________________
અનુભવ રસ
૨૮૮ સિદ્ધશિલા એ અર્થમાં અહીં “શિવ દરગાહ” કહેવામાં આવી છે. વળી દરઘા'નો અર્થ કચેરી પણ થાય એટલે “મુનસફ દરગાહ એટલે વડાની
કચેરી.
આત્મશત્રુને ઓળખનાર સદ્ગુરુ હોય છે. ગુરુના યોગે અને તેના સત્સંગથી શત્રુને ઓળખી સંગ્રામ રમવામાં આવે તો તેમાં સફળતા સાંપડે છે. ગુરુ વિના શત્રુને નાથવા અશક્ય અને અસંભવિત છે. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે,
પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છેદ તે રોકાય,
અન્ય ઉપાય કયાં થકી, પ્રાયે બમણો થાય. આત્મપ્રદેશ પર કષાયરૂપ શત્રુઓ સ્વછંદપણે ફરી રહ્યા છે. તેને સદ્ગુરુના યોગ વડે રોકી શકાય છે. પણ જો સગુનો યોગ ન મળે તો રાક્ષસી માયાની જેમ તે બમણા થઈ બમણું જોર બતાવે છે. માટે આવ્યંતર શત્રુને જીતવા યુદ્ધ કરવા કવિનો આદેશ છે. આ પદની ત્રીજી કડીમાં કવિ બતાવે છે,
और लराइ लरे सो बोरा, सूर पछारे भाउअरिरी, धरम मरम कहा बुझे न और, रहै आनंदघन पद पकरीरी चेतनकी...।।३।।
આ કડીમાં લડાઈની વાત છે. કવિ કહે છે કે સાધારણ માણસ સાથે યુદ્ધ કરવું તે કોઈ બહાદુરી નથી. બીજા સાથે યુદ્ધ અને સંઘર્ષ કરવાથી માનવ વધારે દુઃખી થાય છે. વાતાવરણ કલુષિત બની જાય છે. એક સાથે યુદ્ધ કરતાં બીજા અનેક શત્રુઓ ઊભા થાય છે. એક નાનું રાજય મેળવી લેવું તે કોઈ મોટી બહાદુરી નથી. બહાદુર તો તેજ છે કે જે ભાવ દુશ્મનોને મારી ભગાડી મૂકે. બહાદુર રજપૂતો સ્ત્રીઓ સાથે, વૃદ્ધો સાથે કે નિઃશસ્ત્ર માનવ સાથે યુદ્ધ કરતાં નથી. તે રીતે સાચો મુમુક્ષુ પોતાના ભાવશત્રુ સાથે યુદ્ધ કરી સ્વરાજય મેળવે છે. રાગ-દ્વેષને કારણે માનવ-માનવ વચ્ચે યુદ્ધ થાય છે. સ્વાર્થ તથા ઈર્ષાને કારણે પણ યુદ્ધ થાય છે. આ પ્રકારની લડાઇ અનંતસંસારની વૃદ્ધિ કરે છે. તેથી આવું કાર્ય કરવું તે બુદ્ધિમત્તાનું કામ નથી. મૂર્ખ માણસ આવું કરે છે. ત્યારે ભાવયુદ્ધ તો સંસાર ઘટાડનારૂ છે. આ યુદ્ધનું પરિણામ હંમેશાં સારું આવે છે. અને તેથી જ આત્મા અચલ, અવ્યાબાધ કૈવલ્યલક્ષ્મીને પ્રાપ્ત કરે છે, પર પરિણતિથી