________________
55
અનુભવ રસ નજર યતિઓના સમૂહમાં બેઠેલા એક જીર્ણ વસ્ત્રધારી વૃદ્ધ સાધુ પર ગઈ. આ વ્યાખ્યાનમાં તેમને રસ ન પડ્યો તેવું લાગ્યું, તેથી તેમણે પૂછયું, “હે વૃદ્ધ સાધુ! તમે વ્યાખ્યાન બરાબર સાંભળ્યું ને? આ અધ્યાત્મજ્ઞાનના વ્યાખ્યાનમાં તમને કાંઈ સમજણ પડી કે?
આનંદઘનજી બોલ્યા, “આપ તો અધ્યાત્મજ્ઞાનના વ્યાખ્યાનમાં શાસ્ત્રોથી ઉત્તમ દક્ષતા દાખવો છો.' પછી યશોવિજયજી એ પોતે કહેલા શ્લોક ઉપર જ પ્રવચન કરવા વિનંતી કરી, આનંદઘનજી ઉપાધ્યાયના અતિ આગ્રહથી પાટ પર બેસી તે જ શ્લોક પર વિવેચન કરવા લાગ્યા. ત્રણત્રણ કલાક વીતી ગયા તો પણ કોઈને ખ્યાલ ન રહ્યો. આનંદઘનજીની નાભિમાંથી તન્મયપણે પરિણામ પામીને જે શબ્દો નીકળતા હતા ને જે રસ રેલાતો હતો તેનું ઉપાધ્યાયજી બરાબર ધ્યાન રાખતા હતા. આ સમયે સહુ કોઈને આનંદઘનજીનાં સાચ આત્મદર્શનની ઝાંખી થઈ, ઉપાધ્યાયજીના દિલમાં આનંદઘનજી પ્રત્યે પૂજ્ય ભાવ પ્રગટયો. - બંનેએ પરસ્પર ગુણાનુરાગ ભરી જ્ઞાનગોષ્ઠી કરી. ડો. કુમારપાળ દેસાઇ નોંધે છે, “આનંદઘનજી અને યશોવિજયજીનાં મેળાપના અનુસંધાનમાં કેટલીક દંતકથાઓ સાંપડે છે. આ મેળાપ-કયાં થયો હતો તે વિશે મતભેદ છે. શ્રી બુદ્ધિસાગરજી આબુની કોઇ ગુફામાં થયો હોવાનું માને છે. આચાર્ય ક્ષિતિમોહન સેન, શ્રી મોતીચંદભાઈ કાપડિયા તથા ડો. વાસુદેવસિંહ આ મેળાપ, મેડતા શહેરમાં અથવા એની નજીકના જંગલમાં થયો હોવાનું માને છે. કે યશોવિજયજી જ્યારે આબુપર્વત પર બીજીવાર આનંદઘનજીને મળવા ગયા ત્યારે આનંદાવેશમાં તેમણે અષ્ટપદીની રચના કરી. જ્યારે બીજા મત પ્રમાણે આ મેળાપ મેડતાની આજુબાજુના જંગલમાં થયો હતો અને રસ્તે ચાલતાં ચાલતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ તાત્કાલિક ઉગાર રૂપ અષ્ટપદી બનાવી હતી.
અલબત્ત, એટલું તો સાચું છે કે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીને અધ્યાત્મમાર્ગ તરફ પ્રયાણ કરાવવાનું કાર્ય આનંદઘનજીએ કર્યું હતું.
આનંદઘન પદ સંગ્રહ ભાવાર્થ, શ્રી બુદ્ધિસાગરજી મહારાજ ૫ ૧૩૪ તૃતીય આવૃત્તિ. ૧. આનંદઘન જીવન અને કવન, ડો. કુમારપાળ દેસાઇ પઃ ૪૫