________________
અનુભવ રસ
22. સાગર ઉછાળા મારવા લાગતો. પ્રભુભક્તિમાં મસ્ત ફકીર ભજનમાં ભાવવિભોર થઈ ઉઠતા અને એ આનંદમાં ઝૂલતું હૈયું પોતાને આનંદઘનનાં નામથી પુકારી ઉઠતું. આમ તેઓ લાભાનંદમાંથી આનંદઘન બની ગયાં.
આનન્દઘનજીની રચનાઓમાં મુખ્ય બે પ્રકારની રચનાઓ ઉપલબ્ધ થાય છે.
૧, આનંદઘન ચોવીસી ' ૨, આનંદઘન પદ બહોતેરી
ચોવીસીમાં આદિ પ્રભુ ભગવાન ઋષભદેવથી ચરમ તીર્થંકર મહાવીરનાં નામનું અવલંબન લઈ ચોવીસ સ્તવનોમાં અધ્યાત્મનાં ગૂઢ રહસ્યો ઉદ્ઘાટિત કર્યા છે. જિનેશ્વર પરમાત્માની સ્તુતિના બહાને ગહન આત્મિક અનુભૂતિ શબ્દદેહે રજૂ કરી છે.
પદોમાં પ્રિયતમ પરમાત્માની વિરહ વ્યથાની વ્યાકુળતા ક્યાંક નીતરે છે તો ક્યાંક અનુભૂતિની સંવેદનાત્મક પળોનો તાદેશ ચિતાર પણ છે. તેઓની રચનાઓમાં દાર્શનિક સિદ્ધાંતોની ગૂઢતા છે તો પરાભક્તિની સમર્પણતા પણ છે. ક્યાંક પરમ–પ્રિયતમ ને પામવાની તડપ છે. તો ક્યાંક પ્રિયતમ ને ઉપાલંભ પણ છે. સંવેદનની પરાકાષ્ટાએ પહોંચી અનુભવરસમાં લયલીન બનેલા આનન્દઘન અનુભવની પળોને બિરદાવે છે.
અનુભવ હમ તો રાવરી દાસી” અનુભવ નાથકો કયું ન જગાવે” .
અનુભવ તૂ હૈ મિત હમારો” અનુભવ અર્થાત્ ચેતનાનો પૂર્ણ ચેતનામાં પ્રવેશ પ્રથમ પ્રવેશ પછી પરિણમન ત્યારબાદ પૂર્ણતાનું પ્રાગટય.
આ જ સંદર્ભમાં આનંદઘનજીનાં સ્તવનોનો મહિમા વર્ણવતાં શ્રી જશુબાઈ મહાસતીજી લખે છે –
એમણે પરમાત્માની સ્તવનામાં જ્યાં પ્રીતિ, ભક્તિ અને અનુરક્તિના ભાવો ભર્યા છે ત્યાં જિનશાસનનાં ગૂઢ રહસ્યોને નય, નિક્ષેપ, નાચ્છાયોગ, સામર્થ્યયોગ, શાસ્ત્રયોગ ઇત્યાદિક અકળ પદાર્થોને વિસ્તારથી પ્રરૂપ્યા છે.