________________
અનુભવ ૨સ
૧૦૮
કરે છે કે જેથી એક વખત તો ચેતનને પછાડે જ છે પરંતુ ચેતન પાછો આળસ મરડીને બેઠો થઈ જાય છે અને પછી તો એવી દોટ મૂકે છે કે મિથ્યાત્વના તો ભૂક્કા બોલી જાય છે. ચેતન સ્વરાજયને પાસ કરી જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ બની જાય છે.
હવે ચેતના! ચેતનને વિનંતીના સૂરમાં કહે છે, “જોઈ હૃદયનેત્ર, વનક્ષેત્ર પધારો પ્રીતે રે;
તારા રત્નત્રયીની સાથ, રાખો રસ રીતે રે... ૧
કે ચેતન૫રમાત્મા ! હવે તો તમે તમારી હૃદયરૂપી આંખે મારી સામું તો જુઓ અને તમે મારા હૃદયરૂપી ઘરમાં પ્રેમથી પધારો. બસ તમે મને તમારા રત્નત્રયી રંગમાં રંગી દો. ત્રિરત્નના રસમાં તરબોળ કરી દેજો. પ્રભુ ! તમારા દર્શનમાત્રથી જ મારી મિથ્યા ભ્રમણા ભાંગી ગઈ છે. બસ મારે ઘરે તો હવે નિત્યપ્રતિ દિવાળી છે. સમ્યક્ત્વરૂપ બેટડાની (પુત્રની ) મા હું આજે ગૌરવ અનુભવુ છું કે મારો દીકરો કેવો ભાગ્યશાળી છે કે તે હવે ત્રિલોકીનાથ બનશે. સંસારના સર્વ જીવોનો તારણહાર એવો મારો દીકરો મને પણ તારી ને તીર કરશે. સંયમનો તે પિતા બનશે તથા પુણ્યાત્માના પગલે ધનના ઢગલા થાય, તેમ શુદ્ધાત્માના પગલે ગુણ ભંડારોના ઢગલા થશે.
તે આત્મગુણો ક્યા છે તે બતાવતા કવિ ત્રીજી કડીમાં કહે છે, पांच पचीस पचासा उपर, बोले छे सुधा वेण... । आनंदघन प्रभु दास तुमारो, जनम जनम के सेण... । । छोराने ।।
સમકિતરૂપ પુત્રથી સંયમરૂપ દીકરાનો જન્મ થયો. તે દીકરો પાંચ, પચ્ચીસ કે પચાસ વર્ષ ઉ૫૨નો થાય છે ત્યારે તેની વાણી તથા વચનમાં શુદ્ધતા પ્રગટતી જાય છે અને જેમ જેમ સંયમપર્યાય વધતી જાય છે તેમ તેમ ભાષાસમિતિમાં ઉચ્ચતા, શુદ્ધતા આવતા ભાષામાં પણ મધુરતા ટપકે છે અને ચેતન પોતાની મધુર ભાષા વડે લાખો માણસોનું હિત કરે છે. હે આનંદઘનદેવ ! ચેતન સ્વામી હવે તારો જન્મોજન્મનો દાસ છે. તેણે હવે તારું જ શરણ સ્વીકાર્યું છે. જેથી તારા જેવો આત્મવૈભવને હું પણ પામી શકું. હે દેવ ! હવે આપ સમતારૂપ જળથી તેને સ્થાન કરાવો અને શુદ્ધ પ્રેમભાવથી તેના તરફ દૃષ્ટિ કરો.