________________
અનુભવ રસ
૨૧૬ તિરસ્કૃત થાય છે. આવી સ્ત્રીને જીવનમાંથી રસ ઊડી જાય છે. ક્યારેક તે આત્મઘાત કરવા તૈયાર થાય છે. માટે સુમતિ કહે છે કે હું ઝેર ખાઈને મરી જાઉં જેથી બધી વાતનો અંત આવી જાય. માનવને જ્યારે સહનશક્તિની હદ આવે છે ત્યારે મરવાનો વિચાર આવે છે. - કવિએ અહીં સ્ત્રીસ્વભાવનું દર્શન કરાવ્યું છે. સુમતિએ પાંચ મહાવ્રતનાં આભૂષણોમાં દશ યતિધર્મનાં નંગ જડયાં છે. કોઈ અગત્યના પ્રસંગે કિંમતી અલંકારો પહેરી શૃંગાર કરવામાં આવે છે. પરંતુ શુદ્ધ ઉપયોગ વગર મહાવ્રતનું પાલન, બાહ્ય તપ વગેરે પુણ્યબંધનું કારણ બને છે. વળી, આત્મા જ્યારે જ્યારે પૌલિક ભોગો તરફ દૃષ્ટિ કરે છે ત્યારે ત્યારે ઝેર પીવાની ક્રિયા કરી ભાવમરણ કરે છે. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે “ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો,” પતિ વિયોગે રાતના ઊંઘ ન આવવી, મનોમન પતિનાં સ્મરણમાં ખોવાઈ જવું કે જેથી સ્થળ કે સમયનું પણ ભાન ન રહે, સુમતિ પણ આવી સ્થિતિ ભોગવી રહી છે.
માનવમન અતિખેદજનક સ્થિતિમાં હોય ત્યારે ઊંડા – ઊંડા શ્વાસ લેવાઈ જાય છે, ને મોટેથી વિશ્વાસ નીકળી જાય છે. સુમતિ પણ નિશ્વાસ નાખી રહી છે. તેને ઊંઘ પણ આવતી નથી કારણકે માણસને ઊંઘ આવે તો દર્દ અધું થઈ જાય છે પણ ચિંતાની સ્થિતિમાં નિંદ્રા આવતી નથી. કોઈપણ વિચારોના પ્રવાહમાં પડેલું મન જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી નિદ્રા પણ આવે નહીં. ' સુમતિ અનિદ્રાથી પીડાતી, નિશ્વાસ નાખતી, મનોમન પ્રશ્ચાતાપ કરી રહી છે. તે વિચારે છે કે આટઆટલું સમજાવવા છતાં, આટલા સંદેશા મોકલવા છતાં તે જરાપણ સમજતા નથી. ને ઘરે આવતા નથી. પછી મારે આ ઘરમાં રહીને શું કરવું? હું ભગવા વસ્ત્ર પહેરી, જોગણ બની આ ઘર છોડી ચાલી નીકળું કારણકે ઘર તથા ઘરની બધી વસ્તુઓ અને ખાવા ધાય છે. હે સખી! તું આનંદઘન એવા મારાનાથને સમજાવીને કહે કે તમારા વિયોગે સુમતિ જોગણ બની જશે પછી તમારે પણ તેની પાછળ ભેખ ધારણ કરવો પડશે માટે સમજો અને ઠેકાણે આવો.
આ પદનો આધ્યાત્મિક અર્થ ઘણો માર્મિક તથા ગંભીર છે. જેમ