જાણનાર તથા જોનાર કોણ છે?
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૧૧
અનુભવ રસ
જગતમાં ઘણા જીવો એવા છે કે જે મિથ્યાત્વના ગાઢ અંધકારમાં પડયા છે. તેને બીજાની દશા તથા તેના અંતરમન સુધી પહોંચવાની કળા નથી. ઘણા લોકો જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપક્ષમથી બીજાની ભાષા દ્વારા કે વ્યવહાર વડે વિચારોને જાણી શકે છે. તો વળી કોઈ એવા માનવ હોય છે કે કઢે કાંઈ અને કરે કાંઈ, કહેવત છે કે “મુખમેં રામ, બગલમેં છૂરી” પેટમાં કાતર રાખી ધાર્મિકતાનો ઢોંગ કરનારા લોકોનો આ દુનિયામાં તોટો નથી. અજ્ઞાની લોકો એમાં જ પૂર્ણતા માને છે. આવી બાહ્યદશામાં કદી પણ શુદ્ધચેતના તથા ચેતનનો સંયોગ થતો નથી તેથી ચેતનાને અથાગ વિરહવેદના થાય છે. પરંતુ ચેતન – ચેતનાના સંબંધથી અજ્ઞ જીવો ચેતનાની પીડાને ક્યાંથી જાણી શકે ? તો પણ ચેતનના સ્વરૂપને સમજનારા અને આત્મસ્વરૂપના લક્ષ્યવાળા જે કોઈ સ્વજન, જ્ઞાનીજન છે તે જ ચેતનાની આ દશાને જાણી શકે છે સાચા જ્ઞાનીજનો બહુ ઓછા મળે. કૃત્રિમ ધર્મિષ્ઠ લોકોનાં તે સ્વજન, સગાં કે સજ્જન નથી. આ ત્રણેય અર્થ માટે કવિએ “સયણ” શબ્દનો પ્રયોગ કર્યો છે.
ધર્મના નામે ઢોંગી લોકોને જોઈને, ધર્મના બહાના નીચે સ્વછંદને પોષનારા લોકોને જોઈને ચેતના કહે છે કે મારું શરીર તો થરથર ધ્રૂજે છે. કારણકે ચેતન તો જ્યાં ત્યાં રખડે છે. આગ્રહી ગુરુઓની કપટજાળમાં ફસાઇ કુમાર્ગે પણ ચાલે છે. વળી માયા મમતાના પરિવારમાં તેઓ આસક્ત બની જાય છે. ચેતનની આવી દશા જોઈને તેમજ આત્મસ્વામીનો પ્રેમ ખરેખર મારા મનની વિચિત્રદશા કરે છે. સ્વામીના વિરહથી અને તેમનાં અત્યંત સ્મરણથી મારી દેહલતા થરથર કંપે છે. જેમ “મરે વારુનું શોતમ્” કોઈ વાંદરો ભ્રમિત થયો હોય ને તે વાંદરાના ટોળામાંથી છૂટો પડી ગયો હોય તે જેમ થર થર કંપે છે તેમ હું પણ આત્મપતિના વિયોગે થરથર ધ્રૂજું છું. ચેતના કહે છે કે ચેતન સ્વયં દુઃખી છે અને બીજાને પણ દુઃખી કરે છે.
તેથી જ ચેતના, પ્રસ્તુત પદની ત્રીજી કડીમાં કહે છે,
3
देह न गेह न नेह न रेह न भावे न दुहडा गाह, आनंदघन वहालो बांहडी साहि, निशदिन धर्षं उछाह रे... मोने...।।३।। ચેતના કહે છે કે ચેતન વિના મને ઘર, શરીર કે સંબંધીઓના
Page #396
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૩૧૨
સંબંધો રાખવા પણ ગમતાં નથી. હવે મારાથી ગમ પણ ખવાતો નથી. ગમ ખાવી કઠિન લાગે છે. કારણકે આજ સુધી રેઠ પીતી રહી તો ચેતનનાથ આટલા આગળ નીકળી ગયા. આ દુઃખનો ડુંગર મારાથી ઉપડતો નથી. ચેતનાને હવે પોતાનું સ્થૂલ શરીર ગમતું નથી. દુનિયાનો સ્થૂલ સ્નેહ કાંટાની માફક ખૂંચે છે.
લોકો ધર્મના નામે મિથ્યાત્વનો ફેલાવો કરી રહ્યા છે. મિથ્યાઆગ્રહી લોકો હું કહું તે સાચું, બીજાનું બધું તદ્ન ખોટું, આવું માની તે પોતાના શરીરમાં પણ સમાતી નથી. ઘણા લોકોની આવી સ્થિતિ જોવામાં આવે છે.
ચેતના કહે છે કે હે આનંદઘન પ્રભુ ! મારો હાથ ઝાલી મને ઉગારે તો હું આ પરિસ્થિતિમાંથી મુક્ત બનું. ચેતન પોતાના શુદ્ધ સ્વરૂપને ઓળખે અને મિથ્યાત્વથી દૂર રહે તો મારામાં અનેરો ઉત્સાહ આવે. ચેતન પૌદ્ગલિક દશામાં છે. તેથી ધર્મ કાર્યમાં ૨સ આવતો નથી. ભોગવિલાસ, ધન-વૈભવમાં ઓધસંજ્ઞાથી ધર્મ કાર્ય કરવાથી રસની જમાવટ થતી નથી પણ જો આત્મસ્વરૂપનું લક્ષ્ય બંધાય તો ભોગકાર્યમાં વિસતા આવે. પરિણામે તેને સદ્દવર્તનમાં તથા આત્મગુણોમાં રસ આવે. પછી તો તે વિશુદ્ધમાર્ગનાં સાધન ધર્મો કરે છે. આવાં કાર્ય કરવામાં તેને એટલો બધો ઉત્સાહ આવે છે કે સામાન્યદૃષ્ટિવાળાને એવો ઉત્સાહ આવવો દુર્લભ તો શું અશક્ય છે. જીવની જ્યારે આવી દશા આવે છે ત્યારે આનંદઘન પ્રભુ હાથ પકડે છે. સાધ્યનું નિરંતર લક્ષ્ય રાખી દૃઢ મનોબળથી આત્મ વિચારણા કરવા આ પદમાં કવિએ સૂચન કર્યું છે.
કવિશ્રી આનંદઘનજીએ આ પદમાં ચેતનના માધ્યમથી લોક જાગૃતિ કરવા પ્રયાસ કર્યો છે. સમાજમાં ચાલેલી અંધાધૂંધી તથા આડંબરો ઉપર દેઢ પ્રહાર કર્યો છે. આત્માર્થીઓ આવા આડંબરોથી મુક્ત રહી ઉદાસીન ૨હે છે. જેમ નાનું બાળક અથવા ગાય કે બકરીનું બચ્ચું તેની ‘મા’ થી છૂટું પડી જાય અને પછી ‘મા’ મળતાં આનંદ થાય છે તેમ ચેતનાને આનંદઘન સ્વામી સ્વરૂપી પ્રભુ પ્રાપ્ત થતાં તે પોતાની જાતને કૃતકૃત્ય માને છે.
કવિ આનંદઘનજીએ આ પદમાં વિરહિણી ચેતનાની ઉક્તિ વર્ણવી છે. વિરહિણીની વ્યથા તો વિરહિણી જ જાણે. પતિ વિરહમાં વિરહિણીને ઘરમાં કે બહા૨માં કશું ગમતું નથી. તેને શણગાર સજવા ગમતા નથી.
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૧૩
અનુભવ રસ તેની કાયા કરમાવા લાગે છે. તેની દેહડી થરથર ધ્રુજવા લાગે છે. દિવસરાત તેનો તલસાટ તેના પ્રિયતમ માટે હોય છે. સમ્યગ્દર્શન પહેલાંની જીવની આવી જ દશા હોય છે. કવિએ એ દશાનું સચોટ વર્ણન આ પદમાં કર્યું છે.
696969
Page #398
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૩૧૪
પદ-૫૦
,
,
“અનુભવ પ્રીતમ સે મનાતી" મુમુક્ષુઆત્માની અંતરવેદના કેવી હોય છે તથા સમ્યકત્વ પ્રાતિ પહેલાની કેવી પીડા હોય છે તેનું વર્ણન અનુભવીયોગી શ્રી આનંદઘનજી મહારાજે પોતાનાં પદો દ્વારા મુમુક્ષુ આત્માઓ માટે કર્યું છે.
પ્રસ્તુત પદમાં ચેતના અનુભવ મિત્રને કહી રહી છે કે તું ચેતનને કેવી રીતે મનાવીશ? કારણે તે તો કાકીડા જેવો છે. તે ક્યારેક લાલ કે લીલો કે પીળો તો કાળો રંગ ધારણ કરે છે. આ રીતે વિધવિધ વેશ ભજવતા મારા ભરથારને ઓળખવો ઘણો મુશ્કેલ છે.
“ઘનાશ્રી રાગ” માં લખાયેલા આ પદનો પ્રારંભ કરતાં શ્રી આનંદઘનજી કહે છે કે:
અનુભવ પ્રીતમ વસે મનાલી અને छिन निरधन सघन छिन निरमक, समक रूप मनासी...अनु...।।१।।
ચેતનાએ ચેતનને મનાવવા બહુ પ્રયત્ન કર્યા. તેને ઉપાલંભ આપીને પણ સમજાવ્યો. અરે! નાના બાળકને દૃષ્ટાંતના માધ્યમથી સમજાવે તેમ સમજાવ્યો. બાળક ન માને તો તેની મા કહે હું કૂવામાં પડી મરી જઈશ. આવા ડરથી પણ બાળક સમજી જાય છે. તેમ ચેતનાએ કાશીએ કરવત મુકાવવાની બીકથી સમજાવ્યો છતાં હજુ તે ઠેકાણે આવ્યો નથી. એટલે હવે નાનાં-નાનાં ઉદાહરણો આપી સમજાવે છે.
આ પદમાં ચેતનને અનુભવ મિત્ર શું સમજાવે છે તે બતાવવામાં આવ્યું છે. ચેતન પર અનુભવનો પ્રભાવ છે. તેથી મિથ્યાત્વભાવમાં પડેલ ચેતનને મનાવવા અનુભવ તૈયાર થાય છે. ચેતના ! અનુભવ મિત્રને કહે છે કે હે અનુભવ! તું જાણે છે કે ચેતનમાં કેટલી શક્તિ છે. તેને કેટલાય રૂપ કરતાં આવડે છે. તું એને ક્યાં જઈને પકડીશ? અત્યારે તો તેઓ સ્વશક્તિનો દૂર ઉપયોગ કરી રહ્યાં છે. મિથ્યાત્વભાવથી ભ્રમિત થઈ આત્માને ક્ષણિક માને છે. छिनमें शक्र तक्र फुनि छिनमें, देखुं कहत अनाशी, विस्वन बीच आप हितकारी, निरधन जुठ खतासी।।२।।
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૧૫
અનુભવ રસ ચેતના કહે છે કે હે અનુભવ મિત્ર!ચેતન કેવાં કેવાં રૂપો ધારણ કરે છે તેનો તો તું વિચાર કર. તેઓ કોઈ વખત દેવોના પણ સ્વામી એવો ઇન્દ્ર બને છે તો વળી ક્યારેક ખાટી થઈ ગયેલી છાશ બને છે અથવા
ક્યારેક રાજા તો વળી ક્યારેક રંક બને છે. ઘણીવાર મોટા પરિવારવાળો તો ક્યારેક એકલો જણાય છે. કોઈ વખત ઊંચકુળમાં દેખાય છે તો કોઈ વખત નીચકુળમાં પણ ચાલ્યો જાય છે. આવા અનેક વેશો, રૂપો, નામ, ગોત્ર કર્મના આધારે તથા વેદનીય મોહનીયકર્મના ઉદયે ભોગવવા પડે છે. શાસ્ત્ર કહે છે કે જગતમાં એવી કોઈ ગતિ, જાતિ કે યોનિ નથી, એવું કોઈ કુળ કે સ્થાન નથી કે જ્યાં જીવ ઉત્પન્ન થયો ન હોય. આમ એક વખત નહીં અનંતવાર એ જ સ્થાનમાં ઉત્પન્ન થયો છે, કારણ કે કર્મ સંગી ચેતનને, કર્મયોગે ભિન્ન ભિન્ન પ્રકારનાં શરીર ધારણ કરવાં પડે છે અને તે પ્રકારે આકૃતિ અને પ્રકૃતિ બનાવતો ફરે છે.
न सा जाइ न सा जोणी, न तं कुलं न तं ठाणं,
न जाया न मुआ जत्य, सत्त्वे जीवा अणंतसो। આત્મા ફરી ક્ષણવારમાં ઇન્દ્રની જેમ ઈશ્વરતા ધારણ કરશે અને કહેશે કે ષટ્રવ્યમાં મારા જેવો કોણ? તો વળી છાશ જેવો પાતળો ને નરમ પણ બની જાય છે એટલે કે અહંકારરહિત બની જાય છે. આમ ચેતન અવનવાં રૂપો ધારણ કરે છે. તેનું કોઈ ઠેકાણું નથી. તેની એક સરખી ગતિ, કૃતિ કે વૃત્તિ નથી. વળી તે અવિનાશી છે, તેમ જ્ઞાનીજનો કહે છે. આ બંને કેમ સંભવી શકે? હે અનુભવ! તું પણ અવિનાશી કહે છે તો તે કેવી રીતે શક્ય છે? આત્મા પોતાની વિભાવ પરિણતિને કારણે કર્મબંધ કરી જુદી જુદી ગતિ, યોનિમાં પરિભ્રમણ કરે છે. બંધાયેલું કર્મ ફળ આપી આત્માથી છૂટું પડી જાય છે. પણ કર્મોદય થતાં જીવ તેને આધીન બની જાય છે જેથી જીવ નવા કર્મબંધ કરતો જ રહે છે. કર્મ આઠ છે. દરેક કર્મ પોતાનો ભાવ ભજવે છે. તેથી આત્મા અત્યારે જ્ઞાનધન વિહીન હોવાથી નિર્ધન બની ગયો છે. નિર્ધનતાને કારણે તે ખોટાં ખાતા ખતવે છે. એક તો કર્મોનો કરજદાર છે અને દેવું વધારતો જાય છે તેથી તેની પાસે જે થોડી પણ મૂડી છે તે નાશ પામી જશે.
अप्पा नई वेयरणी, अप्पा में कुड सामली। अप्पा काम दुहा घेणू, अप्पा मे नन्दणवणं।।
Page #400
--------------------------------------------------------------------------
________________
અનુભવ ૨સ
૩૧૬
આત્મા વેતરણી નદી સમાન છે. આત્મા હળાહળ કુટશાલ્મલી ઝેર જેવો છે. આત્મા જો સીધો ચાલે તો કામધેનુ ગાય અને નંદનવન જેવો છે. આત્મા જ બધું છે. સ્વરૂપ રમણતામાં આત્મા સ્થિર બની જાય તો જેમ નંદનવન આનંદ કરવાનું ક્રીડા સ્થાન છે. તેમ આત્મા પણ સ્વયં આનંદભવન બની જાય છે. વિભાવભાવને કારણે તે વેતરણી નદી તથા હળાહળ ઝેરતુલ્ય બને છે. પોતે જ બધું હોવા છતાં તે બીજા ઉપર દોષારોપણ કરે છે. એ જ તેની વિચિત્રતા છે. પણ માયા-મમતાને કારણે તે ખોટું ખાતું ખતવે છે અને તે ભવસમુદ્રમાં ડૂબે છે. જો ધાર્મિક ક્રિયાકાંડો સત્યસમજણપૂર્વણ ક૨વામાં આવે તો કર્મનાશ થઈ શકે છે. પણ જો આડંબર કે લોકપ્રસંશા માટે અથવા યશ કે પ્રતિષ્ઠાની પ્રાપ્તિ માટે થતાં કાર્યોને ધર્મ માનવાથી જીવ દુર્ગતિમાં ચાલ્યો જાય છે આત્મલક્ષ્ય થતી ક્રિયા આત્મગુણોની વૃદ્ધિનું કારણ બને છે. લોકપ્રશંસા માટે થતી ક્રિયા આત્માનું અહિત કરનાર છે. પછી તે પ્રશસ્ત હો યા અપ્રશસ્ત હો. દરેક કાર્યનો ક૨ના૨ તો આત્મા જ છે. સાચા-ખોટા ખાતા ખતવનાર આત્મા જ છે. ચેતન જો ચેતી જાય તો સર્વ ચિંતા ટળી જાય. હવે ચેતના, અનુભવને શું કહે છે તે આપણે જોઈએ.
"
तुं हितु मेरो में हितु तेरी, अंतरा काटि जनासी । आनंदघन प्रभु आन मिलावो, नहितर करो धनासी अनुभव ।। ३ ॥
ચેતના, અનુભવમિત્રને કહે છે કે કે અનુભવ ! તું મારું હિત ઈચ્છે અને ભલું થાય તેવા કાર્યો કરે છે. તેમ હું પણ તારું હિત ઈચ્છનાર મિત્ર છું. તારા અહિતમાં મારું અહિત સમાયેલું છે. એમ સમજી હું હંમેશાં તારી સાથે રહું છું. આપણે પરસ્પર એકબીજાના હિતચિંતક છીએ તો પણ મારી તારી વચ્ચે અંતર શું છે તે તું જ કહે શું. મારે તને વારંવાર કહેવું પડે કે તું મારા પ્રભુને સમજાવ. મારે શું તને વારંવાર વિનંતી કરવી પડે ? એ બધું તો પારકા પાસે કરવું પડે છતાં પણ હું તને કહું છું કે મારો અને તેનો વિર કેમ હોય ?
હે અનુભવ ! ચેતનની અને તારી એક ગાંઠ છે માટે જ તને કહું છું કે મારું આ કામ કરી આપવું તે તારો મિત્રધર્મ છે. અનુભવજ્ઞાન થયા પછી ચેતનજી અવશ્ય સમતાના મંદિરે પધારે છે. ચેતન સન્માર્ગે આવે
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૧૭
અનુભવ રસ એટલે ચેતનાની વિશુદ્ધિ થતી જાય છે. તેનો પણ અનુભવ થાય છે. આ રીતે એક બાજુ ચેતના છે તો બીજી બાજુ સમતા. ત્યારે અનુભવ એ બંનેને સહયોગી અને હિત કરનાર છે. પણ ખેદની વાત એ છે કે ચેતન વિભાવદશામાં ભયંકર દુઃખ ભોગવી રહ્યો છે તેથી હું તેને સમજાવી પોતાનાં આનંદસ્વરૂપનો અનુભવ કરાવ. તે સ્વયં ચિદાનંદ સ્વરૂપી છે. બસ આટલું કામ કરી આપ અને જો ન કરવું હોય તો ચાલતો થા તને મારી વેદનાની જાણે કે કાંઈ અસર જ નથી. તું તો જાણે સાવ પુરૂષાર્થ હીન થઈ ગયો છે.
આત્માને અનુભવજ્ઞાન થાય ત્યારે તે સમતાની નજીક જઇ શકે છે અને સમતાની નજીક જતા તેની ચેતના વિશુદ્ધ, વિશુદ્ધતર થતી જાય છે. જો અનુભવ હોય તો સમતા બની રહે છે. અનુભવ અને સમતાને બહુ નજીકનો સંબંધ છે. બંનેને કાર્ય-કારણરૂપ સ્નેહ સંબંધ છે. આ પદનો ભાવ છે કે અનુભવ દ્વારા સમતા પ્રાપ્ત કરવી અને ચેતનજીને પોતાનું સહજ સ્વરૂપ પ્રગટ કરવું.
દેવ મંદિરોમાં છેલ્લે વધાઈ ગાવાનો રિવાજ છે. પણ એ વધાઈ લગભગ “ધનાશ્રી રાગ'માં હોય છે. સારાંશ એ નીકળે છે કે આ કાર્યક્રમ પણ પૂર્ણ થયો ગવૈયાઓ પણ છેવટે ધનાશ્રી ગાય છે.
અત્યાર સુધી જે આત્માનું વર્ણન કર્યું છે તે તો બહિરાત્મા છે. એટલે એ પરપરિણતિને પોતાની માને છે. પૌદ્ગલિક ભાવોમાં લોલુપતા રાખી ઉપર ઉપરની બાહ્યક્રિયામાં ઘેલો થઈ જાય છે. આ બહિરાત્માને સમજાવવું તો કઠિન છે. પણ બહિરાત્મમાંથી મુક્ત બની અંતરાત્માને જાગૃત કરી પરમાત્મભાવને વિચારવાની જરૂર છે. ચેતના, અનુભવને એટલા માટે વિનવે છે કે તે ચેતનને સમજાવી શકે એવું તેનામાં સામર્થ્ય છે. ચેતના કહે છે કે આત્મરામ એવા મારા ભરતાર મને મેળવી આપો. જો ન મેળવી શકો તો તમે પણ ધન્યાસી કરો. એટલે કળાવંત ગાનારને શીખ દેવી હોય તો તેને કહેવામાં આવે છે કે ધન્યાસી કરો. એટલે તમને શીખ છે. હવે અમે પોતે જ તેને મનાવી લઈશું અર્થાત્ ચેતનને મનાવવા તમે પ્રયત્ન કરો છો તે સારું છે નહિ તો તમને ફાવે ત્યાં જઈ શકો છો.
કર્માધીન ચેતનની બહિરાત્મભાવને કારણે અનેકવિધ ઊંચી-નીચી
Page #402
--------------------------------------------------------------------------
________________
અનુભવ રસ
૩૧૮ અવસ્થા થાય છે. આત્મામાં જ્યારે અંતરજ્ઞાન અથવા અનુભવજ્ઞાન પ્રગટે ત્યારે બહિરાત્મભાવ છૂટી જાય છે. આ સ્થિતિમાંથી બહાર આવવા અનુભવજ્ઞાન સર્વ પ્રથમ જરૂરી છે.
અનુભવજ્ઞાન એ આત્માનું અમૃત છે. અનુભવજ્ઞાન વડે અંતરાત્મભાવમાં લય બની, પરમાત્મભાવ પ્રગટ થાય છે. પંડિતશ્રી બનારસીદાસ અનુભવનો મહિમા સમજાવતાં કહે છે,
અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હે રસકૂપ અનુ ભવ મારગ મોખકો, મોખ સરૂપ, અનુભવ કે ૨સકો રસાયન, કહત જગ અનુભવ અભ્યાસ પહે, તીર થકી ઠૌર હૈ અનુ ભવ કેલિ યહે, કામધેનુ ચિત્રાવલી
અનુ ભવનો સ્વાદ પંચ અમૃત કો કોર હૈ; આવા અનુભવજ્ઞાનને બરાબર સમજવું પછી તેના પર ચિંતન, મનન કરતાં પરભાવ હટી જાય છે અને સ્વભાવ તરફ દૃષ્ટિ થાય છે. સ્વભાવમાં જો એક મુહૂર્ત સ્થિરતા આવી જાય તો મોક્ષ કાંઈ દૂર નથી. બીજાને જાણતાં પહેલાં પોતે પોતાને જાણવા પ્રયાસ કરવો. આ વિષયમાં શ્રી ચિદાનંદજી કહે છે,
આપણું આપ કરે ઉપદેશ જશું, આપકું આપ સુમારગ આણે, આપણું આપ કરે સ્થિર ધ્યાનમેં, આપકું આપ સમાધિમેં તાણે, આપ થઈ જગ જાળથી ન્યારો જપું, આપ સ્વરૂપમેં આપ સમાવે, આપ તજે મમતા, સમતા ઘર, શીલસું સાચો સનેહ જગાવે
આ રીતે ચેતનને જે કાંઈ કરવાનું છે તે બહારમાં કાંઈ કરવાનું નથી. જે કરવાનું છે તે અંદરમાં જ કરવાનું છે. તે “સ્વ” માં છે. તે
સ્વ'માંથી મળશે. જો “સ્વ” માં ચિત્ત ધરશે તો “સ્વ”માં “સ્વ” ઠરશે. “સ્વ” માં લીનતા આવતાં અનુભવજ્ઞાન પ્રાપ્ત થશે. જીવમાં જેમ જેમ સમતા આવશે તેમ તેમ કર્મનિર્જરા થતી રહે છે અને નવા કર્મબંધ અટકે છે. ચેતનની વિશુદ્ધિ થતાં, ચેતનાની વિશુદ્ધિ થાય છે. અનુભવમાં એટલી તાકાત છે કે તે ચેતનને ઠેકાણે લાવી શકે છે. કારણકે અનુભવ ચેતનનો શ્વાસ અને પ્રાણ છે. યથાર્થ દૃષ્ટિથી વિચારતાં પરપરિણતિમાં પણ ચેતનની સાથે અનુભવ તો છે જ છતાં પણ ચેતના અનુભવને કહે છે કે તું ચેતનને
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૧૯
સમજાવ.
અનુભવ રસ
પરમાત્મા પપિપાસુ શ્રી આનંદધનજી મહારાજે આ પદમાં સર્વ પદોનો નિચોડ આપી દીધો છે.
અનુભવજ્ઞાનનું જેણે રસપાન કર્યું છે તે જરૂર અમર બને છે. ચેતનાના માધ્યમથી ચેતનના અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રાક્ષ કરવા કવિ પ્રેરણા કરે છે. જે આનંદઘન રસ પીવા કટિબદ્ધ થાય છે તે અનંત આનંદસાગરમાં આત્મનિમજ્જન કરી, આનંદ ઊર્મિઓમાં કલ્લોલ કરે.
ચેતનને મેળવવા માટે અનુભવની અનિવાર્યતા કેટલી બધી છે તે પણ આ પદમાંથી સૂચિત થાય છે. કવિ આનંદઘનજી અવધૂત હતા છતાં જીવનનાં સ્થૂલવ્યવહારનું એમનું અવલોકન પણ વાચકને આશ્ચર્યચક્તિ કરી નાંખે એવું હતું. એ આ પદ અને બીજા કેટલાંક પદોનું અવલોકન કરતાં જણાય છે.
\
Page #404
--------------------------------------------------------------------------
Page #405
--------------------------------------------------------------------------
________________
સાધનાની પહેલી શરત હુંપણાનો અને મારાપણાનો ત્યાગ છે. અહં ત્વ અને | મમત્વના મોહને મારીને જ આ માર્ગે આગળ વધી શકાય છે.) સાધક આનંદઘન તો પોતાના | પ્રીતમ ઋષભ જિનેશ્વર સાથે | પ્રીત લગાડીને બેઠા છે. આ પ્રીત એવી છે કે જે એકવાર જાગે તો જન્માંતરેય જતી નથી. એ આદિ અનંત છે, જેનો આરંભ છે, પણ છેડો નથી. જે એકવાર બંધાય તો મૃત્યુ કે કાળનાં બંધનો પણ એને છેદી શકતાં નથી. પ્રભુ પ્રત્યેની આવી પ્રીતમાં લગની લગાડીને બેઠેલો સાધક પોતાની જાતનું તો પરમાત્મામાં ક્યારનોય વિલોપન કરીને બેઠો હોય છે.
- પદ્મશ્રી કુમારપાળ દેસાઈ |
Page #406
--------------------------------------------------------------------------
________________ અવધુત યોગી આનંદઘનજી