________________
અનુભવ રસ
૨૯૪ છું, તો તેથી પણ મને ખેદ થાય છે. અરે! મોક્ષકમળા પણ મને સુખ આપી શકતી નથી. ચેતના શ્રદ્ધાને આ રીતે દિલ ખોલીને વાત કરે છે.
હવે ચેતનાની આંતરિક સ્થિતિ કેવી છે તે આપણે આ પદની ત્રીજી કડીમાં જોઈએ: सास विसास उसास न राखें, नणंदी नीगोरी भोरी लरीरी; ओर तबीब न तपति बुझावे, आनंदघन पीयुष झरीरी; पिय।।३।। - કવિએ આ કડીમાં સંસારીસંબંધોનું રૂપક પ્રયોજીને અધ્યાત્મના ઊંડા રહસ્યને પ્રગટ કર્યું છે. ચેતના કહે છે કે મારી સાસુ તો મારા પતિનો એક શ્વાસોશ્વાસ જેટલો પણ વિશ્વાસ કરતી નથી.
અહીં આયુસ્થિતિરૂપ સાસુ ગણવામાં આવી છે. જીવ આયુષ્યકર્મના આધારે ચારગતિમાં ફર્યા કરે છે. જીવ દરેક ગતિને યોગ્ય શરીર ધારણ કરે છે. પણ આયુષ્ય બળના આધારે જીવ એ શરીરમાં એટલો વખત જ રહી શકે. આયુષ્ય પૂર્ણ થતાં એક ક્ષણ પણ ચેતન આ શરીરમાં રહી શકતો નથી. એટલે ચેતના કહે છે મારી સાસુ તો મારા પતિનો એક શ્વાસ લેવા જેટલો પણ વિશ્વાસ રાખતી નથી. ચેતનની વિભાવદશાને લઈને આયુષ્ય સ્થિતિ મારી સાસુ થાય છે. અને તેથી ચેતન પોતાના સાચા સગાને
ઓળખી શકતો નથી, બીજી રીતે જોતા એ અર્થ ફલિત થાય છે કે પતિ વિના એક શ્વાસો શ્વાસ જેટલા કાળનો પણ વિશ્વાસ રહેતો નથી. વળી આ નાગોરી નણંદ પણ એવી છે કે સવારથી રાત સુધી મારી સાથે લડયા જ કરે છે. તે સાવ નાના બાળક જેવી ભોળી છે. જેમ બાળકને બહાર લઈ જઈએ તો જે વસ્તુ જુએ તે લેવાનું મન થાય ને ન મળે તો રડવા લાગે, પછડાટી ખાય એવી અનેક ક્રિયાઓ તે કરે છે. એ રીતે તૃષ્ણારૂપી મારી નણંદ પણ એવી છે કે જે પદાર્થ જુએ તે લેવાનું મન થઈ જાય હું પદાર્થના સ્વરૂપને જાણું છું તેથી ના કહું છું તો પણ તે મારી સાથે લડયા જ કરે છે. તેને ગમે તેટલું આપવામાં આવે તો પણ તે ધરાતી નથી. મારી પાસે ન ચાલે તો તેના ભાઈ પાસે જઈ મીઠું મીઠું બોલી તેની પાસેથી ધાર્યું કામ કરાવી લે છે. નણંદ એવી જબરી છે કે ભાઈ – બહેન એક થઈ જાય છે અને મને એકલી અટુલી કરી નાખે છે. તેથી પતિ વિરહ મને દાહજવર જેવો લાગે છે. હું તો અંદર બહાર બધેથી બળ્યા કરું છું. મારી વેદના મટાડનાર