________________
૨૮૭
અનુભવ રસ -લેષાદિ શત્રુઓ સાથે યુદ્ધ કરવું પડશે. હે ચેતન!પૂર્વે અનંત તીર્થકરો થઈ ગયા. તેના માર્ગે તારે ચાલવાનું છે. ચાર ઘાતી કર્મોરૂપ મહાશત્રુઓ તને પીડી રહ્યાં છે માટે હાથમાં તલવાર તથા ઢાલ લઈ શૌર્યવાન બની સંગ્રામ રમી લે. જ્યારે મોહરાજા જીતાઈ જશે ત્યારે તારી અનેક શક્તિઓ ખીલી ઉઠશે. આઠમા ગુણસ્થાનકને અંતે ક્ષપકશ્રેણી શરૂ થતાં અંતર્મુહૂતમાં આત્મા તેરમે ગુણસ્થાનકે જઈ કેવલ જ્ઞાન-દર્શન પ્રગટ કરે છે. બારમાં ગુણસ્થાન સુધી એક મોહ ઉપર જ જીવનું ધ્યાન હોય છે. તેને ઉડાવતો આગળ વધે છે. સાથે બીજી પ્રકૃતિઓ આવે તેનો ક્ષય કે ક્ષયોપશમ કરતો જાય છે, આટલા નાના સમયમાં આટલા મોટા મોહનીયકર્મને ઉડાડવાની તારામાં તાકાત છે. કર્મના મોટા સમૂહને પ્રદેશોદયથી વેદી નિર્જરા કરીને તું દુશ્મન વગર થઈ જાય એવી તારામાં શક્તિ છે. કાચી બે ઘડીમાં તો તું કેવળજ્ઞાન લઈ શકે છે. જેમ બહારમાં વિજયી બનતાં અધિકાર, સેના, ધનભંડારો વગેરે પ્રાપ્ત થાય છે તેમ આત્મવિજયી બનતા તું સર્વ વસ્તુના બોધરૂપ કૈવલ્યજ્ઞાનને પ્રગટ કરીશ તથા અનંત ગુણરત્નોનો ભંડાર ખુલી જશે. એટલું જ નહીં તું, ત્રિલોકનાથ ત્રિભુવન સ્વામી બનીશ. શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે,
શ્રી સુપાસ જિનરાજ, તું ત્રિભુવન શિરતાજ
આજ હો છાજે રે ઠકુરાઈ, પ્રભુ તુજ પદતણીજી. - આ રીતે ત્રણલોકની સર્વ પદવીનો તું માલિક બનીશ. આ પદની કડીમાં “મુનસફ' શબ્દ કવિએ રાખ્યો છે તેનો અર્થ છે હે ચેતન ! તું સર્વ જગતનો વડો થઈ સર્વદ્રવ્યને જાણનાર અને જોનાર બનીશ. “શિવદરગાહ નો અર્થ છે તું મોક્ષ દરબારમાં પહોંચી જશે. અહીં મોક્ષરૂપ દરગાહની વાત કરેલ છે. જીવનું ચરમ ને પરમ લક્ષ્ય છે મોક્ષ. જેને સર્વોત્કૃષ્ટ સ્થાન કહેવાય છે. દરગાહ તે ફારસી શબ્દ છે તેનો બીજો અર્થ થાય છે મહંત પુરુષોનું અંતિમ નિવાસસ્થાન, પીર અથવા મોટા સંતનું નિવાસસ્થાન એટલે કે જ્યાં તેને ભૂમિદાહ દીધો હોય તે સ્થાનને મુસલમાન લોકો દરગાહ' કહે છે. બૌદ્ધ લોકો સૂપ કહે છે. જૈન લોકો શિવસ્થાન એટલે મોક્ષસ્થાન અથવા સિદ્ધગતિ પામેલા લોકો (આત્માઓનું) સ્થાન તે