________________
૧૦૭
અનુભવ રસ પગ ડગુમગુ થતાં ચાલી રહ્યો છે. પરંતુ લાકડીનો ટેકો મળતાં સ્વરૂપાનુભવ કરે છે. ચેતનરાજનો હવે ઉત્ક્રાંતિનો કાળ શરુ થયો છે. કવિ પોતાના તરફથી કહે છે કે અનાદિકાળથી ચેતનની સાથે વસતા, હે વૃદ્ધ મિથ્યાત્વ! શું તારી આંખો ફૂટી ગઈ છે? તને કાંઈ દેખાતું નથી? અથવા ચેતનનાં કેવળજ્ઞાનદર્શનનાં નેત્રો તો અનાદિકાળથી ફૂટી ગયાં છે. એવી ફૂટેલી આંખે શું જોવાનું હોય અને શું દેખવાનું હોય? હે મિથ્યાત્વ ઘરડા ડોસા! તું તો આ જન્મ આંધળો છે તને સ્વરૂપ જ્ઞાનનો ભાસ ક્યાંથી થાય? વળી હવે તો તું ઘરડો થઈ ગયો છે. અત્યાર સુધી તો તે આત્મમંદિરમાં રહી ઘણો વિલાસ કર્યો. વાણીવિલાસ વડે લોકરંજન પણ કર્યું પરંતુ હે અજ્ઞાની! તું કેટલો મૂર્ણ છે કે જે ઘરમાં તું રહે છે તે ઘરના માલિકને પણ તું ઓળખી ના શક્યો? તું કેટલી અધમપ્રકૃતિનો માણસ છે કે જેણે પોતાની સજ્જનતા વાપરી રહેવા આશરો આપ્યો તે તેના જ ઘરનો માલિક બની બેઠો છે. તેનાં જ્ઞાન, દર્શનાદિ રત્નભંડારોને તે દાબી દીધા છે. ઉપરાંત ઘરને ઊકરડા જેવું બનાવી દીધું છે. આ કાંઈ જેવી તેવી નીચતા નથી. સમ્યકત્વરૂપ દીકરો તારી આ સ્થિતિ ચલાવી લેશે નહીં. તારી તો હવે વૃદ્ધાવસ્થા છે. તું તો હવે મરવા વાંકે જીવી રહ્યો છે. તને હવે મોત બોલાવી રહ્યું છે કારણ કે ચેતનને સમ્યકત્વરૂપ દીકરાનો સાથ મળી ગયો છે. આગમમાં કહ્યું છે,
TIMવાર ૩વસમિય” ઉપશમ સમકિત પાંચ વાર આવે ૧
આ પ્રકારના સમ્યકત્વની પ્રાપ્તિ પછી જરૂર ક્ષપકશ્રેણી શરૂ થાય અને ક્ષપકશ્રેણીનો આરંભ થતાં મિથ્યાત્વનો સમૂળગો નાશ થઈ જાય છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ તેમજ મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય અને સમકિતમોહનીય એ તારો ખોરાક હતો પણ ક્ષાયક સમકિત પ્રાપ્ત થતાં હવે તને એવો ખોરાક મળશે નહીં માટે તારે તો ઉપવાસ કરવાનો વારો આવશે. ખોરાકના અભાવમાં તારી જીવન શક્તિ પણ ક્ષીણ થતી જશે અને છેવટે મરણ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ચેતન તો સમ્યકત્વના આધારે એવો તો શક્તિશાળી બની ગયો છે કે તે વધારેમાં વધારે અર્ધપુગલ પરાવર્તન કાળમાં અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરી લેશે. પરંતુ જો ઉપશમ સમકિત હોય તો મિથ્યાત્વ એવું જબરદસ્ત જોર