________________
૨૧૫
અનુભવ રસ શકે નહીં. જો ચોથા ગુણસ્થાનકે ક્ષાયિક સમ્યકત્વ હોય તો પણ બાલ ગણાય છે કારણકે પ્રાથમિક ભૂમિકાની અવસ્થા છે. ધીરે ધીરે ક્ષાયિકભાવની વૃદ્ધિ થતાં આત્મવિશુદ્ધિ થાય છે. ત્યારે ચેતનને નિજાનંદનો ખ્યાલ આવે છે માટે જ ચેતના કહે છે કે અનંત આનંદમાં રમવું તથા શુદ્ધ સ્વભાવમાં ખેલવું તેવી મારી ઈચ્છા પૂર્ણ ન થતાં મારા તો રોઈ રોઈને દિવસો વ્યતીત થઈ રહ્યા છે. રાત્રી તો મને કાળજાળ જેવી લાગે છે.
હે સખી! પતિ વિનાની શય્યા જોઈ યૌવનમત્ત સ્ત્રીની શી હાલત થાય તે શું તું નથી જાણતી?
ચેતનાનો યૌવનકાળ એટલે ધર્મના સાધકબાધક કારણો જે વિશિષ્ટ ફળ આપનાર હોય. આવી સમજણના અભાવે સર્વ સંસારી જીવો વિષયકષાય સેવન, ભોગવિલાસ, ધનસંચય તથા મોજશોખમાં યૌવન પૂર્ણ કરી નાંખે છે પરંતુ ધર્મ તથા ધર્માનુષ્ઠાનનો વિચાર સુદ્ધાં કરતા નથી.
ધર્મયૌવનકાળમાં નિમગ્ન સુમતિ, શ્રદ્ધાને કહે છે, नग भूषणसें जरी जातरी, मोत न कछु न सुहाय; રૂવ શુદ્ધિ નીયને ખેતી કાવત હૈ, નાનેરા, વિષ વાય.વારે... ૨ાા
પુરુષોની આંખો સૌંદર્યલક્ષી હોવાને કારણે દરેક સ્ત્રી પોતાના શરીર ઉપર અનેક અલંકારો પહેરે છે. સુંદર દેખાવું એ સ્ત્રીની સહજ પ્રકૃતિ છે. સતી સ્ત્રીઓનું લક્ષ હંમેશાં પોતાના પતિનો આનંદ તથા ઇચ્છા તરફ જ હોય છે. પતિનો આનંદ એ જ તેનો આનંદ બની જાય છે. માટે જ કવિ કહે છે કે સુમતિને હવે અલંકારો તો શંકરે ગળામાં વીંટાયેલ સર્પ સમાન ભાસે છે. પતિની ગેરહાજરીમાં મોતીની માળા બોજારૂપ લાગે છે. સુમતિને અલંકારો પહેરવાં ગમતાં નથી. તે વિચારે છે કે કોને રીઝવવા અને કોને મનાવવા આ અલંકારો પહેરવાં? અત્યારે સુમતિની વિરહ વેદના એટલી બધી ગઈ છે કે તેને સ્નાન કરવું કે સારાં વસ્ત્રો પહેરવાની પણ ઈચ્છા થતી નથી. તેના જીવનમાં નિરાશા વ્યાપી ગઈ છે, તેથી હતાશભાવે તે આ બધું બોલી રહી છે કારણકે ચેતનના આવવાના કોઈ ચિહ્ન દેખાતા નથી. સુમતિને જીવન પણ અકારું લાગે છે. તેથી તે કહે છે કે હે શ્રદ્ધા! મને થાય છે કે આ રીતે જીવવું એનાં કરતાં ઝેર ખાઇને મરી જવું વધારે સારું. દુનિયાની રીત છે કે જે સ્ત્રીને પતિ ન બોલાવતો હોય તે સ્ત્રી બધાથી