________________
અનુભવ રસ
યશોવિજયજી અને આનંદઘનજી:એ જમાનામાં જૈન સમાજમાં મોટા પ્રમાણમાં શિથિલતા આવી ગઈ હતી. જેથી મતભેદ અને વિરોધનો વંટોળ વાઈ રહ્યો હતો. આનંદઘનજી મહારાજ અને ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ આ કાળમાં વિદ્યમાન હતા. આ બન્ને મહાત્માઓનાં કાર્યાક્ષેત્ર તદ્ન જુદાં જુદાં હતા.
શ્રી મોતીચંદ કાપડિયા નોંધે છે, “એક મહાત્મા આત્મિક ઉન્નતિનો વિચાર કરનારા હતા તો બીજા પરોપકાર દ્વારા આત્માની પ્રગતિ સાધનારા યોગી હતા. એક કર્મયોગી હતા તો બીજા અયોગીના આરાધક હતા એકને દુનિયાની દરકાર નહોતી તો એક કોમની, શાસનની અને ગચ્છની સ્થિતિને લક્ષ્યમાં લઇ કામ કરનારા હતા. અને તેઓ એ ક્ષેત્રમાં અતિશય આગળ વધેલા હતા. આનંદઘનજીનો યોગ અને અધ્યાત્મદશા દૃષ્ટાંતરૂપ ગણાય છે તો યશોવિજયજી ઉપાધ્યાયની શાસનસેવા અનેક પ્રકારે ઉપકારી થઈ શકે છે.
શ્રી બુદ્ધિસાગર સૂરિજી લખે છે, “આગમોના જ્ઞાતા, જૈન શાસનના ધોરી પ્રભાવક શ્રી યશોવિજયજી આબુજી તરફ વિહાર કરતા હતા. તે કાળમાં શ્રી યશોવિજયજી સર્વ સાધુઓમાં બહુશ્રુત ગણાતા હતા. તેમણે સાંભળ્યું હતું કે શ્રી આનંદઘનજી અધ્યાત્મ જ્ઞાનમાં ઊંડા ઊતરી ગયા છે અને અધ્યાત્મ જ્ઞાનનો ઉપદેશ આપવામાં એક્કા છે.”
કોઈક સમયે શ્રી યશોવિજયજી મેડતા શહેરમાં બિરાજતા હતા તેવા સમયે અવધૂત આનંદઘન સિદ્ધાંત પારગામી કુશળ એવા ઉપાધ્યાયજી પોતાના નજીકનાં પ્રદેશમાં વિચારી રહ્યા છે તે સાંભળી ઉપાધ્યાયને મળવા માટે એકાકી ચાલી નીકળ્યા. શ્રી યશોવિજયજી ગામના ઉપાશ્રયમાં પ્રવચન આપી રહ્યા હતા. સાધુઓ શ્રાવક-શ્રાવિકાઓ તથા યતિઓ એક ચિત્તે વ્યાખ્યાન સાંભળી રહ્યાં હતાં. અધ્યાત્મભાવોથી ભરેલી વાણી સહુ કોઇનાં હૃદયને પાણી-પાણી કરી રહી હતી. અને અધ્યાત્મરસ માનવ સમૂહ પી રહ્યો હતો. તેવા સમયે શ્રી આનંદઘનજી યતિઓ સાથે એક બાજુ બેસી ગયા અને વ્યાખ્યાન શ્રવણ કરવા લાગ્યા. તે સમયે શ્રી યશોવિજયજીની