________________
૨૯૩
અનુભવ રસ ઝૂરણા પ્રગટાવવી પડે છે. વેદનાથી વ્યાકુળ થવું પડે છે.
કવિનો અહીં સંકેત છે કે સ્ત્રીઓની ચોસઠ કળામાં વસ્ત્ર તથા આભૂષણોની સજાવટ પણ એક કળા છે. સ્ત્રીઓ પતિને પ્રસન કરવા શણગાર સજે છે. પરંતુ જો પતિ તે સ્ત્રીની સામે પણ જુએ નહીં તો શૃંગાર કોના માટે સજવો?
ચેતના કહે છે કે આવા આભૂષણો તો દેવાંગનાઓ પણ પહેરે છે. મારે આભૂષણોનાં સુખ જોઈતાં નથી. મારે જોઈએ છે મોક્ષપુરીના શાશ્વત સુખ. એ સુખ આગળ દેવાંગનાઓના સુખની કોઈ કિંમત નથી કારણકે પૌદ્ગલિક છે. જેને એક વખત ઇન્દ્રિયાતીત સુખનો અનુભવ થયો હોય તે જ તેની કિમત જાણી શકે. વિશેષતા તો એ છે કે આવું સુખ મલ્યા પછી દુઃખ ઘેરી વાદળી તેને સ્પર્શી શકતી નથી. ઇન્દ્રિયજન્યસુખ તો દેવગતિમાં ઘણાં ભોગવ્યાં. જૈનશાસ્ત્રોમાં એનું આબેહૂબ વર્ણન છે. દેવતાઓને ઉત્પન્ન થવાના ઢોલિયાને રાતા સોનાના પાયા છે. મણિરત્નના પડવાયા છે. લીલા સોનાનાં ઈસ ઉપળા છે. રાતા સોનાની સાંધું જડી છે. વજ હીરામય ખીલા પડયા છે. મણિરત્નની પાટીથી તે ઢોલિયો ભર્યો છે. તુલમાની તળાઈ છે. રાતા સોનાનો ગાલીચો છે. સફેદ સોનાની સોડ છે. લાલ સોનાનાં પાથરણાં છે. જાંબલી રંગના સોનાના ઓશીકાં છે. ગેડવી રંગ સોનાના ગલ મસુરીયા છે. મણિરત્નના ઓછાડથી તે ઢોલિયો બીછાવેલ છે અને પંચવરણો પંખો ઝુલી રહ્યો છે. આવાં સુખો હવે મારે જોતાં નથી પણ મારે જોઈએ છે મોક્ષનગરનાં સુખ. જેના શિખરે બેસી મારો આત્મારૂપી મોર ટહુકા કરે. વળી ચેતના કહે છે કે હે સખી શ્રદ્ધા! મને એકપણ વસ્ત્ર ગમતું નથી. મારા પતિ, કુમતિની સોબતમાં એવા પડી ગયા છે કે તેથી મારા દિલમાં ભારોભાર દુઃખ છે. આવા દુઃખથી ઘેરાયેલી મને પ્રભુપ્રેમરૂપી સાડીને ધ્યાનરૂપી આભૂષણો પહેરવા રુચતાં નથી. જ્યારે ધણી જ ઘરમાં ટકતો ન હોય તો પછી આભૂષણો પહેરવાનો શું અર્થ છે? ચેતનને જો મારામાં રસ કે રુચિ ન હોય ત્યાં વળી શિવલક્ષ્મીની વાત જ ક્યાં રહી? તેને તો એવી વાતો સાંભળવી પણ ગમતી નથી.
આ કડીમાં જે ચોકીના દાગીનાનો નિર્દેશ છે તે ધ્યાનના ચાર પાયારૂપ ચોખંડા નંગથી જડેલ ધ્યાનસ્થ ચિત્ત સ્થિતિરૂપ દાગીના પહેરું