________________
-
૬૪
અનુભવ રસ પરમાધામીના માર ખવરાવે છે તથા તિર્યંચગતિમાં પરાધીન બનાવે છે. સંસારની જેલમાં એ જ ગોંધી રાખે છે. નરક, નિગોદ, પૃથ્વી, પાણી વગેરે સ્થાનોમાં રખડાવે છે. વનસ્પતિના ભવમાં ટકાના ત્રણ શેરના ભાવે વેચાવે છે. કીડી, મંકોડા તથા ભૂંડના ભવ કરાવી વિષ્ટાનો આહાર કરાવે છે.
આ રીતે મમતા તમારી માથે ન કરવાની કરે છે, છતાં તેનો સંગ છોડવો તમને ગમતો નથી, તેના સંગથી પુત્ર જન્મે તો જન્મ સમયે તો આનંદ થશે પણ મૃત્યુ થતાં રડાવે છે. આવી રીતે કાળજા વગરના થઈ, તમે પોતે જ તમારી હાંસી કરાવો છો.
હે સ્વામી! મારે આપને વધારે શું કહેવાનું હોય? કારણ કે આપ તો સ્વયં જ્ઞાની છો. આપ આપની શક્તિનો વિચાર કરો, આપના જેવો શક્તિશાળી પુરુષ શું ત્રણ કોડીની બાયડીનો નચાવ્યો નાચે? ક્યાં ગયું આપનું પૌરુષત્વ.? સાવ નિર્માલ્ય થઈને શા માટે પડયા છો? મમતા કદી સારી શિખામણ આપશે નહીં, માટે આપ આપનું મૂળભૂત સ્વરૂપ સંભાળો.
કામ, ક્રોધ, લોભ, મદ, મોહને આપ આપના સ્વજન માનો છો. તે જ મોટી ભ્રમણા છે. એ બધાં તો મમતાના સાથી સંગી છે. તેનો સંગ છોડી, આપના સાચાં સ્વજનો છે તેને પ્રેમ કરો. ક્ષમા, સંતોષ, સેવા, સંયમ, આર્જવ, માર્દવ, શૌચ, બ્રહ્મચર્ય એ બધાં આપનાં કુટુંબીજનો છે. તે આપના જેવા જ છે. એ સ્વજનોનો સંબંધ તો દૂધમાં પતાસા જેવો છે. તે આપની સાથે એકમેક થઇને રહે છે. દૂધ સ્વયં મીઠું હોવા છતાં, તેમાં સાકર ભળતાં મીઠાશમાં વૃદ્ધિ થાય છે. તેમ, હે ચેતન ! આપના આનંદમાં વધારો થશે. - હવે પાછી ચેતના, ચેતનને કહે છે કે હું પણ તારા જેવી જ શુદ્ધ
સ્વરૂપી છું. તારી અને મારી એક રસરૂપ પરિણતિ છે, માટે હે નાથ ! આપ આપની મતિથી વિચારશો તો મારા ઉપર આપને અત્યંત પ્રેમ થશે. માટે જ કહું છું કે મારી સામે જુઓ અને અનંત સુખના ભોક્તા બનો.
“શુદ્ધ ચેતના – ચેતનને વિનવતા કહે છે,