________________
અનુભવ રસ છે જેથી મમતાને જાણવા તે પ્રયત્ન સુદ્ધાં કરતો નથી. લોકમાં કહેવત છે કે “રાજાને ગમી તે રાણી ને છાણા વીણતી આણી” મમતા પણ સમયસુચકતા વાપરી ચેતન પાસેથી કામ કઢાવી લે છે. ચેતન તો સાદો સીધો છે તેથી મમતા સાથે તેને સાકર, શેરડી અને મધ કરતાં પણ અધિક આનંદ આવે છે કારણ કે મમતાને કારણે તેને ભ્રાતિ પેદા થાય છે. એના દુઃખનું કારણ પણ એ જ છે. ચેતન ! પોતાનો સ્વભાવ છોડી, વિભાવમાં જાય છે તેથી દુઃખી થાય છે. તેમાં હે સમતા ! તું શા માટે ઉદાસ રહે છે?
સમતા, અનુભવમિત્રને ઉત્તર દેતાં કહે છે કે ચેતન તો મારો પતિ છે. તેની હું પતિવ્રતા સ્ત્રી છું. તેના સિવાય મેં બીજા કોઈને પણ ચાહ્યો નથી. અરે! અન્યનો પડછાયો સુદ્ધાં લીધો નથી. આટલી મારી વફાદારી હોવા છતાં, ચેતન મારો થઈને રહેતો નથી. કોઈપણ સ્ત્રી પોતાના પતિને પોતાનો કરી રાખવા જ ચાહતી હોય છે અને પોતાનો રહે તેમાં જ તેને આનંદ હોય છે. ચેતન! પારકો થઈ, પારકે ઘરે પડ્યો રહે છે, તેથી લોકો તેની હાંસી કરે છે. મારાથી એ સહન થતું નથી માટે હું ઉદાસ રહું છું.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે કે “હંસલી, હંસને છોડી કદાપિ કાગડાનો સંગ કરે નહીં, તેમજ હંસ વિના હંસલી જીવી શકે નહીં, તેમ મારો તથા મારા પતિ ચેતનનો સંબંધ છે. જેમ સુવર્ણ અને સુવર્ણત્વ જુદા જુદા સંભવી શકે નહીં તેમ ચેતન અને ચેતના એકાંતે અભિન્ન છે. અમારા બંનેનો અભિન્ન સંબંધ હોવા છતાં, ચેતન પરમાં પડી ગયો છે. તેથી મને પારાવાર દુઃખ થાય છે અને એ દુઃખને કારણે જ અત્યારે મારામાં ઉદાસી દેખાય છે. વળી તમે તો વ્યાવહારિક દૃષ્ટિએ પણ જાણો છો કે કોઈ પુરુષ પરસ્ત્રીના મોહમાં ફસાયો હોય તો લોકોમાં તે નિંદાને પાત્ર ગણાય છે તથા દુનિયા તેને બેઆબરૂ ગણે છે. તેનાં કાર્યો ઉપર સંતજનો ખેદ કરે છે. વળી એવા પુરુષની પત્નીની કોઈ હાંસી કરે છે તો વળી કોઈ દયા ખાય છે. આજે લોકોમાં ચેતનની હાંસી થઈ રહી છે જે મારાથી સહી જતી નથી તેમજ મારી દશા પણ મારાથી સહન થતી નથી. દુનિયાને મારા પર દયા આવે છે પરંતુ ચેતનને મારા પર દયા ૧. આનંદઘન પદ ભાવાર્થ. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ પૃ. ૫૫.