________________
અનુભવ રસ
૧૧૮ તારા રત્નત્રયની સાથ, રાખો રસ રીતે રે”
ચેતન તથા ચેતનાનું મિલન થતાં ચેતના કહે છે કે હે પ્રભુ! જેમ તમે અને જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રિરત્નો જુદાં નથી તે અભેદભાવે હંમેશાં આપનામાં રહે જ છે તે રીતે મને પણ અભેદભાવે આપનામાં લયલીન બનાવી દો. હવે પછી આદિ અનંતકાળમાં પણ મારો – તમારો વિયોગ થશે નહીં.
સતી સ્ત્રી હંમેશા પોતાના સ્થાનમાં જ રહે છે. તે ગમે તેવા સમયે પણ જારસ્ત્રીઓની પેઠે કુલમર્યાદા ત્યાગતી નથી પણ પોતાની કુળ આબરુને સાચવી રાખે છે.
કેવળજ્ઞાન દૃષ્ટિરૂપી સ્ત્રી આત્માના અસંખ્યાત પ્રદેશરૂપ સ્વઘરમાં રહે છે. તેના ઉપર ગમે તેટલાં કર્મનાં આવરણો આવે છતાં પણ પોતાનાં આત્મસ્વામીને ત્યજીને અન્યની બનતી નથી. આત્મસ્વામી આવરણો હટાવી સ્વગૃહે પધારે છે ત્યારે ચેતના, ચેતનનું સ્વાગત કરવા હાથમાં કેવળદર્શનની વરમાળા લઈ ઊભી રહે છે. સ્વામીનાં દર્શન થતાં જ મોક્ષરૂપમાળા તેના ગળામાં આરોપે છે તથા અનંત અનંત કાળ સુધી એકરૂપ થઈ બની રહે છે.
આ પદમાં ઘૂંઘટ ખોલી, પિયાનાં દર્શન કરવાની વાત છે. કેવળજ્ઞાનાવરણીય કર્મરૂપી ઘૂંઘટ ખુલ્લી જતાં ચેતન,ચેતનાનાં મુખદર્શન કરે છે અને ચેતના – ચેતનનાં મુખદર્શન અનિમેષ દૃષ્ટિથી કરતાં તેમાં લીન બની જાય છે.
આ પદ આત્માની ઉચ્ચભૂમિકાનાં દર્શન કરાવે છે. અનુભવ મિત્રના બોધથી ચેતન જાગૃત થાય છે. ચેતના સતી પતિના ધ્યાનમાં બેસી જાય છે. સ્વરૂપ રમણતામાં સ્થિરતા વધતા ચેતનની ગતિ શીધ્ર બને છે. તે દોડીને બારમા ગુણસ્થાને જઈ મોક્ષનાં બારણા ખખડાવે છે.
- આ પદ ઘણું ટૂંકુ છતાં અર્થ સભર છે. કવિએ સરસ સંવાદ ગૂંથી લીધો છે. ચેતન અને ચેતનાની વિયોગની સ્થિતિનું તેમાં તાદેશ ચિત્ર ઉપસેલું છે.
H. REHERE | _| |