________________
૨૮૩
અનુભવ ૨સ
'
પદ-૪૬
- “વેતન વંતુર વોન નારીરી કર્મનું નિકંદન કાઢવા, કમર કસી, કાયાની માયા છોડીને જંગલવાટે વિચરનારા શ્રી આનંદઘનજી મહારાજે, મુમુક્ષુ આત્માએ મોક્ષ માટે કેવી સાધના કરવી તથા તે માટે આત્મવીર્યની ફુરણા કેમ કરવી તેની સુંદર પ્રક્રિયા આ પદમાં બતાવી છે.
સંસારમાં બે શક્તિનું યુદ્ધ ચાલે છે. એક કર્મશક્તિ અને બીજી આત્મશક્તિ. વિશ્વમાં કર્મશક્તિનું સામ્રાજય ઘણું વ્યાપક છે પણ મુમુક્ષુઆત્મા એ શક્તિને ક્ષીણ કરી, આત્મશક્તિને પ્રગટ કરે છે કર્મશક્તિ ને કેવી રીતે મારી હટાવવી તે “ટોડી રાગ' માં લખે છે. चेतन चतुर चोगान लरीरी... चेतन जीत लै मोहराय को लसकर, मिसकर छांड अनादि धरीरी...चेतन...।।।।
ચેતના, ચેતનને કે છે કે હે ચેતનરાય! હવે જાગૃત થાવ, ખુલ્લા મેદાનમાં પડવાનો સમય પાકી ગયો છે. ઘરમાં બેસી વાતો ન કરતાં મેદાનમાં જઈ લડો, કારણકે ક્ષત્રિયનો ધર્મ યુદ્ધ કરવાનો છે. યુદ્ધ કરી શત્રુ પર વિજય મેળવે તે ક્ષત્રિય. જેમ કે કહ્યું છે,
બ્રાહ્મણ કર્મથી થાયે, થાયે ક્ષત્રિય કર્મથી
વૈશ્ય કર્મ થકી થાયે, થાયે શુદ્ર સ્વકર્મથી. ઘરમાં બેસી રહેવાથી ક્ષત્રિય બનાતું નથી પણ સમય આવ્યે જેનું લોહી ગરમ થઈ જાય ને કાર્ય કરવા તત્પર કરે તથા યુદ્ધના સમયે જેનું હૃદય થનગની રહ્યું હોય, આવા કર્મયુક્ત જે હોય તેને ક્ષત્રિય કહેવાય છે. ક્ષત્રિય રણ સંગ્રામમાં લડે અને વિજય વરમાળા પહેરી સ્વઘર સિધાવે.
ચેતન પર અનાદિકાળથી મોહરાજાએ રાજ જમાવ્યું છે. ચેતન પોતાની શક્તિને જાણે સાવ વિસરી ગયો છે. પુગલ સંગે રહી, ચેતન પુગલ જેવી ચેષ્ટા કરવા લાગ્યો. ચેતન સાથે અનાદિકાળમાં ક્યારેય કર્મ નહોતા એમ નથી. એક કવિએ કહ્યું છે,
જડને ચૈતન્યની પ્રીતિ રે પુરાણી, અનંત જન્મારામાં કરી શું કમાણી,