________________
23
અનુભવ રસ
થિસિસ ગ્રન્થ પેઈજ ૬૧.
આનંદઘનજીનાં સ્તવનો આધ્યાત્મિક પ્રક્રિયાનાં આસવ રૂપ છે. તેમનાં સ્તવનોમાં તીર્થંકરોની સ્તુતિ ઉપરાંત, આત્માનુભવની અભિવ્યક્તિ પણ છે.... પેઇજ ૬૫.
શ્રી જશુબાઈ મહાસતીજીએ અત્યંત ગહન ચિંતન વડે આનન્દઘન સ્તવનો અને પદોને મૂલવ્યા છે. તેઓનું આ અણમોલપ્રદાન સાધના ઈચ્છુક સાધકોને, તત્ત્વ પ્રિય જિજ્ઞાસુઓને, ભક્તિ રસિક ભાવિકજનોને, સાહિત્યપ્રેમી વિદ્વતજનોને તેમજ સર્વ જનોને ઉપકારી નીવડશે વળી તેમના ભાવોની અભિવ્યક્તિ એટલી સરળ અને સહજ ભાષામાં થઈ છે કે આખી યે રચના સ–રસ મધુર બની છે.
કોઈ પણ ઉપલબ્ધિ પાછળ તેના માટે કરેલી તપશ્ચર્યાનો ઈતિહાસ હોય છે. તપ્યા વિના શુદ્ધિ નથી. શુદ્ધિ વિના સિદ્ધિ નથી.
શ્રી જશુબાઈ મહાસતીજી ડૉકટરેટ સુધી પહોંચ્યા તેમાં તેમને તપવું તો બહુ પડયું. અમારું સાધુજીવન એટલે ચરૈવેતિ – ચરૈવેતિ. સાધુ વિચરતા ભલા. એ ન્યાયે સારા યે ભા૨તમાં વિચરણ થયું સન્ ૧૯૭૪ માં મુંબઈમાં પ્રથમ S.S.C ની પરીક્ષા આપી. એ પછી મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક, તામિલનાડુ આદિ પ્રદેશોમાં વિચરણ થયું, તેમની અભ્યાસયાત્રા ૧૯૭૪ માં શરૂ થઈ, અનેક પ્રદેશોમાં એ યાત્રા ફરતી રહી. પરીક્ષાઓ અપાતી ગઈ, છેવટે ૧૯૮૮ માં ફરી મુંબઈ આવવાનું થયું. M. A. ની ડીગ્રી લઈને આવ્યા હતાં. ત્યારબાદ ઘણા પ્રયત્ને, અનેક વિદ્વાનો સાથે પરામર્શ કરી ‘આનંદઘન એક અધ્યયન' વિષય નકકી થયો.
એમની પસંદગી આ વિષય ૫૨ કેમ ઊતરી ? આ પ્રશ્ન સહજ ઊઠે. અમારા ગુરુમાતા આધ્યાત્મ યોગિની પૂ. બાપજી, અધ્યાત્મરસનાં રસિયા છે. અધ્યાત્મગ્રન્થોનો સ્વાધ્યાય નિયમિત ચાલતો જ હોય. તેમના શિષ્યા; પરિવાર એ ભાવોમાં રમતા હોય. જે ગુરુકુળવાસમાં નિત્ય-નિરંતર અધ્યાત્મરસના આસ્વાદન ચાલતાં હોય ત્યાં અધ્યાત્મયોગી અવધૂત આનંદઘન જ સ્મરણે ચડે ને ? ? ?
અને રજીસ્ટ્રેશન પછી કામ ચાલ્યું.. ડો. કલાબેન શાહનું માર્ગદર્શન મળ્યું તો વિદ્વતવર્ય ડો. રમણભાઈ શાનો બહુમૂલ્ય સહયોગ