________________
૧૧
અનુભવ રસ તથા ભરઉનાળે મધ્યાહુને મળેલ વાદળીની છાયા બરાબર છે. તેમાં આનંદ માનવો તે જ અજ્ઞાનદશા છે. પામરપ્રાણીને ખબર નથી કે જેમ જંગલીનાહર બકરીને પકડી તેનું પેટ ફાડી ખાય જાય છે, તેમ કાળરૂપી તોપચી રોજ રોજ તોપમાંથી એક ગોળી ફેંકતો જાય છે ને માનવપ્રાણી તથા જીવજંતુઓની શક્તિને ક્ષીણ કરતો જાય છે. છેવટે એક ભયંકર ગોળી મારી માનવને મરણને શરણ કરી દે છે.
એક સુભાષિતકારે કહ્યું છે કેઃ बध्यस्य चौरस्य यथा पशोवां, संप्राप्य माणस्य पदं वधस्य शनै: शनैरेति मृति: समीपं तथाखिलश्यति कथं प्रमादः।।
ફાંસીની સજા પામેલ ચોરને અથવા વધસ્થાને લઈ જવાતા પશુને મૃત્યુ ધીમે ધીમે નજીક આવતું જણાય છે તેવી રીતે સર્વજીવને મૃત્યુ નજીક આવતું જાય છે. તો પછી પ્રમાદ શામાટે કરે છે? કેવી સંસારની રચના છે. શ્રી ચિદાનંદજી મહારાજ એક પદમાં કહે છે,
જગ સ૫નેકી માયા રે, નર જગ સપને કી માય, સુપને રાજ પાય કોઉ રંક જયું, કરત કાજ મન ભાયા, ઉધરત નયન હાથ લખ ખપ્પર, મન હું મન પછતાયા-રે.. નર યૌવન સંધ્યારાગરૂપ કુનિ, મલ મલિન અતિ કાયા; વિણસત જાસ વિલંબ ન રંચક, જિમ તરુવરકી છાય રે. નર
આ રીતે વસ્તુસ્થિતિ હોવા છતાં જીવ ક્ષણિક સુખમાં આસકત થઈ વિષય – કષાયમાં પડે છે. પરંતુ એક દિવસ કાળબાજ આવી તારી બધીએ બાજી વીંખી નાખશે તથા તને રોળી નાખશે માટે જ શ્રી આનંદઘનજી ત્રીજી કડીમાં કહે છે, अजहु चेत कछु चेतत नाहि, पकरी टेक हारिल लकरीरी आनंदघन हीरो जन छारत नर मोहयो माया ककरीरी... जीय।।३।।
માનવ! જાગ, ચેત. કેમ ચેતતો નથી? કાળબાજ તારો કોળિયો કરી જશે. છતાં તું વિષય-કષાયને પકડીને બેઠો છે. જ્ઞાનીની દૃષ્ટિએ હારિલ પક્ષી જેવી તારી દયનીય દશા છે. જેમ હારિલ પક્ષી વૃક્ષની ડાળખીને પકડી રાખે છે પણ પગ આડા-અવળા ચાલતાં ડાળખી નમી જાય છે અને પક્ષી ઊંધે માથે લટકી પડે છે ત્યારે ચીસો નાખે છે. તે એમ માને છે