________________
પ
અનુભવ રસ
ममता दासी अहितकारी हरविधि, विविध भांति संतासी । आनंदघन प्रभु विनंती मानो, और न हितु समतासी ।। नाथ ॥
હે નાથ ! મમતાદાસી, આપનું દરેક રીતે અહિત કરનારી છે. તે આપને જુદી જુદી રીતે સતાવ્યા કરશે. સમતા સિવાય આપનું હિત કરનાર બીજું કોઇ નથી, માટે હૈ આનંદઘનસ્વરૂપ ચેતનપ્રભુ! આપ મારી વિનંતીનો સ્વીકાર કરો.
હે નાથ ! આપ જેના ફાંસે ફસાયા છો તે કોઇ રાણી, શેઠાણી કે સા૨ા ઘ૨ની સ્ત્રી નથી. એ તો હલકી જાતની એક દાસી છે. આપ જેવા ઉત્તમ પુરુષ આવી હલકી દાસી સાથે સંબંધ રાખે એ તો કલંક કહેવાય, હલકા માણસો પોતાની હલકાઇ છોડતા નથી. જ્યાં સુધી તેનો સંગ ન છૂટે ત્યાં સુધી તમે જન્મમરણમાંથી મુક્ત થઇ શકશો નહીં,
મમતા તો મોહ ચાંડાલની બેટી છે. છતાં પણ તારે પ્રેમ કરવો જ છે તો સમતા સાથે કર. તેનો આદર કર, કા૨ણ કે સમતા ! સંયમરૂપ રાજાની રાજકન્યા છે. ક્ષત્રિયપુત્ર સાથે ક્ષત્રિય પુત્રી શોભે. હે ચેતન ! તું તો મીઠાઈ છોડી, વિષ્ટા ખાવા દોડી રહ્યો છો. નાશવંત-વસ્તુમાં તું તારું સર્વસ્વ માની બેઠો છે. એ જ તારો મતિભ્રમ છે. નાશવંત કદી શાશ્વત બનતું નથી. માટે હવે તું સાચી સમજણનાં ઘરમાં આવ. સમજણ વિના ત્યાગ કરવાથી, તે ખોટા ખત બનાવી તને કરજભારથી દાબી દેશે. સમજણ વિના ત્યાગ કરવાથી તે પ્રકારની વૃત્તિઓ બેવડી, તેવડી અને દશગણી જો૨ ક૨શે. તેની સામે શાસ્ત્ર આધા૨ે કામ લેવું પડશે. માટે સર્વ પ્રથમ સંસારનું સ્વરૂપ બરાબર ઓળખી, સ્વ–પરનો વિવેક કરી, પરભાવ ૫૨ વૈરાગ્ય લાવી સંસારભાવથી ઉદ્વિગ્ન બનતા, મમતાના પાશમાંથી ધીરેધીરે મુક્ત થઈ શકાય છે, જેમ ન ગમતો માણસ આંગણે આવે તો આપણે તેને આવકારતાં નથી. તો એ બીજીવાર આપણા ઘ૨નાં ઊંબરે આવતો નથી. તેમ મમતા તરફ જો લક્ષ દેવામાં ન આવે અને મોઢું ફેરવી દઇએ તો હે ચેતન ! મમતા તેનો કેડો મૂકી દેશે.
ન
માટે તું તારા શુદ્ધ સ્વરૂપનો વિચા૨ ક૨, જેથી તારી દૃષ્ટિ ખુલ્લી જશે. સમાધિશતકમાં કહ્યું છે,