________________
અનુભવ રસ
પદ-૧૪
અનુમવ! તુ હૈ દેતુ દમ રો” આત્મભાવોની મસ્તી માણવા તત્પર એવા મસ્તયોગી શ્રી આનંદઘન મહારાજે આત્મમંથન કરી, આંતરભાવોમાં કેવા કેવા સંઘર્ષ થાય છે, તેમજ આત્મપરિણતિ કેવી હોય છે તે આ પદમાં દર્શાવ્યું છે.
આત્માને શ્રદ્ધા તથા સમતારૂપ બે પત્નીઓ છે છતાં ક્યારેક શ્રદ્ધા સમતાને સખી કહીને પણ સંબોધે છે. અનુભવ આત્માનો મિત્ર છે. જે આત્માની સાથે પ્રાણની માફક જ રહે છે. જો આત્મા તથા આત્મગુણો જુદા હોય તો અનુભવ તથા આત્મા જુદો કહી શકાય. એવા અનુભવમિત્રને સમતા સમજાવે છે. સારંગ રાગમાં ગવાયેલ આ ચૌદમાં પદમાં કવિ કહે છે,
अनुभव तु है हेतु हमारो..। आय उपाय करो चतुराई, और को संग निवारो..।। अनुभव।।
સમતા અનુભવને કહે છે કે હે અનુભવ! તું અમોરો મિત્ર છો. હિતેચ્છુ છો. અમારી આંતરિકસ્થિતિથી તું જ્ઞાત છે. વળી તું મિત્રના સંબંધો તથા કર્તવ્યોને સારી રીતે જાણે છે. સાચો મિત્ર પોતાના મિત્રને સન્માર્ગે લઈ જાય છે. માટે હે અનુભવ, મને તારા પર પૂર્ણ વિશ્વાસ છે. તું મારા પતિનો સન્મિત્ર છે. તારો પ્રિય મિત્ર માયા, મમતાના સંગે ચડી ગયો છે. હું તેનો ચતુર મિત્ર છો. આજે તારી ચતુરાઈનો પ્રયોગ કરવાનો વખત આવ્યો છે. તું ચતુરાઈપૂર્વક ચેતનને કુસંગતિથી મુક્ત કર. મારી વાત તેના ગળે નહીં ઊતરે પણ મિત્રની વાત સમજતાં વાર ન લાગે. હવે તું તારા “અનુભવ” નામને સાર્થક કર. તું એવો ઉપાય શોધી કાઢ કે જેથી મારો પતિ માયા – મમતાનો સંગ છોડી મારા મંદિરે પધારે.
અનુભવમાં અપૂર્વ અલૌક્કિ સામર્થ્ય છે તેવા વિશ્વાસથી સમતા અનુભવને પોતાનું વૃત્તાંત જણાવે છે.
કવિએ કુશળતાપૂર્વક આ પદમાં સ્વ-પરનાં વિવેકચક્ષુ ખોલી નાખ્યાં છે. શ્રી કાપડિયાજી લખે છે કે આ પદમાં સ્વને ઓળખી તેને આદરવાનો