SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ કળા હોવી જોઈએ. યુદ્ધ કેમ કરવું તે ચેતના બીજી કડીમાં કહે છે,नांगी काढल ताडले दुश्मन, लागे काची दोइ धरीरी । अचल अबाधित केवल मनसुक, पावे शिव दरगाह भरीरीर... चेतन... ।।२।। મ્યાનમાંથી બહાર કાઢેલી તલવાર તથા ખંજર લઇને દુશ્મનોનું મસ્તક વાઢી નાંખ. અહીં મોક્ષપામવાની ઈચ્છારૂપ તલવાર અને સ્વરૂપ પ્રાપ્તિનું ખંજર લઈને મોહરાજાને ભગાડી દે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છેઃ निसग्गुवए सुरुई, आणारुई सुत्त बीयरुइमेव। अभिगम वित्थाररुई, किरिया संखेज धम्मरुई || ૨૮૬ આત્મયુદ્ધ કરવા માટે દશ પ્રકારની રુચિ કેળવવી જોઈએ. તે આ પ્રમાણે છે. ( ૧ ) નિસર્ગ (૨) ઉપદેશ (૩) આજ્ઞા (૪) સૂત્ર (૫) બીજ (૬) અભિગમ (૭) ક્રિયા ( ૮ ) વિસ્તાર (૯) સંક્ષેપ (૧૦) ધર્મ. આત્મા જ્યારે આ પ્રકારે રુચિ કેળવે છે ત્યારે ઇન્દ્રિયોના વિષયો વિરામ પામી જાય છે અને સ્વસન્મુખ થઈ સ્વરૂપસ્થ થવા પોતાની સર્વરુચિને સ્વ તરફ વાળે છે. જેથી મોહરાજા પોતાના સૈન્ય સાથે આત્મપ્રદેશનાં એક ક્ષેત્ર અવગાહનને છોડી જોય છે. જૈન વૈભવ અને વિલાસ જ પ્રિય છે તેને તેનો ખોરાક ન મળતાં ઊભી પૂંછડીએ ભાગે છે. કવિ કહે છે કે આત્મધર્મ એ તો ક્ષત્રિયનો ધર્મ છે. આ માર્ગ શૂરવીરનું કામ છે. શત્રુ ૫૨ દયા ખાવાનો આ ધર્મ નથી. માટે હે આત્મન્ ! તું ક્ષત્રિય થઈ મોહને મારી નાખ. જેમ શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કરી ક્ષત્રિયત્વને પ્રગટાવવા બોધ આપતાં કહે છે, स्वधर्ममपि चाविक्ष्य न विकम्पितुमर्हसि। धर्माधम्याध्दि युद्धच्छेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते ॥ હે અર્જુન ! તારા ક્ષત્રિયધર્મનો વિચાર કરીને પણ તારે લડતાં અચકાવું યોગ્ય નથી. કારણ કે ધર્મને અનુસરતા યુદ્ધ કરતાં ક્ષત્રિયને માટે બીજું કાંઈ વધારે કલ્યાણકારક નથી. માટે શત્રુઓની દયા ન ખાતાં તું તારું ધનુષ્ય તૈયાર કર. ચેતના કહી રહી છે કે કર્મ તો તારા શત્રુઓ છે. તેની દયા ન ખાવાની હોય. હે આત્મન્ ! તારી વીતરાગદશાને પ્રગટ કરવા તારે રાગ
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy