________________
૨૮૪
મતિ માયામાં મુંઝાણી, આત્મ શક્તિ રે ટાણી, શાંતી નહીં રે મળે, ચેતન ચાલોને હવે સુખ નહીં ૫૨માં મળે.
ચેતન, આવા જડ કર્મનો સંગ દીર્ધકાલીન હોવાને કારણે પામર થઈ મોહરાજાને વશીભૂત થઈ જાય છે. ત્યારે કવિ કહે છે કે ખુલ્લા મેદાનમાં આવો. ગઢમાં રહી લડવું એ તો કાયરોનું કામ છે. જેની પાસે લશ્કર ન હોય, શસ્ત્રો ન હોય અગર તો હિંમત કે શૌર્ય ન હોય તેવા માણસો બાયલા બની કિલ્લામાં રહી લડે છે.
અનુભવ રસ
ક્ષત્રિયાણી પોતાનો પતિ કાય૨ હોય તો તેને કલંક માને છે. તે યુદ્ધ લડે ને વિજય મેળવે, વિજય ન મળે તો શહીદ થઈ જાય પણ યુદ્ધમાંથી પાછો પગ કરે તો ક્ષત્રિયાણી માથું અને છાતી કુટીને રડે છે. માતા કહે છે કે હે પ્રભુ! મેં આવા કાયરને શા માટે જન્મ આપ્યો, આના કરતાં હું વાંઝાણી રહી હોત તો સારું હતું. માટે જ કહ્યું છે,
~ “જનની જણ તો ભક્ત જણ, કાં દાંતા કાં શૂર, નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર.”
ચેતના, ચેતનને કહે છે કે તમે મોહરાજા સાથે યુદ્ધ કરો. ભલે તેનું લશ્કર મોટું છે પણ તમારું લશ્કર કાંઈ નાનું નથી. કૌરવોનું લશ્કર ઘણું જ મોટું હતું તેની સામે પાંચ પાંડવોની શી વિસાત ? છતાં પણ પાંડવોએ પોતાની શક્તિ દેખાડી તો તેનાં નામનો વિજય ડંકો વાગ્યો ને કૌરવો રણ મેદાનમાં રોળાઈ ગયા.
આ રીતે આ પણ અસતિરૂપ મો૰રાજા સામે સવૃત્તિઓનું એક કુરુક્ષેત્રનું યુદ્ધ છે. કે ચેતન ! તારી પાસે તો અનંતશક્તિ છે. તારા એકલામાં એ બધાંને ભગાડી મૂકવાની શક્તિ છે. વાસ્તવમાં તું બાહુબલિ છો. મોહરાજાના કામ, ક્રોધ, લોભ વગેરેનો સર્વ પ્રથમ ધીરે ધીરે નાશ કર. એમ કરતાં કરતાં આખા લશ્કરને તું ઉડાડી દે. તું એક વખત મોહ્રરાજા તરફથી દૃષ્ટિ ફેરવી લે અને શત્રુઓનો સામનો કરવા કેશરીયા કર. હે ચેતન ! હું તને વિજયતિલક કરવા આંગણાંમાં જ ઊભી છું. ઉત્તરાધ્યયનમાં કહ્યું છે,
જ
जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिणे । एगं जिणेज्ज अप्पाणं, एस से परमोजओ ।।