________________
અનુભવ રસ સંવેગીપણાથી આત્મસાધના કરી, આનંદઘનજીમાં યોગીની ઉચ્ચભૂમિકા અને નિજાનંદની મસ્તી જોવા મળે છે. જ્યારે પં. સત્યવિજય ગણિમાં દિયોદ્ધારની ભાવના અને સંવેગીપણાની ઉત્કટતા નજરે પડે છે. બંનેની પ્રવૃત્તિ પણ વિશેષતઃ અંતર્મુખ રહી છે. પ્રસિદ્ધિ કે પદવીની લાલસા તેમને સ્પર્શી શકી નથી. જ્ઞાન અને ધ્યાનમાં બંને ઉચ્ચભૂમિકાએ પહોંચેલા
હતા.”
આનંદઘનજીના સમયમાં જૈન સમાજમાં જુદાં જુદા ગચ્છો વચ્ચે અશાંતિ ફેલાયેલી હતી. તપાગચ્છમાં અણસુર અને દેવસુર વચ્ચે પક્ષભેદ હતો. સાગરગચ્છ પણ જોર પકડયું હતું. લંકામત અને અન્ય મતો વચ્ચે વિરોધ ચાલતો હતો. આથી પરિસ્થિતિ અધ્યાત્મ યોગી આનંદઘનજીના હૃદયને હચમચાવી મૂકે એમાં નવાઈ નથી. કવિશ્રીની હૃદયની વેદના સહજતાથી વાચાનું રૂપ ધારણ કરે છે. તેઓ અનંતનાથજી ભગવાનના સ્તવનમાં કહે છે, ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં
તત્ત્વની વાત કરતાં જ લાજે ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં--
મોહ નડીઆ કલિકાલ રાજે કવિશ્રી ભલે કોઈપણ ગચ્છમાં દીક્ષિત થયા હોય, પરંતુ તેમની સાધના સાક્ષી પૂરે છે કે તેઓશ્રી અધ્યાત્મમાર્ગે આગળ વધ્યા પછી કોઇ ગચ્છ કે સંપ્રદાયના રહ્યા ન હતા. તેમનો બાહ્યવેશ ગમે તે ગચ્છનો હોય પરંતુ આત્મભાવોમાંથી ગચ્છ, પંથ વગેરે નીકળી ગયા હતા. તેઓશ્રી જ્યારે સમાજ વચ્ચે આવતા અને જુદા જુદા પંથ તથા ગચ્છમાં શિથિલતા નજરે પડતી ત્યારે તેમના દિલમાં અપાર વેદના થતી હતી. જેમ માનવ શરીરનાં એક એક અંગ અલગ કરતાં માનવ, માનવ નથી રહેતો, તેમ જૈન ધર્મના ગચ્છરૂપ અનેક ટુકડા થયેલા જોતાં આ મહાપુરુષે પોતાની વેદના વ્યક્ત કરી હતી.
૧. આનંદઘન એક અધ્યયન, ડો. કુમારપાળ દેસાઈ પૃ. ૨૦