________________
21
અનુભવ રસ कक्क्क्क्क
म्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क्क
.
અક્ષય રસના રસિયા આનંદઘન
- ડે. તલતાબાઈ મહાસતીજી,
જૈન વાડમય વિવિધ વિધાઓમાં વિસ્તરેલું છે. જિનેશ્વરવાણી આગમ રૂપમાં છે તો વિદ્વતમનિષીઓની સં. રચના ગ્રન્થો રૂપે ઉપલબ્ધ છે. એ ન્યાય-વ્યાકરણ, ઈતિહાસ, ભિન્ન-ભિન્ન સાહિત્ય આદિમાં વિભાજિત છે તેમજ સ્તોત્ર-સ્તવન-સ્તુતિ-પદ પણ ગેયાત્મક લયમાં મળે છે. સંત કવિઓ, કે જેઓ આત્માનુભૂતિનાં સંવેદનમાંથી જ્યારે
જ્યારે બહાર આવતાં ત્યારે – ત્યારે એમનાં અંતર ઉદ્ગારો કાવ્ય રૂપે બહાર સરી પડતાં હતાં. આધ્યાત્કિ ભાવોથી ભીંજાયેલ એ પદો ગૂઢ રહસ્યો અને દાર્શનિક સિદ્ધાંતોના મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે.
આ ભવ્ય પરંપરામાં થયેલ મહાયોગી આનંદઘનજીનું અદ્વિતીય યોગદાન જૈનજગતમાં પ્રસિદ્ધ છે.
આનંદઘન એક એવા મહાપુરુષ રહ્યાં કે જેઓ નામ અને નામીથી ઊંચા ઉઠેલા હતાં. મધ્યયુગમાં અનેક સંતોએ અનામ અનામ રહીને પોતાની સાધના કરી. તેઓએ પોતાના લક્ષ્ય સાથે એવું તાદાભ્ય સ્થાપિત કરી દીધું કે તેઓની કૃતિ અમર બની ગઈ અને જીવનવૃત્ત સંશયાત્મક. ઘણાં સંશોધનો પછી પણ માત્ર કિંવદન્તિઓનાં આધારે જ તેમનાં વિષયમાં બહુ જ અલ્પ માહિતી મળે છે. તે પણ કેટલી પ્રમાણિક છે, તે એ પોતે જ જાણે !!
એમનાં સાધુ જીવનનું મૂળ નામ તો હતું લાભાનંદ પરંતુ તેઓ જ્યારે પોતાની આત્મમસ્તીમાં ખોવાઈ જતાં ત્યારે અંતરમાં આનંદનો