________________
se
અનુભવ રસ પૂરી લખતો નથી. પણ ઉધાર રકમ બેવડી અને ત્રેવડી લખે છે. પોણી સો ટકા વ્યાજ લે અને સોળપંચા વ્યાશીને બે મૂકયા ૮૦ તો દેવાનાં આમ કહી ખોટું સમજાવે છે. તે રીતે મમતા પણ વંચકપણું કરી, પારકી વસ્તુને તમારી પાસે પોતાની મનાવે છે. મમતા એવી હલકીવૃત્તિની છે કે તે ફકત એક તમારી સાથે જ સંબંધ રાખતી નથી. તે અનેકને ભજે છે. આશ્રવને સંવર તરીકે બતાવી, જમાની રકમમાં ગોટાળો કરે છે અને આશ્રવનાં મોટાં મોટાં ગરનાળા મૂકી, કર્મોને એકઠાં કર્યા કરે છે. કર્મોને અટકાવવાની કળા તો તે જાણતી જ નથી. તેથી તે ખોટું ખાતું ખતવે છે. વળી તે એવી તો ચતુર છે કે તે પોતાના ખાતામાં જમા કર્યે જાય છે અને તમારા ખાતામાં ઉધાર્યે જાય છે, તમને તો હંમેશાં દેવાદારની સ્થિતિમાં જ રાખે છે. એના ચોપડામાં જો પ્રદેશોદયદ્રારા કર્મોનો ઘટાડો થતો હોય અને સંવર દ્વારા આવતાં કર્મોને અટકાવવામાં આવે તો કોઇક દિવસ પણ તમારી મુક્તિ થઈ શકે. પણ મમતા તો એવી ઠગારી છે કે તે પોતાનું ખાતું જમા કરે છે અને તમારી પાસે રકમ લેણી રાખે છે. આમ વિપરીત સ્થિતિ કરીને વ્યાજ ખાઉ મમતા આપને કેમ પસંદ પડે છે.
હે નાથ! હવે આપ મારી સામું તો જુઓ? કવિએ આ કડીમાં સ્ત્રીસહજ સ્વભાવનું દર્શન કરાવ્યું છે. દરેક સ્ત્રી એવું ઈચ્છતી હોય છે કે પતિ પોતાનો થઇને રહે તથા તેને જ જોયા કરે. છતાં પણ કોઈક કારણથી પતિ - પત્ની સામે ન જુએ તો પત્નીને માઠું લાગે છે, તે રીસાઈ જાય છે. શાણી સ્ત્રી રીસાતી નથી, પણ પતિના ઉપેક્ષાભર્યા વર્તનનું કારણ જાણી પતિને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે છે. તેને સમજાવી સાચા માર્ગે લાવે છે.
કવિશ્રી આનંદઘનજી કહે છે, आप विगुंवण जगकी हांसी, सियानय कौन बतासी ? निजजन सूरिजन मेला ऐसा, जैसा दूध पतासी।। नाथ।। २॥
અહીં ચેતના, ચેતનને કહે છે કે, આપ મમતાના સંગે રહો છો જેથી લોકો તમારી વાતો કરે છે. વળી મમતા પણ આપને દરેક સ્થાને વગોવે છે.
સંસારમાં દુઃખનું કારણ જો કોઈ હોય તો માયા અને મમતા છે. તે જ કર્મબંધ કરાવી, ચેતનને દુર્ગતિમાં ધકેલે છે. તે જ નરકગતિમાં