________________
અનુભવ રસ
૧૧૦
પદ-૧૮
1. રીસાની સાપ મનાવો ?" જીવનો મૂળભૂત વીતરાગસ્વભાવ છે. છતાં પણ કર્મયોગે પોતાના સ્વભાવને ભૂલી આત્મા, વિભાવને વશ બની જાય છે. રાગ અને દ્વેષથી યુક્ત આત્મા, સાંસારિક પદાર્થોમાં રતિ-અરતિ ભાવ કરી, કર્મમલથી મલિન બને છે. જ્યાં રાગ છે ત્યાં જ તો છે જ. કોઈ વ્યક્તિને એક વ્યક્તિ પ્રત્યે પ્રેમ થાય છે તો બીજી વ્યક્તિ પ્રત્યે દ્વેષ પણ થાય છે. પરંતુ દરેક જીવને દરેક વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે દ્વેષ પણ થાય છે. પરંતુ દરેક જીવને દરેક વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેના રાગ-દ્વેષમાં તીવ્રતા કે મંદતાનો ભાવ હોય છે. ભાવના આધારે તેની વાણી-વર્તનમાં પરિવર્તન થાય છે.
કવિના આ પદમાં સુમતિ તથા ચેતનનો સુંદર વાર્તાલાપ રજૂ થયો છે. ચેતના સ્ત્રી છે, સ્ત્રી જાતિમાં રીસ અધિકતર જોવામાં આવે છે. આ પદમાં ચેતનથી, ચેતના રીસાઈ ગઈ છે. તેથી ચેતન સુમતિને કહે છે કે “હે સુમતિ! ચેતના તો જાણે શોકભવનમાં જઈને બેસી ગઈ હોય તેવું લાગે છે. તેમાં સ્ત્રીહઠ છે, તેથી તેને મનાવવી મુશ્કેલ છે.
સુમતિ ચેતનાને મનાવવાનો માર્ગ ચેતનને બતાવે છે. “માલકૌંશ રાગમાં' કવિ કહે છે, रीसानी आप मनावो रे,प्यारे बीच्च वसीठ न फेर...रिसानी सोदा अगम हे प्रेमका रे, परख न बूझें कोय; ले दे वाही गम पड़े प्यारे, और दलाल न होय...रिसानी॥३॥
આજ સુધી ચેતનને ઘણો સમજાવ્યો. અનુભવમિત્રને વિનંતી કરી. વિવેકનો આધાર લીધો. પણ “આપ મુઆ વિના મોક્ષ ન જવાય” એમ વિચારી સુમતિ સ્વયં કાંઈક કરવા તત્પર બને છે. ચેતનને હવે પોતાની ભૂલ સમજાઈ છે. ચેતનને લાગે છે કે પૌદ્ગલિક સુખોમાં રાચી રહેવું તે મારો સ્વભાવ નથી. પણ ઈન્દ્રિયજન્ય વિષયભોગનો ત્યાગ કરી, ચેતનત્વ પ્રગટાવવું તે જ મારો ધર્મ છે. ચેતન હવે ચેતનાને મળવા ઉત્સુક થયો છે. તે સુમતિને પૂછે છે કે ચેતનાને પાછી કેવી રીતે મેળવી શકાય?