________________
અનુભવ રસ
૧૦
પદ-૩.
નીય ગાને મેરી સવેર ઘરરી” આત્મમસ્તીમાં મસ્ત એવા શ્રી આનંદઘનજીએ આ પદમાં જીવની અજ્ઞાનતાનું ભાન કરાવી સંસારના યથાર્થ સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. આ ત્રીજા પદને આરંભે કવિ કહે છે, जीय जाने मेरी सफल धरीरी... जाय सुत वनिता यौवन धन मातो, गर्भतणी वेदन विसरीरी जाय ।।१।।
સંસારના સંબંધમાં વીતેલી ઘડીઓને અજ્ઞાની માનવ સફળ માને છે અને ગર્ભની ભયંકર વેદનાને ભૂલી જાય છે.
મોહના આવરણોથી આવરિત આત્મા સંસારનાં સર્વ સંબંધો તથા પદાર્થોમાં રાચ્યોમાચ્યો રહે છે. તે સ્ત્રી, પુત્ર, પરિવાર, ભોગસામગ્રીમાં પોતાની જિંદગીને તથા વ્યતીત થતા સમયને સફળ માને છે. જીવ મનુષ્ય યોનિમાં માતાના ગર્ભમાં, લોહીના ખાબોચિયામાં કે જ્યાં માતાના શરીરના મળમૂત્રની વહેતી નીકમાં ઊંધે માથે લટકે છે ને નવ માસ ઉપરાંત ગર્ભની ભયંકર વેદના ભોગવે છે તે સર્વ ભૂલી જઈ યુવાનીમાં દિવાનો બની, કામાંધ બની જઈ પ્રમાદમાં જીવનયાપન કરે છે. અજ્ઞાનદશાવાળો જીવ એટલું પણ વિચારતો નથી કે આ મારો મોહ મદિરાનો નશો છે, એ નશો ઊતરી જતાં તો મારા શરીરની નસેનસ તૂટવા લાગશે તથા શક્તિહીન થતાં બિચારા બની પડી રહેવું પડશે. આવો એક પણ વિચાર, પ્રમાદી માણસને સ્કૂરતો નથી. સ્વપ્ન સમાન આ સંસારમાં ક્યાંય સુખનું નામો નિશાન નથી, છતાં સુખ અને આનંદ લાગે છે તે અજ્ઞાનસૂચક છે, થોડી પણ સગવડો મળતાં ભૂતકાળની અનેક અગવડોને તદ્ગ ભૂલી જાય છે. આ સુખ કેવું છે તે બતાવતાં કવિશ્રી શ્રી આનંદઘનજી લખે છે. सुपनको राज साच करी माचत, राहत छांह गगन बयरीरी आई अचानक काल तोपची, गहेगो ज्युं नाहर बकरीरी - जीय।।२।। સંસારનું સુખ એ તો ભિખારીને સ્વપ્ન મળેલ રાજ્ય સમાન છે,