________________
અનુભવ રસ
૮૮ આવતી નથી. ચેતન મારા પર કેવો નિષ્ફર બની ગયો છે તે ત્રીજી કડીમાં સમજાવે છે.
समजत नाहि नितुर पति एति, पल एक जात छमासी..। आनंदघन प्रभु धरकी समता, अटकली और लबासी..।। अनुभव।।३।।
આ કડીમાં સમતા પોતાના હૈયાની વરાળ કાઢી રહી છે. તે કહે છે કે “હે અનુભવ ! મારો પતિ મારી દશા સમજી શકતો નથી, એ સાવ નિષ્ફર બની ગયો છે. તે મારી એક પણ વાત લક્ષમાં લેતો નથી. અરે! સતી સ્ત્રીને પતિના વિરહે એક પળ પણ છ માસ જેવી લાગે છે. મારી એક એક ક્ષણ કેવી જાય છે! તેનો ખ્યાલ એ દયાહીનને ક્યાંથી આવે! પતિ વિયોગે મારી એક એક પળ યુગ જેવડી વીતે છે.
સમતાની આ વાત સાંભળી અનુભવે અનુમાનથી જાણ્યું કે આત્માની સાચી સ્ત્રી તો સમતા છે તે જ કુળવાન છે. બીજી સ્ત્રીઓ તો ખોટી તથા માયાવી છે.
આમ, આત્માએ મિત્ર અનુભવના જ્ઞાનથી જાણ્યું. એને પોતાની ભૂલ સમજાઈ. હવે ચેતને જાણ્યું કે સમતા જ પોતાની ખરી સ્ત્રી છે તેથી સમતાને હૃદયમાં રાખી દરેક કાર્ય કરવા લાગ્યો. હવે સમતાના આનંદનો કોઈ પાર રહ્યો નથી. સમતાએ પોતાના અંતઃકરણના પ્રેમથી આત્માને પોતાના તરફ ખેંચી લીધો તેથી તે સહજ નિર્મળ આનંદને ભોગવવા લાગ્યા. સમતા જ પોતાનો સ્વભાવ છે એ જાણ્યા પછી તેમાં સ્થિર થવા વિશેષ પ્રયત્ન કરવા લાગ્યો. જેમ જેમ સમતામાં સ્થિરતા આવે છે તેમ તેમ સ્વયંમાંથી આનંદરસ ઝરે છે જેથી તે આનંદઘન એવા પોતાના નામને સફળ કરે છે.
આ પદમાં કવિએ આત્માને ઢંઢોળ્યો છે. અનાદિથી વિસરાઈ ગયેલી પોતાની વાસ્તવિકતાની યાદ અપાવે છે. તેમજ સમતા ઘરમાં આવવા તથા રહેવા પ્રેરણા આપે છે. અધ્યાત્મભાવોથી ભરેલા આ પદ આત્માને પોતાની શુદ્ધ પરિણતિને પ્રગટાવવા પુરૂષાર્થી બનાવે છે.
આધ્યાત્મિક પ્રગતિના સોપાન સમું આ પદ . માયા – મમતાને સ્ત્રીનું રૂપક આપીને, ચેતન તથા ચેતના સંબંધ માટે હંસ-હંસલીનું દ્રષ્ટાંત આપેલ છે.