________________
૨૮૫
અનુભવ રસ
જેમ દુર્જીયસંગ્રામમાં હજારો યોદ્ધાઓને જીતી શકાય છે પણ તેનાથી સર્વશ્રેષ્ઠ તો એ જ કે જે એક આત્માને જીતી લે. માટે સર્વજ્ઞ ૫૨માત્મા કહે છે કે આત્મા સાથે યુદ્ધ કરો,
अप्पाणं मेव जुइजाहि, किं ते जुइजेण बज्झओ । अप्पणां मेव मप्पाणं, जइता सुह मेहए । આત્માથી આત્માનું યુદ્ધ કરો, બહાર યુદ્ધ કરવાથી શું ફાયદો ? જે એક આત્માને જીતી લે છે તે સાચું સુખ મેળવે છે.
આત્મા સાથે યુદ્ધ કરવાનો આશય એ છે કે આત્માને લાગેલા વિકારી ભાવો તેમજ કષાયો સાથે યુદ્ધ કરો અને તેમાં વિજય મેળવો. અંદર યુદ્ધ કરવું અતિ કઠિન છે.
पंचिन्द्रियाणि कोहं, माणं, मायं तहेव लोहं च । दुज्जयं चेव अप्पाणं, सव्वं अप्पे जिए जियं । । આત્મસંગ્રામમાં પાંચ ઇન્દ્રિયો તથા ક્રોધ, માન, માયા અને લોભને જીતવા મુશ્કેલ છે. વાસ્તવમાં મોહકર્મના ઉદયથી ઉઠતી જે જે વૃત્તિઓ છે તે વૃત્તિઓને જીતવાની છે. તે દુર્જોય છે અને તેનાથી દુષ્કર અને કઠિન આત્માને જીતવો છે, સ્વભાવમાં રહેતા સંગ્રામની સમાપ્તિ થઇ જાય છે અને કંઠે વિજય વરમાળા આરોપિત થાય છે.
ચેતન, મોહ્રરાજા સાથે યુદ્ધ કરતો જેમ જેમ મોહના લશ્કરને ઠાર કરતો જાય છે અથવા ભગાડતો જાય છે તેમ તેમ તેનાં ગુણસ્થાનક વધતાં જાય છે. પછી તે એક પછી એક ગુણસ્થાનના કિલ્લાને સ૨ કરતો જાય છે. અંતે બારમા ગુણસ્થાનકના અંતે મોહરાજા સર્વથા નાશ પામે છે. તેથી એ ગુણસ્થાનકને ક્ષીણમોહગુણસ્થાનક કહેવામાં આવે છે. “મિસ" નો અર્થ કાળાશ થાય છે. અનાદિકાળથી ધારણ કરેલી કર્મમળરૂપ શ્યામતા તેને લાગેલી છે. તેને દૂર કરી કે ચેતન! તું મોહરાજાને મારી હઠાવ, મિથ્યાત્વરૂપ અજ્ઞાન ફુટતાં ચેતન આગળના ગુણસ્થાનકે આગળ વધતો જાય છે. ચેતના, ચેતનને મોહરાજા સાથે તુમુલ યુદ્ધ કરે તેવી ભલામણ કરે
છે.
ચેતના કહે છે કે હે ચેતન તને ખોટી લડાઈઓ કરવાની ટેવ પડી છે. તે છોડી હવે તારા સ્વરૂપ યોગ્ય ગંભીરતા ધારણ કરી લે. યુદ્ધ કરવાની