________________
૧૦૯
અનુભવ રસ સુમતિ મિથ્યાત્વ ડેણને કહે છે કે પરમેશ્વરભાષિત આગમમાં એવું વચન છે કે સમાયાવચ્છેદે, અસંખ્યાતજીવો ઉપશમસમકિતને પામીને સર્વ જીવો આગમાનુયાયીથી શુદ્ધ વચન બોલે છે કારણ કે હવે ક્ષપકશ્રેણીનો પ્રારંભ થઈ ગયો છે. હે પ્રભુ! આત્મસ્વરૂપ તમારો ઉપશમસમકિતનો દાસ છે. કારણ કે હવે તો જન્મોજન્મના તમે તેના સ્વજન છો.
આ પદમાં વિવેક, ચેતનને કહે છે કે હે ચેતન! તું સંયમરૂપ બાળકને શા માટે મારે છે? તું અસંયમથી તો મરેલો છે. માટે વિવેક મિથ્યાભાવોને કહે છે કે, હે મરેલા મડદા! બિન ઉપયોગી તું છો. જેમ નવદીક્ષિતને દીક્ષા પછી પરિસહ આવતાં અસંયમના ભાવ આવી જાય છે. (જેમકે મેઘકુમાર) આ પ્રકારના અસંયમના ભાવથી મુક્ત થવા પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. સંયમ વિના શુદ્ધચેતનાનું પ્રાકટય થતું નથી માટે જ તેની રક્ષા કરવાની રહે છે. તેથી વિવેક કહે છે કે સંયમરૂપ દીકરો હજુ નાનો છે તે ભદ્ર પરિણામી છે. તે બધાનું હિત ઈચ્છનાર છે. તે મીઠી વાણીથી બધાને બોલાવે છે. કારણકે તે ભાષાસમિતિનું પાલન કરે છે. આવા ઉત્તમ ગુણયુક્ત મારા દીકરાને તું શા માટે મારે છે? સંયમરૂપ બાળક હવે થોડો મોટો થયો છે. તે પાંચ, પચીસ વચન બોલતો નથી પણ હવે તો ઘણું બોલે છે.
પાંચ બોલ પંચ મહાવ્રત પચ્ચીસ બોલ પાંચ મહાવ્રતની પચીસ ભાવના. પચાસ – તપના ૫૦ ભેદ
સંયમરૂપ દીકરો આવા મીઠાં વચનો બોલે છે. ચરણસિત્તરી અને કરણસિત્તરીની વાતો પણ કરે છે માટે હે આનંદઘન પ્રભુ! મારા નાથ ! આ દીકરો તમારો જ છે ને તમારાથી જ ઉત્પન્ન થયો છે તેથી જ આ બાળક આપને કહે છે કે હે પ્રભુ! તમે મારા જન્મજન્મના સગા છો તેથી આ સગપણ કાયમ ટકાવી રાખજો. હું આપનો સાથ છોડવા જરા પણ ઈચ્છા રાખતો નથી. તમે મારો હાથ ઝાલ્યો છે, હવે કદી પણ મારો હાથ છોડતા નહીં, આ વચન સુમતિ ચેતનને કહે છે. તે વ્યવહારુ ભાષા પ્રયોગ દ્વારા, અધ્યાત્મના ઉન્નતભાવો અભિવ્યક્ત કરવાની કવિની શક્તિનું સુભગદર્શન, આ પદમાં થાય છે..