________________
૧૧૭
અનુભવ રસ પતિને સ્વસ્થાને લાવવા પત્નીએ એમ કરવું પણ પડે છે. અનુભવમિત્ર, કહે છે કે હે ચેતના!ચેતનને મળવા તું અનંતકાળથી ઉત્સુક છે. આજે એ દુર્લભ સમય આવી ગયો છે. પ્રબળ પુરુષાર્થે તે પ્રાપ્ત થયો છે. ત્યારે કેવળજ્ઞાન દૃષ્ટિરૂપ હે ચેતના! તું કેમ સૂતી છો?
અવિરતિગુણસ્થાનક પ્રાપ્ત થતાં મતિ, શ્રુત જ્ઞાન પ્રાપ્ત થાય છે. ત્યારે ચેતન જાગે છે પરંતુ કેવળજ્ઞાનાવરણીય કર્મના આવરણને કારણે ચેતના સૂતી છે. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ કહે છે કે “મારો આત્મસ્વામી ત્રણ ભુવનનો નાથ છે. પણ કર્મના આચ્છાદનને કારણે હું તે વાતથી તદ્ન અજાણી છું. વળી મારા પર એટલા બધાં આવરણોનાં જાળાં જામ્યાં છે કે ચોથા ગુણસ્થાનકે રહેલા મારા આત્મસ્વામીને ઓળખી પણ શકતી નથી અને અત્યંત ગાઢ આવરણને કારણે મારી દૃષ્ટિ ચોથા ગુણસ્થાનકે પણ ઉઘડતી નથી. જ્યાં સુધી મારાસ્વામી મારી સામું ન જુએ ત્યાં સુધી હું તો દુઃખી જ છું અને મારી સર્વશક્તિઓ આવરિત જ રહે છે.
કવિએ ચેતનાના ભાવોને જાણ્યા પછી ચેતન પાસે બીજી કડીમાં બોલાવે છે, ___ "आनंदघन पिया दरस पियासे, खौल चूंघट मुखजोवे... दुल।।२।।
શુદ્ધચેતના, પોતાના આત્મસ્વામીને મળવા ઉત્સુક છે. પણ ચેતન ચોથા ગુણસ્થાનકને છોડી, તેરમા ગુણસ્થાનકે આવે નહીં ત્યાં સુધી તે પોતાના સ્વામીને મળી શકતી નથી.
સુમતિ તથા સમતાના કહેવાથી શુદ્ધચેતના (એટલે કે કેવળજ્ઞાન દૃષ્ટિરૂપ ચેતનની પત્ની) ચેતનને મળવા અત્યંત ઉત્સુક બની, ચેતનના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન ધરવા લાગે છે. જેથી શુદ્ધ પરિણતિને આધારે ચેતન પોતાના સ્થિરતારૂપ સ્વરૂપચારિત્રથી ગુણસ્થાનકની ઉચ્ચ ભૂમિકાને પ્રાપ્ત કરવા લાગ્યો. અંતે ક્ષપકશ્રેણી વડે ઉપર ચડતા ચડતા બારમાં ક્ષીણમોહ ગુણસ્થાનકના અંતે (દ્વારે) આવી પહોંચે છે ત્યારે આત્માની શુદ્ધ પરિણતિરૂપ શુદ્ધચેતના કેવળજ્ઞાનાવરણીયરૂપ કર્મનો ઘૂંઘટ ખોલીને ચેતના દર્શનમાં સ્થિરતા સાધે છે તથા ચેતનસ્વામીના સંપૂર્ણ સ્વરૂપને સાક્ષાત્પણે નીરખવા લાગે છે. તેમાં જ ઐકય અનુભવે છે અને અદ્વિતને પામે છે માટે જ કવિ કહે છે,