________________
અનુભવ રસ
૨૯૨
કર્યો છે. ચેતના, જ્ઞાનદૃષ્ટિથી ચેતનની રાહ જોયા કરે છે ને એમ થાય છે કે ચેતનજી હવે ક્યારે સ્વભાવ દશામાં આવશે.
શુદ્ધસ્વભાવને પ્રગટ કરવાનો માર્ગ સરલ છે પણ ચેતનનો વિભાવમાંથી રસ છૂટતો નથી. હમણાં જ તેઓ તો કહી ગયા કે હું અમ૨ છું તે મને હવે સમજાયું છે. માટે હમણાં જ આવું છું અને તેથી હું પ્રમત્ત - અપ્રમત્તમાં દરવાજા પર અનિમેષ નજરે મારા નાથની રાહ જોયા કરું છું. પણ કુમતિ મારા નાથને મારા મંદિરે આવવા દેતી નથી. છતાં પણ સંયમરૂપ દરવાજે હું મારી જ્ઞાનચક્ષુથી નિહાળી રહી છું. જો તે આવે તો પ્રમત્ત – અપ્રમત્ત ગુણસ્થાનકથી આગળ વધી પ્રગતિ કરી શકે. પણ કુમતિ પોતાનો પ્રભાવ પાછો પાડે છે ને ચેતનને પોતાના પ્રમત્તરૂપ ઘરમાં ભરમાવીને લઈ જાય છે. ચેતના કહે છે કે તે મારા સ્વામીને મૂર્છારૂપ મદિરાનું પાન કરાવે છે. મિથ્યાત્વરૂપ ધતૂરાનું ભક્ષણ કરાવી અવિવેકરૂપ ગાંજાની ચલમ ભરી આપે છે જેથી ચેતનનું ભાન ઠેકાણે રહેતું નથી. તેથી પતિ વિયોગે ઉદાસ થઈને હું ફરી રહી છું.
કુમતિની દશાનું વર્ણન કરતાં કવિ કહે છે,
-
पट भूखन तन भौक न ओढे, भावे न चोकी जराउ जरीरी । સિવ મના ગાતી! મુષ નળ પાવત, જૈન બિનત નાત અમરીરી... પિયાર।। શુદ્ધચેતના, ચેતનના વિ૨૭માં એવી ડૂબી ગઈ છે કે તેને પોતાનાં કપડાંનું પણ ભાન રહ્યું નથી. તેને ઉઠવું – બેસવું – ખાવું કે પીવું તેવી કોઈપણ શારીરિક ક્રિયા પ્રત્યે લક્ષ રહ્યું નથી. પહેરલાં કપડાં સારા છે કે નહીં ? માથે ઓઢયું છે કે નહિ? એવી પણ સૂઝ તેને રહી નથી. શરીર પરનાં આભૂષણો હીરાનાં છે કે ચોકીના તે જોવા પણ તે અટકતી નથી, કારણકે અત્યારે તેની નજર પતિના સિવાય અન્ય કોઈ સ્થાને નથી. સંસારીલોકો જેને પતિઘેલી કહે છે તે પ્રમાણે ચેતના પતિઘેલી બની ગઈ છે. તેને શરીર પર પહેરેલાં વસ્ત્રો પણ બોજારૂપ લાગે છે. આભૂષણો વીછીનાં ડંખ જેવી વેદના આપે છે. શોકાતુર હૃદયની આવી દશા થાય તે સ્વાભાવિક છે. ત્યારે બીજી રીતે જોતાં સમ્યક્દશા પ્રગટ થયા પહેલાં દરેક વ્યકિત આવી દશામાંથી પસાર થાય છે અથવા તેને ઉત્તમદશા પ્રાપ્ત કરવા ઝૂરણા આવ્યા વિના ઉચ્ચદશાને પામી શકાતી નથી. દરેક મુમુક્ષુએ આવી